બે બોલ

ગીતા  પ્રવચનો

विनोबा

ગીતા  પ્રવચનો
( ગુજરાતી )

વિનોબા

પરંધામ પ્રકાશન, પવનાર

પ્રકાશક :
રણજિત દેસાઈ, સંયોજક, પ્રકાશન સમિતિ,
ગ્રામ-સેવા-મંડળ,
પવનાર ( વર્ધા ) મહારાષ્ટ્ર

( સર્વાધિકાર પ્રકાશકાધીન )
સત્તરમી આવૃત્તિ ૫,૦૦૦
૭ જૂન ૧૯૭૪
કુલ છપાયેલી પ્રત : ૧,૮૫,૦૦૦
મૂલ્ય : રૂ. ૩-૫૦
મુદ્રક
રણજિત દેસાઈ
પરંધામ મુદ્રણાલય
પવનાર ( વર્ધા )

બે બોલ

‘गीता प्रवचनो ‘એ હવે ભારતીય જનતાનું પુસ્તક થયું છે. ભૂદાનયજ્ઞનું વાતાવરણ નિર્માણ કરવાના કામમાં તેનો ઉપયોગ થતો હોવાને લીધે તેની નકલો ગામેગામ અને ઘેરેઘેર જાય છે.
ગીતાની માફક આ પ્રવચનો પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્રમાં પ્રગટ થયાં છે. ઓગણીસસો બત્રીસની સાલમાં ધૂળિયાની જેલમાં અનાયાસે ઘણા સંત-મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો. તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલાં. એથી સ્વાભાવિક રીતે રોજેરોજના વહેવારમાં ઉપયોગી વાતોની એમાં ચર્ચા આવે છે. જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદો આમાં પેઠા નથી. મને પાકો ભરોસો છે કે શું ગામડાંમાં કે શું શહેરોમાં, સામાન્ય મજૂરી કરી જીવન ગુજારનારાં શ્રમજીવીઓને આમાંથી મનનું સમાધાન મળશે, એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે.
આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી એ તેની હું મોટી કૃપા ગણું છું. આ બધાં પ્રવચનો લખી લેવાને સાને ગુરૂજી જેવા સિદ્ધહસ્ત કાબેલ સત્પુરૂષ મળ્યા એ પણ તેની જ કૃપા. હિંદુસ્તાનભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યાં છે, તે બધે ઠેકાણે એમનાથી સૌ કોઈને હ્રદયશુદ્ધિ અને જીવનનાવહેવારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે. મને એવી વાસના રહે છે કે ઘેરઘેર આ પ્રવચનોનું શ્રવણ, પઠન અને મનન થાઓ! આમાં મારૂં કંઈ નથી. હું તો તુકારામના શબ્દોમાં કહું છું કે,
शिकवुनि बोल । केलें कवतुक नवल
आपणियां रंजविलें । बापें माझिया विठ्ठलें
– શીખવીને બોલ, કર્યું કૌતુક નવલ
રીઝવ્યો પોતાને, બાપ મારા વિઠ્ઠલે
પરંધામ, પવનાર                                    વિનોબા
૨૨-૧-‘૫૧

***********************************************************

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s