નિત્ય પ્રાર્થના

ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ                    ૐ શ્રી ગણેશાય નમઃ
નિત્ય પ્રાર્થના
પ્રાર્થના હ્રદયની હોય, જીભની નહિ.
પ્રાર્થના તો અદભુત વસ્તુ છે.
ઘણી વસ્તુ એકલા ન કરીએ તે
સમુદાયમાં આપણે કરીએ છીએ.
—ગાંધીજી
(૧) પ્રાર્થના —મંત્રો
ઈશાવાસ્યમ્ ઈદં સર્વં, યતકિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્ ।।
યં બ્રહ્મા વરૂણેન્દ્ર રૂદ્રમરૂતઃ, સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈર્ ।
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્, ગાયન્તિ યં સામગાઃ ।।
ધ્યાનાવસ્થિતતદગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો ।
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ ।।
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા…
ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ        (૨) મૌન ( બે મિનિટ )
ગીતા ધ્વનિ ( સ્થિતપ્રજ્ઞ – લક્ષણ )
·    * અર્જુન બોલ્યા *
સમાધિમાં સ્થિત    પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ?
બોલે રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો ? …૧.
–    શ્રી ભગવાન બોલ્યા  —
મનની કામના સર્વે, છોડીને આત્મામાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો … ૨.
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઇ,
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો … ૩.
આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ,
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૪.
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી,
સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૫.
નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં … ૬.
પ્રયત્નમાં રહે તોયે, શાણાયે નરના હરે,
મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી … ૭.
યોગથી તે વશે રાખી, રહેવું મત્પરાયણ,
ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૮.
વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે …૯.
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે …૧૦.
રાગને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે,
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા … ૧૧.
પામ્યો પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં,
પામ્યો પ્રસન્નતા તેની, બુદ્ધિ શિઘ્ર બને સ્થિર … ૧૨.
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને ?… ૧૩.
ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે … ૧૪.
તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી,
ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર … ૧૫.
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા … ૧૬.
સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ,
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે,
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહી કામકામી … ૧૭.
છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ,
અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત … ૧૮.
આ છે બ્રહ્મદશા એને, પામ્યા ના મોહમાં પડે,
અંત કાળેય તે રાખી, બ્રહ્મનિર્વાણ મેળવે … ૧૯.
ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ (૪) એકાકી ભજન … (૫) વાંચન અથવા પ્રવચન …
(૬) વિચાર વિનિમય … (૭) સામૂહિક ભજન …
(૮) આદર્શ ચિંતન …
સંગે હરિ ચરણમાં, રહીએ તમે અમે,
સંગે હરિ પ્રણયમાં, રમીએ તમે અમે,
સંગે પરાક્રમ ઘણાં, કરીએ તમે અમે,
તે સંગ ભંગ બનજો, ન કદાપિ આપણો …
તેજસ્વી પ્રાણવાન થાજો, સદા જીવન આપણું,
ન કદાપી થજો ભીન્ન, વિદ્વેષે મન આપણું …
જે અંતરે કદી પ્રવેશ સુતેલ મારી,
વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી,
જે રોમ રોમ મહીં પ્રાણ પૂરે પ્રતાપી,
તે શક્તિનાથ, પુરૂષોત્તમને પ્રણામ …
હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ, તું પુરૂષોત્તમ ગુરૂ તું,
સિદ્ધ-બુદ્ધ તું સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મજદ્ તું, યહવ શક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું,
રૂદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમ તાઓ તું.
વાસુદેવ ગો—વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું,
અદ્વિતીય તું અકાલ નિર્ભય, આત્મલિંગ શીવ તું…
(૯) ધૂન…
(૧૦) શાંતિપાઠ…
ૐ સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખભાગ્ભવેત્ …
ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ    ૐ

૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎ ૎
(૪) એકાકી બજન … (૫) લાચાં ન અથલા પ્રલચન …
(૬) નલચાય નલનનભમ … (૭) વામહૂશક બજન …
(૮) આદળથ ગચિંતન …
વગાં ે શહય ચયણભા,ાં યશીએ તભે અભ,ે
વગાં ે શહય પ્રણમભા,ાં યભીએ તભે અભ,ે
વગાં ે ઩યાક્રભ ઘણા,ાં કયીએ તભે અભ,ે
તે વગાં બગાં ફનજો, ન કદાન઩ આ઩ણો …
તેજસ્લી પ્રાણલાન થાજો, વદા જીલન આ઩ણ,ુાં
ન કદા઩ી થજો બીન્ન, નલદ્વ઴ે ે ભન આ઩ણ ુાં …
જે અંતયે કદી પ્રલેળ સતુ ેર ભાયી,
લાણી વજીલન કયે નનજ બગથ પ્રેયી,
જે યોભ યોભ ભશીં પ્રાણ ઩યૂ ે પ્રતા઩ી,
તે ળસ્ક્તનાથ, ઩રૂુ ઴ોત્તભને પ્રણાભ …
શહય ૎ તતવત ્ શ્રી નાયામણ, ત ુાં ઩રૂુ ઴ોત્તભ ગરૂુ ત,ુાં
નવિ-બિુ ત ુાં સ્કાંદ નલનામક, વનલતા ઩ાલક ત.ુાં
બ્રહ્મ ભજદ્ ત,ુાં મશલ ળસ્ક્ત ત,ુાં ઈશ ુ ન઩તા પ્રભ ુ ત,ુાં
રૂર નલષ્ણ ુ ત,ુાં યાભ કૃષ્ણ ત,ુાં યશીભ તાઓ ત.ુાં
લાસદુ ેલ ગો—નલશ્વરૂ઩ ત,ુાં ગચદાનદાં શહય ત,ુાં
અદ્ધદ્વતીમ ત ુાં અકાર નનબથમ, આતભગરિંગ ળીલ ત.ુાં ..
(૯) ધનૂ …
(૧૦) ળાનાંત઩ાઠ…
૎ વલે બલન્દ્ત ુ સખુ ીનઃ વલે વન્દ્ત ુ નનયાભમાઃ

8 thoughts on “નિત્ય પ્રાર્થના

 1. વડીલ શ્રી ,
  આપ શ્રી નું જ્ઞાન અદભૂત છે,અને જરૂર છે હવે આવા જ્ઞાન ના સ્તોત્ર ને વહાવવાની અને આપ ની આ પહેલ વંદનીય છે,ઈશ્વર આપ જેવા વ્યક્તિત્વ ને દીર્ઘ આયુ આપે,જેથી કરી ને આ દુનિયા મા ભક્તિ તથા આસ્થા નો દીપ પ્રજ્વલિત રહે,

  1. સ્નેહિશ્રી બિન્દુલભાઈ આપની કોમેન્ટ વાંચી, આભાર. સંજોગવસાત અભ્યાસના સમયે કામે લાગી ગયો હતો હવે નવરાશના સમયે એ સુપ્ત સ્વપ્નને જાગ્રત કરી કોલેજમાં કમ્પયુરનો અભ્યાસ કરી ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી. મારા કરતાં સાક્ષરોનું સારૂં સાહિત્ય પસંદ કરી કમ્પયુર પર ઉતારી ઈન્ટરનેટ પર આપું છું. આપે એનો લાભ લીધો એથી મારી મહેનત ધન્ય થઈ માનીશ. આવજો. કાંતિલાલ પરમાર. હીચીન.

  1. આભાર શ્રી નંદલાલભાઈ આપે આપની પસંદગી આપી પ્રોત્સાહિત કરવા બદલ આભાર. સમયસર અભ્યાસથી વંચિત રહ્યા બાદ હવે રીટાયર થયે ફરીથી સ્વપ્ન સાકાર કરવા કોલેજમાં જઈ કમ્પયુટરનો અભ્યાસ કરવા સાથ ગુજરાતીમાં લખવા માટે અવનવા ફોન્ટ અને પ્રોગ્રામોમાં માહિતગાર થવાનો પ્રસંગ સાંપડ્યો. હવે તો ગુગલ અને માઈક્રોસોફ્ટ ઘણી આસાન રીત આપે છે. હું લેખક નથી પરંતુ ગમતું સાહિત્ય ફરીથી કમ્પયુટર પર લખી આપું છું. આવજો…કાંતિલાલ પરમાર… હીચીન…

 2. આપે જે ગીતાનો બીજો અધ્યાય આપ્યો છે તેમા સંપુર્ણ હોત, તો અતી ઉત્તમ….સાંજે ધ્યાનમાં ગવાય ત્યારે હ્રદયને ખુબજ રાગ ઉત્સાહ અને શાંતિ સાથે આનંદ પામે છે…………………………આ શબ્દો (ગીતા) માં પડેલ છે પણ તે મનને ઉત્સાહીત કરવા માટે તેની શીરા ધમનીને છંછેડી નાખે છે. મને ગીતાનો બીજા અધ્યાય જે પ્રાર્થના સ્વરૂપે ગવાય છે તે સંપુર્ણ મોકલશો……………………………….મનની એવી માંગણી છે જે હ્રદય,ઉંમર,વિચાર,મગજ,આંખ,કાન,નાક,ગળાને તથા સમગ્ર શરિરને મુનિની જેમ સ્થિર બનાવે છે……..દ્વાવીમૌ પુરૂષૌ લોકે…………….ગીતા…………૧૫

  1. સ્નેહિશ્રી બીમલભાઈ, નમસ્તે. પ્રાર્થનામાં ગવાતા શ્લોકો જ અહીં આપ્યા છે. ગીતા ધ્વનીમાં આખી ગીતા ગવાય તેવી આ સાથ આપી છે તે વાંચવા કૃપા કરશોજી.
   આપણે નજીકના રહેવાસીઓ છીએ. મારૂં ગામ કિલ્લા પારડી, સંજોગવસાત ૧૯૪૬માં ગામ છોડ્યું, ૧૯૪૮માં દેશ છોડી ઝાંબિયા અને પછી ૧૯૭૮માં યુકે રહું છું.
   સૌને સાલ મુબારક તથા નુતન વર્ષાભિનંદનની શુભેચ્છા અને શુભઆશિષ. કાંતિલાલ પરમાર. હીચીન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s