Latest Entries »

વેદાનું વચન – ફાઈલ – ૨.

ૐ શ્રી સદગુરવે નમઃ

એક અગત્યની વાત, આ વાત હીંદીમાં લખાયેલ બાબા નગીનાસિંહના વેદાનું વચનને ગુજરાતીમાં પુજ્ય સ્વામી પ્રણવતીર્થજીએ કહી તે શ્રી રમણભાઈ ચૌહાણે પોતાના હસ્તાક્ષરે લખેલ ફાઈલ કમ્પયુટર પર કાંતિલાલ પરમારે લખી https://ramanlal.wordpress.com/ બ્લોગમાં પ્રસ્તુત કરી છે.

(૭૬)

બીજો ઉપદેશ જ્ઞાનકાંડ ચોથો અધ્યાય

(૧) અને ઉપરના અધ્યાયોમાં જે લખ્યું છે, તે કંઈ અમારી કપોળ કલ્પના નથી, પરંતુ ઋષિમુનિઓના તર્ક વિતર્ક પૂર્ણ વાદવિવાદમાં યુક્તિ-પુરઃસર સિદ્ધ થયેલું છે. કેમકે, (બૃહદારણ્યક ઉપનિષદના અ. ૪ ના) ‘સ્વયં જ્યોતિ બ્રાહ્મણ’ નામના (ત્રીજા ખંડમાં) આપણને કહેવામાં આવે છે કે, એક વાર યાજ્ઞવલ્ક્ય મુનિ, બસ એમને એમ જ, રાજા જનકને ત્યાં જઈ પહોંચ્યા, ત્યારે રાજાએ એમને પૂછ્યું કે, ‘હે યાજ્ઞવલ્ક્ય, મનુષ્યની જ્યોતિ કઈ છે? એમણે ઉત્તર આપ્યો કે ‘હે રાજા, એની જ્યોતિ સૂર્ય છે, કેમકે, તેના જ પ્રકાશમાં એ ઉઠે છે, બજાર જાય છે, પોતાના જે હોય તે વ્યવસાય કરે છે, ને ત્યાંથી પાછો પણ આવે છે, અને પેલો સૂર્ય, તેનાથી, તેમ તેની, પ્રવૃત્તિઓથીયે અલગ, અસંગ રહે છે. રાજા કહે, ‘ખરી વાત છે.’

(૨) વળી પાછું રાજા પૂછે છે, જ્યારે સુરજ આથમી જાય છે, ત્યારે માણસની જ્યોતિ કઈ છે? જવાબ મળ્યો, ‘હે રાજા, ચંદ્રમા એની જ્યોતિ બને છે, કેમકે ચંદ્રના પ્રકાશમાં એ ઉઠીને બેઠો થાય છે, બજાર જાય છે, પોતાનું કામકાજ પરવારે છે, ને પછી ઘરે પાછો ફરે છે. અને પેલો ચંદ્રમા, તેનાથી, ને તેની પ્રવૃત્તિથી અલગ, અસંગ રહે છે.’ રાજા કહે ઠીક છે.

(3) ફરી પાછા રાજા પૂછે છે, ‘જ્યાં સૂર્ય અને ચંદ્ર પણ અસ્ત થયેલા હોય, ત્યાં એની જ્યોતિ કોણ બને છે? એને ઉત્તર મળે છે, ‘દીવો એની જ્યોતિ બની રહે છે, કેમકે દીવાનાં પ્રકાશમાં એ ઉભો થાય છે, બજાર જાય છે. કામકાજ કરે છે, ને ઘેરે પાછો ફરે છે, ને પેલો દીપક તેનાથી તેમ તેના કામકાજથી અલગ, અસંગ રહે છે, રાજા કહે ‘ખરી વાત’.

(૭૭)

(૪) વળી પાછા, રાજા પૂછે, (સૂર્ય પણ અસ્ત, ચંદ્ર પણ અસ્ત, ને દીવો પણ ન હોય, ત્યાં એની જ્યોતિ (એટલે કે પથદર્શક) કોણ બને છે? એને ઉત્તર મળે છે, ‘હે રાજા, વાણી એની જ્યોતિ બને છે, કેમકે, એ વાણીના પ્રકાશ (અર્થાત્ એની પ્રેરણા) માં ઉઠે છે, બજાર જાય છે, ને કામકાજ પતાવીને પાછો ફરે છે, અને વાણી એનાથી, તથા કામકાજથી અલગ, અસંગ રહે છે. જુઓ કે જ્યાં પોતાનો હાથ પણ ન દેખાય એવી અંધારી રાતમાં, જ્યાં એ શબ્દ સાંભળે છે, એ તરફ એ બરોબર ચાલ્યો જાય છે. રાજા કહે, ‘ખરી વાત’.

(૫) વળી પાછું રાજા પૂછે છે, ‘જ્યાં સૂર્ય પણ અસ્ત હોય, ચંદ્ર પણ અસ્ત હોય, ને વાણી પણ ન સંભાળાતી હોય, ત્યાં એની જ્યોતિ કોણ બને છે? અને, એ દેખીતી વાત છે કે, જ્યારે એ સ્વપ્નમાં હોય છે, ત્યારે બોલેલા બોલ પણ એને સંભળાતા નથી હોતાં? એને ઉત્તર મળે છે, હે રાજા, ત્યાં આત્મા એની જ્યોતિ બને છે. કેમકે, ત્યાં તે આ આત્મ જ્યોતિમાં ઉઠે છે, બજાર જાય છે, કામકાજ કરે છે, ને ત્યાંથી પાછો પણ ફરે છે. અને આ આત્મા તેનાથી, તેમ તેની પ્રવૃત્તિથી અલગ, અસંગ રહે છે. અને એ દેખીતી વાત છે કે, સ્વપ્નમાં પણ મનુષ્ય, જેવી રીતે જાગૃતિમાં કરે છે, તેવી જ રીતે સ્વપ્નમાં પ્રવૃત્તિ કરે છે.

(૬) હે રાજા, સૂર્ય, ચંદ્ર, દીપક, વાણી એ તેની બાહ્ય જ્યોતિઓ છે, અને આ આત્મા તેની આંતરિક જ્યોતિ છે, જેવી રીતે એ બાહ્ય પ્રવૃત્તિ, બાહ્ય જ્યોતિઓમાં કરે છે, તેવી જ રીતે, તે આંતરિક પ્રવૃત્તિ (અંતરજ્યોતિમાં) કરે છે. બલ્કે, બાહ્ય, પ્રવૃત્તિઓ પણ, એ અંતરજ્યોતિ વિના, (ચેતના વિના) નથી થવા પામતી. બાહ્ય જ્યોતિઓ તો, ફક્ત એ (અંતરજ્યોતિ)ની સહાયક છે. અને એને તેની પ્રવૃત્તિ સાથે કંઈ પણ લાગતું વળગતું નથી. એવી જ રીતે, આ આત્મજ્યોતિ પણ, મનુષ્યથી પૃથક છે. તેથી તેની પ્રવૃત્તિ સાથે કંઈ સંબંધ રાખતી નથી.

(૭૮)

(૭) રાજા પૂછે છે, ‘મહારાજ’, આ આત્મા કેવો’ક છે? મુનિજી ઉત્તર આપે છે, ‘અંતઃકરણની પ્રવૃત્તિઓમાં, ઈંદ્રિયોમાં, મનની અંદર આ જે (જાણવા રૂપી) જ્ઞાન જ્યોતિ ઝગમગે છે, એજ અંતરજ્યોતિ પુરૂષ છે, અને, દર્પણમાં જેવી રીતે મુખ પ્રવેશ કરે છે, તેવી રીતે, (બુદ્ધિરૂપી) હ્રદયમાં કેન્દ્રિત છે, (એટલે કે, ત્યાં એનું મુખ્ય સ્થાન છે.) મુખ કાચની અંદર હોવાનું કહેવાય છે. તો પણ, વાસ્તવમાં, એ તેની અંદર નહિ હોતાં, એનાથી અલગ, અસંગ રહેલું હોય છે. એવી જ રીતે, આત્મજ્યોતિ પણ હ્રદયની અંદર ચમકે છે, અને પછી, મનોવૃત્તિઓ, ઈંદ્રિયોરૂપી બીજા દર્પણોમાં, તે ક્રમપુરઃસર પહોંચી જાય છે, (એકવાર મનમાં સમજાણું, પછી એ સમજની ચેતનાનો પસારો મનમાંથી નીસરતી વૃત્તિઓ, તથા તેના પ્યારા ઈંદ્રિયોમાં થવાથી, તે પણ સતેજ બને છે.)

(૮) અને મુનિજી, વગર પૂછ્યે, આપમેળે, વાતને આગળ ચલાવે છે, ‘જેવી રીતે દર્પણના હાલવાથી મુખ પણ હાલતું જેવું દેખાય છે, પરંતુ એ ખરેખર હાલતું નથી હોતું, એવી રીતે મનની ચંચળતાથી એ જ્યોતિપુરૂષ પણ, પોતે નહિ હાલતો હોવા છતાં, હાલતો જેવો દેખાય છે. ચિત્તની બધી ગતિઓ, સંકલ્પ વિકલ્પ અર્થાત્ વિચારો રૂપ હોય છે, તેથી આત્મા પોતે વિચારો કરવા જેવો થઈ જાય છે. જો કે એ કશા શોચ વિચાર કરતો નથી, ધ્યાન નહિ કરતો હોવા છતાં ધ્યાન કરતો જેવો થઈ જાય છે. લીલા નહિ કરતો હોવા છતાં લીલા કરતો જેવો થઈ જાય છે. એટલું જ નહિ પણ, બધી જ વ્યક્તિગત ચેષ્ટાઓ તથા સ્થિતિઓ કે જે મનના ધર્મ છે, તે બધી, આત્મજ્યોતિમાં આરોપાય છે.

(૯) ‘હે રાજો, સમષ્ટિરૂપે, મનની ચેષ્ટાઓ બે પ્રકારે થાય છે, યા તો, એ હ્રદયમાંથી પ્રસરીને મસ્તક તથા ઈંદ્રિયોમાં જાય છે. એ સ્થિતિને સાધારણ રીતે જાગ્રત અવસ્થા અથવા જાગૃતિ કહેવામાં આવે છે, અથવા તો, એ સંકોચાઈને, ઈંદ્રિયો તથા મસ્તકમાંથી પાછી વળીને, જ્યાં એણે પોતાનું મૂળ અર્થાત્ પોતાનું થાણું જમાવેલું રાખ્યું છે. તે અંતઃકરણ (મન)માં એ પાછી શમી જાય છે. એ સ્થિતિને નીદ્રા કહેવામાં આવે છે. એ જાગૃતિ અને નિંદ્રા, વાસ્તવમાં મનના ધર્મો છે.

(૭૯)

જ્યોતિપુરૂષ નથી વિસ્તરતો, તેમ નથી સંકોચાતો, તો પણ મનથી સંકલીત થઈ, મનોવૃત્તિરૂપ બની જઈને એ ઊંઘતો જાગતો હોવાનું ઠરાવી પડાય છે.

(૧૦) ‘મનની વૃત્તિ જ્યારે જાગૃતિની અવસ્થા ધારણ કરે છે. ત્યારે જીવાત્માને એવું અભિમાન ઊપજે છે કે ‘હું જાગું છું.’ જ્યારે એ જ મન નિદ્રાની વૃત્તિમાં પલટાય છે, ત્યારે એવી ભ્રાંતિ જાગે છે કે ‘હું સુતો છું.’ એવી રીતે, આ જ્યોતિપુરૂષ, મનરૂપ થઈ ગયેલો, જાગતા-ઊંઘતા જેવો થઈ જાય છે. વાસ્તવમાં, એ જાગતો યે નથી, ને સૂતો યે નથી, બલકે એમ જ, મનના સંપર્કને લીધે, એ બધી અવસ્થાઓ એનામાં આરોપાય છે.

(૧૧) ‘હે રાજા, આ મન, પાંચભૂતોના સત્વગુણમાંથી બનેલું છે, અને પોતાનાં કરેલાંના ફળ ભોગવવા માટે એ હ્રદયકમળમાં બંધાઈને કેદી થઈ રહ્યું છે. જ્યારે કર્મો જાગૃતિના ભોગ માટે ઉન્મુખ (એટલે કે તૈયાર) થાય છે, ત્યારે એ જાગ્રતની સ્થિતિનું રૂપ લે છે. જ્યારે કર્મો સ્વપ્નના ભોગ આપવા નીકળી પડે છે, ત્યારે એ નિદ્રાની સ્થિતિમાં પલટાઈ જાય છે. જ્યાં સુધી એ કર્મો સમાપ્ત ન થાય, ત્યાં સુધી તે આ શરીર સાથે સંબંધ રાખે છે. જો સાચું પૂછો તો, આ આત્મજ્યોતિ, કર્મોનાં બંધન તથા શરીરના સંબંધથી રહિત, (નિર્લિપ્ત) છે. તો પણ, કર્મનાં બંધન તથા તેના ભોગ, એનામાં જ બનવા પામે છે.

(૧૨) એ કર્મસંચય સમાપ્ત થાય છે. ને બીજાં કર્મો ભોગ દેવા માટે તૈયાર થાય છે, ત્યારે, એ મન, આ શરીર સાથેનો સંબંધ છોડી દે છે. ને એ બીજા કર્મસમુદાયે તૈયાર કરેલા નવા શરીર સાથે સંબંધ જોડે છે. એવી રીતે, આ જ્યોતિપુરૂષ મન સાથે તદ્રૂપ થતો, ખરેખર મુસાફરી કરનારો નહિ હોવા છતાં, બંને લોકમાં મુસાફરી કરે છે.’

(૧૩) ‘હે રાજા, બાહ્ય મનુષ્ય (એટલે કે સ્થૂળ શરીર), તથા આંતરિક મનુષ્ય (એટલે કે સૂક્ષ્મ શરીર), કે જે મન તથા ઈંદ્રિયોનું બનેલું છે, એ સર્વ કર્મોમાંથી ઉપજેલાં છે, અને એ કર્મો, ખરૂં જોતાં, પાપ છે. અને તે કારણે, એમાંથી જે

       (૮૦)

ઉપજે, તે યે, પાપરૂપ છે, અને આત્મા, તેનાથી અસંગ હોવા છતાં, મન સાથે એકાકાર થઈને, દેહ સાથે સંબંધ પામતો, જન્મવા જેવો, ને પાપો સાથે જોડાયેલો જેવો દેખાય છે. અને જ્યારે, જાણે કે મરતો હોય તેવો, એને છોડી દે છે. ત્યારે, જાણે તે એને છોડતો હોય તેવો ભાસે છે.

(૧૪) તેથી, આ જ્યોતિપુરૂષનાં બે સ્થાનો બને છે, એક આ લોક, ને બીજો પરલોક, સ્વરૂપ આ દેહમાં જ્યાં સુધી એને સંબંધ રહે છે, તે અરસામાં એનું આ લોકમાં સ્થાન નિશ્ચિત છે. જ્યારે આ (દેહ તથા મનરૂપી) પાપોને એ છોડે છે, ત્યારે, પુણ્યરૂપ પારલૌકિક (દેવરૂપી દેહો) માં સંબંધ જેવું પામીને, એનું સ્થાન પરલોકમાં નિશ્ચિત્ત થાય છે. પરંતુ, સ્વપ્ન એ બેનાથી અલગ એવું ત્રીજું સ્થાન છે. એ સ્થાનમાં આવતાં, એ બંને સ્થાનોને દેખે છે. (આ લોક તથા પરલોક, ઉભયને જાણે છે.)

(૧૫) (સ્વપ્નાવસ્થા,) એ તે બેની વચમાંની અવસ્થા છે, એનું કારણ એ છે કે, ત્યાં મનુષ્ય લગભગ આ જાગ્રતમાં દેખ્યા, સાંભળ્યાની છાપ અર્થાત્ સંસ્કારોને કારણે, આ અવસ્થામાં એ પ્રકારના જ લોક એને ભાસે છે કે જેવા એણે જાગ્રતમાં જોયા હોય.

(૧૬) ‘કદીક’ એનાં કર્મો અન્ય ભોગ માટે તૈયાર થાય, ત્યારે, આગામી સૂચના (આગાહી) રૂપે તે પોતાની હાજરી મનુષ્યને સ્વપ્નમાં બતાવે છે, તેને લીધે કોઈ કોઈ વાર સ્વપ્નમાં વિચિત્ર ઘટનાઓ દેખાય છે. તે એવી કે, દુનિયામાં કદી દેખી કે સાંભળી ન હોય, જ્યારે મન જવાને તૈયાર થાય છે, ત્યારે એના જ સંસ્કારો લઈને, સ્વપ્નમાં ઉભય લોકોનું બરોબર દર્શન કરે છે. કયા લોકોનું? જેમાંનો એક પાપરૂપ, ને બીજો આનંદરૂપ છે, અને એવું જે પરિદર્શન થાય છે, તે જ, બંને સ્થાનો માટે પૂરતું પ્રમાણ છે.

(૧૭) ‘પરંતુ, જ્યારે એ નિદ્રામાં સંચરે છે, ત્યારે તે (જાગ્રત અને સ્વપ્ન એ) બંને સ્થાનોએથી નીકળી જાય છે. તો યે બધું જ છોડતો છતાં, જીવાત્મા એ સર્વ સંસ્કારો પોતાની

 (૮૧)

સાથે લઈને જાય છે. ને અન્યમાં (એટલે કે પોતાનાં દેહ ઈંદ્રિયાદિ) માં અહંતા કરવાનું છોડી દઈને, તે પોતાની આત્મીય અહંતામાં સ્થિર થાય છે, અને એ સર્વ પૂર્વ સંસ્કારોને એક મિત્ર-રૂપમાં દેખતો હોવા છતાં, તે એ સર્વથી અલગ, માત્ર (એને) નીહાળનારો સાક્ષી બની રહે છે. ત્યાં એ ‘સ્વયં જ્યોતિ’ બને છે. સ્વપ્નમાં, માણસ પોતાના જ દેહ તથા ઈંદ્રિયો વગેરેને પોતે જ તટસ્થ રહીને જોતો હોય છે.)

(૧૮) એ સ્વપ્નાવસ્થામાં, નથી ગાડી, નથી ગાડીના ઘોડા, નથી એને માટેની સડકો, છતાં, ત્યાં ગાડીઓ, ઘોડા તથા સડકો, તે, પેલા જ સંસ્કારો વડે તત્કાલ રચી લે છે. ત્યાં નથી હોતી અભિરૂચી, નથી હોતો પ્રેમ, ન પ્રીતિ, છતાં, અભિરૂચી, પ્રેમ અને પ્રીતિ પણ એ તરત ઉપજાવે છે. ત્યાં નથી હોતાં બાગ બગીચા, નથી તેમાં વહેતી નહેરો, નથી હોતાં ઘરબાર, છતાં, બગીચા, તેમાં વહેતી પરનાળો, અને ઘર મકાનો એ રચી લે છે. ત્યાં, એ જ, કર્તા જેવો બની જાય છે.

(૧૯) ‘પરંતુ, અહીં સ્વપ્નાવસ્થામાં પણ એ બધું થતું હોવાનો દોષ, એ (પૂર્વના) સંસ્કારોને લીધે ઊભો થાય છે. કેમકે, સુષુપ્તિમાં, એ (જીવાત્મા) નું સ્વરૂપ, એ સંસ્કારોથી અલગ, એને માત્ર દેખનારૂં હોવાનો તો પુરવાર થઈ ચુક્યું છે. તેથી, એ કરતો છતાં, નથી કરતો, કેમકે, જે ગુણ (પોતાનાં) સ્વાભાવિક નથી હોતા (પરંતુ કોઈ ખાસ કારણસર પોતે ધારણ કરી લીધા હોય) તે, વસ્ત્રોની જેમ, (યથાકાળ) ઉતરી જાય છે. પરંતુ, જે ગુણ સ્વાભાવિક હોય, તે કદી પણ ઉતરી જતા નથી. માણસની બધી જ કારવાઈઓ, પેલાં બે, તથા તે બે ની મધ્યના સ્થાનમાં એક બીજાથી સાવ જુદા જુદા પ્રકારની બને છે, અને સુષુપ્તિમાં, એ વસ્ત્રની જેમ ઉતરી પણ જાય છે, તેથી, એ (અવસ્થાઓ) તથા તેમાં થતી ચેષ્ટાઓ વગેરે, અનાત્મા છે.

(૨૦) પરંતુ, એ જીવાત્માનું દેખવું તો, એ બે તથા મધ્ય, એ ત્રણેય સ્થાનોમાં, જરા પણ ભેદ વગરનું

(૮૨)

એવું ને એવું, એક સરખું રહે છે. તે એનાથી વસ્ત્રની જેમ આઘું પાછું થઈ જતું નથી, બલ્કે, એની દ્રષ્ટિ સુષુપ્તિમાં, પ્રત્યક્ષ, ‘જ્યોતિઓનો જ્યોતિ’, તદ્દન સાક્ષી રૂપે શેષ રહે છે. જો એ પણ ઉતરી જતી હોય, તો, સુષુપ્તિની સાક્ષી કોણ પુરાવે? (‘હું ઉંઘતો હતો’,) એવું જાણી કોણ શકે? તેથી, સાબીત થાય છે કે, મનુષ્યનું (ખરૂં) સ્વરૂપ, દ્રષ્ટિ માત્ર, ‘જ્યોતિઓનો જ્યોતિ’, અકર્તા-અભોક્તા એટલે કે એ આ આત્મા જ છે.

(૨૧) ‘હે રાજા, જે ધર્મ, તેના (ધારણ કરનારા) ધર્મથી કદી પણ અલગ ન થઈ શકે, એ જ તે (ધર્મી) નું ખરૂં સ્વરૂપ હોય, જુઓ, દીપકના પ્રકાશને કદી પણ દીપકથી અળગો કરી શકાતો નથી. એજ કારણે, દીપક પ્રકાશસ્વરૂપ કહેવાય છે. આત્માની દ્રષ્ટિ પણ, જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ, ત્રણમાંથી એકેયમાં, ખસવા પામતી નથી. એ કારણે જ, આપણે કહી શકીએ છીએ કે, આત્મા દ્રષ્ટિ સ્વરૂપ, જ્યોતિઓનો જ્યોતિ, ને અસંગ છે. (જે મારૂં અંતરસ્વરૂપ છે.)

(૨૨) મુનિજીઓ આગળ વાત ચલાવી. ‘હે રાજા, આ વિષયમાં આપણી પાસે વેદના મંત્રો છે. (એ શ્રુતિઓ દ્વારા) આપણા સાંભળવામાં આવે છે કે, સ્વપ્નકાળે, સૂતેલો મનુષ્ય પોતાનું શરીર છોડી દઈને, એ સૂતેલાને દેખે છે, અને એના એ સંસ્કારો લઈને એ (જાગ્રત તથા સ્વપ્ન) સ્થાનોમાં પાછો ફરે છે. એ ત્રણેય સ્થાનોમાં ફરનારો જે છે, તે, એ (સ્થાનો)થી અલગ, એવો, એક હંસપુરૂષ છે.

(૨૩) પોતાના નિવાસસ્થાન (દેહ) ની પ્રાણદ્વારા રક્ષા કરતો, તે, નિવાસસ્થાનથી બહાર નીકળી જાય છે. ને અમૃત પ્રાપ્ત કરતો, પોતાની ઈચ્છા અનુસાર પુનઃ નિવાસસ્થાનમાં પાછો ફરતો – જેવો ભાસતો, એ હંસપુરૂષ છે.

(૨૪) સ્વપ્નમાં, એ જ મહાન દેવ, ચડતી કે પડતીમાં આવેલો જેવો, તરેહ તરેહનાં રૂપો લે છે. કદીક એ સ્ત્રીઓને પ્યાર કરતો, કદીક ભય પામે છે. અફસોસની વાત એ છે કે,

(૮૩)

આપણે સ્વપ્નમાં એની લીલાને દેખીએ છીએ, છતાં એને નથી દેખતા.

(૨૫) વૈદ કહે છે કે સૂતેલાને ઉતાવળે જગાડવો નહિ, નહિ તો, કોઈ અસાધ્ય રોગ પણ થઈ જાય. પરંતુ તેનું એવું કારણ હોવાનું તેઓ નથી જાણતા કે, કદાચ એ (આત્મા) સ્થુળ દેહમાં જલદી પાછો ન ફરી શકે, તો ખોળિયાનું કામ બગડીયે જાય. આવા પ્રકારના વેદ મંત્રો ઉપરથી સ્પષ્ટ થાય છે કે, જાગ્રત તથા સુષુપ્તિમાં પરિભ્રમણ કરતો તે, સર્વથી તેમજ તે ત્રણેયની પ્રવૃત્તિઓથી અળગો, જોનારો માત્ર, સાક્ષી પુરૂષ છે, હે રાજા, એવી રીતે, આ સુષુપ્તિમાં એ સ્વયંજ્યોતિ બને છે, ‘ત્યારે, રાજાને આત્માની ઓળખાણ થતાં, એણે કહ્યું, હે ભગવાન, હું આપને એક હજાર ગાયો ભેટ ધરૂં છું, મારા મોક્ષ માટે થોડું વધારે કહો, ‘રાજાને હજી પણ, પવિત્ર આત્માને સારી રીતે સ્પષ્ટ અનુભવ નહોતો થયો, તેથી, તેણે વિશેષ વ્યાખ્યાની ઈચ્છા કરી.

(૨૬) મુનિજીએ કહ્યું, ‘આ આત્મા સ્વપ્નમાં ભાતભાતની લીલા કરીને, તથા પાપ પુણ્યો જોઈને, પોતે, વિશ્રામની અવસ્થા (સુષુપ્તિ) માં સિધારે છે, ત્યાં, નથી કોઈ ભય, નથી કોઈ શોક, એ કારણથી, સંસ્કૃતમાં સુષુપ્તિને સંપ્રસાદ કહે છે. કેમકે, તે નું વિશ્રાન્તિનું ખાસ સ્થાન છે. ત્યાં એ સારી રીતે સ્વચ્છંદ તથા અદ્વિતીય દેખાઈ છે, એટલું જ નહિ પણ, એ હકીકતની પણ ત્યાં પ્રતીતિ થાય છે કે, એ જેવો દ્રષ્ટિસ્વરૂપ છે, તેવી જ રીતે, આનન્દસ્વરૂપ પણ છે. પહેલાં સ્થાનોમાં જે દુઃખ, દર્દને શોખ જણાય છે, તે મન તથા વૃત્તિઓના ધર્મો છે, તે જો એ (જીવાત્મા) ના પોતાના ધર્મો હોત, તો અહીં (સુષુપ્તિમાં), એ ધર્મો કેવી રીતે તેના ઉપરથી ઉતરી જાત? જો એ, વૃત્તિ તથા મનના ખસી જવા સાથે ખસી જાય છે, તો, એ વૃત્તિના તથા મનના જ ધર્મો છે, પેલાનાં નહિ. એ, તે સ્થાનોમાં, વૃત્તિ તથા મનને, વસ્ત્રની જેમ, પહેરી લે છે, ત્યારે, એના (મનનાં) દુઃખો તથા દર્દો અને શોક પણ, એનામાં કલ્પાઈ જાય છે.

         (૮૪)

(૨૭) ‘હે રાજા, આ પવિત્ર અને આનંદસ્વરૂપ આત્મા, પછી સંપ્રસાદ રૂપ

એવા આ વિશ્રામસ્થાનમાંથી, વિધિસર તથા નિયમ પૂર્વક, સ્વપ્નમાં વિહરવા નીકળી જાય છે, ત્યારે, પોતે ત્યાં (સુષુપ્તિમાં) જે કંઈ દીઠું હોય છે, તેનાથી અલિપ્ત હોય છે, કેમકે, એ અસંગ પુરૂષ છે. પ્રકાશને અંધકાર સાથે, ને આનંદને દુઃખ સાથે શો સંબંધ હોય? સ્વચ્છંદ તથા બેપર્વાહને ભય સાથે શું લાગતું વળગતું, દેખનાર ને દેખાનારા સાથે શો બગાડ, કે સાક્ષીને ઘટનાઓ સાથે શું નિસબત હોઈ શકે? રાજા કહે ‘ખરી વાત છે, હું એક હજાર ગાયો દક્ષિણમાં આપું છું, હજી પણ વધારે કહો, કે જેથી હું મુક્તિ પામું.

(૨૮) મુનિજી કહે છે, ‘હે રાજા, આ પવિત્ર અને આનંદસ્વરૂપ સાક્ષી આત્મા, આ સ્વપ્નમાં પણ, લીલા કરતો જેવો, તથા વિલાસ કરતો જેવો, પુણ્ય-પાપ જુએ છે, ને પછી, એના એ વિધિ તથા નિયમસર, એ જાગ્રત પ્રતિ પ્રસ્થાન કરે છે, ત્યારે, એણે ત્યાં (સ્વપ્નમાં) જે જોયું, તેનાથી એ નિર્લિપ્ત નીકળે છે, કેમકે, એ અસંગ અને વિમળ પુરૂષ છે. રાજા કહે, ‘બરાબર છે, હું દક્ષિણમાં હજાર ગાયો આપું છું, હજી પણ વધારે કહો, કે જેથી હું મુક્તિ પામું.

(૨૯) ‘હે રાજા, આ પવિત્ર અને સર્વ પ્રવૃત્તિઓનો સાક્ષી, સ્વયં, આનંદસ્વરૂપ આત્મા, આ જાગ્રતમાં પણ લીલા કરતો સમો, વિલાસ કરતો સમો, પુણ્ય તથા પાપને દેખતો, એના એ નિયમ તથા વિધિપુરઃસર, પુનઃ સ્વપ્નસ્થાનમાં ચાલ્યો જાય છે. જાગ્રતમાં જે દીઠું, તેનાથી પણ એ નિર્લિપ્ત થઈ જાય છે. જેવી રીતે જળકુકડી, કોઈ વાર પાણીમાં ડૂબકી મારે છે, ને કોઈવાર ઉડી જાય છે. પણ પાણીથી ભીંજાતી નથી, તેવી રીતે, આ આત્મા પણ, ત્રણેય સ્થાનોમાં સહેલ કરતો રહેતો, ત્યાં જે કંઈ દેખે છે, તેનાથી લેપાતો નથી, બલકે, ત્યાંથી જેવો ને તેવો, શુદ્ધ પવિત્ર નીસરે છે.

(૩૦) તેઓ આગળ બોલ્યા, ‘જેવી રીતે એક મહા મચ્છૂ અગાધ સમુદ્રમાં, કદીક ડાબી તરફ, તો કદીક જમણી તરફ ફરતો રહે છે, તેવી જ રીતે, એ જ્યોતિપુરૂષ નિર્ભય થઈને ફરે છે. મોટાં ભયાનક તોફાનો જાગે છે, તો પણ, તે એ મહામચ્છને કશી હાનિ કરી શકતાં નથી, ને મચ્છ તેનાથી ડરતો નથી, તેમ તેનાથી ભીંજાઈ જતો પણ નથી, તેવી રીતે, એ આત્મદેવ પણ જાગ્રત-સ્વપ્નમાં ફરે છે, તેનો દર્શક-પ્રેક્ષક બને છે, ને ત્યાંના પુણ્યપાપ પણ એના ઉપર પોતાની કશીએ અસર પાડી શકતાં નથી.

(૩૧) ‘પછી, જ્યારે એ મચ્છ આરામ કરવા ઈચ્છે છે, ત્યારે, એ સમુદ્રમાં નીચે ચાલ્યો જઈને, આરામથી સુએ છે, તેવી રીતે, આ આત્મા પણ, જાગ્રત તથા સ્વપ્નની સહેલ કરીને, પોતાના ખાસ વિશ્રામસ્થાન એવા ત્રીજા સ્થાનમાં આરામ કરે છે, કે જ્યાં

            (૮૫)

એ નથી કોઈ સ્વપ્ન જોતો, તેમ નથી એને બહારની કશી ખબર હોતી.’

(૩૨) વળી મુનિજી કહે છે, ‘હે રાજા, આત્મા એક બળવાન શાહબાજ છે, જેવો બાજપંખી વિશાળ આકાશમાં નિર્ભય ઉડીને સહેલ કરે છે, ને પછી પોતાની પાંખો સંકેલીને, પોતાના મુખ્ય ઘરમાં જઈને આરામ કરે છે, એવી જ રીતે, આ આત્મદેવ પણ, જાગ્રત-સ્વપ્નમાં સહેલ કરીને, મન, વૃત્તિઓ, ઈંદ્રિયો તો શું પણ, એનાથીયે જે પર છે, એ સર્વને લપેટી લઈને, પોતાના ખાસ સંપ્રદાયરૂપ વિશ્રાન્તિ ઘરમાં આરામ કરે છે. ત્યાં નથી કંઈ કામ, તેમ નથી કંઈ સ્વપ્ન.

(૩૩) ‘હે રાજા, એ સંપ્રદાયમાં તે, સ્વરૂપે કરીને સ્વચ્છંદ અને બેપર્વાહ, સુખસ્વરૂપ અને દ્રષ્ટિસ્વરૂપ હોવાનું સિદ્ધ થઈ ચૂકેલું છે. અને સ્વપ્નમાં એને જે ભય, શોક, આનંદ અને હસવુ-ખેલવું થાય છે, તે બધું, મન તથા વૃત્તિઓની નજરે, કલ્પાયેલું હોય છે. જેવી રીતે મહામચ્છ પણ મહા સમુદ્રના તરંગો વડે ભીંજાયેલા જેવો ભાસે છે, પરંતુ એ જાણે છે કે આ તોફાન મને શું કરી શકવાનું હતું! નૂહનું તોફાન પણ, દુનિયાનો સંહાર ભલે કરી નાખે, પરંતુ, નાનકડી માછલીને કે બતકને તેનો શો ભય હોય? એ (તરંગો) ભલેને ગમે તેટલા ઊંચા હોય. માછલી કે બતકનું બચ્ચું તો એના મસ્તક ઉપર તરતાં હોય છે.

(૩૪) સંસારના કે પરલોકનાં હર્ષશોક કે મૃત્યુ-જીવનના તોફાનો, મનના સંબંધમાં હોય, તો હોય. પરંતુ સાક્ષી ચેતન, કે જે એને માત્ર જુએ છે, એને તેનો શો ભય છે? એ તો, મન જ્યાં જાય છે તથા હર્ષ-શોકમાં તેવા આકારો લે છે. એમાં તે એવી રીતે જ પ્રકાશ આપતું તરે છે, જેવો કે નૂહનાં તોફાનમાં મચ્છાવતાર તરતો હતો.

(૩૫) ‘હે રાજા, દુઃખશોક કે હર્ષઆનંદ, તને નથી થતા, પણ તારા અહંકારને થાય છે. અને તારો એ અહંકાર પણ, પેલા તોફાનના કાળે ભગવાન મચ્છાવતારના આકારમાં, ચારે તરફથી (જળવડે) ઘેરાયેલો ઉઠ્યો હતો, એના જેવો, મનનો અથવા તો વૃત્તિનો જ એ એક ખાસ પ્રકારનો તરંગ માત્ર છે, આ અહંકાર

(૮૬)

રૂપી મન-તરંગને, અન્ય તરંગો નીચો પાડે, તો પાડે, અથવા એને વધારે પુષ્ટ કરે, તો કરે. પણ તેથી, એ મચ્છનો શું વાંકો વાળ થવાનો છે?

(બાઈબલના જૂના કરારમાં પ્રાચીન કાળના એક વિપ્લવની વાત છે, કે જ્યારે નૂહે પ્રત્યેક જાતના જન-જનાવરની એક એક જોડી પોતાના ‘આર્ક’ કહેતાં જહાજમાં સંઘરી લીધી, જેના પછી જળપ્રલય ઉભરાયો, ને ભૂમિ નામેય જળથી ઢંકાઈ ગઈ ત્યારે, એ જહાજની આગળ એક મહામત્સ્ય જળમાંથી નીકળીને ઉપર આવ્યો, ને તેની પાછળ પાછળ તરતું એ જહાજ બચી ગયું. એ મચ્છના જળની બહાર નીકળવાથી, પાણીનું એક પ્રચંડ મોજું તેના જ આકારે ઉઠ્યું હતું. ને એણે જળથી મચ્છને ઘેરી લીધો હતો, પરંતુ, અસંગ અને નિર્લેપ એવા એ મહામચ્છને તેની શી પરવા હતી? કંઈ જ નહિ. એવી રીતે, મનસમુદ્રમાંથી ઉઠતી અહંકારરૂપી પ્રચંડ લહર, એ સાક્ષી આત્માને ઘેરી વળેલી હોય, તોય તેની એને શી પરવા હોય? એ મનતરંગને અન્ય નાના મોટા મનતરંગો અથડાઈને એનો નાશ કરે, કે તેને વધારે પુષ્ટ કરે, તો યે, અસંગ એવા આત્માને કશી અસર ન થતાં, એ તો, એ સર્વની ઉપર જ તરતો રહે છે.)

(એવી રીતે, અહંકાર પણ, તારા મનની એક મહાલહર છે, જે તારો સંબંધ અભિમાન સાથે થવામાં મુખ્ય કારણ રૂપ છે. જો દુઃખરૂપ તરંગો એ (અહંકાર તરંગ) ને પીડા કરે, તો કરી શકે, ને સુખરૂપ તરંગો એને અનુકૂળ થઈ પડે તો તે યે થઈ શકે. તેમાં તેને શું?

(૩૬) ‘હે રાજા, તું પોતાના અહંકારને, અનાત્મ એવા મનની વૃત્તિરૂપે જાણી લે, અને તને જે (આત્મ-અનાત્મનો) વિવેક અહીં કરી બતાવ્યો, તેના વડે, તું એ (અનાત્મ) અહંકારથી અલગ થઈ જા. એ સુખદુઃખો, આત્માના ધર્મ નહિ, પણ અહંકારના ધર્મ છે. અને અહંકાર તો, સંપ્રસાદ કાળે, તારા ઉપરથી વસ્ત્રની જેમ ઉતરી જાય છે. તો યે, શા માટે તું એ અંચળો ઓઢીને, એના હર્ષશોકને તારા પોતાના

           (૮૭)

માની બેસે છે? બુદ્ધિમાનો જાણે છે કે, વસ્ત્ર લાલ હોવાથી કંઈ આપણે લાલ નથી થઈ જતા. અહંકારને દુઃખ-શોક પ્રાપ્ત થાય, તોયે, તેમાં તારૂં શું બગડ્યું? ને એ પુણ્ય-પાપથી ખરડાય, તોયે, એ કંઈ તને પુણ્યશાળી કે પાપી નથી કરી મૂકતાં.

(૩૭) ‘હે રાજા, જાગ્રત અને સ્વપ્નમાં, તું પારકાં પાપે પાપી, પરાયાં ભૂખતરસે ભૂખ્યો તરસ્યો, ને પરાયાં જીવન મરણથી જીવતો મરતો થઈ જાય છે. પણ, એ તો સ્પષ્ટ છે કે, પરાયાં પાપે કોઈ પાપી નથી થતું, ને એવી રીતે, એકની ભૂખથી બીજું કોઈ ભૂખ્યું નથી થઈ જતું, મનના મરવા-જીવવા વડે આત્મા જીવતો-મરતો નથી. એ બધા ભાવો, તેનામાં, મન અને દેહ સાથેના તેના સંબંધને લીધે હોય છે. ને એ સંબંધ તદ્દન, નર્યા, ભ્રાંતિપૂર્ણ છે, તો પછી, એ (મનના) ધર્મોને, તું તારા પોતાના શા માટે માની લ્યે છે?

(૩૮) ‘હે રાજા, એમ, તું જો પોતે કરીને, અસંગ જ છે, તો મનની વૃત્તિને લીધે તારામાં પારકાના જ ધર્મો પ્રકટ થાય છે. (એવું સમજી લે). અને સ્વપ્નમાં જ્યારે એને (-એટલે કે તને) શત્રુ તથા ચોર બાંધી મારે છે. અથવા હાથી પાછળ પડે છે. ત્યારે એવું લાગે છે કે જાણે હું મર્યો, ને ધરામાં પડ્યો. એવી રીતે જ, અહીં જાગ્રતના મનતરંગો દેખતે, અવિદ્યાને કારણે જ તું એ બધું સાચેસાચ થયેલું માને છે. બાકી ખરૂં જોતાં, એ બધું સાવ ખોટેખોટાં દેખાવો જ છે. પણ તેવે સમયે જરા વિચાર કરે, ને રાજા અથવા દેવની જેમ જાણી લે કે, આ બધું જે કંઈ છે, તે ‘હું જ છું.’ તો, એ જ સત્ય છે. ને એજ તારૂં પરંધામ છે.

(૩૯) ‘હે રાજા, સ્વપ્નમાં કદાચ શત્રુએ પકડીને બાંધ્યો, કે ચોરે માર્યો, કે હાથીએ ખાડામાં પટક્યો હોય, ત્યારે, એ બધી પણ, ભ્રાન્તિમય કલ્પનાઓ જ છે. અને જો, એનાથી ઉલટું એવી ખબર આપણને પડી જાય કે આ બધું માત્ર સંકલ્પ જ છે, હું એ સર્વનો આત્મા છું. ને આ બધા તો ચેનચાળા

    (૮૮)

છે. જેનો હું પ્રેક્ષક છું, તો એ પણ, એક ભ્રાન્તિમય – કલ્પના છે. (ચિત્તની એ પણ એક વૃત્તિ જ છે.) પરંતુ, પેલી પહેલી કલ્પનાઓ ખોટી તથા દુઃખનું કારણ છે, જ્યારે આ બીજી કલ્પના, એનાથી વિરૂદ્ધની, જ્ઞાન તથા સત્યતાને અનુસરતી, ને સુખનું કારણ બને છે. તે કારણે, એનું પરંધામ (એનો આશ્રય) વિદ્યા છે, ને અવિદ્યા પણ, એના (તારા-અસલ આત્મસ્વરૂપના) પોતાના ગુણ નથી. તોયે, અવિદ્ધ જો ટળી, તો પછી, પરમ કલ્યાણ જ કલ્યાણ છે.

(૪૦) વિદ્યા તેમજ અવિદ્યા, ઉભયથી અલગ, એવું જે એનું રૂપ છે, એ જ તો, સંપ્રદાયમાં પોતાની મેળે, દિનરાત સિદ્ધ થતું રહે છે. અને ત્યાં સંપ્રદાયમાં, એ વેદોથી પણ પર, એની યે પાર થઈ જાય છે. વેદોથી પર થઈ જાય, એટલે પાપથીયે પર થઈ જાય. (કેમકે, પાપ અને પુણ્યનો સિદ્ધાન્ત વેદોમાં મોટે ભાગે ભરેલો છે.) બલકે, એ નિર્ભય અને સ્વચ્છંદ થઈ જાય છે. એનું અસલી સ્વરૂપ છે.

(૪૧) ‘એમ ન સમજી બેસવું, કે સંપ્રદાયમાં એ કંઈ દેખતો નથી, કે સાંભળતો યે નથી, ને બેખબર હોય છે. અને તેને લીધે નિદ્રામાં અવિદ્યા અથવા અજાણપણું હોય છે, કેમકે, જેમ કોઈ ઉન્મત્ત શરાબી, પોતાની પ્રેમપાત્રને સોડ્યમાં રાખીને ખુશખુશાલ રહે છે. ત્યારે એ ઘરની કે બહારની કશી ખબર રાખતો નથી. એવી જ રીતે, આ આત્મા પણ, પોતાની જે ખાસ આરામની જગા છે, તેવા (નિદ્રાના), સ્થાનમાં વિશ્રામમાં હોય ત્યારે, નથી એ પોતાની કશી ખબર રાખતો, કે નથી અન્ય કશાની રાખતો. તો પણ, એનો પોતાનો જોવાપણાનો એની પોતાની દ્રષ્ટિનો લોપ નથી થતો. (એ દેખતો હોય જ છે. પરંતુ, એ દેખાવપણાને પ્રગટ કરવાનું સાધન જે મન, તે ત્યારે નથી હોતું.)

(૪૨) ‘અને એ રૂપ, એનું પોતાનું છે. (ત્યાં મનની યે લપ – વિદ્યમાન નથી હોતી) ત્યાં કેવળ પોતાની જાત સિવાય, એને કોઈ ‘અન્ય’ની ગરજ નથી હોતી. આ એનું રૂપ, કોઈ પણ પ્રકારની લાલસા કે ઈચ્છા રહિત છે. ત્યાં પિતા, પિતા નથી રહેતો. માતા, માતા નથી રહેતી. સંસાર, સંસાર નથી રહેતો. વેદ, વેદ નથી રહેતા. અરે ચોર, ચોર નથી રહેતો. રોગી, રોગી નથી રહેતો. કેમકે, એ પૂણ્યથી જેવો અલેપ થાય છે, એવો જ પાપોથી પણ અલેપ રહે છે. અહીં જ એ મનનાં બધાં જ દુઃખ, સુખોને તરીને પાર થઈ જાય છે. અને , એનું આ સ્વરૂપ જ સંસાર – સમુદ્રને તરાવનારૂં છે.

                   (૮૯)

(૪૩) ‘હે રાજા, પિતા તો એ ત્યારે જ હોય, કે જ્યારે ત્યાં એનો કોઈ પુત્ર હોય, માતા તો એ ત્યારે જ હોઈ શકે કે જ્યારે ત્યાં એનું કોઈ બચ્ચું હોઈ. ત્યાં એવું કોઈ નથી હોતું કે જેને એનો દીકરો માની શકાય. તેથી, નથી એ પિતા, કે નથી માતા. અને તેવી રીતે, ત્યાં કોઈ સંસાર નથી. કેમકે, એને નથી કોઈ લોક કે નથી પર લોક, અને ત્યાં, નથી લોક પરલોકનાં ફળ બતાવનારા વેદ, જો વેદ નથી, તો ધર્મ-અધર્મ પણ નથી. ત્યાં પછી, શું ચંડાળ, કે શું બ્રાહ્મણ, શું મારનાર કે શું મરનાર. શું રાજા કે શું રંક. બધાં, એક થઈ જાય છે, અને એ જ એનું રૂપ કૈવલ્ય કે અદ્વિતીય છે. જેને પામીને માનવી અમર થઈ જાય છે.

(૪૪) ત્યાં પોતાના નિજના રૂપ સિવાયનું બીજું કોઈ એની સાથે નથી. તો, ત્યાં અવિદ્યા પણ નથી. કેમકે, એ પણ, (આત્માથી) અન્ય છે. ને અન્યની તો ગતિ જ નથી. પરંતુ, એ ત્યાં જે જોતો નથી, તે તો, એ, જોતો છતાં નથી જોતો. કેમકે, એની દ્રષ્ટિનો લોપ થવાનો સંભવ નથી. (એ દેખવાને પણ દેખતો હોય છે. મનની ગેરહાજરીમાં, દેખતા હોવાની ખબર પડવાની વૃત્તિ નહિ હોવાથી, એનું દેખવું, મનરૂપી આપણે, જાણી શકતા નથી. અને એ સ્થિતિને પણ, ‘મને કશી ખબર ત્યારે ન હતી.’ એવી રીતે આપણને જ પડે છે.) તેથી, એ દ્રષ્ટિસ્વરૂપ, ને નિત્ય છે. પરંતુ ત્યાં એનાથી ભીન્ન કોઈ અન્ય (પદાર્થ) નથી હોતો કે જેને તે દેખે.

(૪૫) ‘(અને વળી, ત્યાં એ સૂંઘતો નથી ત્યારે, વાસ્તવમાં, થઈ શકે, તેથી, એ નિત્ય છે. પરંતુ, ત્યાં એનાથી ભિન્ન એવું કશું નથી, કે જેને એ સૂંઘે.

(૪૬) ‘અને વળી, એ સ્વાદ નથી કરતો, તો યે, વાસ્તવમાં એ સ્વાદ કરતો છતાં નથી કરતો. કેમકે એના સ્વાદનો લોપ અસંભવ છે. તેથી કરીને, એ નિત્ય છે. પરંતુ, ત્યાં એનાથી ભીન્ન કશું ‘બીજું’ નથી, કે જેનો એ સ્વાદ લે.

              (૯૦)

(૪૭) ‘અને વળી. ત્યાં એ કશું સાંભળતો નથી. ત્યારે વાસ્તવમાં એ કહેતો છતાં, નથી કહેતો. કેમકે એની વાણીનો લોપ અસંભવ છે. તેથી, એ નિત્ય છે. પરંતુ, એનાથી પૃથક એનું કોઈ અન્ય ત્યાં નથી, કે જેની સાથે એ બોલે.

(૪૮) ‘અને વળી, ત્યાં એ કશું સાંભળતો નથી, ત્યારે વાસ્તવમાં, સાંભળતો છતાં, નથી સાંભળતો, કેમકે એના સાંભળવાનો લોપ અસંભવ છે. તેથી એ નિત્ય છે. પરંતુ ત્યાં, એનાથી અલગ કોઈ નથી હોતું, કે જેને એ સાંભળે.

(૪૯) ‘અને વળી, એ ત્યાં કશું વિચારતો નથી, તોયે, વાસ્તવમાં વિચારતો છતાં નથી વિચારતો, કેમકે એના વિચારવાનો લોપ અસંભવ છે. તેથી એ નિત્ય છે. પરંતુ, ત્યાં એનાથી ભિન્ન એવું કશું વિચારવાનું છે જ નહિ. કે જેને એ વિચારે.

(૫૦) ‘અને વળી, ત્યાં એ કશાને અડકતો નથી, ત્યારે એ વાસ્તવમાં, અડકતો છતાં નથી અડકતો. કેમકે એના અડકવાના લોપનો સંભવ નથી, તેથી, એ નિત્ય છે. પરંતુ ત્યાં એનાથી અલગ એવું કશું સ્પર્શ કરવાનું નથી કે જેને એ અડકે.  

(૫૧) ‘અને વળી, ત્યાં એ કશું જાણતો નથી, ત્યારે, વાસ્તવમાં એ જાણતો હોવા છતાં નથી જાણતો, તેથી એ નિત્ય છે. પરંતુ, ત્યાં એનાથી પૃથક કશું જાણવા પાત્ર નથી, કે જેને એ જાણે.

(૫૨) ‘હે રાજા, એ તો, જ્ઞાનસ્વરૂપ છે, બીજું કશું જ્ઞાનતત્વ નથી. કે જેને જાણે, એ તો, સ્વયં નેત્રસ્વરૂપ છે. કોઈ દેખાનારૂં નથી કે જેને દેખે. એ તો, સ્વયં ઘ્રાણસ્વરૂપ છે. અન્ય કોઈ વાસ નથી. કે જેને સૂંઘે. એ તો સ્વયં રસનાસ્વરૂપ છે. બીજો કોઈ અન્ય રસ નથી. કે જેને ચાખે. એ તો સ્વયં શબ્દ (અર્થાત્ અવાજ) સ્વરૂપ છે. બીજું કોઈ શબ્દ (એટલે કે અવાજ) કરનારૂં નથી. કે જેને સાંભળે. એ તો, સ્વયં ચિન્તનસ્વરૂપ છે. અન્ય કશું ચિન્તનીય નથી કે જેને ચિન્તવે. એ તો,

  (૯૧)

સ્વયં સ્પર્શસ્વરૂપ છે. અન્ય કશું શીતઉષ્ણ નથી કે જેને સ્પર્શે.

(૫૩) ‘એ તો, એક, એકલો, જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, સત્ સ્વરૂપ રહે છે. તો પછી, કોને એ જાણે? કોને વિદ્યમાન કરે? કોને આનંદથી નવાજે? એ તો, શું ઈંદ્રિય, શું મન, શું મનની વૃત્તિ, એ સર્વથી પાર, અલગ વિહરે છે. અને તે સર્વના ધર્મરૂપ પાપપૂણ્યને પણ એ પાર થઈ રહેલો છે. શું વિદ્યા કે શું અવિદ્યા, બંનેની પાર, અને બંનેની ઉપર એ છે, અને તું જોઈ લે કે, એ તું જ છે. કેમકે, તું જ નિશ્ચય કરે છે કે ‘હું સંપ્રદાયમાં હતો.’

(૫૪) ‘પરંતુ, જ્યાં આ અદ્વૈત (એટલે કે અભેદ) દ્વૈતના જેવો (ભેદભાવ રૂપ,) થઈ જાય છે, ત્યારે, (વ્યવહારમાં) એક, બીજાને દેખે છે, એક બીજાને સૂંઘે છે, એક બીજાનો સ્વાદ કરે છે, એક, બીજાની સાથે બોલે છે, એક, બીજાને સાંભળે છે, એક, બીજાનો વિચાર કરે છે, એક બીજાને જાણે છે.

(૫૫) ‘હે રાજા, જ્યારે આ અદ્વૈત, (વ્યવહારકાળે) દ્વૈત થાય છે, ત્યારે આંખ અને આકારો હોઈને, એ દેખતી દેખાતો જેવો થઈ જાય છે. રસના અને સ્વાદ હોઈને, એ ચાખતો ચખાતો જેવો થઈ જાય છે. જીભ અને વાણી હોઈને, બોલતો જેવો થઈ જાય છે. કાન અને શબ્દ હોઇને સાંભળતો સંભળાતો જેવો થઈ જાય છે. સોચ અને વિચાર હોઈને, એ વિચારતો જેવો થઈ જાય છે. સ્પર્શ તથા ઠંડુ-ગરમ હોઈને, સ્પર્શતો જેવો થઈ જાય છે.

(૫૬) ‘હે રાજા, એ એકત્વ, અને એ અનેકત્વ, એ ઉભય, એનાં કમાલ (એટલે કે એની સંપૂર્ણ સાર્થકાતાઓ) છે. પરંતુ, એકત્વ, એની ખરેખર શુદ્ધ કમાલ છે. ને એનું અનેકત્વ, અસત્ય તથા મિથ્યા છે. અને, એ અનેકત્વમાં કારણ છે, કાં તો અવિદ્યા કે વિદ્યા, જ્યાં અવિદ્યા કારણ છે, ત્યાં તો, એ પરિચ્છિન્ન (એટલે કે મર્યાદાની સંકડાશમાં બંધાયેલો), સુખદુઃખ પામતો જેવો પ્રકટ થાય છે. જ્યાં વિદ્યા કારણ છે. ત્યાં એ

    (૯૨)

સર્વરૂપ ઐશ્વર્યવાન પ્રકટ થાય છે.

(૫૭) જ્યાં એ સાંકડો (જેવો) પ્રકટ થાય છે, ત્યાં, એ પોતાનાં કર્મોનાં ફળમાં બંધાયેલો જેવો ભાસે છે. કદીક એ માર ખાય છે, કદીક આનંદ કરે છે. ક્યાંક એ ઈચ્છે છે કે અમુક મને મળે, પણ મળતું નથી. ક્યાંક ઈચ્છે છે કે હું દેખું, પણ નથી દેખતો. ત્યારે, એવો વિચાર આવે છે કે, પ્રારબ્ધ મને સાથ નથી આપતું, પરંતુ, જ્યાં ઈચ્છા કરે છે, ને ઈચ્છેલું મળી જાય છે. ત્યારે એવી ખબર પડે છે કે, પ્રારબ્ધ સાથ આપે છે. એવી રીતે અવિદ્યા, પ્રારબ્ધ, અને કામના વડે બંધાયેલો, એ સંસાર ચક્રમાં ચકરાય છે.

(૫૮) ‘પરંતુ, વિદ્યાને લીધે એ સર્વરૂપ પ્રકટ થાય છે, ત્યાં એ જે ચાહે તે પામે છે. જેની કામના કરે, તે એને મળે છે. સંકલ્પ માત્રથી ધરતીને આકાશ ઉત્પન્ન થઈ જાય છે. સંકલ્પથી ભોગ ભક્તિ હાજર થાય છે. ને સ્વરૂપ થતો, સર્વમાં ભોક્તા થાય છે. પરંતુ, દુઃખોનો એ આધાર (એટલે કે આશ્રય) થતો છતો, એનો ભોક્તા તો નથી જ થતો, ત્યારે એમ કહેવાય છે કે તે, પોતાનાં કર્મોનો કેદી (તેના વડે બંધાયેલો) નહિ, બલકે સર્વશક્તિમાન છે, અને તેથી એ અશક્તપણું તથા આવશ્યકતા (એટલે કે કશી પણ ઊણપ હોવાપણું) એનામાં અવિદ્યાને કારણે આરોપાઈ જાય છે, અને, એ શક્તિમત્તા તથા એ કમાલ, એનામાં વિદ્યાને કારણે આવી જાય છે. પરંતુ, વાસ્તવમાં એ ઉભયથી તે ભિન્ન છે, અને એ (ઉભય)માં, એ જ આત્મા એકલો (અદ્વૈત) છે.

(૫૯) ‘જે કોઈ પોતાની આ એકલતાને જાણે છે, ને એવો વિવેક પ્રાપ્ત કરે છે કે, ‘સંપ્રદાયમાં, હું મારી એકલતા દેખું છું ને (દુન્યવી વ્યવહારમાં) અનેકતામાં પણ આવેલો હોઉં ત્યારે, અન્યોને ધર્મે ધર્મવાળો થાઉં છું. પરંતુ મને એનો સંગ નથી લાગતો, જેવું કે સ્વપ્નમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, તો, આ વિદ્યાને જ રૂડે પ્રતાપે કરીને, કાંતો એ, અમુક સમય સુધી, દુઃખ પામતો છતાં નથી પામતો, કિંતુ, મૃત્યુ પછી, સુખ પામતો હોય ત્યારે યે સુખ અનુભવે છે, અને કર્મનાં બંધનોથી મુક્ત થઈ જાય છે.

     (૯૩)

એ કારણે જ, એ જ્ઞાન થતાં, આ બીજી મિથ્યા (અવિદ્યામય) કમાલ,

પણ એને મફતમાં મળી જાય છે, એ જ પ્રસાદ છે, અને વળી, આવું ન્યાયપુરઃસર બને છે. તેથી, ન્યાય અને પ્રસાદ વચ્ચે ઝગડો નથી રહેતો. (કર્મફળના ન્યાયને, કર્મકાંડમાં ન્યાય કહે છે, પરંતુ એ ન્યાયનાં ફળ દુઃખ દેનારાં ને અનિત્ય હોય છે. જ્ઞાનનાં આ ફળ પણ ન્યાયયુક્ત હોવા સાથે, એ પ્રસાદ રૂપ હોવાથી, નિત્ય સત્ય છે. તેથી અહીં, ન્યાય તથા પ્રસાદનો સુમેળ રહે છે.)

(૬૦) ‘હે રાજા, જ્યારે પોતાના સ્વાભાવિક અદભૂત સંપ્રસાદમાં જીવાત્માએ એક વાર જાણી લીધું કે, (હું આનંદસ્વરૂપ છું, ત્યારે, જાગ્રત તથા સ્વપ્નમાં અંતઃકરણ તથા પ્રારબ્ધને કારણે કદાચને કંઈ દુઃખોની પ્રતીતિ થવા પણ પામે, તો, થતી છતી તે નથી થતી હોતી. અને જો મૃત્યુ પછી, માયાને લીધે, દુઃખ દર્દ તો નહિ, બલકે સત્ય સંકલ્પપણું ને સત્ય કામ પણું વગેરે પ્રાપ્ત થાય, તો, જીવાત્માના સ્વરૂપમાં તો સત્યસંકલ્પ કે સત્યકામ જેવું કશું નથી, તો યે, એ ન હોવા છતાં મળી જ જાય છે, એમાંની પહેલી (દુઃખ દર્દ હોવા છતાં ન હોવાપણાની) અવસ્થા રોકડી મુક્તિ, ને બીજીને મફત મુક્તિ કહેવામાં આવે છે, કેમકે, એ વગર કામનાએ, ને વિના સંકલ્પે આવી મળે છે. કેમકે, જે કેવળ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, તે જ કૈવલ્ય છે. એની પ્રાપ્તિમાં તપની કે કર્મોની આવશ્યકતા નથી, તેથી એને મફત મુક્તિ કહી. અને એની ઓળખ એજ છે, કે જાગ્રત, સ્વપ્ન, તથા સુષુપ્તિમાં, એ ‘એકલ, અસંગ’ છે. તથા શું જાગ્રત, શું સ્વપ્ન, કે શું સુષુપ્તિ, એ બધાં, ‘અન્ય’ તેનાથી ભિન્ન છે, ને એ, એકલ આત્મા, એ અન્યોમાં આવેલો છતાં અન્ય નથી થઈ જતો.

(૬૧) એક અદ્વિતીય એવો શુધ્ધ, દ્રષ્ટા, જ્યાં દ્વૈતની ગતિ નથી એવા સંપ્રસાદમાં પોતાની મેળે થઈ રહે છે. એ જ જીવાત્માની પરમ ગતિ છે, એજ એની કમાલની સ્થિતિ છે. એજ એનો લોક છે. એજ એનો પરમ આનંદ છે. અને એજ પરમ આનંદના બિન્દુમાત્ર વડે, સર્વ કોઈ જીવન જીવે છે. શું કીડી, શું પ્રજાપતિ એ સર્વ એજ પરમાનંદની માત્ર વિગતો છે, કે જે તારૂં પોતાનું પોતાપણું છે. એવી રીતે યાજ્ઞવલ્ક્યે જનક રાજાને સારી પેઠે ઉપદેશ આપ્યો.

(૯૪)

 (૬૨) ‘હે રાજન, આ જ સંપ્રદાયરૂપ તારો આત્મા, જ્યારે બે જેવો થઈને

કીડી રૂપે પ્રકટે છે, ત્યારે કીડીરૂપ થતો કીડી, હાથીમાં હાથી, મનુષ્યમાં મનુષ્ય, દેવમાં દેવ, પ્રજાપતિમાં પ્રજાપતિ, ને ઈશ્વરત્વમાં ઈશ્વર થાય છે. અને એમના મનોમાં તેનો જ આનંદ પ્રતિબિંબ થઈને, નાનો-મોટો ભાસે છે. જેમ એક જ મુખ એક (Concave) અંતર્ગોળ અરીસામાં નાનું, ને બાહ્યગોળ (Convex) અરીસામાં મોટું ભાસે છે. છતાં, મોટું ભાસે કે નાનું, બધાં એક જ મુખનાં પ્રતિબિંબ હોય છે. એવી રીતે, કીડી, કે પ્રજાપતિ એ સર્વના આનંદો, આની જ વિભૂતિઓ છે. ને એ સર્વના આનંદોની ખાણ તે એક જ છે. જેને આનંદની એ ખાણ પોતાની મેળે થઈને પ્રાપ્ત થઈ જાય, એ વળી શા માટે એવી ઈચ્છા કરે કે હું એની અલ્પ વિભૂતિઓ શોધવા જઉં?

(૬૩) ‘કીડીમાં નાનકડું મન, ને મલિન વૃત્તિઓ હોય છે, તેનામાં જો આનંદનો પ્રકાશ નાનકડો અને અધૂરો હોતો ભાસે છે, તો ત્યાં દોષ, એ કીડીના મનનો છે. અને પ્રજાપતિમાં વિશાળ મન, ને માત્ર શુદ્ધ સત્વગુણ, ને પૂર્ણ આનંદનો પ્રકાશ હોય છે. તો, એ પ્રજાપતિના મનની બલિહારી છે. પરંતુ (એ ઉભયના અસલ) પૂર્ણપણે આનંદસ્વરૂપ પૂર્ણાત્મા બિંબમાં, નથી કોઈ અધૂરાપણું, તેમ નથી કોઈ ખાસ બલિહારી. બલકે, એ તો, શું કીડી કે શું પ્રજાપતિ, સર્વમાં જેવો ને તેવો, એક, એકલ, અદ્વૈતસ્વરૂપ છે.

(૬૪) ‘એ તો પ્રત્યેક ‘અન્ય’ (દ્વૈત) માં, એકજ ઠાઠમાઠ સાથે, એક, એકલ, (અદ્વૈત) છે. એનો લટકો તો, પ્રત્યેક વિભૂતિમાં તથા દ્રશ્યમાં, જ્ઞાનીઓને એક સમાન મનોહર દેખાય છે. એની દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં, દ્વૈતમાં એ અદ્વૈત ભાળે છે. અથવા, અન્યમાં એ પોતાનું જ સ્વરૂપ દેખે છે. જેમને એ (આનંદસ્વરૂપ) અદ્વૈતાનંદ પ્રાપ્ત થાય, એ પછી પેલા (અનાત્મ પદાર્થો સાથે ભેળસેળ એવા) અન્ય આનંદોની ઈચ્છા ન જ કરે. શું વૈકુંઠ કે શું સ્વર્ગ, એ બધાંના સુખો, ‘અન્ય’ અર્થાત્ અનાત્માનાં છે. કયો બુદ્ધિમાન એ અન્યની અપેક્ષા કરે? કેમકે, એ ‘અન્ય’ પોતાની સાથે અનંતકાળ નથી રહેવાનું. પરંતુ, અદ્વૈત તો, એક છે. એકથી ભિન્ન એવું અન્ય કોઈ એક ન હોઈ શકે. એ જ પરમ આનંદ છે. એ જ અનંત છે.

(૯૫)

અને એ, તને સદૈવ પ્રાપ્ત છે.

(૬૫) ‘અન્યોમાં’ જે આનંદ છે, તે જેના તેના પ્રકટ થવાનાં સ્થાનોને લીધે નાના મોટા થઈને અનુભવાય છે. ને પૂર્ણ નથી હોતાં. (પ્રત્યેક કંઈ ને કંઈ ઉપાધીથી મિશ્રિત હોય છે.) જેવી રીતે કે, એક મનુષ્યનો જે મુખ્ય આનંદ છે, તે એજ છે કે જે એક નવયુવાન, વિદ્વાન, બુદ્ધિમાન, સ્વસ્થ તથા સમસ્ત ચક્રવર્તી રાજાનો આનંદ છે. (એનાથી વધીને, મનુષ્યને મન અન્ય કોઈ આનંદ ન હોઈ શકે.)

(૬૬) ‘પરંતુ, મનુષ્યના આ સવિશેષ આનંદને જો સો ગુણો કરવામાં આવે, તો એ પિતરોનો આનંદ થાય. એનાથી સો ગુણો, તો ગંધર્વોનો આનંદ છે. એનાથી સો ગુણા કર્મો વડે બનેલા (બનાવટી) કર્મદેવનો (એટલે કે સ્વર્ગનો) આનંદ છે, એનો સો ગુણો, ખરા દેવનો આનંદ છે. એનો સો ગુણો પ્રજાપતિનો આનંદ છે, અને એનો સો ગુણો બ્રહ્મલોકનો આનંદ છે, કે જેનાથી વધીને કોઈ આનંદ (અદવૈતના ક્ષેત્રમાં) નથી. (આ વાત બૃહદારણ્યક ઉપનિષદના બ્રહ્મવલ્લીના ૮મા અનુવાદમાં પણ છે.)

(૬૭) ‘હે રાજા, આ વિશેષ (ખાસખાસ) આનંદોમાં પણ બંધને છે. મનુષ્યોનો (મનુષ્ય તરીકેનો) પરમ આનંદ જો કે પિતૃના મનુષ્યને નથી મળી શકતો. અને પિતૃનો આનંદ જો કે તેનાથી ઊંચી કક્ષાના પિતૃના આનંદમાં તો સમાઈ જાય છે, પરંતુ એ ઉતરતી કક્ષાના પિતૃને એ ઊંચી કક્ષાના પિતૃનો આનંદ મળી શકે તેમ નથી. એવી જ રીતે, પ્રજાપતિ તથા છેક બ્રહ્મલોક સુધી, એની કથની છે, કે નીચેની શ્રેણીનો આનંદ ઉપરની શ્રેણીમાં પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ, ઉપરની શ્રેણીનો આનંદ, નીચેની શ્રેણીવાળા ગમે તેટલો ચાહે તોયે, એને મળી શકતો નથી, ને મઝા એ છે કે, સર્વથી ઉપરના લોક વાળાને, જે કંઈ ચાહે તે મળી જાય છે, એ કારણે, એ બધાથી મહાન છે.

(૬૮) ‘અને તેમ છતાં યે, એમાં, પહેલી કામના, ને પછી પ્રાપ્તિ

(૯૬)

હોય છે, જો મળી જાય તો, વાહ વાહ છે, ને ન મળે, તો હાય હાય છે.

પરંતુ, અભિલાષા કરવામાં ઈચ્છેલો પદાર્થ, તત્કાળ ઈચ્છા થવા સાથેનહિ, પણ તેના પછીની ક્ષણમાં મળે છે. તેથી ત્યાં, તેથી ત્યાં પહેલી ક્ષણમાં (ઈચ્છા, તથા ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ માટેની મહેનત રૂપી) દુઃખ, ને બીજીમાં જ આનંદ છે, એ ખરૂં, તો પણ, એ (આનંદ) દુઃખ શોક વગરનો તો નથી હોતો.

(૬૯) ‘એનું કારણ એ છે કે, જ્યારે (મનમાં કોઈ) કામના ઉઠે છે, ત્યારે આનંદરૂપ આત્મામાં (મનને એક જાતનો આંચકો, તથા ઈચ્છેલા પદાર્થની આકાંક્ષા રૂપી) દુઃખ ઉપજે છે, કે જે, (આત્માના સહજ સ્વભાવથી વિરૂદ્ધ એવી, એક) અનાત્મ (વસ્તુ) છે, પરંતુ જ્યારે વાંછેલો પદાર્થ મળી જાય છે, ત્યારે, એ કામના (કરવા રૂપી દુઃખ) શાંત થઈ જાય છે, અને ત્યારે, પોતાનો સત્ય આત્માનંદ (સુખભાવ રૂપે) પ્રકટ થાય છે. અજાણ્યો માનવી સમજે છે કે એ મને ઈચ્છેલી વસ્તુમાં મળ્યો, પરંતુ, આનંદ તો ત્યાં પહેલેથી મળેલો જ પડ્યો હતો, પરંતુ, એ કામના લીધે, એ દુઃખમાં છુપાઈ ગયો હતો. ઈચ્છેલી વસ્તુ મળતાં, એ (મન વડે કરીને જાતે ઊભું કરેલું) પેલું અનાત્મ દુઃખ મટી ગયું, કે જેની અંદર પોતાનો સહજ દુઃખરૂપ થઈ ગયો હતો, અને એ જ આનંદ (ફરી પાછો) પ્રાપ્ત થયા જેવો લાગે છે. એવી રીતે, ઈચ્છેલા પદાર્થથી જે આનંદ મળે છે, તે, બ્રહ્મલોકનો હોવા છતાં, ખાસ પ્રકારનો અને તેથી, મર્યાદાવાળો હોય છે. (કે જેનો થોડી વારે રસ ઉતરી જતાં, વળી પાછી બીજા કોઈ પદાર્થથી ઈચ્છા કરવી પડે છે.) પરંતુ સંપ્રદાયમાં જે આનંદ (અનુભવાય) છે, એ તો, વિના અભિલાષા કર્યે આવી મળે છે, ને તેથી, એ મર્યાદિત નહિ, પણ (બિનશરતી) અમર્યાદિત તથા અનંત છે.

(૭૦) પરંતુ જેઓ પોતાના પરમાનંદને સંપ્રદાયમાં સિદ્ધ કરે તથા તેને જાણે છે, તેઓ, જાગ્રત તથા સ્વપ્નમાં પણ ઈચ્છેલા પદાર્થને પોતાના જ હોવાનું દેખતા, એની કામના નથી કરતા, કેમકે, કામના તો, પોતાની જાત કરતાં જે ભિન્ન હોય, તેની હોઈ શકે છે, પોતાની જાતની નહિ. જો કામના નથી, તો દુઃખ નથી, તો પ્રત્યેક ક્ષણે

(૯૭)

આનંદ જ પ્રાપ્ત રહે. એ ક્યારેયે છુપાતો –ઢંકાતો નથી. એ જ પૂર્ણ છે.

એ જ પોતાની અસલીયત છે. એ જ નિત્ય છે.

(૭૧) ‘હે રાજન્, તમે પ્રત્યેક વિશેષ આનંદને (એટલે કે આ સંસારના કોઈ પણ વિષય સાથે જોડાયેલા આનંદને) આ પૂર્ણ આનંદ સાથે સરખાવીને તપાસી લ્યો. નાનાથી મોટા સુધીનો, મનુષ્યથી માંડીને બ્રહ્મલોક સુધીનો પ્રત્યેક આનંદ, પૂર્ણાનંદની અંદર સમાઈ જાય છે. કેમકે, જે કોઈ, કોઈ વસ્તુની કામના કરે છે, તે તે વસ્તુ પામે છે, તે, જે કશી કામના કરતો નથી ને પામતો યે નથી, તેના જેવી જ થઈ રહે છે. જેવી રીતે કે, જેને તરસ લાગી, ને પાણી મળી ગયું. તે એના સમાન જ થઈ જાય છે. કે જેને તરસ લાગી નથી, ને પાણી મળ્યું નથી. (જેની તરસ છીપી ગઈ, તે તરસ્યો ન થયો જ થઈ જાય છે.)    

(૭૨) ‘કલ્પના કરો, કે અમુક માણસ ચક્રવર્તિ રાજ્ય મેળવવા માંગે છે, એ જો એને મળી જાય, તો તે શેના જેવું થઈ રહે છે? જેણે એવા રાજ્યની ઈચ્છા કરી નથી. તેના સમાન એ થઈ રહે છે. (કામના પૂરી થતાં શમી ગઈ, ને તે એ વિષયમાં, નિષ્કામ મનુષ્યના જેવો નિષ્કામ જ થઈ રહે છે.) એ કારણે, ગ્રીસનો સમ્રાટ સિકંદર, ને ભારતનો જ્ઞાની પરમહંસ એક સમાન છે. (ઉભય, સમ્રાટ થવાની ઈચ્છાથી એક સમાન મુક્ત છે.) પેલો , ઈચ્છેલું મળવામાં દુઃખ માને છે, ને આ મળવામાં દુઃખ દેખે છે. (પરંતુ, પેલાને ઈચ્છેલું મળી ગયું છે. તેનું સુખ છે, ને આને, નથી ઈચ્છીયું, ને નથી આવી પડ્યું, તેનું સુખ છે. એમ, સુખભાવ ઉભયમાં) એ બે સમાન છે.

(૭૩) ‘વળી, મનુષ્ય પિતરોનો આનંદ ઈચ્છે છે. પરંતુ, તે તો એને નથી મળતો. પિતૃઓએ પણ ઈચ્છા કરી છે, ને એ તેઓ પામ્યા છે. એ પિતરસુખ પામવામાંયે, તેઓ એના સમાન જ છે, કે જે પિતરોનું સુખ ઈચ્છતા નથી, ને પામતાએ નથી, બલકે, એ મળવામાં બખેડો માને છે. (એમ, સુખની બાબતમાં ઉભય સમાન છે.) તેથી, ભારતનો પરમ હંસ (કે જે ન ઈચ્છ્યા ન મળ્યામાં સુખ છે.) ઉભય એક સરખા છે.

(૯૮)

(૭૪) ‘એવી જ રીતે, પ્રજાપતિ કે બ્રહ્મા સુધીના જે જે ભાગો છે,

તે સર્વ એ ભોગોની કામના કરીને તે પામે છે, ને આ પરમહંસ, એની કામના કરતો નથી, ને એ મેળવતો નથી, બલકે, ભાગ્યજોગે જો મળી જાય, તો ઉલ્ટો ગભરાય છે. તેથી, પ્રજાપતિ કે બ્રહ્મા, બધા જ ભારતના પરમહંસની સમાન છે.

(૭૫) ‘આ વાતો ઉપરથી ખબર પડે છે, કે અનંત આનંદ આત્માનંદ તો આપમેળે જ, પ્રત્યેક જીવાત્માને સદૈવ, પ્રાપ્ત જ છે. એ જ, પ્રત્યેક મનુષ્યનું પોતાનું નિજપોત છે. પરંતુ, પોતાનાથી ભિન્ન (એવા મન)ની કામનાને કારણે, તથા (પોતાના સ્વરૂપથી) ભિન્ન એવા પદાર્થની પ્રાપ્તિમાં એ (આત્માનંદ) પ્રત્યેક મનુષ્યને ભાસમાન થાય છે, અને જેને એની પ્રાપ્તિ નથી થતી, તે દુઃખી થાય છે, પરંતુ, જે કોઈ પોતાની અસલ જાત (પોતાના સુખરૂપ આત્મસ્વરૂપ) ની જ કામના કરે છે, તે, પોતાથી ભિન્ન એવા કોઈ પદાર્થની કામના નથી કરતો, તેને એ સદાસર્વદા મથ્યા કરે છે. અને જે એને જાણે છે. તેને તો, એ વિના ઈચ્છાએ, વગર કામના કર્યે મળે છે, ને એ, પેલા એવા નિત્ય આનંદમાં જ હોય છે કે જેનો આરંભ નથી, ને અંતે યે નથી. તેથી, વાસ્તવમાં, આત્માનો પરિચય પરમાનંદનું કારણ છે. (આત્માને જાણવો) એમાં કશું પણ કર્મ કરવાની જરૂર નથી હોતી, કર્મ તો, પોતાનાથી ભિન્ન એવી કોઈ વસ્તુ મેળવવા માટે કરવાનું હોય છે, પોતાની જ પ્રાપ્તિ માટે નહિ. અને આ પરમહંસ લોકો વાસ્તવમાં નિર્લોભી, ને તે સિવાયના, કીડીથી લઈને બ્રહ્મા સુધીના સર્વ કોઈ લોભી લાલચુ જ હોવાનો નિર્ણય થાય છે. અને સમસ્ત દુઃખશોકનું કારણ આ લાલચ જ છે.

(૭૬) ‘હે રાજા, કહેવાની મતલબ કે, જ્યારે પોતાની અસલ જાત જ લાલચમાં લપેટાય, ત્યારે એ (પોતાનાથી) ભિન્ન થઈ જાય છે. પોતે જ કામના, પોતે જ કામના કરનાર, અને પોતે જ ઈચ્છેલી વસ્તુ બની જાય છે. ‘હું જ ઈચ્છુક, હું જ ઈચ્છા, ને હું જ ઈચ્છેલી વસ્તુ છું. તે એ અવિદ્યાને લીધે નથી જાણતો, ને ઉલ્ટો, પોતાનાથી ભિન્ન થઈ જઈને, ભિન્ન પદાર્થ એ માંગે છે, ને તે એ કોઈ વાર મળે છે, તો કોઈ વાર નથી યે મળતો. મળે છે, ત્યારે એ રાજી થાય છે. ન મળે,

(૯૯)

ત્યારે એ દુઃખી થાય છે. ને મેળવવાનો ફરી પાછો યત્ન કરે છે.

એમ થવું, એ જ કર્મ છે. એવી રીતે, (કામનામાંથી) કર્મોમાં ભરાઈ પડીને એ કર્મનો દાસ બની જાય છે. ને કર્મોના ફાંસામાં ફસાયેલો, કીડીથી લઈને બ્રહ્મલોક સુધી ચક્કર ખાયા કરે છે. ત્યાં (બ્રહ્મલોકમાં) સત્ય-સંકલ્પ બનીને, એ જે ઈચ્છે તે મેળવી શકે છે. પરંતુ લોભલાલચથી મુક્ત તો, એ ત્યાંયે નથી હોતો. ને લોભ અંતે નાશવાન છે, તેથી, બધા જ ભોગ, પોતાના સ્વરૂપથી ભિન્ન, અર્થાત્ અનાત્મ, ને નાશવંત છે. જ્યારે પેલો નિજાનંદ, નાશવંત નહિ પણ નિત્ય છે. એવું યાજ્ઞવલ્ક્યે કહ્યું.

(૭૭) ‘ત્યારે રાજા કહે છે, ‘ભગવન્, વળી હું બીજી હજાર ગાયો આપું છું. હજીયે વધારે મને કહો કે જેથી હું મુક્તિ પામું. અહીં યાજ્ઞવલ્ક્ય થોડા ખંચાઈને વિચાર કરવા લાગ્યા કે આ રાજા ઘણો બુદ્ધિમાન છે, ને એને મારૂં બધું જ જ્ઞાન જોઈએ છે. અને એ છે પણ યોગ્ય શિષ્ય, તેથી તે મારે એને આપવું પણ જોઈએ.

(૭૮) આટલું થોભીને પછી યાજ્ઞવલ્ક્યજી બોલ્યા, ‘હે રાજા, જેવી રીતે એ એક, એકલ, નિયમ તથા પદ્ધતિપુરઃસર જાગ્રતસ્વપ્નમાં સંચરે છે. તેવી રીતે, મૃત્યુમાં, આ શરીરમાંથી નીસરીને, જીવન માટે, બીજા શરીરમાં પ્રવેશે છે, ને સંસારી કહેવાય છે. જો કે, ખરૂં જોતાં, એ અસંગ, અસંસારી છે.

(૭૯) જેવી રીતે, એ એક, એકલમાં, મનને લીધે જાગ્રત સ્વપ્નનું કલ્પિત આરોપણ થાય છે. તેવી જ રીતે, મન અને પ્રાણને કારણે, એનામાં જન્મ અને મરણની ઘટનાઓ થતી હોવાનું પણ કલ્પાય છે. વાસ્તવમાં, નથી એ જાગતો, નથી ઊંઘતો, નથી મરતો, તેમ નથી જન્મતો. 

(૮૦) ‘જો તમારે આ ઝીણું કાંતણ કાંતવું જ હોય, તો એક દ્રષ્ટાંત આપું, કે જેના વડે એ તને સહજપણે સમજાય જશે. જેમ કોઈ પ્રવાસી પરદેશ (ટ્રાન્સફર ઉપર) જાય છે, તેમ આ (જીવ) પણ પરલોક જાય છે. પ્રવાસી જ્યારે ચાલી નીકળે છે,

(૧૦૦)

ત્યારે, તે પોતાનો સામાન જેવાં કે ઘંટી, મુસળ, ખાંડણી, ચાળણી, સૂપડું,

ઠામઠીબડાં, ભાતું ને કપડાં-લત્તાં, પેટી પટારામાં ભરીને ગાડામાં લાદે છે. એવી રીતે, જીવાત્મા પણ (એની ટ્રાન્સફર થતાં) પોતાની આગલી કરણીઓ. આગલી પાછલી જાણકારીઓ તથા તેના સાધનો, જેવાં કે આંખ, કાન, રસના તથા મન, એ બધાંને પેક કરીને, એ બધું ઉદાનપ્રાણરૂપી ગાડામાં ચઢાવીને, ચાલી નીકળે છે.

(૮૧) જેવી રીતે પ્રવાસીનું લાદેલું ગાલ્લું, સૂર્ય, ચંદ્ર અથવા દીવાના અજવાળામાં કરાંજતું, કાંસતું, કીચુડ કીચુડ થતું, સડકો ઉપર ચાલે છે, તેવી રીતે, પ્રાણની આ ગાલ્લી પણ, આત્માના પ્રકાશમાં કરાંજતું – કાંસતું, પેલી સડકો ઉપર ચાલે છે. કે જે કર્મકાંડમાં (દેવયાન, પિતૃયાન, પુનર્જન્મ, ઈ. નામે) કહેવામાં આવે છે. ને જેના ચીલા અગ્નિદ્વારા ફંટાય છે, એ ગાલ્લીના ચલનને લીધે, એ એકલવાયા આત્મામાં પણ જન્મ-મરણ સંસારની કલ્પના થાયે છે. ખરૂં જોતાં, તે તો, એ ગતિનો તથા ગાલ્લીના એ ચીચવાટનો સાક્ષી અથવા એનો પ્રકાશક દીવડો છે. પોતે નથી ચાલતો, પણ ગાલ્લીની ચાલને લીધે ચાલતો જેવો થાય છે. જાતે નથી હાંફતો, પણ પ્રાણોની હાંફે હાંફતો – શો થાય છે.

(૮૨) ‘હે રાજા, આવું ક્યારે, ને શા માટે થાય છે. તે કાન માંડીને સાંભળો. જ્યારે શરીર બુઢાપામાં જીર્ણ-શીર્ણ થઈ જાય છે. ને ખાધું પીધું કશું લેખે નથી પડતું. (એવું ત્યારે જ થાય છે કે જ્યારે અહીંના ભોગ સમાપ્ત થઈ જાય છે.) ત્યારે એ (જીવાત્મા) આ શરીર સાથેનો પોતાનો સંબંધ છોડી દે છે. જેવી રીતે કે, એક કેરી અથવા જાંબુ પાકીને તેના ડીંટડાના સંબંધથી અલગ થઈને પડી જાય છે. અને પાક્યું ન હોય તોયે, હવાને ધક્કે પડી જાય છે.

(૮૩) ‘ગમે તેમ પણ, જ્યારેઅહીંના ભોગ સમાપ્ત થાય છે ત્યારે, જાણીતાં હોવા છતાં અગણિત એવાં નિનિત્તોને કારણે, એ પ્રત્યેક અંગ સાથેનો પોતાનો સંબંધ સુગમતાથી છોડી દે છે. પાકી કેરી એની ડાળ સાથેના જોડાણથી છુટ્ટી પડી જતાં, પછી ડાળ સાથે જોડાતી નથી, પરંતુ આ જીવાત્મા, એક શરીરને પડતું મૂકીને, બીજા શરીર સાથે સંબંધ જોડે છે.

(૧૦૧)

(૮૪) ‘જેવી રીતે, એ જાગ્રતમાંથી સ્વપ્નમાં જતો નિદ્રાના શરીર સાથે જોડાઈ જાય છે. તેવી રીતે, એ આ શરીરથી નીકળી જઈને બીજા શરીરનો સંબંધ મેળવીને જીવનના ભોગો પ્રાપ્ત કરે છે.

(૮૫) ‘સ્વપ્ન સાથે સરખાવતાં, મૃત્યુમાં એનાથી પણ વધારે વિચિત્રતાઓ છે. કેમકે, સ્વપ્નમાં તો, તે એક રીતે એક શરીરને છોડતો છતો, એક રીતે નથી પણ છોડતો, ને અન્ય કાલ્પનિક શરીર સાથે સંબંધ પણ કરી લે છે. પરંતુ મૃત્યુમાં એનો સંબંધ બે પ્રકારનો રહે છે. પહેલો જે સંબંધ એને નવા શરીર સાથે થાય છે, તે આ શરીર સાથેનો સંબંધ હોવા છતાં થાય છે. જ્યારે એ (બીજા શરીરનો) સંબંધ એને થાય છે. ત્યારે, એ રીતસરના વિધિ અને નિયમ અનુસાર આ શરીરને સંપૂર્ણપણે પડતું મૂકીને, એક રૂપે કે બીજે રૂપે, નિશ્ચિત થયેલે રસ્તે ચાલી નીકળે છે. નવા શરીરનો સંપૂર્ણ યોગ સાધે છે, ને જીવતો જેવો, ભોગ ભોગવતો જેવો બની જાય છે.

(૮૬) ‘એનો અન્ય દેહ સાથેનો પહેલો સંબંધ, જાણે કે, એના સંકલ્પ અથવા એની ભાવના રૂપ છે. બીજો સંબંધ જાણે કે, એ તરફ રીતસર ચાલી નીકળવા રૂપ છે, એ પહેલા સંબંધમાં એનું જે ઉપડવું થાય છે, તેને સંસ્કૃતમાં ઉત્ક્રાંતિ કહે છે, અને બીજા સંબંધમાં જે ઉઠવાનું થાય છે, એને સંસ્કૃતમાં ગતિ કહે છે.

(૮૭) ‘આ સૂક્ષ્મ બાબત પણ એક ઉદાહરણ વડે તમને સરળતાથી સમજાશે. ધ્યાનથી સાંભળો. જ્યારે કોઈ ચક્રવર્તી રાજા એક દેશથી બીજે દેશ જવાનો સંકલ્પ કરે છે, ત્યારે, એની ઈચ્છા જાણીને, એના પદાધિકારીઓ કાગળ પત્ર લખીને, જે-તે સ્થળના સૂબેદારોને તેની સૂચના આપે છે. ને કાર્યક્રમ નક્કી કરે છે. પછી એ રાજા એક-એક સ્થાને થતો થતો ત્યાં પહોંચે છે. એવી રીતે, મૃત્યુમાં પણ, એનું પ્રથમ ઉઠવું, એ દેવાને ખબર આપવા સમાન છે. ને એનું બીજું ઉઠવું, પોતાના રસાલાની રવાનગી થયા પછી પોતાની પણ થતી રવાનગી સમાન છે.

(૮૮) ‘આ બધાનો સાર એ છે કે, બધી જ આધ્યાત્મિક, આધિદૈવિક

(૧૦૨)

તેમજ આધિભૌતિક ઈંદ્રિયો, વાસ્તવમાં એક સરખી રીતે,

બધામાં બધું જ કરતી રહે છે. ને આ (જીવાત્મા) ની ચાકરીમાં, ધરતી તથા આકાશ એક કરીને ભોગના નવા નવા સામાન તૈયાર કરતી રહે છે. અને એના જ મર્યાદિત ભોગ માટે, એનાં કાન, આંખ, નાક વગેરે ભોગ ભોગવવાનાં સાધનોમાં પ્રવેશીને, ખાસ ખાસ પ્રકારે એની સેવાઓકરતી રહે છે. અને  આંખ, કાન, ઈતર સાધનોનાં બંધનોને લીધે, એની એ, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એવી સંજ્ઞાઓમાં વહેંચાઈ જાય છે.

(૮૯) આ નામો તથા સ્થાનોની દ્રષ્ટિએ જોતાં, તે એવે સ્થળે સ્થળે, પ્રત્યેક વસ્તુમાં, એ (જીવાત્મા) ના ભોગ માટે, તૈયારીઓ કરતી રહે છે. ને આધ્યાત્મિક ઈંદ્રિયો તો, જાણે કે, આ (ચાલુ) શરીરમાં જીવાત્માને ભોગ પૂરા પાડી રહી હોય છે. (આધ્યાત્મિક ઈંદ્રિયો એટલે), આ વ્યક્તિ-શરીરમાં કામ કરતી. શબ્દ-સ્પર્શ વગેરેના અનુભવો કરાવતી ઈંદ્રિયો, આધિદૈવિક ઇંદ્રિયો એટલે, સમષ્ટિ દેહને સામુદાયિક રીતે ભોગ વિષયોનાં સાધનો પૂરા પાડતી, સૂર્ય, ઈંદ્ર, ચંદ્ર વગેરેને રૂપ વિવિધ સમષ્ટિ શક્તિઓ પ્રાપ્ત કરે છે. અને આધિભૌતિક ઈંદ્રિયો એટલે, ઈંદ્રિયોના સ્થૂળ ગોખલા જેવા કે આંખ, કાન, નાક, ત્વચા ઈતર કે જેના દ્વારા, અંદરની સૂક્ષ્મ ઈંદ્રિયો, વિષયોનું ગ્રહણ કરે છે. એ બધી, બધામાં, બધાં જ ભોગવિષયક કામો કરે છે. ને જીવાત્માને જ્યાં જવાનું હોય ત્યાં બધે, એ, તેના ભોગ માટે, તૈયાર રહેતી હોય છે. તેમાંની જે આધ્યાત્મિક કહી, તે તો, ચાલુ દેહમાં મર્યાદિત રહેલી ભાસતી આધ્યાત્મિક ઈંદ્રિયો, કેદથી છૂટે છે. ને આધિદૈવિક તથા આધિભૌતિક ઈંદ્રિયો સાથે એક થઈ જાય છે. ને નિયત સમયે, એના ભોગ માટેનું શરીર, તથા ભોગનાં સાધનો, તથા ભોગવવાના વિષયો તૈયાર કરે છે. ને જ્યાં સુધી એ (ચાલુ) કાયા સાથેનો સંબંધ સાવ છોડતી નથી, ત્યાં સુધી, એ સ્થિતિને ખરૂં જોતાં ઉત્ક્રાંતિ, અથવા પ્રથમ ઉત્થાન કહે છે.

(૯૦) ‘સૂર્યમાંથી નીસરતાં કિરણો ધરતી સુધી વેગે કરીને પહોંચી જાય છે. ને ધરતી તથા આકાશમાં ફેલાવા છતાં, સૂર્ય સાથેનું પોતાનું જોડાણ જાળવી રાખે છે. તેવું જ ઈંદ્રિયોનું આ પહેલું

(૧૦૩)

ઉત્થાન હોય છે. પરંતુ, કલ્પના કરો કે, સૂર્ય સ્વયં ધરતી ઉપર ઉતરી આવે,

તો એ કિરણો, પણ એની સાથોસાથ ઉતરી જ આવે ને. આવું (સૂર્યનું) ઉતરવું, એ બીજા પ્રકારનું ઉત્થાન ગણાય. એવી રીતે પ્રાણોની ઉત્ક્રાંતિ તથા ગતિની ઘટના બને છે.

(૯૧) ‘હે રાજન્, એમ જ જાણોને, કે જ્યારે માણસ ઊંચો શ્વાસ લે છે, ને એનાં મૃત્યુનાં લક્ષણો દેખાવા લાગે છે. ત્યારે દેવો (એટલે કે આધિદૈવિક ઈંદ્રિયો) એના મનનો વિચાર જાણી જઈને, એવી રીતની તૈયારીઓ તથા મુકામ બંદોબસ્ત ની ગોઠવણ કરે છે. કે જેવી રાજાના કારભારીઓ રાજાની થનારી પધરામણી અંગે કરે છે.

(૯૨) ‘જ્યારે ચક્રવર્તિ રાજા બીજા દેશમાં જવાનું નક્કી કરે છે. ત્યારે, એ દેશના ગવર્નર, ત્યાંની સરકાર, ત્યાંના ખાતેદાર પ્રધાનો, કમિશ્નરો, ડેપ્યુટી કમિશ્નરો, મામલતદારો, ફોજદારો, નંબરદારો, તથા ચોકિયાતો, સ્થળે-સ્થળે મળેલી સૂચના અનુસાર, ઉતારા, ગોદામ, ગરાજ, વગેરેનો પ્રબંધ કરતા, પ્રતીક્ષા કરે છે. કે અમારા રાજા એ આવે એ આવે.

(૯૩) ‘એવી જ રીતે, જ્યારે આ મનુષ્ય ઊંચા શ્વાસ લે છે, ત્યારે શું આધિદૈવિક (દૈવી શક્તિઓ) કે શું આધિભૌતિક (પાંચ મહા ભૂતો), બધી જ (ઈંદ્રિય શક્તિઓ) એની ઈચ્છા અનુસાર, (એટલે કે એનાં કર્મફળ તથા વાસનાઓ મુજબ) સૂચનાં મળતાં, શરીર, શરીરનાં સાધનો તેમજ એના ભોગ તથા ભોગનાં સાધનો, (કુદરતના) નિયમ મુજબ તૈયાર કરે છે, ને એની રાહ જોતી, લલકાર કરે છે કે હમણાંજ શ્રીમાન આવે છે. શ્રીમાન અહીં પધારવાની મરજી કરે છે.

(૯૪) (કઈ કઈ ઈંદ્રિયોની કઈ કઈ દેવતાઈ શક્તિ છે, એ વેદાન્તનો યોગ અને ઉપયોગમાં જોવા મળશે.) આ દેવો, (જીવાત્મા રાજાની) ઈચ્છાઓને ઉત્તમ પ્રકારે જાણનારા, ને ઉત્તમ કામગીરી બજાવનારા છે. હે રાજા, તમારા અહીંના આ કર્મચારીઓ ભૂલ કરે યે ખરા, પણ એમનામાં તો ભૂલનો સંભવ જ નથી, એટલું જ નહિ પણ, એ જાણે છે કે શ્રીમાનજીને અમુક પ્રકારના મકાન અથવા બંગલાની જરૂર છે, ને એ બંગલામાં એમને અમુક પ્રકારની ખાન પાન ઈતર ભોગોની જરૂર પડવાની છે, ને પહેલાં તો, આવતાની સાથે જ દૂધ લેશે. ને પછી

(૧૦૪)

ભોજન માંગશે, તેથી, એ દૂધની ગોરસીઓ તથા જમવાનો બધો સામાન

તૈયાર રાખે છે. રાજા તમે શું એ નથી જોતા, કે જ્યારે હજી બાળક ગર્ભમાં હોય છે, ત્યારથી જ માતાનાં સ્તનોમાં એ કેવી ખૂબીથી દૂધ બનાવે છે?

(૯૫) ‘આવા પ્રકારનો વિચાર કરવાથી આપણે એવા નિર્ણય ઉપર આવીએ છીએ કે, ઉપર્યુક્ત આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક ઈંદ્રિયો, (જીવાત્માના) મનસૂબા થતાં, સમાનપણે વિભક્ત થઈને (એટલે કે પોતાના મૂળસ્થાનેથી છૂટી થઈને,) એની જ સેવા કાજે, દુનિયામાં ફેલાતી, બધામાં બધું જ કરી રહે છે. અને એજ એ સર્વનો સ્વર્ગલોકમાં જનારો રાજકુમાર છે, અને (દેવ, પિતૃ, મર્ત્ય વગેરે) પ્રત્યેક સ્થળે એની જ રાહ જોવાતી હોય છે. ને એનું જ સ્વાગત કરવા બધી ઉત્સુક રહે છે. (પોતપોતાના મૂળ સ્થાનેથી છૂટા પડીને’ એટલે, દેહમાં વસેલી જેવી ભાસતી આધ્યાત્મિક ઈંદ્રિયો દેહથી છૂટી પડીને, આધ્યાત્મિક ઇંદ્રિયો એટલે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરૂણ, વિષ્ણુ, રૂદ્ર, ઈંદ્ર ઈતર દેવશક્તિઓમાંથી આવશ્યક, હિસ્સા છૂટા થઈને, અને આધિભૌતિક ઈંદ્રિયો એટલે સ્થૂળ આંખ, કાન, ઈતર, તેમના મૂળસ્થાન પાંચ ભૂતોમાંથી બનેલી હોય છે, ને, નવા દેહ માટે તેમાંના યોગ્ય હિસ્સાઓ છૂટા પડીને નવો દેહ, નવી સ્થૂળ ઈંદ્રિયો વગેરે બનવા માટે તૈયાર રહે છે.)

(૯) ‘હે રાજા, અહીં તો, આધિદૈવિક ઈંદ્રિયો (અર્થાત્ ઈંદ્રિયોની દૈવી શક્તિઓ) જ્યાં જીવ – રાજા જવા ચાહે છે ત્યાં એની પ્રતિક્ષા તથા સ્વાગતની તૈયારીઓ કરી રહી છે, અને ત્યાં (ચાલુ કાયામાં) આધ્યાત્મિક ઈંદ્રિયોની કથની સાંભળો, કે એ શું કરી રહેલી છે.

(૯૭) જેવી રીતે બ્રહ્મલોકના મોટા મોટા અફસરો, રાજાની સવારીની મરજી જાણીને તરત, તેની સાથે સવારીમાં સામેલ થવાની તૈયારીઓ કરે છે, તેવી જ રીતે, આંખ, કાન, નાક વગેરે બધી જ ઈંદ્રિયો, અંદર રહેલી જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો પણ, કે જે જીવાત્માના મોટા કારભારી છે. – બધી જ સવારીમાં જોડાઈ જવા તૈયાર થાય છે, ને (દેહની અંદરનાં) પોતાના સ્થાનો છોડીને, અંદર હ્રદયમાં રહેલી (અંતઃકરણરૂપી) મુખ્ય રાજધાની છે. ત્યાં ભેગી

(૧૦૫)

થઈને, ત્યાં એ (અંતઃકરણ અર્થાત્ મન) ની સાથે એકાકાર થઈ જાય છે.

(આ વર્ણન બૃહદારણ્યક ઉપનિષદના અધ્યાય – ૪ ના ચોથા બ્રાહ્મણમાં છે.)

(૯૮) ‘આવું ક્યારે અને કેવી રીતે બને છે? જરા ધ્યાનથી સાંભળજો હો, જ્યારે મનુષ્ય જીર્ણશીર્ણ થઈને અશક્ત બની જાય છે. ને ઉંચા શ્વાસ લે છે, ત્યારે, બધી જ કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો (અંતઃકરણમાં) ભેગી થઈ જાય છે. એ સર્વને એ (અંતઃકરણ) પોતાનામાં સંપૂર્ણ રીતે મેળવી દે છે. એ અંદરની સમજદારીથી યુક્ત રહે છે. અને બહારની તરફ એ સાવ બેહોશ તથા મૂર્છિત્ જેવો થઈ જાય છે. (મરવાની તૈયારીમાં, પ્રત્યેક અંગ તથા અવયવની ઈંદ્રિયો પોતપોતાનાં સ્થાન છોડી દે છે. ને અંતઃકરણમાં સમાઈ જાય છે. ત્યારે, મરનારને અંદર શું થાય છે તેનું ભાન રહે છે, પરંતુ, અંગો અવયવો શૂન્ય થઈ ગયેલાં હોવાથી ઈંદ્રિયરહિત થયેલા એને કશું સંભળાતું-દેખાતું નથી, બહારની એને કશી ખબર નથી પડવા પામતી, ને એ બેહોશ થયેલો દેખાય છે.)

(૯૯) ‘જ્યારે આ આંખ (નું જોવાપણું) જાય છે, ત્યારે એ બહારના આકારો નથી દેખતી. અંદર તો, એ જીવ (અંતઃકરણ) સાથે એકાકાર થઈ જાય છે, પણ પાસે બેઠેલાંઓ કહે છે કે ‘નથી દેખતો’. નાક પણ અંદર એકાકાર થાય છે, ત્યારે એ લોક કહે છે, ‘એને વાસ નથી આવતી’ રસના (સ્વાદેંન્દ્રિય) મન સાથે ભળી જાય છે. ત્યારે લોક કહે છે, ‘ચાખતો નથી’. વાણી અંદર એકાકાર થઈ જાય છે. ત્યારે કહે છે, ‘નથી બોલતો’ કાન અંદર ભળી જાય ત્યારે કહે છે, ‘નથી જાણતો’.

(૧૦૦) ‘એવી રીતે આ (જીવ) પોતાના (ઈંદ્રિયો ઈતર રૂપી) મુખ્ય સચીવોને અંતરમાં ભેગા કરી લે છે. પોતાનાં કર્મો તથા વાસનાઓના ભાર બાંધીને પ્રાણરૂપી ગાલ્લામાં લાદે છે. ને પછી, પોતે પણ તેમાં સવાર થઈને, દેહરૂપી ગલેફની અંદર, હ્રદયના છિદ્રમાં, કે જે દ્વારે થઈને એની બહાર નીકળવાનું છે. ત્યારે, એ બધું ભાન રાખે છે.

(૧૦૧) ‘બહાર પાસે બેઠેલાઓ કહે છે કે, ‘હવે એ બેભાનપણામાં, કંઈ વિચાર કરી શકતો નથી.’ પરંતુ, બધી આગલી પાછલી,

(૧૦૬)

પોતે કરેલાં બધાં કૃત્યો, બધી વાસનાઓ, – એ બધું પોતાની સમક્ષ હાજર

કરીને, એ સર્વને તે નિહાળે છે. એમાંનાં જે વાસનાઓ તથા કર્મો પ્રબળ થઈને પોતપોતાનાં ફળભોગ આપવા માટે વિવિધ રૂપો બતાવે છે, અને ત્યારે, પોતાની જ વાસનાઓ તથા પોતાનાં જ કર્યાં-કારવ્યાંમાં વિવશ થઈને, તે, (ફળભોગનાં) એ જ રૂપોને, (પોતાના નવા ભવ માટે) પસંદ કરે છે.

(૧૦૨) ‘જ્યારે એવા પ્રબળ મનસૂબા તથા કર્મોમાં વિવશ થયેલો જીવાત્મા, એજ (એટલે કે એના ભોગવટાને જે યોગ્ય હોય તેજ) યોનિઓ પસંદ કરે છે. ત્યારે, એને એ જ પ્રકારનો (દેવ, માનવ, પશુ કે પંખી રૂપે) ભવ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એની બુદ્ધિનો એ પહેલો ઝબકારો છે, કે જે એ (ચાલુ) દેહ સાથે જોડાયેલો હોવા છતાં, (આવી ભાવના રૂપે) ચમકે છે. અને, આ કાયાના ભોગો પૂરા થઈ જવાને લીધે ઉદાન પ્રાણ જ્યારે કાયાથી છુટ્ટો થઈ જાય છે, ત્યારે, તે એ (નિર્ણયરૂપી) ભાવનાને આધીન થાય છે. તેથી, તે પણ, તેની જ ભાવના અનુસાર સચેત થઈને, જ્ઞાનતંતુઓને માર્ગે, આંખ કે નાક, કે કાનના દ્વારેથી નીકળીને, જ્યાં જવા માગે છે ત્યાં, સૂર્યનાં કિરણોની જેમ, ચાલ્યો જાય છે. (આધિદૈવિક ઈંદ્રિયોરૂપી) દેવોને સચેત કરે છે, ને (નક્કી થયેલી) યોનિમાં, એ (જીવ) ના દેહ તથા ભોગવટા માટે જરૂરી ઈમારત તથા સાધન-સરંજામની રચનાનો આરંભ કરી દે છે.

(૧૦૩) ‘તમે એવું રખે માની લેતા, કે બધા જ જીવો (મરણટાણે) ઉત્તમ યોનિઓ ઈચ્છનારા હોય છે, જો કોઈ હલકી યોનિઓ ન જ ઈચ્છતું હોય, તો પછી નિષ્કૃષ્ટ યોનિમાં કોઈનું જવાપણું થાય જ શા માટે? બલ્કે ચોર જાણે છે કે ચોરી કરવી સારી નથી, છતાં, મોકો મળતાં ચોરી કરે છે, ત્યારે, તે જ કાળે, એ એવા હલકા ભવની પસંદગી કરે છે જ. વ્યભિચારી જાણે છે કે વ્યભિચાર કરવો ઠીક નથી. પરંતુ એકાન્ત, પ્રેમપત્ર તથા કામવાસનાની જાગૃતિનો યોગ એને આવી મળે, ત્યારે, તે વ્યભિચાર કરવાનું પસંદ કરી લે છે. (એટલે કે, એવાં કર્મો તથા વાસનાઓને યોગ્ય પાપી શરીરો તથા સંજોગો બીજે ભવે મેળવવાનું પસંદ કર્યા સમાન વર્તણુંક,

(૧૦૭)

તે જાણી-બુજીને કરે છે.) એવી રીતે, ઉત્તમ, કે અધમ યોનિઓ, જીવાત્માઓ,

જે કર્મો તથા મનના નિશ્ચયો પસંદ કરીને, તેને વશ થઈ જાય છે, એ, તેઓ પોતેજ પસંદ કરે છે.

(૧૦૪) ‘માણસ જાણે છે કે ચોરી-વ્યભિચાર સત્કર્મો નથી. છતાં, લોભ તથા કામવાસનાને વશ થયેલો એ અવસર મળતાં, એવું કરે છે જ. એવી રીતે, મરતાં પહેલાં તો એને હલકી યોનિઓમાં જવાનું નથી ગમતું, પરંતુ, મૃત્યુમાં જ્યારે આ ભવના ભોગના ભોગ પૂરા થઈ જાય છે, ને બીજા ભવે ભોગવવાનાં કર્મોનો ઉદય થાય, ત્યારે માણસ એને વશ થઈ જઈને, ઉત્તમ યોનિઓને બદલે, એવા ભોગને યોગ્ય હોય તેવી યોનિનું જ મન કરી બેસે છે, ને તેથી, તે એવો થઈ પણ જાય છે. એ ખરો ન્યાય છે.

(૧૦૫) ‘ઉત્તમ બુદ્ધિબળ વાળા મોટા ધનપતિઓ આપણા જોવામાં આવે છે. સત્-અસતનો વિવેક, તથા ભણતર પણ એમને હોય છે. છતાં દારૂ પીએ છે ત્યારે, મદમાં ચકચૂર થઈને, ન કરવાં જેવાં, તથા ન ઈચ્છવા જેવાં કામો કરી બેસે છે, ને ન બોલવા જેવું બકે છે. બુદ્ધિમાનો તો જાણે છે જ, કે કેફનો માર્યો માણસ કરવા જેવાં નહિ, પરંતુ કરવા જેવા કર્મો કરવાનું પસંદ કરે છે. મૃત્યુકાળે પણ, માણસની એવી જ દશા થાય છે. (ને એની બુદ્ધિ એનાં કર્મો તથા વાસનાને વશ વર્તી જાય છે.)

(૧૦૬) ‘મરણ કાળે, માણસની બુદ્ધિ પોતાનાં આચરણ તથા કર્મોને વશ થઈ જાય છે, ને ઉદાન પ્રાણ કે જે એક મોટો સમર્થ દેવ (શક્તિ) છે, તે પણ, એ જીવની બુદ્ધિને જ તાળે વર્તે છે, તેથી, આરંભથી જ સદાચરણના નિયમો તથા સત્કર્મોની મર્યાદામાં જીવને રાખવાની વ્યવસ્થા શાસ્ત્રો કરે છે, કે જેથી, માણસ મરતાં સુધી શાસ્ત્રોમાં ભરોસો રાખીને શાસ્ત્રસંમત કાર્યોમાં જીવન વિતાવે, કેમકે, અંતકાળે તો, મતિ કર્મોને અધીન, ને સદાચરણ મતિને અધીન થઈ જાય છે. (એટલે કે, જેવાં કર્મો, તેવી મત જાય છે, ને જેવી મતિ થાય છે તેવું એ, બીજા ભવે, આચરણ કરે છે.) તેથી, સંસ્કૃત નહિ પરંતુ ચાલુ ભાષા જ જાણનારે શાસ્ત્રની મર્યાદામાં રહેવું ઘટે. (શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલાં છે, તેથી, સંસ્કૃત નહિ જાણનારો શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે નહિ, ને તે કારણે,)

(૧૦૮)

એ નથી જાણતો હોતો કે કેવાં કર્મો ઉત્તમ ભવ, ને કેવાં કર્મો હલકો ભવ

અપાવનારાં કરાવાયેલાં છે. શાસ્ત્રોના અભ્યાસીને એની જાણ હોય છે. જે ઈર્ષા કરે, ને કોઈનું તાકે, તેની પ્રકૃતિ સાપના અને વીંછીના જેવી છે. ને મરણકાળે ની બુદ્ધિનો એ આકાર થઈ જાય, તે કારણે, અદેખાઈ તથા બીજાની હાનિ કરવાના સ્વભાવવાળાઓ, સાપ તથા વીંછીનો ભવ જ પસંદ કરશે. આ બધું ઝીણું શાસ્ત્ર છે, અને બધાં એને કંઈ જાણતા નથી હોતા.

(૧૦૭) ‘કર્મકાંડના શાસ્ત્રમાં એની છણાવટ કરેલી છે….. એનું અહીં પિસ્ટપેશણ કરવાની અમને જરૂર નથી જણાતી. વળી, એ વિષય બહોળો છે. ને તેને માટે અહીં સ્થાન પણ નથી. પણ એટલું તો કરૂં કે, જ્યારે આવી રીતે, કર્મેંદ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો સહિતનો જીવાત્મા, અંતઃકરણમાંથી બુદ્ધિયુક્ત થઈને ઉઠે છે, ત્યારે, ઉઠવાની સાથે, પ્રાણ પણ ઊંચા થાય છે. ને પ્રાણ ઊંચા થવા સાથે, બધી જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો પણ ઊંચી થઈ જાય છે. એ સમયે પણ, એની બુદ્ધિ કામ કરતી હોય છે, અને, પોતાને કઈ-કઈ સડક ઉપર, કેવી-કેવી રીતે ચાલવાનું તથા ક્યાં-ક્યાં જવાનું થાય છે, તે એ જાણતો હોય છે. અને જેવી રીતે કોઈ પ્રવાસી પોતે ક્યાં જવાનો છે તે નક્કી કર્યા, તથા ત્યાં પહોંચવાની ખરી દિશા જાણી લીધા વિના, રસ્તે પડતો નથી. તેવું મરણોન્મુખ માણસના જીવાત્માનું પણ થાય છે. એ એની ‘ઉત્ક્રાંતિ’ છે.

(૧૦૮) હે રાજા, જેવી રીતે પ્રવાસી પોતાનો સામાન પોતાના ગાલ્લામાં લાદે છે, ને પડાવે પહોંચતાં કાઢીને ખાય-પીએ છે, તેવી રીતે જીવાત્મા પણ, પોતાની જાણકારીઓ તથા આગલા-પાછલાં જે હોય તે કર્મો. બધું જ પોતાની સાથે બાંધી જાય છે. ને બીજા ભવના શરીર સાથે બરોબર પાકે પાયે સંબંધ બંધાઈ જતી, જ્યારે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો ભેગી થઈને ખુલી જાય છે, ત્યારે, તેને અનુસરીને ભોગ પ્રાપ્ત કરે છે. અને પછી, ભોગનો આપનારો મોટો દેવ ઉદાનપ્રાણ, જીવની ઈચ્છાને વશ નહિ વર્તતાં, (એટલે કે નવા દેહમાં જીવાત્મા ગમે તે ઈચ્છાઓ કરે તેને નહિ અનુસરતાં) જીવાત્માએ પોતાની ભાવનાઓ વડે ઊભાં કરેલાં કર્મ-બંધનોની મર્યાદામાં રહીને કામ કરે છે.

(૧૦૯)

તેને લીધે જ, કેટલીક વાર જીવાત્મા ચાહે છે કે (અમુકવસ્તુ) મને મળે, પણ

તે નથી મળતી. ઈચ્છે છે કે પામું, પણ તે નથી પામતો. એવી રીતે, એ (જીવાત્મા) વિવશ થઈ જાય છે, ને પોતે જ કરેલી ભાવનાઓમાં ફસી જઈને, પોતે કરેલું જ પામે છે. (અને તેની બહારનું, એ જો ઈચ્છે, તો એને મળતું નથી). કેમકે, ન્યાય એવો છે.

(૧૦૯) ‘પરંતુ, જે (જીવાત્માઓ, કર્મકાંડવાળા) ઈશ્વરીય રસાયનમાં (એટલે યજ્ઞાયાગાદિ ધર્મનાં કહેવાતાં) કાર્યો તથા (અન્ય) કર્મોને આચરણમાં મૂકે છે, તેમને દેવયાનને રસ્તે ચાલવાનું, ને દેવલોકમાં જવાનું થાય છે. ત્યાં એ સત્ય-સંકલ્પ (એટલે કે, મન વડે જે ઈચ્છે, તે મનોમય મળી ગયાનો એને મનોમય સંતોષ પ્રાપ્ત) થાય છે, એજ પૂણ્યનાં ફળ છે. એવું જાણનારાઓ ખરું જોતાં દેવલોકનાં રાજકુમારો છે. તેથી, હે મારા ભાઈઓ તમે સમજો, આ ક્ષણભંગુર સંસારના જીવનને ભરોસે રહીને, બહુમુલ્ય જીવતર હાથથી સરકી જવા દેશો નહિ. બની શકે તેટલાં (ધર્મનાં) શાસત્રોને અનુકૂળ વર્તીને, પૂણ્ય કર્મોમાં લાગી રહો. નહિ તો પછી, શોકસંતાપથી બીજું કંઈ હાથ નહિ લાગે.

(૧૧૦) ‘એટલું ચોક્કસ છે કે, જ્યારે આવી રીતે પહેલી ઉત્ક્રાંતિ થાય છે, ત્યારે, (શરીરના) અગ્નિદાહને સમયે, એ જીવાત્માની સંપૂર્ણ ઊઠાંતરી થાય છે, ને, કર્મકાંડમાં કહેલું છે તેમ, એની (યથાયોગ્ય) સડકો ઉપર ગતિ થવા માંડે છે. આ પ્રમાણે અર્થાત્ ગતિને આપણે પ્રલય અથવા કયામત કહીએ છીએ, એનું એક ઉદાહરણ લઈએ. જેવી રીતે ખડમાંકડી, પોતે જેના ઉપર વળગેલી હોય તે તરણાને છોડીને બીજા તરણાં ઉપર જવું હોય, ત્યારે, એ આગળ વધીને પોતાની ક્યાને લંબાવે છે, જે તરણા પર પહોંચવું હોય તેના ઉપર પોતાના આગલા પગ જમાવે છે, પછી ધીરે-ધીરે કરીને પાછલા પગ ઉપાડીને, પહેલા તરણાને સાવ છોડી દે છે. ને ધીરે ધીરે એ, પોતે ઈચ્છેલા તરણા ઉપર બરોબર જામી જાય છે. આ જીવાત્મા પણ, એવી રીતે પોતાની ઉત્ક્રાંતિ, (અર્થાત્ પાછલા ભવમાંથી નવા ભવમાં જવાની ઉઠાંતરી) કરે છે.

(૧૧૦)

(મરવા અને નવો જન્મ લેવા વચ્ચેના દેહરહિત મનોભ્રમણના કાળને

પ્રલયકાળ કહેવામાં આવે છે.)

(૧૧૧) ‘એ મન, અથવા કહો કે પ્રાણ, જે (આવી રીતે) પ્રસરે-ફેલાઈ છે, તેનું તેવું પ્રસરવું, કંઈ કશાંકના આશ્રય વિના નથી થવા પામતું, મન પોતે, પ્રાણને આશ્રયે પ્રસરે તેમજ સમેટાય છે. તેથી, પહેલી ઉત્ક્રાંતિ (જીવ જવાના પહેલા તબક્કા) વખતે, જ્યારે દેવયાન સડક ઉપર ચાલવાનું હોય છે, ત્યારે, મન તથા તેને અનુસરીને પ્રાણ પણ, પુરીતકા તર નાડીઓ દ્વારા પ્રસરીને, તથા નાડીઓ દ્વારા મસ્તકમાં આવેલા પ્રાણના બ્રહ્મરંધ્ર કહેવાતા દરવાજામાં થઈને બહાર નીકળતા, સૂર્યના કિરણો દ્વારા સૂર્ય તથા દેવલોકમાં દેવોને સૂચના આપતા, (પોતાની પાછળ આવનારા) જીવાત્મા માટે, શરીર તથા ભોગના વિષયોનું આયોજન કરે છે. પછી, જળથી માંડીને પાંચ મહાભૂતોના (જરૂર મુજબના) ભાગો એ ઉપાડે છે. જળનો અર્થ કર્મકાંડ ભાગમાં આપણે ચીકટપણું ને ચંચળતા કર્યો છે. એમ, સર્વ પ્રથમ પંચમહાભૂતોના ભોગમાં લપેટાઈને પ્રાણની સાથે ચાલતું મન, દેવયાનની સડકે કૂચ કરતું, નક્કી થયેલા સમયે, ક્રમે કરીને, ખડમાંકડીની જેમ, દેવલોક પહોંચીને, પાંચ ભૂતોમાંથી ઉપાડેલા પેલા સામાન વડે જ, દ્યુલોકવાળું શરીર રચે છે. (એમ, ખડમાંકડીના આગલા પગની જેમ, જીવાત્માનું મન લંબાઈને, પ્રથમ આગળના તરણાને પકડીને ત્યાં આગલા પગની જમાવટ કરે છે.) અન્ય (સ્થળોએ જવાની) સડકો પરત્વે પણ, એવો જ પ્રકાર બને છે.

(૧૧૨) ‘હે રાજન, આ વિષયનું ઉદાહરણ લઈએ.- એક સોની સોનાનો અમુક ભાગ લઈને, તેનું એક આકારમાંથી બીજા આકારમાં પરિવર્તન કરે છે. કોઈ વાર એ કડાનું કંટીમાં રૂપાન્તર કરે છે. તો કોઈવાર કંઠીનું કડામાં કરે છે. એવી રીતે, જીવાત્મા પણ, રયિ કહેવાતી ચપળતાથી, એક કાયાને છોડીને પછી નવી કાયા બનાવી લે છે. (અહીં જીવાત્મા સોની, ને પાંચ ભૂતો સોનું, એમ જાણવું, ચાલુ શરીર પડતાં ને પાંચ ભૂતોમાં એટલે કે સોનાનાં જથામાં ભળી જાય છે. ને તેમાંથી જ જરૂર મુજબનો ભાગ ઉપાડીને, જીવાત્મા-ઓની નવા દેહરૂપી નવો ઘાટ ઘડે છે.)

(૧૧૧)

(૧૧૩) ‘એવી રીતે, એ આ દેહ છોડીને, એને જે યોનિમાં જવાનું હોય, તે

મુજબનો, પિતૃનો, કે ગંધર્વનો, કે દેવોનો, કે પ્રજાપતિનો, કે બ્રહ્માનો, કે અન્ય કોઈ પ્રકારનો દેહ ઘડી લે છે. એવી રીતે, એ પાર્થિવ એટલે કે માટીમય સ્થૂળ દેહ છોડીને દિવ્ય દેહ ધારણ કરે છે. અંધકાર છોડે છે. ને પ્રકાશ પામે છે. (જેવી ભાવનાવાળું એનું જ્ઞાન, તેવો ભવ એ પામે છે.)

(૧૧૪) ‘તેથી, એવું નક્કી થાય છે, કે (પોતાના સ્વભાવે કરીને) જીવાત્મા સર્વમય છે. (કેમકે એ પોતે ધારે તેવો થઈ શકે છે.) એ જ્યારે ‘જાણે’ છે, ત્યારે જ્ઞાનમય થઈ જાય છે. વિચારે છે ત્યારે મનરૂપ થઈ જાય છે. જ્યારે એ કંઈ કરે છે, ત્યારે પ્રાણમય. દેખે છે, ત્યારે અક્ષુમય. ને સાંભળે છે ત્યારે શ્રોતમય થઈ જાય છે. એવી રીતે એ (પોતાની ભાવના અનુસાર) પૃથ્વીમય, જળમય, વાયુમય, આકાશમય, તેજોમય, અતેજોમય, કામમય, ક્રોધમય, અકામમય, અક્રોધમય, ધર્મમય, અધર્મમય, બલકે, જે કંઈ ‘આ’ કે ‘તે’ કહેવાય છે. તે બધામય થઈ જાય છે. (કે જેની કશી મર્યાદા નથી.)

(૧૧૫) ‘કેમકે, એ જ્યાં જાય છે, તેને અનુસાર પોતાની કાયા ઘડી લે છે. તેથી, એ હકીકત પુરવાર થાય છે, કે એની મર્યાદિત છતાં અસલી ચંચળતામાં, દુનિયાની બધી સામગ્રી મોજુદ છે. જે જે સ્થળે, જે જે લોકોમાં, તે એ ચંચળતાથી લપેટાઈને જાય છે. ત્યાં ત્યાં, તેનું વર્તન એને અનુસરતું થઈને, એની સાથે તે તન્મય, એકાકાર જેવો બની જાય છે, તેથી કરીને, એ જ તે સર્વનો સ્વામી, તથા રાજકુમાર છે. અને બધું જ જે કંઈ છે, તે, માત્ર એના ભોગવટા માટેની ભોગની સામગ્રી છે.

(૧૧૬) ‘જો કે (એવી રીતે) સર્વમય હોવાથી, એ બધામાં બધું જ કરી શકે છે. પરંતુ, (કર્મફળના) ન્યાયના લીધે, જેવા એના આચરણ હોય છે તેવું જ એનું કામ પણ હોય છે. તેથી વેદમંત્રો કહે છે કે, ‘મિથ્યાકારી મિથ્યાવાદી થાય છે. સાધુકારી સાધુ થાય છે. પાપકારી પાપી થાય છે.’ તેથી કરીને, જીવાત્મા પુણ્યકર્મોથી પુણ્યલોક, ને પાપકર્મથી પાપલોક પામે, એ એનો વાજબી ન્યાય છે. તેથી, જીવાત્માનાં કર્મો તથા એની સમઝોને જ, એના ફળભોગનાં

(૧૧૨)

સાધનોમાં વધારેમાં વધારે મહત્વનું સ્થાન, બુદ્ધિમાન (શાસ્ત્રકારોએ) આપેલું

છે.

(૧૧૭) પરંતુ, બુદ્ધિમાનોમાં પણ જે શ્રેષ્ઠ બુદ્ધિવાળા છે, તેઓ કહે છે કે, ઉત્ક્રાંતિમાં લોભ પ્રથમ હોય છે. મનમાં જેવો લોભ હોય છે, તેવો નિશ્ચય થાય છે. કર્મો પણ તેજ રીતે થાય છે. ને જેવાં કર્મો કરે છે, તેવાં એ જીવાત્માને ફળ પ્રાપ્ત થાય છે. તેથી, સર્વ પ્રથમ લોભ લાલચ અને તેને અનુસરતી કામના હોય છે. પછી, તદઅનુસાર મનનો નિર્ણય થાય છે. કર્મ પણ એ જ પ્રમાણે થાય છે. ને પછી, એનાં ફળ તો છે જ. માણસ કશી કામના કે લાલચ વિના જે કરે, એ તો ખેલ થયો. રમત થઈ. એનાં વળી ફળ કેવાં! તેથી, લાલચમાં ફસીને જ જીવડો સંસારી જીવ બને છે.  

(૧૧૮) ‘આ વિષયમાં, હે રાજા, આપણી પાસે વેદના મંત્રો છે, કે જીવાત્મા જેની લાલચ કરે છે, તે જ, તે એ મુજબનાં કર્મોની સહાયતાથી, એ મૃત્યુ પછી પામે છે, તે તે માટે, તે આ લોકમાંથી પેલા લોકમાં જાય છે. શા માટે? કે જેથી, એ લાલચ પૂરી કરવા માટેનાં કર્મો કરવાની એને ફરી તક મળે. આવા મંત્રો ઉપરથી જાણવામાં આવે છે, કે સંસારીપણાનું સર્વપ્રથમ કારણ, લોભ અને કામના છે.

(૧૧૯) ‘પરંતુ, એ લોભને જે ઉખેડી નાખે છે, એને સંસાર વળગતો નથી, જે લાલચુ નથી, એ જ સ્વરછંદ, ને બેપર્વા છે. લાલચ, અંતઃકરણની  જ એક સ્થિતિ છે. એ  આત્માનો ધર્મ નથી. બલકે, આત્મા તો લોભ, ક્રોધ, સંતોષ, તથા બધી જ શારિરીક દશાઓનો માત્ર દ્ષ્ટા છે. ને આપણે એની અસંગતા પૂરવાર કરી પણ ચૂક્યા છીએ. એવો વિવેક વડે કરીને, જે મનુષ્યો શરીર, શરીરના ધર્મો, ઈંદ્રિયોના ધર્મો, અંતઃકરણ, અંતઃકરણના ધર્મો, પ્રાણ, પ્રાણના ધર્મો,- એ સર્વથી, પોતાને અસંગ અનુભવે છે. એ લાલચુ નથી હોતા, એ, અંતઃકરણમાં બધું અનુભવે, પરંતુ પોતાનાં (સ્વરૂપ) માં નહિ. એ જ ખરો નિર્લોભ, ને તેથી નિષ્કામ હોઈ શકે.

(૧૧૩)

(૧૨૦) ‘જો કોઈ એમ વિચારે, કે જપ – તપથી હું અંતઃકરણમાંથી

લોભલાલચને ખેડી નાંખું. તો એણે યાદ રાખવું, કે નદીમાં તરંગો ન ઉઠે, એવું તો બનવા ન પામે, પરંતુ, એને લીધે, જે અંતરિક્ષમાં એ નદી વહેતી હોય છે તે અંતરિક્ષમાં કંઈ તરંગ નથી ઉઠતા. (ગમે તેવા જપ તપ કે વ્રતોથી અંતઃકરણમાં ઉઠતા તરંગો તો ઉઠતા ન અટકે, પરંતુ, જે આત્મામાં એ અંતઃકરણ કામ કરે છે, તેનામાં કંઈ એને લીધે તરંગો નથી ઉઠવા પામતા.) અંતઃકરણમાં લોભલાલચના તરંગો જો હોય, તો યે, ચિત્તમાં રહેલા જ્ઞાનરૂપી આકાશ – આત્મામાં એનો ધક્કો નથી લાગતો, અરે, ત્યાં એનું નામનિશાન નથી હોતું. જેને એ હકીકતની જાણ છે, ને તે જ્ઞાનને રૂડે પ્રતાપે, મનમાં ઉઠતા તરંગોને પોતાનાં ન માનતાં, જે તેનાથી અસંગ અને નિર્લેપ રહી જાણે છે, એ જ ખરો નિર્લોભ છે. (પૂર્વના સંસ્કારો, વાસનાઓ તથા કર્મોના બાકી રહેલાં ફળોને ધક્કે, મનમાં વૃત્તિઓ સરવાળે, એ સ્વાભાવિક છે. મન એટલે, વૃત્તિઓ ઉપજવાનું સાધન, પરંતુ, વૃત્તિ થાય ત્યારે, અને જીવ સાટે વળગી ન પડતાં, કે એ બદલ હરખશોક ન કરતાં, ‘એ તો માત્ર મનની રમત છે, એ મેં જોઈ, પણ મને, મારા આત્માસ્વરૂપને હું શા માટે એનો વળગાડ થતો માનું? (એમ વિચારીને, તે એને દાદ ન આપે, તો, એવો જ્ઞાની સંયમી, લોભથી સાચેસાચ પરો રહી શકે, બાકીની, બધી કહેવાની વાતો.) જે (એવો) નિષ્કામ છે. તે જ આપ્તકામ, (એટલે કે, મનની બધી કામનાઓ પૂરી થઈ ચૂક્યાના આત્મસંતોષ વાળો, નિષ્પૃહ) હોઈ શકે છે. અને જે આપ્તકામ હોય તે જ ખરો આત્મકામ (એટલે, – પરમેશ્વર સ્વરૂપતા સિવાયની, એટલે કે પોતાના આત્માને જ પોતાનું સાચું સ્વરૂપ હોવાનો અનુભવ કરવાની ઈચ્છા સિવાયની અન્ય સર્વ કામનાઓથી મુક્ત) છે. એ જ ‘પ્રસાદ’ (ચિત્તની નિત્ય નિરંતર પ્રસન્નતાની સ્થિતિ) છે. કર્મ ફળવાળા ‘ન્યાયની’ સાંકળમાં એ નથી જકડાતો, બલકે, પ્રસાદ (ફજલ) માં એનો પ્રવેશ હોય છે.

(૧૨૧) ‘હે રાજા, આવા વિવેક-વિચાર વડે કરીને, પ્રસાદમાં પ્રવેસેલો જ્ઞાની મનુષ્ય, દેહથી દેહનાં સહજ કામો, ઈંદ્રિયોથી ઈંદ્રિયોનાં સહજ કામો, તથા પ્રાણ વડે પ્રાણની સહજ પ્રવૃત્તિઓ કરતો હોવાં છતાં, આત્મવિવેકને રૂડે પ્રતાપે, એમાંનું કશું પોતાની અંદર થતું નથી દેખતો, બલકે, એ ખોટા અનાત્મ ધર્મોને, સ્વપ્નવત્, પોતાનામાં આરોપાતા જાણે છે. ત્યારે, એનાં બધાં કામો, કામ નથી બનતાં, પરંતુ, કામોનાં ચિત્રો થઈ રહે છે. જેવી રીતે ચિત્રને યે આકાર હોય છે, પણ જીવ કે ગુણ

(૧૧૪) – (૧૧૫)

એનામાં નથી હોતાં. એવી રીતે, એની વર્તણુકનો આકાર હોય છે.

પણ એ (પોતાની) વર્તણક નથી રહેતી ( કે મેં આ કર્યું વગેરે). તેથી, એ કરતો છતાં અકર્તા છે. ખાતો છતાં નથી ખાતો, ને ચાલતો હોવા છતાં નથી ચાલતો.

(૧૨૨) ‘હે રાજન, એમ, પરમહંસ સંન્યાસી, દેખાય ભીખારીશો, પણ વાસ્તવમાં, એ બધાનો બાદશાહ છે. ફૂટી બદામ ન રાખતો છતાં, બધો માલ એનો છે. કંગાલ દેખાતો છતાં, એ વાસ્તવમાં, સર્વસંપન્ન (પૂર્ણ) છે. કેમકે, એને કશો (લોભ) નથી. કે જે સર્વ અનર્થનું કારણ છે.

(૧૨૩) ‘હે રાજા, જ્યાં સુધી એ જીવે છે, ત્યાં સુધી એ ભલે પ્રાકૃત જન જેવો દેખાતો હોય. પરંતુ, એના અહીંના ભોગ સમાપ્ત થઈ જાય, ત્યારે, એની જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો, જેવું સામાન્ય દુનિયાદારીનું થાય તેમ જ એના મનમાં ચાલી જાય છે. ને મન પ્રાણોમાં ભળી જાય છે. પરંતુ, સંસારની જેમ, એનાં પ્રાણની ક્યાંયે ઉઠાંતરી ન થતાં, એ બ્રહ્મમાં લીન, સ્વયં બ્રહ્મ થઈ જાય છે. એ પ્રસાદ, એ જ મુક્તિ છે.

(૧૨૪) ‘આ વિષયમાં પણ, વેદનાં મંત્રો ઉપલબ્ધ છે, કે ‘હ્રદયમાં રહેલા એના બધા લોભ જ્યારે એનાથી અલગ થઈ જાય છે. ત્યારે, એ મર્ત્ય માનવી અમૃત થઈ જાય છે. ને અહીંનો અહીં એ બ્રહ્મને ખુબ અનુભવે છે. જેવી રીતે સાપ કાંચળી ઉતારીને, રાફડામાં એને પડતી મૂકીને, એની સાથે ભલે વસે, પરંતુ એની સાથે કશો સંબંધ નથી રાખતો, તેમ, આ જ્ઞાની જન પણ, પોતાના બાહ્ય શરીરને વિવેક વડે કરીને (મનથી) પોતાનાથી વેગળું કરે છે, ને એનો સંગાથ રાખે છે. પરંતુ એની સાથે કશી નિસબત નથી રાખતો.

(૧૨૫) ‘તેથી, હે રાજા, એ જ જ્ઞાની પરમહંસ, શરીરમાં વસતો છતાં, શરીરથી અલગ રહેતો અમૃત છે. પ્રામોનોયે પ્રાણ, ને પ્રકાશોનોયે પ્રકાશ છે.”

આટલું સાંભળીને રાજાએ કહ્યું. ‘હું બીજી હજાર ગાયો આપું છું. ‘પણ એણે એમ ન કહ્યું કે ‘ વળી કંઈક વધારે કહો. બલકે, પૂર્ણ શાન્તિ પામીને એ ચૂપ રહ્યો, ને દાન આપ્યું. પણ માત્ર ધન્યવાદ રૂપે આપ્યું.

ૐ અધ્યાય ચોથો સમાપ્ત ૐ

 

(૧૧૬)

ૐ બીજો ઉપદેશ – જ્ઞાનકાંડ – ૫મો અધ્યાય

(૧) પાછળ કહેલા આખ્યાનથી, આપણને એટલી ખબર તો પડી ગઈ,

કે ખરૂં જોતાં, સંસારનું કારણ લોભ જ છે, ને લોભ તપથી (એટલે કે સંયમ વડે) દબાય છે, પણ ઉખડી જતો નથી. પરંતુ હું દેહ નથી, ઈંદ્રિયો નથી, અંતઃકરણ નથી, બલકે, એક સ્વયં-જ્યોતિ પ્રકાશ છું. કે જેના અજવાળામાં આ બધાં પોતપોતાની પ્રવૃત્તિઓ કરે છે. એવા વિવેક વડે કરીને એ તદ્દન ઉખડી જાય છે. કેમકે, જેમ દીવો પણ, પ્રવૃત્તિ કરનાર માટે પ્રવૃત્તિમાં યોજાવાનું કારણ બને છે. છતાં એ પોતે કશી ભાંજગડ નથી કરતો હોતો. એવી જ રીતે, આ આત્મજ્યોતિ પણ, બધીજ પ્રવૃત્તિઓનું તથા બધા ઈંદ્રિયોના પ્રવર્તનનું કારણ હોવા છતાં, તેમાં એ પોતે જાતે જરાય ખરડાતી નથી.

(૨) આ વિવેક જ્યારે પાકો થાય છે, ત્યારે, એવા બ્રહ્મજ્ઞાનીથી કંઈ કાર્ય થઈ જાય છે, તેને, એ પોતાનાં કામોમાં તથા લાગતી-વળગતી ઈંદ્રિયોમાં થતું દેખે છે. પોતાનામાં નહિ, જો કે, બીજાઓને તો એનું કાર્ય એનું પોતાનું હોવાનું જણાય છે. આવો જે બ્રહ્મ થાય છે, કે કરે એક, ને દેખાય બીજાનું, તે, વાદળાંની ચાલ ચંદ્રમામાં દેખાતી હોય જેવો છે. કે જ્યાં ચંદ્રમા પોતે, એવી ગતિ પોતાનામાં થતી હોવાનું નથી માનતો.       

(૩) જ્ઞાની પરમહંસની પણ એવી સ્થિતિ હોય છે, કે એ પાપ નથી કરતો, પાપીઓના જેવો (લોકને) ભાસે છે. એ પુણ્ય ન કરતો હોવા છતાં, પુણ્યાત્મા જેવો દેખાય છે. એ છે તો અકર્તા, અભોક્તા, છતાં, એનામાં પાપ દેખે છે, તે, ખરૂં જોતાં, અન્યોના પાપે એને પાપી ઠરાવી બેસે છે. એનામાં જેને પુણ્યની જાણ થાય છે, તે ખરૂં જોતાં, અન્યોનાં પુણ્યે એને પુણ્યમાન જાણે છે, તે ખરૂં જોતાં, અન્યોના પુણ્યે એને પુણ્યવાન જાણે છે, આવી રીતે, એ પોતાના (સ્વરૂપ) થી, અન્યોના પાપો તથા પુણ્ય વડે, પાપી કે પુણ્યવાન લેખાય છે. કેમકે, પાપ તો, એની ઈંદ્રિયો તથા એના અવયોમાં છે, એના પોતાનામાં નહિ. એથી જ, પુણ્ય કાર્યો પણ એનાં અંગો તથા ઈંદ્રિયોમાં હોય છે. એનામાં નહિ, તેથી, શ્રુતિમાતા કહે છે કે આત્મા ધર્મ તેમ અધર્મ ઉભયથી અલગ છે.

(૪) આત્મા ધર્મ તથા અધર્મથી અલગ છે, અને તેનાથી ભિન્ન એવાં અનાત્મ દેહ તથા ઈંદ્રિયોનાં કર્મો એનામાં માત્ર કલ્પાય છે.

(૧૧૭)

તો, એ ઈન્સાફની વાત છે, કે, એકનાં પાપોની સજા અન્યને ન થાય,

ને એકનાં પુણ્યનું બીજાને ઈનામ પણ ન મળે. તેથી આત્મનિષ્ઠા પરમહંસ. સજા તથા ઈનામ, ઉભયથી પર છે. સાચી મુક્તિ એ છે, ને એ જ જીવન-મુક્તિ છે.

(૫) વળી, લોભ, ક્રોધ, કામના, પવિત્રતા, વીરતા, અરે, આધ્યાત્મિક ઉન્નતિ કે અધોગતિ, એ સર્વ મન અર્થાત્ અંતઃકરણની સ્થિતિઓ તથા તેના ધર્મો છે. આત્મામાં નહિ. અને એ પોતે તો, મનથી અલગ, એનામાં ફક્ત પ્રતિબિંબિત થયેલો, સ્વયં-જ્યોતિ, પ્રકાશોનો પ્રકાશ છે, કે જેના ઉજાસમાં મન આ બધી સ્થિતિઓ સાથે કામ લે છે. સ્વયં મન પણ આત્માથી નિરાળું છે, તો પછી એનાં ધર્મો પણ આત્માથી જુદા જ હોય. અને લોભ-લાલચ પણ મનનો જ ધર્મ છે, તો પછી (એમ જ થયું કે,) બીજાને લોભે એ લાલચુ ઠરે છે, છતાં લાલચુ નથી. એવી રીતે, વિવેક (એટલે કે આત્મજ્ઞાન) વડે કરીને લોભ નિર્મૂળ થાય છે. અને જેઓ જપતપ વડે લોભનો ભંગ કરે છે, તેનાથી એમનો લોભ અવશ્ય ઢીલો પડે છે, ને એવો દબાઈ જાય છે કે બીજાઓના તો એ જોવામાં પણ નથી આવતો. તો યે, મનમાં પડેલી એની જડ તો નથી જ ઉખડતી. લાગ મળતાં જ, એ જડ, લોભની વૃત્તિરૂપે ફૂટી નીકળે છે.

(૬) એનાથી ઉલટું, જ્ઞાની પરમહંસના અંતઃકરણમાં (પાછલા સંસ્કાર ઈતર અનુસાર) લોભ હોય પણ ખરો. પરંતુ, તેનું એને પોતાના આત્મસ્વરૂપમાં ભાન નથી થતું, તેને ‘પોતાનો’ નથી માનતો.તેમ, પેલા તપસ્વીઓની જેમ એ લોભવૃત્તિ બહારથી ન દબાતાં, પ્રત્યક્ષ દેખાઈ પણ આવે, તો યે, એ પોતાનાથી જુદો એવો અંતઃકરણનો ધર્મ છે, આત્માનો નહિ. એ હકીકતને બાધ નથી વતો. અહીં, જ્ઞાનીમાં તો, લોભ, ભાસતો હોવાં છતાં પણ, નથી હોતો. (કેમકે એ તેને સ્પર્શતો નથી) ને પેલા તપસ્વીમાં એ (દેખાતો) નહિ હોવા છતાં (અંદર) હોય છે. (કેમકે, એ) લોભની વૃત્તિને (પોતાની) માને છે. તેને લીધે સામાન્ય માણસો માટે આ ઘટના ઉલટી સુલટી બની જાય છે. ને જેઓ લોભીને નિર્લોભી તથા નિર્લોભીને લોભી માની બેસે છે. તે કારણને લીધે, જ્ઞાનીની કોઈને ખબર નથી હોતી, ને બ્રહ્મજ્ઞાનીની ગતિ બ્રહ્મજ્ઞાની જ જાણે છે. (અહીં, એક ઉદાહરણ આપીએઃ- કૃષ્ણાચાર્યજી નામના એક

(૧૧૮)

સમર્થ પરમહંસ મહાત્મા હતા. એ ક્યારના બ્રહ્મલીન થઈ ગયા છે.

એમનાં પ્રત્યક્ષ પરિચયવાળા ઘણા મહાત્માઓ હજી વિદ્યમાન છે. એ એવા તો “મનમોજી” હતા, કે મન થતાં, એ કોઈ વાર માથે મુગટ અને શરીરે જરિયાન વાઘા પણ સજે, ને કોઈવાર ધૂળ ભરેલા દિગંબર મસ્ત ફરે. કોઈ વાર, મન થાય તો, કાશીમાં મહાપંડિતોની સભામાં પહોંચી જઈને ભલભલાને શાસ્ત્રાર્થમાં મા’ત કરે. ને કોઈ વાર સાવ અબુધ, જડસુ જેવા દેખાતા વિચરે, એમ, પૂર્વ સંસ્કારોને લીધે અંતઃકરણમાં ઉઠતી લોભ-લાલચ વગેરે જેવી ભાસતી વૃત્તિઓ સાથે તન-મનને રમવા દેતા, પરંતુ, સ્વરૂપે કરીને, સર્વકાળ, એવાને એવા નિર્લેપ મસ્ત રહેતા હતા. એવા અનેક જીવનમુક્ત મહાત્માઓને આપણે જાણીએ છીએ. કે જેમનાં વિલક્ષણ બાહ્ય ચરિતો ઘણા અબૂજ લોકોને એમના વિશે દ્વિધામાં નાખે છે.)

(૭) જે અજાણ મનુષ્યો, પ્રયત્ન વડે લોભને દબાવી રાખનારને સારી પેઠે મુક્ત સમજે છે. ને એવાની સેવા-સુશ્રુવામાં લાગી પડે છે. પણ જ્ઞાનીમાં લોભ દેખીને, તેને લાલચુ જાણીને હડસેલી મૂકે છે. ને એને લોક “સજ્જન” નથી લેખતું, ને ઉલટું, એ જો પોતાની સાખે કહે કે “હું નિર્લોભી છું.” આ તો દેહનો ધર્મ છે, ને એકને પાપે બીજો કોઈ પાપી નથી થઈ જતો.” તો એની વાતને મશ્કરીમાં ઉરાડી દઈને એને મિથ્યાજ્ઞાની ઠરાવે છે. એને લીધે જ્ઞાની તથા ભક્તિપરત્વે લોકમાં, ખોટા ઝગડા થાય છે. (એવી રીતે, નિર્લોભતાનો દાવો કરતાં છતાં અંદરથી લોભી ભક્તલોકનો, તથા એવો કોઈ દાવો નહિ કરતાં ને સરળ ભાવે વર્તતા, પરંતુ અંદરથી સાવ નિર્લોભી એવા જ્ઞાની પરમહંસના ન્યાય, અજાણ લોકો, ઉલટા તોળે છે. લોભી લોકને, નિર્લોભતાના આડંબર ખપે. નિર્લોભતાની સરળતા નહિ.)

(૮) (સંસ્કૃત નહિ પરંતુ) ચાલુ ભાષા જ જાણનારાઓ જો જરા વિચાર કરે, તો એમને ખબર પડી શકે ખરી, કે એમનો ઝગડો કેવો હોય છે. નિર્મળ સ્ફટિકના પ્યાલામાં રાતી મદિરા ભરવાથી પ્યાલો પણ લાલ દેખાય, ને એ બાબતમાં જાણકાર તથા અજાણ વચ્ચે ઝગડો થઈ પડે, તેના જેવો એ ઝગડો હોય છે. અજાણ મનુષ્ય કહે, કે પ્યાલો રાતો છે, ને બુદ્ધિમાન કહે, કે, લાલીથી પ્યાલો અલિપ્ત છે. છતાં

(૧૧૯)

પોતાનાથી અલગ એવી લાલીના સંગને લીધે એ અમસ્તો જ લાલ ભાસે

છે. એવું ઘણું-ખરૂં દુનિયામાં બનતું રહે છે.

(૯) ઉપર કહેલા (જનક – યાજ્ઞવલ્ક્યના આખ્યાનવાળા) અધ્યાયમાં આપણે એ હકીકત પુરવાર કરી ચૂક્યા છીએ, કે આત્મા કેવળ જ્યોતિ છે, ને શરીરમાં અંગો તથા ઈંદ્રિયો, એની અંદર પોતાનો સઘળો વ્યવહાર કરે છે. એમનો વ્યવહાર આત્મજ્યોતિ વિના ન થઈ શકે, છતાં, એ જ્યોતિ એમના વ્યવહારમાં ભળતી નથી. બલકે, દુનિયાનો વ્યવહાર સૂર્યને કે દીવાને અજવાળે થતો હોવા છતાં, સૂર્ય કે દીપક એ વ્યવહારના કર્તા નથી બની જતો. એવી જ વસ્તુસ્થિતિ આ અંતર્જ્યોતિ આત્મજ્યોતિ પરત્વે હોય છે.

(૧૦) પરંતુ, સૂર્ય કે દીપક તો, બાહ્ય, એટલે કે અનાત્મજ્યોતિ છે, તેથી એનામાં અન્યોનો વ્યવહાર થતો હોવાનું કલ્પાતું પણ નથી. જ્યારે, આ જ્યોતિ, એટલે કે આત્મજ્યોતિ તો, માણસની અંતર્જ્યોતિ છે, તેથી એ (ઈંદ્રિયો) ના વ્યવહાર, પેલા કટોરા તથા મદિરાની રાહે, અજાણ મનુષ્યને આત્મજ્યોતિમાં થતા (એટલે કે પોતાના હોય એવા) દેખાય છે. ત્યાં, દર્પણના મહેલમાં પેસીને પોતાના જ પડછાયા સામે ભસતા શ્વાન જેવી એની દશા થાય છે, ને જ્ઞાનીઓ સાથે એ વ્યર્થ ઝગડા કરે છે.

(૧૧) પાછલાં અધ્યાયમાં આપણે નક્કી કરી ચૂક્યા છીએ, કે આંખ દેખે છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, જીભ ચાખે છે, વાણી બોલે છે, હાથ પકડે છે, ને પગ ચાલે છે, અને એ બધો વ્યવહાર, માણસના અંતર્જ્યોતિ-સ્વરૂપ આત્માને લીધે થતો હોય છે. દાખલા તરીકે, લેખક પણ લેખન-કાર્ય દીવાને અજવાળે કરતો હોવા છતાં, એનું લખવાનું કાર્ય દીપકને સ્પર્શતું નથી. તેવી જ રીતે, આંખ, કાન, નાક, જીભ, વાણી, હાથ, પગ ઈતરની પ્રવૃત્તો, કંઈ આત્માની પ્રવૃત્તિઓ નથી બની જતી, બલકે, એ (આત્મા) તો, જોતો છતાં નથી જોતો, સાંભળે છતાં નથી સાંભળતો, બોલતો છતાં નથી બોલતો, પકડતો છતાં નથી પકડતો, ચાલતો છતાં નથી ચાલતો. – જેવી રીતે કે કટોરો લાલ હોવા છતાં લાલ નથી હોતો!

(૧૨) અને ભૂખતરસ પણ, પ્રાણોના ગુણ છે, કેમકે એ જ અન્નને પચાવે છે. જેમ દેહ પોતાની ગતિમાં ઢીલો પડે છે. ત્યારે, અન્ન જળની

(૧૨૦)

જરૂર દેહને બદલે, એ (પ્રાણો) ને પડે છે. પણ પ્રાણોને એ મળવાથી,

એ દેહની ઢીલાશ બદલાઈ જાય છે. એ પ્રાણોની ચેષ્ટા પણ, થાય છે. તો એ આત્મજ્યોતિના જ પ્રકાશમાં, તોયે, મદિરાની લાલી જેમ કાચમાં પ્રવેશતી નથી, તેમ એ ચેષ્ટાઓ આત્મજ્યોતિમાં પ્રવેશી શકતી નથી, ને એ (આત્મજ્યોતિ) ની અવસ્થા તો, સર્વ સમયે, ભૂખમાં તૃપ્તિની, ને તરસમાં તરસ વગરની રહે છે.

(૧૩) એવી રીતે, શોક, લોભ, ક્રોધ, કૃપા, કામ, પવિત્રતા, ખેદ, પ્રેમ, આનંદ, દુઃખ, પરિશ્રમ, શત્રુતા, – એ બધાંયે, મનના તરંગો છે, એ નિઃસંદેહ હકીકત છે કે એ ભાવો પણ, એ આંતરિક આત્મજ્યોતિને જ પ્રતાપે દિલમાં તરંગો ઉપજાવે છે. છતાં એ માત્ર દિલનાં મોજાં છે, ને આત્મા સાથે એમને કશું લાગતું-વળગતું નથી. એ (આત્મા) તો, એ સર્વને દેખનારો સાક્ષી જ છે. એ સાક્ષી અથવા સાહેદ, કંઈ કર્મકાંડમાં કોઈના કહેવાથી પક્ષકાર નથી થઈ જતો.

(૧૪) એ ગમે તેમ હોય, પણ, મનુષ્યનાં અંગો તથા તેની ઈંદ્રિયોની સમસ્ત ચેષ્ટાઓ, આ આત્મજ્યોતિના પ્રકાશમાં, અથવા કહો કે, સાક્ષીમાં થાય છે. તો પણ, તે એ પ્રવૃત્તિઓનો કર્તા નથી હોતો, ને જેવો ને તેવો પવિત્ર અસંગાત્મા રહે છે. એજ કારણે, યાજ્ઞવલ્ક્ય મુનિએ જાગ્રત, સ્વપ્ન, તથા સુષુપ્તિમાં, અન્યોની પ્રવૃત્તિઓ તથા અન્યોના ગુણોનું, અન્યય-વ્યતિરેકની યુક્તિ કરીને, રાજાને આત્મજ્ઞાન આપ્યું હતું.

(૧૫) જેનામાં જે ગુમ હોય છે, તે ગુણની તેનાથી અલગ હસ્તી નથી હોતી, જાગૃતમાં, જાગૃતની પ્રવૃત્તિઓ હોય છે. જો કે, એ પ્રવૃત્તિઓ આત્મામાં થતી હોવાની ખબર (કોઈને પણ) પડતી નથી, પરંતુ સ્વપ્નમાં જાગૃતની બધી ચેષ્ટાઓ તો જાગૃતમાં જ રહી જાય છે. ને સ્વપ્નની પ્રવૃત્તિઓ એનામાં થતી હોવાનું કલ્પાય છે. એવી રીતે, સ્વપ્નની પ્રવૃત્તિઓ પણ જાગૃતમાં નથી પ્રવેશ કરતી. એમ ખબર પડે છે કે, જાગૃત અને સ્વપ્નની પ્રવૃત્તિઓ, પેલાં અંગો તથા ઈંદ્રિયોની હોય છે. કે જે, ચારે તરફ, આત્મામાં કામ કરે છે. (એટલે કે, સૂક્ષ્મ ઈંદ્રિયો જાગ્રત તથા સ્વપ્નમાં સમાન પણે આત્મ-પ્રકાશમાં જ બધી હિલચાલ કરતી હોય છે. પરંતુ જાગૃતમાં વૃત્તિઓ બહિર્મુખ હોવાથી એ આત્મમાં નહિ,

(૧૨૧)

પરંતુ બહારના સ્થૂળ પ્રકાશોમાં કામ કરતી જણાય છે, પણ સ્વપ્નમાં,

બાહ્ય પ્રકાશ ન હોવા છતાં ઈંદ્રિયોની પ્રવૃત્તિઓ ચાલે છે ને, તે આત્મપ્રકાશમાં થતી હોવાની ખબર પડી શકે છે.) જેવી રીતે કાચના પ્યાલામાં લાલ મદિરા ભરવાથી એ પ્યાલો લાલ ને પછી દૂધ ભરવાથી, સફેદ દેખાઈ છે.

(૧૬) પરંતુ, પ્યાલામાં મદિરા કે દૂધ ન ભરવામાં આવે, અને ખાલી કરવામાં આવે, તો એ નથી લાલ રહેતો કે નથી રહેતો સફેદ. એવી રીતે સુષુપ્તિમાં, આત્મામાં બધી જ પ્રવૃત્તિઓનો અભાવ રહે છે. તે ઉપરથી સમજાય છે, કે આત્મા નથી કશું જાગ્રતમાં કરતો, તેમ નથી કંઈ સ્વપ્નમાં કરતો, પરંતુ જાગ્રતમાં એવો ભ્રમ થાય છે, કે જાણે આત્માથી ભિન્ન એવા અંગોની પ્રવૃત્તિઓ આત્મામાં થાય છે. ને સ્વપ્નામાંયે, આત્માથી અન્ય એવી ઈંદ્રિયોની પ્રવૃત્તિઓ આત્મામાં થતી હોવાનો ભાસ થાય છે. પરંતુ, જોવું-જાણવું, એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, કેમકે, જાગૃતની હીલચાલો એ જાગૃતમાં દેખે-જાણે છે. સ્વપ્નની સ્વપ્નમાં, ને સુષુપ્તિમાં, એ સર્વ (અંગો-ઈંદ્રિયો) નો અભાવ, તથા એમની હિલચાલોનો પણ જે અભાવ હોય છે, તે એ જાણે છે. તેથી આપણને જણાય છે કે, જોવું-જાણવું, એ એનો પોતાનો સ્વભાવ (અર્થાત્ ગુણ) છે. અને એ હકીકત પણ સ્પષ્ટ થાય છે કે, જે પોતે કરતો નથી, ને માત્ર દેખે-જાણે જ છે, તે ખરૂં જોતાં સાક્ષી છે. ને સાક્ષીને કોઈ આરોપ લાગતો નથી.

(૧૭) એવી જ રીતે, જ્ઞાની જણ પણ, પોતાના અંગોની જે હિલચાલો થતી જુએ છે, તેનો સાક્ષી થઈને રહે છે. જ્યારે (કર્મફળ તથા વાસનાને અનુસરનારી) બુદ્ધિ ભલા-બૂરાનો વિચાર કરે છે, ત્યારે તેનામાં પોતાના (કર્મફળ તથા પોતાની વાસના) ને અનુસરતો સંકલ્પ પ્રકટે છે. પછી, એ સંકલ્પને અનુસરતી પ્રકૃતિ (એટલે સ્વભાવ) પ્રકટ થાય છે, પ્રકૃતિને તાબે રહેતી ઈંદ્રિયો ગતિમાન થઈને પ્રવૃત્તિ કરે છે. ને એને અહંકાર પોતાનું કામ માને છે, કેમકે એનો ગુણ જ એવો છે. પરંતુ આત્મનિષ્ઠ જ્ઞાનવાન પુરૂષ, એમાંના પ્રત્યેકની ચેષ્ટાઓને તથા તેમના પરસ્પર્શના સંબંધોને, માત્ર દેખે-જાણે છે, ને એનો માત્ર પ્રેક્ષક થઈ રહે છે. ત્યારે, એ બધાની ચેષ્યાઓનો સ્પર્શ એને થવા પામતો નથી. (ને તેથી, દુઃખસુખના

(૧૨૨)

ભાવ પણ એને કનડતા નથી.) એ જ કારણસર, સંસારના મૂળરૂપી જે લોભ

છે, તે પણ, એક પ્રકારનો મનનો સંકલ્પ જ છે, અને તે, બુદ્ધિને અધીન વર્તે છે. અને એ બધું – બુદ્ધિ, લોભ, સંકલ્પ અને અહંકાર, અંતઃકરણના ધર્મો, ને એના જ વૃત્તિ-તરંગો છે. એવી રીતે, જ્ઞાન વડે, લોભની જડ ઉખડતી જાય છે. નહિ કે તપથી કે કાયાને કષ્ટાવવાથી. તેથી તો યાજ્ઞવલ્ક્યે એવો સંકેત કર્યો હતો, કે, જે લોભની જડ ઉખેડે છે, તેને સંસાર નથી હોતો. અને લોભને તે જ ઉખેડી શકે છે, કે જે આત્માને જાણે છે.

(૧૮) એવી રીતે સિદ્ધ થાય છે કે આત્માના જ્ઞાનથી લોભ ઉખડી જાય છે. અરે, લોભ, હંકાર, ક્રોધ, ઉત્કર્ષ, અપકર્ષ – એ બધાની જડને જ્ઞાન ઉખેડી નાખે છે. કેમકે, એ (આત્મા) તો, એ બધાંનાં નખરાંનો દ્રષ્ટા છે. અને, નાટકનો પ્રેક્ષક પોતે કંઈ નામે નખરાં ન કરે, તેમ પોતે અન્ય કોઈનાં નામે – નખરાંરૂપ પણ ન બની જાય. વેદની વાણી એનું સમર્થન કરે છે કે “(કર્મફળના) ન્યાયની સાંકળથી છૂટી જઈને જ્ઞાની જન પ્રસાદમાં પ્રવેશે છે. એને પુણ્ય-પાપ તપાવતાં નથી. પુણ્યોથી એ વધી જતો નથી, તેમ પાપથી ઘટતો નથી. એ તો, એવો ને એવો પ્રેક્ષક રહે છે.”

(૧૯) કેટલાક અજાણ લોકો અહીં વાંધો ઉઠાવે છે, કે આત્મા જો કે જ્ઞાનમાં અસંગ, દ્રષ્ટા અને સાક્ષી રહે છે. તો પણ, અહીં જેવી રીતે (જ્ઞાનીઓ) અહંકાર અભિમાન કરે છે. તેવી રીતે, અંતમાં (એટલે કે પરલોકમાં) એ જ્ઞાનીનેયે સજા પણ થાય છે જ. પરંતુ એ વાંધો વજુદ વગરનો છે. કેમકે અહીં (જ્ઞાની-અજ્ઞાનીમાં) જે ફરક પડે છે, તે એ છે, કે એવા જ્ઞાની જ્યાં સુધી જીવતો રહે છે, ત્યાં સુધી એના અંગ (એટલે કે, જાગૃતમાં કામે લાગી રહેતા અવયવો) અને એની ઈંદ્રિયો ( એટલે કે સ્વપ્નમાં વગર અવયવે કામ કરતી જણાતી સૂક્ષ્મ ઈંદ્રિયો) ચિત્રવત બની રહે છે. (માત્ર દેખવા પૂરતાં) અને, જેવી રીતે, (ફૂટબોલ જેવામાં) એક સ્થળે જરા કાણું પડતાં બધાં વાયરો નીકળીને વિશાળ વાયુમાં ભળી જાય છે. તેવી રીતે, મૃત્યુમાં, જ્ઞાની જનના અવયવ – ઈંદ્રિયો (નો રસકસ) પેલી જ્યોતિમાં લીન થઈ જાય છે. તથા આધિદૈવિક ઈંદ્રિયો (એટલે કે સર્વનું દૈવત) પણ એનામાં ઠલવાઈ જાય છે.

(૧૨૩)

(એમ મન તથા ઈંદ્રિયો જ્ઞાનના છીદ્ર દ્વારા અહીં ને અહીં જ વેરાઈ જતાં

હોવાથી) એવા જીવાત્માને ઉત્ક્રાંતિ કે પ્રલય થવાપણું નથી હોતું. (જીવને પરલોક લઈ જનારી વાસના શેષ નથી રહેતી. એની કોથળી ફાટી જતાં, પરલોક લઈ જનારૂં કશું રહેતું નથી. તેમ પરલોકમાં લઈ જવાનું પણ કંઈ રહેતું નથી.) દેહમાં વસતી આધ્યાત્મિક ઈંદ્રિયોની પ્રવૃત્તિઓ જીવનમાં જેવી રીતે (આત્મામાં) માત્ર કલ્પિત હોય છે, તેવી રીતે, ઈશ્વરીય માયાની બધી પ્રવૃત્તિઓ પણ આત્મામાં કલ્પિત હોય છે, તેથી કરીને, પોતાનાથી ભિન્ન એવી ઈંદ્રિયોની પ્રવૃત્તિઓને લીધે, પોતે (આત્મા) કર્તા હોવાની કલ્પના થાય છે, તેવી રીતે, ઈશ્વરનાં કામ પણ એનાં કામ ગણાઈ જાય છે. (ઈશ્વરનું કામ કયું? સૃષ્ટિનું કહેવાતું સર્જન. જેમ દેહ ઈંદ્રિયોના વ્યષ્ટિ કાર્યોનો કર્તા આત્મા પોતે થઈ જતો મનાય છે. તેમ, ઈશ્વરની માયાનું સમષ્ટિ સર્જનનું કામ પણ, જ્ઞાનીના આત્માનું જ કામ થઈ જાય છે. ને એવી રીતે, એ સ્વયં પોતાને ઈશ્વરરૂપે જાણે છે. ઈશ્વરનું વાસના શૂન્ય ‘સર્જન’ માયામય છે, ને મનુષ્યનું વાસનામય સર્જન પણ માયામય છે. જ્ઞાનીજન જાણી જાય છે, કે ઉભય કેવળ માયાનાં જ કામ છે. એ ઉભયનું મૂળ વાસના છે. એ વાસના ઉડી જતાં, સર્જન તેમ જ જીવનવ્યવહાર, ઉભય ઉડી જાય છે. ને જીવાત્મા પોતે કેવળ સાક્ષી, અસંગ પરમાત્મા સ્વરૂપ, શુદ્ધ-બુદ્ધ મુક્ત શેષ રહે છે.) એ જીવાત્માનો પરલૌકિક વિજય છે, અને તેથી તો, એ “પ્રસાદ” છે. જ્યારે કર્મફળ ન્યાયને માર્ગે જનારને એ મહાકષ્ટે મળવા પામે છે. અને, મળે તોયે, એ ઘણું વેગળું થઈ જાય છે. – (અનેક ભવે માંડ મળવા પામે છે.)

(૨૦) જે બનવાનું હોય, તે અવશ્ય નાશ પામે છે. અને આત્મવિદ્યામાં તો, બનવા બનાવવાપણું નહિ, પરંતુ માત્ર જાણવાપણું હોય છે. તેથી કરીને આ જ્ઞાનનો વિજય અવિનાશી છે. અને કર્મમાર્ગમાં, મહા મોટા પરિશ્રમ, પારવગરના સમય, લાંબા આયુષ્ય, ને સખ્ત લમણાફોડની જરૂર પડે છે. અને તેમ છતાં એ, એનું (સ્વર્ગરૂપી) ફળ નિત્ય નથી હોતું. જ્ઞાનમાં, નથી કંઈ મહેનત-મજૂરી, કે નથી કંઈ કડાકૂટ કરવાની, ને આત્માનું આવી રીતે હોવાનું માત્ર જાણવાનું હોય છે. અને, એ જ ખરી સફળતા છે. કે જે કર્મફળ-ન્યાયના કર્મ-કાંડના ફળથી વિરૂદ્ધ એવી જ્ઞાનની સફળતા, નિત્ય પણ છે. તેથી તો યાજ્ઞવલ્ક્ય મુનિએએ વિષયમાં ઈશારો કર્યો છે.

(૧૨૪)

જે જ્ઞાનીના પ્રાણ કાયાની બહાર ઉછળી પડતા નથી, પણ બ્રહ્મલીન થઈ

જાય છે.

(૨૧) હવે, માત્ર ચાલુ ભાષા જાણનારા સમક્ષ આ રહસ્ય ખુલ્લું થાય તે માટે, અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે, આ બધું તર્કપુરઃસર તેમ વેદોનાં વચનો વડે પણ સિદ્ધ છે. તેથી, પહેલાં અમે આ રહસ્યની સત્યતાનાં કારણો બતાવીશું, ને પછી વેદની પ્રતિજ્ઞાઓના મંત્રોનો પણ અનુવાદ કરીશું. કે જેથી કરીને એના વિષે અમારા શિષ્યોના મનમાં કશી શંકા રહેવા ન પામે.

(૨૨) (શંકા કઈ છે? શરીર તથા અંતઃકરણ વડે જે કંઈ થતું હોય છે. તે બધું આત્મા વડે જ થતું હોવા વિશેની) આ શંકાના ઉત્તરમાં તમે એવું જાણો છો, કે અંતઃકરણ સાથે આત્માનો સંબંધ સાવ ભ્રાન્તિમય છે, ને આત્માના પ્રતિબિંબનો અંતઃકરણ સાથેનો સંબંધ, સહોત્પતિ પૂરતો છે. (એટલે કે, આત્માની છાયાની સાથોસાથ અંતઃકરણની ચેતનાનો ઉદભવ થાય છે. ને આત્માની છાયાના જવા સાથે અંતઃકરણની હસ્તી મટી જાય છે. – એટલા પૂરતો એ બેનો ‘સંબંધ’ છે.) અને અંતઃકરણનો શરીર સાથેનો સંબંધ, કર્મોના ભોગ પૂરતો જ છે, કેમકે, જ્યાં સુધી કર્મ-ભોગ રહે છે. ત્યાં સુધી જ અંતઃકરણનો તથા અધ્યાત્મ-ઈંદ્રિયોનો દેહ સાથેનો યોગ ટકે છે. જેવા જીવના આ ભવના ભોગ પૂરા થઈ જાય છે, ને બીજાં કર્મો નવા ભોગ આપવા તૈયાર થઈ જાય છે, કે તરત, એ ઈંદ્રિયો આ દેહ સાથેનો પોતાનો સંબંધ તોડી નાખે છે. બીજા ભવના દેહ સાથે એ જોડાઈ જાય છે, ને ત્યાંના ભોગ ભોગવવામાં મચી પડે છે. (તે સિવાયની આત્માને તેમાંના કશા સાથે કશી પણ લેવા-દેવા નથી હોતી, ને માત્ર કામ પૂરતું કામ હોય છે. એ કામ પૂરૂં થયું, કે આત્માનો અંતઃકરણ સાથેનો, આત્માનો-પ્રતિબિંબનો અંતઃકરણ સાથેનો, અંતઃકરણ તથા ઈંદ્રિયોનો દેહ સાથેનો—એ બધા કહેવાતા સંબંધોની ભ્રાંતિ નાશ પામે છે.)

(૨૩) આત્માનું જે પ્રતિબિંબ અંતઃકરણમાં (ચેતનારૂપે) પડે છે. તેનો અંતઃકરણ સાથેનો સંબંધ કંઈ કર્મોને લીધે થયેલો નહિ, પણ માત્ર સહોત્પ્તિનો છે. કેમકે (વાસનારૂપે) અંતઃકરણ ઉત્પન્ન થતાની સાથે જ એનામાં આત્માનો પ્રકાશ (છાયારૂપે) ટપકી પડે છે,-જેવી રીતે કે, આયનાનો કાચ સાફ થવા સાથે જ તેમાં એને સાફ કરનારનું પ્રતબિંબ પડે છે.

 (૨૪) તે સાથે વળી, જીવાત્માની રોજ-રોજની સુષુપ્તિમાં, મન તેમજ વૃત્તિઓ, બધાં નષ્ટ થઈ જાય છે. ત્યાં લોભ, ક્રોધ, કામના, અહંકાર, તું, હું, એમાંનું કશું જણાતું નથી,

 

(૧૨૫)

ને દેખાય છે. માત્ર એ સર્વનો અભાવ તથા વિસ્મૃતિ, એ સર્વને

જાણવાપણું. પરંતુ વળી પાછું જાગ્રત તથા સ્વપ્નમાં, મન તથા મનોવૃત્તિઓ નવેસર ઉત્પન્ન થઈ જાય છે, અને તેની સાથોસાથ, તેમાં આત્માનું પ્રતિબિંબ પણ ઉત્પન્ન થઈને એને સતેજ કરે છે. (એમસહોત્પત્તિ થાય છે.) અહંકાર (મનનું જ કાર્ય હોવાથી, તેના) સંબંધથી  (આત્મા અંતઃકરણના સંયોગ) માં તથા દેહમાં જીવાત્માને હું પણાની ભ્રાન્તિ થાય છે. તેથી, આત્માના પ્રતિબિંબનો અંતઃકરણ સાથેનો સંબંધ ફક્ત સહોત્પત્તિનો હોવાનું સાબીત થાય છે. 

(૨૫) પ્તિબિંબ અને બિંબ, એ બે નો સંબંધ એક-પણાનો હોય છે. જે અસલ બિંબ એટલે કે આત્મા છે, તે જ મનુષ્યનું (સાચું) હું-પણું છે, અને આત્મા શબ્દ વડે વેદોમાં એજ કહેવાયો છે, ને એજ (આત્મા, અર્થાત્ મનુષ્યનું સાચું હું-પણું) બ્રહ્મ છે. બિંબને પ્રતિબિંબ એકજ હોવાને કારણે, અંતઃકરણમાં પડેલું અંતઃકરણ સાથે એકાકાર થયેલું પ્રતિબિંબ, પોતે જ આત્મા હોવાની મનુષ્યને ભ્રાન્તિ થાય છે. અને તેને લીધે, એ પ્રતિબિંબની મદદથી થતી અંતઃકરણની તથા ઈંદ્રિયોની પ્રવૃત્તિઓ પણ, આત્માની જ હોવાની ભ્રમણા ( ઉભયના નિષ્કપટપણાને લીધે) થવા પામે છે. એવો જે પ્રતિબિંબ તથા અંતઃકરણનો સંબંધ હોવાનું માણસને લાગે છે, તે ભ્રાન્તિમય કહેવાય છે.

(૨૬) એ તો દેખીતી હકીકત છે. કે દર્પણમાં માણસને પોતાનો ચહેરો દેખાય છે, ત્યાં એને (દર્પણ તથા મુખના પ્રતિબિંબ) ની એકતાનો સંબંધ દેખાતો હોય છે. દર્પણના હાલવાથી પ્રતિબિંબ પણ હાલે છે, ને (અસલ ચહેરારૂપી) બિંબ તો, એવું ને એવું સ્થિર રહે છે. ત્યારે પણ બુદ્ધિમાન મનુષ્ય જાણે છે, કે હાલવું મારા ચહેરાનું નહિ, પણ દર્પણનું છે. ને અજાણ બાળકને એમ લાગે છે, કે, “હું જ હાલું છું” એવી રીતે, અહંકાર તથા અંતઃકરણની પ્રવૃત્તિઓને કારણે, આત્માનું પ્રતિબિંબ પણ પ્રવૃત્તિ કરતું ભાસે છે. તો પણ, જ્ઞાની જનને એવો નિશ્ચય હોય છે કે, “હું એ પ્રવૃત્તિ નથી કરતો, પણ આરામમાં છું.” અને મૂર્ખ જન, દુઃખની મનોવૃત્તિઓ વડે (સ્વયં) દુઃખી તથા સુખની મનોવૃત્તિઓ વડે પોતે સુખ જાણતો, દુઃખ સુખ પામે છે.

(૨૭) જ્ઞાન તો, ભ્રાન્તિને ટાળે છે. એ અંતઃકરણને, કે અંતઃકરણની વૃત્તિઓને દૂર નથી કરતું, તેમ દેહનો કે કર્મોનો પણ નાશ નથી કરતું. આપણે જેવું સ્પષ્ટ રીતે લખી જણાવ્યું છે તેવા પ્રકારના જ્ઞાનથી ભ્રાન્તિ દૂર થઈ જાય છે. પણ

(૧૨૬)

અંતઃકરણ તથા અંતઃકરણની પ્રવૃત્તિઓ તો બધી, જેમની તેમ ચાલતી રહે

છે, ને પ્રારબ્ધ કર્મો પણ જેમને તેમ કરતાં ભોગ પૂરા પાડતાં રહે છે. પરંતુ, દર્પણમાં પોતાના મુખ તથા તેની વર્તણુકને જોનારો પેલા જ્ઞાની જન તો, જેવો ને તેવો રામમાં સ્થિર રહે છે, જ્યારે મૂઢ માણસ, એની એ વૃત્તિઓ સાથે એકાકાર થઈને, પોતે જ એ (હલન ચલન રૂપી) વર્તણુંક કરતો જેવો થઈ જાય છે.

(૨૮) અહીં રહસ્યની ઘટના એ છે, કે સુષુપ્તિમાં અંગોના થાકને લીધે, અંતઃકરણ, તથા અંતઃકરણની વૃત્તિઓ નષ્ટ થઈ જાય છે. તો યે, આ ભ્રાંતિ તથા અજ્ઞાન વિદ્યમાન રહે ત્યાં સુધી, એ ભ્રાન્તિનું કારણ જે અજ્ઞાન છે, તેનામાં એ વૃત્તિઓ દાખલ થઈ જાય છે, ને વળી પાછી, કર્મોને કારણે જાગ્રતમાં ભોગ માટે ઉભરાઈ ઉઠે છે, પરંતુ, અહીંના ભોગ સમાપ્ત થઈને બીજા દેહના ભોગ માટેનાં કર્મો ઉદય પામે છે, ત્યારે, આ દેહ સાથેનો એ વૃત્તિઓનો વ્યવહારિક સંબંધ તૂટી જાય છે, ને એ બીજા દેહ સાથે લાગી જાય છે. એમ થવું, એ જ સંસાર છે. તેથી, સંસારનું મૂળ લોભ તથા અજ્ઞાન જ છે.

(૨૯) પરંતુ, જ્ઞાની જનને પોતાની સાચી ઓળખાણ થયેલી હોવાને કારણે, એ અજ્ઞાનને તથા (તેમાંથી નીપજતા) લોભને હટાવી દે છે. એના ભવના ભોગ, તથા એની અંતઃકરણની વૃત્તિઓ પણ, મૂઢની જેમ, જીવન પર્યન્ત પોતાના ડખાપંચક કર્યા કરે છે. જેવી રીતે જડથી કાપી નાખેલું ઝાડ પણ અમુક દિવસ લીલું-છમ રહે છે, પરંતુ સમય પાકતાં આપમેળે સુકાઈ જાય છે. એમ અહીંના ભોગ જ્યારે પરવારી જાય, ત્યારે, જ્ઞાની જનનાં પ્રાણ તથા મનોવૃત્તિઓ આત્મામાં લીન થઈ જાય, બહાર નીસરે નહિ, ને ઈશ્વરના પ્રાણ તથા તેની મનોવૃત્તિઓમાં પ્રવેશ કરી જાય. (કેમકે, કોઈ વાસના બાકી રહી હોય, તો જ તેની વૃત્તિ પુનર્ભવમાં ઉઠે ને!

(૩૦) જે વૃક્ષ મૂળથી ન કાપતાં, માત્ર ઉપરથી છંટાયું હોય, તે પુનઃ અંકુરો કાઢે છે. તેવી રીતે જ્યાં સુધી આત્માનો (અંતઃકરણ તથા દેહ સાથેનો જે) સંસારના મૂળરૂપ અજ્ઞાનજન્ય સંબંધ છે, તે દૂર નથી થયો ત્યાં સુધી, ચાલુ ભોગ પૂરા થઈ જવાને કારણે, ડાળાં-પાંખડા રૂપી દેહ તથા તેનાં અંગો છંટાઈને દૂર થાય, તોયે, અજ્ઞાનરૂપી એનાં મૂળ દ્રઢ હોવાથી બીજા ભવના દેહ તથા અંગોરૂપી અંકુરો પ્રકટાવીને, જીવાત્મા બીજો જન્મ પામે છે.

(૧૨૭)

(૩૧) પરંતુ, જ્ઞાનીનાં દેહ, અંતઃકરણ તથા અંતઃકરણની વૃત્તિઓ તો,

(દેખીતી રીતે ઉપર-ઉપરથી વિદ્યમાન હોવા છતાં), જડથી કપાઈ જાય છે, ને શરીર પડતાં, એ પ્રાણ આત્મામાં લીન થઈ જાય છે. જેવી રીતે કે તપેલી તાવડીમાં પાણીનો છંટકાવ બળી જાય છે. પછી ફરીથી એ (જ્ઞાની જીવાત્મા) ને અંકુરો નથી ફૂટતા, જેવી રીતે કે જડથી કપાયેલાં વૃક્ષને નથી ફૂટતા. અને એ જ છે જ્ઞાનીની મુક્તિ.

(૩૨) અહીં બીજી પણ એક શંકાને સ્થાન રહે છે. જ્ઞાનની ભ્રાન્તિ તથા અજ્ઞાનતા જ્ઞાન વડે જ્યારે દૂર થઈ જાય છે, ત્યારે, જેવી રીતે મૃત્યુમાં એ દૂર થઈ જાય છે તેમ સુષુપ્તિમાં પણ એનો નાશ રોજ રોજ થાય છે. તો પછી, સુષુપ્તિમાંથી પણ (જાગવા સાથે) એ પાછાં ઊઠવાં ન જ જોઈએ, (છતાં ઊઠે છે.) વળી, જ્ઞાનીને પણ આપણે, મૂઢ મનુષ્યની જેમ જ, સૂતો ને જાગતો જેવો થતો જોઈએ છીએ. જો જ્ઞાનીની મનોવૃત્તિઓ પણ સુષુપ્તિમાં નાશ પામતી તથા વળી પાછી જાગી ઉઠતી જોવામાં આવે છે. તો પછી, મરણ બાદ પણ એ પાછી ન જ જાગી નીકળે, એવું માનવાને કશું કારણ નથી.

(૩૩) આનો ઉત્તર એ છે, કે નિદ્રામાં જ્ઞાનેન્દ્રિયો તથા મન બેકાર થઈ જાય છે, ને તેમનાં પોતપોતાનાં સ્થાનોમાં જે ખાસ ખાસ પ્રાણો રહેલા હોય છે, તેનો લય થઈ જાય છે. તેથી, આંખમાં જે પ્રાણ છે, તે, ત્યાં બેકાર એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. અને પોતાની ઉપર પડદાની જેમ ઢંકાયેલી હ્રદયકમળના આવરણમાં જે મન વસે છે, તે પણ નિષ્ક્રિય થઈ જઈને, પોતાના પ્રાણરૂપ એ હ્રદયકમળમાં લય પામે છે,- એમાં શમીને શાંત થઈ જાય છે. મનના એ આવરણ સ્થાનને સંસ્કૃતમાં પુરીતકા નાડી કહે છે, કેમકે, એ આવરણ ઝીણી નાડીઓ તથા અંગોનું બનેલું હોઈ, હ્રદયકમળ ઉપર વીંટાઈ રહેલું છે. મન એ હ્રદયકમળ (અર્થાત્ અંતઃકરણ) માં શમી જતાં, તે, અને ચેતન આત્માનું તેમાં (ચેતના રૂપે) પડેલું પ્રતિબિંબ, તેની સાથે એકરૂપ થઈ જાય છે. બિંબ અને પ્રતિબિંબ, સ્વરૂપે એક જ છે. જ્યારે અંતઃકરણ શાન્ત થઈ જાય છે. ત્યારે, જે આત્માના પ્રતિબિંબરૂપી ચેતના એનામાં હતી તેની સાથે ભળી જાય છે. એટલે કે, ત્યારે ત્યાં શેષ રહે છે, માત્ર એ આત્માના પ્રતિબિંબરૂપી ચેતના –  અને બિંબ તથા પ્રતિબિંબ, સ્વરૂપે એક જ હોવાથી, પ્રતિબિંબ સાથે એકાકાર થઈ ગયેલું અંતઃકરણ પણ, આત્મબિંબમાં અર્થાત્ બ્રહ્મમાં ભળી જાય છે. – જેવી રીતે કે, અરીસામાં મુખનું પ્રતિબિંબ, રીસો હટી જતાં, પુનઃ મુખ-બિંબમાં ભળી જાયે છે. પરંતુ જીવનશક્તિ રૂપી જે પ્રાણો છે, તે નકામા

(૧૨૮)

બનતા નથી, નષ્ટ થતા નથી, ને પૂર્વવત્ કામ કરતા રહે છે.

તેને લીધે તો, ઊંઘતો માણસ શ્વાસ લેતો હોય છે, પણ મરી ગયેલો શ્વાસ નથી લેતો હોતો.

(૩૪) જેવી રીતે સૂર્યના કિરણો અસ્તકાળે સૂર્યમાં સમાઈ જાય છે, ને એનો ઉદય થતાં તેમાંથી પુનઃ પ્રકટી નીકળે છે, તેવી રીતે, નિદ્રામાં જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણ નિષ્ક્રિય થઈને પ્રાણોમાં લીન થઈ જાય છે. ને જાગ્રતમાં પુનઃ પ્રકટી નીકળે છે. તેને લીધે, પ્રાણોના નિકળવા તથા લય પામવા સુધી, મૂઢ તેમજ જ્ઞાનીમાં, જાગ્રત-નિદ્રાનું પ્રવર્તન સમાનપણે થયા કરે છે. જ્યારે માત્ર જ્ઞાનેન્દ્રિયો જ નિષ્ક્રિય થાય પરંતુ મન પોતાનું કામ કરતું હોય છે, ત્યારે સ્વપ્ન થાય છે. જ્યારે જ્ઞાનેન્દ્રિયો તથા મન, બંને નિષ્ક્રિય થઈને લય પામે છે, ત્યારે સુષુપ્તિ થાય છે. ને જ્યારે પ્રાણ નીકળી જાય, કે પછી આત્મામાં લય પામે, ત્યારે મરણ થાય છે. (અજ્ઞાની જનમાં અજ્ઞાનને લીધે ખડકાયેલી વાસનાઓને આધારે પ્રાણ વિદ્યમાન રહે છે, ને મરણ પછી, એ વાસનાઓને બીજા ઘરમાં લઈ જવાનું કામ પ્રાણ જ કરે છે. પરંતુ, જ્ઞાનીને વાસના ન હોવાથી, પ્રાણને વિદ્યમાન રહેવાનું, કે કશું લાવવા-લઈ જવાનું પ્રયોજન ન રહેતાં, એ નિરાધાર થઈને મોટા વાયુની ચેતનામાં વેરાઈને શમી જાય છે.)

(૩૫) પરંતુ, મૂઢના પ્રાણોની જડ તો, અજ્ઞાન તથા ભ્રાંતિમાં દ્રઢ રહેલી હોય છે. તેથી, તેનો પ્રાણ આત્મામાં લીન નથી થતો, પણ પુનઃ પુનઃ અંકુરિત થઈને નીકળી આવે છે, પોતાનાં કર્મો અનુસાર ભોગ ભોગવવા નવું શરીર બનાવે છે, ને તેની સાથે કર્મજન્ય સંબંધ બાંધે છે. એ “નવો જન્મ” કહેવાય છે. પણ જ્ઞાનીના પ્રાણની જડ, અવિદ્યા તથા લોભની ભોંયમાંથી ઉખડી જાય છે, ને અહીં ભોગોનો સામાન ખલાસ થવાથી, જેનાં મૂળ કપાઈ ગયાં છે, એવો પ્રાણ, પાછો અંકુરિત થતો, કે ક્યાંયે જવા માટે નીકળવા પામતો નથી. આત્મામાં લીન થઈ જાય છે, ને એ જીવની મુક્તિ થાય છે. તેથી, જ્ઞાનીની પણ જ્ઞાનેન્દ્રિયો તથા મનોવૃત્તિઓ, નિદ્રામાંથી તો પાછી જાગી ઉઠે છે, પરંતુ મૃત્યુમાંથી (પ્રાણનું વિસર્જન થવાથી) નથી નીકળતી.

(૩૬) આ દૈવી (એટલે કે કુદરતી) નિયમ જાણવાથી આપણને ખબર પડે છે, કે જ્ઞાનીનો તેમજ અજ્ઞાનીનો બાહ્ય વર્તાવ જીવનભર, સમાન રહે છે. જીવનમાં (જ્ઞાનીની) મુક્તિ એટલા પૂરતી હોય છે, કે અંતઃકરણની દુઃખ-સુખ રૂપી વૃત્તિઓને એ પ્રવર્તતી જોતો છતાં, એને પોતાનામાં થતી નથી જોતો, ને પોતાના નિજ-ધામમાં આરામ

(૧૨૯)

કરતો રહે છે. જ્યારે અજ્ઞાની, આત્મા તથા મનોવૃત્તિઓનો વિવેક ન કરતાં,

મનની દુઃખ-સુખ રૂપી વૃત્તિઓમાં પોતે દુઃખી-સુખી થયા કરે છે. જીવન દરમ્યાન, અજ્ઞાનીનો અહંકાર, એ વૃત્તિઓનો વર્તાવ પોતાનામાં થતો માને છે, એવો જ અલ્પરૂપમાં તોયે, જ્ઞાનીનો અહંકાર પણ એનો વર્તાવ પોતાનામાં થતો માને છે. તો પણ, અજ્ઞાનીને અહંકારની ધારણા છે. (એટલે કે એનામાં અહંકાર દ્રઢ થયેલો હોય છે,) જ્યારે જ્ઞાનીને (માત્ર વ્યવહાર પૂરતો જ એનો ઉપયોગ હોવાથી,) એનામાં અહંકારની દ્રઢતા નથી, પણ જે આનંદ-સ્વરૂપ છે, તેવા આત્મામાં જ એના અહંકારની (“એ જ હું છું” એવી દ્રઢ) ધારણા હોય છે. એવી (બ્રહ્મસ્વરૂપતાની) ધારણા, એ જ આત્મજ્ઞાન છે, ને દુઃખ-સુખ સાથે કંઈ લાગતું વળગતું નથી.

(૩૭) તો યે, જ્યાં સુધી (ગમે તેવા સ્વલ્પ તોયે) હું-પણા રૂપી અહંકાર મોજુદ છે, ત્યાં સુધી, દુઃખ-સુખની એ વૃત્તિઓને તે (શરીરભાવને કારણે) પોતાનામાં થતી સમઝતો, દુઃખને ટાળવાની તથા સુખ મેળવવાની યુક્તિઓ, પોતાની બુદ્ધિરૂપી સચીવ દ્વારા યોજતો, ને સંકલ્પ તથા પ્રવૃત્તિઓ દ્વારા અંગોને હલાવતો રહે છે, ને આ ભવ માટે નિર્માણ થઈ ચૂકેલાં કર્મો, એના અહંકાર, મતિ, સંકલ્પ, લોભ, સ્વભાવ તથા અંગોની ગતિ, – એ સર્વનાં કારણ બન્યા કરે છે. પણ આત્મા તો, દીપકની જેમ, એ બધાની પ્રવૃત્તિઓનો પ્રકાશ, તથા સાક્ષીપણાની પ્રસન્નતા આપતો રહે છે. પરંતુ અજ્ઞાની જન, અહંકારમાં હું-પણાની ભ્રાંતિભરી ધારણા રાખતો, પોતે જાતે જ પ્રવૃત્તિ જ પ્રવૃત્તિનો કર્તા હોવાનો નિશ્ચય કરી બેસે છે. જ્યારે પેલો જ્ઞાની જન, અહંકારમાં અનાત્મતાનો તથા આત્મામાં હું-પણાનો નિશ્ચય રાખતો, આ સમસ્ત દ્રષ્યનો દ્રષ્ટા તથા સાક્ષી રહીને, એની વર્તણુંકનો તથા એનાં કર્મોનો સંગ પામતો નથી.

(૩૮) અન્યોની દ્રષ્ટિમાં, જ્ઞાની-અજ્ઞાનીની વર્તણુંક એક સમાન ભાસે છે. કારણકે, જેવી રીતે અજ્ઞાનીનો અહંકાર, એ (અહંમમતામય) વૃત્તિઓની પ્રવૃત્તિને પોતાની માને છે, તેમ, જ્ઞાનીનો અહંકાર પણ એ વૃત્તિઓ પોતાની થતી માને છે. અને, જેવી રીતે આનો અહંકાર પોતાના લાભ માટે અક્કલ દોડાવીને તરકીબો યોજે છે, તેવી રીતે એ જ્ઞાનીનો અહંકાર પણ, અક્કલ દોડાવીને, સારીરિક લાભ માટેની આવશ્યક યુક્તિઓ યોજે છે. એ કારણે જ, જગતના વ્યવહારમાં તો જ્ઞાની કે અજ્ઞાની, અન્યનાં પાપોના અપરાધી બનીને રાજશાસન દ્વારા એક સમાન સજા પામે છે. પરંતુ, તે ઉપરાંત, અજ્ઞાની તો પરલોકમાં પણ પોતાનાં એ કરતૂતોનો બદલો પામે છે.

(૧૩૦)

કેમકે, એનો અહંકાર બીજા જન્મમાં પાછો ઉભરાઈ ઊઠે છે, ને એ પાછલી

કરણીનો બદલો પામે છે. પરંતુ, જ્ઞાનીના પ્રાણ અહીંના અહીં સમાપ્ત થઈ ગયો હોય છે, તેથી, એ ફરી પાછા ફૂટી નીકળતા નથી. તેથી કરીને, એના અપરાધો “માફ” થાય છે, ને અજ્ઞાનીના નથી થતા, (કેમકે, જ્ઞાનીના કહેવાતા અપરાધો, કોઈ વાસના કે ગરજના માર્યા ઈરાદા પૂર્વક કરેલા નહિ, પરંતુ પ્રારબ્ધ કર્મફળ અનુસાર, થઈ ગયેલા તથા વગર ઈચ્છાએ આવી પડેલા હોય છે, ને તેથી, એ ખરેખરા નવા અપરાધ નથી હોતા. મન વડે કરેલું અપરાધ થઈ શકે. નહિ કે માત્ર શરીર વડે થયેલું.)

(૩૯) દુનિયાદારીના જે શાસકો  ભેદ ન જાણતા હોય, ને એવું પણ જાણતો હોય કે જ્ઞાનીથી, ભૂલ કે બેદરકારી તથા પ્રારબ્ધ કર્મોના ભોગને કારણે, એવાં કામ (જાણી બુજીને) થઈ શકે જ નહિ, તે એવા જ્ઞાનીને અજ્ઞાનના જેટલી નહિ પણ તેનાં કરતાં હળવી સજા કરે, કે જેથી, એ પ્રમાદમાં ન રહે, ને સમાજની વ્યવસ્થા બગડવા ન પામે. મનુસ્મૃતિમાં એમ જ લખ્યું છે, કે તત્ત્વજ્ઞાની બ્રાહ્મણોનો સજા, દેહાધ્યાસી શૂદ્રોની સરખામણીમાં, સાવ ઓછી કરવી. (તેથી તો, અદાલતો અપરાધની પાછળ રહેલા આશયની ચોકસાઈ કરીને પછી, તે મુજબ સજા ફરમાવે છે.)

(૪૦) સંસ્કૃત નહિ જાણનારાઓ પણ, શું એટલું નથી સમજી શકતા, કે બુદ્ધિમાન મનુષ્યે ભૂલથી કરેલા પાપ બદલ એનો તિરસ્કાર કરવો, એ, જાણી-બુજીને પાપ કરનારા અજ્ઞાનીને ફાંસી દેવા સમાન છે! અરે, જ્ઞાનીના અપરાધમાં તો, “વાહ, ધન્ય છે આપની બુદ્ધિને.” એટલું વક્ર વસન પણ પૂરતું થઈ પડે, કે જેથી, એ સચેત રહીને એવી વર્તણુંકથી બચતો રહે. મૂર્ખ તો, વારંવાર કેદમાં પડવા છતાં ચોરી કર્યા કરે છે.

(૪૧) હાલ ચાલતા રાજ્યના કાયદા કાનૂન દ્વારા સર્વને એક સમાન સજા કરવાનું ચાલ્યું આવે છે, અને મનુના નિયમો પરત્વે (પક્ષપાતનો) આક્ષેપ કરવામાં આવે છે, તે, આ ફરક ન જાણવાને લીધે જ છે. એક તો, જ્ઞાની જન પાપમાં ફસાતો નથી. ને બીજું, જો એ ભૂલથી પાપ કરી બેસે છે, તો દુનિયાદારીની દ્રષ્ટિએ એ સજાને પાત્ર છે, તોયે, પરલોકમાં એ ક્ષમાપાત્ર છે, ને એનાં પાપ જે ન્યાયે ત્યાં ક્ષમ્ય છે, તે જ ન્યાયે એનાં પૂણ્યો પણ ત્યાં નિરર્થક છે. (કેમકે, પુણ્યનો બદલો કમાવા માટે નહિ, પણ

(૧૩૧)

પ્રારબ્ધાનુસાર કે અકસ્માત સહજ સ્વભાવે એનાંથી સારાં કામો થઈ જ જાય છે.

દાખલા તરીકે, યુધિષ્ઠીર, એકવાર દ્રૌપદીએ એને ઠપકો આપ્યો, કે તમે ધર્મ-ધર્મ કરીને નકામા અમને બધાંને દુઃખી કરો છો, ત્યારે, યુધિષ્ઠિરે જવાબ આપ્યો, કે “હે રાજપુત્રી, હું કંઈ ધર્મના ફળની આકાંક્ષાથી ધર્મ કરતો નથી, પણ ધર્મ મારો સહજ-સ્વભાવ જ છે. હું કંઈ ધર્મ કરતો નથી. પણ મારાથી ધર્મનું પાલન સહજ-સ્વભાવે થઈ જાય છે, તેમાં મારૂં કંઈ ચાલતું નથી.” પુણ્યના ફળ અહંકારને પ્રાપ્ત થાય છે, અને જ્યાં એ અહંકાર આત્મામાં એકાકાર થઈ જઈને ફરી પાછો ઉપજતો જ નથી, ત્યાં સત્કર્મોનો બદલો કોને મળે? તેથી, સારી કે બુરી, જે કંઈ કરણી હોય છે, એ બધી તો, એની નિકટમાં થતો વિલાસ (ખેલ-તમાશો) છે, ને એ પોતે, એ સર્વથી મુક્ત છે. ને વાસ્તવમાં, ભલાને નિષ્પાપ છે. બીજા તો કોઈ “ભલા” (નિરપરાધ) નથી. બધા જ અપરાધી હોય છે. કેમકે, પાપનું મૂળ ખરેખર લોભ છે. અને લોભ, આત્મજ્ઞાન વિના સમૂળો ઉખડતો નથી. અને અંતરિક્ષથી લઈને ધરતી સુધીનું કશું, કદી એ વગરનું ખાલી નથી હોતું. તેથી, બધા જ પાપીષ્ઠ છે, ને ક્ષમાપાત્ર કોઈ નથી, સિવાય કે આત્માને જાણનારો એ જ ખરેખરો નિરપરાધ અને મુક્ત હોઈ શકે છે.

(૪૨) જ્ઞાની જન પોતાની કરણી તથા પોતાનાં કહેવાતાં પાપો બદલ ક્ષમાપાત્ર છે જ. પરંતુ તેમાં વળી વિશેષતા એ છે, કે પોતાનાં કર્મો, તથા પ્રાણોથી મુક્ત થતાં એને ઈશ્વરીય કામ પણ મફતમાં મળી જાય છે, એ “પ્રસાદ”ની ખૂબી છે. ભલાઈ કરનારને તો, પોતાની મજુરીનો લાભ (ફળ) મળે છે. એ જેટલું પુણ્ય કરે, તેટલું પરલોકમાં ફળ પામે છે. પરંતુ, મજુર કે ગુલામ, કદીયે ઘરનો માલિક ન હોઈ શકે. અને વળી, મજુર કે ગુલામ અનંત કાળ સુધી ઘરમાં રહી પણ ન શકે, ને મજુરી તથા ચાકરી પૂરી થતાં એને ધકેલીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે, તેથી, મુર્ખ જન પુષ્કળ કષ્ટ ઉઠાવીને ટા તપ વડે ભલાઈ કરીને પુણ્ય કમાય, તો, બહુ બહુ તો પિતૃયાણ (રૂપી નીચલી કોટિનાં સ્વર્ગ) ને પંથે ચાલતો, અમુક નિયત કાળ સુધી સ્વર્ગીય ભોગ પામે. તોયે, એ માલિકની જેમ સ્વેચ્છાચારી તો ન જ થઈ શકે, ને ભોગ સમાપ્ત થતાં, એને પાછો અહીં ધકેલી મૂકવામાં આવે.

(૪૩) પણ જ્ઞાની, ખરૂં જોતાં, ઘરનો માલિક, ને સંપૂર્ણ સ્વાધીન છે. અરે, એ તો સ્વયં ઈશ્વરનોયે આત્મા છે. (જેવું કે ગીતામાં કહેલું છે.) કેમકે, જ્યારે મરણકાળે, એની એક-એક મનોવૃત્તિ તથા પ્રાણ, એના આત્મામાં લીન અથવા તન્મય થઈ જાય, ત્યારે, જેવી રીતે એક

(૧૩૨)

સ્થળની હવા કાઢી નાખવામાં આવે તો ત્યાં બહારની હવા મફતમાં જ એને

બદલે આવી ભરાય છે, તેવી રીતે, એના લીન થયેલા મન તથા પ્રાણોની જગા, ઈશ્વરનાં સમસ્ત મનો અથવા માયાવૃત્તિઓ અને પ્રાણ વડે સહજપણે આપમેળે પૂરાઈ જાય, અને તેમાં પણ જેવી રીતે શરીરના જીવન કાળમાં એ પોતાની પ્રત્યેક મનોવૃત્તિ પરત્વે (અસંગ) સાક્ષી આત્મા હતો, તેવી જ રીતે મરણ પછી પણ, એ સર્વ (ઈશ્વરીય) માયા અથવા મનોવૃત્તિઓનું તથા (ઈશ્વરીય) પ્રાણનુંયે (અસંગ) અધિષ્ઠાન બની રહે છે, (તે પણ એને સ્પર્શતાં નથી. મતલબ કે, ઈશ્વરની માયા પણ, એને સ્પર્શતી નથી, ને તેનાથીયે પર એવો, એ સ્વયં બ્રહ્મ-લીન રહે છે.)

(૪૪) આપણે કહી ચૂક્યા છીએ, કે (આત્માના) પ્રતિબિંબનો અંતઃકરણ સાથેનો સંબંધ પારસ્પરિક સહોત્પતિનો છે. તે રીતે, ઈશ્વરની મહાવૃત્તિઓ તથા પ્રાણવૃત્તિઓ એનામાં ભરાય છે. ત્યારે, આત્માનું જ પ્રતિબિંબ એ માયાવૃત્તિઓ તથા પ્રાણવૃત્તિઓમાં પ્રકટ થાય છે, ને ત્યારે, એ સ્વયં ઈશ્વર છે. (કેમકે માણસપણું જેમ મનનો એક તરંગ છે, તેમ ઈશ્વરપણું પણ, માયા મનનો એક તરંગ છે.) અને ત્યારે, ઈશ્વરના સંકલ્પો એના કલ્પિત સંકલ્પો, તથા ઈશ્વરનો અહંકાર એનો અહંકાર બની જાય છે. અને જેવી રીતે ત્યાં (જીવન કાળમાં) એના વ્યષ્ટિ અહંકાર, બુદ્ધિ, સંકલ્પ-શક્તિઓ તથા અંગો કામ કરતાં હતાં, તેવી જ રીતે, અહીં પણ એના સમષ્ટિ હંકાર, ઈશ્વરીય વિચાર અથવા બુદ્ધિ, અનાદિ સંકલ્પ તથા ઈશ્વરીય શક્તિઓ એનામાં પ્રવર્તે છે, ને પોતાને સ્વરૂપે એ નિત્યમુક્ત અસંગ આત્મા રહે છે, એ સૃષ્ટા, વિધાતા, કર્તા-હર્તા, તથા સંપૂર્ણ સ્વાધીન થઈ જાય છે. (જેવી રીતે સમુદ્રનું ટીપું પાછું સમુદ્રમાં ભળી જતાં, એ પોતે, વ્યષ્ટિ-ટીપું મટી જઈને સમુદ્રની સર્વ શક્તિઓનું સ્વામી, અને સ્વયં સમષ્ટિ-સમુદ્ર, તેમજ તેના તરંગો પણ બની જાય છે. તેમ, વ્યષ્ટિ જીવાત્મા પોતાનો “જીવ” ભાગ છોડી દઈને દેહ ત્યજે, ત્યારે, એ વ્યષ્ટિ મટી જઈને ઈશ્વરમાં કલ્પાયેલાં બધાં ઐશ્વર્યોનો કલ્પિત સ્વામી, સ્વયં ઈશ્વર બની જાય છે. અરે, એ ઈશ્વરીય કલ્પિત-સમષ્ટિ રૂપ માયાથીયે પર, એવો, સ્વયં અસંગ આત્માબ્રહ્મ બની રહે છે. ત્યાં, કર્મીપણા વડે મહાકષ્ટે કમાયેલા ક્ષણભંગુર સ્વર્ગના દેવપણાની તો વાત જ ક્યાં રહી!

(૪૫) એવા જ્ઞાનીની ઉપમા, જીવનમુક્તિ તથા વિદેહમુક્તિની દ્રષ્ટિએ આ રીતે થાય. એક મહાબુદ્ધિશાળી રાજપુત્ર હોય, તે નાનું

(૧૩૩)

સરખું રાજ્ય મળતાં, એક નિયમ બનાવે, ને મોટા મોટા સુયોગ્ય સુશિક્ષિત

નિયામકો તથા કારભારીઓની નીમણુંક કરીને પોતે નિશ્ચિત થઈને આરામ કરે, તથા પોતે જાતે કશું ન કરતાં, એ બધાનાં કામો ઉપર દેખરેખ રાખ્યા કરે, તેવી જ રીતે, એ જ્ઞાની પણ, પોતાના માનવપણાની નાનકડી રાજધાનીમાં પોતાના આત્માને અસંગ તથા નિર્લેપ જાણીને અહંકાર, લોભ, સંકલ્પ, પ્રકૃતિ, અંગો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, – એ સર્વથી અલગ, અસંગ, વિવેક કરતો, દેહથી ન્યારો, તેના દ્રષ્ય રહે છે.

(૪૬) એની દ્રષ્ટિ તથા એના નિરીક્ષણમાં, અહંકાર એક મુખ્ય પ્રધાન, પ્રત્યેક કર્મોનો જવાબદાર, અને ભલાઈ-બુરાઈનો કરનારો છે, એ સર્વને તે (અહંકાર) પોતાનાં માને છે. અને બુદ્ધિ છે એની સેક્રેટરી, કે જે ભલાઈ-બુરાઈની ચિન્તા કરતી એ (અહંકાર મહાઅમાત્ય) ને સૂચના કરે છે. આ કામમાં તને લાભ છે, ને પેલામાં નુકશાન છે. અને મન, પુણ્ય કે પાપ, કશું ન જોતાં, અને લાલચો આપે છે. એ તો એટલું જ સમઝે છે, કે દેહની, જે રીતે થઈ શકે તે રીતે, પણ રક્ષા કરવી જોઈએ. અને ચિત્ત, એને આગલા-પાછલા ઈતિહાસની યાદ આપતું રહે છે, કે જેનાથી આમ થયું હતું, ને તેનાથી તેમ. ને મનરૂપી ચિન્તન એમાંથી સાર કાઢે છે. કે હવે એવું કરશો, તો પરિણામ એવું જ આવશે.

(૪૭) એવી રીતે, જ્યારે વૃત્તિઓનું પાર્લામેન્ટનું એ પ્રધાનમંડળ એકત્ર થઈને પોતાના મહાઅમાત્ય પ્રેસીડન્ટ હંકાર સાથે સહમત થાય, ત્યારે સંકલ્પ જાગે છે, એનો નિર્ણય થાય છે, અને પછી, પ્રકૃતિરૂપી સેનાધિપતિ કે જેને વશ વર્તનારી બધી જ ઈંદ્રિયો તથા બધાં અંગો આજ્ઞાંકિત ફૌજ છે, તેને એ ગતિમાન કરે છે, ને તે મુજબ જ હાથ પગ કામ કરે છે. એમ તો, વગર સંકલ્પે પણ આંખો દેખતી હોય છે, ને કાન સાંભળ્યા કરતા હોય છે, તો પણ, જ્યારે પાર્લામેન્ટનો નિર્ણય થાય છે, કે અમુક જોવા-યોગ્ય છે, ને અમુક જોવા યોગ્ય નથી, કે અમુક સાંભળવા યોગ્ય છે, ને અમુક નહિ સાંભળવાનું, ત્યારે, એ સર્વપણ, પ્રકૃતિને અધીન હોવાથી, તે પ્રમાણે જ કરે છે. અને સ્વર્ગલોકનો રાજકુમાર આત્મા-રાજા, પોતાનાં આરામમાં રહીને એ બધો કારભાર નિહાળતો રહે છે. આ બધાં, એ નિગાહમાં જ બધું કરે છે, એની નજર બહાર નહિ, (કેમકે, એ સર્વ પોતે જે કંઈ છે તે, એની કૃપા દ્રષ્ટિ વડે કરીને જ છે.)

(૧૩૪)

(૪૮) જ્યારે આ બધાં અંગો, પ્રવૃત્તિ કરતાં થાકી-હારી જાય છે, ત્યારે,

જ્ઞાનેન્દ્રિયોને કશું કામ ન રહેતાં, એ તેમનાથી મોં ફેરવી લે છે, ને પોતપોતાના ગોખલામાં લીન થઈ જાય છે, જેવી કે નેત્ર આંખમાં, ઘ્રાણ નાકમાં, શ્રવણ કાનમાં, નેતેવી જ રીતે પ્રાણ પ્રાણમાં, – જેવી રીતે કે સૂર્યના અસ્તકાળે સૂર્યનાં કિરણો સૂર્યમાં, કે પાણીને લીધે ગ્નિની જ્વાળા અગ્નિમાં લય પામે છે.

(૪૯) આ પ્રાણ, એક ઘણો મોટો વહીવટદાર, અને આ નાનકડા રાજ્યનો રક્ષક છે. રાજ્યને એ ભોજન પહોંચાડે છે, ને એમને પગાર પણ વહેંચે છે, જાગ્રત કે નિદ્રા, સર્વ અવસ્થોમાં, છેક મૃત્યુ સુધી, એ રાજ્યના સર્વ પ્રજા-જનોને આજીવિકા તથા પુરસ્કાર (પગાર) પહોંચાડતો, તથા નાક, મોં તથા સોમકૂપો દ્વારા શ્વાસ લેતો રહે છે. પરંતુ, જ્યારે એ જ્ઞાનેન્દ્રિયો (નિદ્રાકાળે) નકામી થઈ જાય, ત્યારે પ્રધાનમંડળના સભાસદો પૂર્વવત્ કામ કરતા રહે છે, અને ઉપર કહેલાં વિચિત્ર દ્રષ્યો તથા અનુભવોને, સ્મરણશક્તિ કચેરી દ્વારા, મહાઅમાત્ય અહંકાર આગળ હાજર કરે છે, એટલું જ નહિ, પણ ધરતી તથા આકાશ તેમ જ તેમનામાંયે જે કંઈ છે તે બધું, એની સામે ધરી દે છે. એ સ્વપ્ન-રાજ્ય છે. પરંતુ, જ્યારે પ્રધાનમંડળના સભાસદો પણ થાકી જાય છે, ત્યારે, એ બધા, જ્ઞાનેંન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની જેમ જ, હ્રદયકમળના ઢાંકણમાં નિષ્ક્રિય બનીને, શાન્ત થઈ જાય છે. અને રાજકુમાર પોતે, પોતાના પિતા વિશ્વસમ્રાટ (આત્મા) કે જ  હ્રદયાકાશરૂપી સિંહાસન ઉપર વિરાજે છે, એની ગોદમાં લપાઈ જઈને તેની સાથે એકતા સાધી લે છે. (એ સુષુપ્તિ છે.)

(૫૦) એ (આત્મા-પરમાત્માના અર્થાત્ બિંબ-પ્રતિબિંબના) સંયોગ સમયે, પ્રાણ તો, પૂર્વવત્, રાજધાનીની સેવા અને રક્ષા કરતો રહે છે. જ્યારે અહંકાર, પ્રધનમંડળ સહિત, હ્રદયના આવરણથી પુનઃ નીકળીને (પોતપોતાને સ્થાને) પ્રસરી જાય, ને મસ્તક (રૂપી દફતર) માં પહોંચી જાય, કે તરત જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો પણ ઝટપટ બહાર આવીને, પોતપોતાની કચેરીઓમાં પોતપોતાનાં કામકાજો સંભાળી લેવા તૈયાર થઈને ફરજ ઉપર હાજર થઈ જાય છે. અને વિશ્વકુમાર (જીવાત્મા) પિતાની સોડેયમાંથી નીકળીને, પ્રતિબિંબની જેમ, પહેલા અહંકારમાં, પછી બુદ્ધિમાં, પછી ચિત્તમાં, ને પછી નાક-કાન-આંખની કચેરીઓમાં પહોંચી જાય છે. એ સર્વના સંરક્ષણ કાજે, પિતા (પરમ ચૈતન્ય પરમાત્મા) ની સાથે મેળ રાખીને (એટલે કે પોતાની બધી સત્તા તેની પાસેથી મેળવતો રહેતો,) રક્ષકપણું કરે છે, ને

(૧૩૫)

પહેલાંની જેમ, પોતાના ખાસ આરામઘરમાં, એ સર્વની પ્રવૃત્તિઓ પરત્વે

નિશ્ચિન્ત, એ બધાને જોતો રહેનારો બની રહે છે. એ જાગૃતિની અવસ્થા થઈ.

(૫૧) અને ત્યારે, હાથ લેવડદેવડને કામે લાગી જાય છે, પગ ચાલવા માંડે છે, આંખ દેખે છે, કાન સાંભળે છે, ને પ્રધાનમંડળના બધાં મેમ્બરસાહેબો, મસ્તકમાં જાણી-સમજીને વિચાર કરવા લાગી જાય છે. ઈંદ્રિયો વગેરેની આખીયે સેના એમના નિર્ણયની તથા એમની આજ્ઞાની રાહ જુએ છે, પુણ્યપાપની વ્યવસ્થા કરવામાં આવે છે, અને તેને લક્ષમાં રાખીને બધાં કર્મો ઉકેલાય છે. પ્રારબ્ધના કાનૂન મુજબ જ્યાં ભાગ્ય પુરૂષાર્થને અનુકૂળ હોય, ત્યાં ભોગનો ભોગવટો મળે છે, ને જ્યાં ભાગ્ય દાદ ન આપે, ત્યાં ભોગનો ભોગવટો નથી મળતો. જ્યાં ભોગો ભોગવવાનો જોગ લાગે છે, ત્યાં મહાઅમાત્ય અહંકાર રાજી થાય છે, ને જ્યારે નથી લાગતો, ત્યારે ખેદ અને શોક વડે એ ગમગીન થઈ જાય છે. વિવેક-બુદ્ધિને કારણે વિશ્વકુમાર આત્મદેવ, અહંકારથી અળગા એવા અક્ષય સુખચેનમાં વિરાજતો, એને દેખતો હોય છે, પરંતુ એ (અહંકાર) ની પ્રસન્નતાથી પ્રસન્ન, કે એના ખેદથી ખિન્ન નથી થતો, ને જેવો ને તેવો, પરમાનન્દરૂપી પોતાના ખાસ આરામમાં, એ (અહંકારનાં ખેદ પ્રસન્નતા) નો સાક્ષી રહે છે.

(૫૨) જ્યારે, ભાગ્ય અનુસાર, પુરૂષાર્થને અનુકૂળ સંજોગોમાં (મન-ગમતા) ભોગ આવી મળે, ત્યારે, તેના ભોગવટાની સાથોસાથ, અંતઃકરણમાં આનંદની એક વૃત્તિનો ઉદય થાય છે, કે જે રાજકુમારના ખાસ આરામમાંથી પ્રતિબિંબની જેમ ઝબકી નીકળે છે, ને તેના વડે અહંકારને પણ આનંદનો અનુભવ થાય છે. પણ જ્યારે એવો ભોગ-ભોગવટો પ્રાપ્ત નથી થતો, ત્યાં ચિન્તાને લીધે એ આનંદવૃત્તિ સ્થિર નથી રહેતી, ને પેલા સતત હાલ્યા કરતા  દર્પણની જેમ, એ ચંચળ તથા ચિન્તાતુર રહે છે. તેથી, એ આનંદ (કે જે આત્માનો અંશ છે, તે) ની છાયા એ (અહંકાર) માં પડતી નથી. તેને લીધે, અહંકાર બિચારો એ મનોવૃત્તિની વ્યાકુળતામાં વ્યાકુળ, ને દુઃખમાં દુઃખી થઈ જાય છે. પરંતુ, જ્યારે (મનગમતા) ભોગ મળે છે, ત્યારે અહંકારને એનું ભાન નથી હોતું કે, એ (તે કાળે થતો આનંદ) તો, અંદરથી, મારા માલિક આત્માના વિશેષ આનંદનો ચાલી આવેલો રસ છે,

(૧૩૬)

ને એ તો, એ સુખ એ વિષયભોગમાં જ રહેલું માનીને, વિષયભોગો તરફ જ

દોડતો રહે છે. જ્યારે (વિવેકથી યુક્ત) બુદ્ધિ એને ખંખેરી નાખીને ધમકાવે છે. કે (અરે મૂર્ખ) આ સુખભાવ એ ભોગવટાનો નહિ, પણ અંદર વિરાજતા આત્માનો છે. કેમકે, જો વિષયના ભોગમાં જ આનંદ હોય, તો, વૈરાગ્યવાન પુરૂષને તથા હ્રદયના રોગવાળા પુરૂષને પણ એમાં સુખ લાગવું જોઈએ, પણ નથી લાગતું. આ પ્રકારની ધમકી-ચેતવણીથી, અહંકાર પણ ખરી હકિકત જાણીને, વિષયભોગ માટેની પોતાની લાલસા ઓછી કરી નાંખે છે. ને પોતાના બુદ્ધિરૂપી સેક્રેટરીને ઈશારો, પોતા અંતરાત્મામાં લાગી જાય છે, ત્યારે, એ બુદ્ધિ, એના દેહના અભિમાનનું રૂપાન્તર કરીને, તત્કાળ એને આત્માભિમાનમાં જોડી દે છે. ( કે ‘હું આ દેહ નહિ, પરંતુ આનંદમય સાક્ષી આત્મા જ છું.) અને આવું પણ ત્યારે જ થાય ચે, કે જ્યારે એ કામકાજથી છૂટ્ટી મેળવીને કાંતમાં ધ્યાન કરે છે. પછી તો, દેહનું અભિમાન પણ, આત્મા અહંકારના ખાસ આનંદમાં જોડાઈ જઈ, તદ્રૂપ થઈ જઈને, સુખ-સમાધિમાં તાળી લગાવી દે છે, અને એ જ છે જીવાત્માનો પરમ આનંદ.

(૫૩) જ્યારે તે આવી રીતે પરમ આનંદમાં સુખમગ્ન થાય, ત્યારે, બહારના સુખ-આનંદો પોતાની મેળે તુચ્છ થઈ જાય. માત્ર જે જરૂર પૂરતાં અન્ન-વસ્ત્ર સુગમતાથી આવી મળે, તેના વડે, અથવા ભિક્ષા દ્વારા એ આવશ્યક્તાઓ પ્રાપ્ત કરીને, એ કેવળ દેહનું જતન કરે, ને શીઘ્ર, નિર્જન એકાન્તમાં દોડી જઈને પરમાનંદની લટક માણે. ન એને ધનની લાલસા પ્રેરે, કે ન એને ભોગની વિલાસિતા દગો દઈ શકે. કેમકે, પ્રારબ્ધ પ્રાપ્ત વિષયભોગમાં પણ, એ જ આત્મારામનાં બિન્દુ એના અંતરમાં ટપકે છે, ને સમાધિમાં તો, પરમાનંદના અત્યંત આરામસાગરમાં નિમગ્ન થવાય છે, પછી, વીષયભોગના આનંદ, ને ભોગનાં સાધનરૂપ ધનસંપત્તિ પણ એને મન તુચ્છ બની જાય, ને એને ફિટકાર કરતો એ, તેની પ્રાપ્તિ બદલ શોક કરતો, કોઈ કશું આપે, તો હાથ પણ લાંબો નથી કરતો. એવી રીતે, જીવનમુક્તિનો નગદ આનંદ માણતો એ વિચરે.

(૫૪) અહીંના શરીરનાં કર્મો સમાપ્ત થઈને મૃત્યુ સમીપમાં આવે, તો એની લગીરે પરવા ન કરતાં, એ તો, આ નાની શી રાજધાનીમાંથી મોટી રાજધાનીમાં જવાનો અવસર મળતાં આનંદિત થતો, શરીરના પડવાને ઉત્તમ ઘટના સમજે છે. જીવન દરમ્યાન પણ શરીરને મૃતક સમાન જાણીને એ જે લોથને

(૧૩૭)

ઘસડતો ફરતો હતો, તેને હવે એ સર્પની કાંચળીની જેમ સુગમતાથી ઉતારી

નાંખે. દેહ પડી જાય ત્યારે, એ અહંકાર, એ મન, એ બુદ્ધિ, એ ચિત્ત, બધાં જ રાજકુમાર આત્મામાં જ શમી જાય, ને વળી, પાછાં ઊઠીને કોઈ વ્યષ્ટિમાં જોડાવા માટે આગળ ન ચાલતાં, એટલે કે, ઉત્ક્રાંતિ ન કરતાં, ઈશ્વર પિતાના સમષ્ટિ પ્રાણ, બુદ્ધિ, ને અહંકારમાં, ખાલી સ્થળમાં વાયુ ભરાઈ જાય તેમ, ભરાઈ જાય, પિતાપુત્ર એક થઈ જાય, ને સમષ્ટિ અહંકાર પણ, એવી જ રીતે, (જીવાત્મારૂપી) રાજકુમારની સોડ્યમાંથી નીકળી જઈને, પોતાને સ્વરૂપ જોતો-જાણતો, સર્વભોગ (અનાયસ) પામી જાય. કેમકે, પછી તો, ઈશ્વરના (ઈશ્વરપણાના) અહંકારના સુખભોગ એના પોતાના હોવાનું કલ્પાય, ઈશ્વરના સત્યકામ તથા સત્યસંકલ્પના પ્રકાશમાં, એ સ્વયં, સત્યકામ તથા સત્યસંકલ્પ થઈ જાય, ને (માણસની જેમ ઓછી અધૂરી નહિ, પણ ઈશ્વરની) પૂર્ણ બુદ્ધિનું ગૌરવ પામીને, એ વિશ્વનો વ્યવસ્થાપક, સૃષ્ટિનો સર્જનહારો, ને પ્રાણીઓનો નિર્વાહકર્તા થઈ જાય, મતલબ કે ત્યારે જ જીવાત્મા સંપૂર્ણ સ્વતંત્ર તથા સ્વેચ્છાચારી (અર્થાત્ સર્વ પ્રકારના બંધનથી મુક્ત) બની રહે.

(૫૫) જીવનમુક્તિને કાળે, એનું (ઈંદ્રિયાદિ) સેન્યભોગના ભોગવટામાં પરતંત્ર હોય છે. પણ અહીં તો, વ્યષ્ટિ-અહંકારના નાશ સાથે એનાં કર્મો પણ નાશ પામે છે, ને મુક્તિ પામેલો, ઈશ્વરના સંકલ્પો વડે સત્યકામ થયેલો એ, જે ચાહે તે પામે, અરે, ધરતી ઉપર એની કલ્પનામાં પણ ન આવી શકે, એવા (આઝાદીના) સુખો એને માટે તૈયાર થાય છે. એની વાત, હવે બ્રહ્માની વાત કરતે આવશે. એવી રીતે, એવા જ્ઞાની જનને સ્વર્ગનું સામ્રાજ્ય મફતમાં, વારસામાં મળી જાય છે, નહિ કે (ધરમ-કરમની) મજૂરી કે સેવાચાકરી વડે, તેથી હે ભાઈઓ, આપણે પણ, એવી જ રીતે આ બટુકડી રાજધાનીમાં રાજ કરતા, પરમાનંદમાં નીરાંતવા તથા આરામથી પૂર્ણ છીએ, આ જડ કાયાને શબની જેમ ઘસડતા ફરીએ છીએ, ને પેલા અનાદિ ઈશ્વરીય(બ્રહ્માના) વાયદાની રાહ જોઈએ છીએ. જ્યારે વખત પાકશે, ત્યારે તમે જોશો, કે એ બધું આપણને વારસારૂપે મફતમાં મળી જાય છે. હવે, અમે વૈદિક મંત્રોમાં અપાયેલ એ વાયદાને તથા એ રજુઆતોનો અનુવાદ કરીશું, કે જે બ્રહ્માજીએ આપણને અનાદિકાળે આપેલાં છે, કે જેથી કરીને, અમારા શિષ્યોને આ વાતમાં વિશ્વાસ પડે, ને કોઈ એવું ન માની બેસે, કે અમે આ બધું અમારી કલ્પનાના ઘમંડ તથા ગુમાનમાં કરી રહ્યા છીએ.

ૐ અધ્યાય ૫મો સમાપ્ત ૐ

ૐ બીજો ઉપદેશ – જ્ઞાનકાંડ – છઠ્ઠો અધ્યાય ૐ

(૧૩૮)

(૧) સામવેદની છાંદોગ્ય શાખા (છાંદોગ્ય પનિષદ, પ્રપાઠક આઠ.

ખંડ સાતમા) માં, આપણે સાંભળીએ છીએ, કે શુભ તથા અશુભકર્મના ફળ નક્કી કર્યા પછી, બ્રહ્માજીએ ક્ષમાની પ્રતિજ્ઞા તથા “પ્રસાદ”ની જાહેરાત કરી, ને સમસ્ત દેવો તથા મનુષ્યોમાં એની ઘોષણા કરી, કે,  “જેવું કરે, તેવું તે પામે” એવો, કર્મફળના ન્યાયનો, એટલે કે કર્મકાંડ દ્વારા સ્વર્ગ કે બીજો સુખીભવ મેળવવાનો માર્ગ છે ખરો. પરંતુ, “જે આત્માને જાણે, તેને (બધું) માફ છે. એટલે કે, કર્મફળથી એ મુક્ત છે. અને વળી, એ પ્રસાદમાં પ્રવેશ કરીને મફતમાં જ બ્રહ્મલોક મેળવે છે. દેવ નિયમમાં, કર્મફળના ન્યાયમાર્ગથી નક્કી થયેલું છે, કે જે આત્માને જાણે છે તેના પ્રાણ મરણમાં ઉપડી જતા નથી, પણ આત્મામાં શમી જાય છે. અને ઈશ્વરીય પ્રાણ, ઈશ્વરીય ઈંદ્રિયો તથા ઈશ્વરીય અહંકાર, એનામાં વાયુની જેમ ભરાઈ જાય છે. તેથી, પ્રથમ કહેલા કર્મફળન્યાયના માર્ગને પ્રસાદ સાથે કશો ખાસ (સંબંધ નથી, તેમ ખાસ) વિરોધ પણ નથી. (કેમકે કર્મો દ્વારા સ્વર્ગ પામ્યા પછી, સત્કર્મોના તથા પરોક્ષજ્ઞાનના ફળરૂપે ચિત્તશુદ્ધિ થતાં, જીવાત્મા ઈશ્વરપદ પામે છે, ને ત્યાં પણ અહંકાર તથા નિષ્કામતા કેળવીને, બ્રહ્મલોકમાં એનો પ્રવેશ થાય છે.)

(૨) એ જાહેરાતમાં જે લખવામાં આવ્યું, (અહીંથી છાંદોગ્ય ઉપનિષદના પ્ર. ૮ ના પ્રથમ ખંડનો આરંભ થાય છે.) અને જેનો ઢંઢેરો દેવલોક તથા મનુષ્યલોકમાં પીટાવ્યો, એનો અમે અહીં અનુવાદ કરીએ છીએ. (અનુવાદ એટલે, માત્ર ભાષાંતર નહિ, પણ અસલ લખાણના ભાવને અનુસરીને કરવામાં આવેલું કથન.) કે હે લોકો, જે આ જગત છે, તે સ્વર્ગલોકનું એક વિશાળ સામ્રાજ્ય છે. એમાં જે મનુષ્યનું શરીર છે, એ બ્રહ્મની એક ખાસ પ્રકારની રાજધાની છે. એનું નામ “બ્રહ્મપુરી” છે, ને અંતઃકરણની અંદર જે હ્રદયકમળ છે, તે બ્રહ્મનો એક મુખ્ય બંગલો છે. અને એની અંદર જે આકાશ (એટલે કે પોલાણ) છે, એ ખરૂં જોતાં બ્રહ્મનું સિંહાસન છે. એની અંદર જે કોઈ પોતાના આત્મા-બ્રહ્મને શોધી કાઢીને એને ઓળખી લે, તેને “પ્રસાદ” માં પ્રવેશનું નિમંત્રણ અપાય છે, એવો (નક્કી થયેલો) બ્રહ્મ ન્યાય છે. એ માર્ગના પથિકની કરણી, એનાં અંગોમાં રહી જાય છે, ને એને લાગુ પડતી નથી, કેમકે, એ (જીવાત્મા પોતે) તો, વિવેક વડે કરીને પેલા (બ્રહ્મપુરીના) સિંહાસન સાથે પોતાનો યોગ સાધનો, તેમાં એકાકાર થઈ જાય છે. ને એ, બ્રહ્મ ન્યાય અનુસાર, પુણ્ય પાપથી રહિત છે, કેમકે એ અસંગ આત્મા છે.

(૧૩૯)

(૩) કોઈ જો એવો વિચાર કરે, કે આ બ્રહ્મપુરીમાં બ્રહ્મનો એક નાનો સરખો

બંગલો હોવો, ને તેમાં ઝીણકલું આકાશઅથવા બ્રહ્મનું સિંહાસન હોવું, એવી વાતમાં, એ આકાશમાં એવું કશું તે શું છે કે જેને બ્રહ્મ કહેવાય? તો, એવો વિચાર કરનારે સમજવું જોઈએ, કે હે ભાઈઓ, અંદરનું એ આકાશ, આ બહારના આકાશ જેવડું જ છે, તેનાથી નાનું નહિ. પણ, હ્રદયની અંદર હોવાથી એ નાનકડા જેવું ભાસે છે. જેવી રીતે, આ મહાઆકાશમાં એક ઘડો મૂકવામાં આવે, તો આકાશના બે ટુકડા થઈને, એક અંદરનું ને બીજું બહારવાળું, એમ એના બે અલગ ભાગ નથી પડી જતા, પરંતુ, એનું એ આકાશ, ઘરની અંદર, પ્રવેશેલા જેવું ઘટાકાશ, ને બહારનું આકાશ-મહાન આકાશ હોવા જેવું, માત્ર ભાસમાન થાય છે. એવી રીતે, આ હ્રદય આકાશ, હ્રદયની અંદર આવેલું, હ્રદયકમળની આકૃતિ અનુસાર નાનું સરખું દેખાય છે, પરંતુ વાસ્તવમાં, આખું ને આખું મહાન આકાશ એની અંદર છે. એના કંઈ ટુકડા થયેલા નથી હોતા.

(૪) બલકે એમજ સમજોને, કે દેવલોક તથા ભૂલોક, બંને, આ હ્રદય-આકાશમાં એકઠા છે. ને અગ્નિ તથા વાયુ પણ અહીં વસે છે, ને સમસ્ત (ભૂતકાળ) તથા (ભવિષ્યકાળ) ભાવનાઓ એની અંદર જ વિદ્યમાન છે. (કેમકે, વાસ્તવમાં, એ બધી અંતઃકરણની કલ્પનાઓ હોઈ, અંદરના ચેતનમાં જ એ સર્વ ઉપજે, વસે, ને અંતે શમી જાય છે.) જેમ સમસ્ત સ્વપ્ન દુનિયા, ઊંઘેલાના હ્રદયઆકાશ (અંતઃકરણ) માં હોય છે. પરંતુ સ્વપ્નની વિચિત્રતાઓને લીધે એ સૂનારો પોતાની જાતને સ્વપ્નની દુનિયાનો અંશ હોવાનું ભાન કરતો હોવા છતાં, સ્વપ્નની ધરતી તથા આકાશને એ પોતાની બહાર રહેલાં રૂપે પ્રાપ્ત કરતો હોય છે, તેવી જ સ્થિતિ અહીં પણ છે. (સ્વપ્નની એ ખાસ વિચિત્રતા છે કે, સ્વપ્ન જોનારો, પોતે સ્વપ્નસૃષ્ટિથી અલગ એવો તેનો જોનારો રહેવા સાથે, પોતાને તેની અંદર પ્રવર્તતો તથા દુઃખી સુખી થતો પણ અનુભવે છે.) બાકી, ખરૂં જોતાં, શું દેવલોક કે શું ધરતિના લોક, શું અગ્નિ, કે વાયુ, બધા જ ભાવો, તથા પોતે ઈચ્છેલા બધા જ દૈવી પદાર્થો, એ (અંતઃકરણરૂપ) હ્રદયઆકાશની અંદર છે.   

(૫) જો કોઈ એવું જાણવાની ઈચ્છા કરે, કે જેમાં બધાં ભૂત તથા ભાવનાઓ એકત્ર છે, એવું આ બ્રહ્મપુર, ઘરડું થઈ જાય, અથવા મરણ પામીને આઘું ખસી જાય, તો પછી ત્યાં કશું શેષ રહે કે નહિ? તો એણે સમજવું ઘટે, કે એ બ્રહ્મપુરમાં રાજ્ય કરનારો આત્મા, એ નગર ઘરડું થવાથી પોતે ઘરડો નથી થતો, તેમ એના મરવાથી પોતે નથી મરતો. એ તો (સત્) છે. બધી જ ભાવનાઓ તથા બધા જ

(૧૪૦)

મનોવાંછિત પદાર્થો, એનામાં જ વિદ્યમાન છે, એ જ આત્મા,

પાપોથી રહિત છે. નથી એ પુરાણો થતો, નથી એ મરતો, નથી એને શોક, નથી એને ભૂખ કે તરસ. બલકે, એ સત્યકામ અને સત્યસંકલ્પ છે. (એ જેની કરે છે, તે એને મનોમય હાજરા-હજુર હોય છે.) જે ચાહે તે એ કરે છે. ને પૂર્ણપણે સ્વાધીન છે. (અને કશું પણ મેળવવા માટે કોઈની કે કશાનીયે ગરજ નથી. જુઓ મહિમ્ન સ્તવનના ૪, ૫ અને ૬ વાળા શ્લોકો.)  

(૬) હે લોકો, જેઆ એને પોતાના હ્રદયકમળમાં નથી જાણતા, એના પરિચય વિના જ મરે છે. ને એનો એવો મહિમા જાણ્યા વગર જ અહીંથી રવાના થઈ જાય છે, કે એ કેવો સત્યકામ, સત્યસંકલ્પ, અને સંપૂર્ણ સ્વાધીન છે. એવાઓના કેવા હાલ થાય છે, તે સાંભળો. એવા જીવાત્માએ ભલેને આખું જીવન સત્કર્મોમાં વિતાવ્યું હોય, ને પોતાનાં સત્કર્મોનાં ફળ પામવા માટે ભલેને એ ઉપરના (પિતૃ કે સૂર્યવાળા સ્વર્ગ) લોકમાં જતા હોય, તોયે, જેવી રીતે અહીં સાધન-સંપન્ન મનુષ્યો પણ રાજા તથા રાજપુરૂષોના શાસનમાં પરાધીન જ હોય છે, ને રાજ્યના કરવેરા એમને પણ ભરવા પડે છે, તેવી જ રીતે, એ (ઉપરનાં લોકમાં,) દેવોના સેવક અને કર ભરનારા થાય છે. અરે, એ જે સ્થળે જવા ઈચ્છે છે તથા જે વસ્તુની અપેક્ષા કરે છે, તેમાંનું કશુંયે, તે દેવોની ઈચ્છા તથા આજ્ઞા વિના એ નથી પામી શકતા. તેથી, જેમ પ્રજા, રાજ્યના કર્મચારીઓના હાથમાં વિવશ હોય છે. તેવી રીતે એવા જીવાત્માઓ, દેવોના હાથમાં વિવશ રહે છે.

(૭) વિચાર કરો, કે એવાઓ કેવી રીતે સ્વાધીન થાય? એ તો, અહીં સત્કર્મો કરતા છતાં, દાસપણા તથા પરાધીનતામાં વિશ્વાસ રાખતા હતા, દેહને જ પોતાની જાત સમજતા હતા. ને પોતાનો આત્મા નામે ઈશ્વર, ક્યાંક, કેટલાંયે આકાશોની ઉપર વસતો હોવાનું જાણતા હતા. એમનો ન્યાય એટલો જ હતો, કે મજુરને મજુરીનો હક અવશ્ય છે. તેથી, સોમલોકમાં એમને સંતોષ લાગે છે. પણ નોકર પોતે કદીયે ઘરનો માલિક ન હોઈ શકે. છેવટે, એ નોકરનો નોકર જ રહે. અને વળી, નોકર કંઈ અનંત કાળ સુધી ઘરમાં રહેવા પામતો નથી. ને આખરે એને બહાર ઘકેલી દેવામાં આવે છે. એવી રીતે, જ્યારે એમની (સત્કર્મોરૂપી) નેકીઓના ફળભોગ પરલોકમાં ખપી જાય છે, ત્યારે, એ પાછા મર્ત્યલોકમાં જઈ પડે છે.

(૮) ત્યાં (મર્યા પહેલાંના મર્ત્યલોકમાં) પણ, જેઓ (પરાક્રમી) કર્મો વડે દેશો જીતે છે, ને તેને પણ છેવટે, એ છોડીને જાય છે, એવી રીતે, કર્મો વડે જેઓ માત્ર સોમલોક પહોંચે છે, તે, છેવટે ત્યાંથી પાછા પડે છે.

(૧૪૧)

એ (કર્મકાંડનો) દૈવી (એટલે કે દેવલોકને લગતો) નિયમ છે, કેમકે,

જે બનાવવામાં આવ્યું હોય, તે, વખત આવતાં તૂટી પણ જાય. શુભ કર્મો વડે રચાયેલો સોમલોક હોય છે, એ પણ નિત્ય નથી. અને ત્યાં ચઢી પહોંચતા જીવો, સ્વાધીન, ને મુક્ત નથી હોતાં.

(૯) પરંતુ, જેઓ અહીં હોવા દરમ્યાન પોતાના આત્માને ઓળખી લે છે. આ બ્રહ્મપુરમાં રહેલા હ્રદયાકાશમાં વસતો એને જાણે છે, ને મનમાં એવો નિર્ણય કરે છે કે “હું જ બ્રહ્મ છું, હું જ બધાનો માલિક છું, ને હું જ સત્ય-સંકલ્પ-સત્યકામ છું. મારામાં ન તો પુણ્ય-પાપનો સ્પર્શ છે, તેમ નથી એમાંના કશાનું ફળ મને લાગતું. દેવલોક, ભૂલોક, અગ્નિ, વાયુ, ચંદ્ર, સૂર્ય, તારા, એ કુલ બધાં, મારી અંદર કલ્પાયેલા, આ હ્રદયાકાશમાં છે, ને એ જ છે મારૂં સિંહાસન.” એમ જાણીને જે મરે, એમને જાણીને જે મરે, એમને માટે સત્યલોક છે. એ જ સત્યકામ અને સત્યસંકલ્પ, સર્વશક્તિમાન થઈ જાય છે. ને સર્વલોકમાં એ કામચાર, અર્થાત્ સ્વાધિન અથવા સ્વતંત્ર થાય છે.

(૧૦) એમની એવી મરજી થાય, કે આપણે પિતા, દાદા કે પૂર્વજોને મળીયે, તો, એમનાં માત્ર સંકલ્પથી જ પિતા, દાદા, ને પૂર્વજો ઉપજી નીકળે, એમને એ મળે, ને પોતે પણ પિતૃલોક પ્રાપ્ત કરીને, યથા યોગ્ય ગૌરવ તથા માનપાન મેળવે.

(૧૧) એ માતાઓની તથા દાદાઓની મુલાકાત ઈચ્છે. ત્યારે, સંકલ્પ થતાં જ, એક પલકારમાં માવરો તથા દાદીઓ નીકળી આવે, અને મળે, ને એ પોતે પણ મૃતલોકમાં પૂર્ણકામ થઈને (એટલે કે એમની ઈચ્છા પૂરી થતાં,) ગૌરવ અને પ્રતિષ્ઠાવાળા (મનોમય) થાય.   

(૧૨) ભાઈઓ તથા સગાસંબંધીઓની મુલાકાત ઈચ્છતાં જ સંકલ્પની એક પલકમાં, ભાઈ-બિરાદરો ઉપજી આવે, ને એમને મળે, અને એ રીતે ભ્રાતૃલોકમાં કૃતકાર્ય થઈને, પોતે માનનીય તથા હર્ષાન્વિત થાય.  

(૧૩) સસરા-સાસરાની ઈચ્છા તથા, કેવળ સંકલ્પમાંથી તેમના સસરા તથા સાસરીયાં નીકળી આવીને એને મળે, ને એવી રીતે શ્વસુરલોકમાં પૂર્ણકામ થયેલા તેઓ, સન્માન અને મોહ માણે.

(૧૪) વિનોદ માટે તેઓના પોતાના મિત્રવર્ગને મળવાની મરજી થતાં જ, માત્ર સંકલ્પથી મિત્રો-દોસ્તારો પ્રકટ થઈને તેમને મળે, ને એ રીતે, સખાલોકમાં કૃતકૃત્ય થયેલા એ, પ્રમોદ માણતા, પ્રતિષ્ઠા માને છે.

(૧૪૨)

(૧૫) અત્તર વગેરે જેવાં સુગંધીપદાર્થો મેળવવાની ઈચ્છા થતાં,

કેવળ સંકલ્પ વડે સુગંધદાર પદાર્થો ઉપજી ઉઠે, ને એને ભોગવતા, એ ગંધલોકમાં કૃતકૃત્ય થયેલાઓ, પોતાને સન્માન પામેલા જાણે.

(૧૬) ખાનપાનની મરજી જાગતાં, સંકલ્પ માત્રથી ખાનપાનની વસ્તુઓ એમની આગળ હાજર થઈ જાય. ને એ ખાનપાનની લોકમાં કૃતકૃત્ય થઈને, માન તથા હર્ષ પામે.

(૧૭) રંગ-રાગ તથા ગાયનવાદનની કામના થતાં, માત્ર સંકલ્પથી રંગરાગ તથા ગાયનવાદન પ્રકટી નીકળે, ને એ ગંધર્વલોકમાં પૂર્ણકામ થઈને, પ્રસન્ન તથા સન્માનીત થાય.

(૧૮) સુંદર નારીઓની ઈચ્છા થતાં, તરત જ મનેમય સુંદર નારીઓ પ્રત્યક્ષ થાય, ને એવી રીતે, તેઓ સ્ત્રીલોકમાં પૂર્ણકામ થઈને માન મરતબો માણે.

(૧૯) સારાંશ કે, હું આમ એક એક કરીને કેટલું ગણાવું? જે જે વસ્તુની ઈચ્છા કરે, તે તે વસ્તુ એમને એનો વિચાર કરવા સાથે મળી જાય, અને તે તે લોક પરત્વે પોતાની કામના પૂરી થયાનો સંતોષ પામતા, તેઓ પૂર્ણકામ, સંમાનિત ને પ્રસંદ થાય. આ જ “પ્રસાદ” છે. કર્મફળના ન્યાયની કડાકૂટમાંથી નીકળી જઈને તમે પણ આ પ્રસાદમાં આવી પહોંચો. વાર ન લગાડો. ગયો સમય પાછો હાથ નહિ આવે. અને એવું બધું, આ બ્રહ્મપુરીમાં જ આત્માની ઓળખ થતાં, બનવા પામે છે. આત્માને જ ખોળો, એની જ ખોજ કરો. જે શોધે તે પામે. જે દ્વાર ખખડાવે, તેને માટે એ ખૂલે, એ ખરો ન્યાય છે. અને એ ન્યાય, પ્રસાદથી વિરૂદ્ધ નથી. (એટલે કે, સત્કર્મ તથા બ્રહ્મજ્ઞાન, એ બેનો સુમેળ છે. કુમેળ નથી.)

(૨૦) અત્યારે પણ, એ સત્યકામ ને સત્યસંકલ્પ, તમારા આત્મામાં સ્થાપિત છે. પણ ખોટા આવરણમાં એ છુપાઈ રહેલાં છે. એ બધું તમારા હ્રદયઆકાશમાં હાજર છે, તો પણ, (અહંકાર વગેરેના) ખોટા ઢાંકણ વડે ઢંકાઈ ગયેલા એ, બહાર પ્રકટ નથી થતાં, ને વળી, તમારાં જે જે પુત્ર, ભાઈ, સગાં, પાડોશી વગેરે મરી પરવારેલાં હોય. એ બધાં પણ તમારા અંતઃકરણમાં, એ ખોટાં ઢાંકણની અંદર ભરાઈ પડેલાં, તમને પ્રત્યક્ષ થવા માટે પ્રકટ નથી થતાં. અરે, અરે મરી ગયેલાં તે વળી શું ઊઠે, પણ

(૧૪૩)

જે જીવતાં અને અજાણ્યા દેશોમાં વસતાં કે ફરતાં હોય, તે પણ તમને મળી

શકતાં નથી. પરંતુ, એ સર્વની ખાણરૂપ તમારા આત્માને જો તમે જાણી લીધો હોય, ને એનામાં લક્ષ રાખીને એના દરવાજા તમે ખખડાવતા હો, તો, મરણ સમયે એ ઢાંકણ ખસી જાય, ને એ બધાં, એક માત્ર તમારા સંકલ્પથી ઊઠીને ઊભાં થઈ જાય, ને તમને મળે, (કેમકે, આત્માના જ્ઞાનમાં, પોતે સ્વર્ગમાં સર્વ પોતાનામાં, ને પોતે તેમજ એ સર્વ, પરમાત્મામાં હાજરા હજુર છે.)

(૨૧) તમારા મનમાં છુપાયેલા એ મનોરથો તમને પ્રાપ્ત નથી થતા. એનું એક દ્રષ્ટાંત લઈએઃ- કોઈ પુરૂષ તમારા ઘરમાં ભોયરામાં છુપાઈ રહેલો હોય. અને તમે નથી જાણતા, ને એના ઉપર ફરતાં હોવા છતાં, એને તમે મળવા પામતા નથી. એના જેવું આ છે. અફસોસ! બધા મનોરથો તથા બધી સ્વતંત્રતાઓનો સમુદાય તમારા અંતર ભોંયરામાં સંતાયેલા આત્મામાં ભારેલાં, ખોટા આવરણની ઢંકાયેલાં પડ્યાં છે. તમે નિત્ય સુષુપ્તિમાં જઈને, એ આત્મબ્રહ્મ સાથે બેભાનપણે એક થઈ પણ જાઓ છો. પરંતુ, એ આત્માના અજ્ઞાનને લીધે તમને એ તમારા જ આત્માની સભાન પ્રાપ્તિ થતી નથી, એનું કારણ એ છે, કે એ આત્માને તમે ઓળખતા નથી, ને ઉલટા, પોતાનામાં તમે દાસપણું તથા પાપો હોવાનો વિશ્વાસ રાખીને, એના મેલ વડે, એ પવિત્ર આત્માનું અપમાન કરતા રહો છો. હે લોકો, તમે એ જૂઠા મિથ્યાપણા પર સવાર થઈ જાઓ (ને એને તમારા ઉપર સવાર ન થવા દો.) ટલે તરત તમને સત્યસંકલ્પ પ્રાપ્ત થઈ જશે.

(૨૨) આ સત્યકામ તથા સત્યસંકલ્પ આત્મા, કે જે તમારૂં સાચું હું-પણું છે, એ તમારા અંતઃકરણમાંજ વિદ્યમાન છે. ને એનું જ નામ સત છે. તેથી રોજ-રોજ સુષુપ્તિમાં પ્રવેશતા બુદ્ધિમાન મનુષ્યો, એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. પરંતુ, જ્યારે એ સંપ્રદાય (નિદ્રાકાળના સુખ અનુભવરૂપી) આત્મા, મરણમાં આ મિથ્યા દેહમાંથી પ્રયાણ કરીને પોતાના જ્યોતિરૂપ પરમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, ત્યારે જ એ વાસ્તવિક, એટલે કે યર્થાત્ (ઊંઘના તમો ગુણથી મુક્ત એવો,) સાચો આત્મા બની રહે છે. અને એ જ અમૃત, એ જ સંપન્ન, એ જ બ્રહ્મ છે. તે સમયે, અવિદ્યાનું મિથ્યા કલ્પિત આવરણ પૂરેપૂરૂં હટી જાય છે.

(૨૩) ખરૂં જોતાં, આત્મા એક નક્કર શીલા સમાન છે, જેના ઉપર લોક, પરલોક, ઉપરના, નીચેના, એ સર્વના મનોકલ્પિત

(૧૪૪)

સંકલ્પજન્ય આકારો અંકાયેલા ને કલ્પિત છે, તેથી તો એને સંસ્કૃતમાં સેતુ

તથા વિધૃતિ કહે છે. (છાંદોગ્ય ઉપ. ૮-૪-૧૭.) કેમકે, બધાંના રૂપો, ભ્રાન્તિથી ભાસતી રેખાઓ અનુસાર, આ શિલા અર્થાત્ વિધૃતિમાં અંકાય છે, અને એ સર્વનો વિવેક તથા એ સર્વનું અસ્તિત્વ, એને લીધે જ છે. અને એ સર્વનો વિવેક તથા એ સર્વનું અસ્તિત્વ, એને લીધે જ છે. જેમ શીલા ઉપર ચીતરેલી રેખા-આકૃતિઓ ભૂંસી નાખવાથી જતી રહે છે, પરંતુ આકાર વિનાની એ શિલાને તો, રાત દિવસ કાપતાં નથી, તેમ વૃદ્ધાવસ્થા કે મોત એનો નાશ નથી કરી શકતાં. અને નથી સ્પર્શતો કોઈ શોક કે ન કોઈ સદાચાર, તેમ નથી કોઈ દુરાચાર પણ એને ચોંટી પડતો, બલકે, પાપ એનાથી વેગળા રહી જાય છે, એજ નિષ્પાપ છે. એ જ બ્રહ્મલોક છે.

(૨૪) એજ કારણે, સુષુપ્તિમાં, આ આત્મશિલામાં (ભૂસાઈને) એકાકાર થઈ ગયેલો અંધજન, અંધ નથી રહેતો, બંધવો બંધવો નથી રહેતો. કેમકે અંધાપો, બંધ તથા દુઃખ, એ બધાં તો, દેહનાં લક્ષણો છે. સુષુપ્તિમાં જ્યારે જીવાત્મા દેહને પણ છોડતો, આ શિલારૂપી સેતુ સાથે તલ્લીન થઈ જાય છે, ત્યારે, એ કેવી રીતે અંધાપો, બંધન તથા દુઃખ પામે? એ તો, અંધાપો, બંદીવાનપણું દુઃખ,- એ સર્વથી સ્વતંત્ર, નિત્યમુક્ત છે.

(૨૫) વળી, આ સેતુ-વિધૃતિને પ્રાપ્ત કરીને, રાત્રિઓ દિવસ થઈ જાય છે. અંધકાર અજવાળું થઈ જાય છે,-એવો એ, નિત્યપ્રકાશ છે, અને એજ બ્રહ્મલોક છે. (એ આત્માનું દેખવું એવું અજબ છે, કે દિવસને જેવો દેખે-જાણે છે, તેવો રાતનેય દેખે-જાણે છે, એ અજવાળાને દેખે-જાણે છે. તેવી જ રીતે, અંધકારને પણ દેખે-જાણે છે. એવો એ બીન શરતી, નિત્યપ્રકાશ છે.) જે કોઈ બ્રહ્મચર્ય વડે, (એટલે કે, બ્રહ્મભાવનાપૂર્વક) એ પ્રકાશમાં જ ચાલે, એ ઠોકર ન ખાય, અને જેઓ બ્રહ્મચર્ય દ્વારા અન્વય-વ્યતિરેક નિયમ વડે, અંધકારથી અજવાળાને અળગું પાડી જાણે, તથા જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિમાં એકરસપણું દેખે,-બ્રહ્મલોક તેમનો જ છે, સીધે સીધો. એવા (જીવાત્માઓ) જ મૃત્યુમાં સર્વલોકમાં કામચાર (એટલે કે યથેચ્છ વિચાર કરવા સ્વતંત્ર) થઈ જાય છે, કે જે સ્થિતિનો આપણે પાછળ ઉલ્લેખ કર્યો છે.

(૨૬) એવા મનુષ્યને, જ્યારેસંસારમાં અરૂચિ, ને આત્માના પરિચયમાં રૂચિ લાગે, ત્યારે એ બ્રહ્મચર્ય કરતો, ભોગ વિષયોનાં સુખેથી પરામ થઈ જાય. (એટલે કે, એનાથી પોતાનું મોં ફેરવી લે.) અને બ્રહ્મચર્ય વડે અંતઃશુદ્ધ થતો એ, ગુરૂદેવ કનેથી આત્મવિવેક પ્રાપ્ત કરે. ત્યારે, અહીં, જીવતાં જીવંત જ, એને જેવું હોય તેવું

(૧૪૫)

(સત્ય) રોકડું મળી જાય, પોતે બધી ઉપાધિઓથી મુક્ત થઈ જાય,

અને જેમ માણસને કોઈ બગીચો મળી જાય ત્યારે એની શીતળ છાયા પણ સાથોસાથ મફતમાં મળી જાય, તેવી રીતે, સત્યકામ વગેરે સામાન, એને મફતમાં આવી મળે. બાગ ખરીદતે, માણસ દસ્તખતમાં બાગના ફળ, લાકડાં જમીન વગેરે મિલ્કતો પોતાને નામે કરાવી લે છે, પણ એના છાંયડાની વાત નથી લખાવી લેતો, તોયે, તેયે, એને એમને એમ, કાચર-કુચર લેખે મફતમાં મળી જાય છે.

(૨૭) તેવી રીતે, આત્માનો અભિલાષી પણ, બ્રહ્મચર્ય કરતો (બ્રહ્મભાવમાં સદૈવ રહેતો) એની પ્રાપ્તિ ઈચ્છે, ત્યારે, એ દુનિયામાં કશાની લલચ નથી કરતો, એટલું જ નહિ પણ, પુત્ર પરિવાર, ધન, લોક, પરલોક, એ સર્વથી મન ફેરવી લેતો, ને એ સર્વને તુચ્છ તથા મિથ્યા લેખતો થઈ જાય, એને ધૂન છે. એક માત્ર આત્માને ઓળખવાની. અને એને જાણીને, રોકડો મેળવી પણ લે, ત્યારે, એ અહીંનો અહીં, નિરૂપાધિ બનીને, આ જડ શબરૂપ કાયાને (પ્રારબ્ધને કારણે) ઘસડતો ફરે, ને, એનાં ક્ષુદ્ર દુઃખ સુખોને અહંકારમાં થતાં દેખતો, દુઃખી કે સુખી જેવા દેખાયા તો કરે. પરંતુ, આ જ્ઞાનની લાગવગને જોરે, સ્વર્ગલોકના રાજ્યનો એ યુવરાજ બનીને, જીવન દરમ્યાન પેલા પ્રયાણના સમયની પ્રસન્નતાથી રાહ જોતો રહે. જ્યારે નિયત કાળ આવે, ને શબ સમું આ શરીર ખરી પડે, ત્યારે, એ પુનઃ પોતાના જ્યોતિસ્વરૂપમાં જામી રહે. પછી, એને પાછું ઉડવાનું નથી રહેતું, તોયે, (ઈશ્વરીય) માયાની વૃત્તિને લીધે, સત્યકામ અને સત્યસંકલ્પ એને આલતુ-ફાલતુમાં મફત, કલ્પિત આવી મળે છે. એ બધું એને નથી જોઈતું, તોયે મળી આવે છે. કેમકે, એ બધું, એનો પોતાનો જ પડછાયો, એની પોતાની જ છાયા છે. પોતાની છાયા પોતાની સાથે ફરે, તે માટે માણસને કદીયે કશો બંદોબસ્ત કરવો પડે છે ખરો? એ તો, એ જ્યાં જાય ત્યાં, સાથે ને સાથે જ હોય.

(૨૮) એવી જ રીતે, વિદેહ-મુક્ત આત્મા પણ, નિયુક્ત, ને ત્રિગુણાતીત હોઈને, એ માયા તરફ મીંટ પણ નથી માંડતો. તોયે, એ બિચારી, એની જ છાયા હોવાથી, બીજે જાય ક્યાં? એના સિવાય તેને બીજો કોઈ આશરો નથી દેખાતો, એને જ શરણે, એની જ આજ્ઞાંકિત, દુનિયાથી માંડીને છેક બ્રહ્મલોક સુધીનું બધું એનામાં કલ્પાવતી તે, એનામાં બ્રહ્મલોક તથા સત્યકામ વગેરેનું આરોપણ પણ ઉપજાવતી રહે છે. (કર્મકાંડના ધર્મશાસ્ત્રો મુજબ, ઉપરના એટલે કે મનની ઉચ્ચ સ્થિતિના

(૧૪૬)

સાત, ને નીચેના એટલે કે જીવની અધોગતિના સાત લોક જીવાત્માએ

પાર કરવાના રહે છે. એ ઉપરના તે, ભૂઃ, અર્થાત્ ધરતીનું જીવન ભુવઃ એટલે તારા, નક્ષત્રો ઈ. ના જેવી, ધરતી કરતાં ઓછી લપ છપ વાળી અવસ્થા સ્વઃ અર્થાત્ પિતૃલોક તથા સોમલોકની કલ્પનાવાળી, વાસનાઓ થવી તથા મનોમન ઉપભોગ પણ તરત થઈ જતો હોવાની “કલ્પવૃક્ષ” કહેવાતી ચિત્તસ્થિતિ, કે જે સ્વર્ગ પણ કહેવાય છે, તે, તેનાથી ઉચ્ચતર અવસ્થા, તે મહર્લોક, જેમાં જીવને મોટાઈ મળ્યાનો મનોમય સંતોષ રહીને, એની મહત્તાની બધી વાસનાઓ પૂરી થતી હોવાની કલ્પના ઉપજે છે. તેની ઉપરનો, તે જનઃલોક, કે જ્યાં સર્વ પ્રાણીઓ વગેરે સાથે પોતાની એકતા અનુભવતો જીવ, સર્વના ઉપર આધિપત્ય મળવાની વાસનાની મનોમય તૃપ્તિ પામે છે. તેની ઉપરનો, તે તપ લોક, કે જ્યાં, એ જીવાત્મા પોતાના અસલ સ્વરૂપનો વિચાર કરતો થઈ જાય છે. તે પછીનું સાતમું સ્વર્ગ, તે સત્યલોક, જીવાત્માને, એમ આત્મચિંતન કરતાં, સત્યસ્વરૂપની જાણ થઈ જાય, એ ચિત્તસ્થિતિ, તે સત્યલોકનો નિવાસ. એ બધું જ, કાયાની ગરજ વિનાનું મનોમય હોવાથી, કર્મકાંડી શાસ્ત્રોએ, લક્ષણ યોજીને, ભૂલોક સિવાયનાં બધાં સ્વર્ગોમાં જીવાત્માને માત્ર મનોમય વાસના દેહ જ હોવાની કલ્પના કરી છે, એમ, જીવાત્માની ઉત્ક્રાંતિ થતાં થતાં, એ પોતાના સ્વરૂપની જાણકારી સુધી, એટલે કે, આત્માના પરોક્ષજ્ઞાન સુધી પહોંચે છે, ને ત્યાં સુધી એને, મોક્ષની તોયે, વાસના તો રહે છે જ. તે પછીનો જે “લોક”, તે બ્રહ્મ લોક, અર્થાત્, પોતે સ્વયં બ્રહ્મ હોવાના અનુભવરૂપી સાક્ષાત્કાર થવો તે. ત્યાં વાસના નામે યે શમી જવાથી, પાછળની અવસ્થાઓના સત્યકામ, સત્યસંકલ્પ વગેરે પણ ટળી જતાં, પ્રાપ્ત થતી જીવન મુક્તિની એ સ્થિતિને “લોક” ની સંજ્ઞા નથી. ને ત્યાંથી, એ જીવાત્મા પોતે, જીવ મટી જાય છે. આત્મા યે મટી જાય છે, ને સ્વયં બ્રહ્મ થઈ રહે છે. એ થયો પૂર્ણ મોક્ષ. કર્મકાંડમાં, આ “સ્વર્ગો” કહેવાતી કક્ષાઓને પામવા માટે, પુણ્યકર્મોની ભાવનાની તથા શરીરના પડવાની ગરજ રહે છે, ને એ મર્યા પછીના વાયદા કરે છે, તેમાં, જીવની સાતમા લોકથી આગળ ગતિ ન થતાં, ને પુણ્યકર્મોનાં ફળનો અવધિ પૂરો થતાં, જીવ પાછો ધરતીમાં પડે છે. પરંતુ જ્ઞાન માર્ગે, આ બધાં “સ્વર્ગો” એને એક પછી એક, અહીં જ, ચાલુ ભવમાં પાર થઈ જાય છે, ને તે, ઈશ્વરપદની યે કલ્પનાને ઠોકરે મારીને, સ્વ-રૂપ ચિંતન વડે, એ સ્વયં બ્રહ્મ થઈ જાય છે, – અહીં, દેહ વિદ્યમાન હોવા છતે, (આ સ્થળે નગિનાસિંહ બાબા, એવા જ્ઞાન વડે પ્રાપ્ય

(૧૪૭)

બ્રહ્મલોકની વાત કરે છે, કે જ્યાં ભવાટવીનો પૂર્ણવિરામ આવી લાગે છે.

હવે આગળ વાત ચાલે છે.) એવી રીતે, એવા જ્ઞાનીજનને સ્વર્ગલોક તો, રસ્તે ચાલતાં, સહજમાં, કાના માત્રા વિનાનો (મફત) મળી જાય, કે જે, (ધરમકરમના વિધિનિષેધો તથા પાપપુણ્યની ગણતરીઓવાળા) કર્મકાંડ દ્વારા તો, પાર વગરની મહેનત મજૂરી કરતાંયે, કદી મળવાનો નથી. કેમકે, મજૂરી કરવાનો હકદાવો, મજૂરી સુધીનો જ હોઈ શકે. જેટલી મજૂરી કરે, એટલું એને મળે, ને છેવટે, ધક્કો મારીને એને પાછો બહાર કરી દેવામાં આવે. પણ જ્ઞાની તો ઘરનો, ને બગીચાનોયે સ્વામી હોઈ, અનંત કાળ સુધી સદૈવ, ઘરમાં તથા પોતાના આત્મ-મહિમામાં વિરાજી રહે છે.

 (૨૯) હે લોકો, આત્માના અભિલાષીઓ ઘરબાર છોડીને, (એટલે કે એની ચિન્તાઓથી વિમુખ અર્થાત્ વિરક્ત થઈને,) બ્રહ્મચર્ય કરે છે, એ આત્માને પોતાનાં હ્રદયમાં શોધે છે, ને જેમાં સત્યકામ તથા સત્યસંકલ્પ વસે છે, એ મનોલોકના દરવાજા ઠોકે છે. જો એને યોગ્ય શીખ આપનારા પૂર્ણ ગુરૂ મળી જાય, ને તે એને નગદ માલ ખોલી આપે, તો, મોક્ષ તો એનો પોતાનો સહજ સ્વભાવ છે, ને એને બ્રહ્મલોક તથા સત્યકામ વગેરે મફતમાં મળી જાય. પરંતુ, જે બ્રહ્મચર્ય કરે, ને અનુભવ વગર પણ, “હું શુદ્ધિ સચ્ચીદાનંદ પૂર્ણ બ્રહ્મ છું. ને આ બધું મારામાં માત્ર કલ્પાયેલું છે.” એવી દ્રઢ શ્રદ્ધા કરે, ને તે સાથે બ્રહ્મચર્ય (અર્થાત્ સંયમ) પાળતો, તથા, એ જો કુટુંબ વાળો હોય, તો, સાથે સાથે ધર્મકર્મનું પણ પાલન કરતો રહે, તો, એ પણ, મૃત્યુબાદ દેવયાનને પંથે મળે, બ્રહ્મલોકે પહોંચે, ત્યાંના આનંદ માણે, ને સ્વયં બ્રહ્મા પાસે ઉપદેશ પામતો, આત્માને રોકડો ઓળખી લે, ને (કલ્પાન્ત કાળે) બ્રહ્મા સાથે મુક્ત થાય.

(૩૦) (૨૯મી કંડીકા સુધીમાં છાંદોદય ઉપનિષદના આઠમા પ્રપાઠકના ચાર ખંડ પૂરા થયા, અહીં પાંચમો ખંડ શરૂ થાય છે.) કેમકે, એવું કહેવામાં આવે છે, કે યજ્ઞ ઘણી મોટી વસ્તુ છે. પરંતુ, બ્રહ્મચર્ય (સંયમ) પણ યજ્ઞ છે. કેમકે જેની છાયામાં સત્યકામ વગેરે વસે છે. તેવા આત્માને, સંયમ વડે ઓળખી શકાય છે, પછી (ઉપનિષદ) કહે છે, કે ઈષ્ટ કર્મો કરવા જોઈએ, પરંતુ, આત્મ-અનુભવના ઈચ્છુક જીજ્ઞાસુને સંયમ જ ઈષ્ટ છે.(ઈષ્ટ કર્મો એટલે વેદવાળાં યજ્ઞયાગાદિ

(૧૪૮)

કર્મો, ધર્મકર્મ તથા પાપપુણ્યાદિનો જેમાં સમાવેશ થાય છે,

એવા કર્મકાંડીઓને એ ભલે રૂચે, પરંતુ જેને બ્રહ્મજ્ઞાન જ ખપે છે, તે સંયમ તથા નિત્ય આત્મચિંતનરૂપી ઈષ્ટ યજ્ઞ પસંદ કરે છે.) કેમકે, ઈષ્ટકર્મ એ કહેવાય કે જે કરવાથી કરનારના પોતાના મનોરથો ફળે. જ્ઞાનમાર્ગની ખરી અસલ અભિલાષા તો આત્માની છે, અને તેની પ્રાપ્તિ બ્રહ્મચર્યથી થઈ શકે છે. (કર્મકાંડથી નહિ.) તેથી, એનું ઈષ્ટકર્મ, બ્રહ્મચર્યનો પંથ છે.

(૩૧) ઉપનિષદ વળી કહે છે, કે (કર્મકાંડમાં) “સત્રાયણ” કરવો જોઈએ, પરંતુ આત્મસાક્ષાત્કારના જીજ્ઞાસુને માટે તો બ્રહ્મચર્ય જ સત્રાયણ યજ્ઞ છે. આ સત્ય આત્મા બ્રહ્મચર્ય વડે જ જણાય છે. (કર્મકાંડનું બ્રહ્મચર્ય એટલે યજ્ઞયોગ્ય વગેરે વિધિનિષેધનું પાલન, ને જ્ઞાનમાર્ગોના યજ્ઞો, તે, નિત્ય આત્મચિંતન તથા સંયમરૂપી બ્રહ્મચર્ય, એવો અહીં ભાવ છે.) તેથી, બ્રહ્મચર્ય જ સત્રાયણ છે. આવો સાક્ષાત્કારનો જીજ્ઞાસુ જન, બ્રહ્મચર્ય પાળીને જ આ સત્ય આત્માને જાણી લે છે.     

(૩૨) વળી કહે છે કે, “મૌન” સારૂં છે. પરંતુ, સાક્ષાત્કારના જીજ્ઞાસુ માટે તો, બ્રહ્મચર્ય જ મૌન છે, કેમકે, આત્માની ઓળખ પામીને, એટલે કે એને પરોક્ષ રીતે જાણીને, પછી, એ બ્રહ્મચર્ય વડે જ તેનું મનન કરે છે. તેથી, બ્રહ્મચર્ય એનું મૌન છે. (ખરૂં જોતાં, મૌનનો અર્થ જ, મન તથા ઈંદ્રિયોના સંયમપૂર્વકનું મનન ચિન્તન, એવો થાય છે.)     

(૩૩) વળી પાછા કહે છે, કે, “અનાશકાયન” યજ્ઞ કરવો સારો છે. આત્માનુભવના અભિલાષી માટે, બ્રહ્મચર્ય જ અનાશકાયન છે. કેમકે, જે યજ્ઞ વડે નાશ ન થાય, તે અનાશકાયન કહેવાય. જીજ્ઞાસુ બ્રહ્મચર્ય વડે જ અવિનાશી આત્માનો પરિચય કરે છે, તેથી એનો બ્રહ્મચર્ય જ અનાશકાયન યજ્ઞ છે.

(૩૪) વળી કહે છે કે, “અરણ્યાયન” યજ્ઞ ઉત્તમ છે, પણ બ્રહ્મદર્શનના ઈચ્છુકનો, બ્રહ્મચર્ય જ અરણ્યાન યજ્ઞ છે. કેમકે, “અર” એટલે સ્વર્ગલોકની મદીરાનો કુંડ, અને “એય” એટલે સોમસુવન અર્થાત્ અમૃતનો પ્રવાહ, કે જે બ્રહ્મલોકમાં છે. એને જેને અહીં કોઈએ દેખ્યો કે સાંભળ્યો નથી. તે આ યજ્ઞ કરવાથી મળે છે. પણ સાક્ષરતાના આકાંક્ષીને, બ્રહ્મચર્યથી આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે.

(૧૪૯)

તો પછી, બ્રહ્મલોક તથા તેના “અર” અર્થાત્ મદિરાના કુંડ કે પછી અમૃતના

ઝરણાં કહેવાતાં “સોમસુવન” તો, એને રસ્તે જાતે આવી મળે. તેથી બ્રહ્મચર્ય જ એનો અરણ્યાન છે.

(૩૫) અર અને અય, એ બંને, કુંડ તથા ઝરણું, બ્રહ્મલોકમાં છે. “અરં” એ દેવલોકનું એવું એક અન્ન છે, કે જે આ લોકમાં દેખાયું-સાંભળ્યું નથી. એનું લાકડું, ઈશ્વરીય અથવા દૈવી મદ આપનારૂં હોય છે. એને અર અર્થાત્-મદિરા કહે છે. અને, ત્યાં દેવલોકનું, એટલે કે દિવ્ય-દ્રાક્ષનું એક વૃક્ષ છે. કે જેને કોઈએ આ લોકમાં તો દેખ્યું કે સાંભળ્યું યે નથી. એને સોમસુવન કહે છે. એનો જે રસ નીકળીને ઝરણારૂપે વહે છે, એ જ અમૃત છે, અને તેને આહાર કરીને દેવો અમર થાય છે.        

(૩૬) વળી, એજ બ્રહ્મલોકમાં પણ, યજ્ઞો તથા કર્મો વડે જેને જીતી શકાય નહિ એવો “પુર” નામનો એક સુવર્ણનો મહેલ છે. એવો, કે આ લોકમાં તો કોઈએ એને દેખ્યો તો શું હોય, પણ એનું નામેય સાંભળ્યું નથી, અને જે, સ્વયં બ્રહ્માએ, ખાસ ખાસ જીવાત્માઓ માટે રચી રાખ્યો છે. જેને મોટા મોટા કર્મકાંડીઓ પણ મેળવવા પામતા નથી. પરંતુ, જેઓ બ્રહ્મચર્ય કરીને આત્માને પરખી લે, એમને તો, મૃત્યુ પછી, એ મફતમાં મળી જાય છે. વાસ્તવમાં એવાઓનો જ બ્રહ્મલોક છે. અને એવાઓ જ બધા (સાતેય) લોકમાં કામચાર, અર્થાત્ યથેચ્છવિહારી થાય છે. કેમકે, મરણમાં એવા જ્ઞાનીના પ્રાણ અહીં, એના આત્મામાં લીન થઈ જાય છે, ઈશ્વરના સમસ્ત પ્રાણ એનામાં, વાયુની જેમ, ભરાઈ જાય છે. ને એ સીધો ઈશ્વરસ્વરૂપ, ઘરનો માલિક થઈ જાય છે. તેથી, એ બધું, એને મફતમાં મળી જાય છે. (આના પછી છઠ્ઠો ખંડ આરંભાય છે.)      

(૩૭) હે લોકો, કાન માંડીને સાંભળજો, કે જે લોકો આત્માને ઓળખતા નથી, ને તોયે એવો નિશ્ચય કરે કે, “હું બ્રહ્મ છું.” ને બ્રહ્મચર્યનું પાલન કરતા રહે, એવાને અમે કોલ આપીએ છીએ, કે મૃત્યુ પછી એમનું બ્રહ્મલોકમાં ઉત્ક્રમણ થાય, ને એ, દેવયાનને માર્ગે ચાલતા બ્રહ્મલોકે પહોંચી જાય. કેમકે, શરીરની અંદર જે માંસખંડને હ્રદયકમળ કહેવામાં આવે છે, એમાંથી અનેક નાડીઓ નીકળે છે, ને કફ, પીત્ત તથા વાતથી ભરેલી એ નાડીઓ, અંદરથી ચાર રંગોવાળી દેખાય છે.

(૧૫૦)

(૩૮) કેમકે, કફનો રંગ શ્વેત, રક્તનો રાતો, વાતનો ભૂરો કે કાળો,

ને પિત્તનો પીળો હોય છે. એ સર્વના મિશ્રણથી, એ નાડીઓ, કિરણોનું મિશ્રણ છે. ત્રણ પહેલવાળા કાચમાં થઈને નીકળતાં સૂર્યનાં કિરણો, એની પરિક્ષા કરનારને, લાલ, કાળા, સફેદ, પીળા ઈત્યાદિ સાત અલગ-અલગ રંગો રૂપે દેખાય છે. તો પણ, એનાં કિરણો, સાત રંગોના મિશ્રણથી ચિત્રવિચિત્ર રૂપે થઈને, મનુષ્યની નાડીઓમાં પ્રસરેલાં, તથા એને ગરમ કરતાં ને રંગીન બનાવતાં રહે છે.  

(૩૯) એવું રખે માની લેતાં, કે સૂર્ય આથમે છે ત્યારે એનાં કિરણો લય પામે છે. ખરી વાત છે, કે, સૂર્યનાં બાહ્ય કિરણો ઊડી જાય છે. પરંતુ એનાં પ્રાણશક્તિ (Energy) રૂપે કિરણો સૃષ્ટિનું જીવન છે. એ તો એવાં ને એવાં પ્રસરતાં રહે છે. તેથી, આ ઢંઢેરામાં અમે, મનુષ્યોની નાડીઓમાં સૂર્યનાં કિરણો પ્રવેશેલાં હોવાનું કહીએ છીએ, તે, એ પ્રાણશક્તિનાં જ છે, કે જેના વડે માણસ જીવી શકે છે. જ્યારે પ્રાણશક્તિનાં કિરણો સૂર્યમાં શમી જાય, ત્યારે, અહીં, શરીરમાં પણ પ્રાણ શક્તિ બુઝાઈને નાશ પામે છે, ને શરીર મડદું થઈ જાય છે. ત્યારે ડૉક્ટર એની દવા કરવાનું છોડી દે છે. એવાં ઉષ્ણતાનાં કિરણો વડે નાડીઓ ચાલતી રહે છે. ને પોતાના આહાર માટે બહારના વાયુને (શ્વાસરૂપે) ખેંચે છે.   

(૪૦) પ્રાણશક્તિનાં આ કિરણો, સૂર્યથી નાડીઓમાં હ્રદય સુધી, ને હ્રદયથી રગોને માર્ગે સૂર્ય સુધી, અનેક તાર રૂપે તણાયેલાં છે. જેવી રીતે, વીજળીનો એક તાર લાહોરથી દિલ્હી સુધી તણાયો હોય, ને તેના દ્વારા, આંખના પલકારામાં ત્યાં ખબર પહોંચાડી દેવાય, ને તે પછી આગગાડીને લોખંડના પાટા ઉપર દોડાવવામાં આવે, એના જેવું છે.

(૪૧) આત્મામાં શ્રદ્ધા રાખી રહેલો સાધક, બ્રહ્મચર્યનું (એટલે કે સંયમનું) પાલન કરતો, એમાં જ પોતાના સર્વ વિવરણ કરતો, છેક છેવટ સુધી એમાં જ વૃદ્ધ થાય, ને મરણ-કાળે, એ પહેલાં પોતાની ઈંદ્રિયોને પોતાના અંતઃકરણમાં ભેગી કરે. પછી, અંતઃકરણના કાન કહેવાતાં ત્યાંના છીદ્રોમાંના જમણા કાન દ્વારા દેવલોક તરફ જવા તત્પર થાય, અથવા, પોતાની શ્રદ્ધા તથા પોતાનાં બ્રહ્મચર્યના પ્રતાપથી, બ્રહ્મલોકમાં જવાનો તથા બ્રહ્મજ્યોતિ થવાનો એનો નિર્ધાર પેલા વિજળીના તાર ઉપર સવાર થઈને ટકોરો મારે, અને પ્રાણ, વીજળીના પ્રવાહની જેમ, મસ્તકમાં ફરી વળીને, ત્યાંના છિદ્રોમાંથી

(૧૫૧)

બહાર પડીને, સૂર્યની પ્રાણશક્તિરૂપ કિરણો દ્વારા, પહેલાં સૂર્યરૂપી

સ્ટેશન, પછી ત્યાંથી આગળ બીજા લોકનું સ્ટેશન, એમ કરતા કરતા, છેક બ્રહ્મલોક સુધી એવી રીતે ઝપાટાબંધ પહોંચી જાય છે, કે જેટલી ત્વરાથી ધ્યાનમાં મનની વૃત્તિ ત્યાં જઈ લાગે છે. (મતલબ કે, આ બધું મનની જ કલ્પના હોઈ, પ્રકાશના વેગથી પણ વધારે વેગીલા એવા મનોવેગે, જાણે કે, આ બધું થઈ જાય છે.) આ છે,  જીવાત્માનું ઉત્ક્રમણ અને એ જ (એ સંયમ, એ આત્મચિંતન, અને એ મનનો દ્રઢ સંકલ્પ જ) છે. બ્રહ્મલોકનું દ્વાર.

(૪૨) આવું ક્યારે બને? પ્રાણની રવાનગી સમયે જ્યારે એ મનુષ્ય અચેત થવા લાગે, ને પાસે બેઠેલાંઓ એને બોલાવીને પૂછે, “પિતાજી, મને ઓળખો છો કે? હું તમારો પુત્ર છું.” જો એ પૂછનારો પોતે પિતા હોય, તો એ મરણોન્મુખ પુત્રને પૂછે, “બેટા, મને ઓળખ્યો? હું તારો પિતા છું.” જ્યાં સુધી એનો જીવ સૂર્યના એ કિરણોના તારને ટકોરો મારીને પોતાની સંકલ્પની ખબર બ્રહ્મલોકમાં પહોંચાડે નહિ, ત્યાં સુધી તો, એ આંખો થોડી ખોલે, પરંતુ એના પ્રાણ હ્રદયમાંથી ઉઠીને પોતાની ગાલ્લીમાં સવાર થઈ ગયા. (કે જે ઉપર કહેલી સ્વર્ગની રેલગાડી છે.) અને પ્રાણશક્તિની વીજળીના તારો દ્વારા, પોતે અહીંથી રવાના થયાની ખબર બ્રહ્મલોકમાં પહોંચાડી, ને પોતે પણ ત્યાં પહોંચી ગયો, તે પછી, એ પોતાની આંખ નથી ઉઘાડતો.

(૪૩) જ્યારે ઢંઢોળવા છતાં એ આંખ ઉઘાડતો નથી, મરી ગયેલા જેવો લાગે, ને એની નાડીઓ ધબકતી અટકી પડે, ત્યારે, પાસેવાળાંઓને ખબર પડે છે, કે એણે હવે પોતાની મુખ્ય રાજધાની રૂપી દિલનો ત્યાગ કર્યો છે. ને પ્રાણરૂપી રેલગાડી ઉપર એ સવાર થઈ ચૂક્યો છે. હવે એની ગતિ કેમ કરીને બ્રહ્મપુરીમાં પાછી આવે? હવે એ કેવી રીતે આંખ ખોલે? (દેહરૂપી) ઘરનો એ માલિક તો, હવે પેંગડે પગ ધારી બેઠો છે. ઘરનું કોઈ ગમે તે કરે, બાળી મૂકે, કે તોપે દે, તોયે એના કેટલા ટકા? અને ત્યારે આ બ્રહ્મપુરી અર્થાત્ દેહ, મળ ને વિષ્ટાનું ઘર, ને કોહવાટનું ખાતર બની જાય છે. અને જો આગમાં ફૂંકી મૂકવામાં ન આવે, તો, શરીરની અસલ મૂર્તિના સારતત્વને પાતની સાથે પેક કરીને પ્રાણરૂપી રેલગાડી ચાલી નીકળતાં, એ કાયા ફૂલીને ગંદી, ગંધાતી થઈ જાય છે.

(૪૪) એની સ્વારીની આ હાલત જેઓ જાણે છે, તે, વાર ન લગાડતાં, એનો અગ્નિમાં હોમ કરી દે છે. અને એ મનુષ્યની જે અસલ સ્ફૂર્તિ (કાયાનો અસલી રસ,) અગ્નિમાં અગ્નિ, ને દિનમાં દિન થતી,

(૧૫૨)

પ્રાણરૂપ રેલગાડીની જેમ, ત્યાંથી ચાલી નીકળે છે, દેવયાનીની સડકે,

કે જેનો ઉલ્લેખ આપણે કર્મકાંડ- ભાગમાં કર્યો છે, એની રીતે સ્ટેશનો પાર કરતો એ જીવાત્મા, સૂર્યને સ્ટેશને પહોંચી જાય છે. એ સ્ટેશને, એને મળવા આવેલા દેવો એનું સ્વાગત કરે છે, અને અગ્નિદેવ સ્વયં, એની રેલગાડીનો ડ્રાઈવર બનીને, એને સૂર્યલોકમાં લઈ જાય છે. સૂર્યલોકમાં, એનું સ્વાગત કરવા બ્રહ્મદૂતો, બ્રહ્મલોકથી આવી પહોંચે છે, ને એને ઉપરના લોકોમાં લઈ જાય છે, એવી રીતે, એ સૂર્ય (અર્થાત્ બુદ્ધિમતા) મોક્ષના નિશ્ચયીઓ માટે ઉપર જવાનું, અને અજ્ઞાનીઓ તથા મૂર્ખાઓને આગળ જતાં રોકનારૂં, પહેલું મુખ્ય જંકસન છે. એવી (જ્ઞાનની) બુદ્ધિ વગરનું કોઈ ત્યાં જઈ શકતું નથી.

(૪૫) અને મનમાં આત્માની ઈશ્વરતા વિષે સંદેહવાળા તથા (પાપ કર્મથી બીતા રહીને પુણ્ય માટે) સત્કર્મો કરવામાં માનનારાઓની ત્રાંસી રગો દ્વારા એમનાં આંખ, કાન, નાક વગેરેનું ઉત્ક્રમણ થાય છે, ને અગ્નિ દ્વારા એમનો માર્ગ, પિતૃયાણની સડકથી, સોમલોક (વાળા સ્વર્ગ) તરફ ફંટાય છે, ને તેઓ સોમલોક પહોંચી જાય છે. અને એ જીવો, આમ કે તેમ, કશા ચોક્કસ નિર્ધાર વગરના, તથા સત્કર્મો કરવાની પણ મતિ વગરના હોય, તે, મળમૂત્રને માર્ગે નીકળે, ને અગ્નિ મારફત અધોગતિએ ચાલ્યા જઈ, કીડા-પતંગિયા થઈને, જન્મે મરે, જન્મે મરે.

(૪૬) પરંતુ, આત્માની પરખવાળા જીવાત્માઓ (ઈરાદાપૂર્વક) શુભકર્મો કરે કે ન કરે, તોયે, એમને કશી હરકત ન પહોંચે. એમને બધું માફ છે. એ તો જબરદસ્ત લોક છે. સમર્થ ને વળી, ક્યાંયે જવાનું કેવું? એ તો, બસ  એમજ બ્રહ્મલોક પડાવી લે. એમને વળી, તાર કે રેલગાડી શું મદદ કરવાની હતી? એ તો વખત આવ્યે, પોતાના પ્રતાપ તથા પ્રભાવ દેખાડતા, સ્વર્ગલોકના સામ્રાજ્યનો અધિકાર બળજબરીથી ઝૂંટવી પાડે. અહીંના અહીં પણ, એ હ્રદયવાળા તારને, રેઈલ-સડકને, અરે પ્રાણને સુદ્ધાં, ફૂંકી દે છે. કેમકે, તપેલા તવા ઉપર જેમ જળબિન્દુ બળી જાય તેમ, એના પ્રાણ એના આત્મામાં બળી જાય. જેમ એક સ્થળની હવા (ગરમ થઈને) હલકી હવાથી ઉડી જતાં, દેશ દેશની હવાઓ ત્યાં ખેંચાઈ આવીને એ જગા પૂરી દે, તેમ, બહારના આધિદૈવિક પ્રાણ તથા ઈશ્વરીય શક્તિઓ, અરે, સંપૂર્ણ માયા, ત્યાં ખેંચાઈ આવીને ભરાઈ જાય.

(૪૭) હે લોકો, એવા જ્ઞાની સમર્થોનો એવો પ્રતાપ છે કે, એ અહીંથી ક્યાંયે ન જતાં, નિત્ય અમર થઈ જાય. નાનકડા સામ્રાજ્યને તેઓ

(૧૫૩)

પોતાનામાંથી ઉતારી નાંખે છે, ને દેવલોકનાં સ્વર્ગો, પડછાયાની જેમ

એને વળગી પડે છે. ખરૂં જોતાં, એવાંઓ જ સંપ્રસન્ન, સ્વચ્છંદ, ને ઘરના ખરા માલિક હોઈ શકે. સર્વ કોઈ એના આજ્ઞાકારી છે.

(૪૮) હે લોકો, આ વિષયમાં પ્રમાણ માટે અમે વેદના મંત્રો પણ બતાવીએ. એમાં લખ્યું છે કે, “હ્રદય-કમળમાં એકસોએક નાડીઓ છે. એ બધી મસ્તકની ખોપરીમાં લાગેલી છે. (જીવાત્મા) એના દ્વારા ઉત્ક્રાંત થઈને અમર થાય છે. બીજી ત્રાંસી નાડીઓ, અન્ય છીદ્રોમાં રહે છે. એ બીજા પ્રકારના લોકોનો ઉત્ક્રમણનો રસ્તો છે. પરંતુ સમર્થ જીવાત્માઓ, પોતે જતા નથી, તેમ એમના પ્રાણનું પણ ક્યાંયે ઉત્ક્રમણ થતું નથી. એમના આત્મામાં, ને બહારના પ્રાણ ત્યાં ભરાઈ પડે છે. “એવી રીતે, બ્રહ્માએ આરંભમાં જ સર્વ લોકોને જાણ કરી, ને લોક-પરલોકમાં અર્થાત્ જાગ્રત તથા સ્વપ્નના લોકોમાં એનો ઢંઢેરો પતાવી દીધો, કે જેથી કરીને કોઈને એવું બહાનું ન રહે કે અમને પ્રસાદની તથા આ કોલની ખબર ન હોતી. અને થયું પણ તેવું જ (અહીંસુધીમાં, છ ખંડ પૂરા થયા. હવે સાતમાં ખંડ શરૂ થાય છે.)

(૪૯) – (૫૦) દેવતાઓએ વિચાર્યું. કે જો આપણેપ્રસાદ (એટલે કે આત્માનું જ્ઞાન) પ્રાપ્ત કરીશું, તો આપણો જયવારો થશે. અને અસુરોએ પણ વિચાર્યું, કે આપણો પ્રવેશ એમાં થશે, તો ફતેહ આપણી છે. અને, આ તરફ દેવરાજા ઈંદ્ર, ને પેલી બાજુ અસુરરાજ વિરોચન, થયા તૈયાર. એ બંનેએ (પોતપોતાના સાથીઓને) કહ્યું કે હે ભાઈઓ, તમે પોતપોતાની ફરજો સંભાળી લેજો, અમે તો જઈએ છીએ, ને આપણા પિતા પાસેથી આત્માનું શિક્ષણ શીખીને જ અમે પાછા ફરીશું. ત્યાંથી પાછી આવીને, તે અમે તમને બધાંને શીખવીશું તે માટેની નિશાળો માંડીશું, ને એના શિક્ષકો પણ નીમી દઈશું.

(૫૧) પછી, બંને દેવ-અસુર, એટલે કે દેવરાજ ઈંદ્ર અને અસુરરાજ વિરોચન, બ્રહ્માજી પાસે વિદ્યા ભણવા પહોંચી ગયા. અહીં એ હકિકત યાદ રાખજો, કે એ બે એકબીજાને અનુકૂળ નહિ, પણ પરસ્પર વિરોધી હતા. તો પણ, ત્રણ લોકના રાજ્ય કરતાંયે બ્રહ્મવિદ્યાનો મહિમા વધારે હોવાની નજરે જોતાં, પોતપોતાના મોટા મોટા ભોગ-વિલાસ પડતા મૂકીને, બ્રહ્મચારીઓ રૂપે, માથે લાકડાંના ભારા ચઢાવીને, એ બંને પ્રજાપતિ પાસે આવ્યા, ને પ્રથમ ૩૨ વર્ષ એમણે આચાર્યની સેવા સુશ્રુષામાં બ્રહ્મચર્ય પૂર્વક ગાળ્યાં.

(૧૫૪)

(૫૨) અરેરે, કેવી અફસોસની વાત થઈ, કે ઈંદ્ર તથા વિરોચન, કે જે બંને,

ત્રણ લોકના એક સમાન રાજા હતા. (જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિરૂપી ત્રણે લોકના સમાનપણે સ્વામી હતા.) એમણે, બ્રહ્મ વિદ્યાની જીજ્ઞાસા માટે, રાજકાજના ભોગ, (એટલે કે સંસારના લાવા) છોડી દીધા, ને બત્રીસ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું! ચાલુ જમાનાના, (સંસ્કૃત નહિ પરંતુ ફક્ત) ચાલુ વ્યવહારની ભાષા જાણનારાંઓ તો, નાનકડી મિલકત ને નાનકડાં ઘરો પણ, મમતાના માર્યા, (થોડા સમય માટે યે) છોડી શકતાં નથી, તેમ, કોઈ પણ વિદ્વાનની સેવા તથા તેમની પાસેથી મહા આત્મપ્રસાદની જીજ્ઞાસા પણ નથી કરતાં.

(૫૩) એ બે મહારાજાઓ જ્યારે આવી રીતે બ્રહ્મચારી થઈને, આદિ આચાર્ય પાસે રહ્યા, ત્યારે પ્રજાપતિએ એમને શિક્ષણના અધિકારી જાણીને એક દિવસ પૂછ્યું, કે શા કારણે, ને કઈ ઈચ્છાથી તમે અહીં આવ્યા છો. એમણે કહ્યું કે આપે આત્માની ઓળખના વિષયમાં જે જાહેરાત કરી છે, તથા વાયદો આપ્યો છે, કે આત્માના પરિચયથી બધા મનોરથો મફતમાં મળે છે, ને બધાં લોકોમાં કામાચાર તથા પૂર્ણ સ્વતંત્ર થવાય છે, એ બાબતમાં આપને પૂછવા માટે અમે અહીં આવ્યા છીએ. કૃપા કરીને અમને એ આત્મા બતાવી દ્યો.

(૫૪) ત્યારે બ્રહ્માએ કહ્યું, કે મારી આંખમાં જુઓ. અત્યારે જે ત્યાં આંખમાં બેઠેલો છે, તે જ આત્મા છે, ને એ જ અમૃત છે, એ જ સંપન્ન છે, એ જ બ્રહ્મ છે. એમણે આંખમાં નજર કરી, તો તેમાં એક કીકી એમણે દીઠી, એને લીધે તો, નેત્રમાં માણસનું પ્રતિબિંબ દેખાય છે, ને એને લોક આંખની કીકી કહે છે.

(૫૫) પ્રજાપતિના કહેવાનું તાત્પર્ય એ હતું કે, જાગૃત કાળે આંખમાં વિરાજીને જે દેખે છે, તે આત્મા છે. કેમકે, દેખનારો તો, કેવળ આત્મા જ છે. જે દેખાય, તે એ આત્મા ન હોઈ શકે. પણ એ બે જણને એ તાત્પર્ય સમજાયું નહિ. એની આંખમાં એમણે દ્રષ્ટિ કરી, તો ત્યાં આંખની કીકીના દર્પણમાં એમને પોતાના જ શરીરનું પ્રતિબિંબ દેખાયું, ને એમણે શરીરને જ આત્મા માની લીધો. એમણે એ વિચાર ન કર્યો, કે હ્રદયકમળની અંદર હ્રદયાકાશના સિંહાસન ઉપર, કાર્ય-કારણથી રહિત, નિરૂપાધિ તથા નિર્વિકાર અને નિરવયવ, એવો જે દેખનારો આત્મા છે, તે જ પ્રતિબિંબની જેમ નેત્રમાં પ્રવેશીને, બધું દેખી રહ્યો છે. નહિ તો, આંખની શી મજાલ છે,

(૧૫૫)

કે એ દેખી શકે? જો આંખ દેખતી હોય, તો આંધળો પણ દેખત,

પણ, શરીરમાં જે દેખનારો ઝળહરે છે. એ જ આત્મપુરૂષ છે.

(૫૬) આ ભેદ તો એ સમજ્યા નહિ, ઉલટું, આંખની કીકીમાં એમણે પોતાના શરીરનું પ્રતિબિંબ દીઠું, એટલે એમણે પૂછ્યું, “શું ખરેખર જે સ્વચ્છ પાણીમાં, તથા સ્વચ્છ દર્પણમાં દેખાયા કરે છે, તે આત્મા છે? બ્રહ્માએ કહ્યું કે મેં જે બતાવ્યું છે, તે એ સર્વમાં (અર્થાત્ નેત્ર વગેરેમાં) છે.

(૫૭) બ્રહ્માજી એવું સમજાવવા ઈચ્છતા હતા, કે જે દેખનારી જ્યોતિ છે. તે જાગ્રતમાં મનોવૃત્તિ ઉપર સવાર થઈને નેત્રમાં વિરાજમાન થાય છે, ને એ જ છે વસ્તુને દેખાવાપણું. કિરણોની જેમ, વિચાર અને દ્રષ્ટિ નેત્રો વાટે નીકળીને, જોવાની વસ્તુ ઉપર જઈ બેસે છે, અને એ દેખનારો જ્યોતિઓનો જ્યોતિ આત્મા એની સાથે એકાકાર થઈને, જેવી રીતે તડકો કે અજવાળું પણ ભીંત ઉપર પડીને તેને ભાસમાન કરે છે તેવી રીતે, એ વસ્તુને ભાસમાન કરે છે. સાક્ષી આત્માનું, આવી રીતે દ્રષ્ય પદાર્થોને ઘેરીને તેની સાથે એકાકાર થઈ જવું, એ ઘટના જ ખરૂં દેખવું કહેવાઈ છે.

(૫૮) પણ દીલગીરીની વાત છે, કે પ્રાણી, કોઈ પણ વસ્તુને દેખવામાં, પહેલાં આત્મજ્યોતિના આ પ્રકાશને દેખે છે, ને તે પછી જ તે વસ્તુને દેખે છે, તો યે, પેલા ખરા દેખનારને તો એ દેખતો જ નથી. કેમકે, જ્યારે આપણે કોઈ ભીંત તરફ આંગળી ચીંધીને કોઈને પૂછીએ કે આ શું છે? તો એ એમ જ કહેશે, કે આ તો ભીંત છે. એ એવું નહિ કહે, કે અહીં એક આત્મપ્રકાશ છે, ને એનામાં ભીંત ભાસમાન થતી દેખાય છે. પરંતુ, જે ખરી હકીકત જાણે, એ તો, પહેલાં આત્મજ્યોતિ, ને તે પછી દિવસનું અજવાળું, તથા તે ઉપરાંત ભીંતને યે દેખે.

(૫૯) એવી રીતે, પાણીમાં કે આયનામાં દેખાતા પ્રતિબિંબ પરત્વે શું થાય? પહેલાં પાણી કે આયનામાં, જોનારને આત્મપ્રકાશરૂપ પ્રકાશ ત્યાં દેખાય, તે પછી દિવસનો ઉજાસ, ને તે પછી પ્રતિબિંબ દેખાય. જો એમ જ હોય, તો આંધળાને અંધારામાં યે પ્રતિબિંબ ભાસવું જોઈએ. બ્રહ્માજીએ તો, એ પ્રતિબિંબોને ઘેરતો દેખાતો આ આત્મપ્રકાશ જોઈને કહ્યું કે હા, એ જ આત્મા છે, કે જેને મેં દેખનારા તરીકે મારી આંખોમાં બતાવ્યો, ને તે, આ બધામાં એક જ હોઈને દેખે છે, પરંતુ, તેની સાથે દિવસનું અજવાળું તથા, પ્રકાશ પણ દેખતાં હોવા છતાં

(૧૫૬)

નથી દેખતા, તેમની જેમ જ આ બે જણાએ પણ,

આ દેખનાર આત્માને ન દેખ્યો, ને તેઓ એવો નિશ્ચય કરી બેઠા, કે જેનો પડછાયો સ્વચ્છ આંખ કે નિર્મળ જળમાં કે દર્પણમાં દેખાય છે, તે જ અમૃત આત્મા છે, એના ઉપર જ મોક્ષનો આધાર છે, ને એના વડે જ સત્ય સંકલ્પ થવાય છે.

(૬૦) તે ઉપરથી બ્રહ્માજી સમજી ગયા, કે બત્રીસ બત્રીસ વર્ષ એમણે મારી પાસે બ્રહ્મચર્ય તો પાળ્યું, પરંતુ, એ ભોગી રાજાઓ છે, ને એમનાં મનમાં મોટી મોટી પાપની વાસનાઓ હજી ભરી પડી છે, તેન લીધે એમની અંતર્દ્રષ્ટિ અથવા સુઝ જ મેલી થઈ ગયેલી છે. એ કારણે તેઓ આત્મજ્યોતિને જોતાં હોવા છતાં નથી જોતા, ને મારી વાણી સાંભળતાં હોવા છતાં નથી સાંભળતા, ને મારા તાત્પર્યને સમજતા હોવા છતાં નથી સમજતા. એમણે હજી વધારે બ્રહ્મચરણ કરવું જોઈએ. પણ જો હું એમ કહું કે તમારી અક્કલ અધુરી છે, ને મારા કહેવાની મતલબ તમે નથી સમજતા, તો, રાજા હોવાથી, અથવા વિદ્યાના અભિમાનને લીધે, નારાજ થઈ જાય. બનવા જોગ છે, કે એવી નારાજીને લીધે એમનું ચિત્ત આત્માની જીજ્ઞાસાને પડતી મૂકે. તેથી, એમને એવી રીતે કહેવું યોગ્ય થશે કે જેના વડે તેઓ પોતાની મેળે જ પોતાની ભૂલ સમજી લ્યે, ને બીજી વાર બ્રહ્મચર્ય કરે.

(૬૧) કેવી અફસોસની હકીકત છે, કે ચાલુ ભાષાઓને જ જાણનારાઓ, પ્રથમ તો, એ સમજવાની મરજી જ નથી કરતા, ને જો કોઈ કરે છે, તો સાધુઓનાં વચનોને નથી સમજતા. અને એ પણ અફસોસની ઘટના છે, કે સાધુઓ પણ એમને અયોગ્ય તથા કમ-અક્કલ કહીને તરછોડે છે. અને પેલાઓ પણ, પાશ્ચાત્ય વિદ્યાના ઘમંડમાં, એ સાધુને, મુર્ખ જાણીને, પૂછતા બંધ થઈ જાય છે. એ મોટું આવરણ, એમનાં પાપોને લીધે, એમની મતી ઉપર પડેલું હોય છે. આ આત્મજ્ઞાનરૂપી અનુગ્રહ, તથા આત્મદર્શન, કે જેને પ્રતાપે બધી કામનાઓ, મફતમાં ફળીભૂત થાય છે, તે એમને કેવી રીતે મળે, કે જેથી તેઓ ઉક્ત જાહેરવાળા મહાન કોલમાં જોડાઈ શકે. (એવી ચિન્તા બ્રહ્મજીએ કરી.)

(૬૨) તેથી બ્રહ્માજીએ એમને સુચવ્યું કે, મેં જે આત્મા તમને કહ્યો, તેને તમે સ્વચ્છ જળ તથા સ્વચ્છ દર્પણમાં જુઓ, ને જોઈને વિચાર કરતાં જો કંઈ સંદેહ રહી જાય, તો મને પૂછજો. પેલાઓએ એમ કર્યું, સ્વચ્છ જળ તથા નિર્મળ દર્પણમાં નજર કરી, ને કંઈ બોલ્યા નહિ. એટલે બ્રહ્માજીએ સામે પૂછ્યું, કે તમે શું દીઠું?

(૧૫૭)

એમણે કહ્યું કે અમે અમને પોતાને સર્વ પ્રકારે દીઠા,

મોં, માથું, હાથ, પગ, અરે નખથી માંડીને કેશ સુધીના દીઠા. આ અમારા આત્માની જ સંપૂર્ણ પ્રતિમા છે.

(૬૩) ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ લોકોને વિચાર કરવા છતાં પણ સમજ ન પડી. હજી એમની અંદર મોટા પાપ ભર્યા છે, તે કેમ કરીને સમજે? તેથી એમણે સૂચના આપી, કે પોતાના ઘરમાં તમે જેવાં સરસ કપડાં તથા ઉત્તમ આભુષણો પહેરો છો. તેવાં પહેરીને પાછા પાણી તથા દર્પણમાં નજર કરો, અને એમણે એવું કર્યું પણ ખરૂં. એમને પૂછ્યું કે શું દીઠું? એમણે ઉત્તર આપ્યો કે, ભગવન્ ઉત્તમ વસ્ત્રો તથા ઉત્તમ ભૂષણો વાળા અમે, જેવાં છીએ, તેવા જ દેખાયા.

(૬૪) બ્રહ્માજી કહે, હવે તમે કપડાં-ઘરેણાં ઉતારીને માથાં મુંડાવી નાખો, બ્રહ્મચારીની જેમ નખ તથા કેશ પણ ઉતારી દો, ને તે પછી, એવાં મુંડ-મુંડા થઈને એમાં નજર કરો. એમણે તેમ કર્યું, પછી પૂછ્યું કે શું દીઠું? એમણે ઉત્તર વાળ્યો, કે અમે જેવાં મુંડ-મુંડા તથા નખ પણ ઉતારેલા નગ્ન છીએ, એવા જ દેખાયા. તેથી, આ દેહ જ આત્મા છે, એ જ અમૃત છે, એ જ સંપન્ન છે. ને એ જ બ્રહ્મ છે. બ્રહ્માએ મનોમન એમને ઉપહાસ કે ઠપકા રૂપે કહ્યું કે હે અક્કલના અંધો, જો એ જ આત્મા છે, તો, એવું તો દરેક જણ જાણે છે, તો પછી, એની જીજ્ઞાસાના માર્યા તમે શા માટે બ્રહ્મચર્ય પાળો છો? જરા વિચાર કરો, કે એ આત્મા નથી. પણ એટલું યે ન સમજતાં, ઉલટી એમને તો ધાડસ મળી, ને વગર સમજ્યે એ ચાલતા થયા.

(૬૫) એ વેગળા નીકળી ગયા, ને હરખના માર્યા ફૂલીને ફાળકા થવા લાગ્યા. બ્રહ્માજીએ તીરછી નજરે એમની તરફ જોઈને મનમાં કહ્યું, કે આ લોકો, મળતા હોવા છતાં નથી મળતા, ને આત્માને ઓળખતા નહિ હોવા છતાં, ઓળખીએ છીએ એમ માનીને, ચાલ્યા જાય છે. માત્ર એ પોતે જ ગાઢ અંધકાર તથા અજ્ઞાનમાં ન રહેતાં, મારી પાસેથી જે સાંભળ્યું છે, તે પોતાની જમાતોને પણ કહી સંભળાવશે. અને દેવલોકની એ વાણી એમનો પણ વાયદો બની જશે. (પોતાની અવળી મતિના ટેકામાં, તેઓ મારી જ વાણીની શાખ પૂરશે.) જેમ આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે, તેવી રીતે, આ બે જણ, પોતે તો ખાડામાં પડેલા છે, ને બીજાઓને પણ તેમાં પાડશે, ને એવી રીતે બે ગુણા અજ્ઞાનમાં ફસાશે. એવા બેવડા અજ્ઞાનનું ઓસડ દુર્લભ છે.

(૧૫૮)

(૬૬) એવો વિચાર રખે કરતા, કે સત્યવક્તા હોવા છતાં,

બ્રહ્માએ કેમ એવું કહ્યું કે તમે જે સમજ્યા છો તે જ આત્મા છે, ને એ જ અમૃત છે, ને એ જ પૂર્ણ છે? એ તો એવું છે, કે કોઈ પિતાનો પુત્ર દુશ્મનોમાં ફરતો હોય, ને વારંવાર એને રોકવા છતાં એ ન માને, ત્યારે લોકની વાણીમાં પિતા એને કહી નાંખે કે, જા ત્યારે, એમને ત્યાં જઈને ઝખ માર. ને એટલું બોલીને ચૂપ થઈ જાય. એવી રીતે, બ્રહ્માએ પણ કહી દીધું, કે ભલે ત્યારે, એ જ આત્મા છે, એ જ પૂર્ણ છે, એ જ બ્રહ્મ છે. હવે સીધારો!

(૬૭) લોકવાણીના જાણકારો જાણે છે, કે સત્યવક્તા પિતાના કહેવાનો આશય એવો ન હતો કે શતુને ઘેર જઈને માછલાં ખાઓ! ઉલટું, વારંવાર કહેવાયેલી વાત પણ ન સમજે ત્યારે, એ પોતાના દિલનું દર્દ એમ જાહેર કરે છે, ને વિચારે છે, કે છોકરો બુદ્ધિમાન હશે, તો મારા મનનું દુઃખ સમજી જઈને હવેથી એવું નહિ કરે. એવી રીતે બ્રહ્માજીએ પણ, વારંવાર યુક્તિઓ યોજી, કે કેમેય કરતાં સમજે છે! પણ એ ન જ સમજ્યા, ત્યારે, એમણે થોડો શોષ બતાવ્યો, ને અંદરના પાપોને લીધે (ચિત્તશુદ્ધિને અભાવે,) આમને વધારે કહેવું નકામું છે, એવું વિચાર્યું, ને નક્કી કર્યું, કે જે પોતાની ભૂલ પોતે ન સમજે, એમને એવું કહેવું કે તમે અક્કલના ઓથમીર છો, ને પછી એમને બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા કરવી, એ યોગ્ય નથી, કેમકે, ત્રણ લોકના રાજાપણાના માર્યા, એ ઉલટા સામા થઈ જવા તૈયાર થાય!

(૬૮) એ ચૂપ એટલા માટે થઈ ગયા, કે એમાં કોઈ એવાં પુણ્ય કર્મો હશે, તો એ જાગશે, ને સમય પાક્યે, મારી વાતનો પોતાની મેળે વિચાર કરશે, ને જાણી લેશે, કે આપણે જ્યારે સુંદર વસ્ત્રાભૂષણો સજાવ્યાં, ત્યારે દર્પણમાં આપણી કાયાઓ પણ સુંદર વસ્ત્રાભૂષણોવાળી આપણને જોવા મળી. ને જ્યારે મુંડ મુંડાવ્યું, નખ ઉતાર્યા, ને ઉઘાડા થઈ ગયા, ત્યારે આપણી છાયા પણ મુંડમુંડી, ને નાગીબાંડ દેખાઈ, તો, જેવી રીતે દર્પણમાં છાયામાં કપડાં ઘરેણાં પણ આપણાથી ભિન્ન હોવાથી શરીર ઉપર ભેગાં થાય છે, ને પાછાં ઉતરીયે જાય છે, એવી રીતે, નખ, વાળ પણ, આપણાથી જુદા એવા આ દેહમાં આવે છે, ને પાછાં જતાં પણ રહે છે. માત્ર નખ ને વાળ જ વસ્ત્રોની જેમ નથી ઉતરતાં, પણ આખું શરીર, અને અંદરની બધી મનોવૃત્તિઓ, ઈંદ્રિયો, ને અહંકાર પણ, (આપણાથી) અલગની જેમ, નખ ને વાળ, ને વસ્ત્રની જેમ જ, આ દેખનારને પહેરાવાયેલાં છે,

(૧૫૯)

ને એ બધું ઉતરી પણ એમ જ જાય છે. એ જ દેખનારી જ્યોતિ છે,

એ તો, બાહ્ય શરીર તેમજ અંદરનું (અંતઃકરણ) શરીર, એ બધાથી ન્યારી, ને નગ્ન છે. એ જ આત્મા છે.

(૬૯) પણ પેલાઓને તો, ન થયું આ ભેદનું ભાન, તેમ ન સમજ્યા એ આ વિવેકની સાન. ઉલટા એ તો, શિશુની જેમ, પોતાની દેહમતિમાં ધાડસ પામીને પોતાને ઘર જવા ચાલી નીકળ્યા. ત્યારે બ્રહ્માજીએ, એમની સમક્ષ નહિ, પરંતુ એમની પૂંઠે, કહ્યું, કે આ લોક મને મળ્યા ખરા, પણ એ ન મળ્યા જેવું જ થયું, ને ચાલી નીકળ્યા! આત્માને નહિ ઓળખ્યો છતાં પણ, ઓળખ્યો સમજીને એ જાય છે!—- જો બ્રહ્માજી એમને મોઢામોઢ એવું કહેત, તો અહંકારના માર્યા કલેશ પામીને, એ સામા થઈ જવા તૈયાર થાત. એમની પાછળ એટલા માટે કહ્યું, કે મારો પેલો કોલ, એ લોકોએ જેમ સાંભળ્યો, તેવી રીતે, મારાં આ વચનો પણ એમને કાને જરૂર પહોંચશે, ને એ લોક, પોતાના અજ્ઞાનપણાને જાણી લઈને, પાછા બ્રહ્મચર્ય કરશે, ને મારૂં કહેવું સમજશે.

(૭૦) અરેરે! દેવરાજ ઈંદ્ર તથા અસુરરાજ વિરોચન જેવાને પણ જ્યાં પોતાના દિલના મેલને કારણે, બ્રહ્મલોકની વાણી ન સમજાઈ, તો પછી દિનરાત પાપોમાં ડૂબાડૂબ રહેતાં બિચારાં ચાલુ ભાષા જાણનારાંઓ, એને કેવી રીતે સમજવા પામે? પૂર્વના કોઈ પુણ્ય જાગે, એ શાસ્ત્રોની મર્યાદામાં રહે, ને કર્મ-ઉપાસના કરે, તો વળી, કોઈ કાળે, ઉપર કહેલાં વચનોનો ભેદ એ પામેયે ખરાં!

(૭૧) અંતમાં, સંક્ષેપમાં કહેતાં, બન્યું એવું, કે દેવરાજ ઈંદ્ર અને અસુરરાજ વિરોચન, નાના બાળકોની જેમ રાજી થઈને ઘર તરફ ચાલી નીકળ્યા. એમાં અસુરોનો રાજા તો મહાપાપોથી ભરેલો હતો, એટલે, આ ધાડસ મળતાં ખુશીખુશી થઈને એ ચપોચપ પગ ઉપાડતો પોતાની રાજધાનીએ પહોંચી ગયો, ને અસુરોને ભેગા કરીને, એણે તો એવી જ બ્રહ્મવાદી શીખામણ એમને સંભળાવી દીધી, કે “આ દેહ જ આપણું અસલ પોત છે, એને સારી પેઠે સાબુથી સાફ કરતા રહેવું, એનું લાલન પાલન કરવું, અને ઉત્તમોત્તમ કપડાં-ઘરેણાથી સજાવતા રહેવું, સરસ સરસ મેવા મિઠાઈ એને માટે બનાવવાં, હે ભાઈઓ, આપણે તો, માણસ છીએ, ને ઈશ્વરના દાસ છીએ.

(૭૨) “બ્રહ્માજીએ મને સારાંસારાં વસ્ત્રો ને આભૂષણ પહેરાવ્યાં, ને મુખ દેખાડનારા દર્પણમાં એમણે મને પોતાને બતાવ્યો, કે જેથી હું મારા આત્માને નીરખું, ને એને નીરખી નીરખીને હરખાઉં.

(૧૬૦)

ભાઈઓ, તમે પણ આ આત્માની વી રીતે પૂજા કરો, નખ ને કેશ ઉતારો,

સાબુથી સ્વચ્છ થઈને, દેહાત્માને મળથી ચોખ્ખો કરો, રૂપાળા ઓરડાને આયનાઓથી સજાવો, એમાં ઉત્તમ કપડાં-લત્તા ને ઘરેણાં-ગાંઠાં પહેરો, ને આયનાઓમાં પોતાનું આત્મસૌંદર્ય નીહાળો! એ હરખ, ને એ શોભાશણગાર જ પરમાનંદ છે. તેથી જ તો, માણસ દર્પણમાં પોતાનો ચહેરો જોઈને પ્રસન્ન થાય છે.

(૭૩) “એવું રખે ધારતા, કે આત્મા મરી જાય છે. એ તો ફક્ત સૂઈ જાય છે. કોઈ વાર તો, એ સૂઈ જઈને તરત જાગી ઊઠે છે, ને કોઈ વાર સૂઈને જલદી નથી ઊઠતો. પણ જ્યારે બ્રહ્માજી જાતે આવશે, ત્યારે એક મહામોયે નરસિંહો (શંખ) જોરથી ફુંકાશે, ને ત્યારે, બધાં જ સૂતેલાં શરીરો એટલે કે મડદાં જાગી ઊઠશે, અને એજ હશે, એમની કયામત, અથવા પુનરૂત્થાન, (રેસરેક્શન, એટલે કે) મડદાનું ઊઠવું.

(૭૪) “તેથી, જ્યારે એ સૂઈ જાય છે કે જેને ભોળાલોક મરવું કહે છે, ત્યારે એને સાબુથી નવરાવવું જોઈએ, ને ઉત્તમ વસ્ત્રો તથા કફન પહેરાવવાં જોઈએ, નાનાવિધ સુગંધ, અત્તર વગેરે એને લેપવાં જોઈએ, ને ઉત્તમોઉત્તમ પેટીમાં બંધ કરીને એને એવો સુરક્ષિતપણે દાટવો જોઈએ કે જેથી કોઈ જનાવર એને ખરાબ ન કરે, ને પછી નરસિંહો ફૂંકવાની રાહ જોવી જોઈએ. એ ઘોર શંખનાદ થતાં જ, એ જાગી પડશે, ને સ્વર્ગના પિતા બ્રહ્માજીને મળશે, ને પિતા (બ્રહ્મા) એ આપ કહેલાં કર્મફળ-ન્યાયના કર્મમાર્ગમાં કહી દીધું છે તેમ, એને ત્યાં પોતપોતાની કરણીઓ અનુસાર સ્વર્ગ તથા ઉત્તમ અપ્સરાઓ પ્રાપ્ત થશે, ને એ મૌજ કરશે, ને અવિનાશી પોતાની પાસે રહેશે.

(૭૫) “પરંતુ, જેઓ એ સ્વર્ગના પિતાનાં ભજનઉપાસના કરશે, તેના ઉપર, એ કયામતને દિને પ્રસન્ન થશે, ને એમ આરાધના તથા ઉપાસના નહિ કરે, તેનાથી એ નારાજ થશે.”

લેખક કહે છે, કે સંભવ છે કે વિરોચનનું જ એ શિક્ષણ પશ્ચિમમાં પ્રસર્યું છે, ને જેવી રીતની સ્વર્ગવાણી વિરોચન સમજ્યો, તેવી રીતનું એનું વિવરણ ત્યાં ઈશ્વરીય પુસ્તક કહેવાય છે. ને બનવા જોગ છે કે એમની ભાષામાં વિરોચનને જિબ્રાઈલ અથવા વેહી કહે છે, ને એજ નબી, અથવા રસૂલ પણ કહેવાય છે. ઈશ્વર એમને બચાવે! – આ ભાગ છોડી દેવો. જો કોઈ કાળે છપાય તો.

અહીંથી નવમો ખંડ આરંભાય છે, ને પંદરમો ખંડ એટલે કે આઠમા પ્રપાઠકના બધાં ખંડ, આ અધ્યાયને છેડે સમાપ્ત થાય છે, હવે આગળ અલાવિએ.

(૧૬૧)

(૭૬) હે ભાઈઓ, અસુરરાજ વિરોચનના તો આવા હાલ થયા.

હવે દેવરાજ ઈંદ્રનું શું થયું, તે સાંભળો. એ જ્યારે શિશુવત રાજી થઈને ચાલ્યો ગયો, ત્યારે બ્રહ્માજીનાં વેણને યાદ કરતો ને વિચારતો એ, ધીરે પગલે ચાલતો હતો. દેવો પાસે હજી એ નહોતો પહોંચ્યો, તેટલામાં, એનાં પૂર્વેના પુણ્યો જાગ્યાં. રસ્તામાં જ એને સુઝ ઉપજી, ને એ ચમકી ગયો, કે દેવલોકના પિતાએ પહેલાં મને કપડાં પહેરાવ્યાં, ને પછી મારૂં માથું મુંડાવ્યું. ને પાણીમાં જોવરાવ્યું, ત્યારે વસ્ત્રો પહેર્યાં હતાં તે વખતે પડછાયો પણ વસ્ત્રો પહેરેલો હતો, ને મુંડન કરાવ્યું ને નખ ઉતરાવ્યા તે વખતે, છાયાને પણ નહોતાં કપડાં, નહોતાં કેશ, કે નહોતાં નખ, એ બધું છાયામાં, શરીરના જેવું જ હતું. અને જેવી રીતે શરીરના નખ-કેશ અલગ ઉતરી જાય, તેવી રીતે અંગો પણ, એક-એક કરીને કપાઈને ઉતરી જાય છે.

(૭૭) કેમકે, જ્યારે દેહને સુંદર વસ્ત્રો મળે છે, ત્યારે એનું આયના-વાળું પ્રતિબિંબ પણ સારાં કપડાં પહેરેલું ભાસે છે, ને જ્યારે એના નખ ઉતરાય છે, ત્યારે છાયા પણ નખ વગરની દેખાય છે. આ કાયા કાણી થતાં, છાયા પણ કાણી થાય છે. દેહ આંધળો થતાં, એ પણ અંધ થઈ જાય છે, ને દેહના નાશ સાથે એ યે નાશ પામે છે. આમાં માણવા જેવું તો મને કશું ન દેખાયું.

(૭૮) આવો વિચાર કરીને ઈંદ્રને ડર લાગ્યો, કે, અરે, પિતાની વાણીનું તાત્પર્ય હું નહિ જ સમજ્યો હોઉં. જેમકે, પેલી જાહેરાતમાં એવું જ કહેવાયા કરેલું છે. કે “આત્મા અમૃત છે, સ્વૈરવિહારી છે, સર્વ સંપન્ન છે, નિત્ય વિદ્યમાન છે.” અને આ શરીર, જે મરણશીલ છે, તે નિત્યજીવિત્ ને અમૃત કેવી રીતે થઈ શકવાનું હતું? અને, એનામાં સ્વચ્છંદતા કે સર્વસંપન્નતા પણ કેમ હોય? એને ભાગે, હર પ્રકારના ભયોનો ને (આ જોઈએ, ને તે જોઈએ, એવી) આવશ્યકતાઓનો તો પાર નથી હોતો. ભૂખ લાગતાં ભોજન ન મળે, તો એ અશક્ત થઈ જાય છે. એમાં તો કશું યે માણવા સરખું નથી.

(૭૯) તેથી, દેવરાજ ઈંદ્ર રસ્તેથી જ પાછો ફર્યો, ને નવેસરથી બ્રહ્મચારી થઈ, માથે લાકડાંનો ભારો ઉપાડીને બ્રહ્માજીની પાસે જઈ પહોંચ્યો ત્યારે બ્રહ્માએ એને પૂછ્યું, કે હે દેવરાજ ઈંદ્ર, તમે તો સંતોષાઈને વિરોચન સાથે અહીંથી રવાના થયા હતા, તો પછી હવે કયે કારણે પાછા આવ્યા છો?

(૮૦) ત્યારે દેવરાજ ઈંદ્ર બોલ્યાઃ “ભગવન, આ શરીર સારાં કપડાંમાં સજ્જ હોય, તો (સામાની) આંખમાં પડતું એનું પ્રતિબિંબ સરસ કપડાંથી સજાયેલું દેખાય છે. એ રૂપાળાં ઘરેણાં

(૧૬૨)

સજેલું હોય, ત્યારે, એ પ્રતિબિંબ પણ ભૂષણવાળું દેખાય છે.

એ મુંડ-મુંડિત કે નખ રહિત હોય, ત્યારે એની છાયા પણ મુંડ-મુડી ને નખ વગરની દેખાય છે. વધારે શું કહું? આ કાણું હોય,તો તેયે કાણું થાય, આ આંધળું થતાં તેયે અંધ થાય, આ લંગડું તો તેયે તેવું.- અરે આ નાશ પામે, તો તેયે નષ્ટ થઈ જાય. એમાં તો મને કશું ભોગવવા જેવું ન દેખાયું.”

(૮૧) ત્યારે બ્રહ્માજીએ કહ્યું, “શાબાશ. દેવરાજ ઈંદ્ર! તમે જેવું બોલ્યા, તેવું જ બધું છે. આ આત્માને, ન તમે જાણ્યો હતો, તેમ ન વિરોચને, તમે પાછા વળી આવ્યા, તે ઠીક કર્યું, આ આત્મા જેના વડે કરીને મફતમાં મળે છે, તે હું તમને બીજી વાર શીખવીશ, પરંતુ, ફરી પાછા મારી પાસે, (ચિત્ત શુદ્ધિ માટે) બત્રીસ વર્ષ રહીને બ્રહ્મચર્ય કરશો, ત્યારે જ તમને એની સરખી ગતાગમ પડશે.” અને તેથી જ એવું કહેવાય છે, કે, પાપોના કલેશ જ્યારે બ્રહ્મચર્ય વડે દૂર થઈ જાય, ત્યારે આત્મસાક્ષાત્કારનું સુગમ થાય. અને, ઈંદ્રે કર્યું પણ એમજ – એણે બત્રીસ વર્ષ બ્રહ્મચર્ય કર્યું.

(૮૨) એમ જ્યારે દેવરાજ ઈંદ્રે બીજીવાર પણ બત્રીસ વર્ષનું બ્રહ્મચર્ય કર્યું, ત્યારે, એને અધિકારી જાણીને બ્રહ્માજીએ કહ્યું. “હે બેટા જાગ્રત અવસ્થામાં જે નેત્રની અંદર વિરાજમાન દેખાય છે, એજ સ્વપ્નકાળે નેત્રમાંથી બહાર નીકળીને, વગર નેત્રે સ્વપ્નના પ્રપંચો દેખે છે. તેથી, સ્વપ્નમાં આવીને ત્યાં એ પોતાનો મહિમા પ્રકટ કરે છે. એ આત્મા છે. નહિ કે પ્રતિબિંબ. અને, એ અમૃત છે. એ જ સર્વ સંપન્ન, ને સ્વૈરવિહારી છે. એ જ બ્રહ્મ છે. એના જ સાક્ષાત્કારથી રોકડો મોક્ષ મળે છે, ને બધા મનોરથો મફતમાં પૂરા થાય છે.” એ સાંભળીને, ઈંદ્ર સંતોષ પામીને, પાછો ઘેર જવા ચાલી નીકળ્યો.

(૮૩) બ્રહ્માજીના કહેવાનું તાત્પર્ય એ હતું, કે જ્યારે જીવાત્મા જાગ્રતાવસ્થામાં હોય છે, ત્યારે, એ દેહની આંખમાં બેસીને જુએ છે, ને સ્વપ્નાવસ્થામાં એ, આંખનેયે વસ્ત્ર સમાન ઉતારી દે છે, ને ઉઘાડો થયેલો, વગર-આંખે સ્વપ્નની દુનિયા જુએ છે. ત્યાં વગર આંખે એ દેખે, વગર કાને એ સાંભળે, વગર પગે એ ચાલે, ને વગર હાથે એ પકડે છે. કેમકે, ત્યાં નથી આંખ, નથી કાન, નથી પગ, નથી હાથ, તેથી એને કશો આકાર નથી, પણ એ નિર્વિકાર, ને નિરવયવ, અર્થાત્ કાર્યકારણરહિત છે. અને વળી, એ બધું દેખે છે, બધું સાંભળે છે, તેથી સર્વશક્તિમાન, જ્યોતોનો જ્યોતિ છે.

(૮૪) જેવી રીતે કોઈ માણસ વસ્ત્ર પહેરવાથી વસ્ત્રધારી બની જાય, પરંતુ એ પોતે કોઈ વસ્ત્ર બની જતો નથી, એવી

(૧૬૩)

રીતે, જાગ્રતમાં આંખમાં આવતા, એ નેત્રવાળો ખરો, પણ પોતે નેત્ર

નથી થઈ જતો, ને કાનમાં આવતાં, કાનવાળો ખરો, પણ પોતે કાન નથી બની જતો. બલકે આખી કાયામાં આવવાથી, એ દેહધારી ખરો, પણ સ્વયં દેહ નથી બની જતો. બલકે, આખી કાયામાં આવવાથી, એ દેહધારી ખરો, પણ સ્વયં દેહ નથી બની જતો, ને અહંકારમાં આવવાથી અહંકાર થાય, પણ સ્વયં અહંકાર નહિ. જેવી રીતે પહેરેલું કપડું સહેલાઈથી ઉતરી જાય છે, ને એમાંના કશામાંયે એ કેદ થઈ જતો નથી. તેથી, એ પૂર્ણ સ્વતંત્ર, ને નિત્યમુક્ત છે. કેમકે, જો સુક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે, તો, જેવી રીતે પહેરેલાં કપડાં દેહમાં પેસી જતાં નથી, ને દેહ તો જેવો હોય તેવો જ રહે છે, તેવી રીતે, આંખ, કાન, નાક, દેહ તથા અહંકારમાં આવેલો છતાં, એ પોતાના સ્વરૂપમાં, સંપૂર્ણપણે જેવો ને તેવો, વગર કાનનો, વગર દેહનો, ને વગર અહંકારનો રહે છે. તેથી કરીને, એ પરમ પવિત્ર છે.

(૮૫) તો પણ, નેત્રમાં આવનારા એને, લોક નેત્રવાળો જાણે છે, પરંતુ, એ નેત્રવાળો નહિ, પણ નેત્રવાળા જેવો થાય છે. એ કાનમાં આવતાં, તેને કોઈ સાધક કાનવાળો માને, પણ વાસ્તવમાં એ કાનવાળો નહિ, પરંતુ જાણે કે કાનવાળો હોય તેવો ભાસે છે. અહંકારમાં, એ અહંકારવાળો જણાય, પરંતુ ખરૂં જોતાં, એ અહંકારી નહિ, પરંતુ જાણે અહંકારી હોય તેવો, માત્ર લાગે છે. દેહમાં આવનારા એને, સાધક દેહવાળો હોવાનું ધારે છે, પણ ખરૂં પૂછો તો, એ દેહધારી નહિ હોવા છતાં, દેહધારી હોવા સરખો જણાય છે. જેવી રીતે અરીસામાં, જોનારનું મુખ કાચમાં પ્રવેશતું નથી, છતાં, એની અંદર પેસી ગયેલા જેવું જણાય છે, એવી રીતે, એ આંખ, કાન, નાક, દેહ તથા અહંકારમાં કદીએ પ્રવેશ્યો નહિ હોવા છતાં, તે એમાં પ્રવેશેલો હોય તેવો લાગે છે. તેથી, એ નેત્રોમાં પ્રવેશ્યો ન હોવા છતાં, (સંસ્કૃતના અજ્ઞાનને લીધે વેદાન્ત શાસ્ત્રોનો અભ્યાસ જેમણે ન કર્યો હોય તેવા.) ચાલુ ભાષા જાણનારોનાં દર્શન માટે, તેનામાં પ્રકટ થાય છે, કે જેથી એ દર્શનના ઉત્સુકો એ સ્થળે એનું દર્શન કરે. ને પ્રસાદમાં પ્રવેશ પામે.

(૮૬) આવી રીતે, આંખ, કાન, નાક, મુખ ને દેહમાં પ્રકટ થનારા એને, જે લોક નિર્વિકાર, નિરવયવ, અર્થાત્ કેમ-ક્યારેથી રહિત નથી ભાળી શકતા, એમણે એને જાગ્રત-સ્વપ્નમાં અન્વય વ્યતિરેકના નિયમ વડે ઓળખી પાડવો જોઈએ. કેમકે, એ જ્યારે જાગ્રતમાં આવે છે, ત્યારે આંખને, મુખને, બલકે, આખી કાયાને આકારે એ આવે છે, પરંતુ એ આકાર એના પોતાના નહિ, બલકે બીજાઓના છે. કારણકે, એ જ્યારે સ્વપ્નમાં જાય છે,

(૧૬૪)

એ આકારો એના ઉપરથી કપડાંની જેમ ઉતરી જાય છે.

ને પછી સ્વપ્નપ્રપંચનાં કાલ્પનિક રૂપો એનામાં દેખાઈ આવે છે. વળી, સ્વપ્નની આકૃતિઓ પણ એની પોતાની નહિ, પણ એ બધીયે બીજા કોઈની હોય છે. કેમકે, જ્યારે એ સ્વપ્નમાંથી નીકળીને જાગ્રતમાં આવે છે, ત્યારે, જેમ સ્વપ્નકાળે જાગૃતવાળી આકૃતિઓ ઉતરી જાય છે, તેમ, જાગૃતકાળે સ્વપ્નવાળાં રૂપો પણ ઉતરી જાય છે. અને જે વસ્તુ એનાથી અલગ થાય, તે એનો આત્મા નહિ, પણ એનાથી ભિન્ન, એટલે કે, અનાત્મ જ હોય.

(૮૭) જાગૃતના ને સ્વપ્નના આકારો, હોય છે તો આત્માથી ભિન્ન. એટલે અનાત્મા, કેમકે, જાગૃતના આકારો સ્વપ્નમાં, ને સ્વપ્નના જાગૃતમાં નષ્ટ થઈ જાય છે, તો પણ, એનું દેખવું તો, નથી સ્વપ્નમાં નાશ પામતું, તેમ નથી જાગૃતમાં ઉડી જતું. પણ, સ્વપ્નમાંથી નીકળીને જાગ્રતમાં આવીને એ યાદ કરે છે, કે મેં આવું આવું સ્વપ્ન દેખ્યું. તે ઉપરથી સિદ્ધ થાય છે, કે સ્વપ્નનો જે દેખનારો હતો, તે જ, જાગ્રતમાં જાગ્રતને દેખી રહ્યો છે, અને, જેનો કદી અભાવ ન થતાં, જે પ્રત્યેક અવસ્થામાં પૂર્ણ રહે છે, તે જ આત્મા છે. એને પોતાને કોઈ આકાર નહિ, કે એ ક્યારે, ને કેવો, ને કેમ હોય છે, એટલે કે, એ કાયાકરણની મર્યાદાથી પર છે. તેથી કરીને આપણે જાણ્યું, કે મનુષ્યનો આત્મા કશી પણ ઉપાધીની મર્યાદા વિનાનો, સર્વથી પરો, એવો દ્રષ્ટા છે. એ સાક્ષી છે. પણ, કર્તા ભોક્તા નથી. જે પોતાની અસલ જાતને એવી રીતની જાણનારો જીવાત્મા પ્રસાદમાં દાખલ થઈ જાય છે, કેમકે, ન્યાયની દ્રષ્ટિએ જોતાં, સાક્ષી ઉપર કશું કર્યાનો આરોપ નથી આવતો, ને એ પૂરેપૂરો સ્વતંત્ર છે.

(૮૮) બ્રહ્માજીએ ઈંદ્રને તથા વિરોચનને પહેલ વહેલો એજ દેખનારો આંખમાં દેખાડ્યો હતો. પણ એ ન સમજ્યા, ત્યારે, માત્ર ઈંદ્રને, અન્વય વ્યતિરેકના નિયમ અનુસાર, એનો એ આત્મા એમણે સ્વપ્નમાં સિદ્ધ કરી આપ્યો, ને આંખ, નાક, તથા કાનના વગેરેનો બાધ કરી બતાવ્યો. તેથી, એ શાન્તિ પામીને પાછો ગયો. પરંતુ, રસ્તે ચાલતાં, એને પહેલાંની જેમ જ, બ્રહ્માના બોલ યાદ આવ્યાં, ને એનો વિચાર કરતો એ ચાલતો હતો, તેવામાં જ મનમાં એને સંદેહ જાગ્યો.

(૮૯) રસ્તામાં એ વિચાર કરવા લાગ્યો, કે જાગૃતમાં આ કાયા આંધળી કે કાણી હોય, તોયે, સ્વપ્નમાં એ પુરૂષ આંધળો કે કાણો નથી હોતો. કેમકે, સ્વપ્નમાં એ વગર આંખનો તોયે દેખે છે, વગર કાને સુણે છે, વગર ચરણે ચાલે છે.

(૧૬૫)

ને વગર હાથે પકડે છે. તેથી, આંખ, કાન, મુખ, ને શરીર,

એ સર્વના નાશથી, એનો કંઈ નાશ નથી થતો. એ વાત તો, સાવ સાચી છે, પરંતુ, સ્વપ્નમાં પણ એ કોઈ વાર માર ખાતો સરખો હોય છે, ને અમગમતી વસ્તુ દેખીને એ ભયભીત, કે પછી ગુસ્સે જેવો થાય છે. અરે, એ ત્યાં રોતા સરખો પણ થાય છે. તેથી, એમાં હું કશું માણવા સરખું નથી જોતો.

(૯૦) ઈંદ્રે કરેલા આ મનનનું પરિણામ એ છે, કે સ્વપ્નમાં તથા જાગ્રતમાં આવતો-જતો આત્મા, જાગ્રતના શરીરથીસ્વપ્નનાં રૂપોથી અળગો, પરમશાંત, અવિનાશી, ને નિત્ય છે, એમાં કશો સંદેહ નથી. અને શરીરના પડવાથી એ પડી જતો નથી, કે નથી આંખ ફૂટવા વગેરેથી એ આંધળો-કાણો થઈ જતો, કેમકે અંધાપો, ખરૂં જોતાં, આંખનું ફૂટવું જ છે. તો પણ, સ્વપ્નમાં એ વગર આંખે દેખતો પુરવાર થાય છે. તેથી, આંખની અંધતાથી એ કંઈ અંધ નથી થતો. કાન ફૂટવાથી એ કંઈ બહેરો નથી થતો. પગ કપાતાં, કંઈ એ લંગડો નથી થતો. ને શરીર પડવાથી, એ થોડો જ મરી જાય છે? અરે, શરીરનો કોઈ પણ ગુણ એને વળગતો નથી. તેમ છતાં, સ્વપ્નમાં એ બીતો જેવો લાગે છે, હાથીને દેખીને નાસે છે, ને ખાડામાં પડી જાય છે. કોઈ બળવાન માણસનો એ માર ખાતા જેવો, ને કોઈ સરખેસરખો મળે ત્યારે, ધક્કા મારતો-ખાતો જેવો બની જતો હોય છે. એ ખરેખર નથી રોતો હોતો, પણ રોતાંને ઠાંસીયાં ખાતો જેવો થાય છે. તેથી, એને પૂર્ણ સ્વતંત્ર, ને સર્વસંપન્ન કેવી રીતે કહેવાય?

(૯૧) સ્વપ્નમાં એ ખરેખર માર નથી ખાતો હોતો, તોયે જાણે કે માર ખાતો હોય તેવો ભાસે છે. ધક્કા નહિ ખાતો છતાં, ધક્કા ખાતો, હોય, તેવો થઈ જાય છે. રોતો નથી, તોયે ખરેખર વિલાપ કરતો દેખાય છે. એનામાં, સ્વપ્નવસ્થા પૂરતો તોયે, આ દોષ તો છે જ. એટલે, એ પૂર્ણ સ્વતંત્ર નથી. તેથી, હું એ સ્થિતિમાં પણ કશું માણવાયોગ્ય નથી જોતો. એવું વિચારીને, કાષ્ટનો ભારો ઉપાડીને એ બીજીવાર બ્રહ્માજી પાસેથી ખુલાસો મેળવવા પાછો ગયો.

(૯૨) ત્યારે પ્રજાપતિએ એને પૂછ્યું કે ઈન્દ્ર, તું તો આત્મની ઓળખાણથી તૃપ્ત થઈને અહીંથી ગયો હતો, તો પછી, પાછો કેમ આવ્યો? એણે જવાબ આપ્યો, કે ભગવન્ શરીરના અંધાપાથી આત્મા સ્વપ્નમાં આંધળો નથી થતો, તેમ દેહના કાણાપણાથી એ ત્યાં કાણો પણ નથી થતો. શરીરના કોઈ પણ દોષથી એ દુષિત નથી થતો. એ વાત ખરી. તો પણ, સ્વપ્નમાં એ મારતો ધકેલાતો જેવો જોવામાં આવે છે, અણગમતી ઘટના જોઈને કરે છે, ને રોતો હોય તેવો થઈ જાય છે.

(૧૬૬)

તેથી, એ પૂર્ણ સ્વતંત્ર નથી. મને તો એમાં કશુંયે ઉજળી પડવા જેવું ન દેખાયું.

(૯૩) ત્યારે પ્રજાપતિ બોલ્યા, કે શાબાશ, ઈંદ્ર! તેં સારૂં વિચાર્યું હો! સારૂં કર્યું, કે તું અહીં પાછો આવ્યો. આત્માની બાબતમાં હું તને વળી આગળ શીખવીશ. પણ તારે મારી પાસે વળી પાછું બત્રીસ વર્ષ રહીને બ્રહ્મચર્ય કરવું જોઈએ, ત્યારે જ તને મારૂં કહેવું સમજાશે. અને ઈંદ્રે કર્યું પણ તેમ જ. એ વળી પાછો બત્રીસ વર્ષ ત્યાં બ્રહ્મચર્ય કરતો રોકાયો.

(૯૪) ઈંદ્રના બ્રહ્મચર્ય કરતાં બત્રીસ વર્ષો પૂરાં થયાં, ત્યારે, એને બ્રહ્માજીએ શુદ્ધ ચિત્તવાળો જીજ્ઞાસુ જાણીને કહ્યું, કે હે ઈંદ્ર, આ આત્મા સ્વપ્નમાં માર ખાતા જેવો, ધક્કા પડતા જેવો, ને રોતો જેવો દેખાય છે, પરંતુ, જાગ્રત અવસ્થા તો એનામાં (આત્મપ્રકાશમાં) વસતો અનાત્માની, (એટલે કે ઈંદ્રિયો, દેહ વગેરે અનાત્મ પદાર્થોની) થતી હોય છે, તેવી રીતે, સ્વપ્નાવસ્થા પણ, એનામાં (એ) અનાત્માઓની જ થતી હોય છે. (ઉભય અવસ્થાઓને આત્મા સમાનપણે માત્ર પ્રકાશે છે, ને ઉભય અવસ્થાઓ દેહ તથા ઈંદ્રિયોને લગતી હોઈ, આત્મા તો, ઉભયને માત્ર તટસ્થપણે, પોતાનું નાટક ભજવવા માટેની જરૂરી ચેતના જ આપી રહે છે.) ત્યાં (સ્વપ્નમાં) જે માર તથા હડસેલા ખાતો રોતો જેવો દેખાય છે, તે કંઈ આત્માનો પોતાનો ગુણ નથી, પરંતુ સ્વપ્નનો છે. જ્યારે એ સ્વપ્નથી પણ છૂટો થઈને ઘોર નિદ્રા (સુષુપ્તિ) માં ચાલી જાય છે. ત્યારે, ત્યાં નથી એ કોઈ સ્વપ્ન જોતો, નથી કશું યાદ કરતો, નથી કશી ઈચ્છા કરતો, પણ પૂર્ણ આનંદમાં હોય છે. એ જ અમૃત છે. એ જ પૂર્ણ છે. એ જ બ્રહ્મ છે. એની ઓળખ ઉપર પ્રસાદનો આધાર છે. એ સાંભળીને, ઈંદ્ર શાંતિથી પાછો રસ્તે પડ્યો.

(૯૫) આમાં રહસ્ય એ છે, કે પહેલો પાઠ ભણાવતે, બ્રહ્માજીએ આત્મા જાગ્રતકાળે આંખમાં દેખાડ્યો હતો, ત્યારે, (એ જાગ્રતકાળે) શું શરીર, શું ઈંદ્રિયો, શું મન, શું અહંકાર, એ સર્વમાં, આત્મા એ સર્વ કંઈ હતો, (એ સર્વનો આધાર, ને એ સર્વના રૂપેરૂપ જેવો ભાસતો હતો.) પણ બીજીવાર જ્યારે સ્વપ્નની શીખ આપી, ત્યારે, એ આંખ, નાક, કાન, અરે સમગ્ર દેહ તથા ઈંદ્રિયોથી એ દૂર, (એટલે કે,  સર્વના અભાવરૂપ) થઈ ગયો હતો. માત્ર મન-બુદ્ધિ ચિત્ત-અહંકારમાં પ્રકટ થઈને, એ સવપ્નમાં લીલા કરતો જેવો રહી ગયો હતો, ને એ મન-બુદ્ધિ-અહંકારનાં લક્ષણો એનામાં કલ્પાતાં હતાં, કે જેમાં, ઈંદ્રને એ માર

(૧૬૭)

ખાતો જેવો દેખાયો હતો. ભય અને ડર વગેરે બધાં, મનના ધર્મો છે.

ને બીહામણા ચિત્રો દેખીને, અહંકારને લીધે, તે એને માર ખાતો, ધપ્પા ખાતો, રોતા,-એવો બધામાં બધું જ કરતો, ઈંદ્રને જાણતો હતો. હવે, આ વખતે, એને પ્રગાઢ નિદ્રામાં બતાવ્યો, ને એની સમજણ પાડી, કે ત્યાં તો, મન-બુદ્ધિ ચિત્ત-અહંકાર પણ એના ઉપરથી ગયાં હતાં, – એવી જ રીતે, કે જેવી રીતે સ્વપ્નમાં ના ઉપરથી કાયા તથા ઈંદ્રિયો ઉતરી ગઈ હતી.

(૯૬) અહીં, ગાઢ નિદ્રામાં, જ્યાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પણ ગયાં, ત્યાં ન રહ્યું કંઈ વિચારવાનું, કેમકે વિચારવું એ મનનો ધર્મ છે. નથી ત્યારે એ કોઈને જાણતો, કેમકે જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. નથી એ કોઈને યાદ કરતો, કેમકે યાદ કરવું એ ચિત્તનો ધર્મ છે. નથી એ કશાનું અભિમાન કરતો, કેમકે અભિમાનનો નિશ્ચય અહંકાર કરે છે, નહિ કે આત્મા.

(૯૭) હે ભાઈઓ, એ કેવી રીતે વિચારે? કેવી રીતે જાણે? કેવી રીતે નિશ્ચય કરે? કેમ કરીને યાદ કરે? વિચાર, જ્ઞાન, સ્મરણ ને નિર્ણયનાં જે સાધનો છે, એ તો, તેનાથી ભિન્ન, એટલે કે આનાત્મા હતાં. એ બધાં જ, પહેરેલાં કપડાંની જેમ, એના ઉપરથી ઉતરી ગયાં, અને સર્વ ઈંદ્રિયોની ખાણરૂપ એ પોતે તો, જેવો ને તેવો નિરૂપાધિ રહી ગયો, કે જ્યાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારનું કંઈ ચાલે નહિ. તેથી બ્રહ્માજીએ એને મન-બુદ્ધિથી પણ વેગળો બતાવ્યો, ને કહ્યું, કે આજે ઘોર નિદ્રામાં સૂતેલો, આરામ કરે છે. એ આત્મા છે, એ જ પૂર્ણ સ્વતંત્ર છે. ને ઈંદ્ર શાંતિથી રસ્તે પડ્યો.

(૯૮) માર્ગે ચાલતાં, પહેલાંની જેમ જ, પોતાને મળેલા શિક્ષણનું સ્મરણ કરતો, ને એને મનમાં ઘોળતો એ ચાલ્યો જાય છે. ત્યાં વળી, એને એક બીજો દોષ, આ આત્માની બાબતમાં દેખાયો, ને એને ડર લાગ્યો, કે મારૂં ભણતર અધૂરૂં રહી ગયું લાગે છે. ગાઢ નિદ્રામાં એ નથી માર ખાતો, નથી ધપ્પા ખાતો, કે રોતા જેવો દેખાતો, ને એ સાવ આરામમાં હોય છે, એ વાત સાચી છે. પણ, એ પોતાની જાતને જાણતો નથી, તેમ અન્યોને પણ નથી જાણતો, ને સાવ મડદા જેવો હોય છે, તેથી, એમાં પણ મને કશું હરખાઈ જવા જેવું ન દેખાયું. તેથી, એ ત્રીજીવાર લાકડાં ઉપાડીને, પુનઃ જીજ્ઞાસા તથા બ્રહ્મચર્ય કરવા બ્રહ્માજી કને ગયો. (એમ, જે કંઈ માનવું કે કરવું, તે વિચારપૂર્વક જ માનવું-કરવું, એ દેવગુણ છે.)

(૯૯) ત્યારે બ્રહ્માજીએ પૂછ્યું, હે દેવરાજ, તું તો તારા આત્મા

(૧૬૮)

આત્મા વિશે સંતોષાઈને ગયો હતો, તે વળી કયે હિસાબે અહીં પાછો આવ્યો છે?

ત્યારે ઈંદ્ર બોલ્યો, કે હે ભગવન્ એ હકીકત શંકા વિનાની છે, કે નિદ્રામાં એ નથી માર ખાતા જેવો, કે નથી હડસેલાતો જેવો, તેમ નથી હોતો જેવો દેખાતો, ને ઉલટો કેવળ આનંદમાં હોય છે. તો પણ એનામાં એ ઉણપ તો દેખાય છે જ, કે એ નથી પોતાને જાણી શકતો, તેમ નથી કોઈ બીજાને ઓળખી શક્તો, ને સાવ મડદા જેવો હોય છે, હું એમાં કશું ભોગયોગ્ય નથી જોતો.

(૧૦૦) ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે ઈંદ્ર, ખરેખર, જેવો તેં વિચાર કર્યો છે, તેવો જ મામલો છે. તને આગળ શીખવીશ, હવે તું મારી પાસે બીજા પાંચ વર્ષ રહીને બ્રહ્મચર્ય કર. હવે આવરણ થોડુંક જ શેષ રહેલું હતું, તેથી બ્રહ્માજીએ એને પાંચ જ વર્ષ કહ્યાં. એમ એકસોને એક વર્ષનું ઈંદ્રે બ્રહ્મચર્ય કર્યું. તેથી, વેદોમાં પ્રસિદ્ધ છે, કે ઈંદ્રે ૧૦૧ વર્ષ સુધી બ્રહ્મા પાસે બ્રહ્મચર્ય કર્યું હતું.

(૧૦૧) જ્યારે દેવરાજ ઈંદ્રે વળી પાછું પાંચ વર્ષનું બ્રહ્મચર્ય કર્યું, ત્યારે બ્રહ્માજીએ એને યોગ્ય જીજ્ઞાસુ જાણીને કહ્યું, કે હે ઈંદ્ર, આંખ દેખે છે, ને કાન સુણે છે, પણ એ પોતાના દેખ્યા સાંભળ્યાનો નિર્ણય નથી કરી શકતાં. જીભ ચાખે ખરી, પણ ચાખ્યા વિશે નિશ્ચય નથી કરી શકતી કેમકે, સર્વ દેખવું, સાંભળવું કે ચાખવું એના વિષેનો નિશ્ચય તો મન જ કરે છે.  

(૧૦૨) જરા વિચાર કરો. માણસ કોઈ વાર વિચારમાં મગ્ન હોય છે, ત્યારે, આંખોની સામે પદાર્થ આવે-જાય છે. એને તે દેખતી તો હોય છે, પણ મન કોઈ બીજા વિચારમાં લાગ્યું હોવાને લીધે, એ માણસ પેલા દેખ્યા વિશે નિર્ણય નથી કરતો પણ એવું નક્કી કરે છે, કે હું વિચારમાં હતો, ભલેને મારી આંખ આગળ ગમે તે આવી ગયું હોય, પણ મેં એ દીઠું નથી.

(૧૦૩) વળી કોઈ આવીને કશું કહે, ને સાંભળનારના કાન એ સાંભળે પણ ખરા. પણ મન તે સમયે વિચારે ચઢેલું હોય, તો એ માણસ સામો પૂછે છે, કે તમે બોલ્યા, તે મેં સાંભળ્યું નથી, મારૂં મન જરા ઉચક હતું, તેથી જરા ફરીથી કહો જોઉં—- એના કાનમાં શબ્દો તો પડ્યા હતા, ને એ બરાબર સંભળાયા પણ હતા. પણ, કાન, કંઈ પોતે જે સાંભળ્યું હોય તેનું નિરાકરણ નથી કરતા, અને નિરાકરણ કરનારૂં મન તેમની સાથે ન હતું, તેથી કાન વગર સમજ્યે સાંભળે છે,

(૧૬૯)

ને આંખ વગર સમજ્યે જુએ છે.

(૧૦૪) એવી રીતે, આનંદસ્વરૂપ આત્મા નિદ્રામાંયે પોતાની જાતને પ્રાપ્ત કરે, ને જાણે છે, છતાં તે સમયે પણ, પોતાના આનંદભાવનું તથા પોતાના અહંકારનું ભાન એ નથી કરી શકતો, કેમકે, નિશ્ચય કરવો, એટલે કે ભાન કરવું, એ મનનું કામ છે. આ આત્મા તો, તે વખતે અંતઃકરણમાંથી નીકળીને પોતાના પરમાનંદમાં વિશ્રાંતિ કરતો હોય છે. એ મન વગર કેવી રીતે નિશ્ચય કે ભાન કરે?

(૧૦૫) ઉપરના ઉદાહરણમાં, કાન ખરૂં જોતાં સાંભળે તો છે, આંખ ખરૂં જોતાં ભાળતી તો હોય છે, પણ મનુષ્યને એ દેખ્યા સાંભળ્યાનું ભાન નથી થતું, એવી રીતે, આત્મા પોતાની જાતને, ને બધા જ મનોરથોને પણ, જાણે છે, ને દેખે પણ છે, પણ એ સર્વ વિશે એ સુતેલાને નિર્ધાર નથી થો. (આત્માનું કામ, વિચાર કે ભાન, કશુંયે કરવાનું નહિ, પરંતુ માત્ર એ સર્વને ચેતના આપવાનું છે. જે કંઈ થતું હોય, તેનો વિચાર કે નિર્ણય, કે ભાન કરવાનું કામ અહંકારરૂપી મનનું છે. દેખવાનું કશું ન હોય, તો તેથી આંખો કંઈ દેખતી અટકતી નથી. તેમ ભાન કરવાનો કોઈ વિષય ન હોય, તે તેથી કંઈ આત્માના ચેતન ઓલવાઈ જતાં નથી. ભાનનો વિષય, ને ભાનનો કરનાર, એ જો હાજર હોય, તો જ, દ્રષ્ટા-દ્રષ્ય-દર્શનની ત્રિપુટી બંધાય, ને ભાન ઉપજે.

(૧૦૬) વિચાર કરવાથી જણાઈ આવે છે, કે જેવી રીતે ઉપરવાળા ઉદાહરણમાં કહેલું સાચું છે, કે ખરૂં જોતાં કાનોએ તો સાંભળ્યું, ને આંખોએ દેખ્યું, પણ ત્યાંમન હાજર ન હોતું, તેથી દેખ્યા સાંભળ્યાનું માણસને ભાન  ન થયું. તો પણ, ભાન સાનની ટેવવાળો તો એમ જ કહે, કે મારી આંખો સામે જે આવી ગયું, એ મેં ન દેખ્યું, ને તમે જે કહ્યું, તે મેં ન સાંભળ્યું.

(૧૦૭) એવી રીતે, તમે નિદ્રામાં જાઓ છો, એટલે કે પોતાનો મુખ્ય આંતરિક આનંદ પામો છો, ત્યારે કહો છો, કે હું નથી પામ્યો. આપણે તેમાંથી ઉઠીને તરત જાણીએ છીએ, કે હું આરામથી ઊંઘ્યો. મુખ્ય આનંદ જ્યારે પ્રાપ્ત હતો, ત્યારે તેનું ભાન ન હતું. અને સ્વભાવને લીધે, જેને એવી રીતે જાગ્યા પછી જ ખબર પડવાની ટેવ પડી ગઈ છે, તેવા તમે, એમ જ કહેશો, કે ત્યાં મેં કશું ન દીઠું, ને હું મુડદા જેવો થઈ ગયો હતો,

(૧૭૦)

ને ત્યાં મઝા પડવા જેવું કશું ન હોતું. પરંતુ, ખરૂં જોતાં,

ત્યાં તમે પોતાના ખરા નિજના આનંદમાં હો છો, ને પછી જાગીને નક્કી કરો પણ છો, કે હું આનંદથી સૂતો હતો. એવી રીતે તમને પછીથી તોયે ભાન થાય જ છે, કે ત્યાં મેં આરામ જ આરામ અનુભવ્યો હતો.

(૧૦૮) કોઈને ચશ્મા પહેરવાની ટેવ પડી ગઈ હોય, તો, કોઈ એને પત્ર વાંચવાનું કહેશે, તો એ કહેશે કે ચશ્મા વિના મને નથી દેખાતું, ત્યારે, ખરૂં જોતાં એ કંઈ આંધળો નથી, તોયે, ચશ્મા દ્વારા જોવાની ટેવ પડી ગયેલી હોવાથી, એની મારફત જે દેખે, તેનું જ એને ભાન અર્થાત્ એનો જ અનુભવ થવા પામે છે.

(૧૦૯) અહીં જો વિચાર કરશો તો સમજાશે, કે દેખવાનું કામ આંખનું છે, ચશ્માનું નથી. કેમકે, જે આંધળો હોય, તેનું ચશ્મા શું કામ કરી શકવાનાં હતાં. લોટો, ચશ્માની આદત પડી ગયેલી હોવાથી, ચશ્મા નથી હોતાં ત્યારે એ કહે છે, કે હું તો અંધા જેવો છું, ચશ્મા જડશે તો પત્ર વંચાશે. પછી એ ચશ્મા શોધતો ફરે. એવી રીતે, મનુષ્ય પ્રત્યેક દ્રશ્ય, પ્રત્યેક પરિચય પોતાને થયો હોવાને નિશ્ચય મન વડે કરે છે, અને એની એને ટેવ પડી ગઈ છે. પણ જ્યારે મન મોજુદ ન હોય, ત્યારે, એ દેખે કે સાંભળે તોયે, મેં દેખ્યું કે મેં સાંભળ્યું, એવી ખબર એને નથી પડી શકતી, ને સામો એમ કહે છે, કે મેં નથી સાંભળ્યું, મેં નથી દેખ્યું.

(૧૧૦) તમે પણ, મન વડે નિશ્ચય થતો હોવાની ટેવવાળા છો, તેને લીધે, સુષુપ્તિમાં પોતાના સ્વરૂપને જાણતા-પરખતા, તથા પરમાનંદ માણતા હોવા છતાં કહો છો, કે સુષુપ્તિમાં કશું ભોગવવા જેવું મળ્યું નહિ. જો કે આંખ દેખે છે, તો તે એ આત્માને લીધે દેખે છે. કાન સુણે છે, તો તેયે આત્માના લીધે સુણવા પામે છે. જીભ ચાખે છે, તોયે તે આત્માને પ્રતાપે જ ચાખે છે. ને મન નક્કી કરે છે, તે પણ એ આત્મા વડે જ નિર્ણય કરવા પામે છે કે, મેં સાભળ્યું, દેખ્યું, કે ચાખ્યું. તો પછી, આ આત્મા, કે જેનામાં પોતાનું સાંભળવું, ને સભાન થવું પણ વિદ્યમાન છે, એ આંધળો બહેરો કે ખોટો હોઈ શકે ખરો? કદી નહિ.

(૧૧૧) એને માટે એવા માણસના કથન સાથે સરખામણી થઈ શકે, કે જે ઉકળતા પાણીને અડકીને કહે, કે આ પાણી ગરમ છે, પણ એની નીચેનો દેવતા ગરમ નથી! એના જ્ઞાનમાં શું ગરબડ થઈ? કેમકે, પાણીમાં જે ગરમી છે, તે દેવતાની ગરમીને લીધે છે. ને અગ્નિ તો, સ્વયં ગરમીસ્વરૂપ છે. પાણીમાંની ગરમી પાણીથી બીજા કોઈની છે, એની પોતાની નહિ, તેથી એ (પાણી) ગરમીરૂપ નથી.

(૧૭૧)

અગ્નિની ઉષ્ણતા ન્ય કોઈની નહિ, પણ પોતાની જાતની છે, તેથી,

એ ગરમીરૂપ કહેવાય છે.

(૧૧૨) એવી રીતે, જ્યારે આત્મા આંખમાં પ્રકટે છે, ત્યારે જ આંખ દેખી શકે છે. અને આંખની ચેતના આંખને છોડી જાય છે, ત્યારે એ નથી દેખી શકતી, તે ઉપરથી ખબર પડે છે, કે આંખનું દેખવું એનું પોતાનું નહિ, પણ કોઈ અન્યનું છે. અગ્નિના સંયોગથી જેમ જળ ઉનું થાય, તેમ, આંખ પણ, આત્માના સંયોગથી જોઈ શકે છે.

(૧૧૩) અને, આત્મા કાનમાં જ્યારે પ્રકટે છે, ત્યારે જ કાન સાંભળે છે. જ્યારે આત્મા તેનાથી વેગળો થઈ જાય છે, ત્યારે એ નથી સાંભળતા તેથી જણાય છે, કે ખરૂં જોતાં કાન નથી સાંભળતા, પણ બીજાનું સાંભળવું કાનમાં આરોપાય છે, – જેવી રીતે કે, અગ્નિના સંયોગમાં ગરમી આરોપાય છે.

(૧૧૪) મન પણ, ત્યારે જ સભાનપણું કરી શકે છે કે જ્યારે આત્મા એનામાં નિવાસ કરતો હોય છે. આત્મા તેમાંથીયે નીકળી જાય, ત્યારે મન પણ નિર્ણય નથી કરી શકતું. ( કે “આ મેં જોયું, આ મેં સાંભળ્યું” વગેરે). તેથી ખબર પડે છે, કે પાણીની ઉષ્ણતા અગ્નિને લીધે કહેવાય છે, તેવી રીતે, મનનો નિર્ણય પણ, એની આત્માની નિકટતાને કારણે, મનમાં હોવાનો આરોપ થાય છે.

(૧૧૫) અને ખરેખર તો, આંખ દેખતી નથી, કાન સાંભળતા નથી, ને મન નિર્ણય કરી શકતું નથી. એ બધાંની ખબર એ જ અવસ્થામાં પડી શકે છે, કે જ્યારે આત્મા એ સર્વને છોડીને નિદ્રામાં એક એકલ થઈ રહેલો હોય છે. પરંતુ એ અવસ્થામાં આત્મા પણ દેખતો નથી, સુણતો નથી, કે એને કશાની ખબર પડતી નથી, એમ કહેવું બરોબર નથી. એ તો સ્વયં દ્રષ્ટિ-સ્વરૂપ, શ્રવણ-સ્વરૂપ, ને ભાન-સ્વરૂપ છે. – જેવી રીતે કે અગ્નિ પોતે ઉષ્ણતા-સ્વરૂપ છે.

(૧૧૬) હે ઈંદ્ર, બોલવામાં, વાક્યો બે પ્રકારનાં હોય છે, એવું પણ કહેવાય કે “પાણી ઊનું છે,” અને એમ પણ કહેવાય કે “દેવતા ગરમ છે.” પણ વિવેકી જન જાણે છે, કે વાસ્તવમાં, “પાણી ગરમ” નથી, પણ બીજાની ગરમીએ તે ગરમ છે.” એમ કહેવાનો સંકેત એવો છે, કે દેવતા પોતાની ગરમીથી ગરમ છે, પરંતુ ત્યાંયે ખરી હકીકત તો એ છે, કે દેવતાને પણ ગરમ તો ત્યારે જ કહી શકાય, કે જ્યારે અન્ય કશાંકની ગરમી એનામાં હોય, ત્યાં “દેવતા ગરમ છે” એમ કહેવાને બદલે ખરૂં જોતાં એમ કહેવું જોઈએ, કે દેવતા ગરમી રૂપ કે તાપ રૂપ છે.

(૧૭૨)

(૧૧૭) એવી રીતે, આંખ દેખે છે, તે અન્યની દ્રષ્ટિ વડે દેખે છે.

કાન સાંભળે છે, તે અન્યની શક્તિ વડે સાંભળે છે. જીભ સ્વાદ કરે છે, તે કોઈ બીજાને સ્વાદે સ્વાદ કરે છે. ને જાણ્યું હોવાનો જે નિશ્ચય મન કરે છે, તે અન્ય કોઈ એકને નિશ્ચયે કરે છે. પરંતુ, આત્મા કંઈ કોઈ અન્યની દ્રષ્ટિ વડે નથી જોતો, પણ પોતાની દ્રષ્ટિથી જુએ છે, તેથી એ દ્રષ્ટિરૂપ, સંપૂર્ણ રીતે દ્રષ્ટિ-સ્વરૂપ છે.

 (૧૧૮) અને વળી, આત્મા કંઈ બીજા કોઈના શ્રવણથી નથી સાંભળતો, પણ પોતાના જ શ્રવણથી સાંભળે છે, તેથી, એ પૂર્ણપણે શ્રવણરૂપ છે, એમ જ, આત્મા કંઈ કોઈ બીજાને જોરે કશું પણ બન્યું હોવાનું નહિ, પણ પોતાની જ જાણશક્તિ વડે જાણ્યાનો નિશ્ચય કરે છે. પણ, વધારે શું કહેવું? સમગ્ર શરીરનું અસ્તિત્વ, એના અસ્તિત્વવાન છે. વાસ્તવમાં, કશાનું પણ પોતાનું અસ્તિત્વ નથી, ને બધું જ, અન્યની હયાતી વડે હયાત છે, ને તેથી, કલ્પિત અથવા મિથ્યા છે. ખોટું છે. પણ, આત્મા તો, કોઈ બીજાની હયાતી વડે નહિ, પરંતુ પોતાની જ હયાતી વડે હયાત છે, તેથી, એ માત્ર હયાત નહિ, પણ હયાતીરૂપ, સ્વયં અસ્તિત્વરૂપ એટલે કે સત્-સ્વરૂપ છે.

(૧૧૯) આંખ, કાન, નાક, મન, અરે સંપૂર્ણ કાયા, (આપમેળે કરીને,) અવિદ્યામાન છે, મરેલાં છે. બીજાને અસ્તિત્વે, બીજાની દેખ વડે, બીજાના શ્રવણ વડે, બીજાના આસ્વાદાન વડે, બીજાના જાણવાપણા વડે એ બધાં, જીવતાં, દેખતાં, સુણતાં, ને જાણતાં રહે છે. અને જેને લીધે એ જીવતાં, હયાત, સુણતાં, દેખતાં, ચાખતાં, જાણતાં વગેરે છે, તે આ આત્મા જ છે. એ જ એક છે, જીવનરૂપ, અસ્તિત્વ-સ્વરૂપ, દ્રષ્ટિ-સ્વરૂપ, રસના-સ્વરૂપ, ને, આનંદ-સ્વરૂપ.

(૧૨૦) અગ્નિ કે જે સ્વયં ગરમી-સ્વરૂપ છે, તેને જેમ સામાન્ય બોલચાલમાં ગરમ કહેવામાં આવે છે, તેવી રીતે, જો કે આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે તોયે, આ જીવન-ચેતન વિષે પણ એમ કહેવાય છે, કે નિદ્રામાં એ (આત્મા) જીવંત છે. એવી રીતે, એ દ્રષ્ટિ-સ્વરૂપ હોવા છતાં એમ કહેવાય, કે એ પોતે પોતાને દેખે છે. એ શ્રવણ-સ્વરૂપ છે. તોયે, કહેવાય છે એવું, કે એ પોતાને સાંભળે છે. એ સ્વયં આનંદ-સ્વરૂપ હોવા છતાં એને વિશે એમ બોલાય છે, કે એ પોતે પોતાનામાં આનંદ પામે છે.

(૧૭૩)

(૧૨૧) સાકર ખરૂં જોતાં ગળપણ સ્વરૂપ છે, કેમકે, જેનામાં એ નાખીએ,

તે વસ્તુને એ ગળી કરે છે. એ બધી વસ્તુઓ, પોતાનાથી જુદી એવી એ સાકરને ગળપણે “ગળી” થાય છે, પણ ખરૂં જોતાં, એ સ્વભાવે કરીને ફીકી જ હોય છે. એવી રીતે, આ સર્વ શરીર, અવયવો, ઈંદ્રિયો, ને મન, મૃતક છે, અચેતન છે, ને એ (આત્મા) ના જીવન વડે કરીને જીવતાં છે. પણ એ (આત્મા) તો, કોઈ બીજાને જીવિતે જીવંત નહિ, પરંતુ, પોતાના જ જીવિતે જીવંત છે, તેથી એ જીવન-સ્વરૂપ છે. જેવી રીતે સાકરને પણ સામાન્ય લોક “ગળી” કહે છે, ને બીજી ગળી વસ્તુઓને પણ ગળી કહે છે, તેવી રીતે જો આપણે પણ એ આત્માને “જીવતો” માનવો હોય, તો એમ કહેવાની કી ના નથી પાડતું!

(૧૨૨) ખરી વાત એ છે, કે આ આત્મા જે છે, તે જ સત્ છે. કારણકે, એ અસ્તિત્વ-સ્વરૂપ છે. આ જે આત્મા છે, તે જ ચિત્ત છે, કેમકે, એ દ્રષ્ટિ-સ્વરૂપ છે. આ આત્મા જ આનંદ છે, કેમકે એ આનંદ-સ્વરૂપ છે. તેને લીધે વેદાન્તીઓ તેને પોતાને સ્વરૂપે “સ્ચ્ચિદાનંદ” કહે છે. જેવી રીતે સૂર્યનો તડકો લાલરૂપ, શ્વેતરૂપ, પીતરૂપ છે, પરંતુ એ ત્રિકોણ કાચ દ્વારા જ તેવો હોવાનો પુરાવો મળી શકે છે, તેમ, આ આત્માનું પણ પ્રમાણ, (એટલે કે તે આવો હોવાની સાબિતી,) આ શરીર તથા મન દ્વારા કરી શકાય છે. કેમકે, જેવી રીતે ત્રણખુણિયા કાચમાંથી પસાર થતો તડકો, દેખાય છે, પોતાના અસલ સ્વરૂપથી સાવ જુદે-જુદે રૂપે, તેવી રીતે, એ ચેતન જ આંખ વડે જોતું, કાન વડે સાંભળતું, જીભ વડે ચાખતું, તથા મન વડે જાણતું-સમજતું વિચારતું ને નિર્ણય કરતું હોવાનું સાબિત થવા પામે છે.

(૧૨૩) પરંતુ, જેમ ત્રિકોણ કાચ વાસ્તવમાં નથી લાલ, કે નથી સફેદ, તેમ નથી એ પીળો. એવી રીતે, નથી ખરૂં જોતાં આંખ દેખતી, નથી કાન સાંભળતા, નથી જીભ સ્વાદ કરતી ને નથી મન જાણ્યાનો નિર્ણય કરતું, અને એ બધાં જ, એ (આત્મચેતન)ના ચમત્કારોને જ પ્રકટ કરનારાં (મારફતિયાં) છે. અને તેવા પ્રત્યેક પ્રાકટ્યમાં (દ્રષ્યવસ્તુ કે વ્યક્તિમાં,) તેના એક-એક ચમત્કારનો દેખાડ થાય છે. પરંતુ ગાઢ નિદ્રામાં તો, એ તેવા દેખાડના પણ સંગથી અળગો, ને પોતાના સર્વ ચમત્કારોમાં પોતાને જ સ્વરૂપે સાવ સ્પષ્ટ તરી આવે છે. એ જ બ્રહ્મ છે. એ જ સર્વ મનોરથો તથા આશયોની ખાણ છે, કેમકે, એનો જ ચમત્કાર, પ્રત્યેક અવ્યક્તમાં પધારીને, તેને “વ્યક્ત” કરે છે, (“અજાણ્યા” ને “જાણીતા” કરે છે.)

(૧૭૪)

(૧૨૪) જ્યારે આ આત્મા (નિદ્રાકાળે) પ્રત્યક્ષ દ્રશ્યોથી અળગો થઈ જાય છે,

ત્યારે (બધા જ દ્રશ્યમાન પદાર્થો “દ્રશ્ય” મટી જવાથી) તે આત્માના ચમત્કારના પ્રતિબિંબથી વિહોણા થઈ જાય છે. અને એ બિંબ, કે જેના એ સર્વ પદાર્થો ચમત્કારો છે, તે, એક, અદ્વિતીય, સર્વ ભારેલા ચમત્કારોની ખાણરૂપ થઈ રહે છે. બધા જ મનોરથો, બધી જ આશા-ઉમીદો, એનામાં સમેટાઈને તન્મય એક થઈ જાય છે. તેથી વાસ્તવમાં, બધા જ ગુણો તથા મનોરથો એ પુંજ છે, ને એ જ બ્રહ્મ છે.

(૧૨૫) એવું રખે કોઈ માનતા, કે એનાથી ભિન્ન એવા મનોરથો કે ચમત્કારોની કલ્પના એનામાં થાય છે, કોઈ કાળે નહિ! ઉલટું, બધા જ ચમત્કારો, બધા જ સંકલ્પો, એના પોતાના હોય છે,- જેવી રીતે કે, ગરમી કે અજવાળું, એ અગ્નિમાં અગ્નિથી જુદાં નહિ, પણ અગ્નિનાં પોતાના લક્ષણો છે. એ એક જ અગ્નિ, ચક્ષુ ઈંદ્રિયમાં “પ્રકાશ” હોવા રૂપે જણાય છે, ને એ જ અગ્નિ સ્પર્શેન્દ્રિય (ત્વચા) માં ગરમીને રૂપે જણાય છે, પરંતુ ચક્ષુ-ઈંદ્રિય કે ત્વચા-ઈંદ્રિયનો સંગાથ એને ન હોય, ત્યારે યે, તે વગરનો યે, એ એક જ અગ્નિ છે. ગરમી અને પ્રકાશ, એ કંઈ એનામાં આરોપાતા અલગ-અલગ એવા, કલ્પિત ગુણો નથી.

(૧૨૬) એવી રીતે, એક જ આત્મા નેત્રમાં દ્રષ્ટિ, કર્ણમાં શ્રવણ, જીભમાં આનંદ, ને મનમાં જાણકારીનો નિશ્ચય, એવા શબ્દો કહેવાયા કરે છે. પરંતુ ગાઢ નિદ્રામાં જ્યારે એ પ્રકટ (ઈંદ્રિય) સ્થાનો હાજર નથી હોતાં, ત્યારે, એકલા ભરેલા અગ્નિની જેમ, સર્વ ચમત્કારોનો એ ખજાનો, એક જ ને અદ્વિતીય એવા પોતાના સ્વરૂપે, વધારે સ્પષ્ટ પણે ઉપસી આવે છે. પણ પ્રાણનો તથા માનવીય અંતઃકરણનો, માનવીય કાયા સાથે જ કર્મભોગને લીધે સંબંધ છે, એ પ્રારબ્ધભોગ પૂરા થતા સુધી એ (આત્મા) નો આવિર્ભાવ જાગ્રત-સ્વપ્ન, સુષુપ્તિમાં થતો જેવો ભાસે છે. હકીકતમાં એ એક જ છે. એ જેવી રીતે એક માનવદેહમાં પ્રકટ થાય છે, તેવી રીતે બીજા દેહોમાં પણ એ ચમકે છે. અને જેવી રીતે એ માનવકાયામાં ચમકે છે, તેવી જ રીતે, માનવકાયામાં તો શું, પણ પિતૃ, ગંધર્વ, દેવ, પ્રજાપતિ, અને બ્રહ્માના દેવોમાં પણ એ વિલસે છે.

(૧૨૭) માનવ શરીરમાં તો, જેટલાં માપમાં (ઈંદ્રિય વગેરે) સાધનો ભેગાં થયેલાં હોય છે, તેના પ્રમાણમાં અને તેની મર્યાદામાં એના ચમત્કારો વ્યક્ત થવા પામે છે. પિતૃઓના દેહોમાં, ચમત્કારો માટેના કારણો એટલે કે સાધનો વધારે હોય, તેથી, તેમાં એના

(૧૭૫)

વધારે ચમત્કારો વ્યક્ત થાય. વળી, ગંધર્વો ને દેવોના શરીરોમાં

એના કરતાંયે વધારે સાધનો હોય, ને તેથી, તેમાં વળી, તે કરતાંયે વધારે ચમત્કારને અવકાશ રહે. બ્રહ્મલોકમાં સૌથી વધારે સાધનો રહ્યાં. એનાથી વધારે બીજા કોઈ “લોક” માં ન હોય. તેથી બ્રહ્મના શરીરમાં એના સત્યસંકલ્પ સત્યકામ પૂર્ણ સ્વતંત્ર અને પરમ શક્તિમાન ચમત્કારો પ્રકટે છે.    

(૧૨૮) મનુષ્યોથી માંડીને બ્રહ્મા સુધીનાં શરીરો ભિન્ન ભિન્ન છે, પણ સર્વ ગુણોના પુંજ સ્વરૂપ, આ એકલો આત્મા, બધામાં એક જ વિલસે છે. તેથી, એ એકલવાયો, અપ્વિતીવ કહેવાય છે. અને સ્થૂલ પ્રત્યક્ષમાં, માણસ પોતાની જે જે ઉપાધિમાં જે જે ચમત્કાર જુએ છે, તેને એ તે-તે ઉપાધિને જ ચમત્કાર હોવાની ભ્રાન્તિ કરતો, વિવિધ પ્રકારના ચમત્કાર જુએ છે. (જેમકે, આંખ રૂપી ઉપાધિ દ્વારા થતા આત્માના દેખવાપણાના ચમત્કારને, એ આંખ નો જ ચમત્કાર માની લે છે, વગેરે) ને એક લોક કરતાં બીજા લોકમાં વધારે ઓછી ચમત્કારિકતા માની બેસતો, નીચલા લોક તથા તેના નીચલા ભોગમાં પોતાનું નુકસાન સમજતો, ઉપરના લોકના મોટા ભોગોની કામના કરતો, તેને મેળવવા માટે, એ જાતજાતના કર્મો કરે છે.

(૧૨૯) પરંતુ જે પુરૂષ મતિમાન છે, ને આ મર્યાદિત માનવકાયામાં આ એકલવાયા છતાં સમસ્ત ચમત્કારોના ખજાના (આત્મા) ને ઓળખે છે, ને તેમાં જ પોતે રમતો રહે છે, તેને બધા જ મનોરથો તથા બધા જ ચમત્કારો પ્રાપ્ત થઈ જાય છે. (જેવી રીતે કે, જેની પાસે સાકરની ગુણી છે, તેને બધી મિઠાઈઓ સહજ પ્રાપ્ત હોય છે.) કેમકે, એણે નક્કી કરેલું છે, કે એ જ આત્મા આંખમાં પ્રકટ થઈને દેખે છે, તો, સાંભળનારો પણ શું એ જ નથી? જો એ સાંભળનારો ન હોય, તો પછી કાનમાં આવીને એ કેવી રીતે સાંભળત? અને જો એ કાનોમાં સાંભળનારો છે, તો દેખનારો એ કેમ ન હોય? જો દેખનારો એ ન હોય, તો કેવી રીતે આંખમાં આવીને દેખત?

(૧૩૦) એટલું ચોક્કસ છે, કે, આંખ, કાન, નાક, મોં, કાયા, ત્વચા વગેરે ભિન્ન ભિન્ન ઉપાધિઓમાં તથા રૂપોમાં પધારેલો એ જ, દેખે-સુણે, સુંઘે-ચાખે-સ્પર્શે છે. (એ સર્વ ઈંદ્રિયો-અવયવો, એના ચમત્કારને પ્રકટ કરનારા મારફતીયા જ છે.) નાની નાની ઉપાધિઓમાં એના ચમત્કારો રૂંધાઈ જાય, તેથી, પ્રત્યેક ઉપાધિ દ્વારા એ એક જ ચમત્કાર બતાવે છે, બીજા નહિ. (જેવું કે, આંખ દ્વારા એ માત્ર દેખવા રૂપી ચમત્કાર કરે છે, સુણવા કે

(૧૭૬)

બોલવાનો નહિ, તો પણ, એ બધી જ કરામતોની કમાલ છે,

તો એની પોતાની જ, અને તે, કોઈ પણ રૂપ કે કોઈ પણ ઉપાધિમાંથી દૂર નથી થઈ જતી, તેથી, જાગ્રતમાં એ જ્યારે આંખમાં હોય છે, ત્યારે, ભલેને ત્યાં એ માત્ર દેખતો હોય, ને આંખપુરૂષ કહેવાતો હોય, તોયે, એવી જ રીતે, બધી જ કમાલો, (સુણવા, ચાખવા વગેરેની પણ) એની જ છે. ને બુદ્ધિમાન પુરૂષ, આંખ પુરૂષમાં દેખાતી એક કમાલમાં પણ, પેલી બધી કમાલોને પરખી પાડે છે, કે જે બ્રહ્મલોકમાં પણ વિદ્યમાન છે. અને તેથી, એ આંખ-પુરૂષની આરાધના (સંપૂર્ણ બ્રહ્મરૂપે) કરે છે.

(૧૩૧) એમ તો, એ જ્યારે કાનમાં વિરાજીને સાંભળતો હોય છે, ત્યારે કંઈ એ દેખતો નથી હોતો, ત્યારે જો કે પ્રત્યક્ષમાં તો, એ એકલો કાન-પુરૂષ, સાંભળવાની કરામત દેખે છે, પણ અન્યત્ર રહેલી બીજી કમાલો નથી દેખતો. પરંતુ, અંદરમાં, બુદ્ધિમાનો, એ કાનોમાં રહ્યો રહ્યો પણ, બધી જ કમાલ-કરામતોથી પૂર્ણ હોવાનું જાણે છે, ને કાનપુરૂષને પણ પૂર્ણ બ્રહ્મ જાણતા, એને ઉપાસે છે. એવી જ રીતે, નાક-પુરૂષ,જીભ-પુરૂષ, વગેરેને સ્થૂળ દ્રષ્ટિવાળાઓ, ઈંદ્રિય અથવા જ્ઞાનેન્દ્રિય જ જાણીને, એને એવો ઊણો, અધૂરો, (મર્યાદિત) માને છે. પરંતુ, ઝીણી નજરવાળો પુરૂષ, નાકપુરૂષ, જીભપુરૂષ વગેરે સર્વને, સર્વ સ્થળોએ, કમાલોથી ભરપૂર ઓળખતા, એ પ્રત્યેકની બાહ્યરૂપે ઉપાસના કરે છે.   

(૧૩૨) હે ઈંદ્ર, આ જ આત્મા, જાગ્રત અવસ્થામાં આવેલો હોય ત્યારે પણ, પોતાની બધી કમાલોમાં એકનો એક જ હોય છે. તે છતાં, જેવી રીતે એની કેટલીક કમાલો જાગ્રતમાં સ્પષ્ટ થાય છે, તેવી રીતે, પોતાનાથી ભિન્ન એવી જાગ્રતની મર્યાદાઓ, અજ્ઞાનીઓને એનામાં દેખાય છે, અને એવા જીવાત્માઓ, બીજાઓની (એટલે કે અનાત્મા જાગ્રત-સ્વપ્ન વગેરેની) ઊણપોને પોતાનામાં હોવાનું માનીને, વિવશ જેવા થઈ જાય છે. પરંતુ જ્ઞાની, બીજાઓની ઉણપોને, એ મારામાં તો છે જ નહિ એમ જાણતો, પોતાની બધી જ કમાલોને નિશ્ચયપૂર્વક લક્ષમાં રાખતો, એવો નિશ્ચય કરે છે, કે “હું પૂર્ણ સંપન્ન, ને પૂર્ણ સ્વચ્છંદ છું. (મારામાં વળી ઉણપ કેવી, ને મર્યાદા કેવી,)” ને અજ્ઞાની મનુષ્ય, એનો આવો મનેનિશ્ચય દેખીને ચકિત થાય છે.

(૧૩૩) પછી, આ આત્માપુરૂષ, જાગ્રતમાંથી સ્વપ્નમાં સીધાવે છે, ત્યારે એનામાં સ્વપ્નની કમાલો પ્રકટ થાય છે. પરંતુ તે સાથે, સ્વપ્નના અનાત્મ દોષો પણ એનામાં પ્રકટ થાય છે, એ કારણે

(૧૭૭)

સ્વપ્નકાળે તમને એ માર ખાતા જેવો, ઢોંસા ખાતા જેવો હોવાનું ભાન

થયું હતું. કેમકે, માર ખાતો જેવો, ધપ્પા ખાતા જેવો, – એ બધું તો, પોતાનાથી ભિન્ન એવા મનના તરંગોના ગુણ હોય છે, જે સુષુપ્તિમાં (મન ઓલવાઈ જવા સાથે) રહેવા પામ્યા નહિ. (મતલબ કે, ઈંદ્રને સુષુપ્તિમાં આત્માની જે મર્યાદાઓ જેવું જણાયું, તે મર્યાદાઓ આત્માની નહિ, પણ આત્માથી ભિન્ન એવા અનાત્મા મનના તરંગોની હતી, ને “કશું ન જાણવા” રૂપી મર્યાદાનો પણ એ તો જાગતો સાક્ષી હતો, કે જેના એવા જાણવા પણાનું ભાન સવારે માણસને થાય છે કે “હું કશું નહોતો જાણતો, એ હું જાણતો હતો!”

(૧૩૪) પછી, એવી જ રીતે, એ જ્યારે સુષુપ્તિમાં જાય છે, ત્યારે, સુષુપ્તિના દોષો જેવા કે અનાત્મ બે-ખબરી તથા અંધકાર, એ સમયે એનામાં ભાસે છે. પરંતુ, તોયે, મુખ્યાનંદ કે જે પરમઆનંદ છે, ને જે આતમાની પોતાની ચમત્કારિક કમાલ છે, એ તો ત્યાં બરોબર સ્પષ્ટ રહે છે, ને તેને લીધે જ, માણસને જાગીને એ વાતનું ભાન રહે છે, કે “હું એવો તો સુખે સુઈ ગયો, કે મને કશાની ખબર ન રહી!”

(૧૩૫) એવું ભાન થવામાં, આનંદનો ભાન વાળો જે ભાગ છે, એ પોતાની પોતીકી કમાલ છે. અને કશાની કશી ખબર ન હોવાવાળો જે ભાગ છે, તે પોતાનાથી ભિન્ન એવી નિદ્રાનો ગુણ છે. કેમકે, જો અંધકાર હોવાપણું તથા ખબર ન હોવાપણું, એ જો એના પોતાના ગુણ હોત, તો એ જાગ્રતકાળે દૂર ન થઈ જાત, ને તે કાળે એનો અભાવ ન થઈ જાત. પરંતુ, પેલો આનંદનો ભાવ તો, જાગ્રતમાંયે સિદ્ધ હોય છે. તેથી, હે ઈંદ્ર, આ અનાત્મ એવી સુષુપ્તિના દોષથી તને લાગ્યું કે “ત્યાં સુષુપ્તિમાં આ (આત્મા) નથી પોતાને જાણતો, કે નથી અન્ય કોઈને જાણતો, ને એ તો મરેલા જેવો થાય છે, ને હું એમાં કશું ભોગવવા જેવું નથી જોતો.”

(૧૩૬) તમે એકવાર જાગ્રતમાં કાણાપણું, અંધપણું, લંગડાપણું વગેરે બીજાના દોષો આત્મામાં હોવાનું માની લીધું. તેમ જ સ્વપ્નમાં માર ખાવાપણું, ધપ્પાખાવાપણું વગેરે મનની કલ્પનાઓના દોષો આત્મામાં હોવાનું તમારાથી માની લેવાયું હતું. એ સર્વના અનાત્માપણાનો જેવી રીતે નિશ્ચય તમે કર્યો, તેવી જ રીતે, અન્વય-વ્યતિરેકનો નિયમ બગાડીને, તમારે તો, સુષુપ્તિવાળા અંધકાર તથા અજાણપણાના દોષો પણ, અનાત્મ જ હોવાનો નિશ્ચય કરવો જોઈએ. હે ઈંદ્ર આ બધું બહુ લંબાઈ જાય છે. ટુંકામાં એટલું જ, કે આ કાયા મરનારી, અરે

(૧૭૮)

પૂરેપૂરી મૃત્યુરૂપ જ છે, અને બધા જ દોષો તથા મર્યાદોનો એ

ભંગાર છે,- જેવી રીતે કે, આ આત્મા સંપૂર્ણ કમાલો-ચમત્કારોનો ભંડાર છે. 

(૧૩૭) જ્યાં સુધી આ આત્માને દેહ સાથે કલ્પિત સંબંધ છે, ત્યાં સુધી, અત્યંત નિકટતાને લીધે, એની બધી કમાલો આ દેહમાં પ્રકટ થાય છે, ને દેહની બધી મર્યાદાઓ તથા ઊણપો આ આત્મામાં ભાસમાન થાય છે. એ સંબંધને કારણે, અત્યારે પણ, શરીર આ (આત્મા) ના પ્રાકટ્યનું સ્થાન, અથવા ઉપાધિ (કે મારફતિયું) જેવું થઈ રહેલું છે. અને જ્યાં સુધી આ આત્મા, આ ઉપાધિ દ્વારા પ્રકટ થાય છે, ત્યાં સુધી, એ દેહના દોષો તથા ઊણપોવાળો દેખાતો રહેવાનો. તેથી શ્રુતિ કહે છે, કે જ્યાં સુધી એ શરીરવાળો છે, ત્યાં સુધી, એ પ્રિય અને અપ્રિય, બંનેને દેખે છે, ને એ દૂર થતાં નથી.

(૧૩૮) પણ, જ્યારે એ શરીરથી રહિત થાય છે, ત્યારે, એને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી, ને એ પોતાના જ્યોતિસ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. અશરીરી હોવાના બે પ્રકાર છે. એક છે, ફક્ત વિવેક અને જ્ઞાન વડે મનુષ્ય અશરીરી થઈ શકે છે. ને બીજો છે, મરીને તેવા થવાનો.

(૧૩૯) અમે લખી ચૂક્યા છીએ, કે આત્માનો શરીર તથા અંતઃકરણ સાથેનો સંબંધ કલ્પિત છે, શરીર સાથેનો અંતઃકરણનો સંબંધ કર્મ-ભોગને લીધે છે, તથા આત્માના પ્રતિબિંબનો અંતઃકરણ સાથેનો સંબંધ સહોત્પત્તિનો છે. જ્યારે મનુષ્ય અન્વય-વ્યતિરેકના નિયમ વડે કરીને પોતાના પરમ જ્યોતિસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે, એવા જ્ઞાન વડે, પેલો (આત્માનો શરીર તથા અંતઃકરણ સાથેનો) કલ્પિત સંબંધ દૂર થઈ જાય છે ખરો. પરંતુ આ જ્ઞાન, (શરીરના અંતઃકરણ સાથેના) કર્મોભોગોના સંબંધને દૂર નથી કરતું. કેમકે, પરિચય વડે મિથ્યા ભ્રાન્તિ દૂર થઈ શકે, પણ કોઈ વિદ્યમાન વસ્તુ દૂર નથી થતી. એ (કર્મકાંડનો) દેવવિષયક નિયમ છે.

(૧૪૦) જ્યારે (આત્મા સાથેના શરીર તથા અંતઃકરણના) કલ્પિત સંબંધ એમ જ્ઞાન-વડે દૂર થાય છે, ત્યારે, એ સંબંધ તૂટવાથી, એ મનુષ્ય અશરીરી થાય છે,- જો કે કર્મભોગોના સંબંધને કારણે, એ આ શરીરમાં જીવન પર્યન્ત વાસો કરે છે. કેમકે, જ્યાં સુધી કર્મભોગોનો સંબંધ છે, ત્યાં સુધી એ જીવતું રહે છે. વળી, પ્રતબિંબનો અંતઃકરણ સાથેનો સંબંધ સહોત્પત્તિનો છે, તેથી જ્યાં સુધી અંતઃકરણ છે, ત્યાં સુધી આત્માનું પ્રતિબિંબ એમાં પડશે.

(૧૭૯)

એ પ્રતિબિંબને લીધે જ એ જીવાત્મા રૂપી મન આ શરીરમાં

વાસો કરે છે. પરંતુ, બિંબ (આત્મા) ની દ્રષ્ટિએ, એ અશરીરી તથા નિત્યમુક્ત રહે છે, (મતલબ કે, જીવનમુક્ત થાય છે.)

(૧૪૧) જ્યારે અહીંના ફળભોગ પૂરા થાય છે, ત્યારે, એ કર્મભોગના સંબંધ પણ પૂરા થાય છે, ને “મૃત્યુ” થાય છે. તે સમયે, બાહ્ય ઈંદ્રિયો, અંતરેન્દ્રિયો, ને અંતઃકરણ, કે જે સર્વને એકત્રિતરૂપે રીર, અથવા મનુષ્ય કહેવામાં આવે છે,- તે મરણ પામે છે, ત્યારે માણસ બીજી રીતનો (સ્થૂળ રૂપે) એ અશરીરી થાય છે. પરંતુ, પહેલાં અમે લખ્યું છે તેમ, આમાં, એનો સ્વાભાવિક ઈશ્વરીય દેહ સાથે સંબંધ થઈ જાય છે, ત્યાં ઈશ્વરના હંકાર, મન તથા બુદ્ધિમાં એનું પ્રતિબિંબ પડે છે, ને એ જીવાત્મા ઈશ્વરના સત્ય કામ અને સત્ય સંકલ્પમાં વાસો કરે છે. (એટલે કે, ભૂત છૂટેલું ને પલીત વળગ્યું, એ રીતે એને શરીર પ્રાપ્ત થઈને, એવે બીજે શરીરે પણ, એ શરીરી જ રહે છે.)

(૧૪૨) ત્યાં ઈશ્વરપણાની કલ્પનાને લીધે, માયા તથા તેની અહંકાર-મન-બુદ્ધિ-ચિત્તવાળી માયાવૃત્તિઓ પણ હોય છે. પરંતુ, જો જીવાત્માને તે સમયે પણ વિવેક તથા આત્મજ્ઞાન હોય, તો એ બધાંની સાથે એનો સંબંધ બંધાઈ જતો નથી. અન્વય-વ્યતિરેકના નિયમ અનુસાર, એ અનાત્મ એવા જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિના દોષો આ આત્મામાં દેખે છે, અને તેમ છતાં, એ બધા જ ચમત્કારોને એ પોતાના આત્માનું હોવાનું જાણે છે, ને મનમાં નિશ્ચય કરે છે, કે “હું શરીર નહિ, પણ સમસ્ત ઉપાધિઓથી રહિત, જેનામાં કદીયે કંઈ પણ ફેરફાર થતો નથી એવો નિર્વિકાર, નિરવયવ, સચ્ચિદાનંદ, પૂર્ણ બ્રહ્મ, જ્યોતિસ્વરૂપ છું.” તો તે વખતે, એ જીવતાં જીવત જ, પોતાના શરીરથી અળગો, પહેલા પ્રકારનો (જીવનમુક્ત) અશરીરી, અથવા વિદેહ થઈ જાય છે. અન તેને ગમતું અણગમતું, બેમાંથી એકેય સ્પર્શ નથી કરી શકતું. તેથી તેનું નામ ઉત્તમપુરૂષ પડે છે.

(૧૪૩) જ્યાં સુધી (આત્મા તથા શરીરનો) આ ભ્રામક સંબંધ હતો, ત્યાં સુધી, એ જાગ્રતમાં આવતાં જાગ્રત પુરૂષ, અને સ્વપ્નમાં આવતાં સ્વપ્ન પુરૂષ, ને સુષુપ્તિમાં આવતાં સુષુપ્ત પુરૂષ કહેવાતો હતો. જ્યારે એ આત્મવિવેક વડે કરીને અશરીરી અથવા વિદેહ થઈ જાય છે, ત્યારે, એ જાગ્રત પુરૂષ, સ્વપ્ન પુરૂષ, કે સુષુપ્ત પુરૂષ,-એ ત્રણમાંનો એકે ય ન રહેતાં ચોથો થઈ જાય છે, કે જેને, એ ત્રણની અપેક્ષાએ, ઉત્તમપુરૂષ કહેવામાં આવે છે. કેમકે એ બધામાં એ જ ઉત્તમ છે. અને એ ત્રણ અવસ્થાઓના અનાત્મદોષો, એની વિવેકશક્તિને લીધે,

(૧૮૦)

એને વળગવા પામતા નથી. ઊલટું, એ “કેમ અને કેવી રીતે”

વાળી કાર્યકારણતાથી રહિત, નિર્વિકાર, નિરવયવ, જ્યોતિઓનો જ્યોતિ થયેલો, સર્વનો દ્ષ્ટા રહે છે.

(૧૪૪) આ ઉત્તમ પુરૂષ શરીરના ભ્રાન્તિજન્ય સંબંધને તોડી નાંખીને વિદેહ કેવી રીતે થઈ જાય છે, એનું એક દ્રષ્ટાંત સાંભળો, જેવી રીતે વાયુ, વાદળ, વીજળીને મેઘગર્જના પણ શરીર વગરનાં જ હોય છે, ને શિયાળામાં એ બધાં (દેવલોક રૂપ) આકાશ સાથે એકાકાર થઈ રહે છે, એવી રીતે, વિદેહ આત્મા પણ, જ્ઞાન વડે સ્વરૂપનો પરિચય થયા પહેલાં, આ શરીરમાં પ્રવેશેલો, દેહ સાથે એક થઈ જાય છે, એટલું જ નહિ, પણ શરીરને જ પોતાની અસલ જાતને માની લઈને એનામાં જ સ્વાભાવિક અહંકાર રાખે છે. (કે આ શરીર જ હું છું, ને હું આ શરીર જ છે.) અને એનામાં થતાં જન્મ-મરણને, તથા સંસારમાં જે કંઈ દુઃખ દર્દ છે તે બધાંને, પોતાના જ ગુણ જાણતો દુઃખીસુખી થાય છે.

(૧૪૫) પરંતુ, જ્યારે વરસાદનો સમય આવે છે ત્યારે, સૂર્યથી તપેલાં આકાશમાંથી નીકળી પડેલાં એ બધાં (વાયુ-વાદળ-મેઘ-ગર્જના વગેરે) પોતપોતાનાં ખરાં સ્વરૂપોમાં પ્રકટ થાય છે. એવી રીતે, જ્યારે પૂર્ણ ગુરૂ મળે છે ત્યારે, જ્ઞાનાગ્નિને તાપે, આ આત્મા પણ, જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિનો વિવેક પ્રાપ્ત થતાં, આ દેહ (કે જેનામાં એ અત્યાર સુધી અજ્ઞાનનો માર્યો પોતાને એકરૂપ માનતો હતો.) તેનાથી ખસી જઈ, એ પોતાના પરમજ્યોતિરૂપ સાક્ષીસ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે, ને પોતાના સત્યરૂપમાં સ્થિર રહે છે. એ જ ઉત્તમ-પુરૂષ છે.

(૧૪૬) એ ઉત્તમ પુરૂષ આવી રીતે વિવેકજ્ઞાનની શક્તિ વડે આ શરીરથી અળગો થાય છે, ત્યારે, મનુષ્યલોકથી માંડીને છેક બ્રહ્મલોક સુધી એનાં અજવાળાં વ્યાપે છે, ને છેક ત્યાં સુધી એની સહેલગાહનો વિસ્તાર રહે છે. અને, બ્રહ્માની પેલી જાહેરાતમાં અમે લખ્યું છે તેમ, એ હસતો, લીલા કરતો, સ્ત્રીઓ સાથે રમત કરતો, કુટુંબી જનોને હળતો મળતો, સગાં સાથે વાતો કરતો, છતાં સ્વરૂપે પરમ સ્વતંત્ર રહે છે. પછી, આ (ઉણપો તથા મર્યાદાઓ રૂપી) દોષોથી ભરેલું શરીર, કે જે એનું થડપડોશી છે, તેને એ યાદ પણ નથી કરતો.

(૧૪૭) આ હકીકતને આપણે આવી રીતે સમજીએઃ- બધાં શરીરો, મનુષ્યનાં, કે પિતૃઓનાં, કે દેવોનાં, કે પ્રજાપતિનાં તથા બ્રહ્મનાં પણ, – બધાં જ, દર્પણો જેવાં છે. અને આ ઉત્તમપુરૂષ દિપકની

(૧૮૧)

જ્યોતિની જેમ, એ સર્વથી અલગ, વેગળો, પોતાના પરમ

જ્યોતિસ્વરૂપમાં ધનાધન વિલસે છે. પરંતુ, પેલાં સર્વ શરીર-દર્પણોમાં, એ એવી રીતે પ્રતિબિંબિત થાય છે, જેવી રીતે કે દિપકની જ્યોતિ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. પ્રત્યેક શરીરમાં, એ પોતાની ચમત્કારિક કમાલોનો મહિમા સીંચે છે. ને એના ઉજાસમાં, એ બધાં પોતપોતાના ખાસખાસ મર્યદિત ભોગ મેળવે છે, કે જે ભોગ, એ ઉત્તમપુરૂષ આત્મામાં ભોગવતા કલ્પાય છે.

(૧૪૮) બીજું કારણ એ છે કે, કાયા એક ગાડી સમાન છે, ઈંદ્રિયો એના જોડેલા ઘોડારૂપ છે. અહંકાર પોતાના આખાયે લાવલશ્કર સહિત એનામાં સવાર છે, ને એ બધાં, એ જ ઉત્તમપુરૂષ જ્યોતિમાં પ્રવર્તે છે.

(૧૪૯) જુઓઃ- આ દેહનું એક અંગ, આ આંખ છે. એની અંદર કાળી કીકી છે. એની અંદર કાળો તલ છે. એની અંદર એક બારીક છિદ્ર છે. જે દ્રષ્ટિનું સ્થાન કહેવાય છે. એની છેક અંદર, ચક્ષુ ઈંદ્રિય છે. અને, એની અંદર ઉત્તમપુરૂષ (ચેતન) છે, જે એ સર્વને દ્રષ્ટિની કમાલ કરામતનું દાન કરતો રહે છે, ને આ શરીરની દ્રષ્ટિ માટે, એની “આંખ” બની રહે છે.

(૧૫૦) એવી રીતે, જ્યારે શરીર કશું સુંઘવાનું મન કરે છે, ત્યારે, આ જ ઉત્તમપુરૂષ (ચેતના), એ શરીરના નાકમાં ચમકતો, એને સુંઘવાની કમાલ કરામતનું દાન કરે છે, ને સુંઘવા માટે નાકપુરૂષ બને છે. ને, જ્યારે એને વાતચિત કરવાની ઈચ્છા થાય, ત્યારે, એ જ ઉત્તમપુરૂષ એનાં જીભ તથા કંઠમાં રહેલો, એમને વાર્તાલાપની અજબ શક્તિથી નવાજે છે, ને તે માટે એ વાક્ પુરૂષ બની રહે છે. આ શરીર વિચાર કરે છે કે હું કશુંક સાંભળું, ત્યારે કાનોમાં વિરાજીને એ ઉત્તમપુરૂષ એમને સાંભળવાની શક્તિ આપે છે, ને તે માટે કાનપુરૂષ બની રહે છે.

(૧૫૧) જ્યારે એ વિચારવા-સમજવાનું મન કરે, ત્યારે, આ નો આ ઉત્તમપુરૂષ, મનની અંદર વિરાજીને એને વિચાર-સમજની શક્તિ આપે છે, ને એની સોચ-સમજ માટે મનોપુરૂષ બની રહે છે. એ રીતે, પ્રત્યેક અંગને એ જેની-તેની શક્તિનું દાન કરે છે. અને તેથી જ, એ ઉત્તમપુરૂષ છે. એ રીતે, સર્વમાં સર્વ કંઈ કરતો હોય છતાં, વાસ્તવમાં, એ તો દાતાસ્વરૂપ છે,- પોતે કશું જ નથી કરતો. એ કશું કરતો નથી, તો પછી, જે થતું હોય તેનાં ફળ પણ એને શા માટે વળગે? એ કંઈ કર્તા નથી. ઉલટો, દાતા છે. પણ એવો દાતા નહિ, કે જે પોતાના દાનનો બદલો ઈચ્છે! કદી નહિ! ઊલટો, એ તો, જેને જે જોઈએ તે,

(૧૮૨)

આપી દે છે, વગર માંગે. સાવ મફતમાં. એવો દાતા જ ખરો

પરમદાની છે. અને પરમદાની તો, ખરૂં પૂછો તો, આ ઉત્તમપુરૂષ જ છે, બીજો કોઈ નહિ.

(૧૫૨) આ મનુષ્યનું પ્રત્યેક અંગ,- આંખ, કાન, નાક વગેરે, એક એક કોઈને કોઈ કારણસર, સેવક છે, નોકર છે, ને શરીરનાં જાણવા કરવા માટેનાં ફક્ત કરણો અથવા સાધનો છે. (કે જેની મારફત એ બધું કરી-જાણી શકે છે.) એ બધાં, આ ઉત્તમપુરૂષની માત્ર સંમતિ તથા શક્તિ મેળવનારાં છે. પરંતુ, મને તો, એની (સમજદારી રૂપી) દિવ્ય આંક બની રહે છે. કેમકે, આ મન જ્યાં સુધી પોતાના કર્મફળભોગના સંબંધથી વેગળું થયું નથી, ત્યાં સુધી એ શરીરને પ્રતિકૂળ કે અનુકૂળ થતું રહેતું હોવાથી, અજ્ઞાનનું માર્યું, જે પ્રતિકૂળ હોય તેને દૂર કરવાના, તથા જે અનુકૂળ હોય તેની મઝા મેળવવાના વિચારો કરે છે, ને કાયામાં અહંકારનું રૂપ ધારણ કરે છે. અને, ત્યાં પેલો જ ઉત્તમપુરૂષ, એનામાં રહીને એને સચેત કરતો, એનો મૂઢપુરૂષ બની રહેતો, પોતે ભોગ પ્રાપ્ત કરતો-જેવો, તથા શરીરનું રક્ષણ કરતો-જેવો બની રહે છે.

(૧૫૩) જ્યારે મન, અનુકૂળ કે પ્રતિકૂળ, કશું યે પ્રાપ્ત કરવામાં પડેલું નથી હોતું, ને એ ગડભાંજથી છુટ્ટી મેળવે છે, ત્યારે, એના જ્ઞાનમાં સ્ફૂરતા બ્રહ્માથી માંડીને છેક કીડી સુધી, તથા આકાશથી લઈને ધરતી સુધી, એ સર્વકોઇનાં અહંકારની વૃત્તિરૂપ બની રહે છે. અને એ જ ઉત્તમપુરૂષ, (જ્ઞાનીમાં જ્ઞાનવૃત્તિરૂપ થઈને) પૂર્ણ જ્ઞાની જેવો પણ થાય છે, બ્રહ્મલોકના ભોગ પોતાનામાં જ હોવાનું જાણે છે, ને દુઃખભાવને તો યાદે ય નથી કરતો. એવી રીતે, એ જ મન, મનુષ્યની દિવ્યચક્ષુ બની જાય છે.

(૧૫૪) એને પરિણામે, સાધકની મનોવૃત્તિઓ બે પ્રકારની બની જાય છે. કાં તો, એ કામકાજમાં બબ્બન રહીને, પ્રમાદને લીધે શરીરને હું માનતો, મૂઢની જેમ વર્તણુક કરે. કે પછી, નિવૃત્તિ તથા સત્સંગ વડે જ્યારે પ્રમાદ દૂર થાય, ત્યારે જ્ઞાનીઓ તથા સિદ્ધ પુરૂષો સમાન, “હું બ્રહ્મ છું, હું જ સર્વસ્વરૂપ છું.” એવો નિશ્ચય કરીને એ, બ્રહ્મની જેમ, પોતાના શિષ્યોને પણ, એવી જ શ્રદ્ધા તથા એવા જ જ્ઞાનનું શિક્ષણ આપે, તેથી, જ્ઞાની જન આત્મવિદ્યાનો આચાર્ય છે, અને એવાને જ સંસ્કૃતમાં બ્રાહ્મણ કહેલો છે. કેમકે, જે બ્રહ્મનું સંતાન અર્થાત્ પુત્ર કે આચાર્ય હોય, એ બ્રાહ્મણ કહેવાય.

(૧૫૫) મનુષ્યને જોવાની બે આંખો છે, એક દુનિયાદારીની, ને બીજી બ્રહ્મલોકના ભાગોના નિશ્ચયની,- એટલે કે પરલોકને લગતી, ત્યારે પણ,

(૧૮૩)

(એટલે કે આત્મજ્ઞાનથી સંપન્ન થયા પહેલાં, દેવગતિના કર્મકાંડની

કક્ષા વખતે પણ,) એનું મન, દેવનેત્રને લીધે દિવ્યચક્ષુ કહેવાય છે, અને એ જ દિવ્યચક્ષુ, કે જે જ્ઞાનની દ્રષ્ટિ છે, એના વડે, “બીજાઓ” વડે ઢંકાયેલા સત્યકામો તથા સત્યસંકલ્પોને દેખતો રહેતો એ, તેની હુર્રે ગજવે છે. –હિપ-હિપ-હુર્રે, હિપ-હિપ-હુર્રે.

(૧૫૬) બીજા લોકો તો, આ દૈવી આંખ રૂપી દિવ્યચક્ષુ વગરના હોય છે. એવાઓ, ( પરલોકની ગતિનો પણ વિચાર ન કરતાં,) આ શરીર તથા સંસારના ભોગોના વિચારની જ આંખ રાખે છે. (તેનાથી વેગળી એમની નજર નથી જતી) તેથી, એવાઓ એકાક્ષી છે, કાણા છે. બ્રહ્મલોકવાળા ભોગોનો એ વિચાર નથી કરતા. ને તેથી, જોતા છતાં એ દેખતા નથી. (એટલે કે, બધું દેખે-જાણે ખરા, પણ કશાનો મર્મ સમજવાની આંખ એમને નથી હોતી.) પણ એક આંખવાળાઓ, વધારે નહિ તો પેલા દિવ્યચક્ષુવાળા જેવા વિચાર તથા નિર્ણય કરી શકે છે. એમને અનુસરીને એમના જેવા નિશ્ચય એમણે પોતાના મનમાં કરવા જોઈએ. તેથી, જેઓ (ભલે પોતાની બુદ્ધિથી ન સમજતા હોય, તોયે) એવા દિવ્યચક્ષુવાળાઓના આચરણ તથા વિચરણમાં ભરોસો રાખે, ને “હું બ્રહ્મ છું” એવું શ્રદ્ધાપૂર્વક માને, તેઓ પણ સત્યમાં જ છે. એમને નાસ્તિકતા તથા દુર્મતિથી વેગળા થઈ ગયેલા જાણવા.

(૧૫૭) મરણ થતાં એનો કર્મભોગનો સંબંધ તૂટી જાય છે, ત્યારે, એવા જ્ઞાનીના પ્રાણ પેલા ઉત્તમપુરૂષમાં શમી જાય છે, ને ઈશ્વરી મનોવૃત્તિઓ, કે જે માયાવૃત્તિઓ જ છે, તે એનામાં આવી પડે છે. (માનવીય કે ઈશ્વરીય, ઉભય પ્રકારની મનોવૃત્તિઓ, એક લોખંડની ને બીજી સોનાની, તેયે, જીવાત્માને રૂંધનારી તથા પરતંત્ર બનાવનારી બેડીઓ જ છે.) ત્યારે, એ ઈશ્વરીય અહંકાર વડે તેવું હું-પણું માની લઈને, મફતમાં જ ઐશ્વર્યવાન બની જાય છે. અને ત્યારે, એ મર્યાદાઓથી ભરેલા આ શરીરને સંભારતો પણ નથી, તેથી, એ સત્યકામ, અને સત્યસંકલ્પ થાય છે.

(૧૫૮) જીવનમુક્તિમાં, જ્ઞાનીને તેજ સમયે, (સદેહે જ) ઈશ્વરીય અહંકાર દ્વારા (મનોમન) બ્રહ્મલોકના ભાગો પ્રાપ્ત થયા જેવા થઈ જાય છે. (“હું જ સર્વ કંઈ છું, ને બધું જ મારામાં છે.” એવા બ્રહ્મભાવને લીધે, એ સંતુષ્ટ થઈ જાય છે.) ને એ ઈશ્વરપદની (મોહમમતારૂપી) માયા-વૃત્તિઓને એ અપનાવતો નથી, પરંતુ (મનુષ્ય-શરીરની સાથે રહેનારી) આની આ મનોવૃત્તિઓ સાથે એ વ્યાવહારિક કામ પાડતો રહે છે.

(૧૮૪)

વ્યવહારિક કામ પાડતો રહે છે. અને તેયે, એને ચિત્તમાં યાદ કર્યા

કરવા રૂપે નહિ, પણ જ્ઞાનના રૂપમાં  જ એ વ્યવહાર કરે છે. પરંતુ, કર્મભોગોના સંબંધ ખતમ થઈ જતાં, આ પરિચ્છિન્ન, એટલે કે મર્યાદિત, અહંકાર વગેરે ભાવો તથા કાયો જતાં રહે છે, ને ઈશ્વરની સ્વાભાવિક માયાવૃત્તિઓ ત્યાં એના આત્મામાં લાગુ થઈ જાય છે, (નાનું કેદખાનું છોડીને એ જીવાત્મા મોટા કેદખાના રૂપી દેવપદને પામે છે.) આ વાત આપણે ઘણીવાર કરી છે. (ઈસ્વરની માયા-વૃત્તિ કહેવાય છે, એ આપણે જોઈ ચૂક્યા છીએ.) પછી તો, એ, માયા-વૃત્તિઓની મજાઓ માણતો, એને જ પોતાનાં માનતો, દ્યુલોકના મનોરાજ્યનો સ્વામી બની જાય છે. એનું પ્રાપ્તવ્ય પણ એ જ હતું! (કર્મકાંડના દેવગતિને જ સર્વ કંઈ માનનારા માર્ગમાં, ધ્યેય આટલો, સ્વર્ગ મેળવવા પૂરતો જ હોય છે.)

(૧૫૯) એમ, નક્કી એ થયું કે, ઈશ્વરીય દેહમાં જે સત્યકામ અને સત્યસંકલ્પનો સંબંધ છે, તે, કર્મભોગોને કારણે નહિ, પરંતુ સહજ સ્વભાવે કરીને, નિષ્કારણ છે, અને એ ઈશ્વર, પોતાના શુદ્ધ સત્વ ગુણ પ્રધાન સંકલ્પો વડે, હરેક વ્યક્તિની મનોવૃત્તિઓમાં રહેલા સુખભાવને સામુદાયિક રૂપે ભોગવે છે. અને સર્વ દુઃખોનું પોતે આસન (એટલે કે અધિષ્ઠાન) થઈ જાય છે. અને તોયે વિવેકવિચારને લીધે, પોતાના સ્વ-રૂપમાં સ્થિર, નિત્યમુક્ત રહે છે. (જ્ઞાની જનને, પ્રકૃતિને રહે, મર્યા પછી બ્રહ્મલોકરૂપી ઊંચામાં ઊંચા સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય, પરંતુ ત્યાંયે, જેમ મનુષ્યદેહે એ પોતાની જ વૃત્તિઓ તથા ચેષ્ટાઓ પરત્વે સાક્ષીભાવ રાખીને સર્વથી અલિપ્ત રહેતો હતો, તેમ સ્વર્ગમાં, ઈશ્વરપદમાં પણ, ત્યાંને ઘટતી વૃત્તિઓ તથા ચેષ્ટાઓમાં, સાક્ષીભાવ વડે, એ એવો જ અલિપ્ત, આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ રહે છે.) વેદાન્તિઓનો એવો સિદ્ધાન્ત છે.

(૧૬૦) પૂર્ણ જ્ઞાની પણ, જીવનમુક્તિમાં પોતાના પરમ જ્યોતિ-સ્વરૂપમાં સ્થિર હોય છે. અને ખરૂં ઈશ્વરનું પરમપદ એ જ છે. પરંતુ કર્મભોગોની બલા વળગેલી હોય ત્યાં સુધી, એ જ્ઞાની, પોતાની એ મર્યાદિત માનવીય મનોવૃત્તિઓમાં સહેલ કરે છે. એ વળગાટ છૂટી જતાં, પોતાનાં જ સ્વરૂપની જે છાયાઓ છે તેવી ઈશ્વરની માયાવૃત્તિઓ, એના પડછાયાની જેમ એને લાગુ થઈ જાય છે. ને ઈશ્વરના સંકલ્પ એના સંકલ્પ, તથા ઈસ્વરના ભોગ એના ભોગ થઈ જાય છે. એ સર્વ વ્યક્તિઓના સુખોનો ભોક્તા, તથા તેમના દુઃખોના પ્રાકટ્ય માટેની (સમષ્ટિ) ભૂમિકા બની રહે છે. (એ વ્યષ્ટિ મટીને સમષ્ટિરૂપ થઈ જાય છે. પ્રથમ, બ્રહ્મે સ્વચ્છાથી માયા વિંઢારી, ને ઈશ્વરપદ ધારણ કર્યું!

(૧૮૫)

ને પછી, એનામાંથી અજ્ઞાનના વળગાડવાળા અનેક જીવાત્માઓ

થઈ પડ્યા. હવે જ્ઞાનને બળે અજ્ઞાન દૂર થતાં, જીવ પાછો પ્રમોશનના ક્રમ પ્રમાણે, ઈશ્વર થાય, ને ત્યાં પણ એ જ જ્ઞાનના પ્રતાપે, ત્યાંની માયાથી પણ ન લેપાતાં, એને સ્વયં બ્રહ્મ બની રહેવાનું થાય છે. એમ, આ આખી ચડ-ઉતરની કલ્પનાનું ચક્ર, જ્ઞાન વડે ભેદાઈને પૂર્ણ થાય છે.)

(૧૬૧) આ સમજવા માટે એક ઉપમા લઈએ, એક ઓરડામાં આપણે ઘડો મૂકીએ, ત્યાં, ઘડામાનું જે આકાશ છે, એ ખરૂં જોતાં, ઓરડીને હિસાબે, એની અંદર જે આકાશ બતાવવામાં આવે તે હિસાબે, એની અંદર જે આકાશ બતાવવામાં આવે તે હિસાબની અંદર, ઘડાને હિસાબે બતાવવાનું ઘડાનું આકાશ પણ સમાઈ જાય છે. પણ ઓરડીનો હિસાબ મોટો છે, ને ઘટનો તેનાં કરતાં વધારે મર્યાદાવાળો, સાંકડો છે. એને લીધે, ઘડાના આકાશના લેખે, ઘટના આકાશનો હિસાબ તથા તેની ગુંજાયશ, ઘડાની પોતાની મર્યાદા તથા ગુંજાયશને અનુસરતાં જ હોઈ શકે, ને તેમાં એટલો જ માલ માઈ શકે. પણ ઓરડીનું આકાશ, ઓરડીના હિસાબ તથા ગુંજાયસ મુજબનો ઘડાના કરતાં ઘણો વધારે માલ પોતાનામાં સમાવી શકે છે.

(૧૬૨) પરંતુ, એ ઘડાને ત્યાં, કોટડીની અંદર જ ફોડી નંખાય, તો ઘડાનું આકાશ, આકાશ વળગાડની મર્યાદાથી છૂટીને, ઓરડીની અંદર સમાયેલો બધા માલને ધારણ કરનારૂં આપ મેળે થઈ જાય. કેમકે, જે ખરૂં આકાશ છે, તેનામાં તો, એ એક જ હતું, ને માત્ર ઘડાની ઉપાધી વળગવાને લીધે એ મર્યાદિત માલને પોતાનામાં રાખી શકતું હતું. હવે એની ઉપાધી નીકળી જતાં, એ સ્વતંત્ર થયું, ને બધા જ માલસામાનને પોતાનામાં સમાવનારૂં એ અંતરિક્ષ થવા મહાઆકાશ જ શેષ રહ્યું.

(૧૬૩) એવી જ રીતે, આત્મા પણ, આકાશની જેમ, પ્રથમ માયામાં, ને તે પછી અવિદ્યામાં આવીને, પહેલાં ઈશ્વર, ને પછી જીવ કહેવાય છે. માયાની ઉપાધિ તો, સત્વગુણી અને વ્યાપક છે. (એમાં અહંકારનું સાંકડાપણું ન હોતાં, સર્વ અહંભાવો એનામાં સમાઈ જાય છે.) તેથી, બધા જ સુખના અનુભવો તથા સત્યસંકલ્પ, એ માયાનો પ્રભાવ છે. એની અંદર આવેલો (એટલે કે એના સચેતન કરનારી બ્રહ્મ ચેતના રૂપ) આત્મા, ઈશ્વર કહેવાય છે. અને એ માયાની સરખામણીમાં (મર્યાદિત કાયા તથા મર્યાદિત મનમાં એ ચેતનાને રૂંધનારી) અવિદ્યા, બહુ જ મર્યાદિત અને સંક્ષિપ્ત જ્ઞાન તથા અલ્પભોગને પોતાનામાં સમાવી શકે છે. એટલું જ નહિ પણ, વધારામાં એ દુઃખ

(૧૮૬)

પણ દેનારી, ને કર્મના બંધન મુજબ જ ભોગો આપનારી હોઈને,

માનવીના મનમાનતા સંકલ્પો પ્રમાણે ભોગ આપનારી નથી. (બ્રહ્મ મહાન આકાશ, તેમાં ઈશ્વર ઓરડીનું આકાશ, ને તેમાં જીવઘડાનું આકાશ,- એવી યોજના અહીં થઈ.) તેથી, એનો એ આત્મા, પોતાની અંદર સમાયેલા જીવને નામે-નામ કહેવાય છે, ને સુખદુઃખનો ભોક્તા સંસારી બની જાય છે.

(૧૬૪) શાસ્ત્રાજ્ઞા તથા સિદ્ધાન્ત એવાં છે, કે અવિદ્યાનો જ્ઞાન વડે નાશ થાય છે, જેવી રીતેકે દીપકથી અંધારાનો નાશ થાય છે. તેથી, પૂર્ણ જ્ઞાનીની જે અવિદ્યા એના વાસ્તવિક સ્વરૂપને છાયી રહેલી હોય છે, તે નાશ પામે છે. પરંતુ જેવી રીતે દિપકની નીચે અંધારૂં રહે છે, તેમ, એનો એક ભાગ, કર્મભોગોના સંબંધના કારણે, વિદ્યમાન રહે છે. તો પણ, એ અવિદ્યાભાગ, જ્ઞાનીના નિજ સ્વરૂપના અનુભવને લીધે, એનું આવરણ નથી થતો, પરંતુ કર્મભોગોની નડતરને લીધે, માયાના (ઈશ્વરીય) ધર્મ સ્વરૂપ સત્યસંકલ્પ વગેરે મનોરથોમાં પ્રવેશ કરવાનો ને માર્ગ નથી મળતો. (જ્ઞાની માટે, સર્વાત્મ ઈશ્વરભાવમાં એકરૂપ થવામાં અવિદ્યા નથી નડતી, કેમકે આત્માનુભાવ વડે એનો નાશ થઈ ગયેલો છે. પરંતુ  શેષ રહેલા કર્મભોગની આડ એને તેવા ઉત્ક્રમણમાં નડે છે, કેમકે, એ જ્યાં સુધી છે, ત્યાં સુધી દેહ તથા મનની વૃત્તિઓની ખટપટ ઊભી રહે છે.) જ્યારે આ કર્મોનાં બંધનની આડ રૂપ તન તથા મન સાથેનો સંબંધ ખલાસ થાય છે, ત્યારે, મરણ પછી, એ નડતર પણ આપોઆપ ટળી જાય છે, ને માયા પણ, પડછાયાની જેમ, આપમેળે ત્યાં હાજર થઈ જાય છે. (ઘડો ફૂટતાં, ઘડાનું કાશ આપમેળે કોટડીનું આકાશ થઈ જાય છે.)

(૧૬૫) અને, એ જ જીવનમુક્ત આત્મા, ત્યારે વિદેહમુક્ત થતો, (ઘડો ફૂટતાં) ઘટાકાશની જેમ, મહાકાશમય થઈ રહે છે. કેમકે, ઉપર કહેલાં ઉદાહરણમાં, ઘટને ફૂટતાં, ઘટપ્રકાશ મહાપ્રકાશમાં લીન થઈ જાય છે, એવી રીતે, જીવનમુક્તને મરણમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અને ઈશ્વરની પ્રાપ્તિ, એ શુદ્ધ પ્રાપ્તિ છે. (નહિ કે કોઈ બાકી રહેલી વાસના પુરી કરવા માટેની) અને આ ઈશ્વરપ્રાપ્તિનો અર્થ થાય છે, ઈશ્વરનો મેળાપ, અથવા ઈશ્વરથી અભેદ. એવી રીતે, જીવાત્મા જ્ઞાન વડે ઈશ્વરાનુભવ મેળવે છે, ને પછી, માયામાં જે,(સ્વર્ગીય ઈશ્વરીય) ભોગોની કલ્પના કરવામાં આવે છે, એનો જીવાત્માને મફતમાં રસ્તો મળી જાય છે. તેથી જ્ઞાન, એ પ્રસાદનું પદ છે. “જેવી કરણી તેવી ભરણી” વાળા ન્યાયનું નહિ, કેમકે, પ્રસાદના પદમાં, માત્ર આત્માની ઓળખ જ કરવાની હોય છે, નહિ કે કોઈ કર્મો.

(૧૮૭)

(૧૬૬) અવિદ્યા કોઈ કર્મોથી નહિ, પણ જ્ઞાનથી દૂર થાય છે,

જેવી રીતે કે, અંધકાર દિપકથી જ દૂર થઈ શકે છે. જો દીવા વિના, એને કોઈ પણ જાતની બીજી નાની મોટી ક્રિયા વડે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે, તો કોટડીમાંથી એને નહિ કાઢી શકાય. તે કારણે, ગમે તેટલાં જપ-તપ-યજ્ઞ કરો, તોયે, અવિદ્યા (રૂપ દિલનું અંધારૂં) દૂર ન થાય, તે ન જ થાય. જ્યાં સુધી અવિદ્યા-અંધકાર દૂર ન થાય, ત્યાં સુધી, ભલે શુભ કર્મોનાં ફળરૂપ મર્યાદિત સુખભોગ મળે પણ ખરાં, તોયે, એ જીવ ઘરનો માલિક, યથેચ્છ વિહરનારો તો ન જ થઈ શકે. (એને જે સુખભોગ મળે, તે ઝખ મારીને પરાણે ભોગવવાં પડે, ને તોયે, અમુક મર્યાદિત માપમાં, અને કંઈને કંઈ આપદાથી મિશ્રિત શરતી હોઈ શકે, નહિ કે પોતાને મનમાનતી રીતનાં, બીનશરતી, શુદ્ધ, અને સત્ય.) અને વળી, ભોગનો જોગ ખતમ થયે, એ જીવ પાછો સંસારમાં (ચાલુ પ્રપંચમાં) આવી પડે છે. તેથી, એ પદ, (કર્મફળના) ન્યાયનું છે, ને એમાં ઘોર પરિશ્રમ ને મહેનત-મજુરી કરવાં પડે છે.

(૧૬૭) પણ જો એને જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, છતાં, જો એ કોઈ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા રાખીને પોતાના આત્મા પરત્વે નિર્ણય કરે, કે “હું જ બ્રહ્મ છું” અને (સંયમરૂપ) બ્રહ્મચર્યનું પાલન કરે તો, ભલે એની અવિદ્યા દૂર ન થાય તોયે, એનો નિશ્ચય સત્યને આધારે હોવાથી, અને એ સદાચારમાં રહેતો હોવાથી, પેલી ઘોષણામાં કહેલું છે તેમ, મરણ સમયે એ જીવ દેવયાન (સ્વર્ગ)ને માર્ગે વિચરતો, સૂર્યને રસ્તે થઈને, બ્રહ્મલોકમાં જાય, ત્યાં સ્વયં બ્રહ્મા એને શીખ આપે, ને જ્ઞાનનો અનુભવ મેળવતો, એની સાથો સાથ એનો મોક્ષ થઈ જાય,તેથી એવું શ્રદ્ધાનું પદ પણ કંઈ જેવુંતેવું નહિ, પણ મોટું છે. (એવા વિલંબિત થવા વાયદાના મોક્ષને, ક્રમ મુક્તિ કહેવામાં આવે છે, જ્યારે, અહીં જ આત્માનો અનુભવ કરનારા જ્ઞાનીનો મોક્ષ, અહીંનો અહીં સિદ્ધ થતો હોવાથી, સદ્યોમુક્તિ કહેવાય છે.)

(૧૬૮) એવી રીતે, બ્રહ્માએ ઈંદ્રને શીખવ્યું, ને ઈંદ્રે એ શિક્ષણ દેવલોકમાં કહ્યું, ને દેવોએ આત્માની ઉપાસના એવી રીતે કરી. તેથી, સમસ્ત લોક, તથા સમસ્ત મનોરથો કે જે ત્યાર સુધી (અજ્ઞાન વડે) આચ્છાદિત હતાં, તે ઉઘડી ગયાં, ને અસુરો (અર્થાત્ હલકી વૃત્તિઓ) ઉપર એમને ફતેહ મળી ગઈ. તે ઉપરથી તમે એવું ન સમજી બેસતાં, કે એ તો દેવો છે, આવા ઉપદેશનો અધિકારી છે, ને તેથી, તેઓ એવો વિજય પ્રાપ્ત કરી શકે છે. અરે, અત્યારે ને અબી હાલ પણ, જે કોઈ આ શિખામણ અનુસારે પોતાને ઓળખી જાય, ને આત્માના પરિચય સાથે શરીર છોડે, તો એ પણ, સત્યકામ, સત્યસંકલ્પ થઈ જાય,

(૧૮૮)

ને સમસ્ત લોકો તથા સમસ્ત મનોરથોમાં કામાચાર થઈને,

પૂર્ણ સ્વતંત્ર તથા સર્વશક્તિમાન બની જાય. (શરીર છોડવું, એટલે, પાછળ કહ્યું તેમ શરીરનો અહંભાવ છોડવો. એ છૂટતાંની સાથે, સદેહેજ, એનો મર્યાદિત દેહભાવ જતો રહી, એની જગ્યાએ ઈશ્વરભાવ હાજર થઈ જાય, ને એ પોતાને દીન-હીન, કંગાળ ને પાપી માનતો મટીને, આત્મભાવનો સ્વામી આનંદમસ્ત થઈ રહે.)

એવું બ્રહ્માએ કહ્યું છે.

(૧૬૯) આ ઉપદેશ, તે પછી બ્રહ્માએ પોતાના પુત્ર કશ્યપને આપ્યો, કશ્યપે મનુ મહારાજને બતાવ્યો, ને મનુએ ભારતની પ્રજાને પહોંચાડ્યો, જે છેક આપણા સુધી ઉતરી આવ્યો છે. અને એ જ ઉપદેશ બાબા નગિનાસિંહે ઉર્દુ જાણનારાઓના બોધ માટે, વેદમાંથી ઉર્દુમાં ઉતાર્યો છે. જે કોઈ, આ ઉપદેશ, કોઈ પૂર્ણ જ્ઞાની તથા બ્રહ્મદર્શીને મુકે પ્રાપ્ત કરે, તે મફતમાં મુક્ત થઈ જાય, ને પાછો ન પડે, પાછો ન જ પડે.

 

ૐ જ્ઞાનકાંડ છઠ્ઠો અધ્યાય સમાપ્ત ૐ

 

 

 

 

 

 

 

 

 

  

Contents.

વેદાનું વચન – ફાઈલ – ૨. 1

(૭૬). 1

બીજો ઉપદેશ – જ્ઞાનકાંડ – ચોથો અધ્યાય.. 1

(૧) અને ઉપરના અધ્યાયોમાં જે લખ્યું છે, તે કંઈ અમારી કપોળ કલ્પના નથી, 1

(૭૭). 2

(૪) વળી પાછા, રાજા પૂછે, (સૂર્ય પણ અસ્ત, ચંદ્ર પણ અસ્ત, ને દીવો પણ ન.. 2

(૭૮). 3

(૭) રાજા પૂછે છે, ‘મહારાજ’, આ આત્મા કેવો’ક છે? મુનિજી ઉત્તર આપે છે, 3

(૭૯). 4

જ્યોતિપુરૂષ નથી વિસ્તરતો, તેમ નથી સંકોચાતો, તો પણ મનથી સંકલીત થઈ, 4

(૮૦). 6

ઉપજે, તે યે, પાપરૂપ છે, અને આત્મા, તેનાથી અસંગ હોવા છતાં, મન સાથે.. 6

(૮૧). 7

સાથે લઈને જાય છે. ને અન્યમાં (એટલે કે પોતાનાં દેહ ઈંદ્રિયાદિ) માં અહંતા… 7

(૮૨). 8

એવું ને એવું, એક સરખું રહે છે. તે એનાથી વસ્ત્રની જેમ આઘું પાછું થઈ જતું.. 8

(૮૩). 9

આપણે સ્વપ્નમાં એની લીલાને દેખીએ છીએ, છતાં એને નથી દેખતા. 9

(૮૪). 10

(૨૭) ‘હે રાજા, આ પવિત્ર અને આનંદસ્વરૂપ આત્મા, પછી સંપ્રસાદ રૂપ.. 10

(૮૫). 12

એ નથી કોઈ સ્વપ્ન જોતો, તેમ નથી એને બહારની કશી ખબર હોતી.’ 12

(૮૬). 13

રૂપી મન-તરંગને, અન્ય તરંગો નીચો પાડે, તો પાડે, અથવા એને વધારે પુષ્ટ… 13

(૮૭). 15

માની બેસે છે? બુદ્ધિમાનો જાણે છે કે, વસ્ત્ર લાલ હોવાથી કંઈ આપણે લાલ નથી… 15

(૮૮). 16

છે. જેનો હું પ્રેક્ષક છું, તો એ પણ, એક ભ્રાન્તિમય – કલ્પના છે. (ચિત્તની એ પણ.. 16

(૮૯). 17

(૪૩) ‘હે રાજા, પિતા તો એ ત્યારે જ હોય, કે જ્યારે ત્યાં એનો કોઈ પુત્ર હોય, 17

(૯૦). 18

(૪૭) ‘અને વળી. ત્યાં એ કશું સાંભળતો નથી. ત્યારે વાસ્તવમાં એ કહેતો છતાં, 18

(૯૧). 19

સ્વયં સ્પર્શસ્વરૂપ છે. અન્ય કશું શીતઉષ્ણ નથી કે જેને એ સ્પર્શે. 19

(૯૨). 21

સર્વરૂપ ઐશ્વર્યવાન પ્રકટ થાય છે. 21

(૯૩). 22

એ કારણે જ, એ જ્ઞાન થતાં, આ બીજી મિથ્યા (અવિદ્યામય) કમાલ, 22

(૯૪). 23

(૬૨) ‘હે રાજન, આ જ સંપ્રદાયરૂપ તારો આત્મા, જ્યારે બે જેવો થઈને.. 23

(૯૫). 25

અને એ, તને સદૈવ પ્રાપ્ત છે. 25

(૯૬). 26

હોય છે, જો મળી જાય તો, વાહ વાહ છે, ને ન મળે, તો હાય હાય છે. 26

(૯૭). 27

આનંદ જ પ્રાપ્ત રહે. એ ક્યારેયે છુપાતો –ઢંકાતો નથી. એ જ પૂર્ણ છે. 27

(૯૮). 28

(૭૪) ‘એવી જ રીતે, પ્રજાપતિ કે બ્રહ્મા સુધીના જે જે ભાગો છે, 28

(૯૯). 30

ત્યારે એ દુઃખી થાય છે. ને મેળવવાનો ફરી પાછો યત્ન કરે છે. 30

(૧૦૦). 31

ત્યારે, તે પોતાનો સામાન જેવાં કે ઘંટી, મુસળ, ખાંડણી, ચાળણી, સૂપડું, 31

(૧૦૧). 32

(૮૪) ‘જેવી રીતે, એ જાગ્રતમાંથી સ્વપ્નમાં જતો નિદ્રાના શરીર સાથે.. 32

(૧૦૨). 33

તેમજ આધિભૌતિક ઈંદ્રિયો, વાસ્તવમાં એક સરખી રીતે, 33

(૧૦૩). 35

ઉત્થાન હોય છે. પરંતુ, કલ્પના કરો કે, સૂર્ય સ્વયં ધરતી ઉપર ઉતરી આવે, 35

(૧૦૪). 36

ભોજન માંગશે, તેથી, એ દૂધની ગોરસીઓ તથા જમવાનો બધો સામાન.. 36

(૧૦૫). 37

થઈને, ત્યાં એ (અંતઃકરણ અર્થાત્ મન) ની સાથે એકાકાર થઈ જાય છે. 37

(૧૦૬). 39

પોતે કરેલાં બધાં કૃત્યો, બધી વાસનાઓ, – એ બધું પોતાની સમક્ષ હાજર. 39

(૧૦૭). 40

તે જાણી-બુજીને કરે છે.) એવી રીતે, ઉત્તમ, કે અધમ યોનિઓ, જીવાત્માઓ, 40

(૧૦૮). 41

એ નથી જાણતો હોતો કે કેવાં કર્મો ઉત્તમ ભવ, ને કેવાં કર્મો હલકો ભવ.. 41

(૧૦૯). 43

તેને લીધે જ, કેટલીક વાર જીવાત્મા ચાહે છે કે (અમુકવસ્તુ) મને મળે, પણ.. 43

(૧૧૦). 44

(મરવા અને નવો જન્મ લેવા વચ્ચેના દેહરહિત મનોભ્રમણના કાળને.. 44

(૧૧૧). 45

(૧૧૩) ‘એવી રીતે, એ આ દેહ છોડીને, એને જે યોનિમાં જવાનું હોય, તે.. 45

(૧૧૨). 46

સાધનોમાં વધારેમાં વધારે મહત્વનું સ્થાન, બુદ્ધિમાન (શાસ્ત્રકારોએ) આપેલું.. 46

(૧૧૩). 48

(૧૨૦) ‘જો કોઈ એમ વિચારે, કે જપ – તપથી હું અંતઃકરણમાંથી… 48

(૧૧૪) – (૧૧૫). 49

એનામાં નથી હોતાં. એવી રીતે, એની વર્તણુકનો આકાર હોય છે. 49

(૧૧૬). 51

ૐ બીજો ઉપદેશ – જ્ઞાનકાંડ – ૫મો અધ્યાય.. 51

(૧) પાછળ કહેલા આખ્યાનથી, આપણને એટલી ખબર તો પડી ગઈ, 51

(૧૧૭). 52

તો, એ ઈન્સાફની વાત છે, કે, એકનાં પાપોની સજા અન્યને ન થાય, 52

(૧૧૮). 53

સમર્થ પરમહંસ મહાત્મા હતા. એ ક્યારના બ્રહ્મલીન થઈ ગયા છે. 53

(૧૧૯). 55

પોતાનાથી અલગ એવી લાલીના સંગને લીધે એ અમસ્તો જ લાલ ભાસે.. 55

(૧૨૦). 56

જરૂર દેહને બદલે, એ (પ્રાણો) ને પડે છે. પણ પ્રાણોને એ મળવાથી, 56

(૧૨૧). 57

પરંતુ બહારના સ્થૂળ પ્રકાશોમાં કામ કરતી જણાય છે, પણ સ્વપ્નમાં, 57

(૧૨૨). 59

ભાવ પણ એને કનડતા નથી.) એ જ કારણસર, સંસારના મૂળરૂપી જે લોભ.. 59

(૧૨૩). 60

(એમ મન તથા ઈંદ્રિયો જ્ઞાનના છીદ્ર દ્વારા અહીં ને અહીં જ વેરાઈ જતાં… 60

(૧૨૪). 61

જે જ્ઞાનીના પ્રાણ કાયાની બહાર ઉછળી પડતા નથી, પણ બ્રહ્મલીન થઈ.. 61

(૧૨૫). 63

ને દેખાય છે. માત્ર એ સર્વનો અભાવ તથા વિસ્મૃતિ, એ સર્વને ન.. 63

(૧૨૬). 64

અંતઃકરણ તથા અંતઃકરણની પ્રવૃત્તિઓ તો બધી, જેમની તેમ ચાલતી રહે. 64

(૧૨૭). 66

(૩૧) પરંતુ, જ્ઞાનીનાં દેહ, અંતઃકરણ તથા અંતઃકરણની વૃત્તિઓ તો, 66

(૧૨૮). 67

બનતા નથી, નષ્ટ થતા નથી, ને પૂર્વવત્ કામ કરતા રહે છે. 67

(૧૨૯). 69

કરતો રહે છે. જ્યારે અજ્ઞાની, આત્મા તથા મનોવૃત્તિઓનો વિવેક ન કરતાં, 69

(૧૩૦). 70

કેમકે, એનો અહંકાર બીજા જન્મમાં પાછો ઉભરાઈ ઊઠે છે, ને એ પાછલી…. 70

(૧૩૧). 72

પ્રારબ્ધાનુસાર કે અકસ્માત સહજ સ્વભાવે એનાંથી સારાં કામો થઈ જ જાય છે. 72

(૧૩૨). 73

સ્થળની હવા કાઢી નાખવામાં આવે તો ત્યાં બહારની હવા મફતમાં જ એને.. 73

(૧૩૩). 75

સરખું રાજ્ય મળતાં, એક નિયમ બનાવે, ને મોટા મોટા સુયોગ્ય સુશિક્ષિત.. 75

(૧૩૪). 76

(૪૮) જ્યારે આ બધાં અંગો, પ્રવૃત્તિ કરતાં થાકી-હારી જાય છે, ત્યારે, 76

(૧૩૫). 78

પહેલાંની જેમ, પોતાના ખાસ આરામઘરમાં, એ સર્વની પ્રવૃત્તિઓ પરત્વે… 78

(૧૩૬). 79

ને એ તો, એ સુખ એ વિષયભોગમાં જ રહેલું માનીને, વિષયભોગો તરફ જ.. 79

(૧૩૭). 80

ઘસડતો ફરતો હતો, તેને હવે એ સર્પની કાંચળીની જેમ સુગમતાથી ઉતારી… 80

ૐ અધ્યાય ૫મો સમાપ્ત ૐ… 82

ૐ બીજો ઉપદેશ – જ્ઞાનકાંડ – છઠ્ઠો અધ્યાય ૐ… 82

(૧૩૮). 82

(૧) સામવેદની છાંદોગ્ય શાખા (છાંદોગ્ય પનિષદ, પ્રપાઠક આઠ. 82

(૧૩૯). 83

(૩) કોઈ જો એવો વિચાર કરે, કે આ બ્રહ્મપુરીમાં બ્રહ્મનો એક નાનો સરખો… 83

(૧૪૦). 85

મનોવાંછિત પદાર્થો, એનામાં જ વિદ્યમાન છે, એ જ આત્મા, 85

(૧૪૧). 86

એ (કર્મકાંડનો) દૈવી (એટલે કે દેવલોકને લગતો) નિયમ છે, કેમકે, 86

(૧૪૨). 88

(૧૫) અત્તર વગેરે જેવાં સુગંધીપદાર્થો મેળવવાની ઈચ્છા થતાં, 88

(૧૪૩). 89

જે જીવતાં અને અજાણ્યા દેશોમાં વસતાં કે ફરતાં હોય, તે પણ તમને મળી…. 89

(૧૪૪). 91

સંકલ્પજન્ય આકારો અંકાયેલા ને કલ્પિત છે, તેથી તો એને સંસ્કૃતમાં સેતુ.. 91

(૧૪૫). 92

(સત્ય) રોકડું મળી જાય, પોતે બધી ઉપાધિઓથી મુક્ત થઈ જાય, 92

(૧૪૬). 94

સાત, ને નીચેના એટલે કે જીવની અધોગતિના સાત લોક જીવાત્માએ… 94

(૧૪૭). 95

બ્રહ્મલોકની વાત કરે છે, કે જ્યાં ભવાટવીનો પૂર્ણવિરામ આવી લાગે છે. 95

(૧૪૮). 96

કર્મો, ધર્મકર્મ તથા પાપપુણ્યાદિનો જેમાં સમાવેશ થાય છે, 96

(૧૪૯). 98

તો પછી, બ્રહ્મલોક તથા તેના “અર” અર્થાત્ મદિરાના કુંડ કે પછી અમૃતના… 98

(૧૫૦). 99

(૩૮) કેમકે, કફનો રંગ શ્વેત, રક્તનો રાતો, વાતનો ભૂરો કે કાળો, 99

(૧૫૧). 100

બહાર પડીને, સૂર્યની પ્રાણશક્તિરૂપ કિરણો દ્વારા, પહેલાં સૂર્યરૂપી… 100

(૧૫૨). 102

પ્રાણરૂપ રેલગાડીની જેમ, ત્યાંથી ચાલી નીકળે છે, દેવયાનીની સડકે, 102

(૧૫૩). 103

પોતાનામાંથી ઉતારી નાંખે છે, ને દેવલોકનાં સ્વર્ગો, પડછાયાની જેમ.. 103

(૧૫૪). 105

(૫૨) અરેરે, કેવી અફસોસની વાત થઈ, કે ઈંદ્ર તથા વિરોચન, કે જે બંને, 105

(૧૫૫). 106

કે એ દેખી શકે? જો આંખ દેખતી હોય, તો આંધળો પણ દેખત, 106

(૧૫૬). 108

નથી દેખતા, તેમની જેમ જ આ બે જણાએ પણ, 108

(૧૫૭). 109

એમણે કહ્યું કે અમે અમને પોતાને સર્વ પ્રકારે દીઠા, 109

(૧૫૮). 110

(૬૬) એવો વિચાર રખે કરતા, કે સત્યવક્તા હોવા છતાં, 110

(૧૫૯). 112

ને એ બધું ઉતરી પણ એમ જ જાય છે. એ જ દેખનારી જ્યોતિ છે, 112

(૧૬૦). 113

ભાઈઓ, તમે પણ આ આત્માની વી રીતે પૂજા કરો, નખ ને કેશ ઉતારો, 113

(૧૬૧). 115

(૭૬) હે ભાઈઓ, અસુરરાજ વિરોચનના તો આવા હાલ થયા. 115

(૧૬૨). 116

સજેલું હોય, ત્યારે, એ પ્રતિબિંબ પણ ભૂષણવાળું દેખાય છે. 116

(૧૬૩). 118

રીતે, જાગ્રતમાં આંખમાં આવતા, એ નેત્રવાળો ખરો, પણ પોતે નેત્ર.. 118

(૧૬૪). 119

એ આકારો એના ઉપરથી કપડાંની જેમ ઉતરી જાય છે. 119

(૧૬૫). 121

ને વગર હાથે પકડે છે. તેથી, આંખ, કાન, મુખ, ને શરીર, 121

(૧૬૬). 122

તેથી, એ પૂર્ણ સ્વતંત્ર નથી. મને તો એમાં કશુંયે ઉજળી પડવા જેવું ન દેખાયું. 122

(૧૬૭). 124

ખાતો જેવો દેખાયો હતો. ભય અને ડર વગેરે બધાં, મનના ધર્મો છે. 124

(૧૬૮). 125

આત્મા વિશે સંતોષાઈને ગયો હતો, તે વળી કયે હિસાબે અહીં પાછો આવ્યો છે?. 125

(૧૬૯). 127

ને આંખ વગર સમજ્યે જુએ છે. 127

(૧૭૦). 128

ને ત્યાં મઝા પડવા જેવું કશું ન હોતું. પરંતુ, ખરૂં જોતાં, 128

(૧૭૧). 129

અગ્નિની ઉષ્ણતા ન્ય કોઈની નહિ, પણ પોતાની જાતની છે, તેથી, 129

(૧૭૨). 131

(૧૧૭) એવી રીતે, આંખ દેખે છે, તે અન્યની દ્રષ્ટિ વડે દેખે છે. 131

(૧૭૩). 132

(૧૨૧) સાકર ખરૂં જોતાં ગળપણ સ્વરૂપ છે, કેમકે, જેનામાં એ નાખીએ, 132

(૧૭૪). 134

(૧૨૪) જ્યારે આ આત્મા (નિદ્રાકાળે) પ્રત્યક્ષ દ્રશ્યોથી અળગો થઈ જાય છે, 134

(૧૭૫). 135

વધારે ચમત્કારો વ્યક્ત થાય. વળી, ગંધર્વો ને દેવોના શરીરોમાં… 135

(૧૭૬). 137

બોલવાનો નહિ, તો પણ, એ બધી જ કરામતોની કમાલ છે, 137

(૧૭૭). 138

સ્વપ્નકાળે તમને એ માર ખાતા જેવો, ઢોંસા ખાતા જેવો હોવાનું ભાન.. 138

(૧૭૮). 140

પૂરેપૂરી મૃત્યુરૂપ જ છે, અને બધા જ દોષો તથા મર્યાદોનો એ… 140

(૧૭૯). 141

એ પ્રતિબિંબને લીધે જ એ જીવાત્મા રૂપી મન આ શરીરમાં… 141

(૧૮૦). 143

એને વળગવા પામતા નથી. ઊલટું, એ “કેમ અને કેવી રીતે”. 143

(૧૮૧). 144

જ્યોતિની જેમ, એ સર્વથી અલગ, વેગળો, પોતાના પરમ.. 144

(૧૮૨). 146

આપી દે છે, વગર માંગે. સાવ મફતમાં. એવો દાતા જ ખરો.. 146

(૧૮૩). 147

(એટલે કે આત્મજ્ઞાનથી સંપન્ન થયા પહેલાં, દેવગતિના કર્મકાંડની… 147

(૧૮૪). 149

વ્યવહારિક કામ પાડતો રહે છે. અને તેયે, એને ચિત્તમાં યાદ કર્યા… 149

(૧૮૫). 150

ને પછી, એનામાંથી અજ્ઞાનના વળગાડવાળા અનેક જીવાત્માઓ…. 150

(૧૮૬). 152

પણ દેનારી, ને કર્મના બંધન મુજબ જ ભોગો આપનારી હોઈને, 152

(૧૮૭). 153

(૧૬૬) અવિદ્યા કોઈ કર્મોથી નહિ, પણ જ્ઞાનથી દૂર થાય છે, 153

(૧૮૮). 155

ને સમસ્ત લોકો તથા સમસ્ત મનોરથોમાં કામાચાર થઈને, 155

 

 

ૐ નમઃ – 17/2/17

ભાઈશ્રી કાંતિલાલભાઈ તથા બેનશ્રી દમયંતિબેન વિગેરે આપને મળતાં સર્વેને ગુરૂ પરમાત્મા સદા સુખી રાખે એવી હમારી હંમેશા સ્તુતિ પાઠવીએ છીએ.

લી. પ્રેસ્ટોનથી યાદ કરનાર છબિલદાસ તથા વિણાંબેન સુભાષ તથા બાળકો, વિગેરેનાં જયરામજી સ્વીકારશોજી.

બીજું લખવાનું જે આ સાથે પૂર્વેનું લેણું દેણું રવાના કરૂં છું, તે આપ સ્વીકારશોજી.

એ પણ ગુરૂની મહાન કૃપા છે.

બીજું આ સાથે પ્રભુ પ્રસાદી બાપુજીનું છે તે મૂલ્યવાન છે, આ શબ્દ ભાગ્યશાળીઓને જ મળે છે. ગુરૂની કૃપા છે.

લી. છબિલદાસ.

બીજુ પારસલ ચાર મહાવાક્યની સમજુતીની ટેપ છે. તે તમો ટાઈમ મલે ત્યારે અનુબેન પર કમ્પયુટર પર મોકલવા કૃપા કરશો.

તકલીફ માફ કરશો.

લી, છબિલદાસ.

ૐ નમઃ

દક્ષિણમૂર્તિ પણું એટલે શું? – રમણભાઈએ – તા. ૧૦-૯-૭૪.

તમે આ સ્તોત્ર અંગેનું કથાનક તો જાણો છો. એનો સ્થૂળ અર્થ છોડીને તેનો આત્યાત્મિક અર્થ સમજવાની ઈચ્છા પ્રગટવી એ સદભાગ્યની વાત છે. કેમકે એમ સમજમાં એ પ્રશ્નના ઉત્તરમાં જીવાત્માનું સાચું ઉત્તરપણું રહેલું છે. એમાં ઉચ્ચતર સ્થિતિનું દર્શન સમાયેલું છે. તેથી તેને સમજવા સંક્ષિપ્તમાં પ્રયત્ન કરીએ.

આત્મ સ્વરૂપતા એટલે સર્વે પ્રાણીઓની અંદર રહેતું તેના સ્વનું જે નિર્ભેળ રૂપ જેવી કે સર્વ મિઠાઈઓની અંદર રહેલી મિષ્ટતા કે જેના વિના કોઈ મિઠાઈ નથી. તે માનવીનું સત્યસ્વરૂપ છે. એ શિવ એટલે કે સંપૂર્ણ પણ આનંદ સ્વરૂપ છે. તેની જાણકારી તથા અનુભવ વિના ‘જીવ’નું, એ અસલ શિવત્વ એટલે કે મોક્ષ સ્થિતિ કદાપી પ્રકટ થતી નથી. તે તો તમે જાણો છો. તેથી દક્ષિણામૂર્તિ શિવનું જ ગુરૂ પાસું છે.

તારૂં જ એ સ્વરૂપ, તારા જીવત્વનાં ભ્રમ તરફ પાછું વળતે, એટલે કે સંસારની ભ્રમણા સહિતના તારા તરફ દ્રષ્ટિ કરે, ને તને પ્રત્યક્ષ થાય, એટલે કે સ્વરૂપને પ્રત્યક્ષ કરવાની વૃત્તિ તારામાં જાગે તેજ સદૈવ ઉત્તર પ્રતિ સંચરતા તારા જીવાત્માનું દક્ષિણાભિ મુખ થવા પણું હોવાની અહીં કલ્પના છે.

જીવાત્મા માયામાં ઘૂમતા રહેલા ફેરને લીધે, પોતાના અસલ ગુરૂપણા (એટલે કે વિશાળ મહિમા) ને વિસરીને વાસનાઓનો માર્યો જીવાત્મા પોતાના લઘુપણા રૂપી જીવભાવને દેખ્યા કરે છે. ને એ બધું ગુરૂ છે. પરંતુ એ પોતાના અંતઃચક્ષુમાં માયાની ભૂરકી નાખતો રહે છે. સંજોગવસાત કોઈ દેહધારી ગુરૂ પાસેથી એ સત્ય સ્થિતિને સમજી લે, કે તે સાથે જ પેલી ભૂકીની અસર બંધ થઈ જાય. પોતાનો લઘુ (જીવ) પાછો ગુરૂ રૂપે એને પ્રત્યક્ષ થાય, ને ભદ્રમુદાના સંકેત દ્વારા એ ભૂરકાના નાશની યુક્તિ સમજાવીને મુક્ત થઈ જાય, એ દરમ્યાન એ જીવાત્માની મૂર્તિ અર્થાત્ તેનું રૂપ, દક્ષિણ થતું હોવાની આમાં કલ્પના છે.

આવું બધું નવા સવા અભ્યાસીઓને જરા ગરબડીયું લાગે, પણ અભ્યાસ વધતા, ધીરે ધીરે, મનની ગાંઠો ઉકેલાતી જાય.

બ્રહ્મ – આત્મા કે જે સત્ ચિત્ આનંદ સ્વરૂપ છે. તેને વળી ઉત્તર શું, ને દક્ષિણ શું. ગીતાનો અધ્યાય ૮ – ૨૭ માં એનો સ્પષ્ટ ખૂલાસો છે. કે સાધક સત્યવસ્તુ સમજી ગયો. તેમાં દક્ષિણ (જીવભાવ સંસાર નિષ્ઠતા) ઉત્તરેજ બની જાય, પછી એ નિરાંતે દક્ષિણ (સંસાર) તરફ ફરીને ઉત્તર તરફ દોડવાનાં ફાંફાં મારતા જીવડાને ભદ્રા મુદ્રાનો ઈશારો કરી આપે, કે સાચો ઉત્તર છે. ઉત્ + તર = ઉચ્ચતર એટલે મોક્ષ માર્ગ એમ પોતાનું દક્ષિણામૂર્તિપણું અથવા સમજ છે.

સાથે પૌંડ ૪૦ મળ્યા.

      

 

 

 

વેદાનું વચન

Contents

વેદાનું વચન.. 2

ભૂમિકા.. 2

વેદાનું વચન.. 8

પ્રથમ ઉપદેશ : કર્મકાંડ. 8

પહેલો અધ્યાય.. 8

બીજો અધ્યાય.. 11

ત્રીજો અધ્યાય.. 13

ચોથો અધ્યાય.. 19

પાંચમો અધ્યાય.. 24

છઠ્ઠો અધ્યાય.. 28

સાતમો અધ્યાય.. 32

આઠમો અધ્યાય.. 36

નવમો અધ્યાય.. 39

(40/76) 48

બીજો ઉપદેશઃ જ્ઞાનકાંડ. 49

પહેલો અધ્યાય.. 49

બીજો અધ્યાય.. 59

બીજો ઉપદેશઃ જ્ઞાનકાંડઃ ત્રીજો અધ્યાય.. 64

Chhbilbhai Keval 89

10 Hill Side Road. 89

French Wood. 89

Preston – Lanc. 89

PR1 4NE. 89

Phone – 01772-257350. 89

Kantilal Parmar 89

1 Grays Lane. 89

Hitchin – Herts – UK. 89

SG5 2HA. 89

Phone – 01462-459079. 89

Mobile – 07980496392. 89

Website – https://kantilal1929.wordpress.com/. 89

 

વેદાનું વચન

ભૂમિકા

( લખનાર બાબા નગિનાસિંહ વેદી, આત્મદર્શી )

(૧) આ સંગ્રહ, કે જે બાબા નગિનાસિંહ વેદીએ ઋષિ મુનિઓનાં વચનોમાંથી ભેગો કરેલો છે, તે કેવળ વેદભગવાનના ઉપદેશ માટે આવી રીતે વેદોમાંથી અલગ કરવામાં આવ્યો છે. ને (સંસ્કૃત નહિ જાણનારા, તથા માત્ર હિન્દી ભાષા જાણનારા મહાશયો માટેના એક કુશળ વડીલ તરીકે એની યોજના કરવામાં આવી છે. તેથી, જે કોઈ એનું શ્રવણ કરે, તે શિક્ષણની આ યોજનાની સાર્થકતા કરે, તેના દ્વારા, એનું શ્રવણ કરનાર કશી પણ રોકટોક વિના, દ્યુ-લોક (દેવલોક) કહેવાતા બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. અને પ્રજાપતિ (પરમાત્મા પરમેશ્વર) સાથે એનો મેળ થઈ જાય છે.

(૨) એનો ઉપદેશ, ખરૂં જોતાં, માત્ર માનુષી, એટલે કે કોઈ માણસે કહેલોજ નહિ, પરંતુ દૈવી છે, કે જે પરમેષ્ઠિ વગેરે ઋષિઓને, સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત થયેલો છે, અને જે સ્ત્રી-વંશ, પુરૂષ-વંશ, એ બે વંશના ઋષિઓ (જ્ઞાનીઓ) દ્વારા છેક આપણા સુધી ચાલી આવેલો છે.

(૩) હવે, અહીં હું ઢંઢેરો પીટું છું, અથવા કહો કે, તમને એક શુભ સમાચાર સંભળાવું છું. કે વેદ ભગવાન દ્વારા અમને ખબર પડી છે કે, તમારા ઈશ્વર સાથેનો મેળાપ માટે દૈવે એક એવો નિયમ નક્કી કર્યો છે, કે જેના વડે કરીને તમે બ્રહ્મલોકમાં દાખલ થઈને, મુક્તિ મેળવી શકશો.

(૪) એ નિયમ એવા પ્રકારનો છે, કે જેવો અહિં (સંસારમાં) રાજ્યોનો નિયમ હોય છે, તે એ, કે, જે દુન્યવી વિદ્યાઓનાં પ્રમાણપત્રો (સર્ટીફીકેટ) મેળવી લ્યે છે. અને તે સાથે, જેમની ચાલચલગત, પણ સારી હોય છે, એમને જ સરકારી નોકરી માટે લાયક લેખવામાં આવે છે. ને એવાઓને જ રાજ્યકર્તાઓનાં દરબારમાં સ્થાન મળે છે.

(૫) હું તમને સાચું જ કહું છું કે, તમે સંસારી તથા વ્યવહારિક વિદ્યાઓની પ્રાપ્તિને પ્રતાપે કરીને, દુન્યવી સંપત્તિ કમાઓ છો, અને દુન્યવી રાજ્યકર્તાઓની સમક્ષ તમને ખુરસી તથા સન્માન પ્રાપ્ત થાય છે. (1/76) એવી રીતે, આ ઈશ્વરીય વિદ્યાની પ્રાપ્તિ થવાની, તમને બ્રહ્મલોકમાં (યથેચ્છ) ભોગ મળી શકે છે. અને તેનાં ખાસ દરબારમાં તમને ઊંચું આસન તથા માનપાન પ્રાપ્ત થઈ શકે છે.

(૬) એટલું જ નહિ પણ અહીં જેવી રીતે પોતપોતાની યોગ્યતાને કારણે ઉમેદવારને સરકારી પદ મળે તથા અધિકાર અપાય છે, તેવી જ રીતે બ્રહ્મલોકમાં પણ, પોતપોતાની કરણી તથા, પોતપોતાના કરતૂત અનુસાર, તમને ત્યાંની નોકરી ચાકરી મળી શકે છે. ને તે રીતના આત્મિક અધિકાર પણ, યોગ્યતાના અનુસાર આપવામાં આવે છે.

(૭) અહીં તો, તમે (દુન્યવી) વિદ્યાઓમાં પાસ થઈ જાઓ તોયે, જગા ખાલી ન પડે ત્યાં સુધી તમારે નોકરી માટે રાહ જોવી પડે છે. અને જો નોકરી મળે, તોયે, ત્યાં તમારી બઢતી અમુક ચોક્કસ હદ સુધી જ જઈ શકે છે. પરંતુ તમારાથી સ્વયં રાજા-મહારાજા તો કદી પણ નથી બની શકાતું. જ્યારે આ (ઈશ્વરીય ઉપદેશ) પાસ કરવા વડે, તમે આગળ વધીને, છેક પ્રજાપતિ (પરમેશ્વર) સાથે મેળ સાધીને સ્વયં પ્રજાપતિ બની શકો છો.

(૮) આ પ્રકારની દેવલોક સુધીની ઉન્નતિમાં, (વિશેષ) ફાયદો એ થવા પામે છે કે, ત્યાં તમે સત્ય સંકલ્પ અને સત્યકામ બની જાઓ છો, અને અહીં આ દુનિયામાં જે મનગમતા પદાર્થો પરિશ્રમ કરવાથી પણ ન મળી શકે, તે ત્યાં તમને માત્ર સંકલ્પ કરવા વડે આવી મળે છે. દાખલા તરીકે, અહીં રૂપાળી નારી મહામહેનતે મળવા પામે, તથા મરણ પામેલાં મા, બાપ, ભાઈ, કે પુત્ર વગેરે તો, કોઈ પણ રીતે ન મળી શકે, પણ એ બધું, ત્યાં માત્ર સંકલ્પથી પ્રાપ્ત થઈ જાય છે.

(૯) તમે જો ઈચ્છો કે, અમને રૂપાળી સ્ત્રી મળે, તો, સંકલ્પ કરતાં જ ત્યાં સ્ત્રીઓ ઉત્પન્ન થઈ જાય, અને તમે જ્યારે એવી ઈચ્છા કરો કે (ગુજરી ગયેલાં) મા, બાપ, ભાઈ, પુત્ર વગેરે મળે, તો એ પણ માત્ર સંકલ્પ કરતાં જ પેદા થઈ જાય છે. એવી રીતે, સાદુ ભોજન, સુન્દર વસ્ત્રો, ઉત્તમ ઘરબાર, અરે, બાગબગીચા, નહેરો વગેરે, જે કંઈ ચાહો તે બધું જ ત્યાં સંકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય છે. અને એનું નામ છે. બ્રહ્મલોક (એટલે કે સ્વર્ગ). (2/76)

(૧૦) તેથી, આવો, મારૂં કહેવું સાંભળો, ને મારો ભરોસો ઉત્તમ દ્વાર બનીને તમારી સમક્ષ હાજર થયો છું. હું તમને એવા પદાર્થો બતાવીશ, કે જેને, આંખો દેખતી નથી, તેમ કાન સાંભળતા નથી, છતાં, જે સર્વશક્તિમાન પરમેશ્વરે, તમારે માટે બ્રહ્મલોકમાં તૈયાર કરી રાખ્યા છે. તમને, અને, એનાં મેળાપમાં, કોઈ અજબ સુખ રહે છે, જેને પરમાનંદ કહેવામાં આવે છે. અને એને પ્રાપ્ત કરીને, મનુષ્ય (દુઃખસુખથી) મુક્ત થઈ જાય છે.

(૧૧) કોઈ કદાચ એમ પણ કહે કે એવું તે વળી કેમ કરીને બની શકે ? એમ થવું, એ તો કઠણ, બલકે અસંભવ છે, કેમકે, આ બધું માત્ર કહેવા પુરતું છે, પણ નક્કી નથી, બોલવા પુરતું છે, પણ એની (કોઈ) સાબિતી નથી. તો એને હું સમજાવી દઉં કે, ઈશ્વરીય નિયમમાં કશું પણ કઠણ નથી, બલ્કે બધું જ બની શકે છે. તે માટે હું વેદ ભગવાનમાંથી એ સિદ્ધાંતોનો સંગ્રહ કરીને, તમારા મનમાં વિશ્વાસ પડે તે માટે, એનો અનુવાદ કરૂં છું.

(૧૨) કારણકે, જ્યાં સુધી (મનુષ્ય) સાંભળે નહિ, ત્યાં સુધી જાણે નહિ. જાણે નહિ, ત્યાં સુધી વિશ્વાસ ન કરે, ત્યાં સુધી આચરણમાં ઉતારે નહિ, તેથી પહેલાં તમે સાંભળો પછી જાણો, પછી ભરોસો કરો, ને તે પછી, આચરો. (૧૩) વેદોનો સંપૂર્ણ આશય એવો છે કે, મનુષ્ય અન્તે દેવતા બની જઈને, પ્રજાપતિ સાથે મેળ સાધે, એવો મેળ સાધવા માટે, ફક્ત બે માર્ગો અથવા સાધનો છે. એક છે કર્મકાંડ, ને બીજો છે જ્ઞાનકાંડ. સમસ્ત વેદો આ બે માર્ગો અથવા સાધનોનો સ્પષ્ટતા પૂર્વક વિગતે ઉપદેશ કરે છે. (૧૪) વાસ્તવમાં (-એટલે કે ખરૂં જોતાં-), કર્મ કાંડ એક એવો ઈશ્વરીય કીમિયો (SPIRITUAL CHEMISTRY) છે કે જેનાં વડે કરીને, મનુષ્ય પોતાની આ સ્થૂળ ભૌતિક (માટીની) કાયાને બદલીને, કોઈ દિવ્ય દેહ ધારણ કરી શકે. અને જ્ઞાનકાંડ, ખરૂં જોતાં એવો એક રહસ્યનો પરિચય છે, કે જેના વડે કરીને મનુષ્ય, બ્રહ્મામાં બધું જ બની શકે અને જે સ્વયં પરમાનંદ છે. તેવા પરમાત્માના સવિશેષ સુખમાં એ પહોંચી જઈ શકે. (3/76)

(૧૫) પહેલાં (-પૂજન અર્ચન વગેરે ફળ-) કર્મકાંડનાં માર્ગ થકી મનુષ્ય બહુ બહુ તો, પરમેશ્વર (બ્રહ્મ) ના ગુણો તથા તેની શક્તિઓ મેળવીને, જે ચાહે તે કરી શકવા સમર્થ બને, પરંતુ (બ્રહ્મ) ના સ્વરૂપમાં, તથા તેના આનંદમાં, એને પ્રવેશ મળી શકતો નથી. અને બીજા, (જ્ઞાનના) માર્ગદ્વારા તો, તે એમાં પ્રવેશ પામીને, સ્વયં પોતે જ પરમેશ્વર બની જઈ શકે છે. (૧૬) અને વળી, પહેલાં (કર્મકાંડ) માર્ગમાં શાસ્ત્રોએ કહેલી મહામોટી મુશ્કેલીઓ, અને તપ તથા વ્રતોની કઠણાઈઓ ભરેલી પડી હોય છે. એટલું જ નહિ પણ અન્તે એના ફળ પણ કૃત્રિમ, એટલે કે બનાવટી, અને અનેક જાતનાં હોય છે, અને તે યે વળી, નાશવંત હોય છે. એ કારણે એ ફળ દુઃખ અને શોકથી મુક્ત નથી હોતાં. પરંતુ, બીજા (જ્ઞાનના) માર્ગમાં, શાસ્ત્રોની, આમ કરવું ને તેમ કરવું, એવી કોઈ મુશ્કેલી નથી હોતી, બલકે, ત્યાં સ્વતંત્રતા છે. વળી, એનું ફળ પણ અકૃત્રિમ, અસલી, ને નિત્ય હોય છે. નિત્ય પ્રસન્નનતારૂપીએ ફળ એકજ, અને તેથી, શુદ્ધ હોય, એમાં જરાયે દુઃખ શોક (ની ભેળસેળ) નથી હોતી.

(૧૭) અને એ પણ ખરી વાત છે કે, પહેલા (કર્મકાંડના) માર્ગમાં એવો નિયમ છે કે, (જીવ) જેવું કરે, તેવું પામે. કેમકે જે જેવી મજુરી કરે, તેવો બદલો એને મળવો જોઈએ, તેથી એ માત્ર લૌકિક ‘ન્યાય’ ની સ્થિતિ છે. પરંતુ, બીજા (જ્ઞાન) માર્ગ દ્વારા તો, આપણને જે મળે, તે બધું મફત, ને (રોકડ) છે. મરવાને વાયદે નહિ. ત્યાં તે માટે કશું પણ કરવું પડતું નથી. તેથી, એ ‘પ્રસાદ’ ની સ્થિતિ છે.

(૧૮) આ પ્રસાદની સ્થિતિ છે તો ઘણી મોટી, અને એ મેળવવાની ઈચ્છા પણ સહુ કોઈ કરે છે. પરંતુ એની પ્રાપ્તિનો આધાર, એક અમુક ખાસ રહસ્યની જાણકારી ઉપર રહે છે. તેથી, એના અધિકારી માત્ર એવા જ (જિજ્ઞાસુઓ) થાય છે. કે જે, નિર્મળ બુદ્ધિ, ને પવિત્ર હ્રદય (એટલે કે – પવિત્ર ભાવના) રાખી જાણે. એ હકીકત પણ દેખીતી છે કે, અંતઃકરણની તથા બુદ્ધિની એવી શુદ્ધિ (યોગ્ય) કર્મો કર્યા વિના નથી થઈ શકતી. તેથી પ્રસાદીનાં ઈચ્છુકોનું પ્રથમ (કર્તવ્ય) સાધન, કર્મ (છે). ને તે પછી, જ્ઞાન છે. (4/76)

(૧૯) તેથી કરીને, વેદોમાં કર્મકાંડનું વર્ણન પ્રથમ કરેલું છે, ને જ્ઞાન તો, છેક એને છેડે ઉપદેશાય છે. અહીં પણ, આ ઉપદેશમાં, આપણે પહેલાં કર્મકાંડના સિદ્ધાન્તોનો, અને તે પછી જ, શાન કાંડના સિદ્ધાંતોનો અનુવાદ કરીશું. પણ તેયે, એટલું જ કરીશું, કે જેટલું માપ (ચાલુ) ભાષા જાણતાં મહાશયો માટે પૂરતું થઈ પડે. જેમને બધું જ ખપતું હોય, તેઓ, સ્વયં વેદ ભગવાન પાસેથી એ જાણી લ્યે.

(૨૦) હવે અમે, અમારા ઈશ્વર પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ સાથે, મંગળાચરણ કરીએ છીએ કે , આપણો આ (મોક્ષનો) નિશ્ચય પૂરો થાય, આપણે ભક્તિપૂર્વક એવું પઠન કરીએ, ને એવા પ્રસાદનો સાક્ષાત્કાર પામીએ, કે જેનાં આપણે બધા અભિલાષી છીએ.

(૨૧) આ ઉપદેશ માત્ર અમે કલ્પી લીધેલો નથી. પરંતુ વેદોમાંથી લેવાયેલો, અને તેથી, ઈશ્વરીય છે. એનું (ચાલુ) ભાષામાં અહીં અવતરણ કરેલું છે. છતાં, એ સંપૂર્ણ વેદોના વચનોને અનુસરે છે. ને તેથી, એ ઈશ્વરીય વાણી છે.

।। ૐ ।। (5/76)

 

 

 

 

 

 

 

 

 

 

 

।। ૐ ।।

વેદાનું વચન

પ્રથમ ઉપદેશ : કર્મકાંડ

પહેલો અધ્યાય

(૧) વેદોમાં, કર્મકાંડનું એવું મનોરંજક શાસ્ત્ર કહેલું છે, કે જેનાં દ્વારા (પાંચ ભૂતોનો બનેલો) ભૌતિક મનુષ્ય (તેજોમય) દેવતા બની શકે છે. દેવોને આપણાં જેવા સ્થૂલ દેહો નથી હોતા. પરંતુ એ કલ્પનામય, એટલે કે તેજોમય સત્વો જ હોય છે. અને તેથી, તે આપણાં દેહો જેવા કષ્ટને વશ નથી હોતાં. પરંતુ કદાચ કોઈ અજાણ મનુષ્ય આ બાબતમાં એવો વિચાર પણ કરે, કે દેહનું એવું પરિવર્તન કેવી રીતે બની શકે ? પરંતુ થોડો વિચાર કરતાં એને સમજવું જોઈએ, કે કુદરતી કાનુનમાં અથવા કહો કે ઈશ્વરીય નિયમમાં, કશુંક અઘરૂં નથી, કેમકે, માનવદેહ પ્રાપ્ત થતાં પહેલાં પોતે શું હતો, ને ક્યાં હતો, તેનો અલ્પ વિચાર કરવાથી પણ, એ જાણી શકે છે, કે પોતે કેવાં કેવાં પરિવર્તનો પામી ચૂકેલો છે.

(૨) એ તરતજ નક્કી કરી શકે છે કે પોતે, જન્મ પહેલાં, પિતાના વીર્યમાં મુકાયેલું માત્ર અપવિત્ર જળબિન્દુ હતો. પરંતુ સમય પાકતાં પ્રકૃતિએ એને માતાનાં ગર્ભાશયમાં સિંચ્યો. તે પછી ત્યાં, એ પ્રકૃતિનો પરિપાક થતાં, એ લોચા, પરપોટા, કબિલ, અને પછી જન્મવાને તૈયાર એવા બાળક રૂપે બની ગયો, તેથી, એ ચોક્કસપણે જાણિ શકે છે, કે એનું પોતાનું વર્તમાન ઘડતર માત્ર પાણીમાંથી થયું છે.

(૩) વળી આગળ એણે એ પણ વિચારવું ઘટે કે, પિતાના વીર્યમાં, વીર્યરૂપે સ્થાન મળતાં પહેલાં એની સ્થિતી કેવી, ને કયાં હતી. મને ખાતરી છે, કે થોડો સરખો વિચાર કરવાથી પણ એ સમજી શકશે, કે શરૂમાં, એ માત્ર અન્ન હતો, જે એના પિતાએ ખાધું, પછી એવા અન્નરૂપે રહેલો એ પિતાનાં પક્વાશયમાં પચ્યો, અને તેનો રસ યકૃત (લીવર) માં ગયો, ને રક્ત બન્યો. રક્ત બનીને, એ પિતાના પ્રત્યેક અંગનો આહાર બન્યો. અને તેમાંથી સર્વ અંગોનો નિચોડ – સાર રૂપે, પિતાનાં વીર્યના પ્રવાહમાં પ્રવેશ્યો, અને પોતે વીર્યરૂપે, ત્યાં પ્રગટ થયો.

(૪) અન્નનું ખરૂં રૂપ શું છે ? ઘાસ, પાંદડા, એ ક્યાંથી નીપજે છે. ૧ ધરતીમાંથી. તે ઉપરથી જણાય છે કે, અમુક કાળે એ ધરતીનાં પેટાળમાં હતો, ને ધરતીએ એને (6/76) વનસ્પતિ રૂપે જણ્યો. ને તે પછી, એ પોતાના મનુષ્ય પિતાનો આહાર થયો હોવો જોઈએ. આવી રીતે વિચાર કરીને એ નક્કી કરી શકે છે કે, પોતે પહેલાં માટી હતો. ને માટીમાંથી નીકળીને, દૈવી પ્રકૃતિ દ્વારા, અનેક રૂપો બદલતો, પોતે છેવટે માણસ થવા પામ્યો છે.

(૫) પણ ક્યાંયે, આ વિચારનો છેડો નથી આવતો, એણે જાણવું જોઈએ કે, હવે પછીયે, એ એવા મનુષ્યનાં ખોળિયામાં સદાકાળ નથી રહી શકવાનો, જન્મ પછીયે, એ પ્રકૃતિને પ્રતાપે, પરિવર્તન પામતો, પહેલો બાળક, પછી યુવાન, ને પછી વૃદ્ધ થતો, અને અમુક નિશ્ચિત સમયે, મરી પણ જવાનો છે. અને વળી પાછો, ધરતીમાં ધરબાઈને માટી બની જવાનો છે. એમ વિચારતાં એને ખબર પડે છે કે, હું જ્યાંથી આવ્યો, ત્યાં જ પાછો જઉં છું. (ને તે કાળમાં જાતજાતનાં પરિવર્તનોનો અનુભવ કરૂં છું.)

(૬) ત્યારેયે, એણે એવું ન માની લેવું જોઈએ કે, હવે મારે ધરતીમાંથી પાછું બહાર નીકળવાનું નહિ રહે. કેમકે, એણે વળી પાછું, ઘાસ પાંદડાં રૂપે બહાર પડવું જ રહ્યું. કેમકે કુદરતનો એવો નિયમ છે કે, જે ગર્ભમાં આવે તે અવશ્ય જન્મે છે. ને જે (માટીમાં) વવાય તે ઉગ્યા વિના નથી રહેતું. અને તેમ છતાં પણ, એવું ભાગ્યે જ બને, હું એ પાછો મનુષ્યનો આહાર બને. થવા પામે. બલકે, એવું પણ થાય કે (પોતાનાં કર્મો તથા વાસના મુજબ) એ પશુપંખીનાં કે કીડા પતંગિયાના પેટમાં જઈ પડે. અને એમ થતાં, એ પોતે નર-માદા દ્વારા, પશુ પંખી કે કીડો મગતરૂં પણ બની જાય.

(૭) આ ઉપરથી જણાય છે કે, કુદરતનાં કાનૂનોને વસ વરતીને, વિચિત્ર પરિવર્તનો પામતો શું નો શું બની જાય છે. અજ્ઞાની મનુષ્યની મતિ પહેલાં તો, (આ બધું વિચારીને) દંગ થઈ જાય છે. પણ છેવટે એણે ચોક્કસપણે જાણી લેવું રહ્યું, કે હું કોઈવાર મનુષ્ય, તો કોઈવાર પશુ બની જાઉં છું. કદીક પશુ પંખી બનીને ચારો ચરી ખાઉં છું. ઉડું છું. ને માર પણ ખાઉં છું. કોઈ વાર ઉંટ કે ગર્દભ બનીને બોજ ઉપાડું, ને માર પણ ખાઉં છું. એવી રીતે, ભાઈઓ ! તમે પ્રત્યેક ખોળિયામાં, તેવા પ્રત્યેક રૂપે લટાર મારતાં, કદી માટી, કદી વનસ્પતિ, ને કદીક (7/76) જીવતું પ્રાણી પણ બની જાઓ છો. આ એજ અદભૂત ચક્કર છે, કે જેને વેદના જાણકાર બ્રાહ્મણો, સંસાર ચક્ર કહે છે.

(૮) એવું રખે માની બેસતાં કે, આવી રીતે એ સદા આ ભૂલોકમાં જ ચક્કર ખાયા કરે છે. બનવા જોગ છે કે, નાનાવિધ આકારોનું કારણ બનતો એનો જીવરૂપી જે ખરો રસ પ્રવાહી રૂપ છે, તે સૂર્યનાં તાપથી, વરાળનું રૂપ લઈને આકાશમાં ઉડે, ને વાડળ બની જાય, ને પછી વાદળ રૂપી મેઘમાંથી, વીજળી, તથા વીજળીમાંથી તેજ બનીને, કિરણોમાં ભળી જાય. અને કિરણો દ્વારા સૂર્યની ભીતરમાં પ્રવેશે. (કર્મકાંડમાં સૂર્ય લોકને સ્વર્ગ કહે છે.) ત્યાં સૂર્યલોકમાં જઈને, ત્યાંની વનસ્પતિ બનીને, દેવો કહેવાતાં સતલોકનાં રહીશોનો એ આકાર થઈ જાય. અને ત્યાં, એના એ નિયમો અનુસાર, દેવ નર-માદામાં ભ્રમણ કરતો, એ પોતે પણ દેવ બની જાય. એવી રીતે, આપણે એવું માની શકીએ કે ધરતીનું પ્રાણી દેવલોકનું પ્રાણી થઈ શકે. એટલે કે, મનુષ્ય પોતે દેવ થઈ શકે. ઈશ્વરીય યોજનામાં, આમાંનું કશું અશક્ય નથી.

હવે પછીનાં કર્મકાંડનાં અધ્યાયો જરૂર પૂરતા સારવવામાં આવ્યા છે.

બીજો અધ્યાય

(૧) વેદો કહે છે કે, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા, ને બધા જ નક્ષત્રો ‘વસુદેવો’ છે. એટલે કે, એમનામાં “દેવોની એવી વસ્તિઓ” છે. કે જેવી પૃથ્વી ઉપર છે. તેથી કર્મકાંડના જાણનારા બ્રાહ્મણો પૃથ્વીને ભૂલોક, સૂર્યને સૂરલોક, ને ચંદ્રને સોમલોક કહે છે.

(૨) ધરતીનું લોક ધરતીમય એટલે કે માટીનું, ને તેથી, અંધકારમય, ચંદ્રનું ચાંદની જેવું ચમકતું, ને સૂર્યનું ઝગમગાટ તેજનું બનેલું હોય છે. ને તેથી એ સુરલોક ને પરલોક, કે દ્યુલોક અથવા સ્વર્ગ કહે છે. એમ, પૃથ્વીને મધ્યબિંદુ રાખીને એને ફરતા એક-એકથી ચડિયાતા પરલોકો અથવા સ્વર્ગોની શાસ્ત્રોએ કલ્પના કરેલી છે. પૃથ્વીની ઉપર સોમલોક, ને તેની ઉપર સૂરલોક રહેલો છે. (8/76)

(૩) અહીંની નારીઓના દેહો માટી જેવા ચમક વગરનાં, ને ચંદ્રની નારીઓનાં ચાંદની જેવા ઉજળા કહેવાય છે. ને ત્યાંના પુરૂષો ગંધર્વ કહેવાય છે. આપણે એને સ્વર્ગ કહીએ છીએ, તે, આ સોમલોક જ છે.

(૪) ત્યાંના ખાનપાન પણ ચંદ્ર જેવા તેજસ્વી, શીતળ, ને સ્વાદુ, ને અહીંના કરતાં ઘણા વધારે સુખદ હોય છે. તેથી, બ્રાહ્મણો ત્યાંના વધારે મીઠા ભોગ મેળવવા ખાતર વ્રતો, ને તપ કરે છે.

(૫) ધરતીના તન તમોમય, તેજ હીન છે, તેથી તેમાં આત્માના તેજ ખીલતાં નથી. સોમલોકનાં દેહો તેજના બનેલા હોવાથી, તેમાં એ વધારે મળે છે. ને તેથી, ત્યાંનાં પ્રાણીઓને મનમાન્યું વધારે મળે છે. તેથી એ અહીંના કરતાં વધારે સંતોષી ને સુખી છે.

(૬) સૂર્ય બધાં નક્ષત્રો કરતાં વધારે ઝળકે છે. ત્યાંની સૃષ્ટિનાં શરીરો કેવળ સૌર એટલે કે સંકલ્પમય, મનોમય હોય છે. ત્યાં અહીંના જેવો, કે સોમ જેવો પણ દેહનો ભાવ નથી. ત્યાંના સુખો ખુબ જ પ્રબળ છે. ત્યાં ધાર્યું થઈ શકે, તેથી સત્યસંકલ્પ, ને જોઈતું મળે, તેથી સત્યકામ કહેવાય છે. ત્યાંના વસનારા, સુરલોક, કે દેવો કહેવાય છે.

(૭) વેદવાળાઓ સૂર્યને અમૃતનો કૂપ અથવા “ધૂપ” માને છે, ને દેવોને એનું અમૃત ખાનારી મધમાખો રૂપ જાણે છે. ત્યાંનું સર્વોપરિ સુખ, પરમેશ્વરનાં દર્શનનો આનંદ છે. ત્યાં પ્રજાપતિ (અથવા સૃષ્ટિનાં રચનાર ઈશ્વર) નું પણ દર્શન થાય છે.

।। ૐ ।।

ત્રીજો અધ્યાય

(૧) કર્મકાંડવાળાઓ, આ લોક, પરલોક વગેરે મળીને સમગ્ર વિશ્વને એક મોટી દૈવી અગ્નિની ભઠ્ઠી જેવું કહે છે. એમાં મોટા પાંચ હોમના કુંડ બળે છે. આ હોમનાં કારખાનામાં મનુષ્ય જીવ પોતાનાં રૂપો બદલતો, કોઈવાર પાર્થિવ માટીનાં, કોઈવાર ચંદ્રનાં, (9/76) ને કોઈવાર સૂર્યનાં રૂપો લે છે. પહેલો હોમકુંડ સૂર્ય, બીજો વાદળ, (મેઘ) ત્રીજો પૃથ્વી, ચોથો નર ને પાંચમી નારી છે.

(૨) (હવે જે વર્ણન આવે છે. તે છાંદોગ્ય ઉપનીષદના અધ્યાય ૫ ના ખંડ ૩ થી, ૧૦ સુધીનાં મંત્રોનો સાર છે. એજ બૃહદારણ્યક ઉપનિષદના ૩-૨માં ને શતપથ બ્રાહ્મણ ૧૪-૮-૧૬માં વિગતે આપેલું છે. જીવની ગતિનો આરંભ પરલોકનાં વાસથી થતો કર્મશાસ્ત્રો કલ્પે છે. તે મુજબ) પરલોકમાં (તેને લગતાં દેહનું) મરણ થાય, ત્યારે એ જીવને સોર હોમમાં હોમાય છે. ત્યાંથી એ જીવ મેઘમાં પડે છે. ને વરસાદ સાથે ધરતીમાં ધરબાય છે. ધરતીમાં ઘાસપાન થઈને એ, નર અગ્નિમાં અન્ન રૂપે ખવાય છે. ને ત્યાંથી નારી-ભઠ્ઠીમાં હોમાય છે. એમ દિવ્ય સ્વર્ગીય જીવ, માટીનું પુતળું, મર્ત્ય થઈ જાય છે.

(૩) પછી અહીં જે મરે છે, તેને અહીંના અગ્નિમાં બાળવાથી એ મેઘમાં, ત્યાંથી સૂર્યમાં, ને ત્યાંથી સૌર નર-માદા વાટે, ઉપજીને પોતે દેવ બને છે.

(૪) જૈવલી નામે ઓળખાતા પ્રવાહણ રાજાએ આ (પંચાગ્નિ) વિદ્યા ઉદ્દાલક મુનિને શીખવી હતી. આ કોમોની હારમાળા વડે થતા જીવના ફેરફારોને, અમે “આધ્યાત્મિક રસાયણ” કહીએ છીએ.

(૫) પ્રવાહણ કહે છે, આ હોમનો પહેલો અગ્નિ દેવલોક છે. એમાં દેવો એટલે કે દિવ્ય પ્રાણશક્તિઓ, શ્રદ્ધા હોમે છે. (શ્રદ્ધા એટલે યજ્ઞમાં મનરૂપી યજમાન પહેલી આહુતિ એ જીવાત્માના પોતાના મનની ભાવનાની આપે છે. તે એની વાસનાની છે. એવી વાસના પૂર્વક એ આહુતિ એ અગ્નિમાં અપાય છે, કે મારી અમુક વાસનાઓ આ યજ્ઞ વડે ફળજો.) મતલબ કે, આશા ઉમંગભર્યા કર્મકાંડી મનુષ્ય, સ્વર્ગ મેળવવા યજ્ઞ કરે, ત્યારે એના મનની સ્થિતિ સ્વર્ગનાં સુખોવાળી હોવાથી, એ મનવડે સ્વર્ગમાં જ યજ્ઞ કરતો હોય એવો બની જાય છે) ત્યારે મર્યા પછી એ જીવ સોમરાજ (સોમલોકનો વાસી) થાય છે. (10/76)

(૬) બીજો અગ્નિ મેઘ છે. (જ્યારે મનુષ્યમાં રહેતી ઈંદ્રિયોની દિવ્ય શક્તિઓ સોમરાજથી પણ વધારે ચડિયાતા થવા માટે) એ સોમરાજને મેઘમાં હોમે છે. ત્યારે એ વરસાદ થઈને વરસે છે.

(૭) ત્રીજો અગ્નિ ભૂલોક-પૃથ્વી છે. (મનરૂપી) દેવો વર્ષાને એ ભૂતળમાં હોમે છે. (એટલે કે વરસાદ પડે છે.) ત્યારે એ જીવ અનાજ બની જાય છે.

(૮) પછી એ પ્રાણ શક્તિમય ભાવનાં-દેવો અન્નને નર-અગ્નિમાં હોમે છે. (મનુષ્ય એને ખાય છે.) ત્યારે એ જીવ વીર્ય બને છે.

(૯) પછી દેવો ને પાંચમા અગ્નિરૂપ નારીમાં હોમે છે. (દેવો એટલે પ્રાણ થવા ઈંદ્રિયો.) ત્યાં એ મનુષ્ય રૂપ ધરે છે.

(૧૦) સંસાર ચક્રમાં, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય વગેરે બધાં જ, જીવની સફારીમાં વિશ્રામ સ્થાનો અર્થાત પડાવો છે. પૃથ્વીમાં જીવ મનુષ્ય થતાં પહેલાં, પ્રથમ વનસ્પતિ, પછી રક્ત, પછી વીર્ય, પછી (ગર્ભમાં) લોચો, પછી પરપોટો, પછી જન્મવા તૈયાર શિશુ થાય છે. ને એવી રીતે, જીવની એ મજલ પૂરી થાય છે. પ્રત્યેક પડાવે છે, એ એવા ક્રમ વડે જ દેહો રૂપો બદલાતો ચાલે છે. વેદવાળા બ્રાહ્મણો, એ પડાવોના માર્ગોને પથ અથવા સડકો કહે છે.

(૧૧) જીવની ચડિયાતી તેમજ અધોગતિઓના પ્રકાર અસંખ્ય હોવાથી, એ સડકો પણ અનેક, ને ઘણી કઠણ હોય છે. કર્મકાંડ, સૂર્યને (વિશ્વનું મધ્યબિંદુ અથવા વિશ્વની રાજધાની કહે છે. ને પ્રાણરૂપી સૂર્યની જીવની ગતિનો આરંભ થતો માને છે.) ને ત્યાંથી ચારે તરફ સડકો પડે છે. વળી, પ્રત્યેક પડાવોથી પણ અનેક સડકો ફંટાય છે. વગેરે, પણ એ બધા ઉપર રાજ્ય સૂર્ય (દેવકોનું) ચાલે છે. (11/76)

(૧૨) એક સડક પૃથ્વીથી નીકળીને સીધી (પ્રાણદેવોની) રાજધાની સૂર્યમાં પડે છે. બીજી ચંદ્ર તરફ જાય છે. ને ત્યાંથી રસ્તા જુદા જુદા નક્ષત્રો તરફ જાય છે. ત્રીજી સડક પૃથ્વી તરફ આવે છે.

(૧૩) જે સડક પ્રજાપતિના પાટનગર સૂર્યમાં જાય છે. તે પ્રકાશરૂપ તેજસ્વી છે. ત્યાં બ્રહ્મલોકનાં રહેવાશી દેવો વસે છે. તેથી એ દેવયાન કહેવાય છે. પણ ત્યાંથી પૃથ્વી તરફ જતો પંથ અંધારીયો હોવાથી, તમોમય છે. ને ચંદ્ર તરફ લઈ જતી સડક પિતૃયાન માર્ગ કહેવાય છે. ને ત્યાં જનારા, વચમાં પિતૃલોકમાં વાસો કરે છે. એ મુકામ સોમલોકની પાસે છે. (ને એજ યમલોક છે.)

(૧૪) ધરતીથી દેવયાન ડાબે (ઉત્તર). ને પિતૃયાન જમણે દક્ષિણ જાય છે. દૈવયાનનો આરંભ (ચિતાના) અગ્નિની જ્વાળા દ્વારા, ને પિતૃયાનનો આરંભ એના ધુમાડા સાથે છે. તેથી પહેલો ઉત્તરાયન ને બીજો દક્ષિણાયન પંથ કહેવાય છે.

(૧૫) આ બન્ને પંથો, ઉપરના લોકના છે. ને જે સડક (બંને સ્થળેથી) પૃથ્વી ઉપર પાછા લઈ જાય છે. તે એકજ અધોમાર્ગ છે: એ માર્ગનો ક્રમ પાછળ કહેવાયો છે. (પહેલાં ધરતી પછી વનસ્પતિ વગેરે).

(૧૬) એ સડક સાવ અંધારી છે. એમાં જીવાત્મા ગાઢી નિદ્રામાં અચેત જેવો ચાલે છે. પણ, જ્યારે એ ગર્ભમાં જન્મવાની તૈયારીમાં આવે, ત્યારે સ્વપ્નની જેમ એના જન્મજન્માંતરની બધી ઘટનાઓ (ચિત્રપટની જેમ) એ પ્રત્યક્ષ દેખે છે. પછી જન્મતાં સાથે, એ જાગૃત જેવો થઈ જાય છે. ને તે સાથે, એની સ્મૃતિ પણ જતી રહે છે. (તેથી મનુષ્યને પૂર્વભવોની યાદનું ભાન રહેતું નથી).

(૧૭) આ ત્રણેય સડકો પ્રાણરૂપી અગ્નિ વડે ફંટાય છે. ત્યારે, એ દેહનો સારભાગ બળીને જ્વાળા કે ધુમાડો, કે ભસ્મ થઈ જાય છે. (12/76)

(૧૮) કર્મો તથા વાસના અનુસાર એ જીવ ચિતાના આગની જ્વાળા સાથે જોડાતાં, દેવલોકને પંથે પડે છે. એ કર્માનુસાર ધુમાડારૂપ થાય, ત્યારે ચંદ્રલોકને માર્ગે ચઢે છે. ને પિતૃલોકમાં પહોંચે છે. પણ એ જીવ રાખોડીમાં જ ભરાઈ રહે, (એટલે કે એની વાસનાઓ સાવ અધમ સંસારી હોય) તો એ અધોમાર્ગને રસ્તે ચાલે છે. કીડા, ફુંદા, પતંગીયા વગેરેના ભવ પામે છે.

(૧૯) જ્વાળાને માર્ગે જતાં, એ જ્વાળાદ્વારા દિનનો, દિનમાંથી અજવાળિયાંનો, ને અજવાળિયામાંથી ડાબી તરફ જતાં છ માસી ઉત્તરાયણ કહેવાતા સૂર્યના પંથોનો ઉજળો ભાવ ધારણ કરે છે. એ છ માસીમાંથી એને ભાવ સંવત્સરનો થતાં, એ સૂર્યલોક, કે જે સંપૂર્ણ વર્ખરૂપ છે, ત્યાં પહોંચ્યો જાણવો. એ સ્વર્ગનું દ્વાર છે.

(૨૦) ધુમાડારૂપ થતાં, એ ધૂંધળો (અવિદ્યામય) જીવ અંધારી રાત, અંધારિયું પખવાડિયું, પછી જમણી (દક્ષિણ) ની સડકે ફંગાઈને છમાસી દક્ષિણાયનનો ધુંધળો ભાવ કરતો, “પિતૃલોક” કહેવાતા યમલોકમાં પહોંચે છે. ત્યાંથી એ (જો અમુક જાતનાં પુણ્યકર્મોવાળો હોય તો, જરૂર મુજબ નરક ભોગવીને પછી, એ પુણ્યોનાં ફળ ભોગવી લેવા માટે) સોમલોકનો ભાવ પામે છે. ને એ “સ્વર્ગવાસી” કહેવાય છે.

(૨૧) આ ઉર્ધ્વ કહેવાતો લોક પણ, છે તો (સ્વરૂપના જ્ઞાન વગરનો, વાસનાઓથી ખદબદતો) અંધારિયો જ. એ તરફ જીવ, નિદ્રાધીન અચેત જેવો ચાલ્યો જાય છે. એ ટામલોક (પિતૃલોક) પહોંચે, ત્યારે, સ્વપ્ન જેવી એની અવસ્થા થાય છે. ત્યાં એ સ્વપ્ન સમાન એક દુનિયા દેખે છે. ને ત્યાં જીવોના ન્યાય થાય છે. ત્યાંના જજ સાહેબ યમરાજ કહેવાય છે. (એ ધર્મરાજ પણ છે, કેમકે એ ધર્મ – અધર્મનો ઈન્સાફ કરે છે.)

(૨૨) અહીં જીવની પુણ્યપાપની ચિત્રગુપ્તે રાખેલી, ખાતાવહી તપાસાય છે. પ્રત્યેક જીવ માટે ત્યાં નરકની ઈમારત પણ તૈયાર રહે છે. (13/76) (તેથી આપણા મૂઢ, અજ્ઞાની, જડ લોકો મૈયત પછી ગરૂડપુરાણનાં બિહામણાં નરકનાં વર્ણનો વંચાવે, ને જીવને એની થનાર બૂરી દશાનો ભાવ, ન હોય, ત્યાંથી ઉપજાવે છે?) ત્યાં પાપોની યાતના પૂરી કરીને, જીવ ચંદ્રલોકરૂપી સ્વર્ગમાં જાય છે. જે જીવ સાવ નિષ્પાપ હોય, તે યમલોકનાં નરકમાં ન રોકાતાં, સીધો સ્વર્ગે જાય છે.

(૨૩) દેવયાનનો પ્રવાસી, સ્વપ્ન જેવી (કલ્પનામય) અવસ્થામાં, એક રાજકુમાર પોતાની છડી-સવારી સાથે પોતાના સામ્રાજ્યમાં વિહરતો હોય તેવી અદાથી, એ પંથે ચાલી નીકળે છે. માર્ગમાં સ્થળે-સ્થળે જાતજાતના દેવગણ, એના સ્વાગત કરે છે.

(૨૪) એ માર્ગે કર્મની વહી, કે દુઃખની પંચાત નથી. અગ્નિદેવ એનો ભોમિયો થાય છે. (જ્ઞાનના તેજસ્વી માર્ગે જનારને વળી પુણ્ય પાપ કેવાં, ને દુઃખભાવ કેવો ?) એ સૂર્યલોકમાં પહોંચીને, પિતા પ્રજાપતિ-ઈશ્વરને મળે છે.

(૨૫) ત્યાં, માત્ર દિવ્ય સુખ – સંકલ્પરૂપ શરીર છે, છતાં, ક્યાંયે દેવોની પદવીઓમાં ફરે છે. – અહીંના જ જેવા, જેવા કે રાજા અને પ્રજા વચ્ચે હોય છે તેવા, કેટલાક રાજા તથા દરબારીએ વચ્ચેનાં હોય તેવા, ને કેટલાક અંગ તથા અંગી (દેહ અને તેનાં અંગો) વચ્ચેનાં હોય તેવા, પરંતુ, અહીં ઊંચામાં ઊંચી પદવી, ઈશ્વર સાથેએકરૂપ થવાની છે. (એ તો, જેવી જે જીવની ભાવના, તથા જેવો એનો સંકલ્પ ?)

(૨૬) એમાંથી પહેલી (પ્રજાની) પદવી, (વૈશ્ણવોની) સાલોક્ય મુક્તિ, બીજી સામીપ્ય મુક્તિ, ત્રીજી આયુજ્ય, ને ચોથી સારૂપ્ય મુક્તિની કક્ષા છે.

(૨૭) એ છેલ્લી કક્ષામાં એ સૂર્યનાં સ્વર્ગમાં ન રહેતાં, ચંદ્રલોકમાં સિધારે છે. ત્યાંથી મેઘ, મેઘમાંથી વિદ્યુત, ને તેમાં સવાર થઈને બ્રહ્મલોક (સાતમાં સ્વર્ગ) માં પહોંચે છે. ત્યાં એક દેવદૂત આવીને તેને અંદર લઈ જાય છે. ત્યાં એ પ્રજાપતિ (ઈશ્વર) સાથે એનો આત્મિક (મનોમય) મેળાપ ભાવ થાય છે.

(૨૮) પંચાગ્નિ વિદ્યાના રહસ્યને જાણતા જીવને પાછું અહીં નથી આવવું પડતું. (કેમકે એ શાનને માર્ગ ચડેલો, સંસારી વાસનાથી મુક્ત છે.) (14/76) પણ જે માત્ર પુણ્ય કર્મો, ને યશ, ને તપ, ને દાન જ જેમણે કરેલાં છે. ને આ પ્રવાસનાં રહસ્યને જે નથી જાણતા (એટલે કે બધું માત્ર કલ્પના તથા મિથ્યા હોઈને, એક માત્ર આત્મા જ સત્ય છે જેનું વર્ણન ગીતાના અ. ૧૫ માં છે.) અને જેઓ એટલુંયે ન કરતાં સત્ય, સત્કર્મ, દાન ઈ,(ઈતર-વગેરે) પણ ન કરે. (સ્વાર્થી થઈને પેટભરા ખટપટી સંસારના કીડા જ રહે.) તે, કીડા-ફુંદા જેવા ઉપરાછાપરી જન્મે મરે છે. એને શ્રુતિ “જન્મ ને મર, મર ને જન્મ,” એવી ગતિ કહે છે. એવું પ્રવાહણે ઉદ્દાલકને કહ્યું.

।। ૐ ।।

ચોથો અધ્યાય

(૧ થી ૫). આ બધી “ગતિઓ” માણસનાં, કર્મોને લાગીને થાય છે. ને પરલોકની ગતિનું મુખ્ય સાધન કર્મ જ છે. (પણ મોક્ષનું નહિ.)

(૬) એ કર્મ દ્વારા થતી જીવની ગતિ, એક ઈશ્વરીય રસાયન (Heavenly Chemistry) છે. એને શાસ્ત્રોમાં હોમ કહે છે. હોમ, અગ્નિદ્વારા થાય છે. તેથી, હોમ હવન કરવા, એ ઈશ્વરીય રસાયન (કર્મની ગતિ) નું જ અનુષ્ઠાન છે. કર્મની જ ગતિમાં રચ્યાપચ્યા રહેનાર મોહમય પરલોક ઈચ્છનારાઓને મન, એવા હોમહવનો, અને તેવા કર્મો કરાવનારા જ પોતાનું સર્વ કાંઈ છે.

(૭) પરલોક માટે કર્મોનો પાર નથી. એમાં બે મુખ્ય છે. એક દેવકર્મ, જેમાં અગ્નિ મુખ્ય છે (યજ્ઞયાગાદિ) ને પિતૃકર્મમાં, ગોર બ્રાહ્મણ મુખ્ય છે. પહેલામાં અગ્નિને જમાડાય છે, ને બીજામાં બ્રાહ્મણ (ગોર – ગોરાણી વગેરે) ને એ ભોજનો “આહુતિઓ” છે.

(૮) “જ્ઞાનપ્રસાદ” ની વૃત્તિ ન જાગે, (ગીતામાં આ જ્ઞાન પ્રસાદનો વૈભવ વર્ણવાયો છે.) તો છેક શરીર પડતાં સુધી માણસો સત્કર્મો કર્યા કરવાં જ ઠીક છે. કે છેવટે સોમલોક તો મળે ને કીડા પતંગીયાની દશાથી તો બચાય ? (ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રનો ભાવ આ છે.) (15/76)

(૯) પણ જ્યાં જીવાત્માની વૃત્તિ આત્મજ્ઞાન તરફ વધી, ત્યાં કર્મકાંડની ગતિ સમાપ્ત થઈ જાય છે. મનુષ્ય આઝાદ થાય છે. ને પરલોક વાળી સ્વર્ગની ઉન્નતિ તો, એને રસ્તે ચાલતાં કોઈનીયે ગરજ કે પળસ્ત વગર જ મળી જાય છે. (એ વાત આપણે આગળ કરીશું.)

(૧૦) હવે કેટલાક શબ્દોના અર્થો જોઈએ. પિતૃ એટલે માતા પિતા તથા બીજા પૂર્વજો. દેવો એટલે જાણવા તથા ક્રિયાઓ કરવાની ઈન્દ્રિયોરૂપી અસલ શક્તિઓ જેનાં દ્વારા જન્મ પામવાનું થાય છે. ને જેમના વડે તત્વવિવેક તેમજ કર્તવ્યશીલતા પણ મળે છે. એજ પિતૃ, ને એજ દેવો છે.

(૧૧) જન્મવામાં કારણ માત્ર માબાપના શરીરો જ નહિ, પણ ખરેખરા તો, એ પિતૃ-દેવો જ છે. એમની પરંપરામાં માણસ જન્મે, ને મર્યા પછી પાછા એમને જ પામે, એ કર્મકાંડનો ન્યાય છે. તેથી મરનાર પાછળ શ્રાદ્ધ વગેરે પિતૃકર્મ કરાય છે. બધા પિતૃઓ યુગલ સ્વરૂપ છે. કેમકે જન્મ પરંપરા નર-નારીનાં (એટલે કે પ્રાણ અને દ્રવ્ય, Energy and Matter રૂપી) યુગ વડે જ થાય છે.

(૧૨) પ્રથમ પિતૃયુગલ સૂર્ય-ચંદ્ર છે. એમાં ઉષ્ણતા અને ચંચળતા ભેગાં છે. બીજું જોડું દક્ષિણાયન-ઉત્તરાયન મળીને સંવત્સર (વર્ષ) રૂપ છે. ત્રીજું અજવાળિયાં-અંધારિયાં, પખવાડિયાં મળીને માસરૂપ છે. પાંચમો પિતૃ અન્ન છે. જેનામાં વીર્યને રજનો મેળ છે.

(૧૩) (એ બધાં પૂણ્ય-પાપ, સુખ-દુઃખ વગેરે દ્વંદ્વોના રૂપકો જ છે.) એમાં પ્રકાશમય, તે પિતા, ને અંધકારમય, તે સંસારમાં ખેંચનાર માતા, એવી કલ્પના છે.

(૧૪) જે પિતાઓની શ્રેણી છે, એ બધા પ્રાણ, અર્થાત્ પ્રજાપતિના આધ્યાત્મિક તનાવો છે. ને માતા-શ્રેણી રયી. અર્થાત્ પ્રજાપતિના શારિરીક સ્થૂળ તત્વો છે. (જે કર્મફળ કહેવાય છે.) (એ સ્થૂળ તત્વો) કર્મફળ અનુસાર, પાછળ કહેલી ગતિઓ રીતે, બદલાયા કરે છે. (Energy) પ્રાણશક્તિ સર્વ સંજોગોમાં એની એ રહે છે. (16/76) ને જેનામાં એનો સંચાર થાય છે. એ (Matter) દ્રવ્યોના પ્રકાર અનેક હોય છે. બદલાયા કરે છે.

(૧૫) (કર્મકાંડની ભાવના, અહીં કે સ્વર્ગમાં પણ) જન્મ મરણની હોવાથી મર્યા પછી જીવ, એક આવા બીજા પિતૃયુગલને પામે, એ બધાં જ મહાપ્રાણ પ્રજાપતિના પુત્રો, પ્રજા ઉપજાવનારા જ છે. આદિ પિતૃ પ્રજાપતિ (બ્રહ્મા) છે. એ દિવ્ય પિતૃ કહેવાય છે. જેમને પિંડદાન દેવાય છે. તે મરીને પિતૃ થયેલા “અગ્નિષ્વાતા” કહેવાતા આપણા પૂર્વજો છે.

(૧૬) આ કહ્યું તે અમારૂં ગાંઠનું નથી. એ તો પિપાલાદ મુનિએ કાત્યાયન ઋષિને એનો જ ઈશારો કરેલો છે. (જુઓ પ્રશ્ન ઉપ. નો પહેલો પ્રશ્ન) કબંધી કાત્યાયને પૂછ્યું, “હે ભગવાન, આપણે ક્યાંથી ઉપજ્યા છીએ, ને આપણને ઉપજાવનાર કોણ છે ?”

(૧૭) મુનિએ ઉત્તર આપ્યો, કેઃ સંતાનની ઈચ્છાવાળા પ્રજાપતિ (બ્રહ્મા) એ પ્રાણ (Energy) અને (રયિ) (માત્ર) (Matter) નું યુગલ રચ્યું. કલ્પ્યું. એમાં સૂર્ય, પ્રાણ (અચેતન) ને ચંદ્ર રયિ (માત્ર) (જડ) છે. જેને આકાર છે, તે બધાં રયિ (માત્ર) છે. ને એ સર્વમાં ખરી શક્તિ છે, તે જ એનો પ્રાણ છે.

(૧૮) સૂર્ય ઉગવા સાથે ચારે દિશાઓમાં એનાં (પ્રાણ) કિરણો પ્રસરીને, સર્વ પ્રાણી પદાર્થને સચેતપણું, જાગૃતિ, નીરોગીતા ને પ્રાણ અર્પે છે.

(૧૯) તેથી સૂર્ય વૈશ્વાનર, વિશ્વરૂપ અગ્નિ, સર્વનો પ્રાણ છે. એ સર્વ નેત્રોનો પ્રકાશ તથા પ્રાણ છે. એ ઉગે, ત્યારે જાણે કે આપણા પ્રાણનો ઉદય થયો.

(૨૦) રાત્રે ચંદ્ર ચઢે ત્યારે, પ્રત્યેક પ્રાણી પદાર્થમાં માદાતત્વ (ઉગવા-ઉપજવાની વૃત્તિ) ઉપજાવે છે. એનીયે હસ્તી સૂર્ય પ્રાણને લીધે જ છે. પ્રાણ કર્તા છે. ને રયિ (માત્ર) કરણ અથવા ક્રીયા છે. એ બે ભેગાં મળીને સંસારમાં કામ કરે છે. પ્રાણનો તેમાં પ્રભાવ છે, ને એનાં જોરે રયિ (માત્ર) બદલતી રહે છે. એવી રીતે ઉન્નતિ તથા  (17/76) નાશનો ક્રમ બંધાય છે. (રૂપ બદલવું, એટલે મરણ અથવા નાશ છે.)

(૨૧)(૨૨) એ સૂર્ય ચંદ્ર રૂપી પ્રાણ-રયિ ન હોય, તો કશું જ ન હોય. તેથી, એ આદિ પિતૃ છે. જો દક્ષિણ-ઉત્તર અયનો ન હોત તો વર્ષ ન હોત, તેથી સંવત્સર બીજા નંબરનો પિતૃ છે. એજ “કામ” અથવા સમય કહેવાય છે. ને સર્વ કંઈ યથા કાળ જ ઉપજે – મરે છે. તેથી એ મોટો પિતૃ છે. (પછી ઉત્તરાયનમાં મરનાર જીવનું દેવયાન, તથા દક્ષિણાયનમાં જનાર જીવના પિતૃયાન, તથા તેની ગતિઓનાં વર્ણનો આવે છે.)

(૨૩)(૨૪) જે કોઈ તપ. યશ વગેરે કર્મો જ કરે, એ દેવયાન (ઉત્તરાયન) ને પંથે જાય, ને પોતાનો સંસાર ત્યાં પણ ઉભો કરીને, એ પોતાની અધૂરી રહેલી વાસનાઓ, મનોમય (સ્વપ્નની રીતે) પૂરી કરે, ને જેઓ, માત્ર શ્રાદ્ધ – તર્પણ જેવાં પરોપકારનાં, દાન-પુણ્યાદિક કર્મોમાં સંતોષ માને તે સોમલોકે જઈને ત્યાં મનમાન્યા કોડ પુરા કરે, ને એ પુણ્ય પૂરાં થતાં, પાછા થઈ જાય ઘેરના ઘેર !

(૨૫) પણ, જે જપ, તપ, સંયમ વગેરે કરે, ને એવો નિશ્ચય બાંધે કે હું સંસારી જીવ નહિ, પણ ઈશ્વરનું સંતાન છું. એવો સાધક મર્યા પછી પિતાનો વારસો જરૂર પામે, ને દેવલોકને સિંહાસને વિરાજે. (એ પ્રાણ ઉપાસકની ગતિ છે.) ત્યાંથી જીવાત્માને પાછા ફરવાનું નથી થતું. ને ઉંચા ને ઉંચા સ્વર્ગો પાર કરતો એ બ્રહ્મલોકમાં પહોંચે, ને પછી, ત્યાંથી એ કલ્પને છેડે, ઈશ્વરની સાથોસાથ મોક્ષ પામે.

(૨૬ થી ૨૯) માસ, દિન તથા અન્ન વિશે પણ એમ જ કહે છે, કે એમાંના પ્રાણ – ભાગમાં શુભ કર્મ કરનારને જરૂર તેજસ્વી ફળ મળે, પરંતુ પ્રાણ ભાગમાં પણ હીન કર્મો કરનારની તો, રથિના સેવક જેમ હીન ગતિ જ થાય, તેથી કહે છે, કે જે કોઈ દિવસનાં ભાગમાં રાત્રીને છાજતાં કામ-ભોગ કરે, તે પોતાનાં પ્રાણની હાની કરે છે. પણ રાતને સમયે એ કર્મ કરનારો બ્રહ્મચર્યથી ચલીત નથી થતો. અન્નના આહારનો પણ, જે યોગ્ય ઉપયોગ કરે, ને પિતૃભાવ રાખે, તે પ્રજાપતિના વારસારૂપ પુત્ર-પુત્રીનાં યુગલો ઉપજાવે, એમાંના જે કોઈ સંતાનો બ્રહ્મચર્યનું પાલન કરે, તે સોમલોક પામે. (18/76) (એમ શાસ્ત્રો લાલચ અને ધમકીનો, સામાન્ય લોકોને સીધે રસ્તે ચાલતા રાખવા માટે ઉપયોગ કરે છે.)

(૩૦ – ૩૧) ઈશ્વરવાદી કર્મકાંડ, જેવા ઈશ્વરે (પ્રજા ઉપજાવવાનાં વગેરે કર્મો,) તેજ રાહે ચાલવા લોકને ઉત્તેજન આપે છે. ને સંસાર-ચક્રમાં જે ઉન્નતિ સાધ્ય હોય તેટલી જ દોડનાં અનુસરણની હિમ્મત કરે છે. અને એમ કરવું, એજ કર્મકાંડનો સરવાળો છે. વેદોમાં એનો પુષ્કળ વિસ્તાર છે. દિન-રાતનું યુગલ, એ સૂર્યની છાયા, ને ધરતી (રયિ) ની છાયાની જોડી છે. એ બે મળીને વિરાટ બને છે, એ સમષ્ટિરૂપ, જીવતો પુરૂષ છે. એને ઉર્દુમાં “રહમાન” કહે છે.

(૩૨) એ વિરાટ પુરૂષનું, દેવલોક માથું છે, સૂર્ય નેત્ર છે. દિશાઓ એના હાથ છે. ધરતી ચરણ છે. સમુદ્ર મુત્રાશય છે. અંતરિક્ષ એનું તન છે. વાયુ એનો શ્વાસ છે. અગ્નિ એનું મુખ છે. ને મનુષ્ય એનો પુત્ર, એને જ આકારે ઉપજ્યો છે. જેમ આપણાં અંગો તથા નસ નાડીઓમાં પ્રાણ તથા ઈન્દ્રિયો છે. તેમ વિરાટનાં અંગો તથા નસ નાડીઓ રૂપ આ પિતરોમાં પણ, પ્રાણ અને ઈન્દ્રિયો છે, જે “દેવો” કહેવાય છે.

(૩૩) આપણાં અંગો તથા ઈંદ્રિયોને, જેમ હ્રદય તથા મસ્તકમાંથી શક્તિ મળે છે. ને તેના વડે ઈન્દ્રિયો તથા અંગો જીવતાં રહે છે, તેમ, ઉપર કહેલા યુગલરૂપ પિતરો, દેવલોક તથા સોમલોકમાંથી શક્તિ પામીને જીવે છે. (એમ અહીં વ્યષ્ટિ તથા વિરાટની સમાલતા વધારે વિગતે વર્ણવી છે.)

(૩૪) આરોગેલા અન્ન વડે દેહ તથા ઈન્દ્રિયો પુષ્ટ રહે છે. ને અન્ન ન ખાવાથી ક્ષીણ થાય છે. કેમકે, અન્નના સ્થૂળ ભાગથી માંસ તથા ત્વચા, ને સૂક્ષ્મ અંશમાંથી ઈન્દ્રિયો બને છે.

(૩૫) એમ આપણે પણ વિરાટનું અન્ન થઈને, ના એક (મર્ત્ય) અંગમાંથી બીજાં (સ્વર્ગાદિ) અંગોમાં પચતા જઈએ છીએ, જેમ અન્ન સ્વયં હાડચામ વગેરે બની જાય છે. તેમ આપણે વિરાટનાં અંગો બનીએ છીએ. (19/76)

।। ૐ ।।

પાંચમો અધ્યાય

(૧-૨) માનવીની જીવન શક્તિ, પ્રાણ (Energy) છે. તેમ આ પિતરોની જીવનશક્તિ અર્થાત તેમના પ્રાણ, “દૈવ” કહેવાય છે. દા. ત. અગ્નિની જીવનશક્તિ અગ્નિદેવ છે. એમ, જુદે જુદે નામે તોયે, પ્રાણ જ સર્વત્ર પ્રવર્તે છે, ને વર્તે પણ છે.

(૩) ટૂંકામાં કહેતાં, પ્રત્યેક ભૌતિક તથા આધ્યાત્મિક વસ્તુ, પ્રજાપતિનું અંગ, અથવા તેનો અંશ છે. પ્રત્યેકનું જીવન, તેનો “પ્રાણ” છે. શ્થૂલ-સૂક્ષ્મ વસ્તુઓ અનેક હોવાથી , તેમનાં “પ્રાણો”, અને ઈન્દ્રિયો પણ અસંખ્ય છે. પરંતુ, પ્રાણશક્તિ વસ્તુ એક જ છે, જે પાલક કે સંરક્ષક પ્રાણાત્મા કહેવાય છે.

(૪) એ તત્વ સમષ્ટિ દેવ છે. વ્યષ્ટિમાં ઈન્દ્રિય દેવો સંરક્ષક છે. પણ એ ઉત્પત્તિ પામેલા છે. ઉપજેલા છે. (તેથી નાશવંત છે), પણ એ સમષ્ટિ સંરક્ષક દેવ શક્તિ વિશ્વંભર અને અવિનાશી, તેથી ઉપાસવાયોગ્ય ગણાય છે.

(૫) સમષ્ટિ દેવશક્તિઓ (પ્રાણશક્તિઓ) નાં પ્રકારો અસંખ્ય છે. પણ જાતિભેદને હિસાબે, ૩૩ કોટિઓ (કક્ષાઓ) ગણાય છે. એ ૮ વસુ, ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૧ ઈંદ્ર, ને એક પ્રજાપતિ, એમ ૩૩ છે.

(૬) પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, દેવલોક, સોમલોક, ને નક્ષત્રો, એ બધા વસુ, એટલે કે “વસેલા દેવો” છે.

(૭) એ બધા, જીવોના કર્મફળભોગ આપવા માટે જાત જાતનાં મિશ્રણો રૂપે બને છે. ને એમનાં બનેલા આ મહેલમાં જીવાત્મા વસાવે છે. એ મહેલ આપણો વાસ છે. ને જેનો એ બનેલો છે, તે મુક્ય તત્વો, આપણાં વસુદેવો છે.

(૮) એ બધાં જ “દેવો” આપણાં તન-મનના અસ્તિત્વમાં ફાળો આપતા હોવાથી, આપણે તેમનાં આભારી છીએ.

(૯) એમનાં અન્ન, શાક વગેરે, રૂપોને આપણે ખાઈએ, ને એના ધરતી રૂપને પગ નીચે રગદોળીએ—- તોયે, માવતરજી જેમ, એ બધા આપણને ક્ષમા આપે છે. (૨૦/76)

(૧૦) પાંચ (જાણવાનાં સાધન) જ્ઞાનેંદ્રિયો, પાંચ (કરવાનાં સાધનો) કર્મેન્દ્રિયો, ને વિચાર કરનારું મન, એ ૧૧. રૂદ્રદેવો છે. એ પણ આપણા કર્મફળભોગ આપવા માટે દેહમાં પધારેલાં છે.

(૧૧) એવી રીતે, એ સર્વ આ મહેલમાં ભેગા થયા છે, ને આપણા સાથી તથા સેવકો બને છે.

(૧૨) પ્રજાપતિનું રાજ્ય બ્રહ્માંડ-ભરમાં છે, ને આપણે, એનાં રાજકુમારો આ દેહમાં રાજય કરીએ છીએ.

(૧૩) મન તથા ઈંદ્રિયોરૂપી સમષ્ટિ દેવોનાં અંશો કેવી રીતે આ દેહરાજ્યમાં આપણી સેવા કરે છે. એ તમારે પોતે વિગતે વિચારી જોવું.

(૧૪) એવી રીતે કામ, ક્રોધ, મનોવૃત્તિઓ, વિવિધ શક્તિઓ, વગેરે અસંખ્ય કર્મચારીઓ ને પદાધિકારીઓ, પ્રજાપતિની આજ્ઞા અનુસાર, ન્યાય અને ધર્મ પૂર્વક ભેગા થઈને રાજકુમારની તેહનાત બજાવે છે. તેથી આપણે પણ, પ્રજાપતિનાં રાહે, એ સર્વનો ઉપયોગ, ન્યાય તથા ધર્મ, મુજબ કરવો ઘટે, નહિ તો, આપણે ગુનેગાર થઈએ, યોગ્ય સજા પામીશું જ.

(૧૫) એ અગીયાર દેવ પોતાની અસંખ્ય સેના સાથે, જ્યાં લગી કર્મનાં ભોગ ચાલુ છે, ત્યાં લગી, આપણી સેવા કરે છે. ત્યારે સગાંસંબંધીઓ રડે કૂટે છે. એમ એ દેવો જતી વખતે લોકને રૂદન કરાવે છે. તેથી એ “રૂદ્ર” કહેવાય છે.

(૧૬) પ્રત્યેક માસનો (મહિનાનો) એક-એક આદિત્ય અથવા સૂર્ય મળીને, બાર આદિત્યો કહેવાય છે. (કેમકે પ્રત્યેક માસનાં સૂર્યની અસર બીજાઓ કરતાં જુદી રહે છે.) એ પણ આપણી સેવા બજાવવા, તથા કર્મફળ ભોગવવા સહાયક થયા કરે છે. એમનું કામ આપણાં કર્મોને તોળી જોખીને તે મુજબ આયુષ્યોની આપ-લે કરવાનું છે. એવું આપ-લે નું કામ કરનાર “આદિત્ય” કહેવાય છે. તેથી આ દેવો “આદિત્ય” છે. એમ ૩૧ દેવો થયા. (૨1/76)

(૧૭) બત્રીસમો દેવ આકાશમાં વીજળીરૂપે પ્રત્યક્ષ છે. જે આપણાં દેહમાં શક્તિ તથા પ્રાણનાં સંચાર (બળ) રૂપે વસે છે. એ જ ઈંદ્ર છે. એ દેહનાં સર્વ દેવોનો રાજા, ને તેથી આપણો પૂજ્ય છે. કેમકે આપણને ડગલે ને પગલે, શ્વાસે શ્વાસે, બળની ગરજ રહે છે.

(૧૮) તેત્રીસમો દેવ પ્રત્યક્ષ મહાશક્તિ પ્રાણદેવ છે. એ જ મહાપ્રાણ, મહાદેવ, પ્રજાપતિ છે. બધાજ દેવોની એ માતા છે. તેથી એ “અદિતિ” કહેવાય છે. ને બધાનો પિતા પણ છે. તેથી “પ્રજાપતિ” કહેવાય છે. એના રૂપે એ સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલ, ને બધાનું મૂળ છે. અરે, એ એક જ દેવે, પિતૃઓ તથા ચરાચર સરજતનાં બધાં રૂપો ધરેલાં છે. (બધું VITAL-Energy જ છે.) એ એક જ મહાપ્રાણ – પરમેશ્વર તેત્રીસ દેવ કોટિઓ, ને પિતૃઓ રૂપ થઈને વિરાટ-ભગવાન રૂપે ભાસે છે.

(૧૯) જનકરાજાનાં દરબારમાં યાજ્ઞવલ્ક્યને એના એક દ્વેષી, બ્રાહ્મણ નામે શાકલ્યે ઘણાં ઝીણા પ્રશ્નો પૂછ્યા હતા, તેના ઉત્તર આપતાં એમણે (બ્રુહ-ઉપ-૩-૯) આ માહિતી કહી હતી.

(૨૦) શાકલ્યે પૂછ્યું હતું કે દેવો કેટલા છે ? યાજ્ઞવલ્ક્યે કહ્યું. વૈશ્વદેવ નામનાં શાસ્ત્રમાં જેટલા કહેલાં છે, તેટલા દેવો છે.

(૨૧) પ્રશ્નઃ ટૂંકામાં કહેતાં, કેટલાં? – ઉત્તર – તેત્રીસ.

પ્રશ્નઃ હજી વધારે સંક્ષેપમાં કહો. – ઉત્તર – છ.

પ્રશ્નઃ હજી વધારે ટૂંકાવો, — ઉત્તર – ત્રણ.

પ્રશ્નઃ એનોયે સારરૂપ કેટલા ? – ઉત્તર – બે.

પ્રશ્નઃ એનાય સારરૂપ કેટલા ? – ઉત્તર – દોઢ.

પ્રશ્નઃ એનોયે સાર કહો. – ઉત્તર – એક.

પછી શાકલ્યે પૂછ્યું. કે વૈશ્વદેવો શાસ્ત્રમાં કેટલા દેવો કહેલા છે ? એને ઉત્તર મળ્યો, કે એમાં કહેલા બધા, આ તેત્રીસની જ વિભૂતિઓ છે. (૨2/76)

(૨૨) પછી આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, એક ઈંદ્ર, ને એક પ્રજાપતિ, એમ પાછળ કહ્યા મુજબ તેત્રીસ દેવો યાજ્ઞવલ્ક્યે ગણાવ્યા.

(૨૩) “ઈંદ્ર કોણ છે ? ” – “જે ગરજે છે તે.” “કોણ ગરજે છે?” “જે  ચમકે છે, ને વરસે છે તે” —– એમ ઈંદ્રનો પરિચય થયો.

(૨૪) “છ દેવ કોણ છે ?” અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, સૂર્ય ને દેવલોક. “એનાયે સારરૂપ ત્રણ કયા?” તો કહે, આ ત્રણ લોકો.

(૨૫) પછી બે બતાવ્યાઃ પ્રાણ અને રયિ (અન્ન), પછી “એના સારરૂપ કહેલા દોઢ કયા” એમ પ્રશ્ન થતાં ઉત્તર મળ્યો, કે જે “ચાલે છે તે.” નિત્ય નિરંતર માત્ર પ્રાણ ચાલે છે. “એને દોઢ કેમ કહો છો?” તો કહે, જે પોતે એક, સ્વચ્છંદ છે, ને બીજાને માટે દાતાર બને છે, તે મળીને એ દોઢ છે. “દેહની અંદર જતો પ્રત્યેક શ્વાસ જીવનને સહાયક છે, (એ અડધો), ને જે બહાર નીકળે છે, તે પોતે, આનંદદાયક છે, તે આખો, એમ, એ (પ્રાણ) દોઢ છે. એ જો ન હોય, તો વિશ્વમાં કશું પણ નથી. એ જ (કર્મકાંડનો) બ્રહ્મ છે. ને આ દ્રશ્ય પરમેશ્વર છે. એને વેદોમાં त्यत् કહેલો છે. त्यत् એટલે નિરાકાર, આકાર રહિત, અદ્રષ્ટ ગતિસ્વરૂપ. એ પ્રાણશક્તિનું વાસ્તવિક રૂપ છે, તે આપણે જાણીએ છીએ.

।। ૐ ।।

છઠ્ઠો અધ્યાય

(૧-૨) એવી રીતે, દેવોનું અસલ સ્વરૂપ પ્રાણ છે. એક માત્ર એ પ્રાણશક્તિ જ, વિવિધ રૂપો ધરે છે. ને એ રૂપોમાંનાં કેટલાંક દેવો કહેવાય છે. ઉર્દુમાં એને “રૂહ” કહે છે. એમ એક જ મહાપ્રાણ, જરૂર પ્રમાણે ફેલાઈને, અનેક પ્રાણ બની જાય છે. (પ્રાણશક્તિ એકઃ- પછી, એ, આની શક્તિ, તેની શક્તિ—– એમ પદાર્થો ઈંદ્રિયો, મહાભૂતો (૨3/76) વગેરેમાં વહેંચાઈને, જેની-તેની શક્તિરૂપે અસંખ્ય બની જાય છે. એને લોક ઐહિક લોભ-લાલચનાં માર્યા “ભગવાન” કહે છે. અને એની જ, “માતા” તરીકે પણ પાર વગરની ગરજ કરે છે.) એ બધાં દેવ-શક્તિઓનાં રૂપો દેવલોકમાં (આપણી કલ્પનામાં) વિદ્યમાન છે, અને એ બધા દેવો એ એકનાં જ કિરણો છે. જેમ એક જ સૂર્યનાં કિરણો સર્વત્ર પ્રસરે છે. ને એનાં અનેક નામો પડે છે. (જેવાં કે તડકો, સાત રંગો, એક્ષ-રે, ગામાન્ રે, ઈત્યાદિ) એવાં, આ બધાં, પ્રાણ, સૂર્યનાં જ કિરણો છે. ને એ “દેવમૂર્તિઓ” તરીકે દુનિયામાં ફેલાય છે. (એવી રીતે વિસારીને દુનિયાને વ્યાપવું, એ તેમની “વ્યાપ્તિ” છે.)

(૩-૪) પ્રાણદેવની એ વ્યાપ્તિ, બે પ્રકારે થાય છે. દેહમાં એની પહેલી વ્યાપ્તિ છે, એના વળી પાંચ પ્રકારઃ- જે ખેંચે છે, તે પ્રાણ, જે બહાર કાઢે છે તે અયાન. જે રોકે છે તે વ્યાન. જે પચાવે છે તે સમાન. ને જે બનાવે છે, તે ઉદાન. એમ દેહમાં પ્રાણ પાંચરૂપે કામ કરે છે, ને સંપૂર્ણ વિશ્વમાં,પ્રાણી, ખનીજ, વનસ્પતિ, આકાશી, પાર્થિવ, એ સર્વમાં, જેની – તેની શક્તિરૂપે, એ બધું જ કરે છે.

(૫) શ્વાસોચ્છવાસની હવા, એ પ્રાણ નથી, પણ શ્વાસને અંદર લેવાની, બહાર કાઢવાની, રોકવાની, દેહમાંથી મળ, પરસેવો વગેરે કાઢવાની વગેરે ક્રિયાઓ, જે શક્તિ (Energy) વડે થાય છે. તે પ્રાણશક્તિ છે.

(૬) વનસ્પતિમાં પણ પ્રવેશીને પ્રાણ જ વિવિધ કાર્યો કરે છે. અગ્નિ, પદાર્થોને પ્રાણ વડે જ બાળે છે. જળ પણ પ્રાણ વડે ભીંજવે છે, હવા, પ્રાણ વડે સૂકવે છે, વગેરે.

(૭-૮) પંડિતીઓ વિવિધ કામો અંગે એનાં વિવિધ નામો પાડ્યાં છે. જન્મની ક્રિયા એજ કરે છે, ને જીવનું ગમન પણ એજ કરાવે છે. દેવયાન-પિતૃયાન વગેરે. લોક પરલોકમાં અવર-જવર એજ કરાવે છે. યમલોકમાં યમરાજા એજ છે. એવા કામ કરે છે. ત્યારે એ “ઉદાનપ્રાણ” કહેવાય છે. (24/76)

 (૯) એમ, એ ઉદાન પ્રાણજ સ્રષ્ટા, પોષક, કર્તા ને હર્તા છે. એની ચુંગાલમાં ફસેલો જીવ, પોતાનાં કર્મો અનુસાર, કંઈકનો કંઈક થયા કરે છે, – કદી પંખી થઈને ઉડે છે, પશુ થઈને ચરે છે, પિતર થાય છે, દેવ થાય છે, કીડો થાય છે.—- સંસારચક્રની બધી વિચિત્રતાઓ એની જ છે.

(૧૦-૧૧) પાંચ નામો નીચે, એ એક જ દેવ સંસારમાં વ્યાપક છે. તો પણ, આધ્યાત્મિક (એટલે કે દેહમાં થતા ઉપયોગો), આધિભૌતિક (એટલે બહારની દુનિયાના બધા પશુ-પદાર્થોમાં થતા ઉપયોગો,) ને આધિદૈવિક (એટલે કે પાંચ ભૂતો રૂપી સમષ્ટિ તત્વોમાં થતાં ઉપયોગો) ની નજરે, એ એક જ “એનર્જી” મહાપ્રાણ કર્તા, હર્તા, ને ધર્તા, એવાં ત્રણ નામે પણ કહેવાય છે. અદ્યાત્મપ્રાણ, દેહમાં રહીને આ રીતે પાંચ પ્રાણરૂપે કામ કરે છે.

(૧૨) વિશ્વમાં આધિભૌતિક પ્રાણનું મુખ્ય સ્થાન સૂર્ય છે. ( કેમકે બધી જ “એનર્જી” સૂર્યમાંથી પ્રસરીને સારા વિશ્વને નિભાવે છે.) સૂર્ય જ આંખને પણ પોતાની જોવાની શક્તિ વાપરવા માટે સવડ કરી આપે છે.

(૧૩-૧૪) પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ, એ એનો અપાનપ્રાણ છે. એજ સર્વ પ્રાણી પદાર્થને ધરતી ઉપર ખેંચીને ટકાવે છે. ને બધું સ્થિર રાખે છે.

(૧૫) પૃથ્વીની આ, આકર્ષણ શક્તિ, એ પૃથ્વીનો દેવ છે. (- પૃથ્વી પોતે દેવ નથી.)

(૧૬-૧૭) આ બધું, કૌશલ્ય નામના આશ્વલાયન ઋષિના પૂછવાથી, પિપ્યલાદ મુનિએ કહેલું છે, (જુઓ પ્રશ્ન ઉપર ત્રીજો પ્રશ્ન) આશ્વાલયને પૂછ્યું, કે “આ પ્રાણ ક્યાંથી ઉપજ્યો છે, કેવી રીતે એ કાયામાં આવે છે, કેવી રીતે એ ફેલાઈને અનેકરૂપે થાય છે, કેવી રીતે નીકળી જાય છે, ને અધ્યાત્મ તથા અધિભૂતમાં, એ કેવી રીતે વહેંચાય છે?” (૨5/76)

(૧૮) મુનિએ એને ઉત્તર આપ્યો, કે તારે તો ઘણી ગંભીર બાબતો જાણવી છે, પણ એનો ભેદ બધા નથી સમજી શકતા. આ મહાપ્રાણ, આત્મા (Consciousness) અર્થાત્ ચિત્, અથવા અસ્તિત્વ) માંથી પ્રકટે છે. કેવી રીતે, ? તો કહે, જેવી રીતે કાયામાંથી છાયા પ્રકટે છે, તેવી રીતે. કાયા ખરી છે, ને એની છાયા ખોટી, મિથ્યા અને તુચ્છ છે, તેમ આત્મા ખરો છે, ને તેમાંથી નીકળતી છાયારૂપ પ્રાણ તુચ્છ છે.

(૧૯) પ્રત્યેક જીવનાં પોતાનાં કર્મોનાં ફળોનાં બંધનને લીધે, એના મનમાં ઉપજતાં (જીવવાના) સંકલ્પને જોરે, પ્રાણ એના દેહમાં આવે છે. એની સાથે (ખપપૂરતો) સંબંધ બાંધે છે, ને જરૂર મુજબ દેહમાં જાતજાતનાં કામો કરે છે.

(૨૦) એ મહાપ્રાણ, ઈંદ્રિયો તથા અંગોમાં પોતાના “એજન્ટો” ને બેસાડે છે, — પોતે જ બહુરૂપી જેવો, બધે વસે છે. એ ઈંદ્રિય – શક્તિઓ રૂપી પ્રાણો ભેગા મળીને, સૂક્ષ્મદેહ કહેવાય છે, કે જે શરીરનું અસલ રૂપ છે. (એ મુખ્ય વસ્તુ છે, ને કાયા તો, એણે ધારણ કરેલો પોષાક છે.)

(૨૧) જીવાત્માનું પાટનગર અંતઃકરણ છે. એમાં મહાપ્રાણની મુખ્ય કચેરી છે, તેમાંથી ૧૦૧ નાડીઓ (જ્ઞાનતંતુઓ, Nerves) નીકળે છે, એ પ્રત્યેકમાંથી સો સો શાખા નાડીઓ ફંટાય છે, એ પ્રત્યેક શાખા-નાડીની પાછી બોતેર-બોતેર હજાર ઉપશાખા-નાડીઓ નીકળે છે. (એમ, વેદોને અંદાજે, દેહમાં જ્ઞાનતંતુઓ (Nerves) બોતેર કરોડ, બોતેર લાખ, દશ હજાર, ને બસો, એટલે કે, અસંખ્ય છે. આ હકીકત, થોડા ફેરફાર સાથે, પ્રશ્ન, બૃહ, કંઠ, અને કૌષીતકી ઉપનિષદોમાં કહેલી છે.)

(૨૨) આ બધી નાડી-નસોમાંથી એક નસ નામે સુસુમ્ણા છે, તે મસ્તકમાં ઉપર જાય છે, ને એમાં (મૃત્યુમાં જીવને લઈને જનારો) ઉદાનપ્રાણ વસે છે, જે જીવને કર્મફળ અનુસાર, યોગ્ય લોકોમાં ફેરવે છે. એ ફેરામાં, પાપ-પુણ્યની જ્યારે સમાનતા આવે, ત્યારે તે એને મનુષ્યનો સ્વાંગ પહેરાવે છે. (26/76)

(૨૩-૨૪) સૂર્ય બહારનો પ્રાણ છે, એ આંખને મદદ કરે છે. પૃથ્વીનો અપાન, મનુષ્યનાં મળત્યાગમાં કામ કરે છે. આકાશ, બહારનો સમાન છે. હવા, બહારનો વ્યાન છે. ને ઉષ્ણતા, એ બહારનો ઉદાન છે. એ સર્વ આધિભૌતિક પ્રાણો, આધ્યાત્મિક બનીને, આપણાં દેહનાં કાર્યો પાર ઉતારે છે.

(૨૫) જે કોઈ મનુષ્ય, પ્રાણના આ રહસ્યને બરોબર સમજી જાય, ને એનાં કામોને ઓળખે, એનો પ્રજાપતિ સાથે સારો મેળ રહે, (કેમકે, એ પોતાના પ્રાણનો ઉપયોગ બરોબર સમજ પૂર્વક જ કરે) ને અમૃત થઈ જાય.

।। ૐ ।।

સાતમો અધ્યાય

(૧) (આ બધું બાહ્ય ક્રિયાઓમાં પ્રાણની પહેલી દેહસ્થ વ્યાપ્તિનું રૂપ થયું.) એની બીજી વ્યક્તિ સમજ – વિચારરૂપ (મનોમય, આંતરિક ગતિપ્રવૃત્તિ તરીકેનું) છે. મહાપ્રાણ અંતઃકરણમાં વિકસે છે. મન પોતે, પાંચ પ્રકારનાં પ્રાણોનો જ (નિરાકાર) દીકરો છે, ને મન પોતે, સ્વયં પ્રજાપતિ (બ્રહ્મા) અર્થાત્ સૃષ્ટિનાં સંકલ્પ) નો જ એ પુત્ર, એના સ્વરૂપ છે. અને માણસ પોતે, સ્વરૂપે મન જ છે. (- “તન તો), મનનું કામ કરવા માટેનું માત્ર એક જંતર છે.)

(૨) મનમાં પ્રવેશીને, એ પ્રાણ પ્રજાપતિ જ, અનેક પ્રાણ, અનેક સંકલ્પ-વિચારો, ને અનેક વૃત્તિઓ રૂપ થઈ જાય છે. ને એ બધી વૃત્તિઓ, મનમાં એકાકાર પ્રાણજ છે.

(૩-૪) મસ્કમાં એ બે ભાગમાં જાણે કે, વહેંચાય છે, એનો એક પ્રવાહ છે જ્ઞાનનો (એટલે કે જાણવા પણાનો, આત્માનું જે “જાણવું બ્રાહ્મણ છે, એને મન જાતજાતના વ્યાવહારિક આકારો આપે છે, જેમકે ખુરશીને “જાણી” મિત્રને “જાણ્યો” અમુક વિચારને “જાણ્યો” સગું “જાણ્યું” વગેરે, આ, આ, – એમ “ઈદં” પ્રકારે). અને બીજો પ્રવાહ વહે છે, કર્મ (-ક્રિયારૂપે, કરવું, કરવું, એ-) રૂપે. એ બન્ને પ્રવાહો, પાછા પાંચ-પાંચ રૂપ ધરે છે. જ્ઞાન રૂપે, એ પ્રવાહ પાંચ જ્ઞાનની ઈંદ્રિયોના દેખાવા, સુણવા, વગેરે પાંચ પ્રકાર વહે છે. (૨7/76)

(૫-૬) કર્મ રૂપી પ્રાણ-પ્રવાહ, બોલવા, ચાલવા, લેવા, મુકવા, વગેરે પ્રકારે, કર્મેન્દ્રિયો (-વાણી, હાથ, પગ, તથા ઉપસ્થ તથા વાયુ) નાં કામ કરે છે. એ બધાં કામો મનનાં છે, ને મન એ કામો જે-તે ઈન્દ્રિયો મારફત કરે છે. એ બધું મનનું, તેમજ ઈન્દ્રિયોનું “કરવું”, એ પ્રાણનું જ કરવું છે.

(૭) એ પ્રાણ જ વિવિધ દસ ઇંદ્રિયો વડે બધું કરે છે.

(૮-૯) એ બધી ઈંદ્રિયોનો રાજા, પ્રજાપતિના પહેલા ખોળાનો દીકરો, મન જ છે. (એજ બ્રહ્માનું જીવમાં રહેલું રૂપ છે.) એ જેમ ચાહે, તેમ પ્રત્યેક ઈંદ્રિય વર્તે છે. જે ઈંદ્રિયોમાં મન ન હોય, તે ઈંદ્રિયનું કરેલું કશું કામ નથી લાગતું, ને વ્યર્થ જાય છે. બ્રહ્માનું રાજ્ય બ્રહ્માંડમાં, તેમ મનનું રાજ્ય પિંડમાં છે. (બ્રહ્મા Microcosm નો રાજા, ને મન દેહરૂપી Microcosm નો સ્વામી છે.)

(૧૦ થી ૧૪) વ્યષ્ટિનું એટલે કે વ્યક્તિનું મન, સમષ્ટિ (વિરાટ) નો જ અંશ હોવાથી, પ્રત્યેક મનુષ્યની બધી જ વૃત્તિઓને, તથા તેના વડે થતી બધી દેહની પ્રવૃત્તિઓને, “વિરાટ-મન” (બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ કહેવાનું ઈશ્વર-મન) જાણે છે, એ વિરાટ-મન (Universal Super-Mind) પોતે જ, દેહમાં ઈંદ્રિયો તથા મન બનીને બધું કરે છે. એક વ્યક્તિના વિચાર બીજી વ્યક્તિ નથી જાણતી, પણ સમષ્ટિ (Collective) મન સર્વ વ્યક્તિઓનાં મન તથા તનની ચેષ્ટાઓને જાણે છે, (તેથી, શરીર પડ્યા પછી, જીવનાં કર્મોનો ન્યાય, એ પ્રાણ જ ધર્મરાજા કે યમરાજા રૂપે બરોબર કરી શકે છે, તેથી એને લોક “ચિત્રગુપ્તનો ચોપડો” કહે છે.)

(૧૫) એ સમષ્ટિ મનનાં જાણવાપણામાં, મનુષ્યો, દેવો, પશુપંખીઓ—- બધાંનાં મનોનાં જાણવાપણામાં સમાઈ જાય છે.

(૧૬) પ્રત્યેક વ્યક્તિનું મન, જ એ વ્યક્તિ છે, મન પ્રત્યેક ઈંદ્રિયમાં તદ્રુપ છે, તેથી, પ્રજાપતિનું (Collective) મન પ્રત્યેક ઈંદ્રિયમાં તદ્રુપ છે. બધા મનોનું વિચારવું, એ સમષ્ટિ મનનું વિચારવું છે, તેથી વિરાટને હજારો માથાં, હજારો આંખો, ને હજારો પગવાળો, વિશ્વને વિટળાઈને  (28/76) તે તેનાથીયે આગળ ફેલાતો પુરૂષ એવી રીતે વર્ણવેલો છે. (-શ્વેતાશ્વેતર ઉપનિષદ – ૩ – ૧૪)

(૧૭) એ આખો વિરાટ પોતે, વિરાટ પ્રાણ જ છે, ને વિરાટ પ્રાણ જ વિરાટ પુરૂષ છે.

(૧૮) (વિરાટ પુરૂષનું વર્ણન, પાછળ ચોથા અધ્યાયના ૩૨ માં ફકરામાં આપેલું છે.) આપણે બધા (કર્મકાંડની સંસારમય ગતિને લેખે,) એના પુત્રો, એના અંશો, ને તેથી એના વારસ છીએ.

(૧૯) અત્યારના પ્રજાપતિનું પદ (કર્મકાંડની દેવલોકોની જ નજરે જોતાં) જે વ્યક્તિ ધરાવે છે, તેણે વિરાટભાવનાવાળાં કર્મો તથા વિચારોને પ્રતાપે કરીને જ એ પદ પ્રાપ્ત કરેલું છે, ને ઈશ્વરપણું મેળવ્યું છે.

(૨૦) જે દેવો છે, તે બધાં જ, એક સમયનાં જીવાત્માઓ, કર્મકાંડમાં કહી છે, એવી ભાવનાઓ તથા એવાં સુકૃત્યો વડે કરીને, જે-તે પદ પામેલા છે. પુણ્યની અધિકતા દેવપદ આપે છે. પાપની અધિકતા પાપમય (પશુ વગેરે અધમ) પદ આપે છે, ને બંનેની સમાનતા, માનવપદ આપે છે. માનવયોની કર્મયોની છે, તેથી એને સુખ ને દુઃખ બંને સાંપડે છે. (બીજી બે, માત્ર પુણ્ય કે પાપ ભોગવી છૂટવાની ભોગ-યોનીઓ છે.)

(૨૧) દેવો, કર્મ માર્ગીઓએ આરાધવા યોગ્ય છે, કેમકે, એમનાં જેવું થવાની કર્મમાર્ગીઓની અભિલાષા હોય છે. ને મનવડે તદાકાર થવાના જે ઉપાયો છે, એને જ કર્મકાંડ કહેવામાં આવે છે.

(૨૨-૨૩) મનુષ્યમાં, ઈંદ્રિયો તથા મન વળીને “અંતઃકરણ” ને સમષ્ટિમાં એ સમુદાય (Collective) “હિરણ્યગર્ભ” કહેવાય છે. મનને ધારણ કરનારો, જીવ તો માનવ પુરૂષ છે. ને અતિમાનસ (Supermind) ને ધારણ કરનારો, જીવતો વિરાટ પુરૂષ છે.

(૨૪-૨૫-૨૬) માનવજીવ પોતાનાં વ્યક્તિ કર્મોથી બંધાયેલો છે, તેમ વિરાટ ત્મા સમષ્ટિ પુરૂષ પણ પોતાના સામુહિક કર્મોથી બંધાયેલો છે, પરંતુ, તે પોતાના સ્વેચ્છાપૂર્વક સૃષ્ટિના સર્જન વગેરેના કરેલા સંકલ્પો વડે સ્વેચ્છાપૂર્વક બંધાયેલો હોવાથી, એ સ્વેચ્છાપૂર્વક મુક્ત પણ છે. જ્યારે માનવી અવિદ્યાને લીધે કરેલાં સંકલ્પો તથા કર્મો વડે વિરાટઆત્મા ઈશ્વર સત્યસંકલ્પ (૨9/76) તથા ન્યાયી છે. કર્મકાંડ એવા ન્યાયનું શાસ્ત્ર છે, કે જેવું કરો તેવું ભરો. તેથી હે ભાઈઓ, ભલાં કામ કરશો, તો તે તમારા માટે જ છે, ને બૂરાં કામ કરશો, તો તેયે તમારે જ હિસાબે ને જોખમે છે, એમાં, કોઈ કોઈના ઉપર ઉપકાર કે અપકાર કરતું નથી. કૂવામાં જાણીબૂઝીને કોઈ બુદ્ધિમાન ન પડે, જે અંધ કે મૂઢ હોય, તે જ એવું કરે. (આ ધર્મકર્મનાપ્રાણાધીન શાસ્ત્રની મર્યાદા છે.)

(૨૭) પશ્ચિમનાં ભણતર, આ પરલોકની ગતિની વિદ્યાથી આપણને અજાણ ને વિમુખ કરી નાંખે છે, કેમકે એમને પુનર્જન્મ, કે પૂર્વજન્મનાં સાયન્સની ખબર જ નથી, ને મરવું, એટલે જીવનનો છેડો, એવું જ એ લોકો જાણે છે. કર્મફળનાં ન્યાયને એ નથી જાણતા, જેઓ આ ન્યાયને જાણે છે, વા આપણે તો, ચેતીને ચાલવું જોઈએ.

(૨૮) જેવી મતી, તેવી ગતી, એવું, પાછળ વર્ણવેલી જીવની ગતિઓ ઉપરથી સ્પષ્ટ જાણનારા આપણે, કર્મકાંડની રીતથી જ સંતોષ પામતા હોઈએ તો પણ, વિચાર, વાણી, તથા વર્તનમાં ખબરદાર રહેવું જોઈએ, કેમકે, ગયો વખત પાછો હાથમાં નહિ આવે.

।। ૐ ।।

આઠમો અધ્યાય

(૧ થી ૧૨) મનમાં પરિવર્તનો અને તરંગો પારાવાર છે. પણ એની મુખ્ય વૃત્તિઓ, ચાર કહેવાઈ છે. બરોબર તપાસ તથા ચોકસાઈ કરીને, અંતઃકરણ અમુક એક નક્કી વિચાર ઉપર આવે, ત્યારે એજ અંતઃકરણ “બુદ્ધિ” કહેવાય છે. જ્યારે એ માત્ર વિચાર કરે, ત્યારે “મન” કહેવાય છે. કશું દેખ્યું કે સાંભળ્યું યાદ કરે ત્યારે “ચિત્ત” ને જ્યારે હું, મારૂં. મને, એવો હું પણાનો ભાવ કરે, ત્યારે એ પોતે અહંકાર બની જાય છે. બીજી અસંખ્ય વૃત્તિઓનાં એ રૂપ લે છે. જેનાં નામ, ગણ્યાં ગણાય નહિ, તેટલાં પાડવાં પડે. વિચાર, અથવા વૃત્તિઓનાં, મુખ્ય બે રૂપ છે. એક ભલી ને બીજી બૂરી. સારી વૃત્તિઓ દેવ, ને બૂરી વૃત્તિઓ અસુર છે. એમ, આ એક અંતઃકરણ જ પોતાની અંદર અનેક દેવ-અસુરોની (30/76) ફોજ ઉભી કરે છે. ને પ્રાણરૂપી તાર વડે એ બધાંને બાંધી રાખે છે. કર્મોના બંધન, એજ એ તારની વાડ છે. કયાં કર્મો ? જે આ ભવે ફળ આપવા ઊડી નીકળ્યાં હોય, તે પ્રારબ્ધ કર્મો, એ પોતાનું ડાપું પૂરૂં કરીને દેહને છોડશે. એને પગલે પગલે, મન પોતે સુખી-દુઃખી થશે. મનનાં સુખદુઃખોને, લોક પોતાનાં સુખદુઃખો જાણે છે.

(૧૩) પ્રશ્ન ઉપ. આ ચોથા પ્રશ્નોમાં સૌર્યાયણી માર્ગ્ય ઋષિ પિપ્પલાદ મુનિને પ્રશ્ન પૂછે. “આ મનુષ્યમાં કયા કયા દેવો સૂએ છે, ને કયા કયા જાગે છે ? કયો દેવ સ્વપ્નમાં દેખે છે ? નિદ્રામાં સુખ કોણ પામે છે, અને તે સમયે એ બધા શેમાં લય પામે છે.

(૧૪) પિપ્પલાદ મુનિએ ઉત્તર આપ્યોઃ- જેવી રીતે સૂર્ય અસ્ત થતાં, કિરણો સૂર્યમાં લીન થઈને એની સાથે એક થઈ જાય છે. અને પછી ઉદય સમયે, એનામાંથી વારંવાર નીસરે છે. એવી રીતે, બધી જ્ઞાનેંદ્રિયો, અને કર્મેંદ્રિયો, મહાન દેવ મન (અંતઃકરણ) માં એક થઈ જાય છે, તેથી તે સમયે માણસ નથી સાંભળતો, નથી દેખતો, નથી સૂંઘતો, નથી સ્પર્શતો, નથી પકડતો, નથી આનંદ લેતો, ત્યારે જણાય છે, કે ઊંઘી ગયો છે.

(૧૫) પણ, પ્રાણ એનાં દેહમાં જાગે છે, ને પોતાનું કામ છોડતો નથી. પાંચેયે પ્રાણો પોત પોતાનાં કાર્યો કરતા રહે છે.

(૧૬) એ કાળે સ્વપ્નમાં, આ (આત્મા) દેવ પોતાના મહિમાને અને તેજને જુએ છે. અરે જે દેખ્યું, તેમ ન પણ દેખ્યું. તે એ દેખે છે. જે સાંભળ્યું, કે ન સાંભળ્યું હોય, તે એ સાંભળે છે. જે દિશાઓ જાણી હોય કે ન જાણી હોય, તેને એ જાણે છે….. અને, બધું થઈને એ બધું દેખે છે.

(૧૭) પણ, જ્યારે એ ઉદ્યાન વડે સુષુપ્તિમાં જાય છે. ત્યારે, ત્યાં એ સ્વપ્ન નથી દેખતો. નથી કંઈ જાણતો. ત્યારે, એ પોતાનાં ખાસ રારામને એટલે કે પોતાનાં પરમાનંદને પ્રાપ્ત થાય છે. એ એનો પરમ બ્રહ્મલોક છે. એ સમયે, જેમ પંખીઓ સાંજ પડ્યે વૃક્ષમાં ભેગા થઈને સૂઈ (31/76) જાય છે. તેવી રીતે, એ બધાં (દેવો) પરમાત્મામાં નિમગ્ન થઈ જાય છે.

(૧૮) પૃથ્વી, ને પૃથ્વીની માત્રા (પૃથ્વીનો દેવ). પાણી ને પાણીની માત્રા, અગ્નિ ને અગ્નિની માત્રા, વાયુ ને વાયુની માત્રા. આકાશ ને આકાશની માત્રાઃ—રે, દ્રષ્ટિ ને દ્રષ્ટવ્ય (જોવાની વસ્તુ) શ્રોત્ર અને શ્રોતવ્ય. ઘ્રાણ ને ઘ્રાતવ્ય, સ્વાદ અને સ્વાદિષ્ટ, સ્પર્શ અને સ્પર્શવાની વસ્તુ, વાણી અને અર્થ, પકડ અને પકડવાની વસ્તુ, ત્યાગ, ગ્રહણ, ગમન, ગતિ, મન, વિચાર, બુદ્ધિ, બુદ્ધિમતા, સ્મરણ, સ્મૃતિ, અહંકાર, પ્રાણ, જીવન, — એ બધું પરમાત્મામાં લીન થઈ જાય છે.

(૧૯) ત્યારે, એ (જીવાત્મા) ચર્ચાઓ, વાદવિવાદોથી રહિત, નિર્વિકાર, નિરવયવ, બધાં ગુણોથી પર છે. એ દેખતો નથી, પણ ઘ્રાણસ્વરૂપ છે. એવા એ છાયા, શરીર કે રંગ વિનાનાને જે જાણે છે, તે સર્વજ્ઞ અને સ્વરૂપ થઈ જાય છે.

(૨૦) એની વેદવાણી ઉપરથી આપણને જણાય છે, કે સ્વપ્નાવસ્થા દેવલોકનું પ્રકટ થવું છે. ને સુષુપ્તિ, બ્રહ્મલોકનું સ્વરૂપ છે. ઉદાનપ્રાણ, એને રોજ દેવ અને બ્રહ્મલોકમાં લઈ જાય છે.

(૨૧) એ (જીવાત્મા) જો કર્મકાંડનાં શાસ્ત્રો મુજબ વર્તે, તો મરણ બાદ ઉદાન એને દેવયાન ઉપર લઈ જાય છે.

(૨૨) આ લોકમાં પણ, ઉદાન પ્રાણ મનને જ વશ વર્તિને ઈંદ્રિયોને ચલાવે છે.

(૨૩) નાની કે મોટી, તણખલાથી બ્રહ્મ સુધીની પ્રત્યેક વસ્તુ, સાથે તન્મય તદાકાર થઈ જવાની મનની ગુંજાયશ છે.

(૨૪) આ દેહમાં મન કર્મનાં ફળભોગમાં ફસાયેલું હોવા છતાં, એ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં કેવાં કેવાં ચમત્કારિક પરાક્રમો કરે છે. તે વિચારી જુઓ. એની ગતિ ત્રણેય લોકમાં છે. અને મૃત્યુ પછી, એ ઈશ્વરીય મનમાં એકાકાર થઈ જાય છે. (32/76

।। ૐ ।।

નવમો અધ્યાય

પાછળના અધ્યાયો પરથી જણાય છે, કે માનવીનું શરીર, પાંચ ભૂતોનું જ બનેલું છે. તો પણ એ એક દેવમંદિર છે. ઈશ્વરીય મૂર્તિ છે, જેમાં બધા દેવોનો વાસ છે. એ દેવો (ઈંદ્રિયો અને પ્રાણ) ની મહત્તાનું લોકને ભાન નથી. ને એ માત્ર માટીની કાયામાં દેહાધ્યાસ રાખે છે, કે “આ શરીર હું છું.” દેવોને બૂરાં કામોમાં જોડીને, દુઃખી એ પોતે જ થાય છે, ને એ દેવો પોતે, સુખદુઃખથી અલિપ્ત રહે છે. પણ સમજુ લોકો દેવોનો દુરૂપયોગ નથી કરતા. કેમકે એ દેવો ઈંદ્રિયો મારફત જ જીવાત્મા મોક્ષ પામી શકે છે. એ બધા, મનુષ્યે પૂજવાયોગ્ય છે, ને એમનાં પૂજનનાં, સુંદર ફળ પણ મળે છે. પણ જે પ્રાણની ઉપાસના કરે, (એટલે કે પોતાની “એનર્જી” નો સદુપયોગ કરે.) એને તો બધાં જ સત્કર્મોનાં ફળ મળે છે. ને એ છેક પ્રજાપતિ સ્વરૂપ થઈ શકે છે. બધાં જ દેવોની ઉપાસનાનાં ફળ એને મળી જાય છે. જેવી રીતે, એ આપણે જોઈએ,…..

છાંદોગ્ય ઉપનિષદના – ૫-૧, તથા બૃહદારણ્યક ઉપનિષદનાં ૬-૧ માં પણ એક કથાનક છે, એક વાર દેવલોકમાં ઈંદ્રિયો વચ્ચે તકરાર પડી. વાણી કહે, હું મોટી છું, ને આંખ કહે હું. કાન કહે, બધાં કરતાં મારૂં મહત્વ વધારે, મે મન કહે કે, આ બધો મારો જ મહિમા છે….. પ્રાણ કહે, તમે બધા ખોટી ડિંગ હાંકો છો, પોતાની બોડમાં દરેક કૂતરો સિંહ હોય, પણ ખરૂં પૂછો, મારી તો વાત જ ન્યારી છે….

બધા ન્યાય કરવા પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ સલાહ આપી, કે તમારામાંથી એક-એક જણ વારાફરતી એક-એક વરસ માટે આ પિંડની બહાર નીકળી જાઓ, જેનાં જવાથી બધાં જ આકળવિકળ થઈ જાય, એ બધામાં મોટો ગણાશે. પહેલાં વાણી નીકળી ચાલી. વરસ પછી તે પાછી આવી, તો એણે જોયું કે જેમ મુંગો માણસ બોલતો નથી, પણ નાકથી શ્વાસ લે છે, આંખ દેખે છે, કાને સાંભળે છે, મન વડે સમજે છે, વીર્યથી પ્રજા ઉપજાવે છે, ને જીવે છે. એવી રીતે દેહ તો જીવતો રહ્યો. વાણી એ જાણીને ચૂપ-ચાપ પિંડમાં પાછી બેસી ગઈ. પછી આંખ ચાલી ગઈ. એક સાલ પછી પાછી આવીને એણે પૂછ્યું, કે મારા વગર તમને કેમ ચાલ્યું ? તો જવાબ મળ્યો, કે આંધળો આંખે દેખે નહિ, તો પણ શ્વાસ લે, સાંભળે, સમજે….. અને જીવતો રહે, એમ અમે જીત્યાં. આંખ ચૂપચાપ પોતાના સ્થાને બેસી ગઈ. (33/76) પછી કાનનો વારો આવ્યો. બાર મહિને પાછા આવીને એણે પૂછ્યું, કે મારા વગર તમે કેમ જીવ્યાં ? બધાએ કહ્યું, કે બહેરો સાંભળે નહિ, પણ દેખે, શ્વાસ લે, બોલે, સમજે……. ને જીવે, એમ અમે જીવ્યા. ત્યારે કાન પણ “ઠીક છે” કહીને, પાછા પોતાની જગાએ ગોઠવાઈ ગયા. તે પછી મન એક વરસ માટે ચાલ્યું ગયું. ને પાછું આવીને તપાસ કરે છે, કે મારા વગર તમારૂં શું થયું. તો બધાએ જવાબ વાળ્યો, કે ચિત્તભ્રમ માણસ કશું સમજે નહિ, તોયે નાકે શ્વાસ લે, મુખે બોલે, આંખે દેખે…… અને જીવતો રહે. એમ અમેયે ખાસ્સાં જીવતાં રહ્યા. મન મુંગું મુંગું તનમાં પાછું પેસી ગયું….. પછી વીર્ય એક વરસ બહાર ફરી આવ્યું. પાછા આવીને એણે જોયું, કે નપુંસક મનુષ્ય બાળકો નથી જન્માવતો, પણ નસ્કોરાંથી શ્વાસ લે, આંખે દેખે, વગેરે, ને ખાસ્સો મઝાનો જીવે છે. એમ દેહને જીવવામાં કશો વાંધો ન આવ્યો. વીર્ય ચૂપ થઈને ઠેકાણે બેસી ગયો.

પછી પ્રાણે જવા વિચાર્યું. પણ, જેમ એક બળવાન ઘોડો ઉછળે, ત્યારે ચારે તરફના ખૂંટા ઉખડવા લાગે, તેમ એના ઉછળવા સાથે બધી જ ઈંદ્રિય દેવતાઓ ઉખડવા લાગી. ને પોકારી ઉઠી, કે હે મહારાજા, તમે ન જશો, રોકાઈ જાઓ, તમે જ અમારા બધાના વડીલ, અમારા આત્મા છો. અમારા પૂજ્ય છો. તમારા વગર અમે લાચાર છીએ, ને અમે હવેથી કદી એવું નહિ કહીએ.

ત્યારે, દરેક ઈંદ્રિયે નક્કી કર્યું, કે હું પ્રાણનું જ છોરૂં છું ?….. જે આવું સમજીને પોતાની વિવિધ પ્રાણશક્તિઓનો સદ્ઉપયોગ કરે, તે કર્મકાંડની દુનિયામાં છેક ટોચ સુધી પહોંચવાને લાયક થાય, પણ, જે  દેહને જ પોતે હોવાનું માને, એને કોઈ શાસ્ત્ર દાદ નથી દેવાનું.

એવા દેહાધ્યાસીને શાસ્ત્રો સાચો શૂદ્ર કહે છે, ને પશુ પાસેથી લેવાય તેવી એની પાસેથી શારીરિક વેઠ જ લેવી ઘટે છે. પરંતુ, જે પ્રાણોપાસના દ્વારા બીજો જન્મ લે છે. ને દેવોનું રહસ્ય સમજે છે, તે દ્વિજ છે, ને એને કર્મકાંડનો અધિકાર છે, જેને એવો બોઘ મળે છે, કે તું દેહ નહિ પણ પ્રાણાત્મા છે. તે ભલે દેહો બદલે, પણ એનો (34/76) જીવ એનો એ, અમર રક્ષા કરે છે. ગાયત્રી મંત્ર એ સૂર્યરૂપી મહાપ્રાણની ઉપાસનાનો હોવાથી, દ્વિજને એ મંત્ર અપાયો છે. ને પોતે આ દેહથી પૃથક એવો દેવ હોવાનું એને શિખવાય છે. ત્યાંસુધી, એ પશુ છે. પ્રાણાત્માની ઉપાસના, એ જ કર્મકાંડ છે. ને મનુષ્યને એ પશુ કરતાં એક મેડો વધારે ઊંચું પદ અપાવે છે. એ પુણ્ય-પાપ ધર્મ-અધર્મ વગેરે ને વિચારે છે, ને સદાચારી રહેવા પ્રેરાય છે. કર્મકાંડમાં, દંપતિ સાથે મળીને ધર્મકર્મો કરે છે. તે ખરૂં જોતાં, મહાપ્રાણરૂપી અગ્નિમાં પોતાના અલ્પ પ્રાણોને હોમીને, જે દેવતાને નામે આહુતિ આપે, તે પોતે દેવના પ્રાણ સાથે એક થવાનો ભાવ કરે છે, એમ, હોમ હવનનો એવો હેતુ સમજીને બધું કરવું જોઈએ. એવી રીતે યજ્ઞયાગ આધ્યાત્મિક રસાયમની ભઠ્ઠી છે. એમાં વેદોના મંત્રોચ્ચાર થાય છે. ઋગ્વેદી આચાર્ય “હોતાં” યજુર્વેદી “અધ્વર્યુ” સામવેદી “ઉદગાતા” ને એ બધા ઉપર દેખરેખ રાખનારો બ્રાહ્મણ “બ્રહ્મા” કહેવાય છે. તેમાં પાંચમો “યજમાન” હોય છે.

તે પછી, મહાપ્રાણનું આવાહન થાય છે, કેમકે અગ્નિમાં હોમાયેલું આરોગનાર એ સૂક્ષ્મ પ્રાણ છે. યશનો હેતુ એ છે, કે અને નિમિત્તે, મનમાંથી અસુરરૂપી બધા જ બૂરા વિચારો, સંકલ્પો, ને વૃત્તિઓ દૂર થાય, ને શુભ, કલ્યાણકર, દેવરૂપ સંકલ્પોનો વિજય થાય. ( એ વગરનો યશ, નર્યું ધતિંગ છે.) બુદ્ધિમાન મનુષ્ય જરા વિચાર કરે, તો તે સમજી જાય, કે મન રૂપી ગઢને, દેવો બધા અસુરો ઘેરો ઘાલે છે. એમાં અસૂરો જીતશે, તો જીવની કમબખ્તી છે. ને દેવો જીતશે, તો જીવની ખુશહાલી છે.

કર્મકાંડમાં દેવોને જીતાડવાના મોટા મોટા જબરા ઉપાયો, બતાવેલા છે. પણ ઈશ્વરની સહાય વિના મનને જીતવું અતિ કઠણ છે. વેદોનું મુખ્ય વિધાન, જ્યોતિષ્ઠોમાં, અર્થાત્ પ્રાણની ઉપાસનાં છે. પ્રાણબળ વડે જ મનની અનિષ્ટ વૃત્તિઓ ઉપર કાબૂ આવી શકે છે. “પ્રાણ જ હું છું, હું પ્રાણ જ છું.” એવો નિશ્ચય કરવો, એ પ્રાણોવાસના છે. જે પ્રાણાત્માને ઓળખે, તે બૂરાં કામો ન કરે. આજે પશ્ચિમના ભણતરો એ, આ પ્રાણ – ઉપાસનાનો, દાટ વાળ્યો છે. ને બધાને શરીરના પૂજકો બનાવી દીધા છે.

આ બધી મારી ગપો નથી. યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદના અધ્યાય ૧ ના બ્રા. ૩ ને “ઉદગીય બ્રાહ્મણ” કહે છે. તેમાં લખ્યું છે. (35/76) કે પ્રજાપતિનાં બે સંતાન છે, એક દેવો, ને બીજા અસુરો. એમાં દેવોની સેના નાની, ને અસુરોની મોટી છે. (મનરૂપી પ્રજાપતિનાં બે સંતાનો, સદવૃત્તિઓ, ને અસદવૃત્તિઓ – એનું આ રૂપક છે.) સૃષ્ટિનાં આરંભે એ બે સેનાઓ વચ્ચે ધીંગાણું થયું. અસુરોએ, દુનિયાની તથા દેહની જાતજાતની લાલચો વડે મનને લોભાવ્યું. દેવોએ એને સત્કર્મોદાસ, મળતા સ્વર્ગ વગેરે પરલોકનાં ભોગ બનાવ્યા. બંને પક્ષોએ તે માટે જાતજાતની વિદ્યાઓ અને ચાલચલગતો જમાવી જોઈ. છેવટે દેવો એવા વિચાર ઉપર આવ્યા, કે આપણે જ્યોતિષ્ઠોમાં યાગ કરીએ, ને તેમાં ઉદગીથના પ્રયોગ વડે સુરોને જીતીએ.

એમણે વાણીને કહ્યું, કે અમારે માટે ઉદ્ગાયન કરો. વાણીએ દેવો માટે ઉદગાયન કર્યું. પણ વાણીના જે ભોગ છે, તે એમને માટે ગાયા. ને સુંદર વાણી પોતાને માટે ગાઈ. અસુરોને લાગ્યું કે આ લોક આ ઉદગામાને લીધે આપણને જીતી જશે. તેથી એમણે વાણીને અડીને એને પવિત્ર કરી દીધી. તેથી, વાણી બોલવા જેવું. ને ન બોલવા જેવું યે. બોલતી થઈ ગઈ છે.

પછી દેવોએ નાકને કહ્યું કે અમારે માટે ઉદગાયન કરો, એણે કહ્યું, બહુ સારૂં. પછી એણે દેવો માટે ઉદગાયન કર્યું. પરંતુ એણે નાકના ભોગ એમને માટે ગાયા. ને જે સારૂં સારૂં સુંઘવાનું હોય, તે પોતાના માટે ગાયું, અસુરોએ જાણ્યું, કે આ ઉદગાતાને લીધે આ લોકો અમને જરૂર જીતી લેશે. તેથી તે નાકને અડ્યા, તેથી, નાક સારૂં, ને ખરાબ, બધું સુંઘતું થઈ ગયું છે.

પછી આંખોને કહ્યું કે અમારા માટે ઉદગાયન કરો. આંખ કહે, વારૂ. પછી એમણે દેવો માટે ઉદગાયન કર્યું, પણ આંખના ભોગ એણે દેવો માટે ગાયા, ને જે સારૂં સારૂં દેખવાનું હતું તે પોતાને માટે ગાયું. અસુરોએ જાણ્યું કે આ ઉદગાતાને લીધે આ લોક આપણને જીતશે. તેથી એ ઉડીને આંખને અડક્યા, તેથી, આંખો સારૂં ને ખરાબ, બધું જોતી થઈ ગઈ.

પછી એમણે કાનને કહ્યું, કે અમારે માટે ઉદગાયન કરો, એમણે કહ્યું ઠીક. એમણે દેવો માટે ઉદગાયન કર્યું, પણ કાનના ભોગ એમને માટે ગયા, ને સારૂં સારૂં સાંભળવાનું પોતાને માટે ગાયું. અસુરો સમજી ગયા, કે આ લોકો આ ઉદગાતા વડે અવશ્ય આપણા ઉપર જીત કરશે. તેથી એમણે ઉઠીને કાનને સ્પર્શ કર્યો. તેથી, કાન સારૂં ને ખરાબ, બંને સાંભળતા થઈ ગયા છે. (36/76) પછી એમણે મનને કહ્યું કે અમારે માટે ઉદગાયન કરો. મને કહ્યું, ભલે. એણે દેવો માટે ઉદગાયન કર્યું, પણ મનના ભોગ એણે દેવો માટે ગાયા, ને જે સારા સારા વિચારો કરવાના હતા, તે પોતાના માટે ગાયા. અસુરોને ખાતરી થઈ, કે દેવો આ ઉદગાતા વડે અમારા ઉપર વિજય મેળવશે, તેથી, એમણે મને સ્પર્શ કર્યો. તેથી મન સારા ને નરસા, બંને પ્રકારના વિચારો કરે છે. એવી રીતે, દેવોએ જે જે વ્યક્તિગત દેવોને પોતાના ઉદગાતા એટલે કે આગેવાન બનાવ્યા, એ બધાને અસુરોરૂપી નકારી વૃત્તિઓએ અભડાવી મૂક્યા. તેથી, આજે પણ, એ સર્વમાં સારૂં ને નઠારૂં, ઉભય પેસી ગયાં છે, એ દેખીતું છે.

છેવટે દેવોએ શુદ્ધ પ્રાણને કહ્યું કે તમે અમારે માટે ઉદગાન કરો. એણે કહ્યું, બહુ સારૂં. પછી એણે દેવો માટે ઉદગાન કર્યું. અસુરોને લાગ્યું, કે આ ઉદગાતા મારફત આ દેવો આપણને જીતશે, તેથી, એ આસુરી વૃત્તિઓ ઉઠી, ને પ્રાણ શક્તિને વળગી પડી. પણ એ અસુરો, એમ અડકતાની સાથે એવા તો તૂટી ફૂટી ગયા, કે લોખંડની મુસળી પથરા ઉપર પટકાય, ને જેવા એના ભૂક્કા બોલી જાય. એવી રીતે દેવોનો જય થયો, ને અસુરોનો પરાજય થયો.

એ બતાવે છે, કે શુદ્ધ પ્રાણ (એક એવી તટસ્થ “એનર્જી”) શક્તિ છે, કે જેનામાં બુરાઈનો પ્રવેશ નથી, અસુરો એના ઉપર જરાયે ફાવતા નથી, ને ને અડકતાં જ તેમનો નાશ થાય છે. જે કોઈ પ્રાણાત્માના આ સ્વભાવને જાણે, — એટલે કે પ્રાણબળનો સદઉપયોગ કરી જાણે, એના દુશ્મન એનાથી હારી જાય છે.

પછી દેવો વિચાર કરવા લાગ્યા, કે આ ઈંદ્રિય દેવોમાંનાં કોને અગ્રેસર કરવા પડે, આપણે અસૂરો ઉપર જીત મેળવી ગયા – શક્યા. એમની ખાતરી થઈ, કે એ શુદ્ધ પ્રાણ જ છે, ને પ્રત્યેક (ઈંદ્રિયશક્તિ) નો પ્રાણ જ સાર છે, ને એજ એનો આત્મા (સ્વયં અસ્તિત્વ) છે. તેથી, પ્રાણને આંગિરસ (સર્વ અંગોનો રસ) કહે છે.

પછી એ ઇંદ્રિયસ્થ દેવોએ વિચાર્યું, કે આ દેવને “દૂ પણ કહેવાય છે, કેમકે મૃત્યુ છે, ને પાપ એનાથી દૂર ભાગે છે. જે કોઈ “હું આ દેહ નહિ, પણ પ્રાણ જ છું.” (37/76) એવું હું-પણું કરે છે, તેનાથી મોત ને પાપ દૂર નાસતાં ફરે છે. એમ મહાપ્રાણમાં નિષ્ઠા રાખીને આ ઈંદ્રિયોએ મૃત્યુ અને પાપથી છૂટકારો મેળવ્યો. એ બધાંના પાપો ઉપાડીને એ મહાપ્રાણે દેહાધ્યાસી લોકોમાં ફંગોટી દીધાં. એવા દેહાધ્યાસીઓ માણસ જાતમાં ઘણાયે મળે છે, કે જે પ્રાણ તો ધારણ કરે છે, પણ એની ખૂબીઓને નથી જામતા. એ અંત્યજ કહેવાય છે, કેમ અંત એટલે સીમા. જે લોક માણસાઈમાં નહિ પણ માણસાઈને છેડે (પશુતાની નજીક) જન્મેલા હોય, તે અંત્યજ છે, એ બધા પિતૃકર્મમાં ફસાયેલા રહે છે, ને એવા અંત્યજો સાથે, પ્રાણમાં અહંતા કરનારા દ્વિજો કશો વ્યવહાર સંબંધ ન રાખે, જેમ પશુ સાથે ન રાખે, તેમ, પછી, પ્રાણે પોતાને માટે આહારનું ગાન કર્યું. તેથી, જે કંઈ છે, તે બધું જ પ્રાણનો આહાર છે, ને પ્રાણ એ સર્વ ને ખાય છે, તેથી યમરાજા એજ છે. ત્યારે ઈંદ્રિયો કહે, તમે તો બધું જ ખાઈ ગયા, હવે અમારૂં શું ? પ્રાણે કહ્યું, તમે બધાં મારામાં જામી પડો. ને મારામાં જ હું ભાવ કરો, તેથી, એ બધી એનામાં પેસી, ને બેસી ગઈ. તેથી, બધી ઈંદ્રિયોનું અસલ પોતીકું રૂપ, પ્રાણ છે, ને એ, તે બધાનો પિતા છે. તેથી, આપણે જે કંઈ ખાઈએ છીએ, તેનાથી જ્ઞાનેંદ્રિયો તથા કર્મેંદ્રિયો ધરાઈ જાય છે. જે કોઈ પોતાનો પ્રાણાત્મા જાણે છે, ને શરીર નહિ, તે બધાને ઈશ્વર બનીને બધામાં જીવે છે.

(પ્રાણરૂપે પોતે બધામાં વસતો હોય, એવો ભાવ એને થાય છે.) (હવે, બ્રાહ્મણો જમવા પહેલાં અપોષણ કરે છે, તેનો ભેદ કહે છેઃ) તેથી, એવો જાણકાર પ્રાણોપાસક ( પહેલો કોળિયો ભરતા “પ્રાણાય સ્વહા” એવો ભાવ કરે છે, તેથી) એના પહેલા કોળિયાના એવા હોમ વડે પ્રાણ ધરાય છે. તેથી આંખ ધરાય છે,તેથી આંખની શક્તિ સૂર્ય ધરાય છે, ને આખી સૃષ્ટિ સૂર્યમાં જ વસેલી હોવાથી, સર્વે સૃષ્ટિ તૃપ્ત થાય છે, બીજે કોળીયે વ્યાન તથા એની સાથે કાન, ચંદ્રમા, ને દિશાઓ ( તથા તેમાં વસનારાં સત્વો) તૃપ્ત થાય છે. (ઓમ વ્યાનાય સ્વાહા).

પછી ઓમ્ અવાનાય અવાનાય સ્વાહા એમ કરીને લેવાતે ત્રીજે કોળીયે, અવાન, તથા તેની સાથે વાણી, અગ્નિ (અને તેમાં વસનારા જીવો) તૃપ્ત થાય છે. (ઓમ્ સમાનાય સ્વાહા કરીને, સમાનને આહુતિ ભાવ કરીને) ચોથો કોળિયો ભરતાં, સમાન, મન, મેઘ, અને વીજળી (તથા તેમાં વસનારાં તત્વો) તૃપ્ત થાય છે. અને (ઓમ્ ઉદાનાય સ્વાહા, એવા આહુતિના ભાવ સાથે) પાંચમો ગ્રાસ લેવાથી ઉદાન – પ્રાણવાયુ, અંતરિક્ષ (38/76) આકાશ, તથા તેમાં વસનારાં તત્વો તૃપ્ત થાય છે.

(આ ઉપરાન્ત, ખ્રિસ્તીઓ જમવા પહેલાં “ગ્રેઈસ” બોલે છે. તેમ તેનાં કરતા અત્યંત વધારે ઉન્નતિ ભાવથી, જે અપોષણની ચાર ક્રિયાઓ જમવા પહેલાં કરવાની આપણા શાસ્ત્રમાં છે, તે પ્રાણઉપાસના અર્થાત્ દેવ-ઉપાસના રૂપી યશસ્વરૂપ છે, તેમાંથી પ્રત્યેક જાણવા યોગ્ય છે. ગીતાએ જે કહેલું છે, કે જે યજ્ઞનું શેષ જમે, તેનું ભલું થાય છે. ને જે પોતાના પેટ માટે રાંધે ને જમે, તે ચોર છે, પાપી છે, તે આ અર્થમાં છે, સર્વને સમર્પણ કરીને, પછી પોતાની કાયાને નિમિત્તે કોળિયો ભરવો, એવો ભાવ આપણે કરવાનો હોય છે. પરંતુ, ઈશ્વરની પૂજા એ પ્રાણની ઉપાસના છે, ને એ જ કર્મકાંડ છે. એ હકીકત, અપોષણ કરનારા અથવા પૂજાપાઠ વગેરે કરનારા, કે પોતાને ભક્ત માનનારા પણ, કેટલા જાણે છે?

હોમહવનનો આત્મા, આવો યજ્ઞભાવ છે. ને સંપૂર્ણ જીવન એ રાહે વીતે, એ એનો સંકેત છે.)

ટૂંકામાં, વ્યક્તિનિષ્ઠ દેવો, ને દેવલોકનાં દેવો, એક સ્વરૂપ છે. ને એમનો પરસ્પર સીધો સંબંધ તથા એકપણું છે. તેથી, સરવાળે, પ્રાણી- પશુ, દેવોને આખી સરજત, પ્રાણમય, ઈશ્વરમય, એક જ વિરાટપુરૂષનાં અંગો છે. તેથી મન તથા ઈંદ્રિયોનો જે દૂરુપયોગ કરે છે, તે સમગ્ર વિશ્વનો અપરાધી હોઈ, “દેવો” અને વિરાટાત્મા ઈશ્વર તરફથી એને યોગ્ય સજા મળ્યા વિના નથી રહેતી. એ કર્મકાંડનો ન્યાય છે. સર્વ કર્મ – અનુષ્ઠાનો ( તેમ જ આજનાં પ્રાકરનાં દુન્યવી સેવા – સત્કર્મ રૂપી યજ્ઞો) ની જડ “હું પ્રાણાત્મા છું.” એવા ભાવમાં રહેલી છે. એવી શ્રદ્ધા વગર જે કર્મકાંડ કરે , તે પિતૃલોકને પામે, દેવલોકને નહિં.

કોઈ વળી એમ કહે છે, કે એવો ભાવ, મનમાં હોય, એ પૂરતું છે. ને જીભ વડે એવું કહેવા – કરવાની કંઈ જરૂર નથી. પણ એ વાત ખોટી છે. એ ભાવ સિંહગર્જના વડે પ્રકટ થવો જોઈએ, વેદોમાં એક પ્રસંગ છે, કે મહાન ઋષિઓના એક યજ્ઞમાં બ્રહ્મદત્ત શ્યેકિતાનિય નામના મહા બ્રાહ્મણ ઉદગાતા હતા, ત્યારે, યજ્ઞનો સોમરસ પીતે એમણે સિંહસમાન ગર્જના કરીને પોતાની શ્રદ્ધા બાપોકાર જાહેર કરી હતી, કે “હું પ્રાણાયામ છું, શરીર નહિ. જો એ પ્રાણાત્મા સ્વરૂપે ઉદગાન ન કર્યું હોય, તો આ સોમરસ મને બ્રહ્મલોકમાંથી નીચે પટકી દેજો?” વેદોને કહેવાનો આશય એ છે. (39/76) કે જો કર્મકરનારનાં શ્રદ્ધા અને કર્મ દ્રઢ ન હોય, તો એ મોતનો મસાલો બની જાય છે. વેદોને નહિ જાણનારા સામાન્ય આસ્તિક લોકો માટે જરૂરી છે, કે તેઓ આવી પ્રાણનિષ્ઠાને વાણી-વડે પણ દ્રઢ કરતા રહે, કે હું દેહ નથી, માત્ર માણસ નથી, પણ પ્રાણાત્મા છું. પ્રજાપતિનું સંતાન છું.

(કર્મકાંડના પ્રકરણના અધ્યાય ૨થી ૯ સુધીના આ સારનું આપણે ટાંચણ કર્યું. તેના ઉપસંહારરૂપે, અધ્યાય ૯ ના છેલ્લા ત્રણ ફકરાનો બાબજીનાં શબ્દોમાં અનુવાદ કરીએ.)

૧૦૯ —- પરંતુ, અમે ચેતવણી આપીએ છીએ કે, કર્મકાંડ વડે ઘણી ઉન્નતિ સધાય છે. છતાં, અંતે, એ પણ નાશવંત છે. નિત્ય નથી. કેમકે, ક્રિયાવડે જે થઈ શકે, તે બધું છેવટમાં નાશવંત જ હોય છે. પુણ્યો વડે પ્રાપ્ત કરવાના લોક પણ, પુણ્ય કર્મ વડે બને છે, તેથી તે યે, અમર નથી, અમૃત નથી, (દુઃખમય છે.)

૧૧૦—- આ ઉન્નતિ નિત્ય તથા સત્ય નથી, તેથી વેદ ભગવાન, અંતમાં એની સખ્ત નિન્દા કરે છે, ને મનુષ્યને પ્રસાદ તરફ બોલાવે છે, કેમકે, કર્મકાંડમાં પાર વિનાની મહેનત-મજુરી છે, ને તેમાં જેવું કરે, તેવું પામવાનું છે.—- આ કારણે, અંતમાં, વેદ (મુમુક્ષને) કર્મમાં ઉત્તેજન નથી આપતા, બલકે એને કર્મની લપથી વારે છે, કે જેથી, જ્ઞાનમાર્ગની પ્રસન્નતામાં અધિકારપૂર્વક સામેલ થઈને, એ પરમેશ્વરના મુખ્ય પરમાનંદ રૂપ સુખમાં પ્રવેશ પામે.

૧૧૧—- આ વિદ્યાનો મોટો મહિમા એ છે કે, નિજ સ્વરૂપાનુંભવનો મુખ્ય આનંદ એના સાધકને રોકડો, અહીંનો અહીં, પ્રાપ્ત થઈ જાય, અને (કર્મકાંડવાળું) સત્યસંકલ્પપણું તથા સત્યકામપણું તો, મર્યા પછી, છાયાની જેમ, એની પાછળ ચાલ્યાં જ આવે. તેથી, અમે પણ, કર્મકાંડ સમાપ્ત કરીને , અમારા પ્રિય શિષ્યોને પ્રસાદની સ્થિતિમાં વધારવા નિમંત્રીએ છીએ…

સમાપ્ત

(40/76)

।। ૐ ।।

બીજો ઉપદેશઃ જ્ઞાનકાંડ

પહેલો અધ્યાય

(૧) પાછલા ઉપદેશમાં આપણે ઈંદ્રિયોના અસલ સ્વરૂપ વિશે સારી પેઠે લખી ચૂક્યા છીએ. એ ઈંદ્રિયોનાં ખાસ ખાસ કાર્યો પણ આપણે કરી ચૂક્યા છીએ, કે આંખ દેખે છે, કાન સાંભળે છે, જીભ ચાખે છે, મન વિચારે-સમજે છે, હાથ વડે પકડે છે, પગ ચાલે છે, વાણી બોલે છે, પ્રાણ ખેંચે છે, અપાન બહાર કાઢે છે, વ્યાન રોકે છે, સમાન પકડે છે, ને ઉદાન કંઈનું કંઈ કરી નાંખે છે.

(૨) આ ઈંદ્રિયો જ્યારે સાથે મળીને શરીરમાં કામ કરે છે, ત્યારે એને સામુદાયિક દ્રષ્ટિએ “મનુષ્ય” કહેવામાં આવે છે, ને એ (ઈંદ્રિયો) ની પ્રવૃત્તિ જ વાસ્તવમાં મનુષ્યની પ્રવૃત્તિ કહેવાય છે. બહારને  લગતું કામ કરતી એ ઈંદ્રિયો, જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો કહેવાય છે, અને જે અંદરના (મનોમય) કામો કરે છે, તે અંતઃકરણ કહેવાય છે. (અંતઃ એટલે અંદરની પ્રવૃત્તિઓ, તેનું કારણ, એટલે સાધન, એ અંતઃકરણ.)

(૩) એ ઈંદ્રિયો જ ખરૂં જોતાં, બધા કામધંધા કરે છે, તેથી ખરી કર્તાભોક્તા એજ છે. કેમકે એ તો ન્યાયની વાત છે, કે જે કરે, તે જ પામે, એ કારણે, કર્મકાંડમાં, એ (ઈંદ્રિયો) ની જ ખાસ કાળજી રખાય છે. તેથી આપણે પહેલાં ઉપદેશમાં એનું વિસ્તારે વર્ણન કર્યું છે.

(૪) એટલું સમજી લ્યો, કે જે કંઈ કામકાજ થાય છે, તે કોઈને કોઈ પ્રકાશને આશરે જ થવા પામે છે. અંધારાના આશરે નહિ. બલ્કે જ્યારે અંધારૂં થઈ જાય છે, ત્યારે બધા કામધંધા તરત બંધ કરવા પડે છે. ઈંદ્રિયોનાં બધાં કામકાજો જે જ્યોતિના પ્રકાશમાં થવા પામે છે, એ આત્મજ્યોતિ છે, એનું વર્ણન આપણે કર્મકાંડમાં નથી કર્યું, કેમકે, એ જ્યોતિ, કર્મકાંડની પ્રવૃત્તિઓથી અલગ, તથા અભોક્તા, (એ પ્રવૃત્તિઓની) સાક્ષીમાત્ર છે, કર્મકાંડ સાથે એ (આત્મજ્યોતિ) ને કશું લાગતું વળગતું નથી.

(૫) એ આત્મદેવના પરિચય ઉપર જ કૈવલ્ય (જીવતાં જીવત થતાં સંપૂર્ણ) મોક્ષનો બધો આધાર છે. તેથી, એનો ઉલ્લેખ જ્ઞાનકાંડમાં થાય છે, મતલબ, કે, જે વિદ્યાદ્વારા આ આત્મજ્યોતિનો પરિચય થવા પામે છે, એનું નામ જ્ઞાનકાંડ છે. એ જ્યોતિ જ પરમેશ્વરનો મુખ્ય આનંદ છે. એજ જ્ઞાનીજનોનું પરમ ધામ છે. એને જાણીને જ, (મુમુક્ષુ) પ્રસાદમાં પ્રવેશ પામે છે. (41/76) એની ઓળખાણ વડે, સમસ્ત ઈશ્વરીય શક્તિઓ સાધકને એમને એમ (સાવ મફતમાં) આવી મળે છે. (કે જેને માટે લોકો કર્મકાંડની આટઆટલી નાહકની મથામણને કડાકૂટ કરી મરે છે.)

(૬) આ આત્મજ્યોતિ, ખરૂં પૂછો તો, બધાંની અંદર વસે છે. પરંતુ, એ બહારનાં જાતજાતનાં અજવાળામાં છૂપાઈ રહેલી હોવાને કારણે એ સહજે દેખવામાં નથી આવતી. વળી, બહારનાં અજવાળા અનેક છે, ને તેમાં એ એકલું અંતર-અજવાળું, ગુપ્ત વાસ કરે છે. અજાણ માનવી, બહારના પ્રકાશોને જોવા સાથે એને પણ જોતો હોવા છતાં, તે એને ઓળખી શક્તો નથી. તેથી,એ મહામોટા પ્રસાદ (ઈશ્વરીય કૃપા) થી વંચિત રહી જાય છે.

(૭) બહારની જ્યોતિઓમાં, મોટામાં મોટી પ્રસિદ્ધ જ્યોતિ સૂર્ય છે. કેમકે, જ્યારે સૂરજ ઉપર આવે છે, ત્યારે મનુષ્ય (નિંદ્રાથી) ઉઠે છે, સૂર્યની હાજરીમાં માણસ પોતાનાં કામ સારી રીતે કરે છે. તેથી, સૂર્ય માણસની જ્યોતિ છે.

(૮) સૂર્ય ન હોય ત્યારે, માણસની જ્યોતિ ચંદ્ર બને છે, કેમકે, સૂર્યનાં અજવાળાની જેમ જ, માનવી એને અજવાળે કામ કરે છે. અને જ્યારે ચંદ્રમા પણ નથી હોતો ત્યારે, દીવડો એનો પ્રકાશ બની જાય છે, કેમકે, દીવાને અજવાળે પણ માણસ પોતાનું કામ એવી જ રીતે કરી શકે છે. જ્યારે દીવો પણ ન હોય, ત્યારે વાણી એનું અજવાળું બની જાય છે. કેમકે અંધારી રાતે, જ્યારે હાથ સુજણું પણ નથી હોતું, ત્યારે માણસને જ્યાં બોલાવવામાં આવે, ત્યાં એ જઈ પહોંચે છે. અથવા, જ્યાં કોઈ કૂતરૂં ભસતું કે ગધેડું ભૂંકતું હોય ત્યાં તે અવાજ ને આધારે એ પહોંચી જાય છે.

(૯) વાણી મનુષ્યનાં અજવાળા તરીકે લોકમાં જાણીતી નથી. તોયે, પ્રકાશની જે ખાસીયત છે, તે, એનામાં પણ આપણને મળી શકે છે. કેમકે, સૂર્ય, કે ચંદ્ર, કે દીવાનાં અજવાળાં નેત્રને પ્રકાશ આપીને હ્રદયમાં (સમજદારી રૂપે) વિવેક, વિચાર ઉપજાવીને, એને પોતાના જે હોય તે કામધંદામાં જોડે છે, તેવી જ રીતે, વાણી પણ, માનવીના કાનમાં પ્રકાશ આપીને, એની બુદ્ધિમાં યોગ્ય વિવેક ઉપજાવીને, એને કામકાજે લગાડે છે, તેથી , માણસનું એ પણ એક અજવાળું છે.

(૧૦) એવી અપ્રસિદ્ધ જેયોતિ માત્ર વાણી જ નથી, પણ નાકની (42/76) સૂંઘ, સ્વાદની સૂઝ ને ત્વચાનો સ્પર્શ, એ સર્વ પણ માનવીનાં અજવાળાં છે, કેમકે, એ જ્યોતિઓ પણ, નાક, જીભ અને ત્વચાનાં પ્રકાશ ઉપજાવતી, બુદ્ધિમાં વિવેકનો ઉદય કરે છે, અને માણસને કામકાજ માટે તૈયાર કરે છે. તે ઉપરથી આપણને ખબર પડે છે કે, જે કોઈ વસ્તુ, કોઈપણ રીતે, માણસના મનમાં વિવેક ઉત્પન્ન કરીને એને કામે લગાડી શકે છે, તે એનું અજવાળું બની રહે છે.

(૧૧) એટલું સમજી લ્યો, કે બ્રાહ્મ બાહ્ય સાધનો રૂપી, એટલે કે કિરણો રૂપી બાહ્ય ઈંદ્રિયો ઉપર પોતાનો પ્રકાશ પાડીને, આ બધી જ્યોતિઓ, માણસના મનને ચાલતું કરે છે. એવાં બાહ્ય સાધનોની ગેરહાજરીમાં ઈંદ્રિયો અંતઃકરણને, એટલે કે વિવેકના સાધનરૂપ મનને નથી કરી શકતી, તેથી, એ (સૂર્ય, ચંદ્ર, દીપક, વાણી, ઘ્રાણ વગેરે જ્યોતિઓ.) માત્ર બાહ્ય જ્યોતિઓ છે. પરંતુ, ચિત્તમાં સ્મૃતિ તથા વિચાર સ્ફૂરતાં, માણસનું મન પોતાની મેળે સળવળી ઉઠે છે. ત્યાં, તે એ બાહ્ય જ્યોતિઓના લીધે નહિ, પરંતુ, જે અંદરની જે આત્મજ્યોતિ છે, તેના વડે કરીને સચેતન બને છે. કેમકે આપણે જ્યારે વિચારીએ કે મારે અમુક વસ્તુનો વિચાર કરવો છે, ત્યારે, આપણા મનને પેલી આત્મજ્યોતિનો પ્રકાશ મળી શકે છે. તેના વડે વિચાર કરવાનો વિવેક એને સાંપડે છે, અને ત્યારે, એ આંતરિક પ્રવૃત્તિ કરી શકે છે.

(૧૨) એ આંતરિક ઉજાસનો ખરેખરો અનુભવ આપણને સ્વપ્નમાં થાય છે, કે જ્યારે આપણે સ્વપ્નની દુનિયામાં સહેલ કરતા હોઈએ છીએ. કેમકે, તે વખતે, નિદ્રાને લીધે, બાહ્ય ઈંદ્રિયો નિશ્ચેષ્ટ હોય છે. ત્યાં નથી સૂર્ય તપતો, નથી ચંદ્ર પ્રકાશતો, નથી તારા ચમકતા, દીવોયે ત્યાં નથી હોતો, તેમ વાણી વગેરે બાહ્ય જ્યોતિઓ પણ ત્યાં વિદ્યમાન નથી હોતી. ને તેમ છતાં, પોતાની આત્મજ્યોતિમાં આપણે એક વિચિત્ર સ્વપ્નસંસાર દેખીએ છીએ, અને બહારનાં અજવાળાં વડે કરતા હોઈએ છીએ, એવી જ પ્રવૃત્તિઓ, આપણે તેમાં પણ કરીએ છીએ.

(૧૩) આપણે એટલું નક્કી કર્યું, કે ઉપર કહેલા નિયમ મુજબ જેની હાજરીમાં મનુષ્ય પ્રવૃત્તિ કરે છે, એજ એની જ્યોતિ છે. અને સ્વપ્નાવસ્થામાં તો, મનુષ્યની પ્રવૃત્તિ પોતાના આત્મામાંજ થતી સાવ દેખીતી છે. તે ઉપરથી આપણને ખબર પડી શકે છે, કે, માણસનો આત્મા પણ એનો ઉજાસ છે, એની (43/76) જ્યોતિ છે.

(૧૪) અને એ ઉજાસ, બધી જ ઈંદ્રિયોની અંદર વસતો હોવાથી, એ અંતરજ્યોતિ કહેવાય છે. સ્વપ્નકાળે, આપણી આત્મજ્યોતિનાં અજવાળામાં, સ્વપ્ન શરીરના પગ ચાલે છે, હાથ પકડે છે, આંખો ભાળે છે, કાન સાંભળે છે. એ ઘોડા ઉપર સવાર થઈને દૂરદૂરની સફારીઓ કરે છે. દોસ્તોને મળે છે, બજાર જાય છે, વિવિધ પ્રવૃત્તિઓ કરીને એ પાછો વળે છે, ને રૂપાળી સ્ત્રીઓ સાથે ચેનચાળા પણ કરે છે, આ બધી ચેષ્ટાઓ માણસની પોતાની આંતરિક જ્યોતિમાં થાય છે.

(૧૫) જાગ્રતકાળે પણ, આપણે એજ આત્મજ્યોતિમાં વર્તતા હોઈએ છીએ, ને ચંદ્ર, સૂર્ય વગેરે તો, એ આત્મજ્યોતિમાં માત્ર ઉપલક સેવા કરે છે. કેમકે, જાગ્રતમાં જો એ (સાનભાન રૂપી) આત્મ-ઉજાસ માણસમાં ન હોય તોયે, ત્યાં એક સમાન અંધકાર જ સર્વત્ર પ્રવર્તે. તેને લીધે, મરણ પામેલા શરીરને તો, બધું અંધારૂં જ અંધારૂં હોય. તેથી સ્પષ્ટ થાય છે કે, ખરૂં જોતાં, એ જ્યોતિ જ આત્મા છે, ને બહારનાં અજવાળાં, સાચાં અજવાળાં નહિ, પણ માત્ર ઈંદ્રિયોને કામ કરતી કરવાનાં સાધન હોય છે. પરંતુ, સામાન્ય લોકો, વ્યવહારિક દ્રષ્ટિએ, સૂર્ય, ચંદ્ર વગેરેને જ પોતાની (વાસ્તવિક) જ્યોતિઓ સમજે છે.

(૧૬) જ્યારે આપણો આત્મા નેત્ર વગેરેમાં પ્રકાશ પૂરે છે. ત્યારે જ આંખો દેખે છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, જીભ ચાખે છે, ને કાયાને ઠંડી-ગરમીની ખબર પડે છે. બુદ્ધિમાન લોક, (દેહની) એવી પ્રવર્તમાન સ્થિતિને જાગ્રત અવસ્થા કહે છે. બહારના (લૌકિક) પ્રકાશો તો, એ (ઈંદ્રિયો) નાં કામોમાં સહાયક બને છે, જેવી રીતે કે, ચંદ્ર, સૂર્ય, કે દીવો, ભૌતિક અંધારાને હટાવવા રૂપે સહાયક થાય છે, કે જેથી કરીને આંખો પોતાનું કામ પૂરે પૂરૂં, ને ઠીક ઠીક કરી શકે. તે કારણથી, બધી જ બાહ્ય જ્યોતિઓ પોતપોતાની સેવા બજાવવામાં, આત્મજ્યોતિને અધીન વર્તે છે. (કેમકે બહારનું અજવાળું સરખું હોય, તો તેમાં આત્મજ્યોતિ મનુષ્યને સરખી રીતે પ્રવર્તાવી શકે.)

(૧૭) પરંતુ, પોતાનાં પ્રકાશમાં, આત્મજ્યોતિ એ (બાહ્યપ્રકાશો) ને અધીન નથી હોતી, કેમકે, સ્વપ્નમાં, સ્વપ્નદ્રષ્ટા, વગર-આંખે દેખે છે, વગર-કાને સાંભળે છે, વગર-ચરણે ચાલે છે, ને વગર-હાથે પકડે છે. બાહ્ય પ્રકાશો તો, ઈંદ્રિયોના ચાકર છે, જે ઈંદ્રિયોથી ઘણા વેગળા હોય છે, ને આત્મપ્રકાશ (44/76) સાથે એમનો કશો સંબંધ હોતો નથી. તેથી, આપણને ખબર પડે છે કે આત્મજ્યોતિ પોતાના સ્વરૂપમાં વિરાજમાન, ને સ્વતંત્ર છે, નહિ કે બહારના પ્રકાશોને વશ વર્તનારી.

(૧૮) એ બહારના અજવાળાં, ઈંદ્રિયોની ચાકરી કરે છે, એમને ઉજાસ આપે છે, ને કામે લગાડે છે. પણ એ, નથી પોતાને જાણતો, નથી ઈંદ્રિયોને જાણતાં, તેમ એમને નથી, હોવી. પોતાના દ્વારા થઈ રહેલી સેવાની પણ કશી જાણકારી. તેથી, એ (બાહ્યજ્યોતિઓ) સ્વભાવે કરીને જડ છે, પરંતુ, આત્મજ્યોતિ મનને, મનનાં વિચારો, ઈંદ્રિયોને, તેમજ સૂર્ય, ચંદ્ર, દીપક એ સર્વને, જાણે છે. તેથી એ સ્વપ્રકાશ અને જ્યોતિઓની યે જ્યોતિ છે. સંસ્કૃતમાં એને ચેતન કહે છે.

(૧૯) બહારની જ્યોતિઓને ભાગે, માત્ર ઈંદ્રિયોને કામે લગાડવાનું કામ હોય છે. દેખાવાનું નહિ. જ્યારે આત્મજ્યોતિનું કામ તો, ઈંદ્રિયોને કામે લગાડવાઉપરાંત, એને દેખવાનું પણ છે. (ચેતના વડે જ આંખો પ્રવર્તી, અને દેખી પણ શકે છે, ને બહારનાં અજવાળાં ઈંદ્રિયોને ત્યારે જ પ્રવર્તાવી શકે છે, કે જ્યારે એ ઈંદ્રિયોમાં ચેતનનો સંચાર હોય – નહિ તો બાહ્ય પ્રકાશો ઈંદ્રિયોને પ્રવર્તાવી શકે નહિ.) તે કારણે બાહ્ય પ્રકાશો અધૂરા, ખોડીલા, ને તુચ્છ છે, જ્યારે આત્મજ્યોતિ, પૂર્ણ જ્યોતિ છે. તે ઉપરાન્ત, બહારનાં અજવાલાં વડે થતી પ્રેરણા પણ, નહિ જેવી હોય છે. કેમકે, સૂર્ય, ચંદ્ર, ને દીપક તો, માત્ર આંખોને જ પ્રેરી શકે છે. કાન તથા નાક, વગેરે અન્ય ઈંદ્રિયોને નહિ, જ્યારે આત્મજ્યોતિ, આંખ, કાન, નાક, વગેરે સર્વ ઈંદ્રિયોને પ્રેરે છે. ને એ સર્વ-ને તે દેખે પણ છે. (-એ સર્વની હયાતીનું ભાન પણ, માણસને એ ચેતના વડેજ થાય, અથવા રહે છે.) તેથી, આત્મજ્યોતિ જેવી વ્યાપક (Inclusive) છે, તેવી ઈંદ્રિયો નથી.

(૨૦) આ સિવાય, બીજું પણ એક એવું કારણ છે, કે જેને લીધે આત્મજ્યોતિ, બહારનાં પ્રકાશો કરતાં વધારે ચળકતી છે. તે એ, કે બહારના પ્રકાશો, ગમે તે કારણે પણ, માણસની બાહ્ય પ્રવૃત્તિઓનું કારણ બને છે, એ ખરૂં. તેમ છતાં એ બાહ્ય પ્રકાશો, માણસની પ્રવૃત્તિ થતી હોવા બદલ (આ મારાથી થયું, એવું ) અભિમાન નથી કરતા. જ્યારે આત્મજ્યોતિ (45/76) (રૂપી સાનભાન) ને તો, માણસની પ્રવૃત્તિમાં, કોઈને કોઈ પ્રકારનું અભિમાન રહેતું જોવામાં આવે છે. (કે મેં આ કર્યું, વગેરે). કેમકે જ્યાં સુધી ઈંદ્રિયોને પોતાની ચેષ્ટામાં સ્વાભાવિક (હું પણાનું) અભિમાન ન હોય, ત્યાં સુધી એ નિરર્થક, નકામી રહે છે, (કેમકે ત્યારે એ ચેતનહીન રહે છે, ને બહારનાં ગમે તેવાં ઉગ્ર અજવાળાંને પણ એ દાદ દઈ શકતી નથી.)

(૨૧) જુઓ, જ્યારે આત્મા,મનમાં તેમજ ઈંદ્રિયોમાં (હુંપણાનું) ‘અભિમાન’ કરે છે, ત્યારે જ જાગ્રતની પ્રવૃત્તિઓ બની શકે છે. અને જ્યારે એ ઈંદ્રિયોને પડતી મૂકીને આત્મા માત્ર માણસના મનમાં જ અભિમાન સીંચે છે, ત્યારે, સ્વપ્નની પ્રવૃત્તિઓ શક્ય બને છે, ને સ્વપ્ન – સંસારના ભોગ, (સ્વપ્ન દ્રષ્ટાને) પૂરા પાડે છે. અને જ્યારે એ (આત્મજ્યોતિ – ચેતન) મનમાં પણ ભિમાન (અર્થાત્ ભાન) રાખવાનું છોડીને માત્ર પાંચ પ્રાણોને જ સભાન રાખે છે. ત્યારે માણસને નિદ્રા આવી જાય છે. ત્યારે કેવળ પાંચ પ્રાણો જ કામ કરતા રહે છે. અને જ્યારે આત્મજ્યોતિ જો પ્રાણોમાં પણ અભિમાન પૂરવાનું પડતું મુકે છે, ત્યારે શરીરનું મૃત્યુ થઈ જાય છે.

(૨૨) આવી રીતે વિચાર કરવાથી આપણને ખબર પડે છે કે, જ્યારે આત્મજ્યોતિનું અભિમાન, (ચેતના), ઈંદ્રિયોને વ્યાપે છે, ત્યારે જ  ઈંદ્રિયો કર્તા – ભોક્તા બની જાય છે. ને પોતપોતાની પ્રવૃત્તિઓ કરતી રહે છે, પરંતુ બહારના પ્રકાશો, એ ઈંદ્રિયોના સંચરણમાં, (પોતાપણાનું) અભિમાન નથી કરી શકતા. એ કારણથી પણ, એ (બહારની જ્યોતિઓ) ખોડખાંપણવાળી, ને તુચ્છ છે, જ્યારે આ, (ચેતન આત્મજ્યોતિ) પૂર્ણ જ્યોતિ છે. પેલાં જડ છે, ને આ ચેતન છે.

(૨૩) એક ચેતવણી, — રખે તમે એવું માની બેસતા, કે આપણે જે આત્મજ્યોતિના અભિમાનીની વાત કરી, તે આત્મજ્યોતિનું પોતીકું સ્વાભાવિક હોય છે. એવું નથી. એ અભિમાન તેનામાં આપણે કલ્પી લીધેલું હોય છે. કેમકે, માણસનાં જેવાં જેવાં (પાછળ કરેલાં) કર્મો પોતાનું ફળ આપવા તૈયાર થાય છે. તેવાં તેવાં એ (કર્મોને લગતાં) સ્વાભાવિક અભિમાનો, (એટલે કે અહંકારો) એ ફળભોગની ચેષ્ટામાં પ્રકટ થતાં રહે છે, એ કર્મ સમાપ્ત થતાં, આત્મજેયોતિ, સર્વ પ્રકારના અભિમાનથી મુક્ત એવા પોતાના શુદ્ધ અને પવિત્ર સ્વરૂપે વિદ્યમાન હોય છે. (દા.ત. કોઈને ચિત્રપટ જોવાનો શોખ હોય, ત્યારે ચિત્રપટ જોવાનો વિચાર કરતે તેમજ ચિત્ર જોતે પણ, એના મનને લોભ તથા પોતે ચિત્ર જોતા હોવાના અહંકાર પૂર્વકનું (46/76) સાનભાન એની નેત્ર ઈંદ્રિયોમાં ચમકી ઉઠે છે. પરંતુ, એ કામ, પત્યા પછી, એની આંખો તેમજ તેમાંથી આત્મચેતના, પોતાની શાન્ત, શુદ્ધ, પ્રકૃતિમાં પુનઃસ્થિર થઈ જાય છે.)

(૨૪) જ્યારે માનવીનું (અમુક કોઈ) કર્મ જાગ્રત અવસ્થામાં ભોગવવા યોગ્ય ફળ આપવા માટે ઉપર નીકળી આવે છે, ત્યારે એનું અભિમાન લાગતી વળગતી ઇંદ્રિયોમાં પ્રકટ થાય છે. અને એ ફળભોગ સમાપ્ત થાય, તથા સ્વાનમાં જ ભોગવવા યોગ્ય કર્મો આગળ નીકળી આવે, ત્યારે એનાં ભોગનું અભિમાન ઈંદ્રિયોમાં નહિ, પરંતુ, ફક્ત મનમાં જ ઉદય પામે છે, (અને તે ભોગો એ મનોમય ભોગવી લ્યે છે.) અને જ્યારે જાગ્રત અને સ્વપ્ન, ઉભયના ભોગ સમાપ્ત થાય, ત્યારે એ જીવાત્મા મન વડે પણ અભિમાન રાખતો નથી, કેમકે મન તેમજ ઈંદ્રિયોને સમેટી લઈને એ પોઢી જાય છે. વધારે શું લખીએ? જ્યારે ચાલુ જીંદગીનાં ચાલુ કર્મો ખતમ થઈ જાય, ત્યારે, મનુષ્ય પોતાના પાંચ પ્રાણો (-એટલે કે શ્વાસોચ્છવાસ) નું અભિમાન પણ છોડી દે છે. ને ત્યારે, એ મરણ ને શરણ થાય છે.

(૨૫) આવી રીતના અવલોકનથી તથા અનુભવથી આપણને ખબર પડે છે, કે એનું (એટલે કે આત્મચેતનાનું) અભિમાન પણ, સ્વાભાવિક નહિ, પણ એનામાં કલ્પાયેલું હોય છે. અને એ કલ્પના, માણસનાં કર્મોને લીધે, એનામાં થવા પામે છે. તે ઉપરથી એવું ફલિત થાય છે કે, જેમ સૂર્યનો પ્રકાશ યોગ્ય રીતે ઝીલવા માટે આંખો સ્વસ્થ (નીરોગી) હોવી જરૂરી છે. એવી જ રીતે, માણસના અભિમાનના આવિષ્કાર માટે માણસનાં ભોગ કર્મો હોવાં આવશ્યક છે. (કેમકે એને નિમિત્તે જ એને કર્તા ભોક્તા પણાનું અભિમાન થઈ શકે છે.)

(૨૬) એ દેખીતી હકીકત છે કે, જ્યારે નેત્રો નીરોગી હોય, ત્યારે સૂર્ય એમાં પ્રકાશ પૂરીને એને કાર્યક્ષમ બનાવે છે. એવી રીતે, જ્યારે માણસે ભોગવવાનાં કર્મો ઉદય પામે છે, ત્યારે આત્મજ્યોતિ (ની ચેતના) પણ એમાં (કર્તાપણાના) અભિમાનનો ઉજાસ ઉપજાવીને, એને કામે લગાડે છે, પરંતુ, જો સૂર્યનો પ્રકાશ આંખોને સ્પર્શવા છતાં, તેનાથી પોતે અસ્પૃષ્ટ, ને પવિત્રનો પવિત્ર રહે છે, એવી રીતે, (47/76) આત્મજ્યોતિને પણ, કોઈપણ ઈંદ્રિયોનો ચેપ લાગતો નથી, પરંતુ એ સદાકાળ પવિત્રની પવિત્ર રહે છે.

(૨૭) સંક્ષેપમાં કહેતાં, એ આત્મજ્યોતિમાં કદીક જાગ્રત, કદીક શ્વાન, ને કદીક ગાઢ નિદ્રાની સ્થિતિઓ આવે જાય છે, અને જેવાં જેવાં કર્મોનો ઉદય થાય છે, તેવી તેવી એ મનુષ્યની અવસ્થાઓ, પલટા લેતી રહે છે. અને તેથી પ્રત્યેક, હિલચાલ અને તેનાં બધાજ ફળભોગ, એ આત્મજ્યોતિમાં જ પૂરાં થાય છે.

(૨૮) એટલું જ નહિ પણ, શરીર પડ્યા પછી એ જીવની જે કંઈ પ્રવૃત્તિ થાય છે, એ પણ, એજ આત્મજ્યોતિમાં બનવા, અને પૂર્ણ થવા પામે છે. કેમકે, મરણ પછી, જીવાત્મા દેવયાન કે પિતૃયાનની સડક ઉપર વિચરે છે, કે અધોગતિ પામે છે, ત્યાં (એ બધું) કરનારો, ઉદાન પ્રાણ છે. તો પણ, જેવી રીતે કારીગર ફાનસને અજવાળે કામ કરે છે. તેવી રીતે, એ ઉદાન પણ, ત્યાં એ આંતરિક ફાનસ (આત્મજ્યોતિની ચેતના) ને સહારે જ પોતાની પ્રવૃત્તિ કરે છે.

(૨૯) દેવયાનને માર્ગે એ જીવાત્મા, કર્મકાંડમાં બતાવ્યા મુજબ, અગ્નિ, પછી અગ્નિથી ભડકો અથવા જ્વાળા, અને જ્વાળામાંથી દિનને પામે છે. અને જો પિતૃયાનને માર્ગે જવાનું હોય, તો, પહેલાં ધૂમાડો ને ધૂમાડામાંથી અંધારી રાત એ પામે છે. અને જો અધોગતિ થવાની હોય તો, પહેલાં એની ભસ્મ, પછી માટી, પછી વનસ્પતિ વગેરે બનતો બનતો, છેલ્લે એ નારીનાં ગર્ભમાં પહોંચે છે.

(૩૦) જીવની ગતિ જો દેવલોક તથા પિતૃલોકમાં હોય, તો, એ ત્યાં સોમરાજા કે દેવરૂપ બની જાય છે. અને ભૂલોકમાં માદાના ગર્ભમાંથી પશુપક્ષી કે મનુષ્યની જાતમાં, મર્ત્યલોકના ભોગો (એના કર્મો અનુસાર) એ ભોગવે છે. આ બધી હિલચાલો, લૌકિક કે પારલૌકિક, કે આધ્યાત્મિક, કે આધિભૌતિક, કે માનવીય, કે ઈશ્વરીય, — જે હોય તે, એ બધી, એ જીવાત્માનાં જેવાં કર્મો પોતાના ફળ આપવા ઉદય પામે, તેના ઉપર અવલંબે છે. ને એ બધું કરનારો, ઉદાન પ્રાણ છે, તેથી કરીને, ઈંદ્રિયોને પ્રાણ, ખરૂં પૂછો તો, કર્મોના જ બંધન હેઠળ, કર્તા કે ભોક્તાપણાનો ભાવ ધારણ (48/76) કરે છે. પરંતુ, એમના ભોગ તથા એમની પ્રવૃત્તિઓની પૂર્તિ અથવા સમાપ્તિ, એ આત્મજ્યોતિ (ની ચેતના) ને જ આશ્રયે થાય છે. તેથી આત્મ ચૈતન્ય જ સર્વ પ્રવૃત્તિઓનો આધાર, એટલે કે તેનું અધિષ્ઠાન છે.

(૩૧) એમ ઉર્ધ્વ તથા અધોગતિઓમાં, અથવા તો લૌકીક કે પારલૌકિક (-એટલે કે આ ભવની કે પરભવની) ગતિઓમાં, ઉદાન પ્રાણ જે પ્રવૃત્તિ કરે છે, તે, એ આજ આત્મજ્યોતિના અભિમાન વડે, (એટલે કે તેના વડે જ પ્રેરાઈને,) કરે છે, અને તેના જ અભિમાન જોરે, એને શ્રષ્ટા એવું નામ પ્રાપ્ત થાય છે. (કેમકે, કર્મકાંડની રીતે જોતાં, ઉદાન પ્રાણ જ જીવાત્મા માટે દેવલોકની કે પિતૃલોકની કે મર્ત્યલોકની સૃષ્ટિ પૂરી પાડે છે, ને જીવને માટે જાતજાતનાં દેહો રચે છે. પરંતુ, ખરૂં જોતાં જ્ઞાની જન જાણે છે કે, એ સૃષ્ટા તથા કર્તા જેવો દેખાતો ઉદાનપ્રાણ પણ, પોતાની એ બધી પ્રવૃત્તિ, કેવળ આત્મચૈતન્યના રૂડા પ્રતાપે જ કરી શકે છે. ને તેના વિના, એ માત્ર જડ વાયરો છે.) એજ ઉદાન પ્રાણ, દેવલોકમાં કે પિતૃલોકમાં વિવિધ ઈંદ્રિયો રૂપ થઈને, ઉર્ધ્વગતિના ભોગની પ્રાપ્તિ, અને દેવલોકને ઘટે તેવી પ્રવૃત્તિ કરે છે. અને ત્યારે, ત્યાં પણ, એજ આત્મજ્યોતિના અભિમાનને લીધે, એ ઈશ્વર કે દેવ નામ પણ પામે છે. અને એજ (ઉદાન પ્રાણ), નરલોકમાં કે પશુપંખીઓમાં, ‘જીવ’ નામ પ્રાપ્ત કરે છે. ઉર્ધ્વલોકોમાં અને પરલોકમાં, પુણ્યકર્મોના ફળરૂપે એ સ્વતંત્ર (સ્વાધીન) થાય છે, અને અહીં (મર્ત્યલોકમાં), પાપકર્મોને કારણે એ પરતંત્ર બની જાય છે. (-એવી એવી દેખાતી સ્વાધીનતા કે પરાધીનતા, કેવળ એના પાપ-પુણ્યોનાં ફળને કારણે એને પ્રાપ્ત થતી હોવાનું કર્મકાંડ કલ્પે છે.)

(૩૨) એવી જ રીતે, શું લૌકિક કે શું પારલૌકિક (-એટલે કે આ ભવનું કે પરભવનું) સંસારચક્ર, અનાદિકાળથી, આ આત્મજ્યોતિમાંજ ચાલતું રહ્યું છે, અને પોતે પોતાનાં કર્મો અનુસાર, પ્રાણ, અથવા ઈંદ્રિયો અને પ્રાણ, કદીક પારલૌકિક, તો કદીક લૌકિક ચક્રમાં (-એટલે કે, ઉર્ધ્વ કે અધોગતિઓમાં,) ફેરા ફરે છે. અને એજ જ્યોતિ, સર્વ પ્રવૃત્તિઓનું અધિષ્ઠાન છે, ને (તે સાથે, એ) તે સર્વથી પૃથક, તથા અકર્તા તેમજ અભોક્તા છે. કેમકે, કરવું અને પામવું, એ ખરૂં જોતાં પ્રાણનું અને ઈંદ્રિયોનું કામ છે, આત્મજ્યોતિનું (49/76) નહિ. તેથી, એ અસંગાત્મા છે.

।। ૐ  ।।

બીજો અધ્યાય

(૧) આ  વિવેચનથી એ હકીકત પુરવાર થાય છે કે, (બધી) પ્રવૃત્તિ આત્મજ્યોતિને આશ્રયે – આધારે થતી હોવા છતાં, એ પોતે, (એમાંના કશાની) કર્તા નથી, એટલું જ નહિ પણ, એને એ પ્રવૃત્તિ સાથે, ઉજાસ (આપવા) ઉપરાન્ત, કશો પણ સંબંધ નથી હોતો. જુઓ કે, આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ, (કેમકે, એનાં પ્રકાશમાં જ આપણે બજાર જઈએ, ને કામકાજ પતાવીને પાછા પણ આવીએ છીએ.) એ પ્રવૃત્તિઓ કરવી, ને એનાં જે લાભ કે હાની હોય, તે ઉઠાવવાં, એ મનુષ્યનો સ્વભાવ છે, એનો પ્રકાશ આપનારા ચંદ્રનો કે સૂર્યનો, કે બીજાનો નહિ.

(૨) પાછલા અધ્યાયમાં આત્મા ‘જ્યોતિઓનો જ્યોતિ’ હોવાનું આપણે સિદ્ધ કર્યું છે. અને તે સાથે એ પણ સિદ્ધ કર્યું છે કે, બાહ્ય કે આંતરિક, લૌકિક કે પારલૌકિક, માનુષી કે ઈશ્વરીય, બધીજ પ્રવૃત્તિઓ, આ આત્મજ્યોતિમાંજ સિદ્ધ થઈ શકે છે. તથા કર્તા ભોક્તા તો, પ્રવૃત્તિના યંત્ર અથવા સાધનરૂપ ઈંદ્રિયો અને પ્રાણજ છે. તેથી, કરવું, અને કર્યાનું પરિણામ પામવું, એ તેમનો ધર્મ છે, આત્મજ્યોતિનો નહિ. એટલું જ નહિ પણ, એ આત્મજ્યોતિ તો, અકર્તા, અભોક્તા, નિત્ય મુક્ત, અસંગાત્મા છે.

(૩) આ વાતની સ્પષ્ટતા કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, ને પછી, તે વાતને એ દ્રષ્ટાન્ત સાથે ઘટાવીયે, કે જેથી, સંસ્કૃત નહિ જાણનારાઓ માટે, સૂક્ષ્મ વિચાર કરવામાં સરળતા થાય. એક કલ્પના કરો, કે કોઈ એક રાજદરબારમાં રાતને સમયે નાચમુજરા અને ખેલતમાશા ચાલે છે.

(૪) ત્યાં એક વિશાળ રાજમહેલ છે, તેમાં આ ખેલતમાશા ચાલે છે. એ ખંડમાં એક ખૂણામાં એક દીપક ગોઠવેલો છે. એમાં બત્તી પ્રજ્વળે છે. એક સિંહાસન ઉપર મહારાજા વિરાજે છે, અને એના દરબારીઓ યથાસ્થાન પોતપોતાને આસને  (50/76) બેઠા છે. એમની સામે એક કંચની અભિનય કરે છે, ને નાચે છે. ગવૈયા તથા સાજીંદાઓ, એને પોતાના તાલ ઉપર નચાવે છે, અને કંચની પણ, જે તાલે તેઓ નચાવે, તે તાલે નાચે છે.

(૫) આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે, કે ગાનારા-બજાવનારા જેમ નચાવે, તેમ કંચની નાચે છે, એ જ્યારે તાલમાં નિયમ અનુસાર નાચે છે, ત્યારે રાજા તેમજ દરબારીઓ પ્રસન્ન થાય છે. ત્યારે પણ એ બેસુર કે બેતાલ થઈ જાય છે, ત્યારે બધા ખિન્ન થઈ જાય છે, અને સર્વ સમય, એ કંચની, એ ગાયકો, એ રાજા, એ દરબારીઓ, અને એ દીવાનખાનું – એ સર્વને, પેલો દીપક પ્રકાશ્યા કરે છે, અને બધો ખેલ તમાશો, કેવળ એને આશરે ચાલે છે. (કેમકે, જો એ બત્તી ગુલ થઈ જાય, તો ખેલ પણ ખતમ થઈ જાય,) તો પણ, એ દીપક પોતે, નથી કોઈ નાચ ગુજરા કરતો તેમ એ તમાશા અંગે, નથી કરતો લગીરે હરખ, તેમ નથી નારાજ.

(૬) અને જ્યારે એ નાચનારી અને સભાસદો વિસામો ખાવા બેસે છે, ત્યારે, એ દીપક જેવી રીતે ચાલુ તમાશાને અજવાળતો હતો તેવી જ તટસ્થ, અદાથી, એમના વિશ્રામને પણ એ અજવાળે છે, અને જ્યારે એ બધા અદાકારો (તમાશો કરનારા) અને શ્રોતાઓ ચાલ્યા જાય છે, ત્યારે, એ દીપક (તેવી જ તટસ્થ અદાથી) એ ખાલી ખંડને, તેમજ પેલા બધાની ગેરહાજરીને પણ પ્રકટ કરતો, પ્રકાશ્યા કરે છે. તમાશો તથા તેના પ્રેક્ષકો ત્યાં ન હોવાથી એને કંઈ ખેદ થતો નથી. બલકે, એ સર્વ (ઘટનાઓ) પરત્વે, તે અસંગ રહે છે.

(૭) એવી રીતે, આ ઉદાહરણમાં પણ, આ કાયારૂપી રાજમહેલ છે, કે જેમાં કામકાજ કરનારી ઈંદ્રિયો (દાસીઓ) વસી રહી છે. એના સભાઘરમાં, અહંકાર રાજા ને સ્થાને છે. અને અંદરની ઈંદ્રિયોને અર્થાત્ અંતઃકરણને, એના દરબારીઓ જાણો, બુદ્ધિ ત્યાં નાચનારી અદાકાર (એક્ટ્રેસ) છે. ને બાહ્ય ઈંદ્રિયોને આપણે ગવૈયા-બજવૈયા ગણીએ, બહારની જ્યોતિઓ એમનાં સાજ છે, ને આત્મજ્યોતિ પેલા દીપક રૂપ છે, કે જે, મનરૂપી ઝમ્મરમાં ઝગમગાટ પ્રકાશે છે.

(૮) બાહ્ય ઈંદ્રિયોરૂપી ગવૈયા, બાહ્ય જ્યોતિઓ સાથે તાલસુરનો જેવો મેળ સાધ્યા કરે છે. તેમ બુદ્ધિ નાચે છે, કેમકે, જ્ઞાનેન્દ્રિયો જેવી રીતે ગાય બજાવે છે, તેને અનુસરીને (51/76) બુદ્ધિને (કેવી રીતે નાચવું તેની ગતાગમરૂપી) વિવેક સાંપડે છે, ને એ ચેષ્ટાની પ્રવૃત્તિ કરે છે. જો એનું કામ સારૂં હોય, તો, સભાસદો સહિત અહંકાર આનંદ પામે છે, ને તે જો ભૂલ કરે તો એ બધા નારાજ, ને દુઃખી થાય છે.

(૯) આ બધા ખેલતમાશા, પેલી આત્મજ્યોતિ (ચેતના) માં થાય છે. એ (ચેતના) જેયોતિ જો (ચાલુ) ન હોય, તો, જ્ઞાનેન્દ્રિયો એ બુદ્ધિ, એ કર્મેન્દ્રિયો, એ અહંકાર, બધું વ્યાર્થ થઈ જાય, તેથી, આપણને સમજાય છે કે, એના જ પ્રકાશમાં, ને એનેજ આશ્રયે, એ બધાં પોતાનાં ખેલ તમાશા કરે છે.

(૧૦) આત્મજ્યોતિ જ્ઞાનેન્દ્રિયોને પ્રકાશિત કરે છે, ને ઈંદ્રિયોના હલનચલનને પણ પ્રગટ કરે છે, વળી, સાજરૂપી બાહ્ય પ્રકાશોને એ પ્રકાશિત કરે છે, એવી રીતે, તે બુદ્ધિને પણ પ્રકાશિત – (એટલે કે ચેતનવંતી) કરે છે. અને બુદ્ધિ જેવા જેવા વિચાર કરે છે, ને જેવું જેવું સમજે છે, તેને પણ એ પ્રકાશિત કરે છે.

(૧૧) અને વળી, બુદ્ધિની પ્રવૃત્તિથી અહંકાર હર્ષ કે શોક પામે છે, તેને પણ, અને સાથે સાથે હર્ષશોક કરતા અહંકારને પણ એ પ્રકાશ આપે છે, (એટલે કે પ્રવર્તાવે છે.) (તેમ છતાં) એને નથી ઈંદ્રિયોના સુરતાલ સાથે, કે બુદ્ધિની ચિંતા-ફિકર સાથે કશી નિસબત, તેમ નથી, અહંકારને થતા હર્ષશોક સાથે એને કશી લેવાદેવા. બલકે, એ સર્વની ચેષ્ટાઓથી, તથા એ સર્વનાં સ્વરૂપોથી અલગ, અસંગ, એવી એ, જ્યોતિઓની-યે જ્યોતિ છે. (- કે જેને લીધે બાહ્ય પ્રકાશો પણ પ્રકાશમાન થઈ શકે છે.)

(૧૨) જાગૃતિમાં, જ્યારે આ બધું નટમંડળ જાગૃતિના અભિનય કરે છે ત્યારે, આત્મજ્યોતિ જાગૃત અવસ્થાને, તેમજ એ (નટસમુદાય) ની જાગૃતિની પ્રવૃત્તિઓને પ્રકાશિત કરે છે, એ બધું ટોળું જ્યારે સ્વપ્નમાં જાય છે, ત્યારે, તે સ્વપ્નના ખેલ કરે છે, ત્યારે તે એ સ્વપ્નને, તેમજ સ્વપ્નાવસ્થાની ચેષ્ટાઓને પણ પ્રકાશિત કરે છે, જેવી રીતે જાગૃતિમાં કરે છે, તે જ રીતે. અને જ્યારે એ બધું સુષુપ્તિમાં વિલીન થઈ જાય છે, ત્યારે, એ જેયોતિ, એ ખાલી મહેલને, તેમજ એ બધાના ત્યાં હોવાને પણ પ્રકાશિત કરે છે. (52/76)

(૧૩) નથી એને જાગૃતિ કે સ્વપ્નાના તમાશાની કશી પર્વા, તેમ નથી એને સુષુપ્તિની બેખબરી, તથા શૂન્યતા-સાથે યે, કશી નિસ્બત. બલકે, જેવું હોય તેવું એ બતાવે છે. તેથી, આત્મજ્યોતિ નથી કર્તા, નથી ભોક્તા, પણ અકર્તા છે. અભોક્તા છે, પ્રકાશોનોયે પ્રકાશ, અને અસંગાત્મા છે.

(૧૪) આ ઉદાહરણથી પણ આગળ વધીને એની શ્રેષ્ઠતા એ છે કે, ઉદાહરણ અનુસાર દીપકનું અજવાળું માત્ર ભૌતિક, દુન્યવી પ્રકાશ આપે છે, ને એ પોતે એ નાટારંગને દેખતો નથી. પરંતુ આ આત્મજ્યોતિ તો, એ બધાને દેખે છે, તેમ એની સાક્ષી પણ બને છે, કેમકે, એ (જડ નહિ, પણ) ચેતન છે. અને એ જાણીતી હકીકત છે કે, જો કોઈ, કોઈ પણ ઘટનાનો સાક્ષી હોય, તે, તે ઘટનાનો કર્તા નહિ, પરંતુ (તેનાથી નિરાળો એવો) તે ઘટનાનો માત્ર સાક્ષી હોય છે. કોઈ અદાલતે, કોઈ સાક્ષી ઉપર, કદીયે આરોપ મુકવાનું કે એને સજા ફરમાવવાનું યોગ્ય માન્યું નથી.

(૧૫) એમ એ જ્યોતિ, માત્ર સાક્ષી છે. એ નથી વાદી કે નથી પ્રતિવાદી. તો પછી, એ ગુનેગાર પણ ન હોઈ શકે, તેથી, એ કોઈપણ લૌકિક કે પારલૌકિક કર્મોથી બંધાયેલી નહિ, પરંતુ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એવા જોનારા (તટસ્થ) ગવાહને સાક્ષી કહેવમાં આવે છે. એ કારણે, વેદાન્તના ગ્રન્થોમાં આત્માના “સાક્ષી” સંજ્ઞાથી ઉલ્લેખો કરાયા છે.

(૧૬) ભારતમાં એવી પ્રથા છે કે શોકને પ્રસંગે બૈરાં હાયપીટ કરે છે, ને મુક હલકાં વર્ણની સ્ત્રીઓ, એ હાયપીટથી લગ રહીને એમને રાજીયા લેવરાવે છે. ને બધાં કૂટવાં આવેલાં બૈરાં એના રાજીયાને રાહે પદ્ધતિપુરઃસર કૂટે છે, એવી રીતે, બધી ઈંદ્રિયો, આ સાક્ષી આત્માની પ્રેરણામાં વર્તે છે. પરંતુ એ સાક્ષી પોતે, રાજીયા લેવરાવનારી બાઈની જેમ, એ સર્વની રાજીયાની ચેષ્ટાથી અલગ રહે છે. પોતે હાયપીટ નથી કરતો.

(૧૭) જ્યાં સુધી મનુષ્ય પોતાના શરીરમાં કે ઈંદ્રિયોમાં હું પણાની નિત્યભ્રાંતિ રાખે છે, ત્યાં સુધી એ કર્મોથી બંધાયેલો, ને કર્તાભોક્તા બની રહે છે. પરંતુ જ્યારે એને પેલા સાક્ષીનું જ્ઞાન થાય છે, ને એને જ પોતાને હું જાણે છે. ત્યારે એ પૂર્ણ થઈને, પ્રેક્ષક બની રહે છે, ને પ્રત્યક્ષ મોક્ષ પ્રાપ્ત કરે છે. (53/76)

(૧૮) કાર્યો કરનારી ઈંદ્રિયો તો, પોતે જ તમાશા રૂપ છે. કેમકે એમનાં જે કામ આપણે પાછળ વર્ણવી ગયા, એ બધાં એ કરે છે. પરંતુ એમાં જ મનુષ્ય હું-ભાવ રાખે છે. (- કરેલું ઈંદ્રિયે, છતાં “મેં” કર્યું, હું કરૂં છું” એવો અહંકાર કરે છે.) એ પોતે પણ, એક તમાશો જ બની જાય છે, પરંતુ જે (મુમુક્ષ) પોતાના આત્માને તે (ઈંદ્રિય ટોળાં) થી અલગ જાણે છે, એ પોતે તમાશાનું અંગ ન બની જતાં, તમાશાનો જોનારો જ, પોતાના અંગો તથા ઈંદ્રિયોની પ્રવૃત્તિઓ પરત્વે સાક્ષી જ થઈ રહે છે, તેથી, એ પોતાનાં કર્મોનો ‘બદલો’ પણ નથી મેળવતો, કેમકે કાર્યનો સાક્ષી અથવા ગવાહ, પોતે કાર્યનો કરનારો નથી હોતો. પરંતુ કાર્યનું પરિણામ તો, જે કાર્ય કરે છે તે પામે છે.

(૧૯) તેથી હે ભાઈઓ, તમે સાક્ષી બનો, કર્તા નહિ. અને ઈંદ્રિયો અને પ્રાણ જે કંઈ કરતો હોય, તેને માત્ર નીરખતા રહેવું, એ દેખતા રહેવું, એ વાસ્તવિક આત્મજ્ઞાન છે, અને એવા આત્મજ્ઞાનને રૂડે પ્રતાપે, એવા મુમુક્ષુને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને જે જોવાવાળો છે, તે જ સત્ય છે, ને જે જોવાય છે, તે મિથ્યા નાશવંત છે.

।। ૐ ।।

બીજો ઉપદેશઃ જ્ઞાનકાંડઃ ત્રીજો અધ્યાય

(૧) આત્મજેયોતિ જો કે છે તો અસંગ ને પવિત્ર, અને (કર્મો) કરનારી ઈંદ્રિયોથી અલગ. તો પણ, જેવી રીતે દીવાનું અજવાળું અભિનય (-ખેલતમાશા-) ને પ્રકટ કરે છે, ને તેમ કરવામાં, એ પ્રત્યેકના આકાર ઉપર પડીને તેને આકારે તદ્રૂપ જેવું ભાસે છે, તેવી રીતે આત્મજ્યોતિ પણ પ્રત્યેક કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંગ તથા પ્રાણમાં પ્રકાશ પૂરતી, તે પ્રત્યેકની અકૃતિમાં એની સાથે તદ્રૂપ થયેલી જેવી ગણાય છે.

(૨) આ આત્મજ્યોતિને પોતાનો તો, કોઈ પોતાનાં આગવાં રૂપરંગ છે જ નહિ, ને એ નિર્વિકાર અને નિરવયવ, એટલે કે “કેમ” “ક્યારે” વગેરે કારણોથી પર છે, તો પણ, જેના જેના ઉપર એ પ્રકાશ પાથરે છે, તેનું તેનું રૂપ એ પોતે ધારણ કરતી જેવી પ્રતિત થાય છે. તેથી તેનું રૂપ એ પોતે ધારણ કરતી જેવી પ્રતિત થાય છે, તેથી, સામાન્ય કક્ષાના લોકોની બુદ્ધિમાં એનો વિવેક, એટલે કે ખરો પરિચય, બેસતો નથી, એ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંગો ને પ્રાણ, એ સર્વને જાણી શકે છે, પણ એને આત્મજ્યોતિની પ્રતીતિ, તરત થતી નથી.

(૩) એ આત્મજ્યોતિની (ઈંદ્રિયો વગેરે સાથેની) મિલાવટ કેવી થાય છે? જેવી રીતે સ્વચ્છ દૂધમાં લાલ (માણેક) નાંખવામાં આવે, ત્યારે, દૂધ પણ લાલ દેખાય છે, તેવી રીતે, આત્મજેયોતિ વડે પ્રકાશમાન થયેલાં ઈંદ્રિયો અને અંગો, પોતે જીવતાં અને ચેતન જેવાં જણાય છે, જેવી રીતે પોતાના સાચા રૂપે, દૂધ શ્વેત છે, ને લાલની રતાશ એનામાં પેસતી નથી, તેવી રીતે, સર્વ જ્ઞાનેંદ્રિયો, કર્મેંદ્રિયો ને અંગો, પોતે થઈને અંધકારમય અર્થાત્ જડ હોય છે, નહિ કે પ્રકાશવાન કે ચેતન પરંતુ જ્યોતિને પ્રકાશે એ સર્વ પ્રકાશમય ભાસે છે. તેથી, એ જ્યોતિનું જ્ઞાન આપણને એ (ઈંદ્રિયો વગેરે.) ને રૂપે જ થઈ જાય છે.

(૪) પ્રવૃત્તિ કરનારી ઈંદ્રિયો સૂક્ષ્મ હોવા છતાં, દર્પણની જેમ, (સ્વરૂપે) નિર્મળ પણ હોય છે, તેથી એમનામાં પેલી જ્યોતિ પ્રતિબિંબની જેમ ભાસે છે, એનું પહેલું કિરણ, મન અર્થાત્ અંતઃકરણમાં પડે છે, પછી. મનનું જ્યારે વૃત્તિ (55/76) (Mode અથવા Mood) માં રૂપાન્તર થાય છે, (-એટલે કે મનમાં કોઈ વૃત્તિ જાગે છે-) ત્યારે, એ વૃત્તિ મસ્તકમાં સંઘરે છે, ને ત્યારે, ચેતનાનું બીજું કિરણ મસ્તકમાં (-એટલે કે બુદ્ધિમાં-) પડે છે. પછી મસ્તકથી એજ વૃત્તિ, જ્ઞાનતંતુઓ દ્વારા, આંખ, નાક, મોં વગેરે માં ઉતરે છે, ત્યારે ત્રીજું કિરણ ત્યાં પહોંચે છે, પછી, આંખ, કાન વગેરેમાંથી બહાર નીકળતી એ વૃત્તિ જેને જેને સ્પર્શે છે, તેના તેના આકારે આકાર થઈને, તેને વસ્તુને એ જ્યોતિ પ્રકાશિત કરે છે, એ રીતે મનુષ્ય દેખે, સાંભળે છે, ને પ્રવૃત્તિઓ કરે છે.

(૫) આ હકીકતને દ્રષ્ટાંત વડે સમજીએ, શરીર એક મહેલ છે, અંતઃકરણ તેમાં એક તાકું છે. મન એમાં એક ફાનસની જેમ મુક્યું છે. જેમાં આ જ્યોતિ, દીપકની જેમ, પ્રકાશ આપી રહી છે. મસ્તક એક છત સમાન છે, જેમાં પાંચ છીદ્રો છે. ને તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયોરૂપી અરીસા લગાડેલા છે.

(૬) મન (એટલે કે અંતઃકરણ) નો આપનો, એ એક એવું પલટા મારતું ચપળ શરીર છે, કે જે બધો વખત (નાનાવિધ) વૃત્તિઓનાં રૂપમાં તરંગિત થતું રહે છે. (-જેમ તળાવનું પાણી હવાને ધક્કે પ્રતિપષ્ટ તરંગો રૂપ બનતું, શમતું, આકારો બદલતું રહે છે તેમ). અને વળી, જેમ સૂર્યમાંથી કિરણો ઉપજે છે. તેમ, મન અર્થાત્ અંતઃકરણમાંથી પણ, રીતસર કિરણો પ્રકટે છે, ને પ્રકટી – પ્રકટીને મસ્તક (બુદ્ધિ) માં જાય છે. અને આત્માનો પ્રકાશ, જેમ મનમાં પડે છે, તેમ, ત્યાંયે, એનામાં ભરાય છે. એ કિરણોને આપણે (ચિત્તની) વૃત્તિઓ કહીએ છીએ, એને ફારસીમાં ‘ખયાલ’ કહે છે.

(૭) એ મનોવૃત્તિઓ મસ્તકમાં જાય છે, ત્યારે, મસ્તકમાં પ્રસરી રહેલી પેલી આત્મજ્યોતિ (ચેતના) વડે, જેવી રીતે એક દીવાને આપણે જ્યાં જ્યાં લઈ જઈએ ત્યાં ત્યાં એ અજવાળું આપે છે, તેવી રીતે, એ (ચેતનવંતી વૃત્તિઓ) મસ્તકમાં (જાણવારૂપી) અજવાળું પાડતી રહે છે. પછી, મસ્તકમાંથી જ્ઞાનતંતુ (રૂપી નાડીઓ) દ્વારા, એ (વૃત્તિ) નો ફેલાવો આખા શરીરમાં થઈ જાય છે, ને સંપૂર્ણ શરીરને એ પ્રકાશિત (એટલે કે સ-ભાન) કરે છે, પછી જ્યારે મસ્તક અમુક તરંગો પેલાં પાંચ છિદ્રોમાં પ્રવેશ કરે છે, કે જ્યાં જ્ઞાનેંદ્રિયોના અરીસા રહેલાં છે, ત્યારે, એ જ્ઞાનેંદ્રિયોમાં પણ એનો પ્રકાશ (56/76) પડે છે. (-એ પણ ચેતનવંતી થાય છે.-) એ સ્થિતિને સામાન્ય રીતે જાગૃત (અવસ્થા) કહેવામાં આવે છે.

(૮) પછી, એ વૃત્તિઓ જેમ જેમ જ્ઞાનેન્દ્રિયોમાંથી નીસરતે, વસ્તુઓ ઉપર પડતી, એને સ્પર્શતી, એને આકારે આકાર થઈ જાય છે, તેમ તેમ, એ પદાર્થો પણ જ્યોતિથી પ્રકાશિત થઈને, ઉજાસ પામતા (એટલે કે, જાણવાને પાત્ર સચેત) થતા દેખાય છે, એવી રીતે, એ (અલબેલી વિચિત્ર) જ્યોતિ, મનમાં પણ પ્રકાશ પાડતી રહેલી હોય છે. (-એના ઉજાસ વડે જ મનની અંદર થતા તથા ચાલતા વિચારો પણ આપણને અંદરને અંદર ભાસમાન થાય છે.) અને તે કારણે, એને આંતરિક જેયોતિ કહેવામાં આવે છે. અને વળી, એ જ્યોતિ વારે વારે ઉપર કહેલા ક્રમે (જ્ઞાનેન્દ્રિયોના છીદ્રો દ્વારા નીસરતી) સંપૂર્ણ દુનિયાને પ્રકાશિત (એટલે કે ભાસમાન-) કરે છે. (-એટલે કે, જગતના સર્વ પદાર્થોનું આપણને તે ચેતના વડે જ ભાન થવા પામે છે.) અને બધી જ પ્રવૃત્તિઓનું એ કારણ બને છે. (-તેના વિના કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી.)

(૯) એ જ્યોતિનું પહેલું દર્શન (-પ્રતિબિંબ) મનમાં એટલે કે વૃત્તિમાં પડે છે, તે કારણે, એના અનુભવ માટે, મન અથવા તો વૃત્તિનું નિર્માણ થયેલું છે. (-સર્વ અનુભવો, લૌકિક કે આદ્યાત્મિક, પદાર્થોના કે પરમાનન્દના, મન દ્વારા જ થઈ શકે છે.) કેમકે, જેવી રીતે રાહુનાં દર્શન ચંદ્ર કે સૂર્ય (સાથેના તેના સંપર્ક) માં જ થઈ શકે છે, તેવી રીતે, એ (આત્મજ્યોતિ) નાં દર્શન મન અથવા વૃત્તિમાં થાય છે. પરંતુ આપણે લખી ચૂક્યા છીએ કે, એ જ્યોતિને પોતાનું કોઈ આગવું રૂપ નથી હોતું, બલકે જેના ઉપર એ પોતાનો પ્રકાશ પાડે છે, તેના રૂપેરૂપ એ ભાસે છે, વૃત્તિમાં એ વૃત્તિરૂપે, મસ્તકમાં મસ્તક રૂપે, જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનેન્દ્રિયના રૂપમાં, ને જણાતા પદાર્થોમાં તે જણાતા પદાર્થો રૂપે એ દેખા દે છે.

(૧૦) આવી તપાસણી વડે આપણને ખબર પડવા પામે છે કે (ચિત્તની) વૃત્તિ જેનો જેનો આકાર પકડે છે, તે તે આકારમાં આત્મજ્યોતિ પ્રકટ થાય છે. જેવી રીતે બહારનો પ્રકાશ જેના ઉપર પડે છે, તે તે રૂપે એ પ્રકાશ આપણને દેખાય છે. જેવી રીતે રાતાનો પ્રકાશ કરતે એ (57/76) રાતી તથા કાળાને પ્રકાશિત કરતે એ કાળી દેખાય છે, તેવી જ રીતે, એ આંતરિક જ્યોતિ પણ, વૃત્તિમાં વૃત્તિરૂપે જ દેખા દે છે.

(૧૧) પરંતુ, જેવી રીતે બહારનો પ્રકાશ લાલમાં લાલ, ને કાળામાં કાળા જેવો દેખાય છે, તો પણ, એ પોતે નથી લાલ થઈ જતો, તેમ નથી કાળો થઈ જતો, પરંતુ લાલ તથા કાળાથી અલગ, રંગ વગરનો જ રહે, તેવીજ રીતે આત્મજ્યોતિ પણ, વૃત્તિમાં વૃત્તિ, ને જ્ઞાનેંદ્રિયોમાં જ્ઞાનેંદ્રિયો રૂપ થઈ જતી હોવા છતાં, એ નથી વૃત્તિ, તેમ નથી જ્ઞાનેંદ્રિય. એ તો , એ સર્વથી અલગ, (-સ્વ-સ્વરૂપમાં) કેવળ જ્યોતિ અથવા પ્રકાશ જ છે.

(૧૨) બુદ્ધિમાન મનુષ્યને ખબર હોય છે જ કે, પ્રકાશ આપનારી વસ્તુ, જેને એ પ્રકાશિત કરે છે તે વસ્તુથી જુદી જ હોઈ શકે. આત્મા તો, પ્રકાશિત કરનારો છે. અને વૃત્તિ તથા જ્ઞાનેંદ્રિયો (તેના વડે) પ્રકાશિત થાય છે. તેથી કરીને, દીલ, વૃત્તિ, જ્ઞાનેંદ્રિય, કર્મેંદ્રિય, શરીર- એ સર્વથી, આત્મા અલગ, (છતાં) સર્વમાં સ્વરૂપ છે.

(૧૩) (એવી રીતે) એ બધામાં બધું જ છે, તેથી પદાર્થોથી અલગ કરીને કોઈ પણ રૂપે, રંગે કે આકારે એ જોઈ શકાતો નથી. કેમકે પોતાનાં સ્વરૂપમાં, એ નિર્વિકાર (-એટલે કે કશા પણ ફેરફાર વગરનો) અને નિરવયવ, અર્થાત્, તર્ક – વિતર્કથી તેમ પ્રમાણ, પ્રમોટાથી પર, માત્ર જ્યોતિ જ જ્યોતિ છે, (એટલે કે, એ કશાથી પુરવાર થઈ શકે એવી વસ્તુ નથી, પણ જેવી છે તેવી, આપમેળે છે. જ.) જેવી રીતે બહારનો પ્રકાશ પણ લાલમાં લાલ, કાળામાં કાળો, ને પીળામાં પીળો ભાસે છે, પરંતુ ખરૂં જોતાં, એ નથી લાલ, નથી કાળો, તેમ નથી પીળો. એવી જ રીતે, આત્મા પણ, બધામાં બધું જ હોવા ભાસે છે, પરંતુ ખરૂં જોતાં (એ કશામાં કશું નથી, પરંતુ) એક અલગ, આંતરિક જ્યોતિ જ હોવાનો આપણને અનુભવ થાય છે. (કે જે જ્યોતિ વડે અન્ય સર્વ આપણને જણાવા પામે છે.)

(૧૪) એ (આત્મા) ના અનુભવ માટે જિજ્ઞાસુ સર્વ પ્રથમ જ્ઞાનેન્દ્રિયોને નિષ્ક્રિય કરીને, (-આંખ, કાન, નાક, જીભ અને ત્વચાને દેખતાં, સાંભળતાં, સૂંઘતાં, સ્વાદ કરતાં, અને સ્પર્શનો અનુભવ કરતાં બંધ કરીને-) (58/76) પોતાની અંદરની વૃત્તિઓને ધ્યાન પૂર્વક તપાસે, એમ કરતે, જાત જાતનાં તરંગો, વિચારો અથવા ખ્યાલો, ઉત્પન્ન થઈ થઈને, ખસી જતાં રહેશે, એ તરંગોના એવા ઉદય તથા અસ્તને, તથા એની ચાલતી ધારાને જે દેખે તથા દેખાડે છે, (-એટલે કે જે એનું જ્ઞાનભાન આપણને કરાવે છે.-) એજ છે, એ આત્મજ્યોતિ.

(૧૫) આ દર્શનમાં તો, વૃત્તિઓ (એટલે કે મનનાં તરંગો) અરીસા જેવા બની જાય છે. જેમ કોઈ જોનારની સામે એક અરીસો ધરવામાં તથા ખસેડી લેવામાં આવે, પછી બીજો રખાય અને ખસેડી લેવાય, પછી ત્રીજો ધરાય ને હટાવી લેવાય, એમ કર્યા કરાય, તો એ બધામાં પોતાનો ચહેરો દેખે છે. તેવી જ રીતે, સમાધિનો જીજ્ઞાસુ, પોતાનાં મનનાં સંકલ્પો તથા તરંગોમાં, એ આત્મજ્યોતિનો અનુભવ સળંગ રીતે કરી શકે છે. (બધી વૃત્તિઓમાં એ પોતાના આત્માને જ દેખે છે, ને તે સર્વને પોતાના આત્મસ્વરૂપે જાણી શકે છે).

(૧૬) જુઓ કે, આ ઉદાહરણમાં, એક અરીસો સામે આવ્યો, તેજ ક્ષણે તેમાં આપણને પોતાનો ચહેરો દેખાય છે. જ્યારે એ અરીસો ખસેડી લેવાય ને બીજો સામે ધરાય તો એ જ (ચહેરો) એ બીજા આયનામાં પણ દેખાય, ને ત્રીજાનું પણ એવું જ થાય. એવી રીતે, પ્રત્યેક મનતરંગમાં, તેને જોનારાનું પોતાનું જ પ્રતિબીંબ દેખાય છે. કેમકે, જ્યારે એક તરંગ પ્રકટે છે, ત્યારે, એ તરંગનું તથા તેની ઉત્પત્તિનું, તેમજ જે જ્યોતિના આશરે એ તરંગ પ્રકટ થયો છે, તે જ્યોતિનું એ (ત્રણેય) નું, આપણને દર્શન થાય છે.

(૧૭) પરંતુ એ (તરંગ) જ્યારે બીજી ક્ષણે લીન થઈ જાય છે, ત્યારે, એ તરંગનું, તેની લીનતાનું, તેમજ જેને આશ્રયે એ લીન થવાનો વ્યવહાર કરે છે, તે જ્યોતિનો પણ આપણને અનુભવ થાય છે. (-કે- આ તરંગ ઉપજ્યો, તે આત્મજ્યોતિ વડે ઉપજ્યો, એ તરંગનો લય થયો, તે આ આત્મજ્યોતિ વડે કરીને જ લય પામ્યો—-, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. કોને? જે એવી રીતે ઝીણો વિચાર કરે, તેને.) પછી, એ (પહેલા તરંગના લયની) ક્ષણમાં જે બીજો મનતરંગ ઉઠે. એ તરંગનો , તેના ઉદયનો, પહેલા તરંગ સાથેના તેના રહેલા અનુસંધાનનો, તેમજ, જેને આધારે (59/76) પેલો તરંગ શમ્યો, ને આ બીજો ઉપજ્યો, એ સર્વનો એ (જીજ્ઞાસુ) અનુભવ કરી શકે છે.

(૧૮) રખે એવો કોઈ ખ્યાલ કરી બેસે કે આમાં, પ્રકાશિત થયેલો કોઈ તરંગ અથવા વૃત્તિ, પોતે જ આત્મજ્યોતિ છે, ને તેમાંથી ભિન્ન એવી અન્ય કોઈ આત્મજ્યોતિ નથી, ત્યાં, આપણે એવું સમઝી જવું જોઈએ કે, એ જે ઉપજ્યા – આથમવાનો વ્યવહાર થયો, એ તો, એ તરંગોનું કામ છે. અને જેને આધારે તરંગોની એવી (ઉગવા-મટવાની) પ્રવૃત્તિ થાય છે, અને એ પ્રવૃત્તિનો જે અનુભવ કરે છે, એ તો એ (તરંગો તેમજ ઉદયાસ્તની પ્રવૃત્તિ, ઉભય) થી ભિન્ન એવી આત્મજ્યોતિ છે. જેવી રીતે આયનો ઉપાડી લેતાં, પ્રતિબિંબ પણ સંપૂર્ણ પણે દૂર થઈ જતું અનુભવાય છે, તો પણ, જે પદાર્થનું એ પ્રતિબિંબ હતું તે પદાર્થ કંઈ નાશ નથી પામતો, બલકે બીજા લગાતાર સામે આવતા આયનાઓમાં એ દેખાતો રહે છે, તેવી જ રીતે, તરંગનો અસ્ત થવામાં જોનારના પ્રતિબિંબનો અસ્ત થતો ભાસે છે, પરંતુ, એ જોનારો જે આત્મા છે, અસલ પદાર્થ (બિંબ) છે તે કંઈ નાશ પામતો નથી. જેવી રીતે મુખ દેખાડનારૂં દર્પણ, મુખને જોવામાં કારણ બને છે. તેવી રીતે સમાધિ (અર્થાત્ ધ્યાન) માં મનતરંગો પણ, જ્ઞાનીને આત્માનો અનુભવ (એટલે કે સાક્ષાત્કાર) થવામાં કારણ બની જાય છે.

(૧૯) જેવી રીતે દર્પણની સહાયતા વગર આંખો પોતે પોતાને દેખી શકતી નથી, તેવી જ રીતે આત્મજ્યોતિ પણ, (ચિત્તની) વૃત્તિ (વિચાર) ની હાજરી વિના, પોત પોતાને જાણનાર તરીકે અનુભવી શકતી નથી. (એટલે કે, મન વિના આત્માનો અનુભવ પણ થઈ શકતો નથી. મનની ઉપયોગિતા એટલી બધી મોટી છે કે,) તે કારણે મન અથવા અંતઃકરણનું, આત્મજ્યોતિને પ્રકટ કરનાર તરીકે, નિર્માણ થયેલું છે. તેથી, વેદની શ્રુતિઓએ વૃત્તિઓને આત્મજ્યોતિનું દર્શન કરાવનારી કહી છે. કેમકે, જેવી રીતે મુખને દર્શાવનાર તરીકે આયનાનું સ્થાન નિશ્ચિત છે, તેવી જ રીતે, વૃતિઓ પણ ચોક્કસ પણે આત્માને બતાવી આપનારી છે. (60/76)

(૨૦) હવે, ઉપર કહેલા નિયમ અનુસાર અંતઃકરણમાં આત્મજ્યોતિનું પ્રતિબિંબ પડે, ત્યારે, અંતઃકરણની વૃત્તિઓ પ્રકાશિત થાય ને ત્યાં જે જાણવાપણું ઉપજે, એનું નામ ‘જ્ઞાન’ છે. જ્ઞાનમાં, એક ભાગ છે. આંતરિક આત્મપ્રકાશ, ને બીજો ભાગ છે, મન અથવા અંતઃકરણ, કે જે વૃત્તિઓ, અથવા તરંગો, કે વિચારો રૂપ ઉભરાયા કરે છે, (કોઈ પણ વસ્તુનું જ્ઞાન થવા માટે, એક તો, આત્મચેતનાનો પ્રકાશ જોઈએ, ને બીજું, એ પ્રકાશને પ્રકટ થવા માટે, એનું મન થવું જોઈએ એટલે કે, એ પદાર્થને જામવાની મનની વૃત્તિ પણ હાજર હોવી જોઈએ, નહિ તો, આત્મજ્યોતિ શેને જાણે? તેથી, જાણવામાં, એટલે કે કશાનું પણ જ્ઞાન ઉત્પન્ન થવામાં, (૧) જાણવાની વૃત્તિ, (૨) એ વૃત્તિને સફળ કરનારી આત્મજ્યોતિ એ બે નો સહયોગ જોઈએ.) અને જ્યારે કોઈ વસ્તુ આ જ્ઞાનમાં આવી જાય છે, ત્યારે, પેલો જે વૃત્તિ થવા મનના તરંગરૂપ ભાગ છે, તે, એ વસ્તુના રૂપે રૂપ, તદરૂપ બની જાય છે, ને પેલી જ્યોતિ તેના ઉપર (જાણકારીનો) પ્રકાશ પાડે છે, (એટલે કે ‘મેં’ જાણ્યું, એવી ખબર પડવા પામે છે.) અને (એ રીતે) એ (આત્મજ્યોતિ) ને વસ્તુને ‘જાણે’ છે, ને વસ્તુનું જ્ઞાન ઉપજે છે.

(૨૧) જ્યારે કોઈ વસ્તુ આપણી આંખ સામે આવે, ત્યારે, (અને જાણવાની) મનની વૃત્તિનાં કિરણો આંખની દ્રષ્ટિનાં કિરણો સાથે મળીને, આંખોની બહાર નીકળીને, સૂર્યનાં કિરણો જેવી રીતે પડે છે. તેવી રીતે, એ વસ્તુ ઉપર પડે છે. પછી, જેમ સૂર્યનાં કિરણો જે વસ્તુ ઉપર પડે તેનો આકાર લઈ લે છે તેમ, એ (ચેતના યુક્ત વૃત્તિનાં કિરણો,) તે વસ્તુને ચોતરફથી દોરી લઈને તેના આકારે આકાર થઈ જાય છે, ને ત્યારે તે વસ્તુનું “જ્ઞાન” થાય છે, ત્યાં શું થાય છે? એ જ્ઞાનમાં જે વૃત્તિવાળો ભાગ છે, તે, એ વસ્તુના આકારે આકાર થઈને એને ઘેરી લે છે, ને એનો જાણવા રૂપી અનુભવ કોણ કરે છે? આત્મજ્યોતિ, આ ઘટનાને સાધારણ રીતે ‘દેખવું’ કહે છે. (એવી રીતે, આત્મા એટલે કે જાણવાપણું, એ જો ન હોય, તો, ચિત્તની વૃત્તિ પદાર્થને પહોંચી વળે તોયે, એ વસ્તુ જણાય નહિ.)

(૨૨) જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું ધ્યાન, એટલે કે કેવી રીતે હાજર થઈ જાય છે?) મનની વૃત્તિ, અથવા કહો કે એનો તરંગ કે જે સ્વયં મન જ છે. તે આપણી અંદર, (61/76) એ વસ્તુના રૂપેરૂપ તથા આકારે આકાર બની જાય છે. ને તેમાં જે જ્યોતિ છે, તે એનો અનુભવ અર્થાત્ એનું દર્શન કરે છે, (એમ, પદાર્થમાં રહેલી ચેતનાની જ્યોતિ સાથે વૃત્તિની જ્યોતિની એકાકારતાં થતાં, તે પદાર્થનું જ્ઞાન થવા પામે છે.) ત્યારે, જ્ઞાની મનુષ્ય જાણે છે કે અહીં, મનવાળો ભાગ જ્ઞાનથી અલગ થઈને, એ વસ્તુરૂપે પ્રત્યક્ષ થઈ રહેલો છે, અને આત્મજ્યોતિ અલગ થઈને, એ વસ્તુની સાક્ષી (એને જાણનારી) બની રહેલી છે, (સાક્ષીને ફારસીમાં શાહીદ કહે છે, જેના ઉપરથી ગુજરાતીમાં સાહેદ શબ્દ નીકળ્યો છે.)

(૨૩) ઉપર કહેલા નિયમ અનુસાર, વૃત્તિ તો, ત્યાં દેખાનારી વસ્તુના રૂપમાં છે, ને આત્મા એને  દેખવાવાળો, એનો સાક્ષી છે, ત્યાં, એવા વિવેક વિચારનો લાભ લેવા માટે, સાધકે પ્રથમ કોઈ પણ એક વસ્તુના આકાર ઉપર વૃત્તિ સ્થાપવી જોઈએ.(એટલે કે એનો વિચાર કરવો જોઈએ). જ્યારે એ વૃત્તિ તે વસ્તુનું ગ્રહણ કરે, એટલે કે તેને આકારે આકાર થઈ જાય, ત્યારે, તેના ધ્યાનમાં, એટલે કે એ વસ્તુના વિચારને પરિણામે, જે કંઈ દેખાય છે, અને તે દેખનારને જે દેખે છે, એ ઉભયનો, એણે વિવેક કરવો જોઈએ,(એટલે કે, એ બે એકબીજાથી સ્પષ્ટ ભિન્ન હોવાનું એણે જાણી લેવીં જોઈએ.) એમ કરવાથી, આત્માનો એને વિજયીના ઝબકારાની જેમ અનુભવ થાય.

(૨૪) એવો અનુભવ થતાં, સાધક એનું વારંવાર પુનરાવર્તન, એટલે કે એનો અભ્યાસ કરતો રહે. પરંતુ એમ કરતાં એ હકીકત સ્મરણમાં રાખે કે, ત્યાં જાણનારી અથવા જ્ઞાન તો એક જ વસ્તુનું થાય છે, તો પણ, એ અભ્યાસમાં સાક્ષી તથી સાક્ષીભૂત (એટલે કે દેખવાની) વસ્તુ, અને સાક્ષ્ય (જ્ઞાન), એ ત્રણેય વિદ્યમાન રહે છે. પછી ભલેને એ કોઈ બહારની વસ્તુનો વિચાર હોય, કે પછી કોઈ આંતરિક જ્ઞાન હોય, જેવું કે, અનહદ શબ્દનું શ્રવણ. તો પણ ત્યાં એ (દ્રષ્ટા, દ્રષ્ય અને દર્શનની) ત્રિપુટી બની રહે છે, થોડો સમય આનો અભ્યાસ કરતે કરતે, જ્ઞાન (જાણેલી) વસ્તુ તેમ જ તેનું જ્ઞાન, એ બે નો નાશ થવા લાગશે, (ને કેવળ જ્ઞાતા જ શેષ રહેશે,) તે ત્યાં સુધી, કે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ બની શકે, કે જેમાં વૃત્તિનું ઉપજવું તેમ તેનો નાશ, બેમાંનું કશું નહિ રહે, એ દશામાં, મન અર્થાત્ (62/76) અંતઃકરણ, તરંગો ઉપજાવતું, એટલે કે, સંકલ્પ-વિકલ્પ કરતું, બંધ થઈ જાય છે. જ્યાં આત્મજ્યોતિ, ધૂમાડા કે ચિનગારી કે ભડકા વિના પ્રજળતા અંગારાની જેમ, સ્વતઃસ્થિત, (સહજપણે સ્વસ્થ) રહે છે, અને એવી નિર્વિકલ્પ સમાધિની અવસ્થાનું ભાન પણ, સમાધિમાંથી ઉઠ્યા પછી થાય છે, સમાધિ દરમ્યાન નહિ, મોક્ષના ભાવનો સંપૂર્ણ આધાર આ નિર્વિકલ્પ સમાધિ ઉપર છે, એવી સમાધિની અવસ્થા આત્મસાક્ષાત્કાર કહેવાય છે. અને (ગીતામાં કહેલા) પ્રસાદનો આધાર આવા સાક્ષાત્કાર ઉપર રહે છે.

(૨૫) એ હકીકત લક્ષમાં રાખો કે, વૃત્તિ જ્યાં સુધી વિદ્યમાન હોય, ત્યાં સુધી જ તે આ આત્મજ્યોતિને પ્રકટ કરવાનું કામ બજાવે છે. પછી ભલેને એ ગમે તે આકારે આકાર હોય, અને પ્રકૃતિએ એનું નિર્માણ જ એવી રીતનું કર્યું છે, કે એ પ્રત્યેક વસ્તુને રૂપે રૂપ પલટાઈ જાય છે. પરંતુ, અભ્યાસ કરતે કરતે, કોઈ પણ (દ્રષ્ટ કે અદ્રષ્ટ) વસ્તુની વૃત્તિ કે એનો વિચાર પણ જેમાં નથી રહેવા પામતો એવી નિર્વિકલ્પ સમાધિની અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે, અંતઃકરણ સાવ નિશ્ચલ (સંકલ્પ વિકલ્પ વિનાનું) થઈ જાય છે. જેવી રીતે કે વાયરો વાતો બંધ થઈ જાય ત્યારે જળાશયનું જળ સ્થિર થઈ જાય છે, અથવા અગ્નિના અંગારા સ્થિર બળતા રહે છે. સમાધિની આ નિર્વિકલ્પ સ્થિતિને આપણે અનિવાર્ય અવસ્થા કહીએ છીએ. એ સમયે મનનાં તરંગો સાવ બંધ થઈ જાય છે, તો, યે, એ સમયે મન, સુષુપ્તિમાં થાય છે તેમ, લય પામી જતું નથી. એ માપ પોતાના અસ્તિત્વમાં સ્થિર થઈ રહે છે. (-એની ચંચળતા બંધ થઈ જાય છે.) ને સાવ વૃત્તિહીન ને શાંત બને છે.

(૨૬) પણ જ્યારે એ (મન) બુદ્ધિને લગતા જ્ઞાનના શિક્ષણમાં લાગી જાય છે, અને ગંભીર તથા સૂક્ષ્મ તત્વોના અભ્યાસમાં પળોટાય છે, ને તપ, વ્રત વગેરે કર્મોનાં પરિણામે, દુન્યવી વિષયોના પદાર્થો પરત્વેની એની આસક્તિ છૂટી જાય છે, ત્યારે એ બ્રહ્મવિદ્યાના વિચારનું અધિકારી બને છે, બ્રહ્મ વિદ્યામાં, જ્યારે આત્માનો વિચાર કરવામાં આવે છે, ત્યારે, મન સુગમ રીતે આપોઆપ નિશ્ચેષ્ટ (એટલે કે સંકલ્પ – વિકલ્પની મથામણથી મૂક્ત) થવા લાગે છે, ને આત્મદર્શન એને મળી રહે છે. (63/76)

(૨૭) મન જ્યારે નિશ્ચેષ્ટ થાય છે ત્યારે પણ, એ પેલા આત્મ પ્રકાશને તો પ્રકટ કરતું જ રહે છે. પરંતુ, પોતે નિશ્ચેષ્ટ હોવાથી, પોતે ભાસતું નથી, (એટલે કે એ પોતે કોઈ પ્રવૃત્તિ નથી કરતું જણાતું કે જે સાધકના જોવામાં આવે, અર્થાત્, એ પોતે દ્રશ્ય બનતું અટકી જાય છે. ને માત્ર અન્ય પદાર્થો વગેરેનું દર્શન કરવામાં આત્માનું સાધન બની રહે છે.) અને એને આત્માનો બરોબર સાક્ષાત્કાર રૂપે, (ચાલુ) અનુભવ થતો રહે છે. (અર્થાત્, એને આત્માનું, ભાન રહ્યા કરે છે.) અને એ સ્થિતિને જ તત્વજ્ઞાનીઓ સાધારણ રીતે ‘સમાધિ’ કહે છે. ઉર્દુમાં એને મુરાક્વા કહે છે.

(૨૮) મનોવૃત્તિનો તથા આત્મજ્યોતિનો સંબંધ, પરસ્પર (એક બીજાનું) દર્શન એટલે ભાન કરાવવાનો છે. જ્યોતિ વિના મનની, ને મન વિના જ્યોતિની ખબર પડી શકતી નથી. મન તથા જ્યોતિ, એમ પરસ્પર પ્રકટ થતાં, ત્યાં જ્ઞાન ઉપજે છે કે, આત્મજ્યોતિ કોઈ દુન્યવી (ભૌતિક) પ્રકાશ નહિ, પરંતુ ચેતન જ્યોતિ અર્થાત્ જ્ઞાનજ્યોતિ છે, કેમકે જ્ઞાનમાંથી પેલો વૃત્તિ-વિચાર ભાગ છોડી દેતાં, શેષ રહેલી જ્ઞાનજ્યોતિ ત્યાં રોકડી ને નગદ મળી આવે છે.

(૨૯) મન – (-ચિત્તની વૃત્તિઓ-), જ્ઞાનનો (જડ) અંધકાર ભાગે છે. જગતના સર્વ વ્યવહારનું એજ કારણ છે. (-જાત જાતની વૃત્તિઓ જ જ્ઞાનને દુન્યવી પદાર્થો તથા તેના કારભારમાં ખેંચી જાય છે, અને તેને આત્માની જાણકારીથી વિમુખ રાખવાનું કામ કરે છે-). કેમકે, પદાર્થોના પરિચય તથા તેની જાણકારીમાં પણ એ વૃત્તિઓ જ નિમિત્ત બને છે. (જ્ઞાનનો જે આત્માભાગ છે, તે) આત્મા તો, પોતાને (નિર્વિકાર) સ્વરૂપે, અનુભવ અને સાક્ષાત્કાર રૂપ છે, અને તેમાં એ (વૃત્તિ) ભળે છે, ત્યારે તે, ગમે તે કારણે પણ, એની સાથે એક થઈ જવાથી, આપણને એવી ખબર પડે છે. (-કે આ વૃત્તિને મેં જાણી. અને એને જાણી એટલે એને અનુસરવાનું ‘મન’ થાય છે.) આપણે એ કહી શક્યા છાએ કે, વૃત્તિ આત્માને પ્રકટ કરે છે, ને આત્મા વૃત્તિ વિચારનો દ્યોતક (પ્રકટ કરનારો) છે, તેથી , એ બે નું કામ, એક બીજાને બતાવવાનું છે, તેથી મન જ, કોઈને કોઈ (64/76) કારણે પણ, આત્મસાક્ષાત્કારનું બાધક છે, (કેમકે), એ આત્માનો ઉપયોગ, આત્માને બતાવવાનું નહિ, પરંતુ પોતાના ઉછાળાનું, તથા દુનિયાને લગતા વિષયો તથા વિચારોનું ભાન ઉપજાવ્યા કરે છે, ને આત્માને, તેના વડે, જાણ કે, ઢાંકી દે છે,) અને, એ મન જ, આત્મસાક્ષાત્કાર થવામાં પણ હેતુ થવા સાધન બને છે, (કેમકે મન જ્યારે દુન્યવી વિષયોને છોડીને આત્માને જાણવાની વૃત્તિ કરે છે,) ત્યારે આત્માનો સાક્ષાત્કાર, મનની એવી આત્મવૃત્તિ વડે જ થઈ શકે છે.

(૩૦) મનોવૃત્તિ પોતે, કોઈ પણ વસ્તુ કે આકાર ઉપર પડે છે, ત્યારે, તેને રૂપે રૂપ, ને આકારે આકાર બની જાય છે, ને એને વીંટાઈ વળે છે, ત્યારે, એ વસ્તુ પણ મનમાં પ્રતિબિંબ થઈ જાય છે, અને એ રૂપમાં પ્રતિબિંબ પામેલી તે વસ્તુ પણ, આત્મા સાથે એકાકાર થઈ જાય છે. ને ત્યારે એ આત્મામાં (દેખાવા-જણાવા) રૂપે આપણને પ્રત્યક્ષ થાય છે. એ દ્રષ્ટિએ પણ, મન સ્વયં, સાક્ષાત્કાર સાધી આપનારો આત્માનો સાથી બની જાય છે.

(૩૧) મૂર્છાની કે સુષુપ્તિની દશામાં, અંતઃકરણમાં વૃત્તિઓ રૂપી તરંગો નથી ઉઠતા, વિચારો નથી આવતા,ને નાનાવિધ ખ્યાલો આકાર નથી પકડતા. એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર મન પકડ નથી જમાવતું. એવી સ્થિતિમાં, (વૃત્તિશૂન્ય) મન, સાક્ષાત્કારનું આવરણ બની જાય છે, (કશાનું પણ દર્શન ત્યાં થઈ શકતું નથી.) તેથી આપણને ખબર પડે છે કે, ખરૂં જોતાં, બધી જ પ્રવૃત્તિઓ કરાવનાર મન છે, ને જ્ઞાનેન્દ્રિયો તો માત્ર એના વિચરણનું સ્થાન છે. (-એના દ્વારાબહાર નીકળીને, વિષય સુધી પહોંચીને તેને પકડવા માટેનું બારૂં છે.), જેમાંથી બહાર નીકળીને એ ખાસ ખાસ (પોતાને ખપતા વિષયોની)પ્રવૃત્તિ કરે છે. અને મન જ આ જ્યોતિના પ્રકાશમાંપ્રકાશિત થઈને (-તેના વડે સચેતન બનીને) ‘જ્ઞાન’ કહેવાય છે.

(૩૨) જ્ઞાનમાં (આ અમુક વસ્તુ છે, એવા) જે નિશ્ચયથી અને એવા વિચારની ચેષ્ટા થાય છે, એ તો, મનનું પોતાનું કામ છે, પરંતુ, એમાં જે અનુભવ થાય છે, એ અનુભવ થવો, એ જ્યોતિનું સ્વાભાવિક કામ છે, તો પણ, મનની પ્રવૃત્તિ આત્મામાં, ને આત્માનો અનુભવ મનમાં આરોપિત થતો દેખાય છે. (65/76) (એને અધ્યાસ અથવા ભ્રમણાં કહે છે.) અજાણ્યો (માણસ) મનુષ્ય આત્મા પવિત્ર અને અસંગ હોવાનું (- આવી સેળભેળ થતી હોવાની ભ્રાંતિને લીધે) નથી જાણી શકતો, અને ઉલટો એ મનની ભાંજગઢ આત્મામાં થતી હોવાનો ભ્રમ કરી બેસે છે, એમ થવાનું કરાણ એ છે કે, મન જે જે ભાંજગડ કરે છે, તે બધી થતી દેખાય છે આત્મામાં. દાખલા તરીકે, આકાશમાં ચાલે છે વાદળાં, પણ આપણને લાગે છે કે ચંદ્રમા ચાલે છે.

(૩૩) એવી જ રીતે, ચાલે છે મન, બુદ્ધિ, ઈંદ્રિયો, ને દેહ. પરંતુ આત્મા ચાલતો –જેવો લાગે છે, મન જ્યારે કોઈ બાબતનો નિર્ણય કરે છે, ત્યારે, (એની ખબર આપણને આત્મા દ્વારા પડતી હોવાથી,) આત્મા પોતે નિશ્ચય કરતો-જેવો બની જાય છે, (-તેથી તો ઘણાં કહે છે કે મારો “આત્મા” અમુક નિશ્ચય પર આવ્યો છે. વગેરે) જ્યારે મન કોઈ બાબતની કલ્પના કરે છે, ત્યારે, ત્યાં આત્મા કલ્પના કરતો જેવો આપણને પ્રતીત થાય છે, જ્યારે મન કોઈ અન્ય પ્રકારની લીલા કરે છે. (-જેવા કે મનોરથો-). ત્યારે આત્મા જ એ લીલા કરતો દેખાય છે.

(૩૪) એથી શ્રુતિ ભગવતી કહે છે કે, એ (આત્મા) જ, મન સાથે મન બની જઈને, બન્ને લોકોની સફર કરે છે. સફર કરતો નથી, પણ જાણે સફર કરતો હોય એવું લાગે છે, એ ધ્યાન નથી કરતો, પણ એજ ધ્યાન કરતો હોય એવું લાગે છે. લીલા તો, એ કશીયે નથી કરતો, તોયે જાણે લીલા કરતો હોય એવો ભાસ થાય છે.

(૩૫) જ્યારે જાગૃતિમાં વૃત્તિ અથવા ખ્યાલ ઉપજે છે, ને તે જ્ઞાનેન્દ્રિયો સુધી પહોંચીને બહારના પદાર્થો સાથે તદાકાર થઈ જાય છે, ત્યારે, એ જ પરમાત્મામાં જાગૃતિના દોષનું આરોપણ થાય છે, ( કે હું જાગ્યો, આત્મા જાગ્યો). અને (નિંદ્રામાં) મન-તરંગ જ્ઞાનેન્દ્રિયો સુધી પહોંચવા પામતો નથી, બલકે જ્ઞાનેન્દ્રિયોને પડતી મુકીને, મનની અંદર જ એ સ્વપ્નની ચેષ્ટા કરે છે, ત્યારે ઊંઘતા હોવાની પ્રતિતિ આપણને આત્મામાં થાય છે, ને નિંદ્રાનો ટોપલો આત્માને માથે ઓઢાડાય છે, કે ઊંઘે છે. (66/76)

(૩૬) જ્યારે એ વૃત્તિ આ શરીર સાથેનો સંબંધતદ્દન પડતો મૂકે છે, અને પોતાના પિતા પ્રાણની ગોદમાં લપાઈને આ મકાનની બહાર નીકળી જાય છે, ત્યારે, મૃત્યુ થયું હોવાનો દોષ પણ આ પરમાત્મામાં જ આરપીત થાય છે, અને પછી, એ મન કોઈ બીજી આકૃતિ (દેહ) સાથે જોડાય છે, તેથી, જાગવા પણું, નિદ્રા અને સ્વયં જન્મ તથા મૃત્યુ પણ, આત્મામાં જ આરોપાય, એટલે કે કલ્પાય છે. જે ખરી વાત નથી.

(૩૭) અહીં વિચિત્રતા એ છે કે, જ્યારે (મનમાં) અમુક ખ્યાલ ઉઠે, એ કંઈક કરી જાય, ને તત્કાલ ખસી પણ જાય, ત્યારે એનો પ્રભાવ (-સંસ્કાર, Impression) મનમાં રહી જાય છે, પછી એ સંસ્કારને કારણે, એ ફરી પાછો ઉઠે છે, ને વળી પાછો પ્રભાવ પાડે છે. (- એને વધારે દ્રઢ કરે છે). એવી રીતે, એ એક વિચિત્ર ઘટના ઉપજાવે છે, કે જેનો નથી, આરંભ, કે નથી અન્ત. અને દુનિયામાં આ પ્રભાવોને જ પુણ્ય કે પાપ, એવાં નામ આપવામાં આવે છે, કેમકે, મનુષ્ય સારું વિચારે ને સારૂં કરે, તો તેના મનમાં સારાઈનો પ્રભાવ (છાપ) પડે છે. જ્યારે બૂરા વિચાર તથા બૂરાં કામ કરે, ત્યારે એના મન ઉપર બૂરાઈની છાપ પડે છે, આમાંની પહેલી જાતની છાપનું નામ પુણ્ય, ને બીજી જાતની છાપનું નામ પાપ છે.

(૩૮) એવી રીતે, પુણ્ય અને પાપ, વાસ્તવમાં, મનની જ કલ્પના, (કે વૃત્તિ, અથવા ખ્યાલ,) અર્થાત્ (મનનો જ) ધર્મ છે. અને સ્વપ્ન તથા જાગૃતમાં, તથા એવી રીતે જન્મ મરણમાંયે, પાપ-પુણ્યના ભોગનું કારણ એજ બને છે, પુણ્યના ફળરૂપ ઉત્તમ જન્મ તથા ઉત્તમ ભોગ મળે છે, ને પાપને લીધે અધમ જન્મ તથા અધમ ભોગ પ્રાપ્ત થાય છે. આ કર્મોને કારણે જ વારે વારે મનમાં જાગ્રત-સ્વપ્ન અને જન્મ – મરણ થયા કરે છે, પરંતુ આ બધી ઘટમાળ ચાલે છે, એ જ જ્યોતિમાં, તથા એના જ અભિમાન વડે. તેને લીધે વૃત્તિની જાણકારીના અભાવને લીધે, માનવી પુણ્ય-પાપનું આરોપણ આત્મામાં કરી બેસે છે, વાસ્તવમાં, એ તો અલગ, અસંગ આત્મા છે, નથી પુણ્ય એને અડકી શકતું, તેમ નથી પાપ એને ડાઘો પાડી શકતું, જેવી રીતે દીપકનું કે સૂર્યનું અજવાળું પણ, જાજરૂ તેમજ ગંગાજળ, ઉભય ઉપર પડે છે, ને (67/76) ઉભયને પ્રકાશિત કરે છે. (-દાખવી આપે છે.) તો પણ, જાજરૂને અડવાથી એ અપવિત્ર કે ગંગાને અજવાળતા પવિત્ર નથી થઈ જતું.

(૩૯) એવી રીતે, અંતઃકરણ (એટલે કે મનની વૃત્તિ) પુણ્ય ઊભું કરે છે, તો માણસ પુણ્યવાન થઈ જાય છે, ને એ જ્યારે પાપ માને છે, ત્યારે માણસ પાપી બની જાય છે. પરંતુ, એ વૃત્તિમાં ચમકતી (-એને સચેતન કરતી) અંતર જ્યોતિ. નથી પુણ્યોથી પાવન થઈ જતી, તેમ નથી એ પાપોથી પાપી બનતી, બલકે, એ તો, મનોવૃત્તિને, અને પુણ્ય-પાપને, તથા એ ઉભયના સંબંધને પ્રકાશિત કરતી (-માણસને તેનાથી જાણકારી કરતી) એની વિચિત્રતાઓની સાક્ષી, તથા જેવી ને તેવી પવિત્ર રહે છે, એ કારણથી, વેદની શ્રુતિઓ એને પવિત્રાત્મા કહે છે, જેને માટે ફારસી શબ્દ છે રુહુલ દુદસ.

(૪૦) એટલું ચોક્કસ છે કે, એ (આત્મા) ગુણોને પ્રગટ કરનારો, ને સ્વયં બધા ગુણોથી રહિત છે. તેમ છતાં, મનોવૃત્તિઓ (ના સંપર્ક) ને લીધે બધા જ ગુણો એનામાં દોષની જેમ કલ્પાય છે, કેવી રીતે ? જેવી રીતે પારદર્શક બિલોરી પ્યાલામાં વારણિ ભરવામાં આવે, તો એ પ્યાલો પણ રાતો હોવાની કલ્પના થાય છે, એવી રીતે, મન તરંગરૂપ પૂણ્ય ને પાપના ખ્યાલ પણ, જો કે છે તો મનમાં, તો પણ, તે આ જ્યોતિમાં હોવાનું કલ્પાય છે. જેવી રીતે અલ્પગતિ – બાળક ભૂલથી પ્યાલાને જ રાતો સમજી લે છે, તેવી રીતે, અજાણ માનવી પણ ભૂલથી, પુણ્ય તથા પાપ પોતાના આત્મામાં ભાળે છે, અને એ મનોવૃત્તિમાં તન્મય થઈ જઈને, જન્મ-મરણનો સંસાર પણ પોતાનામાં જ દેખી લે છે, આજ છે (ખરી) નાસ્તિકતા, ને ખરૂં બંધન.

(૪૧) પરંતુ, બુદ્ધિમાન મનુષ્ય જાણે છે કે, ઉપરના દ્રષ્ટાન્તમાં એ લાલી વાસ્તવમાં એ શરાબનો ધર્મ છે, ને પ્યાલામાં તેનો રજ પણ પ્રવેશ નથી. ઉલટો, એ (પ્યાલો) તો, પોતાના અસલ ધર્મમાં, ત્યારે પણ, સ્વચ્છ જ છે. એવી રીતે, જ્ઞાની મનુષ્ય જાણે છે કે, પાપ કે પુણ્ય, ઉભય, એક ખ્યાલ, અથવા મનના ધર્મ છે, આત્માના નહિ. આત્મા તો, પવિત્ર, અસંગ, ને નિત્ય મુક્ત છે. (68/76) તેથી, ભાઈઓ, આપણે પણ પાપી (જેવા દેખાતા) હોવા છતાં, ખરૂં જોતાં નિષ્પાપ છીએ. સત્કર્મ જેવા (આપણને પોતાને) લાગતાં હોવા છતાં, સત્કર્મીઓ નથી.

(૪૨) શું મન, શું તરંગ, શું પાપ, શું પુણ્ય, – એ બધું જ અહંકાર (-અજ્ઞાન) માયા (જડ) છે, અને આત્મા એક એવો ઉજાસ છે કે જે એ (સર્વ) માં ચમકે (-એનું માણસને જ્ઞાન – ભાન કરાવે-), પરંતુ, તમે મને એ કહો, કે અહંકારને પ્રકાશ સાથે શો સંબંધ હોઈ શકે ? મિથ્યા ને સત્ય સાથે શું સગાઈ છે ? જેમ ઘુવડની દ્રષ્ટિ સૂર્યમાં અંધકાર, ને દિનમાં રાત જાણે છે, એવી રીતે, મૂર્ખ જન પુણ્ય તથા પાપ (રૂપી અંધકાર) પોતાના (જ્યોતિર્મય આત્મરૂપ) માં દેખે છે. અને નાસ્તિકતા એજ છે. એને કારણે, જીવાત્મા જન્મમરણના બંધનમાં રહે છે, પરંતુ, એ મન, એ ખ્યાલ, એ જ્ઞાનેંદ્રિયો, એ દેહ, એ પુણ્ય-પાપ, અરે, સર્વ કંઈ, એ બધાથી અલગ, એ સર્વનો સાક્ષી અર્થાત્ એ સર્વને માત્ર જાણનાર (આત્મા) રૂપે પોતાની જાતને જે કોઈ જાણે છે, તે સત્યતા અને સચ્ચાઈ પ્રાપ્ત કરે છે, અને એવા સત્ય જ્ઞાન વડે કરીને કૈવલ્ય (-સંપૂર્ણ) મોક્ષ પ્રાપ્ત થાય છે, અને જે પ્રજાપતિ વાળું (-જન્મ મરણના ફેરા કરાવવાવાળું-) સામ્રાજ્ય, (ધાર્મિક વિધીઓ રૂપ) કર્મકાંડ વડે પ્રાપ્ત થતું કહેવાય છે, એ તો, આવા સત્યવાદીને મફતમાં બેઠું (વગર મહેનતે) મળી જાય છે. અને તે કારણે, એ પ્રસાદ (એટલે કે નિત્ય નિરંતર પ્રસન્નતા) માં પ્રવેશ પામેલો હોય છે.

(૪૩) એમ કેમ હશે વારૂ ? કેમકે, સાક્ષાત્કાર (-પાકી સમજદારી તથા અનુભવ) ને કારણે, જે ભૂલ સંસારનું મૂળ, અને આવાગમન તથા જન્મ-મરણ તેમજ પ્રલયની જનેતા છે, તે ભૂલને, એટલે કે, (પોતાના અસલ રૂપના) અજ્ઞાનને , એવો સત્યજ્ઞાની, સહજે હટાવી દે છે. જેવી રીતે કોઈ એક વૃક્ષને જડમાંથી ઉખેડી નાખવામાં આવે, તો પણ, થોડા દિવસ તો એ લીલું રહે છે, પરંતુ છેવટે સૂકાઈ જાય છે, તેમ, જ્ઞાની જન એ અજ્ઞાનની જણી ભૂલ(ભ્રાન્તિ) ને જ્ઞાન વડે ઉરાડી દે છે, અને એ જાણે છે કે, કર્મકાંડ (ના વિધીનિષેધોના ચોકઠા) માં જે ચક્ર બતાવવામાં આવે છે, તે ખરૂં (69/76) જોતાં સત્ય નથી. એ ભ્રાન્તિજન્ય છે. યથાર્થ નથી. અને એ અજ્ઞાન, આ વિશુદ્ધિ આત્માના પરિચય વડે જ નાશ પામી શકે છે, કર્મોથી નહિ. (“હું કર્મો કરૂં છું.” એવા ભાવ સાથે મન જોડીને કરેલાં) કર્મો વડે તો, પાપની ને પુણ્યની વૃત્તિઓ ઊભી થાય છે, પણ તેનાથી ભ્રમ અને અજ્ઞાન નથી ટળતાં. ઓરડીમાં જે અંધારૂં છે, તેને કોઈ વશીકરણ વિદ્યાથી નથી ટાળી શકાતું, પરંતુ દીવો પ્રગટતાં, એ ક્ષણમાત્રમાં ઊડી જાય છે, એવી રીતે, ઈશ્વરીય ભ્રમ તથા અજ્ઞાન પણ અંધકાર છે. તથા જન્મ-મરણનું સંસારચક્ર ભ્રમપૂર્ણ છે. અને એ દેખીતી હકીકત છે કે, અંધકાર, ગમે તેવા ભલા કે બૂરા ક્રિયાકર્મ વડે નહિ, પણ પ્રકાશ વડે જ ઉડે છે. આત્મા તો, પ્રકાશ છે, એનામાં પૂણ્ય કે પાપ માનવાં એ ભૂલ છે, નરી નાસ્તિકતા છે, અને એવું માનવું, એજ ઈશ્વરીયમાયા તથા અજ્ઞાન છે. અને એજ (જીવડાના) આવાગમનનું તથા પ્રલયનું કારણ છે. પરંતુ, આ આત્મજ્યોતિની પીછાણ (અનુભવ) અસ્યજ્ઞાન છે. તેના વડે, એ ભૂલ તથા નાસ્તિકતા પણ વેગળી થઈ જાય છે. એને લીધે, પરિપૂર્ણ મોક્ષ, આત્મજ્ઞાન ઉપર જ નિર્ધારીત લેખવામાં આવ્યો છે. એ જ નિર્દેશ છે. (- એટલે કે, જ્ઞાનનો સાર છે.)

(૪૪) જેવી રીતે અમુક દેવદત્તના મનની અંદર આ આંતરિક (જ્યોતિ) , પ્રતિબિંબની જેમ પ્રકાશે છે. એવી રીતે યજ્ઞદત્તનાં મનમાં પણ એ જ ઝબકે છે. જેવી રીતે દેવદત્તના મનમાં અને મસ્તકમાં તથા તેની જ્ઞાનેંદ્રિયોમાં એ પ્રકાશ નાખે છે (એ સર્વને ચેતનવંતા કરે છે), તેવી જ રીતે એ યજ્ઞદત્તનાં અંગોને પણ પ્રકાશ આપે છે. જેવી રીતે દેવદત્ત, એના જ અભિમાન તથા તેના જ પ્રકાશમાં પોતાનો દુન્યવી વ્યવહાર કરે છે. તેવી જ રીતે યજ્ઞદત્ત પણ, એના જ અભિમાનમાં તથા એની જ ચેતનામાં પોતાનો વ્યવહાર કરે છે, એમ, શું દેવદત્ત કે શું બ્રહ્મદત્ત, બલકે મનુષ્યમાત્રની અંદર, આત્મજ્યોતિ ઝળકી ઝળકી રહી છે, ને તેના જ પ્રકાશમાં એમનો બધો- આદ્યાત્મિક, તેમ જ આધિભૌતિક (દુન્યવી) વ્યવહાર ચાલે છે. (-થવા પામે છે.)

(૪૫) દેવદત્ત, યજ્ઞદત્ત  કે બ્રહ્મદત્ત, બધાં જ માનવીઓ પોત (70/76) પોતાના શારિરીક દ્રષ્ટિએ તથા કર્તાભોક્તા ઇંદ્રિયોના સમૂહના ખ્યાલથી જોતાં, પોતપોતાના અલગ અલગ દેહો તથા વ્યક્તિત્વો ધારણ કરે છે ખરા, પરંતુ આ જ્યોતિમાં તો, એ બધા એક જ છે. એને એ જ એ સર્વનો આત્મા છે, એ આત્મા ફક્ત મનુષ્યોની અંદર જ પોતાનું તેજ અર્થાત્ પ્રતિબિંબ (અર્થાત્ ચેતનની ઝલક) પાડે છે. એવું કાંઈ નથી, પશુ, પંખી, પતંગીયાં, કીડા વગેરે, જંતુમાત્રની અંદર પણ એ, મનુષ્યોમાં ચમકે છે, એવી જ રીતે, ચમકે છે. તેથી, આ આત્મા બધામાં એક જ છે. અને એ બધાં યે, અંદર અંદર (સ્વ-રૂપે) એક જ છે.

(૪૬) (એટલું જ નહિ પણ) રખે કોઈ એવું સમજી લેતા કે આ આત્મજ્યોતિ કેવળ પશુપંખી કે મનુષ્યની અંદર જ વિલસે છે. એ તો, જેમ એ બધાંની અંદર વિલસે છે, તેમ, દેવો અને પિતૃઓના અંતરમાં પણ વિલસે છે, ને એમના દેવલોકના વ્યવહાર માટેનું નિમિત્ત બને છે, અને, દેવ તથા પિતૃલોકમાં વસનારાં સર્વ કોઈના પોતાના ધ્રુ-લોકના વ્યવહારો તથા ફળભોગો, એ ચેતનાજ્યોતિમાં જ થવા પામે છે, તેથી, લૌકિક કે પારલૌકિક, પાર્થિવ કે દિવ્ય બધું જ તેનામાં એકાકાર છે. (૪૭) વધારે શું લખીએ ? ખુદ પ્રજાપતિના મનમાં પણ એજ જ્યોતિ, એવી જ રીતે ઝગે છે, તેની જ્ઞાનેન્દ્રિયોને તથા તેના સિંહાસનને પણ એવી જ રીતે પ્રકાશિત કરે છે કે જેવી રીતે એ મનુષ્યનાં મન, મસ્તક તથા ઈંદ્રિયોને પ્રકાશિત કરે છે. અને જેવી રીતે માનવીની પ્રવૃત્તિઓ એ જેયોતિના પ્રકાશમાં જ પાર પડે છે, તેવી જ રીતે, ઈશ્વરની પ્રવૃત્તિઓ પણ આ પ્રદીપમાં જ પાર પડે છે. જે મનુષ્યનો આત્મા છે, એ જ પ્રજાપતિનો પણ આત્મા છે. એના જ જ્ઞાનમાં જ્ઞાનીજન નીશ્ચય કરે છે, કે હું ને પ્રજાપતિ એક છીએ.

(૪૮) રખે તમે મનમાં એવો સંદેહ કરતા, કે જો બ્રહ્મદત્તનો ને યજ્ઞદત્તનો આત્મા એક છે, તો પછી બ્રહ્મદત્ત જે જાણે છે તે યજ્ઞદત્ત પણ કેમ નથી જાણતો ? અને દેવદત્તનાં દુઃખો, બ્રહ્મદત્તનાં દુઃખ કેમ નથી બની જતાં ? જુઓ કે, આપણે નક્કી કરી ચૂક્યા છીએ કે આ પવિત્ર પ્રકાશ બરોબર પ્રકાશસ્વરૂપ અથવા અનુભવસ્વરૂપ છે. ને સુખદુઃખનું ભાન (71/76) થવું તથા જ્ઞાનોનો નિશ્ચય થવો, એ મનની ક્રિયા છે. આ બધા ગુણ મનોવૃત્તિમાં હોવા છતાં, એ વધુ આ જ્યોતિમાં દોષરૂપે હોવાથી માત્ર કલ્પના કરવામાં આવે છે, જે જે મનોવૃત્તિનાં આ નિશ્ચય તથા અનુભવો થાય છે, તે તે મનોવૃત્તિમાં એટલે કે અંતઃકરણમાં તે સર્વને આ આત્મજ્યોતિ પ્રકાશિત કરી દે છે, તેમ છતાં, તેમાંના કોઈની સાથે એને કશો સંબંધ નથી બંધાતો, એ તો, દેવદત્તનો નિશ્ચય કે જે, દેવદત્તનાં મનનું લક્ષણ છે, તેને દેવદત્તના જ મનમાં પ્રકાશિત કરે છે, પણ યજ્ઞદત્તનાં મનમાં નહિ. અને યજ્ઞદત્તના મનના લક્ષણરૂપ યજ્ઞદત્તના નિશ્ચયને, એ યજ્ઞદત્તના જ મનમાં પ્રકટ કરે છે. દેવદત્તના મનમાં નહિ.

(૪૯) જ્યારે બ્રહ્મદત્તને યજ્ઞદત્ત એક જ ઓરડામાં દીવો પ્રકટાવીને જુદાંજુદાં પુસ્તકો વાંચતા હોય છે, ત્યારે, એકનો એક દીપક, બ્રહ્મદત્તના પુસ્તકોને ઉજાસ આપીને, તેના પઠનમાં બ્રહ્મદત્તને જ મદદ કરે છે, નહિ કે યજ્ઞદત્તને, અને એ જ દીપક યજ્ઞદત્તના પુસ્તકને ઉજાસ આપીને યજ્ઞદત્તને તેની સમજમાં મદદ કરે છે, બ્રહ્મદત્તને નહિ. દેવદત્તના વિચારો કે જે દેવદત્તના જ મનમાં થાય છે. તેનું ભાન એના જ અહંકારને થાય છે, બ્રહ્મદત્તના અહંકારને નહિ, અને યજ્ઞદત્તના વિચારો કે જે યજ્ઞદત્તના મનમાં ઘોળાતા હોય છે, તેનું ભાન યજ્ઞદત્તના અહંકારને થવા પામે છે, દેવદત્તના ને નહિ, – જો કે, એ નિશ્ચયો, વિચારો, ને જાણકારીઓ થાય છે, એક જ આત્મજ્યોતિમાં

(૫૦) જેવી રીતે આંખોનું દેખવું, કાનનું સાંભળવું, ને મને એ ઉભયને જાણી લેવાં. એ બધું એક જ જ્યોતિ મારફત થવા પામે છે. અને એ જ્યોતિ તો, તો યે એનાથી ખરડાયા વિનાની શુદ્ધ રહે છે, એવી રીતે, બ્રહ્મદત્તે, યજ્ઞદત્તે, એને દેવદત્તે જાણેલું તથા પ્રજાપતિએ પણ જાણેલું, બધું એજ જ્યોતિ મારફત થતું હોવા છતાં, આ જ્યોતિ પ્રજાપતિની જાણ તથા સમજથી અસ્પૃષ્ટ ને પવિત્ર રહે છે. અને જેવી તે મનુષ્યોનાં જ્ઞાનો તથા સમજદારીઓની તટસ્થ સાક્ષી રહે છે, તેવી જ પ્રજાપતિનાં પણ જ્ઞાનો સમજદારીઓની એ સાક્ષી બની રહે છે.

(૫૧) જેવી રીતે આંખે દેખવું, કાને સાંભળવું, અને એમણે દેખેલી – સાંભળેલી ઘટનાઓ મને જાણી લેવી, એ બધાના ગુણોનું (72/76) આરોપણ આ જ્યોતિમાં થાય છે, તેવી રીતે, પ્રજાપતિએ જાણેલું તથા સમજેલું બધું પણ એજ જ્યોતિમાં આરોપાય છે. પરંતુ એવા આરોપીત ધર્મોનો પાસ એ (જ્યોતિ) ને નથી લાગતો, કે નથી તે ધર્મો એને બાંધતા. તે કારણે, એ (જ્યોતિ) પૂર્ણ સ્વતંત્ર અર્થાત્ સ્વતંત્ર સ્વરૂપ અસંગ આત્મા તથા નિત્ય-મુક્ત સ્વરૂપ હોવાનો નિર્ણય થાય છે.

(૫૨) આત્મા જો કે પોતાના નીજ સ્વરૂપ પૂર્ણપણે સ્વતંત્ર, અલગ ને અસંગ છે. તો પણ, એ વિચારો, મનો તથા ઈંદ્રિયોમાં ચમકે તથા એ બધાંને પ્રકાશિત કરે છે, તેથી, એ બધાં પણ પોતાના અંધકાર, તથા ગુણોના દોષ એને લગાડે છે. એવું પરસ્પરપણું હોવાને લીધે, એ બધાંની પ્રવૃત્તિ, (સંઘદોષથી) આત્મામાં (થતી હોવાનું), ને આત્માનો પ્રકાશ એ સર્વમાં હોવાનું કલ્પાય છે. એ હકીકતથી અજાણ્યો એવો બીચારો જીવાત્મા, મનતરંગો તથા ઈંદ્રિયોથી આત્માને નોખો નથી કરી જાણતો, તેથી તે એને જોતો હોવા છતાં નથી જોતો. એને જાણતો હોવા છતાં નથી જાણતો.

(૫૩) આ જ્યોતિમાં, જાણે કે, એક અનાદિ અજ્ઞાન (રૂપી) પડદો હોય છે, એનું નામ અવિદ્યા છે. અને જ્યારે અજ્ઞાનરૂપી પડદા નીકળે છે, ત્યારે એક દુનિયા (અર્થાત્ સંસાર) દેખાય છે. આ લોક ને પરલોક સહિતનો સમસ્ત સંસાર, એના જ ભેદ (રૂપી પડદા) છે. આ પદડા તો ઘણાં લાંબા, પરંતુ, સમષ્ટિરૂપે એ બધા મળીને ત્રણ છે, એક પડદો એવો છે કે જે એને છાયી દે છે. અને તેને લીધે એ જ્યોતિ છુપાયેલી રહે છે. બીજો પડદો એવો છે કે જેમાં એ જ્યોતિ છુપાયેલી છતાં છતી થઈ જાય છે. ત્રીજા પડદામાં એ જાતજાતનાં રૂપે એ દેખા દે છે. એ જ્યોતિને સાવ છાયી દેનારો પડદો તમોગુણ કહેવાય છે. જે એ જ્યોતિમાં રહીને એને પ્રકટ કરે છે, તે સત્વગુણ. ને જે જાતજાતનું “કરી” બતાવે છે, તે રજોગુણ કહેવાય છે. એ ત્રણ ગુણોને એકસહ (સમૂહરૂપે) દૈવી માયા કહેવામાં આવે છે. અને સામાન્યરૂપે સર્વ કોઈમાં, એજ પડદા અર્થાત્ માયા, ઈશ્વરીય યોજના કહેવાય છે, અને, એ માયાના ધર્મને લીધે (એની સાથેના સંબંધને લીધે). એજ આત્મજ્યોતિ, ઈશ્વરીય (અર્થાત માયાવી) કહેવાય છે. (73/76)

(૫૪) મનુષ્યનાં કર્મો જ્યારે મનુષ્યને પોતાના ફળનો ભોગ આપવા તૈયાર થાય છે, ત્યારે આ અજ્ઞાનના પડદાઓમાં ક્રિયા થાય છે. ને તેમાં આ ભેદરૂપી (એટલે કે ભ્રમથી જીવાત્મા જુદો હોવાની કલ્પનારૂપી) પડદાઓની આડ રહે છે, જ્યારે એમાં સજાવગુણની છાંટ સારી પેઠે હોય, ત્યારે આપણે એને વિદ્યા કહીએ છીએ, પરંતુ મેલા સત્વગુણને અવિદ્યા કહેવામાં આવે છે, સત્વગુણમાં રહેલી એ જ્યોતિ, પ્રતિબિંબ રૂપે પ્રકટ થાય છે. (-એટલે કે જણાય છે.) વિદ્યારૂપી સત્વગુણમાં પડતા એ પ્રકાશને, તથા તેને લીધે વિદ્યામાં જે અભિમાન (-એટલે કે હું પણું) ઉપજે છે, એને જ (શાસ્ત્રો) ઈશ્વર કહ્યા કરે છે. (પોતાની માયા અર્થાત્ ઈચ્છાને અનુસરીને જ્યારે બ્રહ્મ એવું ‘અભિમાન’ કરે છે કે ‘હું સૃષ્ટિ રચું,’ ત્યારે, એ માયાની અંદર, તે એ જ આત્મચૈતન્ય વડે એવી ‘ઈચ્છા’ રૂપી અભિમાન કરે છે, બ્રહ્મનું એવું પોતાની જ જ્યોતિમાં માયા સહિત પ્રવર્તતું, એ તેનું ઈશ્વર પદ છે.

(૫૫) વિદ્યા, (એટલે કે આત્મવિદ્યા,) પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે, અને આત્મજ્યોતિને ઢાંકી દેનારા અજ્ઞાનથી એ સાવ મુક્ત અને શુદ્ધ હોય છે. એ છે, આત્મજ્યોતિનો પરિચય. અને તેથી, એ ઈશ્વર નિત્યમુક્ત છે, ને સર્વજ્ઞ પણ છે. એ ચાહે તે કરી શકે છે. કેમકે એ જ્ઞાનનો સ્વામી છે. (Knowledge is Power!)

(૫૬) પરંતુ, અવિદ્યા દોષયુક્ત જ્ઞાન છે. કેમકે, એ તમોગુણથી સાવ મુક્ત નથી હોતી. તેથી, એને આત્મજ્યોતિ સાથે પરિચય થવા પામતો નથી. તેથી, અવિદ્યા વડે ગ્રસાયેલો મનુષ્ય, એ જ્યોતિ પરત્વે ઉલટા-સુલટા ખ્યાલો કરે છે, જે ઠીક નથી થતું. અને એ સર્વજ્ઞ નથી હોતો, પણ એના કર્મફળભોગ એની પાસે જેટલું કરાવવા તથા તેને આપવા તૈયાર હોય, તેટલું જ એ કરી શકે છે. તેથી, એ અશક્ત, તથા અજ્ઞાનના બંધનમાં ફસાયેલો જેવો રહે છે.

(૫૭) (રંગ એક જ હોય, પણ એની મિશ્ર-છાંટો Shades અનેક હોઈ શકે.) સંપૂર્ણ રંગ એક વસ્તુ છે, ને રંગની ઓછી-અધૂરી છાંટ એવી, એ સાવ જુદી વસ્તુ છે. એ દેખીતી હકીકત છે. તે કારણે, ઈશ્વર એક, ને જીવો (74/76) અનેક છે. પરંતુ, જીવને પ્રકટ કરનારી જે અવિદ્યા છે, તે ખરૂં જોતાં, મન તથા પ્રાણને પ્રથમ ઉત્પન્ન કરે છે. અને સાંકડાપણાથી ઘેરાયેલા મન તથા ઈંદ્રિયોની જે પ્રવૃત્તિઓ થાય છે, તે બધી, જીવમાં કલ્પિત છે, અને અવિદ્યા જેનું મૂળ છે એવા મન અર્થાત્ ચિત્તના તરંગોને લીધે, એ (જીવ) ના કર્મોનાં ફળના ભોગ પૂરા થાય તે માટે યોજાયેલો સંસારચક્રનો ધર્મ તેનામાં આરોપીત થાય છે. ( ને એમ કહેવાય છે, કે સંસારચક્રનું ચાલવું, એ “જીવનો ધર્મ”). જેવું કરે છે, તેવું પામે છે, એવો જે ન્યાય છે, એનો સંકેત કર્મકાંડમાં કરાયો છે.

(૫૮) કર્મો, સારાં હોય છે, કે બૂરાં, સારાં કર્મોને લીધે જીવાત્મા દેવયાન કે પિતૃયાનની સડકે ચઢીને ઉપરના લોકોમાં જાય, ને ત્યાં સર્વલોકના ભોગ ભોગવે. એ પૂરા થાય, ત્યારે એ ત્યાંથી પાચો વળી જાય. એમ, કદી ઉપર, કદી નીચે, એવા એ આંટાફેરા ફરે છે, જેને જન્મમરણનું ચક્ર કહે છે.

(૫૯) પરંતુ (કોઈ પણ પ્રકારનાં) કર્મો વડે, અવિદ્યામાં રહેલું અજ્ઞાન નાશ પામતું નથી. કેમકે (સત્યથી અસત્યની જેમ.) વિદ્યાથી અવિદ્યા ઘણી વેગળી પડે છે. જ્યાં સુધી મનુષ્ય જીવ આત્મવિદ્યા નથી મેળવતો, ત્યાં સુધી, કર્મકાંડમાં, (એટલે કે સત્કાર્યો વગેરેમાં) એ ગમે તેટલો આગળ વધે તો પણ, એની ( અંતઃકરણમાં ઘર કરી બેઠેલી) અવિદ્યા ટળતી નથી. તેથી, (નિત્ય પ્રસન્નતા રૂપી) પ્રસાદના અભિલાષીઓ આ આત્મજ્યોતિને પરખવામાં લાગી જાય છે, જ્યારે એની પીછાન થાય, ત્યારે એ વિદ્યા પ્રાપ્ત કરે છે, ને, જે આ દેહ તથા ઈંદ્રિયો (રૂપી પ્રપંચ) ની મૂળ છે, તે અવિદ્યા દૂર થઈ જાય છે. ને અવિદ્યાનો અભાવ થતાં, શરીર પડવા પછી, પેલા (સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય વગેરેની ભાવનાના) બધા પડદા ખસી જાય છે, એ વિદ્યા ઈશ્વરને દાખવી આપનારી હોવાથી, એ જીવાત્મા ઈશ્વર સાથે એકાકાર થઈ જાય છે, તથા સ્વર્ગનું સમસ્ત સામ્રાજ્ય, આ (વિદ્યાના) પરિચય દ્વારા એને બેઠ્ઠું મળી જાય છે, મફતમાં જ.

(૬૦) કહેવાનું તાત્પર્ય એ કે, પવિત્ર જ્યોતિસ્વરૂપ આત્મા, સર્વ પ્રકારે, સર્વથી અલગ, સર્વરૂપ, તથા અસંગ છે, (75/76) મનના વિચાર સાથે તદ્રૂપ બનીને, જાણે ધ્યાન કરતો તથા લીલા કરતો હોય, એવો એ થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં, નથી એ ધ્યાન કરતો, કે નથી રમત રમતો. નીદ્રાની અવસ્થા વખતે જ્યારે મનની વૃત્તિ બદલાઈ જાય છે, ત્યારે એ સૂતેલો જેવો, ને જ્યારે મનની વૃત્તિ બદલાઈ જાય છે, ત્યારે એ સૂતેલો જેવો, ને જ્યારે મનની વૃત્તિ જાગૃતિની અવસ્થામાં બદલાય છે. ત્યારે જાગતા જેવો થઈ જાય છે.

(૬૧) જ્યારે આ મન અંતઃકરણ) દેહ સાથેનો પોતાનો સંબંધ સાવ છોડી દે છે, ત્યારે એ જીવાત્મા જાણે મરતો હોય તેવો ભાસે છે. વાસ્તવમાં, આત્મા મરતો નથી, ને જન્મતોયે નથી. એ બધા ફેરફારોની ભાજગડ આ (આત્મ-ચૈતન્ય) માં જ થવા પામે છે. અને એ બધું, સાવ કલ્પિત, ને મનોમય છે. અને કર્મોનાં ભોગ પામવા માટે, એ મન, વાણોને તાંતણે બંધાઈને, હ્રદયકમળમાં કેદી થઈ રહે છે, કે જે પાછલા જન્મમાં એના પગમાં પડેલી બેડીઓ છે, (અહીં, હ્રદય કમળ એટલે, પૂર્વના સંસ્કારો તથા વાસનાઓનું જાળું સમજવું.)

(૬૨) કર્મોની સાંકળને લીધે, પ્રાણોના તારને કારણે, એ અંતઃકરણ, (-સંસ્કારો તથા વાસનાઓની ગાંઠરૂપ) હ્રદયકમળમાં બંધાયેલું છે. અને વળી તે પેલી આત્મજ્યોતિમાં (જાણવારૂપે) પ્રકટ થાય છે. તેથી, જીવાત્માની દ્રષ્ટિમાં, આત્મજ્યોતિ પણ, મુક્ત હોવા છતાં, હ્રદયમાં બંદીવાન પડેલી જેવી જણાય છે. આ હકિકતની જાણકારી, એ જ છે ખરા રહસ્યનું જ્ઞાન, અને એવું ભેદજ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન અથવા એની પ્રાપ્તિનું સ્થાન પણ, હ્રદય અથવા મન જ છે. (76/76)

ૐ ત્રીજો અધ્યાય સમાપ્ત ૐ

1/11/1975 Hand written.

 

Flat Earth Is Not The Psyop, The Globe Is – Santos Bonacci & Mark Devlin in Conversation

https://www.youtube.com/watch?v=Zds1TMpvBOg

 

Power vs. Force – Dr. David Hawkins Interview part 1

https://www.youtube.com/watch?v=b7k1dxdv10g

Tadrupanandji – Lecture 2012 – Qualities of “Stitha Prajna” – Part I

https://www.youtube.com/watch?v=qWpMgT8-UoI

Introduction to Vedanta – Swami Sarvapriyananda – Aparokshanubhuti – Part 1 – July 05, 2016

https://www.youtube.com/watch?v=3MRa2lR9MUg

Chhbilbhai Keval

10 Hill Side Road

French Wood

Preston – Lanc.

PR1 4NE

Phone – 01772-257350

Kantilal Parmar

1 Grays Lane

Hitchin – Herts – UK

SG5 2HA

Phone – 01462-459079

Mobile – 07980496392

Website – https://kantilal1929.wordpress.com/

 

 

 

 

 

 

Isavasya

Contents

Isavasya. 2

Shanti Path. 2

શાંતિપાઠ. 2

Isavasya. 4

Verse 01. 4

Isavasya. 7

Verse 02. 7

Isavasya. 9

Verse 03. 9

Isavasya. 11

Verse 04. 11

Isavasya. 12

Verse 05. 12

Isavasya. 14

Verse 06. 14

ઈશ્વરને જાણનાર મહાપુરુષની સ્થિતિ… 14

Isavasya. 15

Verse 07. 15

Isavasya. 17

Verse 08. 17

દર્શનનું ફલ.. 17

Isavasya. 18

Verse 09. 18

વિદ્યા ને અવિદ્યા વિશે.. 19

Isavasya. 20

Verse 10. 20

Isavasya. 21

Verse 11. 21

Isavasya. 23

Verse 12. 23

દેવતા ને ઈશ્વરની ઉપાસના વિશે.. 23

Isavasya. 25

Verse 13. 25

Isavasya. 26

Verse 14. 26

Isavasya. 27

Verse 15. 27

પરમેશ્વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના… 28

Isavasya. 29

Verse 16. 29

Isavasya. 31

Verse 17. 31

Isavasya. 33

Verse 18. 33

 

Isavasya

Shanti Path

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ॐ शांतिः शांतिः शांतिः ॥

om purnamadah purnamidam purnat purnamudachyate | purnasya purnamadaya purname vavasisyate ॥ om shantih shantih shantih ॥

શાંતિપાઠ તે પૂર્ણ છે ઈશ્વર, સૃષ્ટિ પૂર્ણ છે, તે પૂર્ણમાંથી જગ પૂર્ણ થાય છે; ભલે લઈ લો કદિ પૂર્ણ પૂર્ણથી, લીધા છતાં પૂર્ણ બચી રહે છે. ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥

અર્થઃ

ૐ – પરમાત્મા અદઃ – એ (પરબ્રહ્મ પરમાત્મા) પૂર્ણમ્ – સર્વપ્રકારે પૂર્ણ છે. ઇદમ્ – આ (જગત પણ) પૂર્ણમ્ – પૂર્ણ (છે) પૂર્ણાત્ – એ પૂર્ણ પરમાત્માથી જ પૂર્ણમ્ – આ પૂર્ણ જગત ઉદચ્યેત્ – ઉત્પન્ન થાય છે. પૂર્ણસ્ય – પૂર્ણના પૂર્ણમ્ – પૂર્ણને આદાય – લઇ લેવાથી પૂર્ણમ્ – પૂર્ણ એવ – જ અવશિષ્યતે – બાકી રહે છે.

ભાવાર્થઃ

ઉપનિષદમાં શાંતિપાઠ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એનું મહત્વ અનોખું છે. પ્રત્યેક ઉપનિષદનો આરંભ અને અંત શાંતિપાઠથી જ થતો હોય છે. સંસારમાં મનુષ્ય સૌથી વધારે શાંતિને ચાહે છે. તેવી રીતે પહેલાં પણ ચાહતો એની પ્રતીતિ વેદ અથવા ઉપનિષદના શાંતિપાઠ પરથી સહેલાઇથી થઇ રહે છે. એટલે તો એણે શાંતિપાઠની રચના કરી છે. શાંતિપાઠમાં પરમાત્માનું સ્મરણ છે અને કેટલીક હૃદયસ્પર્શી સદભાવનાઓના પ્રતિઘોષ પડેલા છે. વેદ અને ઉપનિષદના પ્રાતઃસ્મરણીય પરમાત્મદર્શી ઋષિવરો પોતાના સ્વાનુભવના આધાર પર કહી બતાવે છે કે શાંતિ અથવા પરમશાંતિની પ્રાપ્તિ પરમાત્મા સાથેના પ્રત્યક્ષ સંબંધની પ્રસ્થાપના સિવાય ના થઇ શકે. એ સંબંધની પ્રસ્થાપના માટે તન, મન, તથા વચનનો સંયમ આવશ્યક છે. આત્મસંયમ અને આત્મશુદ્ધિ સિવાય આત્મદર્શન ના થઇ શકે અને આ આત્મદર્શન અથવા આત્માનુભૂતિ સિવાય સનાતન શાંતિની ઉપલબ્ધિ આકાશકુસુમવત્ અશક્ય રહે છે. શાંતિની પ્રાપ્તિ માટે ભૌતિક પ્રદેશમાં પ્રયત્ન કરનારા માનવે આભ્યંતર ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવો જોઇએ. એવા પ્રવેશ સિવાય શાંતિની યાત્રા અધૂરી રહી જાય.

આ શાંતિપાઠમાં પરમાત્મા તથા જગત વિશેનાં ચિંતન, મનન અને નિદિધ્યાસનનો અનુભૂતિપૂર્ણ ઉદગાર સમાયેલો છે. એ ઉદગારને લક્ષમાં લેવા જેવો છે. જે જગત આપણી આજુબાજુ બધે જ પથરાયેલું છે, જેને આપણે અવલોકી અથવા અનુભવી રહ્યા છીએ તે જડ તત્વો કે પદાર્થોનો સંઘાત છે અને અપૂર્ણ છે એવી માન્યતા મોટેભાગે પ્રચલિત છે. એ માન્યતાના ઉપલક્ષમાં એક અવનવીન વિશિષ્ટ વિચારધારાની રજૂઆત કરતાં અહીં સૂચવવામાં આવે છે કે જગત જડ નથી. એ ઉપરથી જોતાં જડ જણાતું હોય તોપણ અંદરથી ચિન્મય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રષ્ટિથી એનું દર્શન કરતાં એ ચૈતન્યના પરમ પારાવાર જેવું જ લાગે છે. એ ઉપરાંત એને અપૂર્ણ કહેવું એ બરાબર નથી, અજ્ઞાનની અર્ઘદગ્ધ દશામાં એ અપૂર્ણ ભાસે છે ખરું, પરંતુ પરમ જ્ઞાનાભૂતિની પરિપૂર્ણ પાવન અલૌકિક અવસ્થામાં પૂર્ણ જ લાગે છે. એ વિચાર વિસ્મયકારક હોવા છતાં સાચો છે અને શાંતિપાઠ એને નિર્ભીક રીતે સહજતાપૂર્વક પ્રતીતિજનક રીતે રજૂ કરે છે.

શાંતિપાઠ સંક્ષિપ્ત છતાં સારગર્ભિત છે. એના ભાષા સીધીસાદી હોવાં છતાં ગહન છે. એની પાછળ બૌદ્ધિક પ્રતિભાનું પ્રગલ્લભ પીઠબળ નથી. પરંતુ વરસોની સાધનાના સુપરિણામે સાંપડલી સ્વાનુભૂતિનો રણકાર છે. એમાં કોઇપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પરમાત્મા પૂર્ણ છે અને આ જગત કે બ્રહ્માંડ પણ પૂર્ણ જ છે. પરમાત્મા પૂર્ણ છે એ વિધાનમાં તો કોઇને શંકા ના હોઇ શકે. પરિપૂર્ણતા એટલે જ પરમાત્મા એવું કહીએ તો પણ ચાલે. પરમાત્મા સચ્ચિદાનંદ છે અને એમની અંદર કોઇપણ પ્રકારની અપૂર્ણતા નથી હોતી. જે અપૂર્ણ હોય એને પરમાત્મા કહી શકાય જ નહિ; કોઇક બીજું નામ ભલે આપી શકાય. પરમાત્મા જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ અને યોગ્યતા અથવા વિકાસની દ્રષ્ટિએ પૂર્ણ છે. પરંતુ જગતને એવી રીતે પરિપૂર્ણ કહી શકાય ? હા. પરમાત્મા જ સર્વના મૂળમાં છે; પરમાત્મા સિવાય બીજું કશું પણ નહોતું અને નથી, તો પછી જગત પરમાત્માથી અલગ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ? જગત પ્રકારાંતરે પરમાત્મા જ છે, એની અંદર-બહાર અને એના રૂપમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા જ છે, એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એવું માનવું-મનાવવું બરાબર જ છે. સુવર્ણના અલંકારોને અલંકારોનું નામ આપીએ કે સુવર્ણ કહીએ બધું એક જ છે. એ પ્રમાણે જગતને જગત કહીએ કે પરમાત્માના પ્રતીક તરીકે ઓળખીએ, પરમાત્માનું સ્વરૂપ સમજીએ, બધું સરખું જ છે. જગતના રૂપમાં પરિપૂર્ણ પરમાત્મા પોતે જ પોતાની લીલા કરી રહ્યા છે.

પરમાત્મા પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે, અને પરિપૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગતનું પ્રાકટ્ય થાય છે, એ વાતનો વિચાર એક બીજી રીતે પણ કરી લઇએ. સમુદ્ર સ્વયં સંપૂર્ણ છે, એવી અંદર ઉત્પન્ન થતા તરંગો એનાથી જુદા નથી એટલે પૂર્ણ જ છે. એમના સ્વરૂપમાં સમુદ્ર જ દેખાય છે. એવી રીતે જગતના રૂપમાં પણ પરમાત્મા જ પ્રતીત થાય છે.

સંપૂર્ણ સમુદ્રમાંથી થોડું કે વધારે પાણી લઇ લઇએ તો સમુદ્રને હાનિ પહોંચતી નથી. સમુદ્ર તો એવો જ સુવિશાળ રહે છે. જગતના સર્જન અને વિસર્જનની ક્રિયાથી પરમાત્માને પણ એવી જ રીતે કોઇ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. એમની અંદરથી સૃષ્ટિનું સર્જન થાય તોપણ એ અપૂર્ણ નથી બનતા પરંતુ પૂર્ણ જ રહે છે.

શરીરની, મનની અને અંતરની ત્રિવિધ શાંતિની માનવને ઝંખના હોય છે. જીવનની પરિપૂર્ણતા, સ્વસ્થતા અને શાંતિ માટે એ ત્રણે પ્રકારની શાંતિની આવશ્યકતા હોય છે. એ ત્રિવિધ શાંતિને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ પણ કહે છે. શાંતિપાઠમાં એની કામના કરવામાં આવી છે. ભૌતિક પરિસ્થિતિનો પ્રભાવ માનવના ચિત્તતંત્ર પર અતિશય પ્રબળપણે પડતો હોય છે. દૈવી સંકેતો, ઉત્પાતો કે પ્રસંગો પણ એને અસર પહોંચાડે છે, અને એ આત્મિક રીતે, અવિદ્યાને લીધે દુઃખી, અસ્વસ્થ અથવા અશાંત રહ્યા કરે છે. એ ત્રણે પ્રકારની અશાંતિમાંથી મુક્તિને માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે. પરિસ્થિતિ માનવની ઇચ્છાને અનુકૂળ ના થાય તોપણ માનવને અસ્વસ્થ તો ના જ કરે અને ચલાયમાન ના બનાવે, એની વચ્ચે વસીને પણ માનવ પોતાની આત્મસ્થ શાંતિને અખંડ રાખે એ ઇચ્છવા જેવું છે. આપણે પણ એવી અખંડ અલિપ્તાવસ્થાને મેળવવા પ્રાર્થના કરીએ.

Isavasya

Verse 01

ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥१॥

om isa vasyamidam sarvam yatkincha jagatyam jagat । tena tyaktena bhunjitha ma grdhah kasyasviddhanam ॥ 1॥

ચરાચર જગત જે કૈં છે આ, ઈશ્વર તેમાં વ્યાપક છે; ત્યાગભાવથી ભોગવ તેને, તેમાં ના આસક્ત થજે. ॥૧॥

અર્થઃ

જગત્યામ – સમસ્ત જગતમાં યત્ કિં ચ – જે કાંઇ પણ જગત્ – જડ ચેતનાત્મક જગત છે ઇદમ્ – આ સર્વમ્ – સઘળું ઇશ – ઇશ્વર(થી) આવાસ્યમ્ – વ્યાપ્ત છે તેન – એ ઇશ્વરને સાથે રાખીને ત્યક્તેન – ત્યાગપૂર્વક, ત્યાગભાવે ભુંજીથાઃ – (આને) ભોગવતાં રહો મા ગૃધઃ – (આમાં) આસક્તિ ના કરો (કેમ કે) ધનમ્ – ધન અથવા ભોગ્ય પદાર્થ કસ્ય સ્વિત્ – કોનો છે, અર્થાત્ કોઇનો પણ નથી

ભાવાર્થઃ

ઇશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર એની અસાધારણ ભાવમયતા, અર્થઘનતા અને અસરકારકતાને લીધે સવિશેષ નોંધપાત્ર છે. એમાં સમાયેલો સંદેશ જીવનને માટેનો અને જીવનોપયોગી છે. એ સંદેશ વર્તમાન માનવજીવન અને જગતથી છૂટાછેડા લેવાની વાત નથી કરતો, જીવન કે જગતને અભિશાપરૂપ માનવાનું કે ધિક્કારવાનું નથી શીખવતો, જીવનને એક અશાંતિજનક અસહ્ય બોજો નથી માનતો, અને જીવન તથા જગતનો સંબધવિચ્છેદ કરીને એમના પરિત્યાગની પ્રેરણા નથી પૂરી પાડતો. એની સાથે જીવન અને જગતની મોહવૃતિ અથવા આંધળી આસક્તિનો પાઠ પણ નથી શીખવતો. જીવન અને જગતનો તિરસ્કાર ઉચિત નથી તેમ રાગ પણ નકામો છે.  જીવન ઇશ્વરનો અમૂલખ ઉપહાર છે અને સંસાર એમનું સરસ સવિશિષ્ટ સુધામય સર્જન. એ બંનેની સાથે આપણો એક અથવા બીજા કારણે સંબધ થયેલો જ છે તો તેમની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એમનો લાભ લઇને આત્મવિકાસને માર્ગે આગળ વધવાની આવશ્યકતા છે. એને માટે વિવેકપૂર્વક જીવવાની કળામાં કુશળ થવું જોઇએ.

આપણે ત્યાં જુદીજુદી જાતના કેટલાય યોગો પ્રચલિત છે. હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, કુંડલિનીયોગ, મંત્રયોગ, નાદાનુસંધાનયોગ – એ બધા નામો આપણે સાંભળ્યા છે, પરંતુ જીવનનું કલ્યાણ કરનારો, જીવન જીવવાની કળા શીખવનારો અને જીવનને જ્યોતિર્મય બનાવવાની શક્યતાવાળો એક બીજો યોગ છે. એને જીવનયોગ કહી શકાય. એના નામથી આપણે પરંપરાગત રીતે પરિચિત ના હોઇએ અથવા ધર્મગ્રંથોમાં એનું નામ ના મળતું હોય તોપણ જીવનયોગ એક અત્યંત અગત્યનો યોગ છે અને એની આવશ્યકતા સૌ કોઇને છે. એ યોગ બીજા પરંપરાગત પ્રવર્તમાન યોગો કરતાં લેશ પણ ઉતરતો નથી. એ યોગની જરૂરી સમજ ના હોવાને લીધે જ જીવન બોજારૂપ બની જાય છે, અમંગલ અથવા અવજ્ઞાકારક થાય છે, અને એનો વિશિષ્ટ લાભ નથી મળતો. મોટા ભાગનાં મનુષ્યો જીવન જીવે છે ખરાં પરંતુ જીવનયોગથી અનભિજ્ઞ રહીને. પરિણામે જીવન એમને માટે ને બીજાને માટે દુઃખદ બની જાય છે. એ સુખદ તથા સર્વમંગલનું સાધન નથી બની શકતું. એનો સુયોગ્ય સર્વાંગીણ વિકાસ નથી થતો. આ શ્લોકમાં જીવનને જ્યોતિર્મય કરનારા, સુખ-શાંતિ-સમુન્નતિથી સંપન્ન બનાવનારા એ જીવનયોગનું સંક્ષિપ્ત છતાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. એને સમજીને એનો સમુચિત આશ્રય લેવામાં આવે તો જીવનમાં આજે જે જડત્વ, નીરસતા, અસ્વસ્થતા, વિસંવાદિતા તથા કલેશકારકતા દેખાય છે તે દૂર થાય અને અવનવી ચેતના તથા પ્રસન્નતા ફરી વળે. માનવ આજે અસંતુષ્ટ, અશાંત અને દુઃખી છે અને બીજાને દુઃખી કરી રહ્યો છે એનું એક મોટામાં મોટું કારણ એ પણ છે કે એની પાસે જીવન જીવવાની આદર્શ ઉદાત્ત દ્રષ્ટિ નથી અને વિશદ વિશાળ વૃતિ નથી. એ ઉભયનો અભાવ મોટેભાગે એને સાલતો નથી. એને બદલે એ ઉભયથી એ સંપન્ન થાય તો એની અને બીજાની કેટલીય સમસ્યાઓ ટળી જાય અથવા એમનું સુખદ સમાધાન થાય. એ સંદર્ભમાં વિચારતાં ઉપનિષદમાં આ શ્લોકનું મહત્વ ઘણું મોટું છે.

જીવન જીવવાની કિમતી કળા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અહીં કહેવામાં આવે છે કે तेन त्यक्तेन भुञ्जीथाः । સંસારમાં જે કાંઇ છે, જે કાંઇ દેખાય છે કે અનુભવાય છે તેને ત્યાગભાવથી ભોગવતા રહો. ઋષિએ ભોગવવાની ના કહી, જીવન અને જગતથી દૂર નાસી જવાનું નથી જણાવ્યું, પરંતુ ત્યાગભાવે ભોગવવાની પ્રેરણા પૂરી પાડી છે. ત્યાગભાવે ભોગવવું એટલે ? એક રાગભાવે ભોગવવાનું હોય છે અને બીજું ત્યાગભાવે. બંનેમાં આભજમીનનો, ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલો તફાવત હોય છે. રાગભાવથી ભોગવવામાં અહંતા, મમતા, મોહવૃતિ, વિષયાસક્તિ, સ્વાર્થભાવના અને એ સૌની મૂળ માતા અવિદ્યા હોય છે. એવા ઉપભોગમાં ઘેન ચઢે છે ને ભાન ભૂલાય છે. એમાં માનવ પોતાનો જ વિચાર કરે છે ને પોતાને જ મહત્વનો માને છે. એને માટે બીજું બધું જ ગૌણ બની જાય છે. એ પોતાની જ સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સમુન્નતિના જપ જપે છે. એને માટે બીજાને સોસવું પડે તોપણ એને એ નથી સાલતું. એવા માનવો અવનીમાં આતંક ફેલાવે છે અને અશાંતિ તથા અવ્યવસ્થા ઉભી કરે છે. એથી ઉલટું ત્યાગભાવથી ભોગવવામાં નમ્રતા, નિર્મમતા, નિર્મોહવૃતિ, વિષય પ્રત્યેની ઉપરામતા અથવા અનાસક્તિ, નિસ્વાર્થભાવના અને પરમપાવની પ્રજ્ઞા હોય છે. ત્યાગભાવથી ભોગવનારને ભોગવવાનો નશો નથી ચઢતો. એ ભાન પણ નથી ભૂલતો. એની પાસે જે છે તેને એ પરમાત્માનો પ્રસાદ માનીને ભોગવે છે. એ કશાનો માલિક નથી બનતો. એ બીજાનો વિચાર પણ કરતો હોય છે. બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ અને સમુન્નતિનો અને એને સાકાર કરવાની સાધના કરે છે. એવી પરહિતને માટેની સાધનામાં કદાચ પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ તેમજ સમૃદ્ધિનો ભોગ આપવો પડે તોપણ એવો ભોગ આપવા પ્રસન્નતાપૂર્વક તૈયાર રહે છે. જગતના જુદાજુદા રૂપરંગાત્મક વાતાવરણની વચ્ચે વસીને પોતાની જીવન ધ્યેયને સતત રીતે યાદ રાખે છે અને એની પરિપૂર્તિના પ્રયત્નોમાં નિરંતર મક્કમતાપૂર્વક મશગૂલ રહે છે.

જગતમાં પોતાને માટે જીવનારા અને બીજાને માટે જીવનારા એવા બે પ્રકારના માનવો જોવા મળે છે. એમાંથી કૂતરા જેવા ને બીજાને કાગડા જેવા કહી શકાય. કૂતરાને જ્યારે રોટલો નાખવામાં આવે છે ત્યારે એ પોતાના પગ નીચે દબાવી રાખે છે, આજુબાજુ બધે જુએ છે, અને બીજું કોઇ કૂતરું નથી આવતું એની ખાતરી થતા ખાવા માંડે છે. બીજું કોઇક કૂતરું આવે તો રોટલાના ટુકડાને પગ નીચે દબાવીને એની સામે ભસવા માંડે છે, લડે છે, અને એ દૂર જાય ત્યારે જ જંપે છે. કૂતરું આમ તો વફાદાર હોય છે પરંતુ એનામાં સાથે મળીને ખાવાની, ત્યાગભાવથી ભોગવવાની વૃતિ તથા પ્રવૃતિનો અભાવ દેખાય છે. કાગડાની કથા એનાં કરતાં જૂદી જ હોય છે. એ શું કરે છે ? એની આગળ કોઇપણ પ્રકારનો ખોરાક નાખવામાં આવે એટલે એકલપેટાપણાનો ઉપદેશ એને ગળથૂથીમાંથી જ ન આપવામાં આવ્યો હોય એમ એ પોતાના જ્ઞાતિબંધુ જેવા બીજા કાગડાઓને બોલાવવા કાગ કાગ કરી મૂકે છે. અને બીજા કાગડાઓ એની આગળ એકઠા થાય છે પણ કોઇપણ પ્રકારના વિરોધ કે તજજન્ય ઘર્ષણ સિવાય શાંતિથી સંપીને આરોગે છે. કાગડાની બીજી વૃતિઓ કદાચ ખરાબ હશે કિન્તુ સાથે મળીને ખાવાની એ નિઃસ્વાર્થ સામાજિક વૃતિ આદરણીય, અભિનંદનીય અને અનુકરણીય છે. માનવે એમાંથી બોધપાઠ લઇને નક્કી કરવાનું છે કે પોતાના જીવનમાં ક્યી પ્રકારની વૃતિ કે પ્રવૃતિ કેળવવી છે, કૂતરા જેવી સ્વાર્થવૃતિ કે કાગડા જેવી સામાજિક સર્વ શ્રેયસ્કરી પરાર્થવૃતિ ? ઉપનિષદ કહે છે કે એણે ત્યાગવૃતિને અથવા પરહિતનું ધ્યાન રાખીને અનુભવાતી ભોગવૃતિ કેળવવી જોઇએ, એવી ભોગવૃતિ વિશુદ્ધ આત્મબલિદાન સાથે ભળીને એનું અધઃપતન નહીં આદરે પરંતુ એનું ને સમાજનું કલ્યાણ કરશે.

એ બંને વૃતિઓ કરતાં વિલક્ષણ એવી એક ત્રીજી વૃતિ તથા તજજન્ય પ્રવૃતિ પણ માનવની અંદર રહેલી છે. એ વૃતિ તથા પ્રવૃતિ અત્યંત વિરલ હોવા છતાં વાસ્તવિક છે અને કોઇકોઇવાર એનો પરિચય પ્રાપ્ત થાય છે. એ વૃતિવાળો માનવ બીજાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ કે સમુન્નતિને વિશેષ મહત્વ આપે છે એટલું જ નહીં પરંતુ એથી આગળ વધીને એને માટે પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ કે સમૃદ્ધિનું અને કોઇકોઇવાર જીવનનું પણ બલિદાન આપવું પડે તો આપવા તૈયાર રહે છે. અને હસતાં હસતાં આપે છે. પોતાની જાતને બીજાને માટે ખપાવી દે છે. ભારતીય સંસ્કૃતિએ એ સંદેશ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે. એ વિશેષતાને જીવનમાં સંમિશ્રિત કરવાનું કે વણવાનું કઠિન લાગે તોપણ ઉપનિષદના ત્યાગીને ભોગવવાના આદેશનું અનુસરણ તો કરવું જ ઘટે. એ આદેશનું અનુસરણ જો સર્વકોઇ કરે તો સમાજની સૂરત બદલાઇ જાય.

ત્યાગભાવથી ભોગવવાનો અર્થ મમતા અને આસક્તિને પરિત્યાગીને વસ્તુને ઇશ્વરનો પ્રસાદ માનીને ભોગવવાનો છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ છે તે બધું જ ઇશ્વરનું છે અને ઇશ્વરની એ મિલ્કતને પોતાની માનીને એમાં મમત્વ કરવાનું બરાબર નથી. જે ઇશ્વરનું અને ઇશ્વરે આપેલું છે તે ધન તેમજ જીવન ઇશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઇશ્વરના જગતની સુખાકારી માટે વપરાય તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા તેમાં રહેલા છે. તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે. એવી રીતે જ એનું અવલોકન કરવું જોઇએ. સૌની અંદર અને સર્વત્ર પરમાત્માનું દર્શન કરવામાં આવે તો ભેદભાવ, ભય, મોહ, રાગ, દ્વેષ અને મિથ્યાભિમાન મટી જાય. જીવન પ્રેમથી પુલકિત, પ્રસન્ન અને પવિત્ર થાય. જે સર્વત્ર પરમાત્માદર્શન કરે છે તે જગતના બહિરંગ દર્શનથી સંમોહિત થયા ને ભાન ભૂલ્યા વિના, વિવિધ નામરૂપાત્મક જગતમાં રહેલી અંતરંગ એકતાને અનુભવે છે. એનું જીવન શાંત અને સંવાદી બને છે.

Isavasya

Verse 02

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतँ समाः । एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥

kurvanneveha karmani jijivisecchhataD samah । evam tvayi nanyatheto’sti na karma lipyate nare ॥ 2॥

યોગ્ય કર્મને કરતાં કરતાં સો વર્ષ લગી જીવ અહીં, આ જ માર્ગ છે અનાસક્તિનો બીજા કોઈ માર્ગ નથી. ॥૨॥

અર્થઃ

કર્માણિ – શાશ્ત્રોક્ત સત્કર્મોને કુર્વન્ – કરતાં કરતાં જિજીવિષેત્ – જીવવાની ઇચ્છા કરવી જોઇએ એવમ્ – એવી રીતે (ત્યાગભાવથી પરમાત્માની પ્રસન્નતાને માટે) કર્મ – કરાતાં કર્મો ત્વયિ – તને નરે – માનવને ન લિપ્યતે – લિપ્ત નહિ કરે ઇતઃ – એથી (ભિન્ન) અન્યથા – બીજો કોઇ માર્ગ કે ઉપાય ન અસ્તિ – નથી (જેથી માનવ કર્મબંધનમાંથી છૂટીને જીવન મુક્તિ પામી શકે)

ભાવાર્થઃ

ધન ભોગૈશ્વર્ય, સંપત્તિ અને આ જડચેતનાત્મક સમસ્ત જગત પર કોઇ પણ માનવનો એકાધિકાર નથી. એ બધું પરિવર્તનશીલ અથવા અસ્થાયી છે. પાણીના પરપોટાની પેઠે એક દિવસ પ્રકટીને ફૂટી જવાનું છે. ફૂલની પેઠે ખીલીને કરમાઇ જવાનું છે. સરિતાની પેઠે સલિલથી છલકાઇને છેવટે સુકાઇ જવાનું છે. કોઇક સુકોમળ પત્રની ઉપર ઝાકળનું જલબિંદુ પડે, થોડુંક ઠરે ને ખરી પડે તેમ ક્ષણ બે ક્ષણ રહીને ખરી પડવાનું છે. ધીરા ભગતે એ જ સંદર્ભમાં ગાયું છે કે –

ઝાકળજળ પળમાં વહી જાશે જેમ કાગળમાં પાણી; કાયાવાડી તારી એમ કરમાશે થઇ જાશે ધૂળધાણી. પાછળથી પસ્તાશે રે મિથ્યા કરી મારું મારું; મન તુંહી તુંહી બોલે રે આ સપના જેવું તન છે તારું; અચાનક ઊડી જાશે રે જેમ દેવતામાં દારૂ.

છતાં પણ એવું જાણીને માનવે નિરાશ નથી થવાનું. સ્મશાન-વૈરાગ્યને કેળવીને હતોત્સાહ નથી બનવાનું, અને જીવનના રસને ખોઇ પણ નથી નાખવાનો. જીવનનો સાચો આનંદ આસક્તિને લીધે નહિ જન્મે, અનાસક્તિમાંથી જ પ્રાદુર્ભાવ પામશે. વાસ્તવિક રસ મમત્વમાંથી નહીં પ્રકટે, નિર્મમતામાંથી જ ઊગી નીકળશે. ચિરસ્થાયી અથવા અક્ષય ઉત્સાહ અવિવેક અથવા મોહમાંથી નહિ પ્રકટે, વિવેક અને નિર્મોહમાંથી જ પ્રકટી શકશે. જીવનની ચંચળતા અને જગતની પરિવર્તનશીલતાનું જ્ઞાન થયા પછીથી જીવનનો સાચો અક્ષય આનંદ પેદા થશે. એ પછી અનાસક્તિપૂર્વક વધારે સારી રીતે જીવી શકાશે. આ શ્લોક એની સાક્ષી પૂરે છે.

વેદમાં शतं जीवेम शरदः । शतं पश्येम शरदः । शतं श्रुणुयाम शरदः । शतं प्रब्रवाम शरदः । शतमदीनाः स्याम शरदः । शतं भूयश्च शरदः शतात । અર્થાત્ ‘અમે સહુ શરદઋતુ સુધી જીવીએ, સો શરદઋતુ સુધી જોઇએ, સાંભળીએ તથા બોલીએ, સો શરદઋતુ સુધી દીન બનવાને બદલે સુખી તથા સમૃદ્ધ રહીએ, એને એવી રીતે બીજી સો શરદઋતુ સુધી જીવતા રહીએ.’ એવું કહીને જીવન પ્રત્યેના પ્રેમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ક્યાંય જીવનને તિરસ્કારવાનો કે નગણ્ય સમજવાનો સંકેત નથી મળતો. વેદની એ વિચારધારાને અનુસરીને આ શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે કે માનવે જગતની પરિવર્તનશીલતાને સમજ્યા પછી પણ દીર્ઘાયુ થવાનો, સો વરસ સુધી શ્વાસ લેવાનો અથવા સારી પેઠે જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. માનવ શરીરનો મહિમા ખૂબ જ મોટો છે. એ શરીરમાં પ્રવેશવાનો અવસર મેળવવો એ એક સર્વોત્તમ સૌભાગ્ય છે. અલબત્ત, જો એને ઓળખી શકાય તો. એ સુંદર પરમાશ્ચર્યકારક શરીર દ્વારા પ્રખરમાં પ્રખર પુરુષાર્થ કરીને પોતાનું ને બીજાનું હિત સાધી શકાય છે અને જીવન-મુક્તિના મંગલમય મંદિર-દ્વારને ખોલી દેવાય છે. માટે જ એને શ્રયસ્કર સમજવામાં આવે છે. એની મદદથી સત્કર્મોનું અનુષ્ઠાન કરવું જોઇએ. ડગલે ને પગલે જાગૃતિપૂર્વક જીવીને જીવન વિકાસના માર્ગે મક્કમતાપૂર્વક આગળ વધવું જોઇએ. કેવળ કર્મના નહિ પરંતુ સત્કર્મોના મહિમાને સમજવો જોઇએ. આ જીવનમાં અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે. તેમને બહાર કાઢવાનો અને વિકસાવવાનો બને તેટલો બધો જ પુરુષાર્થ કરી છૂટવો જોઇએ. પ્રમાદી પુરુષો કશું જ કરી શકતા નથી. એટલે પ્રમાદને પરિત્યાગીને જીવનને ઇચ્છાનુસાર આકાર આપવા માટે આગળ વધવાની આવશ્યકતા છે.

કર્મોને એટલા માટે નથી કરવાનાં કે એમની મદદથી પરલોક અથવા જન્માંતરને સુધારી શકાય. પરલોકને અથવા જન્માંતરને સુધારવાની ભાવના-વૃતિ તથા પ્રવૃતિ છે તો સારી, પરંતુ એના કેફમાં પડીને અથવા એને આવશ્યકતાથી અધિક મહત્વની માનીને આ લોકને અથવા વર્તમાન જીવનને કે જન્મને અન્યાય નથી કરવાનો. આપણે ત્યાં ધર્માનુષ્ઠાનને નામે પરલોકને તથા જન્માંતરને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે એનો આધાર લેનાર વર્તમાન જન્મ કે જીવનને સુધારવાનો, સત્વશીલ કરવાનો કે ઉદાત્ત બનાવવાનો વિચાર નથી કરતો. સઘળા પ્રયત્નો શરીરને છોડ્યા પછીની ગતિ પર જ કેન્દ્રિત કરવામાં આવે છે. એ હકીકતને આદર્શ ના કહી શકાય. જે સત્કર્મ કરવાનું છે તે આ જ લોકમાં, આ જ જીવનમાં, इह एव કરવાનું છે. અને આ જીવનને ઉપર ઉઠાવવા માટે જ કરવાનું છે. આ જીવનને અને જગતને સ્વસ્થ, સુખમય, સમૃદ્ધ, સમુન્નત અને શાંત બનાવવાની પ્રવૃતિનો પરિત્યાગ કદાપિ કરવો ના જોઇએ.

ઉપનિષદ જણાવે છે કે જિજીવિષેત્ એટલે કે જીવવાની ઇચ્છા કરવી જોઇએ, મરવાની નહિ. જીવન જરૂરી છે. જીવન પ્રત્યે નિરાશ થવાથી અને અવજ્ઞાવૃતિ કેળવવાથી કશું જ નહિ વળે. જે જીવન ઇશ્વરે આપેલું છે તે ઇશ્વરને માટે અને ઇશ્વરની દૈવી દુનિયાને માટે વપરાવું જોઇએ. એની સફળતા તથા સાર્થકતા એમાં જ સમાયેલી છે. એવું જ જીવન શોભારૂપ છે જે ફૂલની પેઠે ફોરમ આપે છે અને અંતે દેવમંદિરમાં સમર્પિત બને છે. જીવનને કૃતાર્થ કરવાનો બીજો કોઇ માર્ગ નથી. માનવ પોતાની જીવન ધ્યેયને ભૂલી જાય છે. તે પ્રકૃતિના પ્રલોભનાત્મક પદાર્થોમાં આસક્ત થાય છે. એ એના દુઃખનું, બંધનનું અને એની અશાંતિનું અગત્યનું કારણ છે. એ કર્મ કરે અને સંસારમાં શ્વાસ લે તોપણ એની અંદર આસક્તિ ના કરે અને એનાથી અલિપ્તિ રહીને પરમાત્મામાં પ્રતિષ્ઠિત બને એ આવશ્યક છે. એવું કરવાથી એનું જીવન ઉત્સવમય બની શકે. જીવન જીવવાની એવી અદભૂત કળાનો અભાવ હોવાથી એનું જીવન અવ્યવસ્થિત અને અશાંત બની ગયું છે.

 

જીવનના મહિમાનું જયગાન ગાનારો આ શ્લોક સૌ કોઇને માટે કામનો છે. એની પ્રેરણાને ઝીલવામાં આવે તો જીવન જયોતિર્મય બને. જીવનને સુખશાંતિથી સંપન્ન કરવા માટે કર્મને દોષમય માનીને બાહ્ય જીવન-પ્રવૃતિનો પરિત્યાગ કરવાનું કહેનારા અને જગત પ્રત્યે તિરસ્કાર બુદ્ધિ કેળવવામાં મદદરૂપ બનનારા શ્ર્લોકો તો બીજા કેટલાય મળી આવે પરંતુ જગતને ઇશ્વરનું આવાસસ્થાન કહીને એને ચાહવાની અને અલિપ્તભાવે એનો ઉપયોગ કરવાની પ્રેરણા પાનારો આ શ્લોક ખરેખર અસાધારણ છે. એનું ઉચિત ગૌરવ કર્યા વિના આપણે રહી શકતા નથી. એ આપણને જીવનવિમુખ નથી બનાવતો, જીવન પ્રત્યે અભિમુખ બનાવે છે, અને એ થતાં પણ નિર્મમતા શીખવે છે એ એની વિશેષતા છે.

Isavasya

Verse 03

असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः । ताँस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः ॥३॥

asurya nama te loka andhena tamasa”vrtah । taste pretyabhigacchhanti ye ke chatmahano janah ॥ 3॥

યોનિ રાક્ષસ લોકોની છે અંધકારથી ભરી બધી, આત્મઘાત જે કરે, જાય તે, તે જ યોનિમાં ફરીફરી. ॥૩॥

અર્થઃ

અસુર્યા – અસુરોના નામ – પ્રસિદ્ધ લોકાઃ – જુદી જુદી યોનિ અથવા લોકો છે તે – તે બધા તમસા – અજ્ઞાન તથા દુઃખ ક્લેશરૂપ ગાઢ અંધકારથી આવૃતાઃ – વીંટળાયેલા છે યે કે ચ – જે કોઇપણ આત્મહનઃ – આત્માની હત્યા કરનાર જનાઃ – મનુષ્યો (હોય છે) તે – તે પ્રેત્ય – મરીને તાન્ – એ લોકોને અભિગચ્છન્તિ – અવારનવાર પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃ

આ શ્લોક પણ કર્મના મહિમાનું જ પ્રતિપાદન કરે છે. આપણે ત્યાં આત્મઘાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એ શબ્દ પરંપરાગત રીતે પ્રચલિત છે અને જુદા, એક પ્રકારના વિશિષ્ટ અર્થમાં વપરાય છે. એ અર્થ જાણીતો છે. જે પોતાનો નાશ નોતરે અથવા આપઘાત કરે એને આત્મઘાત કહેવાય છે. દુઃખ, ક્લેશ, વ્યાધિ, નિરાશા, કંગાલિયત, હાનિ અથવા બીજા કોઇયે કારણથી પ્રેરાઇને જીવનનો અંત આણનાર અથવા આણવાનો પ્રયત્ન કરનાર અપરાધી અથવા દંડપાત્ર પણ મનાય છે. જેમ માનવ બીજાનું ખૂન કરે છે તેમ પોતાનું પણ કરે છે. એ જીવનને ચાહી અથવા માણી નથી શકતો, ઉચિત ન્યાય નથી આપતો અને વિકસાવી નથી શકતો. હાથમાં આવેલા હીરાને ખોઇ દે છે. એવા આત્મઘાત કરનારા માનવોની સૂચિમાં એક અન્ય પ્રકારના માનવનો ઉમેરો કરવા જેવો છે. જે માનવો મહામોંઘા દેવદુર્લભ શરીરને મેળવીને આત્મકલ્યાણ કરવાને બદલે આત્માને ભૂલીને અનાત્મ પદાર્થોની પ્રીતિ કરે છે અને માનવતાનો મૃત્યુઘંટ વગાડે છે, આત્મદર્શનના પુણ્યપથમાં પ્રવૃત નથી થતા, આત્માની અશાંતિ અને આત્માનાં બંધનોને વધારે છે, એ બધા આત્મઘાતકો છે. ઉપનિષદ એમને આત્માનું હનન કરનારા કહે છે. એ જીવતા હોય છે તોપણ જીવનના રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યા વિના મરેલા હોય એવી રીતે જીવે છે. એ બીજું બધું જ કરે છે પરંતું આત્મકલ્યાણ કે આત્મવિકાસની પ્રવૃતિ નથી કરતા. એથી ઉલટું, પોતાના ને બીજાના બંધન, ક્લેશ, અશાંતિ અને દુઃખ વધે એવાં કુકર્મો કર્યા કરે છે.

એવા આત્મવિમુખ, આત્મઘાતક, માનવોનો સંસારમાં તોટો નથી. એ ઇન્દ્રિયોના ભોગોને જ સર્વકાંઇ સમજે છે અને એની અંદર ડૂબેલા રહે છે. એમની જીવતાં જ દુર્ગતિ થાય છે. એમને આત્મિક શાંતિનો અને જીવનના વાસ્તવિક વિકાસનો લાભ નથી મળતો. એ આસુરી સંપત્તિના મૂર્તિમંત સ્વરૂપ બનીને શ્વાસ લે છે. એમનું શરીર છૂટે છે ત્યારે શું થાય છે ? એમને કેવી મરણોત્તર ગતિની પ્રાપ્તિ થાય છે ? એનો ઉલ્લેખ કરતાં એ શ્લોકમાં કહેવામાં આવે છે કે એ ગતિ અતિશય અમંગળ હોય છે. એવા માનવોને મરણ પછી અવિદ્યાથી ભરેલા, આસુરી સંપત્તિના પ્રતીક જેવા, દુઃખ-દર્દ અને અશાંતિથી છલેલા લોકની અથવા યોનિની પ્રાપ્તિ થાય છે. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બનતા ને મુક્તિના મંગલ મંદિર દ્વારને નથી ઉઘાડી શકતાં. આવા સર્વોત્તમ માનવ શરીરને મેળવીને એ કરવા યોગ્ય પુરુષાર્થને નથી કરતા એટલે જીવન દરમ્યાન અને એ પછી પ્રાપ્ત થનારી સર્વોત્તમ સદગતિથી વંચિત રહી જાય છે.

પેલા ભક્ત કવિએ ઠીક જ કહ્યું છેઃ મળ્યો મનુષજનમ અવતાર માંડ કરીને, તમે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને …  માટે રામનામ સંભાર…

જમનો માર એટલે પીડા, પરિતાપ, દુઃખ, યંત્રણા, અશાંતિ. એમાંથી છૂટવા માટે પરમાત્માના સાક્ષાત્કારનો જ એકમાત્ર અકસીર અમોઘ ઉપાય છે.

Isavasya

Verse 04

अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत् । तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥४॥

anejadekam manaso javiyo nainaddeva apnuvanpurvamarsat । taddhavato’nyanatyeti tisthattasminnapo matarisva dadhati ॥ 4॥

પરમેશ્વર છે અચલ એક ને મનથી અધિક તીવ્ર ગતિના, અગમ્ય છે ઈન્દ્રાદિ થકીયે, આદિ સર્વના જ્ઞાનભર્યા. દેવતાય જાણી ન શક્યા તો બીજા તેને શું જાણે ? વાયુ શક્તિને પામી તેની વર્ષા જેવાં કર્મ કરે. ॥૪॥

અર્થઃ

તત્ – એ પરમાત્મા અનેજત્ – અચળ એકમ્ – એક મનસઃ – મનથી (પક્ષ) જવીયઃ – વિશેષ વેગવાળા છે પૂર્વમ્ – સૌના આદિ અર્ષત્ – જ્ઞાનસ્વરૂપ અથવા સૌના જ્ઞાતા છે. એનત્ – એ પરમાત્માને દેવાઃ – ઇન્દ્રાદિ દેવો પણ ન આપ્રુવન્ – પામી કે જાણી શક્યા નથી અન્યાન્ – બીજા ધાવતઃ – દોડવાવાળાને તિષ્ઠત્ – (સ્વયં) સ્થિત રહીને પણ અત્યેતિ – અતિક્રમણ કરે છે અથવા પાછળ પાડી દે છે તસ્મિન્ – એમને લીધે જ અથવા એમની જ સત્તાશક્તિથી માતરિશ્વા – વાયુ વગેરે દેવતા અપઃ – જલવર્ષા. જીવની પ્રાણધારણાદિ ક્રિયા જેવાં કર્મો દધાતિ – સંપાદન કરવામાં સમર્થ થાય છે.

ભાવાર્થઃ

પરમાત્માનો સાક્ષાત્કાર ના કરનારા અને પરમાત્મા પ્રત્યે અભિમુખ ના બનનારા માનવો દુઃખી થાય છે ને દુર્ગતિને પામે છે એ હકિકતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે, જેમને પામવાનો મહિમા આટલો બધો મોટો છે એ પરમાત્મા કેવા છે અને એમનું સ્વરૂપ કેવું છે ? પરમાત્મા કોઇ વ્યક્તિ નથી પણ શક્તિ છે, પરમ સર્વશ્રેષ્ઠ શક્તિ છે, સર્વશક્તિમાન છે, એ સ્પષ્ટપણે સમજી લેવાનું છે. જેમ વિદ્યુત શક્તિ સામાન્ય જેવી હોવાં છતાં અનેક પ્રકારની શક્યતાવાળી છે અને આશ્ચર્યકારક કાર્યો કરી શકે છે તેવી રીતે પરમાત્મા એથીયે અધિક સૂક્ષ્મ તથા સામર્થ્યવાળા છે અને સંસારના સર્જન-વિસર્જનાદિ અનેકાનેક કાર્યોને કરી શકે છે. એ સાચેસાચ કેવો છે એ તો કોણ અને કેવી રીતે કહી શકે ? એ મન અથવા વાણીના વિષય જ નથી, એમને અવાગ્મનસગોચર કહ્યા છે તોપણ મન એમનું મનન અને વાણી વર્ણન કરવાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પરિપૂર્ણ છે એવું ના કહી શકાય. એમની પરિપૂર્ણતાનો દાવો પણ કોઇ નથી કરતું. છતાં પણ એમની રીતે એમનું મહત્વ છે અને એવા પ્રયત્નોથી પરમાત્માને સમજવામાં ઓછીવત્તી મદદ મળે છે. એ દ્રષ્ટિએ કહી શકાય કે પરમાત્મા એક અને અચળ છે. એમની બરાબરી બીજા કોઇનાથી નથી કરી શકાય તેમ. સંસારના સર્જનપૂર્વે એકમાત્ર એ જ હતા, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. સંસારમાં ભયંકર પ્રલયંકર તોફાની પવનો વાય અને સર્જન-વિસર્જનના ક્રમ આરંભાય કે બદલાય તોપણ એમની ઉપર એની અસર નથી થતી. એ બધાની વચ્ચે એ અચળ રહે છે. અનેક પ્રકારના બાહ્યાભ્યંતર આઘાતો અને પ્રત્યાઘાતોની વચ્ચે પણ જે સ્વસ્થ, સ્થિર, એકરસ અને અછળ હોય એવી એક શાશ્વત સર્વોપરી સત્તાની શક્યતાને વિજ્ઞાન પણ નકારી નથી શકતું. અધ્યાત્મ, એ જ શાશ્વત સત્તાને પરમાત્મા કહે છે.

એ પરમાત્માનો વેગ મનથી પણ વધારે છે. એ સૌના આદિ, જ્ઞાનસ્વરૂપ અને સર્વના જ્ઞાતા છે. મોટા મોટા મુનિવરો અને દેવો પણ એમના મહિમાનો પાર નથી પામી શક્યા. દુનિયામાં એ સૌથી વધારે દિવ્ય છે. એમને લીધે જ જુદા જુદા દેવતાઓ પોતપોતાની પ્રવૃતિમાં પ્રવૃત થાય છે. એમના મહિમાનું જયગાન પૂરેપૂરી રીતે કોઇપણ ગાઇ શકે તેમ નથી.

Isavasya

Verse 05

तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके । तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥

tadejati tannaijati taddure tadvantike । tadantarasya sarvasya tadu sarvasyasya bahyatah ॥ 5॥

ચાલે છે તે નથી ચાલતો, દૂર તે અને સમીપ છે; સમસ્ત જગમાં વ્યાપક છે તે, જગતથી વળી અલીપ્ત છે. ॥૫॥

અર્થઃ

તત્ – તે એજતિ – ચાલે છે તત્ – તે ન એજતિ – નથી ચાલતા તત્ – તે દૂરે – દૂરથી પણ દૂર છે તત્ – તે ઉ અન્તિકે – અત્યંત પાસે છે તત્ – તે અસ્ય – આ સર્વસ્ય – સમસ્ત જગતની અન્તઃ – અંદર પરિપૂર્ણ છે (અને) તત્ – તે અસ્ય – આ સર્વસ્ય – સમસ્ત જગતની ઉ બાહ્યતઃ – બહાર પણ છે.

ભાવાર્થઃ

પરમાત્મા સાચેસાચ કેવા છે તે વિશે આ શ્ર્લોકમાં વિશેષ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમનું સામર્થ્ય અને જ્ઞાન અપ્રતિમ છે એ તો આપણે જોઇ લીધું. એ અત્યંત અસાધારણ, એક અને અનુપમ હોવાથી એમનું સર્વ કાંઇ અનુપમ છે. આ શ્ર્લોકમાં એમના વિશે બહારથી કેટલાક વિરોધાભાસી ભાવો કે વિચારોની અભિવ્યક્તિ કરવામાં આવી છે. એ અભિવ્યક્તિ બહારથી વિરોધાભાસી હોવાં છતાં અંદરથી શાંતિપૂર્વક વિચારવાથી પૂરક દેખાય છે.

પરમાત્મા ચાલે છે એટલે કે ચાલનારા પદાર્થોને ચાલવાની શક્તિ અથવા ગતિ આપનારા બીજા કોઇ જ નહીં પરંતુ પરમાત્મા જ છે. પરમાત્મા જ એમની અંદર ગતિસંચાર કરે છે અથવા એમના રૂપમાં પરમાત્મા જ દ્રષ્ટિગોચર થાય છે અથવા ચાલે છે. તે નથી ચાલતા એટલે સર્વ પ્રકારની ભૌતિક પ્રવૃતિઓથી પર છે. પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત તથા સ્થિર છે. જગતનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ઉષા તથા સંધ્યા, દિવસ અને રાત, શરદ-વસંત, ગ્રીષ્મ અને વર્ષા વારાફરતી આવે છે ને જાય છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળ પોતપોતાની અને પવનની લલિત લહરી પોતાની પ્રવૃતિમાં પ્રવૃત છે. વિલક્ષણ રીતે રાસલીલા રમ્યા કરે છે. સરિતા સમુદ્રની દિશામાં સતત અભિસરણ કરતી રહે છે અને સમુદ્ર ભરતી-ઓટની વિરોધાભાસી રમત રમે છે. સમસ્ત સર્જન એક ક્ષણને માટે પણ સ્થિર હોય એમ નથી લાગતું. એનો સ્થૂળ-સુક્ષ્મ વ્યાપાર અબાધિત રીતે એકધારો ચાલતો જ હોય છે. પરંતુ પરમાત્મા એવા સર્વ પ્રકારના વ્યાપારથી પર છે. એમને કશું જ નથી સ્પર્શતું. એ સૌથી અલિપ્ત હોય છે. એ દૂર-સુદૂરવર્તી પદાર્થોમાં તો રહેલા જ છે પરંતુ પાસેમાં પાસે પણ વિરાજે છે. પ્રાણની પણ પાસે છે. એ ઉપરાંત, આસુરી સંપત્તિવાળા, કુકર્મપરાયણ, પરમાત્માથી વિમુખ માનવોને માટે પરમાત્મા દૂર છે. પરંતુ પરમાત્માભિમુખ, સત્કર્મપરાયણ, દૈવી સંપત્તિવાળા માનવોને માટે તદ્દન પાસે અથવા સુલભ છે. અજ્ઞાનની અવસ્થા દરમ્યાન દૂર છે અને આત્મજ્ઞાનની અલૌકિક અનુભવપૂર્ણ અવસ્થા દરમિયાન પાસે. જીવનને નિર્મૂળ બનાવવાનો પ્રયત્ન કરતાં જે ધ્યાનપરાયણ બને છે અને સત્સંગનો આધાર લે છે તેની છેક જ પાસે છે અને ઘોર વિષયી જનોથી દૂર. એ જગતની અંદર છે અને બહાર પણ છે. જગતમાં રહેવા છતાં જગતમાં પૂરેપૂરા કેદ નથી થઇ શકતાં. જગતમાં જે ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્ય દેખાય એ તો એમના અનંત ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્યના અંશ બરાબર પણ નથી એવું નિશંક રીતે કહી શકાય. એવી રીતે સમજવાથી સંસારનાં સાધારણ-અસાધારણ આકર્ષણોમાંથી સહેલાઇથી મુક્તિ મેળવી શકાય અને એવાં આકર્ષણોના શિકાર ના થવાય. સંસાર જ સર્વ કાંઇ છે અને એથી પર કે બહાર બીજું કાંઇ જ નથી એવી અજ્ઞાનજન્ય મોહમૂલક માન્યતાનો અંત આવે. સંસારમાં રહેલા પરમાત્માને પેખીને ભેદભાવથી છૂટવાથી વૃતિ બળવાન બની જાય ને તદનુસાર પ્રવૃતિ થવાથી જીવન સાર્થક થાય.

Isavasya

Verse 06

यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥६॥

yastu sarvani bhutanyatmanyevanupasyati । sarvabhutesu chatmanam tato na vijugupsate ॥ 6॥

ઈશ્વરને જાણનાર મહાપુરુષની સ્થિતિ પરમાત્મામાં જુએ સર્વને, જુએ સર્વમાં પરમાત્મા, એવો જ્ઞાની સુખ વરસાવે, કોઈની ના કરે ઘૃણા. ॥૬॥

અર્થઃ

તુ – પરંતુ યઃ – જે મનુષ્ય સર્વાણિ – સંપુર્ણ ભૂતાનિ – પ્રાણીને આત્મનિ – પરમાત્મામાં એવ – જ અનુપશ્યતિ – નિરંતર જુએ છે ચ – અને સર્વભૂતેષુ – સઘળાં પ્રાણીમાં આત્માનમ્ – પરમાત્માને (પેખે છે) તતઃ – તે પછી ન વિજુગુપ્સતે – એ કોઇની ઘૃણા કરતો નથી કરતો

ભાવાર્થઃ

માનવ બીજા પ્રત્યે ધૃણાની દ્રષ્ટિએ શા માટે દેખતો હોય છે ? સ્વાર્થ, અહંકાર, ઇર્ષા જેવી વૃતિઓને લીધે, એવી અમંગલ વૃતિઓને લીધે એની સદબુદ્ધિ ઘેરાઇને ઢંકાઇ જાય છે, અને એનું દર્શન વિપરીત તથા વિકૃત થાય છે. સદબુદ્ધિને જાગ્રત કરવા, વધારવા અને વૃતિ, દ્રષ્ટિ તથા પ્રવૃતિને પવિત્ર બનાવવા પરમાત્માની સાથે સંબધ બાંધવાનું અનિવાર્ય છે. પરમાત્માની સાથે સંબંધ બંધાવાથી પારસના સ્પર્શથી પલટાતા લોઢાની પેઠે માનવનું સર્વ કાંઇ પલટાઇ જાય છે. વ્યક્તિત્વ વિશદ બને છે અને દર્શન ઉદાત્ત અથવા અલૌકિક.

યોગી ભર્તૃહરિ પોતાના વૈરાગ્યશતકમાં જણાવે છે કે  જીવનમાં જ્યારે કામવાસનાના વેગને લીધે અજ્ઞાન છવાયેલું ત્યારે સમસ્ત જગત નારીમય દેખાયા કરતું. પરંતુ હવે અંતરમાં અને આંખમાં સદસદ્ વિવેકરૂપી અંજન અંજાવાથી કામવાસનાનો કમળો દૂર થયો છે. એટલે અખિલ બ્રહ્માંડમાં પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી દેખાતું. પ્રેમભક્તિમાં ડૂબેલી ગોપીઓ જડચેતનમાં સર્વત્ર ભગવાન કૃષ્ણનું દર્શન કરતી. આત્મજ્ઞાની, એવી રીતે ભગવદગીતાની ભાષામાં કહીએ તો સર્વે જીવોમાં અથવા સમસ્ત સંસારમાં પરમાત્માને અને સમસ્ત સંસારને પરમાત્મામાં જુએ છે. એવું દર્શન એને સારુ સ્વાભાવિક થઇ જાય

सर्वभूतस्थत्मा सर्वभूतानी चात्मनि ।

જે સૌની અંદર પરમાત્માને જ પેખે છે તે કોને તિરસ્કારે કે કોના પ્રત્યે દ્વેષ રાખે ? કોનો ભય રાખે ને કોનો મોહ ? કોને શત્રુ સમજે ને કોને મિત્ર માને ? જે સર્વત્ર પરમાત્માની જ પરમસત્તાને અનુભવતો હોય તે કોઇને તિરસ્કારી શકે જ નહિ. પરમાત્મભાવનું અનુસંધાન તૂટવાથી જ જીવનમાં એક અથવા બીજા અનર્થોની પરંપરા ઊભી થાય છે. જ્યાં પરમપવિત્ર પરમાત્મભાવ હોય છે ત્યાં અનર્થો નથી રહી શકતા. સંત તુલસીદાસે એનો મહિમા બતાવતાં રામાયણમાં કહ્યું છે તે ઉચિત જ છે કે

ઉમા જો રામચરનરત, વિગત કામ-મદ-ક્રોધ, નિજ પ્રભુમય દેખહિ જગત, કેહિ સન કરહિ વિરોધ.

એ કથન ઉપનિષદના આ ઉદગારોની માર્મિક રજૂઆત જેવું લાગે છે. એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે, હૃદય જ્યાં સુધી કામક્રોધાદિનું ક્રીડાંગણ હોય અથવા નિર્મળ ના હોય ત્યાં સુધી પોતાની અંદર અને બહાર પરમાત્માનું પરમ પવિત્ર દર્શન કેવી રીતે થઇ શકે ? જીવનને નિર્મળ કરવાની આવશ્યકતા સૌથી મહત્વની ને મોટી છે. તેના સિવાય પરમાત્મભાવના સુમેરુ શિખર પર ના જ ચઢી શકાય.

કોઇ માનવ પરમાત્મ દર્શનનો દાવો કરતી હોય અને છતાં પણ બીજાની અવજ્ઞા કે ઘૃણા કરતો હોય તો તેનો દાવો પોકળ છે અને આચાર સાથે મેળ નથી ખાતો એવું નિશ્ચયાત્મક રીતે સમજી લેવું. પરમાત્માની પાસે પહોંચનાર માનવનાં નેન અને વેણ બદલાય છે, વિમલ બને છે, એનો વ્યવહાર વિશદ થાય છે અને એની વૃતિ પણ ઉત્તમતા ધારણ કરે છે.

 

Isavasya

Verse 07

यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः । तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥७॥

yasminsarvani bhutanyatmaivabhudvijanatah । tatra ko mohah kah soka ekatvamanupasyatah ॥ 7॥

પ્રાણી સૌને પરમાત્માનાં સ્વરૂપ જેવાં જે દેખે, મોહશોક શો તેને, તે તો ક્રીડા પ્રભુ સાથે જ કરે. ॥૭॥

અર્થઃ

યસ્મિન્ – જે સ્થિતિમાં વિજાનતઃ – પરમાત્માને બરાબર જાણનારા મહાપુરુષના (અનુભવમાં) સર્વાણિ – સંપૂર્ણ ભૂતાનિ – પ્રાણી આત્મા – એક પરમાત્મ સ્વરૂપ એવ – જ અભૂત્ – થઇ જાય છે. તત્ર – તે સ્થિતિમાં એકત્વમ્ – એકતાનો અથવા એકમાત્ર પરમાત્માનો અનુપશ્યતઃ – સતત રીતે સ્વાનુભવ કરવાવાળા પુરુષને માચે કઃ – ક્યો મોહઃ – મોહ (રહી જાય છે અને) કઃ – ક્યો શોકઃ – શોક ?

ભાવાર્થઃ

આ શ્લોક આની પહેલાંના શ્લોકના અનુસંધાનમાં જ લખાયેલો લાગે છે. એનો ભાવ એ શ્લોકને અનુસરતો છે. પરમાત્મદર્શી, પરમાત્મામાં પ્રતિષ્ઠિત મહાપુરુષને સર્વત્ર, સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સતત રીતે પરમાત્માનો જ અનુભવ થતો હોય છે. એ પરમાત્મામાં જ રમે છે, રહે છે ને શ્વાસ લે છે. એ સંબંધ એક ક્ષણને માટે પણ નથી મટી જતો. એવા મહાપુરુષ પ્રસન્નતાના પારાવારમાં ડૂબીને પ્રસન્નતાની પ્રતિમા બની જાય છે. એમને શોક, મોહ કે સંતાપ નથી સતાવી શકતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ પોતાના ચિત્તતંત્રને સ્વસ્થ રાખી એમના આંતરિક આનંદને સાચવી શકે છે.

એવા આત્મદર્શી, આત્મારામ, આત્મતૃપ્ત, આત્મનિષ્ઠ મહાપુરુષો શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને આત્માનુસંધાનનો આનંદ અનુભવતા હોય છે. સંસારના સામાન્ય મનુષ્યો જે શોક, મોહ અને સંતાપથી ઘેરાયેલા હોય છે તે શોક, મોહ અને સંતાપના શિકાર કદીપણ તેઓ નથી બનતાં. કોઇ માનવ પરમાત્મદર્શી ના હોય અને પરમાત્મપ્રેમી હોય તોપણ શોક-મોહથી મુક્તિ મેળવે છે. જીવનમાં જે કાંઇ બને છે તે ઇશ્વરની ઇચ્છા પ્રમાણે મંગલને માટે જ બને છે એવો એને વિશ્વાસ હોય છે. એ વિશ્વાસથી પ્રેરાઇને જીવતો હોવાથી એ સર્વકાળે તથા સ્થળે સ્વસ્થતાપૂર્વક જીવી શકે છે.

પોતાની અંદર અને બહાર પરમાત્મનું દર્શન કરનારને મોહ થઇ શકે છે ? ના. કદાપિ નહિ. પરમાત્માનું દર્શન કરનાર તો પરમ પવિત્ર પ્રેમથી પરિપ્લાવિત બની જાય છે, પ્રેમરંગથી રંગાઇ જાય છે. સર્વત્ર પરમાત્મદર્શન કરીને એ સર્વપ્રત્યેના સ્નેહથી સંપન્ન બનીને સૌના હિતસાધનમાં તત્પર રહે છે. એવી તત્પરતા એને માટે સ્વાભાવિક બની જાય છે.

સામાન્ય માનવો પણ એવી ભાવના અથવા તત્પરતા કેળવે તો તે તેમને તથા બીજા બધાને માટે ઉપયોગી થઇ પડે તેમાં શંકા નથી, વરસો પહેલાં યુદ્ધના સમય દરમ્યાન સ્ટેશનો પર લખવામાં આવતું કે May I help you ? હું તમને મદદરૂપ થઇ શકું ? હું તમને શી મદદ કરું ? એના પાછળની ભાવના ખૂબ જ સારી હતી. બીજાને તન, મન, વચન, ધન, પદ, અથવા અધિકાર દ્વારા ઉપયોગી થવાની ભાવનાને સેવીને સમય પર ઉપયોગી થવામાં મનુષ્યતા રહેલી છે. એવી સદભાવનાવાળા મનુષ્યો ‘અમે બીજાની શી મદદ કરીએ’ એવું વિચારીને બેસી રહેતા નથી, પરંતુ તદનુસાર પ્રયત્નો કરે છે એટલે કે બીજાને ઉપયોગી થવાના સાધનો શોધે છે. પ્રત્યેક પુરુષ જો એવી સદભાવનાથી સંપન્ન બનીને જીવવા માંડે તો સમાજનું સ્વરૂપ જ બદલાઇ જાય અર્થાત્ વધારે સારું થાય. રાતે સૂતી વખતે પ્રત્યેકે પોતાની જાતને પૂછવું જોઇએ કે આજને જે સ્વર્ણસમય મને જીવનના રૂપમાં પ્રાપ્ત થયેલો તે દરમિયાન મેં મારે માટે તો ઘણું ઘણું કર્યું પરંતુ બીજાને માટે શું કર્યું ? સવારે ઉઠીને પોતાની સમગ્ર શક્તિ તથા સાધનસામગ્રી દ્વારા બીજાને માટે પણ જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. એવી રીતે જીવવામાં આવે તો સંસારના મોટાભાગનાં શાક-સંતાપ તથા મોહ દૂર થઇ જાય ને જીવન તથા જગત જીવવા જેવું થાય. બીજાને માટે જીવાયેલું જીવન સાર્થક જીવન છે.

Isavasya

Verse 08

स पर्यगाच्छुक्रमकायमव्रण- मस्नाविरँ शुद्धमपापविद्धम् । कविर्मनीषी परिभूः स्वयम्भू-र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः॥८॥

sa paryagacchhukramakayamavrana- masnavira suddhamapapaviddham । kavirmanisi paribhuh svayambhu- ryathatathyato’rthan vyadadhacchhasvatibhyah samabhyah ॥ 8॥

દર્શનનું ફલ પરમ જ્યોતિમય છિદ્રરહિત ને અશરીરી જે પરમાત્મા, દિવ્ય સચ્ચિદાનંદરૂપ જે, જ્ઞાની તેને પ્રાપ્ત થતા. દ્રષ્ટા ને સર્વજ્ઞ જે વળી, સર્વનિયંતા અનાદિ છે, સ્વયંભૂ બની જે પ્રાણીને કર્મપ્રમાણે ફલ દે છે. ॥૮॥

અર્થઃ

સઃ – મહાપુરુષ શુક્રમ્ – પરમ પ્રકાશમય અકાયમ્ – સૂક્ષ્મ શરીરથી રહિત અવ્રણમ્ – છિદ્રરહિત કે ક્ષતરહિત અસ્નાવિરમ્ – શિરાઓ વગરના અથવા સ્થૂળ પંચભૌતિક શરીરથી રહિત શુદ્ધમ્ – અપ્રાકૃત દિવ્ય સચ્ચિદાનંદ-સ્વરૂપ અપાપવિદ્ધમ્ – શુભાશુભ કર્મ સંપર્કશૂન્ય પરમાત્માને પર્યગાત્ – પામી લે છે. (જે) કવિઃ – સર્વદ્રષ્ટા મનીષી – સર્વજ્ઞ અને જ્ઞાનસ્વરૂપ પરિભૂઃ – સર્વત્ર રહેનારા, સર્વનિયંતા સ્વયંભૂઃ – સ્વેચ્છાથી પ્રકટનારા છે (અને) શાશ્વતીસ્યઃ – અનાદિ સમાભ્યઃ – કાળથી યાથાતથ્યતઃ – સર્વે પ્રાણીઓના કર્મ પ્રમાણે યથાયોગ્ય અર્થાત્ – સંપૂર્ણ પદાર્થોની વ્યદઘાત્ – રચના કરતા આવ્યા છે.

ભાવાર્થઃ

પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે કેવી જાતની અસાધારણ આત્મિક યોગ્યતાની આવશ્યકતા હોય છે એનો નિર્દેશ અત્યાર સુધીની ચર્ચાવિચારણા પરથી સહેજે મળી શકે છે. શોક અને મોહમાં મગ્ન માનવને માટે પરમાત્માની પ્રાપ્તિનું કાર્ય અતિશય કઠિન, લગભગ અશક્ય જેવું થઇ પડે છે. પરમાત્માની કૃપાને મેળવવા માગનારનું જીવન નિર્મળ જોઇએ અને મન સ્વસ્થ તથા સ્થિર. નિર્મળ મનના મહાપુરુષો શ્રદ્ધાભક્તિ સહિતની સતત સાધના દ્વારા પરમાત્માને પામી અને જાણી શકે છે. એ પરમાત્મા સ્થૂળ પ્રાકૃત શરીરથી રહિત સચ્ચિદાનંદસ્વરૂપ છે. સર્વજ્ઞ, સ્વયંભૂ અને જ્ઞાનસ્વરૂપ છે. સર્વવ્યાપક તથા સૌના નિયંતા છે. એ સ્વેચ્છાનુસાર સ્વૈચ્છિક રૂપ લઇને પ્રકટ થવાની શક્તિવાળા છે. સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરે છે અને સૌને એમના કર્મસંસ્કારોને અનુલક્ષીને ફળ આપે છે. સનાતન કાળથી સંસારના સૂત્રધાર તરીકે કાર્ય કરે છે.

પરમાત્મા જુદાજુદા જીવોનાં કર્મોની વ્યવસ્થા કરે છે અથવા કર્મફળપ્રદાતા બને છે તોપણ કર્મ અને કર્મફળની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. સૌના સૂત્રધાર અને સંરક્ષક હોવા છતાં સર્વે જાતની અહંતા-મમતામાંથી મુક્ત છે. એ આટલા વિશાળ વિશ્વનો ખેલ તો કરે છે પરંતુ તદ્દન ન્યારા રહીને. એમને કશું જ નથી સ્પર્શી શકતું.

એવા પરમાત્માને પામવા માટેની યોગ્યતા પણ એવી જ અનોખી હોવી જોઇએ. માનવે પોતે અહંતા, મમતા અને આસક્તિથી રહિત બનવું જોઇએ. એ સિવાય એનું જીવન ભાગ્યે જ કૃતકૃત્ય બની શકે.

એ પરમાત્મા માનવની પોતાની અંદર પણ વિરાજમાન છે. એની છેક જ પાસે. પ્રાણની પણ પાસે. એના અંતરના અંતરતમમાં. ત્યાં એમનો સાક્ષાત્કાર કરવા માટે કટિબદ્ધ બનવું જોઇએ. એને માટે અંતરંગ સાધનાનો આધાર લેવો જોઇએ. અંતરંગ સાધન દ્વારા એ પરમાત્માનો સાક્ષાત્કાર પોતાની અંદર સધાશે એટલે બહાર બધે પણ સહેલાઇથી શક્ય બનશે.

Isavasya

Verse 09

अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते । ततो भूय इव ते तमो य उ विद्यायाँ रताः ॥९॥

andham tamah pravisanti ye’vidyamupasate । tato bhuya iva te tamo ya u vidyayaD ratah ॥ 9॥

વિદ્યા ને અવિદ્યા વિશે અજ્ઞાનથકી મત્ત બને તે અંધકારમાં અટવાયે, જે ખાલી વિદ્યા વાચાળો તેથી પણ વધુ દુઃખ પામે. ॥૯॥

અર્થઃ

યે – જે માનવ અવિદ્યામ્ – અવિદ્યાને ઉપાસતે – ઉપાસે છે (તે માનવ) અન્યમ્ – અજ્ઞાન સ્વરૂપ તમઃ – ઘોર અંધકારમાં પ્રવિશન્તિ – પ્રવેશે છે યે – જે વિદ્યાયામ્ – વિદ્યામાં રતાઃ – રત છે કે જ્ઞાનના મિથ્યાભિમાનથી મત્ત છે તે – તે તતઃ – એથી ઉ – પણ ભૂયઃ ઇવ – વધારે તમઃ – અંધકારમાં (પ્રવેશે છે)

ભાવાર્થઃ

આ શ્લોકનો સૂર અત્યાર સુધીના શ્ર્લોકો કરતાં થોડોક બદલાય છે. ઇશાવાસ્ય ઉપનિષદ જીવન પ્રત્યે અભિમુખ બનવાનું ઉપનિષદ છે. એના આરંભમાં જીવનના મૂળભૂત ધ્યેયનો અને એ ધ્યેયપ્રાપ્તિના વ્યાવહારિક સર્વસામાન્ય સર્વસુલભ સાધનાનો સુપરિચય કરાવવામાં આવ્યો. એ ધ્યેયને પ્રાપ્ત નહિ કરનારી ગતિ વિશે પણ કહેવામાં આવ્યું. અને એ ધ્યેય-સિદ્ધિના સુમેરુ શિખર પર પહોંચેલા સ્વાનુભવસંપન્ન સત્પુરુષના વ્યક્તિત્વનું વિશદ, આછુંપાતળું છતાં રમણીય રેખાચિત્ર રજૂ કરવામાં આવ્યું. પરમાત્માનું વર્ણન કરવાનો પ્રયાસ પણ કરી લેવાયો. હવે વિદ્યા અને અવિદ્યાની ઉપાસના વિશે જણાવવામાં આવે છે. એના અર્થનું સ્પસ્ટીકરણ કરતાં પહેલાં વિદ્યા અને અવિદ્યાના ભાવાર્થને સારી પેઠે સમજી લેવાની આવશ્યકતા છે.

કેટલાક વિચારકોએ વિદ્યાનો અર્થ જ્ઞાન અને અવિદ્યાનો અર્થ કર્મ કર્યો છે. તો કેટલાક બીજા વિચારકો વિદ્યાને ધ્યાન અને અવિદ્યાને કર્મ તરીકે ઓળખાવે છે. આપણે એ શબ્દોને જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. વિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા, શાસ્ત્રવિદ્યા અને અવિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા અથવા શાસ્ત્રવિદ્યા સિવાયની બીજી બધી વિદ્યા, અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા. એ બંને વિદ્યાનાં ક્ષેત્રો પોતપોતાની રીતે કાર્ય કરે છે. જે લૌકિક વિદ્યા અથવા અનાત્મવિદ્યાને જ જીવનનું સારસર્વસ્વ સમજે છે અને એના સિવાયની બીજી કોઇપણ અધ્યાત્મવિદ્યામાં અભિરુચિ નથી રાખતા. અધ્યાત્મવિદ્યામાં માનતા પણ નથી, એ ઘોર અંધકારમાં રમે છે, જીવનને બરબાદ કરે છે ને દુઃખી બનાવે છે. અનાત્મ પદાર્થો કે વિષયો જીવનનું આત્યંતિક શ્રેય નથી સાધી શકતા. લૌકિક વિદ્યાઓ છે તો સારી, પરંતુ એકલી લૌકિક વિદ્યાઓની ઉપાસના જીવનનું-વ્યક્તિ કે સમષ્ટિનું પરમ કલ્યાણ નથી કરી શકતી. એમને લીધે જીવનમાં પરમાત્માના પરમપ્રકાશનું દર્શન નથી થઇ શકતું.

પરંતુ જો અધ્યાત્મવિદ્યા પણ જો શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રજ્ઞાન પૂરતી જ મર્યાદિત હોય અને બીજી બધી જ લૌકિક વિદ્યાઓની અવજ્ઞા કરવાનું શીખવતી હોય અથવા એમને અનાવશ્યક અને અનુપયોગી કહી બતાવતી હોય તો ? તો એથી પણ જોઇએ તેવો વિશેષ હેતુ ના સરી શકે. વિદ્યા અપરોક્ષ ના હોય અને પરોક્ષ જ હોય તો એની આસક્તિ પણ માનવને આત્માના અલૌકિક આલોકમાં પ્રવેશાવીને જીવનમુક્તિના વાસ્તવિક આનંદથી કૃતાર્થ ના કરી શકે. પરોક્ષ જ્ઞાન અથવા શાસ્ત્રજ્ઞાનમાં મગ્ન કેટલીકવાર અહંતા તથા મમતાનો શિકાર બનીને ક્ષુલ્લક રાગદ્વેષો તથા પૂર્વગ્રહોમાં સપડાઇ જાય છે. એ બાહ્ય પાંડિત્ય અથવા બૌદ્ધિક પ્રતિભાના, તર્કવિતર્કના સ્થૂળ કુંડાળામાંથી બહાર નથી નિકળી શકતો. જીવનભર એમાં જ રમ્યા કરે છે. અપરોક્ષ અનૂભુતિના પાવન પ્રદેશમાં નથી પ્રવેશતો. એથી અધિક અંધકાર બીજો ક્યો હોઇ શકે ? એથી વિશેષ દયનીય કરુણ દશા બીજી ક્યી હોઇ શકે ? આત્મવિદ્યાના મહિમાને સમજતા કે જાણતા જ નથી એમની વાત તો જુદી છે, પરંતુ જે જાણે કે સમજે છે એ પણ જ્ઞાનનો જીવનના વિકાસને માટે સમ્યક્ વિનિયોગ ના કરી શકે તો એમના જેવા અભાગી અથવા અજ્ઞ બીજા કોણ ? એ જો બીજી લૌકિક વિદ્યાઓને તિરસ્કારે કે વૈરાગ્ય, ધર્મ, તત્વજ્ઞાન કે સાધનાને નામે નિતાંત અનાવશ્યક માને-મનાવે તો તેમાં તેમની ભૂલ થાય છે.

જીવનમાં સઘળી વિદ્યાઓ પોતપોતાની રીતે આવશ્યક છે એવું સમજીને એમનું એમની આગવી રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જીવનને સમગ્ર રીતે જોવાની ને સર્વાંગીણ રીતે વિચાચવાની વૃતિ કે પદ્ધતિ જ બરાબર છે. જીવન અને જગત એકલી આત્મવિદ્યાથી નથી ભરેલું અને લૌકિક વિદ્યાઓથી પણ નથી બનેલું. એ બંને પ્રકારની વિદ્યાઓનો સુભગ સમન્વય જરૂરી છે અને સૌને માટે કલ્યાણકારક છે. એ દ્રષ્ટિએ વિચારતાં આ શ્લોક અત્યંત ઉપયોગી છે.

Isavasya

Verse 10

अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया । इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१०॥

anyadevahurvidyaya’nyadahuravidyaya । iti susruma dhiranam ye nastadvichachaksire ॥ 10॥

જ્ઞાનતણું જે ફલ છે તેથી કર્મતણું ફલ જૂદું કહ્યું, મહાન પુરુષોએ બહુ રીતે શિક્ષણ અમને એનું ધર્યું. જ્ઞાની પામે વિચાર દ્વારા પરબ્રહ્મમહીં પૂર્ણ સ્થિતિ, કર્મી સદા અનાસક્ત બની બંધનદુઃખને જાય તરી. ॥૧૦॥

અર્થઃ

વિદ્યયા – જ્ઞાનના યથાર્થ અનુષ્ઠાનથી અથવા વિદ્યાથી અન્યત્ એવ – બીજું જ ફળ આહુઃ – કહ્યું છે. (અને) અવિદ્યયા – અવિદ્યાથી અન્યત્ – બીજું જ ફળ આહુઃ – કહી બતાવ્યું છે ઇતિ – એવી રીતે ધીરાણામ્ – ધીર પુરુષોનાં શુશ્રુમ – અમે વચન સાંભળ્યા છે યે – જેમણે નઃ – અમને તત્ – એ વિષયને વિચચક્ષિરે – સારી પેઠે વ્યાખ્યા દ્વારા સમજાવેલો

ભાવાર્થઃ

આ શ્લોકમાં વિદ્યા અને અવિદ્યાની અલગ અલગ ફળશ્રુતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખ કરતી વખતે ઉલ્લેખ કરનાર પોતાનો અભિપ્રાય આપતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક જણાવે છે કે વિદ્યા અને અવિદ્યા વિશે પોતાના વિચારોની રજૂઆત કરનારા મહાપ્રતાપી મહાપુરુષોએ આ પ્રમાણે કહેલું. એ ઉદગારોમાં અંતરની ઉદાત્તતાનું દર્શન થાય છે. એ ઉદગારો વ્યક્તિગત નિરાભિમાનતા, નમ્રતા, નિખાલસતાના સૂચક તો છે જ, પરંતુ સાથે સાથે સંસ્કૃતિના પૂર્વપુરુષો, પરંપરાગત આદર્શો, સત્યનિષ્ઠ સિદ્ધાંતો અને જીવનવિષયક ઉદાત્ત અભિગમો પ્રત્યેના પરમપવિત્ર પૂજ્યભાવના પણ પરિચાયક છે. ઇશાવાસ્ય ઉપનિષદના પ્રણેતા પ્રજ્ઞાથી પાવન પૂર્વપુરુષોની સગૌરવ સાભાર સ્મૃતિ કરે છે.

પૂર્વપુરુષો અને વર્તમાનકાળમાં વસતા મેઘાવી મહાપુરુષોનાં મંતવ્યોને લક્ષમાં લઇને, એમના પ્રત્યેના પૂર્વગ્રહથી પીડાયા વિના કે પક્ષપાતથી પ્રભાવિત થયા સિવાય અહીં નિઃશંક રીતે જણાવવામાં આવે છે કે વિદ્યાનું અને અવિદ્યાનું ફળ જુદુંજુદું છે. એ બંનેના કાર્યક્ષેત્ર અલગ અલગ છે. એમનાં પ્રયોજન પણ પૃથક છે. એટલા માટે એ બંનેને એક માનીને ના ચાલવું જોઇએ.

એ બંનેની ફળશ્રુતિનો ઉલ્લેખ હવે પછીના શ્લોકમાં વધારે વિશદતાથી, સ્પષ્ટતાપૂર્વક કરવામાં આવ્યો છે.

Isavasya

Verse 11

विद्यां चाविद्यां च यस्तद्वेदोभयँ सह । अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥११॥

vidyam chavidyam cha yastadvedobhayaD saha । avidyaya mrtyum tirtva vidyaya’mrtamasnute ॥ 11॥

જ્ઞાનતત્વને જે જાણી લે, જાણે કર્મનું તત્વ વળી, કર્મ કરી તે મૃત્યુ હણી લે, જ્ઞાનથી અમર જાય બની. દ્વંદ્વમોહ ને અહંભાવને કર્મ કરીને જાય તરી, પછી જ્ઞાનથી અમૃતરૂપી પરમાત્મામય જાય બની. ॥૧૧॥

અર્થઃ

યઃ – જે માનવ તત્ ઉભયમ્ – એ બંનેને (એટલે કે) વિદ્યામ્ – વિદ્યાને ચ – તથા અવિદ્યામ્ – અવિદ્યાને ચ – પણ સહ – સાથેસાથે વેદ – જાણી લે છે (તે) અવિદ્યયા – અવિદ્યાથી મૃત્યુમ્ – મૃત્યુને તીર્ત્વા – તરી જઇને વિદ્યયા -વિદ્યાની મદદથી અમૃતમ્ – અમૃતને અશ્નુતે – ભોગવે છે અથવા પરબ્રહ્મ પરમાત્માને પામી લે છે.

ભાવાર્થઃ

વિદ્યા અને અવિદ્યા બંને એવી એકદમ અલગ વસ્તુઓ છે જેમની વચ્ચે કોઇપણ પ્રકારે, કોઇપણ પ્રકારનો સંમિલનસેતુ ના બંધાય ? એમની અંદર કદાપિ એકવાક્યતા નથી થઇ શકે તેમ ? શાસ્ત્રજ્ઞાન, આત્મવિદ્યા અને ભૌતિક કે લૌકિક વિદ્યાઓ પરસ્પર વિરોધી દેખાતી હોવા છતાં પણ એમની વચ્ચે અવિરોધ નથી સ્થાપી શકાય તેમ ? અવિદ્યાનો અર્થ પરંપરાગત રીતે પ્રચલિત માન્યતા પ્રમાણે કર્મ કરીએ તોપણ આત્મજ્ઞાન સાથે એનો સુમેળ નથી સાધી શકાય તેમ ? આપણે ત્યાં પ્રાચીન કાળથી એક પ્રકારના વિદ્વાનો કે વિચારકો કેવળ આત્મજ્ઞાનને જ જીવનના આત્યંતિક અભ્યુદયને માટે અગત્ય આપે છે. તો બીજા પ્રકારના વિદ્વાનો કે વિચારકો લૌકિક વિદ્યાઓને જ ભૌતિક અભ્યુત્થાનને માટે આવશ્યક લેખે છે. બંને પ્રકારના વિચારકો એકમેકને ઉપેક્ષાની નજરે પણ નિહાળે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવા એ બંને પરસ્પર વિરોધી છેડાઓની વચ્ચે કોઇ પ્રકારનું સુખદ જીવનોપયોગી સાંમજસ્ય સ્થાપી શકાય તેમ છે ખરું ? કે પછી એ બંને અલગ અલગ રીતે રિપુભાવે રહેવા જ સરજાયેલા છે ? આ શ્લોક એનો સમ્યક્ સુવિચારપૂર્વકનો ઉત્તર પૂરો પાડે છે.

અહીં વિદ્યા અને અવિદ્યાને બંનેને જે સાથેસાથે (ઉભયં સહ) જાણે છે એવું કહેવામાં આવ્યું છે. એ કથન સમન્વયાત્મક હોઇને વિદ્યા અને અવિદ્યાના સમન્વયને સૂચવે છે. વિદ્યા અને અવિદ્યા બંનેની, અદ્યાત્મવિદ્યા અને અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા બંનેની, વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનવિકાસમાં પોતપોતાની રીતે આવશ્યકતા છે એવું મંતવ્ય રજૂ કરે છે. અધ્યાત્મવિદ્યાની અભિરુચિવાળા કેટલાય માનવો આધ્યાત્મિકતાને નામે લૌકિક વિદ્યાઓનો અથવા ભૌતિક સમૃદ્ધિ અને સમુન્નતિનો તિરસ્કાર કરે છે અને લૌકિક વિદ્યાઓમાં કે સાંસારિક સમૃદ્ધિ અને સમુન્નતિમાં માનનારા આધ્યાત્મિકતાની અવજ્ઞા કરે છે, હાંસી ઉડાવે છે. આદર્શ સામાજિક જીવનનાં એ બંને ભયસ્થાનો છે, અને એમાંથી ઉગરવાનું આવશ્યક છે. વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનની પરિપૂર્ણતા માટે એ ભયસ્થાનોમાંથી બહાર નિકળવાનું ધ્યાન રાખવું જોઇએ.

જ્યાં કેવળ આધ્યાત્મિક ઉત્કર્ષને જ સર્વકાંઇ સમજીને ભૌતિક વિકાસ પ્રત્યે આંખમીંચામણાં કરવામાં આવે છે, ભૌતિક વિકાસની અવહેલના થાય છે ત્યાં ભૌતિક રીતે માનવ પછાત રહી જાય છે, એ કંગાળ થાય છે, દૈન્ય અને પરાધીનતાનો શિકાર બને છે, અને મૃતપ્રાય બનીને જીવે છે. એથી ઉલટું, ભૌતિક વિકાસમાં રચ્યોપચ્યો રહેનારો આધ્યાત્મિકતાની અભિરુચિ વિનાનો માનવ આત્મા વિનાના શરીર જેવો લાગે છે. એ શરીરમાં અને સંસારમાં કેદ થઇ જાય છે પરંતુ આત્માને નથી ઓળખતો અને આત્માનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા આગળ વધીને જીવનને નિવિષ્ટ, નિર્વાસનિક, પરિપૂર્ણ અને અમૃતમય નથી બનાવી શકતો.

એટલે જ એ બંનેનો સમુચિત ન્યાય કરવાની કે સ્થાન આપવાની અથવા એમનો સમન્વય સાધવાની આવશ્યકતા છે. એનું પરિણામ કેટલું બધું કલ્યાણકારક આવશે એ આટલી ચર્ચાવિચારણા પરથી સહેલાઇથી સમજી શકાશે. ભૌતિક વિદ્યાઓ દ્વારા સધાયેલો વિકાસ મૃત્યુને તરવામાં, મૃત્યુમાંથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે. દુઃખ, દરદ, દીનતા, ચિંતા, કંગાલિયત અને પરાધીનતા મૃત્યુ છે; એ બધાં જીવંત મૃત્યુના પર્યાયરૂપ છે. અને અધ્યાત્મવિદ્યા અથવા આધ્યાત્મિકતાથી અમૃતમય બનશે અથવા જીવનની વિશુદ્ધિને સાધીને મન-બુદ્ધિ-ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવાની કળામાં કુશળ થઇને, પરમાત્માની પ્રાપ્તિ કરી શકાશે.

સંક્ષેપમાં કહીએ તો કહી શકાય કે જીવનને પ્રશાંત તથા પૂર્ણ કરવા માટે આધ્યાત્મિક બનાવવું જોઇએ. જીવનને અધ્યાત્મ પ્રત્યે વિમુખ બનવું અને આધ્યાત્મિકતાએ જીવન તથા જગત સાથે સંબધવિચ્છેદ કરવાને બદલે એમના પ્રત્યે અભિમુખ થવું જોઇએ અથવા એમની ઉપર પોતાનો પ્રભાવ પાડવો જોઇએ. અવિદ્યાનો અર્થ કર્મ કરીએ તોપણ કર્મ દ્વારા જ જીવનને જ્યોતિર્મય, સુખી, સમૃદ્ધ અને જીવવા જેનું બનાવી શકાય એ સહેલાઇથી સમજાય તેમ છે.

અમૃતમય પરમાત્માની પ્રાપ્તિ અથવા અપરોક્ષાનુભૂતિથી જ મૃત્યુંજયી બની શકાય છે, ધન્ય થવાય છે અને પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મસ્વરૂપને આળખાય છે. એ પછી માનવ પોતાને પંચમહાભૂતના સ્થૂળ શરીરમાં સીમિત નથી સમજતો પરંતુ સમસ્ત સંસારમાં વ્યાપક માને છે. સંસારની સાથે આત્મીયતાનો અનુભવ કરે છે. એ અમૃતમય બને છે.

Isavasya

Verse 12

अन्धं तमः प्रविशन्ति येऽसम्भूतिमुपासते । ततो भूय इव ते तमो य उ सम्भूत्याँ रताः ॥१२॥

andham tamah pravisanti ye’sambhutimupasate । tato bhuya iva te tamo ya u sambhutyaD ratah ॥ 12॥

દેવતા ને ઈશ્વરની ઉપાસના વિશે દેવપિતૃને ઉપાસનારા દેવપિતૃને મળે ખરે, ભોગયોનિને ભલે ભોગવે, અંધકારમાં સર્વ પડે. અવિનાશી ઈશ્વરને તેમજ અભિમાનથકી જે પૂજે, તે તો ખૂબ જ અંધકારમાં અટવાયે, ના કદિ છૂટે. ॥૧૨॥

અર્થઃ

યે – જે અસંભૂતિમ્ – અસંભૂતિની ઉપાસતે – ઉપાસના કરે છે (તે) અંધમ્ – અજ્ઞાનરૂપ ઘોર તમઃ – અંધકારમાં પ્રવિશંતિ – પ્રવેશે છે (અને) યે – જે સંભૂત્યામ્ – સંભૂતિમાં રતાઃ – રત છે અથવા એમની ઉપાસનાના મિથ્યાભિમાનમાં મત્ત છે તે – તે તતઃ – એથી ઉ – પણ ભૂયઃ ઇવ – વધારે તમઃ – અંધકારમાં (પ્રવેશે છે).

ભાવાર્થઃ

આ શ્ર્લોકમાં ઉપનિષદકારે બે નવા જ શબ્દોનો પ્રયોગ કર્યો છે અને એમની વચ્ચેના ભેદનું વર્ણન કરવાનો પ્રયત્ન આદર્યો છે. એ શબ્દો છે સંભૂતિ અને અસંભૂતિ. સંભૂતિ અને અસંભૂતિ દ્વારા શું અભિપ્રેત છે એ સંબધમાં ભારે મતભેદ છે. કોઇ વિચારકો કે વિદ્વાનો સંભૂતિ એટલે વિવિધ દેવદેવી, ઇશ્વરના અવતાર અથવા વ્યક્ત સાકાર ઇશ્વર અવો અર્થ કરે છે. અને અસંભૂતિ એટલે નિરાકાર અવ્યક્ત ઇશ્વર એનો અર્થ ઘટાવે છે. તો કોઇ સંભૂતિનો અર્થ ભક્તિ અને અસંભૂતિનો અર્થ જ્ઞાન કરે છે. એ અર્થો ના ચાલે એવા નથી; સહેલાઇથી ચાલી શકે છતાં પણ આપણે સંભૂતિનો અર્થ સર્જન, પ્રકૃતિ, સાંસારિક સુધારણા અથવા વિજ્ઞાન અને અસંભૂતિનો અર્થ અવ્યક્ત પરમાત્મા એવો ઘટાવી શકીએ. એવા અર્થઘટન દ્વારા મૂળ શ્ર્લોકને અને એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો કશું ખોટું નથી.

સર્જન, સંસાર અથવા પ્રકૃતિને પરમાત્માનું શરીર અથવા વ્યક્ત સ્વરૂપ કહી શકાય. એનાં સૌદર્ય, માધુર્ય, પ્રેમ અને ઐશ્વર્યને અવલોકીને તથા અનુભવીને એના અધીશ્વર પરમાત્માના મહિમાનો ખ્યાલ આવે છે. સર્જનમાં જે વિશિષ્ટતા છે તે તો પરમાત્માની પરમ વિશિષ્ટતાના એકાદ અલ્પ અંશ બરાબર છે. છતાં એ અલ્પ અંશ પણ અતિશય આકર્ષક અને સંમોહક હોવાથી એના આસ્વાદથી કેટલાય મનુષ્યો ભાન ભૂલી જાય છે. સર્જન, પચરંગી પ્રકૃતિ, સાંસારિક સુધારણા અને સંસારના રહસ્યનું ઉદઘાટન કરવાની મહત્વકાંક્ષાથી પંડિત બનીને એની સુખદ સફળતા માટે પ્રયોગાત્મક પ્રયત્નો કરાવવાનું વિજ્ઞાન, સર્વકાંઇ છે તો સારું અને પ્રશસ્ય, પરંતુ એમના નશામાં પડીને અને એમને જ સર્વ કાંઇ અથવા જીવનનું પરમ પ્રાપ્તવ્ય સમજીને જો માનવ એમની અંદર આસક્ત થાય અને પ્રકૃતિના પાશમાં બંધાઇને ભગવાનને ભૂલી જાય તો એ વસ્તુ એને માટે આત્મઘાતક થઇ પડે અને એનું પરમકલ્યાણ ના કરી શકે. સંસારની વચ્ચે વસનારા નામને સંસારના બનવાને બદલે ભગવાનના જ બની જવું જોઇએ. જે કેવળ સાંસારિક સુધારણામાં કે સુખોપભોગમાં જ રત બને છે તે ઘોર અજ્ઞાનાંધકારમાં રમે છે. એ અવિવેકી છે. તે જીવનની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બની શકતો.

એવી જ અવસ્થા જે કેવળ અવ્યક્ત પરમાત્માની જ ઉપાસના કરે છે અને એમના સાકાર વ્યક્ત સ્વરૂપ સરખાં સર્જન, સંસાર કે પ્રકૃતિ અને ભૌતિક-વૈજ્ઞાનિક સંશોધનોની ઉપેક્ષા કરે છે એની છે. એવો માનવ, પછી તે ગમે તેવો અને તેટલો વિદ્વાન કે શાસ્ત્રજ્ઞાની હોય તોપણ, ઉપર્યુક્ત માનવ કરતાં પણ વધારે ઘોર અજ્ઞાનાંધકારમાં રમતો હોય છે. પરમાત્માની ઉપાસનાના નામે કરતી સંસારની કે પ્રકૃતિના ઉપેક્ષા, અને સંસારની કે પ્રકૃતિના આરાધનાના નામે થતી પરમાત્માની અવજ્ઞા- બંનેમાંથી કશાને અભિનંદનીય, અનુકરણીય અથવા આદર્શ ના કહી શકાય. એ બંને છેડાઓ છે અને સામાન્ય રીતે સ્વસ્થ સંપૂર્ણ સમાજજીવનની દ્રષ્ટિએ એ છેડાઓને ટાળવા જોઇએ અથવા એમનો મેળાપ કરવો જોઇએ.

Isavasya

Verse 13

अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् । इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥

anyadevahuh sambhavadanyadahurasambhavat । iti susruma dhiranam ye nastadvichachaksire ॥ 13॥

દેવપિતૃપૂજાથી પ્રભુની પૂજાનું ફલ જૂદું કહ્યું, મહાન પુરુષોએ બહુરીતે શિક્ષણ અમને એનું ધર્યું. ॥૧૩॥

અર્થઃ

સંભવાત્ – સંભવની ઉપાસનાથી અન્યત્ એવ – બીજું જ ફળ આહુઃ – બતાવ્યું છે. (અને) અસંભવાત્ – અસંભવની ઉપાસનાથી અન્યત્ – બીજું (જ) ફળ આહુઃ – કહેલું છે. ઇતિ – એવી રીતે ધીરાણામ્ – ધીર પુરુષોનાં શુશ્રુમ – અમે વચન સાંભળ્યાં છે. યે – જેમણે નઃ – અમને તત્ – એ વિષયને વિચચક્ષિરે – સારી પેઠે વ્યાખ્યા સાથે સમજાવેલો.

ભાવાર્થઃ

આ શ્લોકની ચર્ચાવિચારણા દ્વારા ઉપનિષદકાર પ્રજ્ઞાપૂત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનું સ્નેહપૂર્વક સ્મરણ કરે છે. અને એમને અનુરાગની અંજલિ આપે છે. મહાપુરુષોના અનુભવસિદ્ધ અભિપ્રાયને પ્રમાણભૂત માનવાની પરંપરાનું ઉપનિષદમાં અન્યત્ર પણ દર્શન થાય છે. એ અભિપ્રાયના આધાર પર અહીં કહેવામાં આવે કે સંભૂતિની ઉપાસનાથી બીજું જ ફળ પ્રાપ્ત થાય છે. બંનેના ફળ જુદાં જુદાં છે.

આ બધું જ્ઞાન પરંપરાગત છે અને મહાજ્ઞાની મહાપુરુષોનાં શ્રીચરણોમાં બેસીને એમના શ્રીમુખ દ્વારા સાંપડેલું છે એ હકીકતનો નિર્દેશ આ શ્લોક દ્વારા સહેલાઇથી થઇ રહે છે. પ્રાચીન કાળમાં જ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની મહાપુરુષોની કૃપાથી આપોઆપ થયા કરતી. એવા મહાપુરુષો અનુભવના આધાર પર સ્વાભાવિકી કરુણાથી પ્રેરાઇને નિષ્કામભાવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા. એ ઉપદેશ બીજા કેટલાયને માટે કલ્યાણકારક થતો.

Isavasya

Verse 14

सम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह । विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्याऽमृतमश्नुते ॥१४॥

sambhutim cha vinasam cha yastadvedobhaya saha । vinasena mrtyum tirtva sambhutya’mrtamasnute ॥ 14॥

નાશવાન આ યોનિ સર્વ ને ઈશ્વરને જે જાણી લે, મૃત્યુ તરે તે નાશવાનથી, ઈશ્વર પૂજી અમર બને. ॥૧૪॥

અર્થઃ

યઃ – જે માનવ તત્ ઉભયમ્ – એ બંનેને (અર્થાત્) સંભૂતિમ્ – સંભુતિને રા – અને વિનાશં – વિનાશને ચ – પણ સહ – સાથે સાથે વેદ – ખરાબ જાણી લે છે (તે) વિનાશેન – વિનાશની મદદથી મૃત્યુમ્ – મૃત્યુને તીર્ત્વા – પાર કરીને અસંભૂત્યા – અસંભૂતિની મદદથી અમૃતસ્ – અમૃતને અશ્નુતે – ભોગવે છે એટલે કે અમૃતમય પરમાત્માને પામી લે છે.

ભાવાર્થઃ

વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનમાં પ્રકૃતિ અને પરમપુરુષની, કાર્યબ્રહ્મની અને પરબ્રહ્મ પરમાત્માની, ઉભયની ઉપાસનાની આવશ્યકતા છે. પ્રકૃતિ પરિવર્તનશીલ અથવા વિનાશી છે તોપણ અસાધારણ શક્તિ અથવા સાધનસંપત્તિથી સંપન્ન એનાં તત્વો અથવા પંચમહાભૂતોનો સુવિચારપૂર્વક સમ્યક સદુપયોગ કરવામાં આવે તો વ્યાઘિ, દૈન્ય, દુઃખ, બંધન અને પરાધીનતામાંથી મુક્તિ મળે. માનવ અલ્પતા અને અજ્ઞતાનો દાસ બનીને જીવતાં જ જે મૃતાવસ્થાને અનુભવે છે એ મૃતાવસ્થા અથવા જીવંત મૃત્યુમાંથી છૂટીને જીવનને ઉજ્જવળ અને ઉત્સવમય કરે છે.

પરંતુ અંદરની અને બહારની પ્રકૃતિ પર શાસન કરતાં શીખવું એ જ જીવનનું ધ્યેય છે એવું નથી સમજવાનું. જીવનની પૂર્ણતા અને કૃતકૃત્યતાને માટે પરમપુરુષ પરમાત્માને ઓળખવાનું પણ અનિવાર્યરૂપે આવશ્યક છે. પરમાત્માનો સાક્ષાત્કાર, માનવજીવનના પરમધ્યેયની પ્રાપ્તિ જ જીવનને અમૃત બનાવી શકે તેમ છે. એ સંદેશની વાસ્તવિકતાની પ્રતિતી આધુનિક સમયમાં સારી રીતે થઇ રહે છે. સામાજિક સુધારણાના ક્ષેત્રમાં આજનો માનવ ઉત્તરોત્તર આગળ વધે છે અને અવનવા વૈજ્ઞાનિક આવિષ્કારો કરે છે. એ આવિષ્કારો દ્વારા ભૌતિક સુખોપભોગનાં સાધનોની અભિવૃદ્ધિના સફળ પ્રયોસો આદરે છે તોપણ એનો અંતરાત્મા પ્રશાંત નથી પરંતુ અશાંત છે અનું કારણ પરમાત્મપરતાનો અભાવ છે. જીવનને સાચા અર્થમાં સુખી, શાંત અને સંવાદી બનાવવા માટે પરમાત્માની સાથે સંબધ બાંધવાનું આવશ્યક છે.

ઉપનિષદમાં એની સંસ્કૃતિનો શાશ્વત સંદેશ સમાયેલો છે, અને આપણને એવી આદર્શ સર્વોપયોગી સંસ્કૃતિની આવશ્યકતા છે, જેમાં સાંસારિક સુધારણા હોય, વૈજ્ઞાનિક વિકાસનો સમાવેશ હોય, પ્રકૃતિના પ્રભુત્વને માટે સ્થાન હોય, અને સૌના મૂળાધાર પરમપુરુષ પરમાત્માનો પરિચય તથા પ્રેમ હોય. એ ઉપનિષદકાલીન સમન્વયાત્મક સંસ્કૃતિ આજે પણ ઉપયોગી અને આશીર્વાદરૂપ છે.

મારા નમ્ર મંતવ્ય મુજબ આ શ્લોક થોડોક વિશેષ વિચાર માંગી લે છે. પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આ શ્લોકમાં અસંભૂતિ શબ્દનો પ્રયોગ જ નથી થયો પરંતુ તેને બદલે વિનાશ શબ્દ વપરાયો છે. વિનાશશીલ વસ્તુથી મૃત્યુની પાર પહોંચી શકાય પરંતુ સંભૂતિથી અમૃતપદની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ? એટલે એ આખોય શ્લોક આવી રીતે વાંચવો જોઇએ.

असम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह । विनाशेन मृत्युं तीर्त्वा असम्भूत्याऽमृतमश्नुते ॥ तीर्त्वा असम्भूत्या નું तीर्सम्भूत्या થઇ શકે.

કાર્યબ્રહ્મ પરમાત્માનું વિશાળ શરીર છે તેમ આત્માનું શરીર સીમિત છે તેને પણ સંભૂતિ કહી શકાય. શરીર વિનાશશીલ હોવાં છતાં મૃત્યુંજય થવામાં ને બંધનમુક્ત બનવામાં મદદરૂપ થઇ શકે છે. આત્માને આલોકિત કરવામાં આવે તો એ દ્વારા, એટલે કે આત્મારૂપી અસંભૂતિ દ્વારા, પરમાત્માની અનુભૂતિ કરીને અમૃતમય બની શકાય છે. એ અર્થમાં સંભૂતિ એટલે જડ તત્વ, પંચમહાભૂત, એમના સંઘાતસમાન શરીર અને અસંભૂતિ એટલે એનાથી અલગ, પરમ પ્રેરક. એ સૌને સજીવ અને આલોકિત કરનાર અલૌકિક આત્મતત્વ, પરમ ચૈતન્ય.

 

Isavasya

Verse 15

हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥१५॥

hiranmayena patrena satyasyapihitam mukham । tattvam pusannapavrnu satyadharmaya drstaye ॥ 15॥

પરમેશ્વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના સુવર્ણઢાંકણથી ઢંકાયું મુખડું તમારું, પ્રભુજી હે ! તે ઢાંકણને દૂર કરી દો, મુખનું દર્શન થાય મને. ॥૧૫॥

અર્થઃ

પૂષન્ – સૌનું ભરણપોષણ કરનારા પરમાત્મા સત્યસ્ય – તમારા સત્યસ્વરૂપ પરમેશ્વરનું મુખમ્ – મુખ અથવા સ્વરૂપ હિરણ્મયેન – જ્યોતિર્મય સૂર્ય મંડળરૂપ પાત્રેણ – પાત્રથી અપિહિતમ્ – ઢંકાયેલું છે. સત્યધર્માય – તમારી ભક્તિરૂપી સત્યધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મને દ્રષ્ટયે – તમારું દર્શન કરાવવા માટે તત્ – એ આવરણને ત્વમ્ – તમે અપાવૃણુ – હઠાવી દો.

ભાવાર્થઃ

ઉપનિષદના સુવિશાળ સાહિત્યમાં જે જુદીજુદી શ્રદ્ધા-ભક્તિપૂર્વકની પ્રાર્થનાઓ છે તેમાં આ શ્લોકમાં કરવામાં આવેલી નાની સરખી છતાં ખૂબ મહત્વની પ્રાર્થનાનો સમાવેશ કરી શકાય. આ પ્રાર્થના પ્રાણવાન અને અનોખી છે. એનો ભાવ ઘણો ગૂઢ, હૃદયસ્પર્શી છે. એમાં જીવનના સાચા સાધકના નિર્મળ અંતરોદગાર છે.

જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે. એ તો અત્યાર સુધીની વિચારણા પરથી સમજાઇ ગયું. પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે ? પરમાત્માનું પરમધામ જ્યોતિર્મય સૂર્યમંડળથી ઢંકાયેલું છે. એ સૂર્યમંડળમાં થઇને પરમાત્માના પરમધામમાં પ્રવેશીને પરમાત્માની પાસે પહોંચાય છે. પરમાત્માની પરમકૃપા સિવાય એવો પ્રવેશ શક્ય બનતો નથી. એનો બીજો અર્થ એવો પણ લઇ શકાય કે અહંતા, મમતા, મોહાદિ અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. કબીર સાહેબે એ સંદર્ભમાં જ જણાવ્યું છે કે

‘ઘૂંઘટ કા પટ ખોલ રે,  તોહે પીય મિલેંગેં.’

પ્રિયતમ પરમાત્મા તારી પાસે, ખૂબ જ પાસે, પ્રાણની પણ પાસે છે, પરંતુ તારા મુખમંડળ આગળ ઘૂંઘટ હોવાથી તને તેનું દર્શન નથી થઇ શકતું. એ ઘૂંઘટને દૂર કરી દે એટલે પરમાત્માનું દેવદુર્લભ દૈવી દર્શન સહજ બનશે.

અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ કયો છે ? સાધક જપ કરે છે, તપ કરે છે, સ્વાધ્યાય તથા તીર્થાટન અને અન્ય અનેક સાધનોનો અથવા અભ્યાસક્રમોનો આધાર લે છે, તોપણ છેવટે સમજે છે કે પોતાની વ્યક્તિગત શક્તિ અથવા યોગ્યતાથી એ પરમાત્માની પ્રાપ્તિ નથી કરી શકે તેમ. અસહાય બનીને આખરે એ પ્રાર્થનાનો આધાર લે છે. અને પ્રાર્થના ઉત્કટ બનતાં આખરે એને પરમાત્માની પરમશક્તિની મદદ મળે છે. એને લીધે અવિદ્યાના આવરણમાંથી મુક્તિ મેળવીને એ પરમાત્માની પાસે સહેલાઇથી પહોંચી શકે છે. એનું જીવન પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક બને છે.

પરમાત્માને માટે આ શ્લોકમાં સત્ય શબ્દનો પ્રયોગ કરાયેલો છે. એ શબ્દ ખૂબ જ સુંદર છે. એ ઉપરાંત પૂષન્ શબ્દપ્રયોગ પણ પ્રયોજાયો છે. પરમાત્મા સમસ્ત સૃષ્ટિના ધારણપોષણ કરનારા હોવાથી શરણાગત સાધક એમની દ્વારા પોતાને પર્યાપ્ત પોષણ પૂરું પાડીને એમના સાક્ષાત્કાર માટે સ્વાભાવિક રીતે જ કામના કરે છે. એથી આદર્શ, ઉત્તમ અને કલ્યાણકારક કામના બીજી ક્યી હોઇ શકે ?

પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે. પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે, અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે. પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી, શાંતિ તથા સમુન્નતિ માટે લેવાય એ આવશ્યક છે. એમાં જ એની શોભા છે.

Isavasya

Verse 16

पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मीन् समूह तेजः । यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥

pusannekarse yama surya prajapatya vyuha rasmin samuha tejah । yatte rupam kalyanatamam tatte pasyami yo’savasau purusah so’hamasmi ॥ 16॥

પોષણકર્તા, જ્ઞાનરૂપ હે, લક્ષ્ય નિયંતા સર્વેના, કિરણ તમારાં દૂર કરી દો, અથવા એકત્ર કરો તે; તેજ શમાવો અથવા તેને તમારામહીં શાંત કરો, તમારામહીં તે મારામાં રૂપ હું મંગલ જોઉં, પ્રભો ! ॥૧૬॥

અર્થઃ

પૂષન્ – હે ભક્તોનું પોષણ કરનારા એકર્ષે – હે મુખ્ય જ્ઞાનસ્વરૂપ ! યમ – હે સૌના નિયંતા સૂર્ય – ભક્તો તથા જ્ઞાનીઓના પરમ ધ્યેયરૂપ પ્રાજાપત્ય – હે પ્રજાપતિના પ્રિય રશ્મીન્ – આ રશ્મિસમૂહને વ્યૂહ – એકત્ર કરો કે હઠાવી લો તેજઃ – આ તેજને સમૂહ – સમેટી લો અથવા તમારા તેજમાં મેળવી દો યત્ – જે તે – તમારું કલ્યાણતમમ્ – અતિશય કલ્યાણમય રૂપમ્ – દિવ્ય સ્વરૂપ છે તત્ – તે તે – તમારા દિવ્ય સ્વરૂપને પશ્યામિ – તમારી કૃપાથી જોઇ રહ્યો છું યઃ – જે અસૌ – એ (સૂર્યનો આત્મા) છે. અસૌ – એ પુરુષઃ – પરમ પુરુષ (તમારું જ સ્વરૂપ છે). અહમ્ – હું (પણ) સઃ અસ્મિ – તે જ છું.

ભાવાર્થઃ

આ શ્ર્લોકમાં પરમાત્માનો પરિચય જુદીજુદી રીતે કરાવવામાં આવ્યો છે. પરમાત્માને જુદાજુદા નામથી સંબોધવામાં આવ્યા છે. પરમાત્માનું કોઇ વિશિષ્ટ નામ નથી તોપણ જ્ઞાની, તપસ્વી, આરાધકો અને ભક્તજનોએ ભાવભક્તિથી પ્રેરાઇને એમને જુદીજુદી રીતે પ્રાર્થ્યા કે પોકાર્યા છે. એટલે જ વેદ અને ઉપનિષદમાં એમના અનેકવિધ નામોનું દર્શન થાય છે. અહીં એમને શરણાગત પ્રેમી ભક્તોનું પોષણ કરનારા કહ્યા છે. જે ભક્તો એમનું સ્મરણમનન કરે છે ને ધ્યાન કરે છે તે લોકોનું તે પોષણ કરે છે. પોષણ એટલે સ્થૂળ પાલનપોષણ નહિ પરંતુ પોતાના પ્રેમ અને પોતાની કૃપાનું પોષણ. ભક્તોનું સાચું મૂળભૂત પોષણ એમને ઓછુંવત્તું ધન મળે અથવા અન્ન મળે તે નથી; એમની સાંસારિક જવાબદારીઓ અને વ્યવહારિક આવશ્યકતાઓની પૂર્તિ કરવી એ પણ નથી. એમનું સાચું પોષણ તો એમની શ્રદ્ધાભક્તિની અખંડતા, સમર્પણવૃતિની પ્રબળતા અને એમના પર થનારી પરમાત્માની પરમકૃપાની વર્ષા છે. એથી અનુગૃહિત કરીને પરમાત્મા એમનું સર્વ પ્રકારે, માળીની માવજત કરતાં પણ વિશેષ માવજતથી પોષણ કરે છે જેથી એમના સાધનાત્મક જીવનના છોડ અકાળે કરમાઇ કે સુકાઇ ના જાય.

પરમાત્મા પરમપવિત્ર જ્ઞાનસ્વરૂપ છે. જે એમનું શરણ લે છે અને એમની સાથે સંબંધ બાંધે છે તેમને પરમપવિત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ સહેલાઇથી થઇ રહે છે. એમની અવિદ્યાની આત્યંતિક નિવૃતિ સહજ બને છે.

ભક્તો તથા જ્ઞાનીઓ ભક્તિ અને જ્ઞાનનો આધાર શા માટે લે છે ? પરમાત્માની કૃપા-પ્રાપ્તિ તથા પપરમાત્માના દર્શનને માટે. એમની જીવનસાધનાનું મુખ્ય પ્રયોજન એ જ હોય છે. પરમાત્મા એટલા માટે જ ભક્તો તથા જ્ઞાનીઓના પરમધ્યેયરૂપ છે.

પરમાત્માને યમ તથા પ્રજાપત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ સૌના નિયંતા અને પ્રજાપતિના પરમપ્રિય છે. પ્રજાપતિ બ્રહ્મા એમના જ આધારે, એમની જ શક્તિથી શ્વાસ લે છે. એ જડચેતનાત્મક સમસ્ત જગતનું નિયંત્રણ કરે છે. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वेदान्प्रहिळोति तस्मै । ‘જે બ્રહેમાને પહેલાં પ્રકટ કરે છે અને એમને વેદ અર્પે છે, આત્મજ્ઞાન બક્ષે છે’ એવું કહીને પ્રજાપતિ બ્રહ્મા કરતાં એમની શ્રેષ્ઠતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.

એ સૂર્યોના પણ સૂર્ય, પ્રકાશમય છે.

સૂર્યમંડળને દ્રષ્ટિસમક્ષ રાખીને પરમાત્માની પ્રશસ્તિરૂપે અહીં કેટલાક અનોખા ઉદગારો કાઢવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો પરમાત્માની ધ્યાનાદિ ક્રિયા દ્વારા સમારાધના કરનારા સાધકને પોતાની અંદર સૂર્યસદૃશ પ્રખર પ્ર