Category: Uncategorized


અધ્યાય 2 જો

જ્ઞાન અને યોગનું તત્ત્વ

2.સાંખ્ય—યોગ

 

મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથક્તા તથા આત્માની નિત્યતા અને તેનીએકતા બતાવેછે.

પછી સમજાવેછે કે મનુષ્ય કેવળપુરુષાર્થનો અધિકારી છે, પરિણામોનો નથી. તેથી તેણે કર્તવ્યનો નિશ્ચ્ય કરી, નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ. એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે.

સંજય બોલ્યા–

આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી

શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં–         1

આમ કરુણાથી ઘેરાયેલા અને અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા દુ:ખી અર્જુન પ્રત્યે મધુસૂદને આ વચન કહ્યાં :

શ્રી ભગવાન બોલ્યા–

ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે

નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ?         2

હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઇ આવ્યો ?

 

મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;

હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ.             3

હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની નિર્બળતાનો ત્યાગ કરીહે પરંતપ ! તું ઊઠ.

3

અર્જુન બોલ્યા–

મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ

કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું?              4

હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે.  4

 

વિના હણીને ગુરુઓ મહાત્મ

ભિક્ષા વડે જીવવું તેય સારું;

હણી અમે તો ગુરુ અર્થવાંછુ

લોહીભર્યા માણશું ભોગ લોકે !                       5

મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભિક્ષાથી નિર્વાહ કરવો એ પણ વધારે સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા.  5

 

થાયે  અમારો જય તેમનો વા–

શામાં અમારું હિત તે ન સૂઝે;

જેને હણી જીવવુંયે ગમે ના,

સામા ખડા તે ધૃતરાષ્ટ્ર-પુત્રો.                        6

 

જું જાનતો નથી કે બે માંથી શું સારું ગણાય, અમે જીતીએ એ?કે તેઓ અમને જીતે એ ? જેમનેમારીને અમે જીવવાયે ન ઇચ્છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઊભા છે.   6

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,

ન ધર્મ સૂઝે, તમને હું પૂછું;

બોધો મ’ંર નિશ્ચિત શ્રેય જેમાં,

છું શિષ્ય, આવ્યો શરણે તમારે.                      7

 

દીનતાને કારણે મારો મૂલ સ્વભાવ હણાઇ ગયો છે. કર્તવ્ય વિશે હું મૂંઝવણમાં પડ્યો છું. તતેથી જેમાં મારું હિત હોય તે મને નિશ્ચયપૂર્વક કહેવા તમને વીનવું છું. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવ્યો છું. મને દોરો.

 

સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય

મળે જગે કે સુરલોકમાંયે;

તોયે ન દેખું કંઇ શોક ટાળે

મારી બધી ઇન્દ્રિય તાવનારો.                      8

 

આ લોકમાં ધનધાન્યસંપન્ન નિષ્કંટક રાજ્ય મળે તો તેથીયે, ઇન્દ્રિયોને ચૂસી લેનારા આ મારા શોકને ટાળી શકે એવું કશું હું જોતો નથી.  8

સંજય બોલ્યા–

પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,

”હું તો નહીં લડું’ એવું બોલી મૌન ધર્યું પછી.       9

હે રાજન્ !

હ્રષિકેશ ગોવિંદને ઉપર પ્રમાને કહી, શત્રુને અકળાવનાર તરીકે જેની નામના છે એવા ગુડાકેશ અર્જુન ‘નથી લડવાનો’ એમ બોલી ચૂપ થયા.   9

 

આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને

હસતા-શું હૃષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં–       10

હે ભારત ! બંને સેના વચ્ચે આમ ઉદાસ થઇ બેઠેલા એ અર્જુનને હસતા નહીં હોય તેમ હૃષીકેશે આ વચન કહ્યાં:  10

શ્રીભગવાન બોલ્યા–

ન ઘટે ત્યાં કરે શોક,ને વાતોજ્ઞાનની વદે !

પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે.       11

શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે, અને પંડિતાઇના બોલ બોલે છે, પણ પંડિતો તો મૂઆજીવતાની પાછળ શોક નથી કરતા.   11

હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,

ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે.            12

કેમ કે ખરું જોતાં હું, તું કે આ રાજાઓ કોઇ કાળમાં નહોતા અથવા હવે પછી નહીં હોઇએ એવું છે જ નહીં   12

 

દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,

તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના.          13

દેહધારીને જેમ આ દેહને વિશે કૌમાર, યૌવન અને જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અન્ય દેહની પ્રાપ્તિ પન થાય છે. તી વિશે બુદ્ધિમાન પુરુષ અકળાતો નથી.   13

સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,

અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી.        14

હે કૌંતેય ! ઇન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો ઠંડી, ગરમી, સુખ અને દુ:ખ દેનારા હોય છે. તે અનિત્ય હોઇ, આવે છે ને અલોપ થાય છે. હે ભારત ! તેમને તું સહન કરી છૂટ  14

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,

તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને.          15

હે પુરુષશ્રેષ્ઠ ! સુખદુ:ખમાં વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય બને છે.  15

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;

નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો.       16

અસત્ ની હસ્તી નથી, ને સત્ય નો નાશ નથી. આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે.   16

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;

તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે.            17

જે વડે આ અખિલ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણજે. આ અવ્યયનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી.  17

અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં

શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન.          18

નિત્ય રહેનારા તેમ જ મન અને ઇન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અવિનાશી દેહી (આત્મા)ના આ દેહો નાશવંત કહ્યા છે, તેથી હે ભારત ! તું યુદ્ધ કર.   18

જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,

બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના.         19

જે આને હણનાર તરીકે માને છે તેમ જ જે આને હણાયેલો માને છે એ બંને કંઇ જાણતા નથી. આ (આત્મા) નથી હણતો, નથી હણાતો.     19

ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,

ન્હોતો ન તે કે ન હશે ન પાછો :

અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,

હણ્યે શરીરે ન હણાય તે તો.                         20

 

આ કદી જન્મતો નથી, કે મરતો નથી; આ હતો કે હવે થવાનો નથી એવુંયે નથી; તેથી તે અજન્મા છે. નિત્ય છે, શાસ્વત છે, પુરાતન છે; શરીર હણાયાથી તે હણાતો નથી.    20

જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,

તે નર કેમ ને કોને હણાવે અથવા હણે?              21

હે પાર્થ ! જે પુરુષ, આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માને છે તે કેવી રીતે કોઇને હણાવે કે કોઇને હણે ?    21

ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,

લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;

ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,

પામે નવાં અન્ય શરીર દેહી.                        22

 

મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો નાખી દઇ બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઇ ગયેલા દેહને છોડી બીજા ન્વા દેહને પામે છે.  22

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,

ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે.          23

એ (આત્મા) ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પળાળતું નથી, વાયુ સુકવતો નથી.   23

 

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :

સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત.          24

આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી  શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત છે,સ્થિર છે, અચળ છે, અને સનાતન છે.  24

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;

તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં.          25

વળી એ ઇન્દ્રિયોને અને મનને અગમ્ય છે, વિકારરહિત કહેવાયો છે, માટે એને તેવો જાણીને તારે એનો શોક કરવો ઉચિત નથી.   25

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,

તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં.           26

 

અથવા જો તું આને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તોયે હે મહાબાહો ! તારે એને વિશે શોક કરવો ઉચિત નથી.   26

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;

માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં.             27

જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય

નથી.  27

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;

વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું ?       28

હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઇ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત એટલે કે પ્રગટ થાઅય છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે ?   28

 

નોંધ : ભૂત એટલે સ્થાવર-જંગમ તમામ સૃષ્ટિ.

આશ્ચર્ય-શું કોઇ નિહાલતું એ,

આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,  

આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,

સુણ્યા છતાં કો સમજ ન તેને.                         29

કોઇ આ (આત્મા) ને આશ્ચર્ય સરખો જુએ છે, બીજો તેને આશ્ચર્ય સરખો વર્ણવે છે; વળી બીજા તેને આશ્ચર્ય સરખો વર્ણવાયેલો સાંભળે છે, અને સાંભળવા છતાં કોઇ તેને જાણતું નથી.  29

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;

કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં                 30

હે ભારત! બધાના દેહમાં રહેલો આ દેહધારી આત્મા નિત્ય અને અવધ્ય છે; તેથી તારે ભૂતમાત્રને વિશે શોકકરવો ઘટતો નથી.   30

નોંધ : આટલે લગી શ્રીકૃષ્ણે બુદ્ધિપ્રયોગથી આત્માનુંનિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવી સૂચવ્યું કે જો કોઇ સ્થિતિમાં દેહનો નાશ કરવો યોગ્ય ગણાય, તો સ્વજન પરજનનો ભેદ કરી કૌરવ સગા છે તેથી તેમને કેમ હણાય એ વિચાર મોહજન્ય છે.

હવે અર્જુનને ક્ષત્રિયધર્મ શો છે તે બતાવે છે.

                                5

 

 

વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;

ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી.                31

સ્વધર્મનો વિચાર કરીને પણ તારે અચકાવું ઉચિત નથી, કારણકે ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કંઇ વધારે શ્રેયસ્કર હોય નહીં.   31

અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;

ક્ષરૈયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું.      32

હે પાર્થ ! આમ પોતાની મેળે પ્રાપ્ત થયેલું, ને જાને સ્વર્ગદ્વાર જ ખૂલ્યું નહીં હોય એવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે.  32

માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું,

તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને.               33

જો તું આ ધર્મપ્રાત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઇ પાપ વહોરી લઇશ. 33

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;

માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ,                   34

 

બધા લોકો તારી નિંદા નરંતર કર્યા કરશે. અને માન પામેલાને માટે અપકીર્તિ એ મરણ કરતાં પણ બૂરી વસ્તુ છે.  34

 

ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;

રહ્યો સ્ન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે.           35

જે મહારથીઓમાં તું માન પામ્યો તેઓ તને ભયને લીધે રણમાંથી નાઠેલો માનશે અને તેમની વચ્ચે તારો દરજ્જો ઊતરી જશે.   35

ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;

નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું?             36

અને તારા શત્રુઓ તારા બળને નિંદતાનિંદતા ન બોલવાના અનેક બોલ બોલશે, આથી વધારે દુ:ખ કર બીજું શું હોઇ શકે ?   36

હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;

માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે.             37

જો તું હણાઇશ તો તને સ્વર્ગ મળશે. જો જીતીશ તો તું પૃથ્વી ભોગવશે. તેથી હે કૌંતેય ! લડવાનો નિશ્ચય કરીને તું ઊભો થા.   37

 

નોંધ :ભગવાને પ્રથમ આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવ્યું. ત્યાર પછી સહજપ્રાપ્ત યુદ્ધ કરવામાં ક્ષત્રિયને ધર્મનો બાધ હોય નહીં એમ પણ બતાવ્યું.એટલે 31મા શ્લોકથી ભગવાને પરમાર્થની સાથે ઉપયોગનો [લાભહાનિની વ્યવહાર દૃષ્ટિનો ] મેળ સાધ્યો.

લાભ-હાનિ, સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને.         38

ભગવાન હવે, ગીતાની મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે.

સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજયસરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે.   38

કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;

જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન.                   39

હવે યોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મનાં બંધનો તોડી શકીશ.    39

 

આદર્યં વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;

સ્વલ્પેઆ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા.             40

આ નિષ્ઠાથી થયેલા આરંભનો નાશ થતો નથી, એમાં વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મનું યત્કિંચિત પાલન પણ મહાભયમાંથી ઉગારી લે છે.  40

એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;

અનંત, બહુશાખાળી બુદ્ધિ બુદ્ધિ નિશ્ચયહીનની.           41

હે કુરુનંદન ! (યોગવાદીની)નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, જ્યારેઅનિશ્ચયવાળાની બુદ્ધિઓ એટલે કે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે.   41

નોંધ: બુદ્ધિ એક મટી અનેક (બુદ્ધિઓ) થાય છે ત્યારે તે બુદ્ધિ મટી વાસનાનું રૂપ લે છે તેથી બુદ્ધિઓ એટલે વાસના.

અલ્પબુદ્ધિજનો, પાર્થ કાઅમ-સ્વર્ગ-પરાયણ,

વેદવાદ વિશે મગ્ન, આવી જે કર્મકાંડની                   42

અજ્ઞાની વેદિયા, ‘આ સિવાય બીજું કંઇ નથી’ એવું બોલનારા, કામનાવાળા, અને સ્વર્ગને જ શ્રેષ્ઠમાનનારા લોકો જન્મમરણરૂપી કર્મનાં ફળો દેનારી, ભોગ અને ઐશ્વર્યને વિશે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઇ જાય છે; તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હોતી, અને નથી સમાધિને વિશે સ્થિર થઇ શકતી.   42-43-44.

નોંધ :યોગવાદની વિરુદ્ધ કર્મકાંદનું એટલું જ વેદવાદનું વર્ણનૌપલા ત્રણ શ્લોકમાં આવ્યું. કર્મકાંદ અથવા વેદવાદ એટલે ફળ ઉપજાવવા મથનારી અસંખ્ય ક્રિયાઓ. આ ક્રિયાઓ વેદાંતથી એટલે કે વેદના રહસ્યથી, અલગ અને અલ્પ પરિણામવાળી હોવાથી નિરર્થક છે.

 

 

જન્મ-કર્મ- ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી

વાણીને ખીલવી બોલે,”આથી અન્ય કશું નથી.”            43

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઇ બુદ્ધિ તે વડે,–

તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં.          44

ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન્ .

નિશ્ચિંત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય-સત્ત્વવાન્ .        45

 

હે અર્જુન! જે ત્રણ ગુણો વેદનો વિષય છે તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુ:ખાદિ દ્વંદ્વોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ કિશે સ્થિત રહે. કંઇ વસ્તુ મેલવવા –સાચવવાની ભાંજગડમાંથી મુક્ત રહે, અને આત્મપરાયણ થા.    45

 

નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,

તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને.                    46

 

જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાંથી જેમ સરે છે, તેમ જ જે કાંઇ બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે.     46

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દૃષ્ટિ , મા હો રાગ અકર્મમાં.            47

કર્મને વિશે જ તને અધિકાર (કાબૂ) છે, તેમાંથી નીપજતાં અનેક ફળોને વિશે કદી નહીં. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ ન કરવા વિશે પણ તને આગ્રહ ન હજો.   47

કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા માની –સમતા તે જ યોગ છે.       48

 

હે ધનંજય! આસક્ત છોડી યોગસ્થ રહી એટલે કે સફળતા- નિષ્ફળતા વિશે સમાઅન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે.   48

અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;

શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતાં.                   49

હે ધનંજય ! સમત્વબુદ્ધિ સાથે સરખાવતાં કેવળ કર્મ ઘણું તુચ્છ છે. તું સમત્વબુદ્ધિનો આશ્રય લે. ફળની લાલસા રાખનારા પામરો દયાપાત્ર છે.   49

બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;

માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે.       50

 

બુદ્ધિયુક્ત એટલે સમતાવાળો પુરુષ અહીં જ પાપપુણ્યનો સ્પર્શ થવા દેતો નથી; તેથી તું સમત્વને સારુ પ્રયત્ન કર. સમતા એ જ કાર્યકુષળતા છે.  50

બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,

જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને.                   51

કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઇ નિષ્કલંક એવા મોક્ષપદને પામે છે.   51

મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;

સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે.              52

 

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર ઊતરી જશે ત્યારે તને સાંભળેલાને વિશે તેમ જ સાંભળવાનું બાકી હશે તેને વિશે ઉદાસીનતા પ્રાપ્ત થશે.   52

બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,

અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે.        53

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળવાથી વ્યગ્ર થઇ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને એટલે કે યોગને પામીશ.    53

સ્થિતપ્રજ્ઞના લક્ષણો

શ્રીમદ્  ભગવદ્  ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72

 

નોંધ:-

સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

 

 

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54

 

અર્જુન બોલ્યા:

હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

 

 

શ્રીભગવાન બોલ્યા–

મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે

રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55

 

શ્રીભગવાન બોલ્યા–

હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55

નોંધ:

આત્મામાં આત્મા વડે  જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો,

સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો.

આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં  હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.

 

દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56

દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56

 

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા  થઇ સ્થિર….57

 

 

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

 

કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી

સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,

રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં…59

દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો;તે રસ તો પરવસ્તુના દર્શનથી,પરમાત્માનો સાક્ષાત્કારથવાથી શમે છે…..59

 

નોંધ:

આ શ્લોક ઉપવાસાદિનો નિષેધનથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે.વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે,પણ તેમની જડ એટલે તેમને વિશે ર્હેલોરસ તો કેવળ ઇશ્વરની ઝાંખી થયે જ શમે.ઇશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો તે બીજા રસોને ભૂલી જ જાય….

 

 

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે

 

મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60

 

હે કૌંતેય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે….60

 

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,

ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર….61

 

એ  બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ,કેમ કે પોતાની ઇંદ્રિયો જેના વશમાં છે તેની જ બુધ્ધિ સ્થિર રહે છે….61

નોંધ:

એટલે કે ભક્તિ વિના-ઇશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે.

 

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

 

 

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62

 

નોંધ:

 

કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

 

 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;

સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63

રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે

વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;

પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65

ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65

 

અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;

ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….66

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,

દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….67

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી

ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….68

તેથી હે મહાબાહો !જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે…68

 

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,

જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા….69

જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છેઅને જેમાં (જ્યારે) લોકો જાગતા હોય છે તેમાં(ત્યારે) જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે…69

નોંધ:

ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતાઅઠ વાગ્યા સુધી સૂએ છે.સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઇ મધરાતે ઊઠી ઇશ્વરનું ધ્યાન ધરે છે.

વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઇશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે એમ બંનેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે…

 

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ

   સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;

જેમાં પ્રવેશે સહુ કામ તેમ,

તે શાંતિ પામે નહીં કામકામી…70

 

બધેથી સતત  ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે  એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….70

 

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,

અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…71

બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઇ વિચરે છે તે જ શાંતિ પામે છે….71

 

આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે;

અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે….72

હે પાર્થ ! ઇશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે..72

                               ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી  ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો’સાંખ્ય-યોગ’ નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.   

 

GITA-DHWANI

ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા

અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ

અધ્યાય 1 લો

અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ-

 

 

સારું શું અને માઠું શું  એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. દુ:ખ વિના સુખ નથી. ધર્મવેદના, ધર્મસંકટ, હૃદયમંથન સહુ જિજ્ઞાસુને એક વખત થાય જ છે.

(1)

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,

મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય ?      1

ધૃતરાષ્ટ્ર બોલ્યા:

 

હે સંજય ! મને કહો, કે યુદ્ધ કરવાની ઇચ્છાથી ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

નોંધ: કુરુક્ષેત્રની લડાઇ એનિમિત્ત માત્ર છે. અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું તે ભાજન થઇ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે.

તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્કાર થૈ શકે છે.

જો તેને આપણે ઇશ્વરનું નિવાસસ્થાન માનીએ અને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે.તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તો. પાંદુપુત્રો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું? અને આવી ઘણીખરી લડાઇઓ તો આ મારુંને આ તારુંએમાંથી થાય છે. સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઇ થાય છે.

 

સંજય બોલ્યા

દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,

દ્રોણાચાર્ય કને પોંચી રાજા દુર્યોધને કહ્યું:           2

તે સમયે પાંડવોની સેનાને ગોઠવાયેલી

જોઇને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઇને બોલ્યા:

:દુર્યોધન બોલ્યા

જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી,

જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદે વ્યૂહમાં રચી.         3

હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી આ મોટી સેના જુઓ. 3

 

અહીં શૂરા ધનુર્ધારી  ભીમ-અર્જુન શા રણે;

યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી;                4

અહીં ભીમ અર્જુન જેવા લડવામાં શૂરવીર મહાધનુર્ધારીઓ, યુયુધાન(સાત્યકિ), વિરાટ, મહારથી દ્રુપદરાજા, ધૃષ્ટકેતુ, ચેકિતાન, રેજસ્વી કાશીરાજ, પુરુજિત કુંતિભોજ, અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈલ્યતેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ) અને દ્રૌપદીના પુત્રો (દેખાય) છે. એ બધા જ મહારથી છે.   4-5-6

 

કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,

ચેકિતાન, તથા રાજા પુરુજિત કુંતિભોજનો:          5

કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે.

પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપ વાન્ ,         6

આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;

જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું :         7

હે બ્રાહ્મણશ્રેષ્ઠ !  હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો. મારી સેનાના (એ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું.    7

 

આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ,

અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત.             8

એક તો આપ પોતે, [પછી] ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જયવાન એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. એ ઉપરાંત બીજા પણ ઘણા શૂરાઓ મારે અર્થે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભેલા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા અને યુદ્ધમાં કુશળ છે.     8-9

 

બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;

સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા.            9

અગણ્ય આપની સેના, જેના રક્ષક ભીષ્મ છે;

ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે.        10

[છતાં] ભીષ્મે રક્ષેલી આપણીસેનાનું બળ અપૂર્ણ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની સેના પૂરી છે.   10

 

(અગણ્ય અને ગણ્ય .મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને તેની માફક જ દ્વિઅર્થી છે. એટલે કે અગણ્ય-(1) ગણાય નહીં એટલે અપાર, અથવા (2) ન ગણવા જેવી, નજીવી. ગણ્યતેથી ઊલટું. બંનેનોપહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.)

 

જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી;

ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી.        11

તેથી તમે બધા પોતપોતાને સ્થાનેથી બધે માર્ગે ભીષ્મ પિતામહને રક્ષા બરાબર કરજો.    11

[આમ દુર્યોધને કહ્યું પણ દ્રોણાચાર્યે જવાબમાં કશું જ કહ્યું નહીં]

તેથી સંજય બોલ્યા

તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં

પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી.         12

એવામાં, કુરૂઓના વડા પ્રતાપી ભીષ્મ પિતામહે  તેને હર્ષ પમાદવા, ઊંચે સ્વરે સિંહનાદ કરીને શંખ વગાડ્યો.    12

પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં

વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો.     13

એ ઉપરથી શંખો, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગો એકસાથે વાગી ઊઠ્યાં.એ અવાજ ઘનઘોર હતો.   13

 

તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે

બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે.       14

એવે ટાણે, સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા.   14

પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,

વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે:            15

શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય-અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો. ભયાનક કર્મવાળા ભીમે પૌંડ્ર નામનો મહાશંક વગાડ્યો.     15

અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,

નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક:             16

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામે શંખ વગાડ્યો ને નકુલે સુઘોષ તથા મણિપુષ્પક નામે શંખ વગાડ્યા.16

કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,

ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ;         17

તેમ જ, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજિત સાત્યકિ,દ્રુપદરાજ, દ્રૌપદીના પુત્રો, સુભદ્રાપુત્ર મહાબાહુ અભિમન્યુ આ બધાએ, હે રાજન્  !પોતપોતાના જુદા જુદા શંખ વગાડ્યા.  17-18

દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,

સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા.       18

તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,

અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર.      19

પૃથ્વી અને આકાશને ગજાવતા એ ભયંકર નાદે કૌરવોનાં હ્રદયોને જાને ચીરી નાખ્યાં. 19

ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે

વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને,    20

હવે, હે રાજન્  ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઇને, હથિયાર ચાલવાની તૈયારીને સમયે , પોતાનું ધનુષ ચડાવી હૃષીકેશને આ વચન કહ્યાં:  20

 

ને હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે:

અર્જુન બોલ્યા

બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત,     21

હે અચ્યુત! મારા રથને (જરીક ) બે સેનાની વચ્ચે લઇને ઊભો રાખો; જેથી, યુદ્ધની કામનાથી ઊભેલાને હું નીરખું ને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિ દુર્યોધનનું લડાઇમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને જું જોઉં તો ખરો.’ 21-22-23

 

 

જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,

ને લોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે.          22

અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,

પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુરયોધન કુબુદ્ધિનું.           23

સંજય બોલ્યા

ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી

બે સૈન્યવચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ;          24

 

હે રાજન્ !

જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમ જ ભીષ્મ-દ્રોણની સામે તે ઉત્તમ રથ ખડો કરીને કહ્યું:

હે પાર્થ ! એકઠા થયેલા આ કૌરવોને જો.’24-25

ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,

બોલ્યા માધવ,”જો પાર્થ,કૌરવોના સમૂહ આ.”     25

(2)

 

ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે

ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા,  26

ત્યાં બંને સેનાઓમાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઇઓ, પુત્રો, પૌત્રો, ગોઠિયાઓ, સસરાઓ અને સ્નેહીઓ આદિને અર્જુન ઊભેલા જોઇ ખેદ ઉતપન્ન થવાથી દીન બનેલા કુંતીપુત્ર આ પ્રમાને બોલ્યા: 26-27-28

સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા :

અવા સ્ર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન,        27

અત્યંત રાંક ભાવે શું, બોલ્યો ગળગળો થઇ:

અર્જુન બોલ્યા

દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા,       28

હે કૃષ્ણ ! લડવાને સારુ ઉત્સુક થઇ ભેળા થયેલા આ સગાં સ્નેહીઓને જોઇને મારાં ગાત્ર ઢીલાં થઇ જાય છે. મોઢું સુકાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે અને રૂંવાં ઊભાં થાય છે. હાથમાંથી ગાંડીવ સરી જાઅય છે, ચામડી બહુ બળે છે. મારાથી ઊભા રહેવાતું નથી. કેમ કે મારું મગજ ફર્તું જેવું લાગે છે. 28-29-30

 

ગાત્રો ઢીલાં પદે મારાં, મોઢામાં શોષ ઊપજે;

કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં;           29

ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;

રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન.           30

ચિહ્ નોયે અવળાં  સર્વે, ને દેખાય, કેશવ;

જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે.             31

વળી હે કેશવ ! હું અહીં વિપરીત અશુભ ચિહ્ નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કંઇ શ્રેય નથી

જોતો. 31

નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;

રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ?         32

હે કૃષ્ણ! તેમને મારીને હું નથી ઇચ્છતો વિજય, નથી માગતો રાજ્ય કે જાતજાતનાં સુખ; હે ગોવિન્દ! અમારે રાજ્ય કે ભોગોનો કે જીવતરનોયે શો ખપ ? 32

ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,

તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો.       33

જેમને કાજે આપણે રાજ્ય, ભોગો અનેસુખ ઇચ્છ્યું તે આ આચાર્યો, વડીલ, પુત્રો, પૌત્રો,દાદા, મામા, સસરા, સાળા અને બીજા સંબંધીજન જીવવાની અને ધનની તમા છોડીને લડાઇને સારુ ઊભેલા.  33-34

ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા,

મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા.      34

ન ઇચ્છુંહણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;

ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ?        35

ભલે તેઓ મને મારી નાખે,પણ ત્રિલોકીના રાજ્ય સારુ પણ હે મધુસૂદન, હું તેમને હણવા નથી ઇચ્છતો, તો પચી આ ભૂમિ માટે કેમ જ હણું?.  35

હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?

અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ !            36

 

(આતતાયીશસ્ત્ર ઉગામનાર. આ કોણ?સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે, પણ મારો અભિપ્રાય તેને અમનેના વિશેષણ તરીકે લેવાનો છે.આ માટે કર્ણપર્વ 91-49, શલ્ય પર્વ 11-11 વગેરેમાં આધાર છે.ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે.કિ.મ)

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શો આનંદ થાય? આતતાયીઓને પણ હણીને અમને પાપ જ લાગે.  36

 

માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;

સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ?           37

તેથી હે માધવ ! અમારા પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા એ યોગ્ય નથી. સ્વજનોને હણીને અમે શું સુખી થઇશું ? 37

 

લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી

કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે.               38

લોભથી ચિત્ત મલિન થયેલાં હોવાથી તેઓ ભલે કુળનાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને ન જોઇ શકે, પણ હે જનાર્દન ! કુળનશથી થતા દોષને સમજનારા અમને આ પાપમાંથી બચવાનું કેમ ન

સૂઝે ?38-39

વળવા પાપથી આવા અમે કાં ન વિચારવું,-

કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ?          39

કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન;

ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની.             40

કુલનો નાશ થયો એટલે પરાપૂર્વથી ચાલતા અવેલા કુલધર્મોનો નાશ થાય, અને ધર્મનો નાશ થયો એટલે તો અધર્મ કુલ આખાને ડુબાવી દે છે. 40

 

અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની.,

કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે.               41

હે કૃષ્ણ ! અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિઅત થાય છે. અને તેમના દૂષિઅત થવાથી વર્ણનો સંકર થાય છે. 41

 

 

નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો;

પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ.              42

 

આવો સંકર કુલઘાતકને અને તેના કુલને નરકમાં પહોંચાડે છે અને પિંડોદકની ક્રિયાથી વંચિત થવાથી તેના પિતરોની પણ અવગતિ થાય છે. 42

કુળઘાતકના આવા દોષે સંકરકારક

ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન.              43

કુલઘાતક લોકોના આ વર્ણસંકરને-ઉત્પન્ન-કરનારા દોષોથી સનાતન કુલધર્મોનો અને જાતિધર્મોનો નાશ થાય છે. 43

ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો

સદાયે નરકે વાસએવું છે સાંભળ્યું અમે.          44

હે જનાર્દન ! જેમના કુલધર્મનો ઉચ્છેદ થયો છે એવા મનુષ્યોનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. 44

 

અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !

કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા !        45

અરેરે ! કેવું મહાપાપ કરવાને અમે તૈયાર થયા છીએ કે રાજ્યસુખને લોભે સ્વજનોને હણવા તત્પર થયા ! 45

 

ન કરતાં પ્રતીકાર મને નિ:શસ્ત્રને હણે

રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ.             46

ધૃતરાષ્ટ્રના શ્સ્ત્રધારી પુત્રો જો શસ્ત્ર વિનાના અને સામે ન થનારા મને રણમાં હણે તો તે મારે સારુ વધારે કલ્યાણકારક થાય. 46

 

 

સંજય બોલ્યા

આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,

ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો.               47

 

શોકથી વ્યગ્રચિત્ત થયેલા અર્જુન રણમધ્યે આમ બોલી ધનુષબાણને પડતાં મૂકી રથની બેઠકપર બેસી ગયા.

ૐ તત્સત્  .

જે બ્રહ્મવિદ્યા પણ અછે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો અર્જુન-વિષાદ-યોગનામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થાય છે.

     
અધ્યાય અઢારમો

ઉપસંહાર – ફળત્યાગની પૂર્ણતાઃ ઈશ્વરપ્રસાદ
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ -૨૫૯ – ૨૭૬
૧૦૧. અર્જુનનો છેવટનો સવાલ ૨૫૯
Page – 259 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૧ – અર્જુનનો છેવટનો સવાલ

 (૧૦૧.) ઈશ્વરની કૃપાથી  આજે અઢારમો અધ્યાય આપણે જોવા પામીએ છીએ. ક્ષણે ક્ષણે પલટાતી જતી આ દુનિયામાં કોઈ પણ સંકલ્પને પાર પાડવાનું ઈશ્વરના હાથમાં છે. તેમાં વળી જેલમાં તો ડગલે ને પગલે અનિશ્ચિતતાનો અનુભવ થયા કરે છે. અહીં આપણે એકાદ કામ શરૂ કરીએ તે પૂરૂં થયેલું જોવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. આપણી આ ગીતા પૂરી થશે એવી અપેક્ષા શરૂ કરતી વખતે નહોતી. પણ ઈશ્વરની એવી ઈચ્છા હતી એટલે આજે આપણે છેવાડે આવી પહોંચ્યા છીએ.  1.
 2. ચૌદમા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડયા હતા. તે પૈકી રાજસને અને તામસને છોડી સાત્વિકનો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું. ત્યાર બાદ સત્તરમા અધ્યાયમાં તે જ વાત આપણે જુદી રીતે જોઈ.
Page – 260 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૧ – અર્જુનનો છેવટનો સવાલ

 યજ્ઞ, દાન ને તપ અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય તો યજ્ઞ એ જીવનનો સાર છે. યજ્ઞને જરૂરી આહાર વગેરે જે કર્મો છે તે બધાંને પણ સાત્વિક તેમ જ યજ્ઞરૂપ જ કરી નાખવાનાં છે. યજ્ઞરૂપ અને સાત્વિક હોય તેટલાં જ કર્મો સ્વીકારવાં અને બાકીનાં છોડવાં એવો ધ્વનિ સત્તરમા અધ્યાયમાંથી ઊઠે છે તે આપણે સાંભળ્યો. ૐ तत् सत् એ મંત્રનું સ્મરણ શા સારૂ રાખવું તે પણ આપણે જોયું. ૐ એટલે સાતત્ય, तत् એટલે અલિપ્તતા, અને सत् એટલે સાત્વિકતા. આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવાં જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેટલાંક કર્મો ટાળવાનાં હોય છે, કેટલાંક કરવાનાં હોય છે.
 ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. કર્મના ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું અને ફળનો ત્યાગ કરવો એ જે ગીતાની શીખ છે તે બધે જોવાની મળે છે. પણ આ એક બાજુ થઈ. બીજી બાજુ એવી માલુમ પડે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢારમા અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો, “ કોઈ પણ કર્મ ફળત્યાગપૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી, કેટલાંક કર્મો ખસુસ કરીને છોડવાં અને કેટલાંક કરવાં એ બીજી બાજુ થઈ. એ બે વાતનો મેળ કેમ બેસાડવો ? ” જીવનની દિશા સ્પષ્ટ જાણવાની મળે તેટલા સારૂ આ સવાલ છે. ફળત્યાગનો મર્મ ધ્યાનમાં બેસે તેટલા માટે આ સવાલ ચે. જેને શાસ્ત્ર સંન્યાસ કહે છે તેમાં કર્મ સ્વરૂપતઃ છોડવાનું હોય છે. કર્મનું જે સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. ફલત્યાગમાં કર્મનો ફલતઃ એટલે કે ફળથી ત્યાગ કરવાનો હોય છે. ગીતાના ફળત્યાગમાં પ્રત્યક્ષ કર્મનો ત્યાગ કરવાની જરૂર કરી ? આ સવાલ છે. ફળત્યાગની કસોટીમાં સંન્યાસનો ઉપયોગ છે ખરો ? સંન્યાસની મર્યાદા ક્યાં સુધીની ? સંન્યાસ અને ફળત્યાગ એ બંનેની મર્યાદા કઈ કઈ અને કેટલી ? આવો આ અર્જુનનો સવાલ છે.
૧૦૨. ફળત્યાગ, સાર્વભૌમ કસોટી ૨૬૧
Page–261 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 (૧૦૨.) જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગનું તત્વ બધે લાગુ પાડી શકાય એમ છે. સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કરવાની વાતનો રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરવાની વાત સાથે વિરોધ નથી. કેટલાંક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરવાવેંત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. ફળત્યાગપૂર્વક કર્મ કરવાની વાતમાં કેટલાંક કર્મોનો પ્રત્યક્ષ ત્યાગ આવી જ જાય છે. 3.
4. આ વાતનો આપણે જરા ઊંડી દ્રષ્ટિથી વિચાર કરીએ. જે કામ્ય કર્મો છે, જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે ખખડી પડે છે. ફળત્યાગની સામે કામ્ય તેમ જ નિષિદ્ધ કર્મો ઊભાં જ રહી શક્તાં નથી. ફળત્યાગપૂર્વક કર્મો કરવાં એ કેવળ કૃત્રિમ, યાંત્રિક, તાંત્રિક ક્રિયા નથી. આ કસોટીથી કયાં કર્મ કરવાં અને કયાં કર્મો કરવાં નહીં એ વાતનો આપમેળે નિકાલ થાય છે. કેટલાક લોકો કહો છે કે, “ ગીતા ફળત્યાગપૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે, કયાં કર્મો કરવાં તે સૂચવતી નથી. ” આવો ભાસ થાય છે ખરો, પણ વસ્તુતઃ એ સાચું નથી. કારણકે ફળત્યાગપૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ કયું કરવુ અને કયું ન કરવું તે સમજાઈ જાય છે. હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીનાં કર્મો, ને એવાં બધાં કર્મો ફળત્યાગપૂર્વક કરી શકાતાં જ નથી. ફળત્યાગની કસોટી લગાડતાંની સાથે એ કર્મો ખરી પડે છે. સૂર્યનું અજવાળું ફેલાતાંની સાથે બધી ચીજો ઊજળી દેખાવા માંડે છે, પણ અંધારૂં ઊજળું દેખાય છે ખરૂં કે ? તે નાશ પામે છે. તેવી જ નિષિદ્ધ તેમ જ કામ્ય કર્મોની સ્થિતિ છે. કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. જે કર્મ હું કરવા ધારૂં છું તે અનાસક્તિપૂર્વક, ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાકતાં હું કરી શકીશ ખરો કે ? એ પહેલું જોઈ લેવું. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.  કસોટી પ્રમાણે કામ્ય કર્મો આપોઆપ ત્યાજ્ય ઠરે છે. તેમનો સંન્યાસ જ યોગ્ય થાય.
Page–262 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 હવે રહ્યાં શુદ્ધ સાત્વિક કર્મો. તે અનાસક્ત રીતે અહંકાર છોડીને કરવાનાં છે. કામ્ય કર્મોનો ત્યાગ કરવો એ પણ એક કર્મ થયું. ફળત્યાગની કાતર તેના ઉપર પણ ચલાવવી જોઈએ. અને કામ્ય કર્મોનો ત્યાગ પણ સહજ રીતે થવો જોઈએ.
 આમ આપણે ત્રણ વાતો જોઈ. પહેલી વાત એ કે જે કર્મો કરવનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી, આટલો ત્યાગ મેં કર્યો એવો અહંકાર પેદા થવા ન દેવો.
 5. રાજસ અને તામસ કર્મો ત્યાજ્ય શાથી ? કારણકે તે શુદ્ધ નથી. શુદ્ધ ન હોવાથી કરનારના ચિત્ત પર તે કર્મો લેપ કરે છે. પણ વધારે વિચાર કરતાં એમ જણાય છે કે સાત્વિક કર્મો પણ સદોષ હોય છે. જે જે કર્મ છે તેમાં કંઈ ને કંઈ દોષ હોય જ છે. ખેતીના સ્વધર્મનો વિચાર કરીએ તો તે શુદ્ધ સાત્વિક ક્રિયા છે. પણ આ યજ્ઞમય સ્વધર્મરૂપ ખેતીમાં પણ હિંસા થાય છે. ખેડ વગેરે કરતાં કેટલાંયે જીવજંતુ મરી જાય છે. કૂવા પાસે કાદવ ન થાય તે માટે પથ્થર બેસાડવા જઈએ ત્યાંયે જીવો મરે છે. સવારે સૂરજનું અજવાળું ઘરમાં પેસે છે તેની સાથે અસંખ્ય જીવો મરી જાય છે. જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ તે મારણક્રિયા થવા બેસે છે. સારાંશ કે સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે. ત્યારે કરવું કેમ ?
 6. મેં પહેલાં કહ્યું હતું કે બધા ગુણોનો પૂરો વિકાસ થવો હજી બાકી છે. જ્ઞાન, સેવા, અહિંસા એ બધાંનો બિંદુમાત્ર અનુભવ થયો છે. અત્યાર પહેલાં બધો અનુભવ થઈ ચૂક્યો છે એવું નથી. અનુભવ કરતી કરતી દુનિયા આગળ ચાલે છે. મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું. તેમણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે. અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી.
 Page–263– અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 આવી રીતે કર્મસંકોચ કરતો કરતો માણસ વર્તે તો છેવટે આત્મનાશ વહોરી લે. કર્મમાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકે ને કોઈકે ખેતી નહીં કરવી પડે કે ? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી કે ? કપાસ પકવવો એ જો પાપ છે તો નીપજેલો કપાસ વેચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે માટે તે કર્મ છોડી દેવાનું સૂઝે એ બુદ્ધિની ખામી છે. બધાં કર્મોનો બહિષ્કાર કરવો, આ કર્મ ન જોઈએ, પેલું કર્મ ન જોઈએ, કંઈ જ કરવું ન જોઈએ એ રીતે જોનારી દ્રષ્ટિમાં સાચો દયાભાવ રહ્યો નથી પણ મરી ગયો છે એમ જાણવું. ઝાડને ફૂટેલો નવો પાલો ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી ઊલટું ફાલે છે. ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે.
૧૦૩. ક્રિયામાંથી છૂટવાની સાચી રીત ૨૬૩
Page–263–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 (૧૦૩.) તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર મોહક છે. પણ આ અસંખ્ય કર્મોને છોડવાં શી રીતે ? રાજસ તેમ જ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની છે ? સદોષ એવાં જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવાં ? વાતની ખૂબી એવી છે કે ईन्द्राय तक्षकाय स्वाहा એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઈંદ્ર અમર હોવાથી નથી મરતો તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ મરતો નથી ને તે ઊલટો જબરો થઈ જાય છે. સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે. પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્યક્રિયા ચવડ હોવાથી નહીં જ મરે, પણ દોષક્રિયા માત્ર વધતી જશે. આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઈંદ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી. તો પછી તેમના ત્યાગની રીત કઈ ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પચી ઉંદર હિંસા કરશે. સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે. આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ. 7.
Page–264–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 8. ગોરખનાથને મછંદરનાથે કહ્યું, ‘ આ છોકરાને ધોઈ લાવ. ’ ગોરકનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો ને તેને વાડ પર સૂકવવા નાખ્યો. મછંદરનાથે કહ્યું, ‘ છોકરાને ધોઈ આણ્યો કે ? ’ ગોરખનાથ બોલ્યા, ‘ તેને ઝીંકીને ધોઈને સૂકવવા નાખ્યો છે. ’ છોકરાને ધોવાની આ રીત કે ? કપડાં દોવાની ને માણસોને ધોવાની રીત એક નથી. તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બેમાં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે.
 વિવેકહીન વર્તનથી કંઈક નવું જ ईदं तृतीयं થઈ જાય છે. તુકારામે કહ્યું છે ને કે –
त्यागे भोग माझ्या येतील अंतरा । मग मी दातारा काय करूं ।।
 – ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતાર, મારે કરવું શું ? નાનોસરખો ત્યાગ કરવા જઈએ તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે. એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે. જરા અમસ્તા ત્યાગને માટે મોટાં મોટાં ઈન્દ્રભવન ઊભાં કરવાં તેને બદલે પેલી છાપરી સી ખોટી હતી ? તે જ પૂરતી છે. લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઊભો કરવો તેને બદલે પહેરણ ને બંડી પહેરવાં વધારે સારાં. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે. તે બધાં સાત્વિક કર્મો કરવાનાં ખરાં પણ તેમનાં ફળને તોડી નાખવાનાં છે. કેટલાંક કર્મો સમૂળગાં છોડી દેવાનાં હોય છે, કેટલાંક ફળ તોડી નાખવાનાં હોય છે. શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય. પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચુનો લગાડયે શું થાય ? તે કાળા રંગને છે તેવો જ રહેવા દે તેના તરફ જોવાનું જ માંડી વાળ. તેને અમંગળ કહીશ મા.
 9. એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો.
Page–265–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, અહીંથી મર્યા વગર હવે છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે હોળી સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “ અલ્યા, કેમ આપઘાત કરે છે ? ” પેલાએ કહ્યું, “ આ દુનિયા અમંગળ છે તેથી. ” પેલા ગૃહસ્થે કહ્યું, “ તારૂં આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે ! અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું ? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગંધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગંદ મારશે તેનો તો કંઈ વિચાર કર ! ” પેલા માણસે ત્રાસીને કહ્યું, “ આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ ? ”
 10. સારાંશ કે અમંગળ, કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ, બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરૂદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે એને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.
 11. ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. દાખલા તરીકે ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે. ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે.
Page–266–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 ત્યાં થતી બોલચાલ બંધ કરવાને મોટેથી બોલવાનું તીવ્ર કર્મ તેને કરવું પડયું. બીજો કોઈક આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને આંગળી ઊંચી કરશે. તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે. ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર હશે તેટલાથી જ બધા શાંત બેસી જશે. એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ થઈ. ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાતં પાડવાનું જે કામ તે સમાન થયું. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઈષ્ટતમ હોય તે કર્મ. કર્મની પહેલી, બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે.
 કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લો. કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે. જ્ઞાની પુરૂષ લેશમાત્ર ક્રિયા કરતો નથી. પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતી જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. તે જ્ઞાની પુરૂષનું અસ્તિત્વ હોય એટલે થયું. તેના હાથપગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલાં તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સુક્ષ્મમાંથી શૂન્ય એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે.
 12. ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી. નિષ્કામતાપૂર્વક કર્મ કરતાં કરતાં ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ‘ ઢોંગી પોપ ’ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછયું, “ તું વેશ શું કામ કરે છે ? આ બધા ઝભ્ભા શાને સારૂ ? આ ઉપરનો ડોળ શા માટે ? આ ગંભીર મુદ્રા શા સારૂ ? ” ત્યારે તેણે કહ્યું, “ આવું બધું હું શું કામ કરૂં છું તે જાણવું છે ? તો સાંભળ. આ નાટક કરતાં કરતાં શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. ” તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું. ધીમે ધીમે નિષ્ક્રિયત્વ પચતું જશે.
૧૦૪. સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ ૨૬૭
Page–267–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

 (૧૦૪.) સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ થતો. એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારૂં નાક ચીબું છે તેવું જ રહેવા દે. તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારૂં છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાનાં નથી. તે કરવાનાં, પણ તેમનાં ફળનો ત્યાગ કરવાનો છે. 13.  
 14. બીજી એક વાત કહેવાની છે. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય તે આપણે સારૂં કરી શકીશું, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરીશ મા. આપમેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું વહોરી લઈશ મા. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે, તે ગમે તેટલું સારૂં હોય તોયે તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળત્યાગ સંભવે છે. આ કર્મ સારૂં છે, પેલું કર્મ સારૂં છે, એવા લોભમાં પડીને માણસ ચારેકોર દોડાદોડ કરે તો ફળત્યાગની વાત કેવી ? જીવનનો ચૂંથાડો થઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંયે સ્થિરતા નહીં મળે. તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પેલાં નાના પ્રકારનાં સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહપ્રાપ્ત સાત્વિક સ્વધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર.
Page–268–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

 15. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સ્વકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે, એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં तमेपणुं જેવું કંઈક છે અને તેથી તમે तमे છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવો જોઈએ. બકરી કહે કે ‘ હું ગાય થઈશ ’ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે; નવો ધર્મ, નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલું બકરીપણું છે તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને ? દેડકી વધી વધીને કેટલું વધે ? તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી એ યોગ્ય નથી. તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે.
 16. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ છે. આજનો હું કાલે નથી. કાલનો હું પરમ દિવસે નથી. હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજસેવા કરીશ. પૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ પલટાવાવાળો છે તો બીજો કેટલોક પલટાવાવાળો નથી. આ જ વાતને પહેલાંની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે, “ માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણદર્મ બદલાતો નથી. આશ્રમધર્મો બદલાય છે. ”
 આશ્રમધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારીપદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું. આશ્રમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી.
Page–269–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં. તે પ્રયત્ન ફોગટ છે. તમારામાંનું ‘ तमे ’ પણું તમારાથી ટાળી શકાય એવું નથી, એ ક્લપના પર વર્ણધર્મની યોજના થયેલી છે. વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે. વર્ણધર્મ તદ્દન અટળ છે કે ? બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે કે ? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારૂં છું. પણ એ વાતનો સાર પકડવાનો છે. વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો જ. એવો અપવાદ ગૃહીત કરવો જ પડે. એ અપવાદ ગીતાએ પણ ગૃહીત માનેલો છે. સારાંશ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમ જ મનમોહક લાગે તો પણ તેમને ટાળજો.
૧૦૫. ફળત્યાગનો એકંદર ફલિતાર્થ ૨૬૯
Page–269– અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ   

 (૧૦૫.) ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેનો અર્થ નીકળે છે –
1. રાજસ અને તામસ કર્મોનો સમૂળગો ત્યાગ.
2. એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.
3. સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.
4. સાત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.
5. સતત ફળત્યાગપૂર્વક એ સાત્વિક કર્મો કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં ક્રિયામાત્ર ખરી જશે.
6. ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.
7. સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજપ્રાપ્ત નથી તે ગમે તેટલું સારૂં લાગે તો પણ આઘું રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.
8. સહજપ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે. 17.
Page–270 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ   
 18. પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. માણસ પહેલાં કુટુંબનો સ્વીકાર કરે છે. પોતાના વિકાસને માટે તે પોતાને કુટુંબના બંધનમાં નાંખે છે. ત્યાં તે ઘણી જાતના અનુભવ લે છે. પણ કુટુંબના બંધનમાં પેઠા પછી કાયમનો તેમાં જકડાઈ રહેશે તો તેનો વિનાશ થશે. કુટુંબમાં રહેવાનું જે પહેલાં ધર્મરૂપ હતું તે જ અધર્મરૂપ થશે. કારણકે તે ધર્મ બંદન કરવાવાળો થયો. બદલાનારો ધર્મ આસક્તિ રાખી છોડશે નહીં તો સ્થિતિ ભયાનક થશે. સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસાંમાં ક્ષયનાં જંતુ અજાણતા દાખલ થઈ જશે તો પણ આખા જીવનને કોરી ખાશે. સાત્વિક કર્મમાં જો આસક્તિનાં જંતુ બેસાવધપણે પેસવા દઈએ તો સ્વધર્મ સડવા માંડશે. એ સાત્વિક સ્વધર્મમાંથી પમ રાજસ તેમ જ તામસ બદબો છૂટશે. કુટુંબ એ બદલાનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. તેવું જ રાષ્ટ્રધર્મનું સમજવું. રાષ્ટ્રદર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. એથી આત્મવિકાસ અટકી જશે. ચિત્તમાં આસક્તિ ઘર કરી જશે અને સરવાળે અધઃપાત થશે.
૧૦૬. સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ ૨૭૧
Page – 270 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 (૧૦૬.) સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું, અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે. 19.
 20. પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ. ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે ? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરૂષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ?
 ના. આમાં પણ ફળત્યાગની કસોટી જ વાપરવી. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણને જે જોઈએ છે તે, તે તરફ નજર ન રાખીએ તોયે આવી મળે છે.
Page – 271 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્માવસ્થા, તેનો પણ લાભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવી મળશે. સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે; સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી. એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર પણ નહીં પડે. તેથી મોક્ષની ફિકર છોડી દે.
 21. ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે, “ આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ, પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું. મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે ? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે. આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળત્યાગની કાતર ચલાવ. પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. કાતર તૂટી જશે ને ફળ વધારે મજબૂત થશે. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય. સાધકે સાધનામાં જ રંગાઈ જવું. मा ते संगोस्त्वकर्मणि — ‘ મા હો રાગ અકર્મમાં, ’ અકર્મદશાની,મોક્ષની આસક્તિ રાખ મા, એમ ભગવાને પહેલાં જ કહ્યું હતું. હવે ફરીથી છેવટે ભગવાન કહે છે,
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।
‘ હું તને સર્વ પાપોથી છોડાવાશ, નચિંત થા ’
 મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર રાખ. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે. મોક્ષનિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે છે.
 22. જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે. જેને ઘેરે પહોંચવું છે તે ‘ ઘર, ઘર ’ એવા જાપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આઘું રહેશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે.
Page – 272 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 ઘરનું રટણ કરતાં કરતાં રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો રહેશે. મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ. પછી ઘર એકદમ સામે આવશે. મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં, મારી સાધનામાં સિથિલતા પેદા થશે અને મોક્ષ આઘો જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડયા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે. અકર્મસ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે. જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી. મને જે રીતે આવડતી હશે તે જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવી આપશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે. સમાપ્તિના પહેલાં સમાપ્તિ કેવી રીતે થાય ? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે ? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી ? પાણીમાં ડૂબકાં ખાતાં ખાતાં સામી પારની મોજ નજર સામે રાખ્યે કેમ ચાલશે ? તે વખતે એક પછી એક વામિયાં નાખતાં નાખતાં આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ. બધી શક્તિ રોકવી જોઈએ. સાધના પૂરી કર. દરિયો ઓળંગી જા. મોક્ષ આપોઆપ આવી મળશે.
૧૦૭. સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા ૨૭૨
Page– 272 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

(૧૦૭.) જ્ઞાની પુરૂષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે. છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય. તેને હાથે ક્રિયા થાય અગર નયે થાય. આ છેવટની દશા બહુ રમણીય તેમ જ ઉદાત્ત છે. તે અવસ્થામાં જે જે કંઈ થાય છે, તેની ફિકર તેને હોતી નથી. જે જે કંઈ થશે, બનશે તે બધુંયે શુભ જ હશે, રૂડું જ હશે. સાધનાની પરાકાષ્ઠાની દશા પર તે ઊભો છે. ત્યાં રહી સર્વ કર્મ કરતો છતો તે કશું કરતો નથી. સંહાર કરતો છતો સંહાર કરતો નથી. કલ્યાણ કરવા છતાં કલ્યાણ કરતો નથી. 23.
Page– 273 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 24. આ અંતિમ મોક્ષાવસ્થા સાધકની સાધનાની પરાકાષ્ઠા છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા છે. હું કંઈક કરૂં છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. અથવા આ દશાને હું સાધકની સાધનાની અનૈતિકતા કહીશ. સિદ્ધાવસ્થા નૈતિક અવસ્થા નથી. નાનું છોકરૂં સાચું બોલે છે. પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કેમકે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ થયું. સિદ્ધાવસ્થામાં અસત્યની વાત જ હોતી નથી. ત્યાં સત્ય જ છે, તેથી ત્યાં નીતિ નથી. જે નિષિદ્ધ છે તે ત્યાં નામનુંયે ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું જ નથી. જે જોવાનું નથી તેને આંખો જોતી જ નથી. જે થવું જોઈએ તે હાથથી થઈને ઊભું રહે છે, કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધનાની સહજાવસ્થા અથવા અનૈતિકતા અથવા અતિનૈતિકતા કહો, તે અતિનૈતિકતામાં નિતિનો પરમોત્કર્ષ છે. અતિનૈતિકતા શબ્દ મને સારો સૂઝ્યો. અથવા આ દશાને સાત્વિક સાધનાની નિઃસત્વતા પણ કહી શકાશે.
 25. આ દશાનું વર્ણન શી રીતે કરવું ? જેમ ગ્રહણનો આગળથી વેધ લાગે છે તેમ દેહ કરી પડયા પછીની જે મોક્ષદશા છે તેના અભાવા દેહ પડે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. દેહની સ્થિતિમાં જ ભાવિ મોક્ષસ્થિતિના અનુભવો થવા માંડે છે. આવી આ જે સ્થિતિ છે તેનું વર્ણન કરતાં વાણી અટકી પડે છે. તે ગમે તેટલી હિંસા કરે તોયે તે કંઈ કરતો નથી. તેની ક્રિયાને હવે કયું માપ લગાડવું ? જે થશે તે બધું કેવળ સાત્વિક કર્મ થશે. ક્રિયા માત્ર ખરી જશે છતાં આખાયે વિશ્વનો તે લોકસંગ્રહ કરતો હશે. કઈ ભાષા વાપરવી તે સમજાતું નથી.
 26. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા. તેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને કે, “ આ વિશ્વમાં જે જે કંઈ છે તે હું છું. ”
Page– 274 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 જ્ઞાની પુરૂષ નિરહંકાર થાય છે. તેનું દેહાભિમાન ખરી પડે છે. ક્રિયા બધી ખરી પડે છે. એવે વખતે તેને એક ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. તે અવસ્થા એક દેહમાં સમાઈ શક્તી નથી. ભાવાવસ્થા એ ક્રિયાવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતાની અવસ્થા છે. આ ભાવાવસ્થાને નાના સરખા પ્રમાણમાં આપણે સૌ અનુભવીએ છીએ. બાળકના દોષથી મા દોષિત થાય છે, તેના ગુણથી ગુણી બને છે. દીકરાના દુઃખે તે દુઃખી થાય છે અને તેના સુખથી સુખી થાય છે. માની આ ભાવાવસ્થા પોતાના દીકરા પૂરતી હોય છે. દીકરાનો દોષ પોતે ન કરેલો હોવા છતાં તે ઓઢી લે છે. જ્ઞાની પુરૂષ પણ ભાવનાની ઉત્કટતાને લીધે આખાયે જગતના દોષ પોતાને માથે લે છે. ત્રણે ભુવનનાં પાપથી તે પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે. અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ-પુણ્યથી જરા સરખો સ્પર્શાતો નથી.
 27. પેલા રૂદ્રસૂક્તમાં ઋષિ કહે છે ને કે यवाश्च मे तिलाश्च मे गोधूमाश्च मे. ‘ મને જવ આપો, તલ આપો, ઘઉં આપો, ’ એમ તે માગ માગ કર્યા જ કરે છે. એ ઋષિનું પેટ છે કેવડું ? પણ તે માગનારો સાડાત્રણ હાથના દેહમાં રહેવાવાળો નહોતો. તેનો ત્મા વિશ્વાકાર થઈને બોલે છે. આને હું वैदिक विश्वात्मभाव કહું છું. વેદમાં આ ભાવનાનો પરમોત્કર્ષ થયેલો દેખાય છે.
‘ બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારૂં નિદ્રા આવે ? ’
 28. ગુજરાતનો સંત નરસી મહેતો કીર્તન કરતાં ગાય છે ને કે –
 હે ઈશ્વર, એવું કયું પાપ મેં કર્યું છે કે કીર્તન કરતાં મને ઊંઘ આવે છે ? હવે, ઊંઘ શું નરસી મહેતાને આવતી હતી ? ઊંઘ કીર્તન સાંભળનારા શ્રોતાઓને આવતી હતી. પણ શ્રોતાઓ સાથે એકરૂપ થઈને નરસી મહેતો આ સવાલ પૂછે છે. નરસી મહેતાની એ ભાવાવસ્થા છે. જ્ઞાની પુરૂષની આવી આ ભાવાવસ્થા હોય છે. આ ભાવાવસ્થામાં બધાં પાપપુણ્યો તેને હાથે થાય છે એમ તમને દેખાશે. તે પોતે પણ એવું કહેશે. પેલો ઋષિ કહે છે ને કે, ‘ કરવી ન જોઈ એવી કેટલીક વાતો મેં કરી, કરૂં છું અને કરીશ. ’ આ ભાવાવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા પંખીની માફક ઊડવા માંડે છે. તે પાર્થિવતાની પેલી પાર જાય છે.
Page– 275 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 29. આ ભાવાવસ્થાની માફક જ્ઞાની પુરૂષની એક ક્રિયાવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરૂષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે. તો પણ તેનો આખોયે દેહ, તેની બધીયે ઈન્દ્રિયો, એ બધાં સાત્વિક થયેલાં હોવાથી તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. વહેવારની બાજુથી જોશો તો સાત્વિકતાની પરિસીમા તેના વર્તનમાં દેખાશે. વિશ્વાત્મભાવની દ્રષ્ટિથી જોશો તો આખાયે ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો જાણે તે કરે છે. અને આમ છતાં તે અલિપ્ત રહે છે. કારણ આત્માને વળગેલો આ દેહ તેણે ઊંચકીને ફેંકી દીધો હોય છે. ક્ષુદ્ર દેહને ફેંકી દેશે ત્યારે જ તે વિશ્વાત્મરૂપ થશે.
 30. ભાવાવસ્થા અને ક્રિયાવસ્થા ઉપરાંત જ્ઞાની પુરૂષની ત્રીજી એક સ્થિતિ છે. તે ચે જ્ઞાનાવસ્થા. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને સળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી. તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરૂષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં, સંભવે છે.
 31. આ જે અક્રિયાવસ્થા છે, છેવટની દશા છે તેને પોતાની કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. હું કેવળ નિમિત્તમાત્ર છું, કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી એમ મનન કરવું. આ અકર્તૃત્વવાદની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. પણ એથી બધુંયે કર્તૃત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આસ્તે આસ્તે આ ભાવનાનો વિકાસ થતો જશે. પહેલાં હું કેવળ તુચ્છ છું, તેના હાથમાંનું ઢીંગલું છું, તે મને નચાવે છે, એવું તારા મનને લાગવા દે. તે પછી બધુંયે કરવા છતાં તે આ દેહનું છે, મને તેનો સ્પર્શ નથી, આ બધીયે ક્રિયા આ મડદાની છે, પણ હું મડદું નથી, હું શવ નથી, પણ શિવ છું; એવી ભાવના કરતાં કરતાં દેહના લેપથી લેશમાત્ર લેપાઈશ મા.
Page– 276 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે. એ અવસ્થામાં પાછી ઉપર કહેલી ત્રણ અવસ્થા હશે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમ જ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો હું કરૂં છું એમ તે અનુભવશે પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા; એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં. બધાંયે કર્મોને ભસ્મસાત્ કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરૂષનું વર્ણન કરી શકાશે.
૧૦૮. तुही……तुही……तुही ૨૭૬
Page– 276 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૮ – तुही……तुही……तुही ..

 (૧૦૮.) આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, ‘ हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’ 32.   
 
 
       

     

અધ્યાય સત્તરમો
૯૪. સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે ૨૪૧
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ -૨૪૧ – ૨૫૯
Page – 241 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 (૯૪.) આપણે ધીરે ધીરે છેડે પહોંચતા જઈએ છીએ. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. સોળમા અધ્યાયમાં એક પરિશિષ્ટ જોયું. માણસના મનમાં અને તેના મનનું પ્રતિબિંબ એવો જે સમાજ છે તે સમાજમાં બે વૃત્તિઓનો અથવા બે સંસ્કૃતિઓનો, અથવા બે સંપત્તિઓનો ઝઘડો ચાલી રહેલો છે. તે પૈકી દૈવી સંપત્તિનો વિકાસ કરવાની શીખ સોળમા અધ્યાયના પરિશિષ્ટમાં આપણને મળી. આજે સત્તરમા અધ્યાયમાં બીજું પરિશિષ્ટ જોવાનું છે. આ અધ્યાયમાં કાર્યક્રમ-યોગ બતાવ્યો છે એમ એક રીતે કહી શકાશે. ગીતા આ અધ્યાયમાં રોજને માટે કાર્યક્રમ સૂચવે છે. નિત્ય ક્રિયાઓ આજના અધ્યાયમાં આપણે જોવાની છે. 1.  
 2. આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાપણું, તેની સ્વતંત્રતા એળે જાય. જ્ઞાની પુરૂષના દાખલા પર આપણે નજર નાખી જઈએ. સૂર્ય જ્ઞાની પુરૂષોનો આચાર્ય છે. ભગવાને સૌથી પહેલાં કર્મયોગ સૂરજને શીખવ્યો, પછી સૂર્ય પાસેથી મનુને એટલે વિચાર કરવાવાળા એવા માણસને મળ્યો. સૂર્ય સ્વતંત્ર અને મોકળો છે. તે નિયમિત છે એ હકીકતમાં જ તેની સ્વતંત્રતાનો સાર છે. ઠરાવેલે ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે આપણે રોજ નવો નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારૂ આપણે આપમા વહેવારને બાંધી લેવો જોઈએ.
Page – 242 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 3. આને સારૂ આ ધ્યાયમાં ભગવાન કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસનાં આપણાં આડોશીપાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ.
 આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો પણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમ જ મોકળું રહે.
૯૫. તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ ૨૪૩
Page – 243 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 (૯૫.) આ અર્થ સમજવાને સારૂ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ-સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સો માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, ‘ પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર. સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.’ પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધીકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડયો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારૂ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારૂ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.  4.
Page – 244 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 5. બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરૂ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું રૂણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે, દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરૂં તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.
 6. આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.
 7. આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે.
Page – 245 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણે સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક પણે પણ જો કહી શકીએ કે “ હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે, ” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
 યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરૂં જોતાં ભેદ નથી. કારણકે સૃષ્ટિ, સમાજ અને શરીર એ પણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. ગીતાએ ચોથા અધ્યાયમાં દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ વગેરે યજ્ઞો કહ્યા છે. ગીતાએ યજ્ઞનો વિશાળ અર્થ કર્યો છે.
 આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં, કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ આ ત્રણ સંસ્થાઓમાં સામય્વસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે.
 8. આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતાએ आहार કહ્યો છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય, તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે. તેથી उदरभरण नोहे जाणिजे यज्ञकर्म – ‘ આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ ’ એમ આપણે કહીએ છીએ.
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી છે તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક પ્રકારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપ થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. ગીતા એ કર્મને तदर्थीय कर्म, યથાર્થ કર્મ એવું નામ આપે છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો હાર પવિત્ર છે.
 9. આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણતાની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે એમ નથી.
૯૬. સાધનાનું સાત્ત્વિકીકરણ ૨૪૬
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 (૯૬.) પણ આપણી ક્રિયાઓ આપણે ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક થાય ત્યારે. આપણાં બધાં કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને ર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાત્વિક થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણે ચૌદમા અધ્યાયમાં જોયું. આ અધ્યાયમાં ગીતા તે તત્વનો અમલ શી રીતે કરવો તે બતાવે છે. 10.
 11. આ સાત્વિકતાની યજના કરવામાં ગીતાનો બેવડો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ-દાન-તપની મારી જે વિશ્વસેવા ચાલે છે તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે બે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી. સાધના અને સેવા મૂળમાં બે જુદી જુદી વસ્તુઓ જ નથી. બંનેને માટે ક જ પ્રયત્ન, એક જ કર્મ છે. એવું જે કર્મ કર્યું હોય તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. સેવા+સાધના+ઈશ્વરાર્પણતા એ યોગ ક જ ક્રિયાથી સધાવો જોઈએ.
Page – 247 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 12. યજ્ઞ સાત્વિક થાય તે માટે બે વસ્તુની જરૂર છે. નિષ્ફળતાપણાનો અભાવ અને સકામપણાનો અભાવ એ બે બાબતો યજ્ઞમાં હોવી જોઈએ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય. નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય.
 સૂતર કાંતવું એ યજ્ઞ છે કાંતતાં કાંતતાં તેમાં આત્મા રેડયો ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો તે સૂત્રયજ્ઞ બોજારૂપ થશે. બહારથી કામ ચાલતું હોય ત્યારે અંદરથી મનનો મેળ ન હોય તો તે આખી ક્રિયા વિધિહીન થાય. વિધિહીન કર્મ બોજારૂપ થાય છે. વિધિહીન ક્રિયામાં તમોગુણ દાખલ થાય છે. તે ક્રિયા સારામાં સારી પેદાશ આપી શકાતી નથી. તેમાંથી ફળ નીપજતું નથી. યજ્ઞમાં સકામપણું ન હોય પણ તેમાંથી કારામાં સારૂં ફળ મળવું જોઈએ. કર્મમાં મન ન હોય, તેમાં આત્મા ન હોય તો તે બોજારૂપ થાય છે. પછી તેમાંથી સારામાં સારૂં ફળ મેળવવાની વાત કેવી ? બહારનું કામ બગડયું તો અંદર મનનો મેળ નહોતો એમ ચોક્કસ જાણવું. કર્મમાં આત્મા રેડો. અંદરથી મેળ રાખો. સૃષ્ટિ-સંસ્થાનું ઋણ ફેડવાને માટે આપણે ફળની સારામાં સારી પેદાશ કરવી જોઈએ. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારૂ આંતરિક મેળનું આ વિધિયુક્તપણું હોવું જોઈએ.
 13. આ રીતે નિષ્કામતા કેળવાશે એટલે આપણે હાથે વિધિયુક્ત સફળ કર્મ થશે અને ત્યારે જ ચિત્તશુદ્ધિ થવા માંડશે. ચિત્તશુદ્ધિની કસોટી શી છે ? બહારનું કામ તપાસી જોવું. તે નિર્મળ અને સુંદર નહીં હોય તો ચિત્તને મલિન માનવામાં વાંધો નથી. કર્મમાં સૌંદર્ય ક્યારે ઉત્પન્ન થાય ? ચિત્તશુદ્ધિપૂર્વક અને પરિશ્રમપૂર્વક કરેલા કર્મ પર પરમેશ્વર પોતાની પસંદગીની, પોતાની પ્રસન્નતાની મહોર મારે; પ્રસન્ન પરમેશ્વર કર્મના વાંસા પર પ્રેમથી હાથ ફેરવે, એટલે તેમાં સૌંદર્ય ઉત્પન્ન થાય છે. સૌંદર્ય એટલે પવિત્ર પરિશ્રમને મળેલો ઈશ્વરી પ્રસાદ. મૂર્તિ ઘડનારા શિલ્પીને એવો અનુભવ થવા માંડે છે કે આ સુંદર મૂર્તિ મારે હાથે બની નથી. મૂર્તિનો આકાર ઘડતાં ઘડતાં છેવટની ઘડીએ, છેલ્લી ક્ષણે ક્યાંકથી આપોઆપ સૌંદર્ય તેમાં આવીને ઊભું રહે છે.
 ચિત્તશુદ્ધિ વગર આ ઈશ્વરી કળા પ્રગટ થાય ખરી કે ? મૂર્તિનું બધુંયે સ્વારસ્ય જ એ છે કે આપણા અંતઃકરણમાં રહેલું સૌંદર્ય તેમાં રેડાયેલું હોય છે. મૂર્તિ આપણા ચિત્તની પ્રતિમા છે. આપણાં બધાંયે કર્મો આપણા મનની મૂર્તિઓ હોય છે. મન સુંદર હશે તો એ કર્મમય મૂર્તિઓ પણ સુંદર થશે. બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો.
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 14. હજી એક વાત કહેવાની રહી છે. તે આ છે. આ બધાંયે કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહીન કર્મ વ્યર્થ છે. સૂતર કાંતતી વખતે આ સૂતર વડે હું ગરીબ જનતાની સાથે જોડાઉં છું એ મંત્ર અંદર હોવો જોઈએ. આ મંત્ર હ્રદયમાં ન હોય ને કલાકોના કલાકો સુધી ક્રિયા કરી હોય છતાં તે વ્યર્થ છે. એ ક્રિયા ચિત્તને શુદ્ધ નહીં કરે. પેલી રૂની પૂણીમાં રહેલો અવ્યક્ત પરમાત્મા સૂતરને રૂપે પ્રગટ થાય છે એવો મંત્ર તે ક્રિયામાં રેડીને તે ક્રિયા તરફ જુઓ. એ ક્રિયા અત્યંત સાત્વિક અને સુંદર થશે. તે ક્રિયા પૂજા થશે, યજ્ઞરૂપ સેવા બનશે. એ નાનકડા કાચા સૂતરને તાંતણે તમે સમાજ સાથે, જનતાની સાથે અને ખુદ જગદીશ્વર સાથે બંધાશો. બાળકૃષ્ણના નાનકડા મોઢામાં જસોદામાને આખું વિશ્વ દેખાયું. તમારા એ મંત્રમય સૂતરના દોરામાં પણ તમને વિશાળ વિશ્વ દેખાવા માંડશે.
૯૭. આહારશુદ્ધિ ૨૪૮
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 (૯૭.) આવી સેવા આપણે હાથે થાય માટે આહારશુદ્ધિ પણ જોઈએ. જેવો આહાર તેવું મન. આહાર પરિમિત, માપસરનો હોવો જોઈએ. આહાર કયો અને કેવો હોવો જોઈએ તેના કરતાંયે તે કેટલો હોવો જોઈએ એ વાત વધારે મહત્વની છે. ખોરાકની પસંદગીની વાત મહત્વની નથી એવું નથી. પણ આપણે જે ખોરાક લઈએ તે પ્રમાણમાં લઈએ છીએ કે નહીં એ સવાલ વધારે મહત્વનો છે. 15.
 16. આપણે જે કંઈ ખીએ છીએ તેની અસર થયા વગર રહેતી નથી. આપણે શા સારૂ ખાઈએ છીએ ? આપણે હાથે સારામાં સારી સેવા થાય તે માટે. આહાર પણ યજ્ઞનું અંગ છે.
Page – 249 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 સેવારૂપ યજ્ઞ ફળદાયી થાય માટે આહાર છે. આહાર તરફ આવી ભાવનાથી જોવાનું રાખો. તે સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના જીવનમાં આહારશુદ્ધિ કેટલી કરે એ વાતને મર્યાદા જ નથી આપણા સમાજે આહારશુદ્ધિને માટે તપસ્યા કરેલી છે. આહારશુદ્ધિને માટે હિંદુસ્તાનમાં બહોળા પ્રયત્ન થયા છે. એ પ્રયોગમાં હજારો વર્ષ ગયાં. એ અખતરાઓમાં કેટલી તપસ્યા થઈ હશે તે કહેવું મુશ્કેલ છે. દુનિયાના પડ પર એક હિંદુસ્તાન દેશ જ એવો છે કે જ્યાં આખી જાતિની જાતિઓ માંસાહારમુક્ત છે. જે જાતિઓ માંસાહાર કરે છે તેમના આહારમાં પણ માંસનો ખોરાક હંમેશનો મુખ્ય હોય છે એવું નથી. અને જે માંસ ખાય છે તેમને પણ પોતે કંઈ બહુ સારૂં કરે છે એમ લાગતું નથી. મનથી તેમણે માંસ છોડી દીધું હોય છે. માંસાશન પર અંકુશ મૂકવાને ખાતર યજ્ઞ રૂઢ થયો. અને તેટલા જ ખાતર યજ્ઞ બંધ પણ થયો. શ્રીકૃષ્ણ ભગવાને તો યજ્ઞની વ્યાખ્યા જ પલટી નાખી. કૃષ્ણે દૂધનો મહિમા વધાર્યો. કૃષ્ણે અસામાન્ય વાતો કંઈ ઓછી કરી બતાવી નથી. પણ હિંદી પ્રજાને કયા કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું ? ‘ ગોપાળકૃષ્ણ, ગોપાળકૃષ્ણ ’ એ જ નામ હિંદી જનતાને વહાલું છે. પેલો કૃષ્ણ, તેની પાસે બેઠેલી પેલી ગાય, પેલી અધર પર વિરાજતી મોરલી, એવા  ગાયની સેવા કરવાવાળા ગોપાળકૃષ્ણને જ નાનાં બાળકોથી માંડીને ઘરડાં સુધી સૌ ઓળખે છે. ગૌરક્ષાનો મોટામાં મોટો ઉપયોગ માંસાહાર બંધ પાડવામાં થયો. ગાયના દૂધનો મહિમા વધ્યો અને માંસાશન ઓછું થયું.
 17. તો પણ આહારશુદ્ધિ પૂરેપૂરી થઈ ગઈ છે એવું ન સમજશો. આપણે તેને આગળ લઈ જવાની છે. બંગાળી લોકો મચ્છી ખાય છે તેની કેટલાક લોકોને નવાઈ લાગે છે. પણ તે માટે તેમનો વાંક કાઢવો બરાબર નથી. બંગાળમાં ખોરાકમાં એકલો ભાત હોય છે. તેનાથી શરીરને પૂરેપૂરૂં પોષણ મળતું નથી. એને માટે પ્રયોગો કરવા પડશે. મચ્છી ન ખાતાં કઈ વનસ્પતિ ખાવાથી તેવી ને તેટલી પુષ્ટિ મળે એ બાબતનો વિચાર શરૂ થશે.
Page – 250 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 અસામાન્ય ત્યાગ કરવાવાળી વ્યક્તિઓ નીકળશે અને આવા એક પછી એક અખતરા થતા જશે. આવી વ્યક્તિઓ જ સમાજને આગળ લઈ જાય છે. સૂર્ય જાતે બળે છે. ત્યારે માંડ જીવવા પૂરતી અઠ્ઠાણુ ડિગ્રી ગરમી આપણા શરીરમાં રહે છે. સમાજમાં વૈરાગ્યના ધગધગતા સૂર્ય જ્યારે નિર્માણ થાય છે, શ્રદ્ધાથી પરિસ્થિતિને હઠાવી દઈ વગર પાંખે તેઓ ધ્યેયાકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે, ત્યારે માંડ સંસારને ઉપયોગી એવો થોડો સરખો વૈરાગ્ય આપણામાં આવે છે. માંસાહાર બંધ કરવાને ઋષિઓને કેટકેટલી તપસ્યા કરવી પડી હશે, કેવાં કેવાં પ્રાણાર્પણ કરવા પડયાં હશે તેનો આવે વખતે મને વિચાર આવે છે.
 18. સારાંશ કે આજે આપણી સામુદાયિક આહારશુદ્ધિ આટલે સુધી થઈ છે. અનંત ત્યાગ કરી પૂર્વજોએ કરેલી એ કમાણી ગુમાવશો મા. ભારતીય સંસ્કૃતિમાં રહેલી આ વસ્તુ ડુબાવી મારશો મા. આપણે ફાવે તેમ જીવવું નથી. જેને ફાવે તેમ જીવવું છે તેનું કામ સહેલું છે. પશુઓ પણ ફાવે તેમ તો જીવે છે. પણ જેવા પશું તેવા જ શું આપણે છીએ ? જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિવર્ધન કહે છે. આપણા રાષ્ટ્રે માંસાહારત્યાગનો મોટો અખતરો કરી બતાવ્યો. તેને આગળ વધારો. કંઈ નહીં તો જે ભૂમિકા પર છો ત્યાંથી પાછા હઠશો મા.
 આ સૂચના કરવાનું કારણ છે. હમણાં હમણાં કેટલાક લોકોને માંસાહારમાં ઈષ્ટતા દેખાવા માંડી છે, માંસાહાર કરવો જોઈએ એવું લાગવા માંડયું છે. આજે પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પરસ્પર અસર પડે છે. એમાંથી છેવટે ભલું જ થવાનું છે એવી મને શ્રદ્ધા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી આપણામાં રહેલી જડ શ્રદ્ધા ડગવા માંડી છે. અંધશ્રદ્ધા ડગી જાય તેથી કશુંયે નુકસાન નથી. સારૂં હશે તે ટકશે. ખરાબ બળી જશે. પણ અંધશ્રદ્ધા જાય તેની જગ્યાએ અંધ અશ્રદ્ધા પેદા થાય તે ન ચાલે. એકલી શ્રદ્ધા આંધળી હોય છે એવું ન માનશો. અંધ વિશેષણનો ઈજારો એકલી શ્રદ્ધાએ રાખ્યો નથી. અશ્રદ્ધા પણ આંધળી હોઈ શકે.
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 માંસાહરાની બાબતમાં આજે ફરી વિચાર શરૂ થયો છે. એ જે હોય તે ખરું, પરંતુ  કોઈ પણ નવો વિચાર નીકળે છે એટલે મને આનંદ થાય છે. લોકો જાગતા છે, જૂની વાતોને ધક્કો દેતા થયા છે એટલું એથી ખસૂસ જણાય છે. જાગ્રૃતિનાં લક્ષણ જોવાનાં મળે તેથી સારૂં લાગે છે. પણ જાગ્યા પછી આંખ ચોળતા ચોળતા ચાલવા જઈશું તો પડી જવાય એવો સંભવ છે. તેથી પૂરેપૂરી જાગૃતિ આવે ત્યાં સુધી, પૂરૂં ચોખ્ખું દેખાય એટલા જાગતા થાઓ ત્યાં સુધી હાથપગને મર્યાદામાં રાખવા સારા. ખૂબ વિચાર કરો, વાંકાચૂકા ચારે બાજુથી વિચાર કરો. ધર્મ પર વિચારની કાતર ચલાવો. આ વિચાર રૂપ કાતરથી જેટલો ધર્મ કપાઈ જશે તે નકામો હતો એમ સમજવું જોઈએ. જે ટુકડા એમ તૂટી પડે તેને જવા દો. તારી કાતરથી જે તૂટે નહીં, ઊલટું તારી કાતર જ જ્યાં તૂટી જાય તે જ ધર્મ ખરો. ધર્મને વિચારનો ડર નથી. વિચાર જરૂર કરો પણ કૃતિ એકદમ કરશો મા. અરધીપરધી જાગૃતિમાં કૃતિ કરવા જશો તો અથડાઈ પડશો. વિચારો જોરથી ભલે ચાલે પણ હાલ તુરત આચાર સંભાળો, કૃતિ પર સંયમ રાખો. પહેલાંની પુણ્યની કમાણી ગુમાવી બેસશો મા.
૯૮. અવિરોધી જીવનની ગીતાની યોજના ૨૫૧
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 (૯૮.) આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં સંતોષ ફેલાશે. જે સમાજમાં યજ્ઞ-દાન-તપની ક્રિયાઓ વિધિયુક્ત તેમ જ મંત્રસહિત ચાલે છે તે સમાજમાં વિરોધ જોવાનો નહીં મળે. જેમ અરીસા સામસામે મૂક્યા હોય તો આમાંનું તેમાં દેખાય છે અને તેમાંનું આમાં દેખાય છે, તેમ વ્યક્તિ અને સમાજ એ બંનેમાં બિંબ-પ્રતિબિંબ-ન્યાયે સંતોષ પ્રગટ થશે. મારો સંતોષ તે સમાજનો અને સમાજનો તે મારો છે. બંને સંતોષનો તાળો મેળવી શકાશે અને તે બંને એકરૂપ છે એવું દેખાઈ આવશે. સર્વત્ર અદ્વૈતનો અનુભવ થશે. દ્વૈત અને દ્રોહ આથમી જશે. જેનાથી આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. આપણો રોજેરોજનો કાર્યક્રમ ગીતાની યોજના પ્રમાણે આપણે રચીએ તો કેવું સારૂં ! 19.
Page – 252 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 20. પણ આજે વ્યક્તિનું જીવન અને સામાજિક જીવન એ બંને વચ્ચે ઝઘડો છે. આ ઝઘડો કેમ ટાળી શકાય એની ચર્ચા આજે બધે ચાલી રહેલી છે. વ્યક્તિ અને સમાજ એમની મર્યાદા કઈ કઈ ? વ્યક્તિ ગૌણ કે સમાજ ગૌણ ? ચડિયાતું કોણ ? વ્યક્તિવાદના કોઈ કોઈ હિમાયતી સમાજને જડ માને છે. સેનાપતિની પાસે એકાદ સિપાઈ આવે છે ત્યારે તેની સાથે વાત કરવામાં સેનાપતિ સૌમ્ય ભાષા વાપરે છે. તેને ‘ તું ’ કારથી બોલાવવાને બદલે ‘ તમે ’ કહીને વાત કરે છે. પણ લશ્કર પર તે ફાવે તેવા હુકમો છોડશે. લશ્કર અચેતન, જાણે પથરો જ! તેને આમથી તેમ ને તેમથી આમ ગબડાવી શકાય. વ્યક્તિ ચૈતન્યમય છે. સમાજ જડ છે. એ વાતનો અનુભવ અહીં પણ થાય છે. મારી સામે બસો ત્રણસો લોકો છે, પણ તેમને ગમે કે ન ગમે તોયે હું બોલ્યા કરૂં છું. મને જ સૂઝે તે હું કહેતો જાઉં છું. જાણે તમે બધા જડ ન હો ! પણ મારી સામે એક વ્યક્તિ આવે તો તે વ્યક્તિનું મારે સાંભળવું પડે અને તેને વિચારપૂર્વક જવાબ આપવો પડે. અહીં જો કે તમને કલાક – કલાક થોભાવી રાખ્યા છે.
 સમાજ જડ છે અને વ્યક્તિ ચૈતન્યમય છે એવા વ્યક્તિ-ચૈતન્યવાદનું કોઈ કોઈ પ્રતિપાદન કરે છે, તો બીજા વળી સમુદાયને મહત્વ આપે છે. મારા વાળ ખરી જાય, હાથ તૂટી જાય, એક આંખ જાય, દાંત પડી જાય એટલું જ નહીં, એક ફેફસું પણ જતું રહે તોયે હું જીવતો રહું છું. એક એક છૂટો અવયવ જડ છે. તેમાંના એકાદ અવયવના નાશથી સર્વનાશ થતો નથી, સામુદાયિક શરીર ચાલ્યા કરે છે. આવી આ બે પરસ્પર વિરૂદ્ધ વિચારસરણી છે. જેવી દ્રષ્ટિથી તમે જોશો તેવું અનુમાન કાઢશો. જે રંગનાં ચશ્માં તે રંગની સૃષ્ટિ દેખાય છે.
 21. કોઈ વ્યક્તિને મહત્વ આપે છે, કોઈ સમાજને આપે છે. આનું કારણ એ છે કે સમાજમાં જીવનને માટેના કલહનો ખ્યાલ ફેલાયેલો છે. પણ જીવન શું કલહને માટે છે ?
Page – 253 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 
 
 તેના કરતાં મરી કેમ નથી જતા ? કલહ એ મરવાને માટે છે. એથી જ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે ભેદ છે એ ખ્યાલ જે માણસે પહેલવહેલો ઊભો કર્યો તેની બલિહારી છે ! જે ચીજની મૂળમાં હયાતી જ નથી, તેની હયાતીનો ભાસ ઊભો કરવાનું સામર્થ્ય જેની અક્કલમાં હતું  તેની કદર કરવાનું મન થાય છે. જે ભેદ નથી તે તેણે ઊભો કર્યો અને જનતાને શીખવ્યો એ વાતની ખરેખર નવાઈ થાય છે. ચીનની પેલી જાણીતી દીવાલના જેવી આ વાત થઈ. ક્ષિતિજની હદ બાંધી લેવી અને તેની પેલી પાર કશું નથી એમ માનવું તેના જેવી એ વાત થઈ. એ બધાનું કારણ આજે યજ્ઞમય જીવનનો અભાવ છે તે છે. તેને લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચે ભેદ પડયા છે.
 વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. એકાદ ઓરડીના બે ભાગ કરવાને પડદો ટાંગ્યો હોય અને તે પડદો પવનથી આઘોપાછો થાય તેથી કોઈક વાર આ ભાગ મોટો ને કોઈક વાર પેલો મોટો એવું લાગે છે. પવનની લહેર પર તે ઓરડીના ભાગનાં કદ આધાર રાખે છે. તે ભાગ પાકા નથી. ગીતા આ ઝઘડા જાણતી નથી. એ કાલ્પનિક ઝઘડા છે. અંતઃશુદ્ધિનો કાનૂન પાળો એમ ગીતા કહે છે. પછી વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય, એકબીજાના હિતને બાધા નહીં આવે. આ બાધા દૂર કરવામાં, આ વિરોધ દૂર કરવામાં તો ગીતાની ખૂબી છે. ગીતાનો આ કાનૂન અમલમાં મૂકનારી એક વ્યક્તિ પણ નીકળે તો તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાંની વ્યક્તિઓ. જે રાષ્ટ્રમાં આવી જ્ઞાનસંપન્ન તેમજ આચારસંપન્ન વ્યક્તિઓ નથી તેને રાષ્ટ્ર કેવી રીતે માનવું ? હિંદુસ્તાન એટલે શું ? હિંદુસ્તાન એટલે રવીન્દ્રનાથ, હિંદુસ્તાન એટલે ગાંધીજી અથવા એવાં જ બીજાં પાંચદસ નામો. બહારની દુનિયા હિંદુસ્તાનનો ખ્યાલ આ પાંચદસ વ્યક્તિ પરથી જ બાંધે છે. પ્રાચીન જમાનાની બેચાર, મધ્યકાળમાંની ચારપાંચ આજની વ્યક્તિ લીધી અને તેમાં હિમાલય અને ગંગાને ઉમેરી આપ્યાં એટલે થયું હિંદુસ્તાન.
Page – 254 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 આ હિંદુસ્તાનની વ્યાખ્યા થઈ. બાકી બધું આ વ્યાખ્યા પરનું ભાષ્ય છે. ભાષ્ય એટલે સૂત્રનો વિસ્તાર. દૂધનું દહીં, અને દહીંના છાશ-માખણ. દૂધ, દહીં, છાશ, માખણ એમની વચ્ચે ઝઘડો નથી. દૂધનો કસ તેમાં માખણ જેટલું હોય તેના પરથી કાઢે છે. તે જ પ્રમાણે સમાજનો કસ વ્યક્તિ પરથી મપાય છે. વ્યક્તિ અને સમાજ એ બે વિરોધ નથી. વિરોધ હોય ક્યાંથી ? વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ વિરોધ ન હોવો જોઈએ. એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિ વધારે સંપન્ન હોય તોયે બગડયું શું ? કોઈ પણ વિપન્ન અવસ્થામાં ન હોય અને સંપત્તિવાનની સંપત્તિ સમાજને માટે વપરાય એટલે થયું. તેથી મારા જમણા ખીસામાં પૈસા હોય તોયે શું ને ડાબા ખીસામાં હોય તોયે શું, બંને ખીસાં મારાં જ છે. કોઈ પણ વ્યક્તિ સંપન્ન થાય એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધી શકાય છે.
 પણ આપણે ભેદ કરીએ છીએ. ધડ ને માથાં જુદાં થશે તો બંને મરશે. વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચે ભેદ ન કરશો. એક જ ક્રિયાને સ્વાર્થ તેમ જ પરમાર્થને અવિરોધી કેમ કરવી તે ગીતા શીખવે છે. મારી ઓરડીમાંની હવા અને બહારની અનંત હવા એ બે વચ્ચે વિરોધ નથી. વિરોધ કલ્પીને ઓરડી બંધ રાખીશ તો હું માત્ર ગૂંગળાઈને મરી જઈશ. અવિરોધ કલ્પીને હું ઓરડી ખુલ્લી મૂકીશ એટલે અનંત હવા અંદર આવશે. જે ક્ષણે હું પોતાની જમીન, પોતાનો ઘરનો ટુકડો જુદો કરૂં છું તે જ ક્ષણે હું અનંત સંપત્તિથી અળગો થાઉં છું. મારૂં પેલું નાનું સરખું ઘર બળી જાય, પડી જાય એટલે મારૂં સર્વસ્વ ગયું એમ કહીને હું રડવા બેસું છું. પણ એમ કહેવું શા સારૂ ને રડવું શા સારૂ ? સાંકડી કલ્પના કરવી ને પછી રડવું ! આ પાંચસો રૂપિયા મેં મારા કહ્યા એટલે સૃષ્ટિમાંની પાર વગરની સંપત્તિથી હું અળગો થયો. આ બે ભાઈ મારા એવો ખ્યાલ કર્યો કે અસંખ્ય ભાઈઓ દૂર ગયા, એ વાતનું આપણને ભાન રહેતું નથી. માણસ આ પોતાનો કેટલો બધો સંકોચ કરે છે ! માણસનો સ્વાર્થ તે જ પરાર્થ હોવો જોઈએ. વ્યક્તિ અને સમાજ વચ્ચે જેનાથી ઉત્તમ સહકાર સધાય એવો સાદો સુંદર રસ્તો ગીતા બતાવે છે.
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 22. જીભ અને પેટ વચ્ચે શું વિરોધ છે ? પેટને જોઈએ તેટલો જ ખોરાક જીભે આપવો જોઈએ. પેટ બસ કહે એટલે જીભે બંધ કરવું જોઈએ. પેટ એક સંસ્થા છે, જીભ એક સંસ્થા છે. એ બધી સંસ્થાઓનો હું સમ્રાટ છું. એ સર્વ સંસ્થાઓમાં અદ્વૈત જ છે. ક્યાંથી આણ્યો છે આ અક્કરમી વિરોધ ! એક જ દેહમાંની આ સંસ્થાઓ વચ્ચે જેમ વાસ્તવિક વિરોધ ન હોઈ સહકાર છે તેવું જ સમાજનું છે. સમાજમાં એ સહકાર વધે તેટલા માટે ગીતા ચિત્તશુદ્ધિપૂર્વક યજ્ઞ-દાન-તપ-ક્રિયા બતાવે છે. એવા કર્મથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધી શકાશે.
 જેનું જીવન યજ્ઞમય હોય છે તે સર્વનો થાય છે. માનો પ્રેમ મારા પર છે એમ તેના હરેક દીકરાને લાગે છે. તે પ્રમાણે આવો પુરૂષ સૌ કોઈને પોતીકો લાગે ચે. આખી દુનિયાને તે જોઈતો હોય છે. આવો પુરૂષ આપણો પ્રાણ છે, મિત્ર છે, સખા છે એમ સૌ કોઈને લાગે છે.
ऐसा पुरूष तो पहावा । जनांस वाटे हा असावा ।।
 – આવા પુરૂષનાં દર્શન કરવાં. લોકોને થાય છે કે આ હોવો જોઈએ. એમ સમર્થે કહ્યું છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે.
૯૯. સમર્પણનો મંત્ર ૨૫૫
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 (૯૯.) યજ્ઞમય જીવન કરી તે પાછું આખુંયે ઈશ્વરાર્પણ કરવું એવું ગીતા વધારામાં કહે છે. જીવન સેવામય હોય પછી વળી ઈશ્વરાર્પણતા શાને સારૂ ? આખુંયે જીવન સેવામય થાય એ વાત ઝટ લઈને આપણે બોલી નાખીએ છીએ ખરા પણ થવી બહુ કઠણ છે. અનેક જન્મ પછી એ થોડુંઘણું સધાય. વળી, બધાંયે કર્મ સેવામય, અક્ષરશઃ સેવામય થાય તોયે તે પૂજામય થાય જ એવું નથી. તેથી ‘ ૐ तत् सत् ’ એ મંત્રથી બધું કર્મ ઈશ્વરાર્પણ કરવું.
 સેવાકર્મ પૂરેપૂરૂં સેવામય થવું કઠણ છે. પરાર્થમાં સ્વાર્થ પેઠા વગર રહેતો નથી. કેવળ પરાર્થ સંભવતો નથી. લેશમાત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય એવું કામ કરી જ શકાતું નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિઃસ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઈચ્છતા જવું. સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઈશ્વરાર્પણ કરો.
Page – 256 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 જ્ઞાનદેવે કહ્યું છે —
नामामृत गोडी वैष्णवां लाधली । योगियां साधली जीवनकळा ।।
 – ‘ નામામૃતની મીઠાશ વૈષ્ણવોને મળી અને યોગીઓએ જીવનની કળા હાથ કરી. ’ નામામૃતમાં રહેલી મીઠાશ અને જીવનકળા એ બે જુદાં નથી. નામનો આંતરિક ઘોષ, તેનું અંતરમાં ચાલતું રટણ અને બહારની જીવનકળા, બંને વચ્ચે મેળ છે. યોગી અને વૈષ્ણવ એટલે કે ભક્ત એક જ છે. ક્રિયામાત્ર પરમેશ્વરને અર્પવાથી સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ ત્રણે એકરૂપ થશે. પહેલાં હું ને તમે અલગ અલગ છીએ તેમને એકરૂપ કરવા. तमे અને हुं મળીને आपणे થાય. હવે आपणे અને ते એ બંનેને એક કરવાના છે. પહેલો મારો સૃષ્ટિ સાથે મેળ બેસાડવાનો છે. અને પછી પરમાત્માની સાથે બેસાડવાનો છે. એવું ‘  ૐ तत् सत् ’ એ મંત્રથી સૂચવ્યું છે. 23,
 24. પરમાત્માનાં પાર વગરનાં નામો છે. તેનાં નામોનું વ્યાસે વિષ્ણુસહસ્રનામ રચ્યું. જે જે નામ કલ્પો તે તેનું નામ છે. જે નામ મનમાં ધારીએ તેના અર્થ પ્રમાણે સૃષ્ટિમાં નીરખવું અને તેને અનુરૂપ જીવન રચવું. પરમેશ્વરના નામની મનમાં ભાવના કરવી, તેને સૃષ્ટિમાં જોવું અને આપણે તેવા થવું એને હું ત્રિપદા ગાયત્રી કહું છું. દાખલા તરીકે પરમેશ્વરનું दयामयનામ લીધું, તે રહીમ છે એમ માન્યું એટલે તે દયાળુ ઈશ્વરને હવે આંખો ઉઘાડી રાકી આ સૃષ્ટિમાં જોવાનો છે. પરમેશ્વરે દરેકેદરેક બચ્ચાને તેની સેવાને માટે માતા આપેલી છે, તેને જીવવાને માટે હવા આપેલી છે. આમ તે દયામયની સૃષ્ટિમાં વ્યાપેલી દયાની યોજના નીરખવી અને આપણું જીવન પણ દયામય કરવું. ભગવદગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે તેણે સૂચવ્યું છે. એ નામ ‘  ૐ तत् सत् ’ છે.
Page – 257 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 25. ૐ એટલે हा. પરમાત્મા છે, આ વીસમી સદીમાં પણ પરમેશ્વર છે. स एव अद्य स उ श्वः, તે જ આજે છે, તે જ કાલે હતો, તે જ આવતી કાલે હશે. તે કાયમનો છે, સૃષ્ટિ કાયમની છે, અને કમર કસીને સાધના કરવાને હું પણ તૈયાર છું. હું સાધક છું, પેલો ઈશ્વર છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય, પૂજાનું સાધન છે. આવી ભાવના મારા હ્રદયમાં ઉભરાશે ત્યારે ૐ એ અક્ષર ગળે ઊતર્યો જાણવો. તે છે, હું છું અને મારી સાધના પણ છે. આવો આ ઓંકારભાવ અંતરમાં પચવો જોઈએ, સાધનામાં ઊતરવો જોઈએ. સૂર્યને ગમે ત્યારે નિહાળો, તે કિરણો સાથે હોય છે. કિરણો અળગાં રાખી તે કદી હોતો નથી. તે કિરણોને વીસરતો નથી. તે મુજબ સાધના કોઈ પણ ઘડીએ જુઓ તોયે આપણામાં દેખાવી જોઈએ. એવું થાય ત્યારે જ ૐ અક્ષર આપણે પચાવ્યો છે એમ કહી શકાશે.
 પછી सत्. પરમેશ્વર सत् છે, એટલે કે શુભ છે, મંગળ છે. આ ભાવના મનમાં આણી તેનું માંગલ્ય સૃષ્ટિમાં અનુભવો. પેલી પાણીની સપાટી જોઈ છે ? પાણીમાંથી એક પોરો ભરી લો. ત્યાં પડેલી ખાધ જોતજોતામાં ભરાઈ જાય છે. કેવું માંગલ્ય ! કેટલી બધી પ્રીતિ ! નદી ખાડા, ખાધ સહન કરતી નથી. ખાડા ભરવાને ધસી જાય છે. नदी वेगेन शुद्ध्यति. સૃષ્ટિરૂપી નદી વેગથી શુદ્ધ થાય છે. તેથી આખીયે સૃષ્ટિ શુભ અને મંગળ છે. મારૂં કર્મ પણ તેવું જ થાઓ. પરમેશ્વરનું આ सत् નામ પચાવવાને આપણી બધી ક્રિયાઓ નિર્મળ તેમ જ ભક્તિમય હોવી જોઈએ. સોમરસને જેમ પવિત્રકો વડે ગાળી લેતા તે પ્રમાણે બધાંયે કર્મોનું, આપણી સાધનાનું હમેશ પરીક્ષણ કરતા રહી તેમાંના બધા દોષ કાઢી નાખવા.
 રહ્યું तत्. तत् એટલે તે, કંઈ જુદું, આ સૃષ્ટિથી અલિપ્ત. પરમાત્મા આ સૃષ્ટિથી નિરાળો છે, એટલે કે અલિપ્ત છે. સૂર્ય ઊગે છે એટલે કમળો ખીલે છે, પંખીઓ ઊડવા માંડે છે, અંધારૂં જતું રહે છે. પણ પેલો સૂર્ય ક્યાંયે દૂર હોય છે. તે બધાંયે પરિણામોથી તે વેગળો રહે છે. આપણાં કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ એટલે પેલું तत् નામ જીવનમાં ઊતર્યું જાણવું.
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર
 26. આમ ૐ तत् सत् એ વૈદિક નામ લઈ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવાનો વિચાર નવમા અધ્યાયમાં આવ્યો છે. यत्करो, यदश्नासि એ શ્લોકમાં એ જ કહ્યું છે. તે જ વાતનું સત્તરમા અધ્યાયમાં વિવરણ કર્યું છે. પરમેશ્વરને અર્પણ કરવાની ક્રિયા સાત્વિક હોવી જોઈએ, અને તો જ તે પરમેશ્વરને અર્પણ કરી શકાય, એ અહીં વિશેષતઃ કહ્યું છે.
૧૦૦. પાપાપહારી હરિનામ ૨૫૮
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

 (૧૦૦.) આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે. 27.
 28. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ, “ જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. ” પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જ જીવન લે એમ મારૂં મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું. પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે.
बहु भितों जाणपणा । आड न यो नारायणा ।।
 – ‘ જાણપણાથી, પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું. રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ’ – એમ તુકારામ મહારાજે કહ્યું છે. પેલી મોટાઈ મારે નથી જોઈતી. તેના કરતાં પાપી, દુઃખી હોઉં તોયે સારો.
Page – 259 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

जाणतें लेंकरूं । माता लागे दूरी धरूं ।।
 – ભાનવાળાં, જાણકાર થયેલા બાળકને મા દૂર રાખે છે, પણ અજાણ બાળકને મા છાતીએ વળગાડે છે. સ્વવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું. પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળીને વધે તેવી છે. પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હ્રદય રડશે, મન તરફડશે અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે. તેને કહો, “ હું પાપી છું અને તેથી તારે બારણે આવ્યો છું. ” પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે કેમકે તે પાપી છે.

     

     

અધ્યાય સોળમો
પરિશિષ્ટ ૧ – દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો -૨૨૫ – ૨૪૦
૮૮. પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ ૨૨૫
Page – 225 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 (૮૮.) ગીતાના પહેલા અધ્યાયમાં જીવનની એકંદર યોજના કેવી છે ને આપણો જન્મ કેમ સફળ થાય તે આપણે જોયું. ત્યાર બાદ છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી આપણે ભક્તિનો જુદી જુદી રીતે વિચાર કર્યો. અગિયારમા અધ્યાયમાં આપણને ભક્તિનું દર્શન થયું. બારમા અધ્યાયમાં સગુણભક્તિ અને નિર્ગુણભક્તિ એ બંનેની તુલના કરી ભક્તનાં મહાન લક્ષણ આપણે જોયાં. બારમા અધ્યાયના અંત સુધીમાં કર્મ અને ભક્તિ એ બે તત્વો તપાસાઈ ગયાં. ત્રિજો જ્ઞાનનો વિભાગ બાકી રહ્યો હતો તે આપણે તેરમા, ચૌદમા અને પંદરમા અધ્યાયમાં જોયો. આત્માને દેહથી જુદો પાડવો, તેમ કરવાને ત્રણે ગુણોને જીતી લેવાના છે અને છેવટે પ્રભુને જોવાનો છે. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. પુરૂષોત્તમયોગમાં જીવનની પરિપૂર્ણતા થાય છે. તે પછી કશું બાકી રહેતું નથી.  1.
Page – 226 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 2. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાંથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોટું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઉતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોંમાં મૂકું છું તે જ ક્ષણે એકી વખતે તેનો આકાર હું ખાઉં છું, તેનું વજન પણ હું પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ હું ચાખું છું. ત્રણે ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફક્ત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકેએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યાંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરૂષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારૂ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમદશાને પુરૂષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.
Page – 227 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 3. હવે આજે આ સોળમા અધ્યાયમાં શું કહ્યું છે ? સૂર્યોદય થવાનો હોય છે ને જેમ પહેલાં તેની પ્રભા ફેલાય છે તેમ જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેથી પૂર્ણ એવો પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા માંડે છે. પરિપૂર્ણ જીવનની આગળથી આવનારી આ જે પ્રભા છે તેનું વર્ણન આ સોળમા અધ્યાયમાં કર્યું છે. જે અંધારાની સામે ઝઘડીને એ પ્રભા પ્રગટ થાય છે તે અંધારાનું વર્ણન પણ અહીં કર્યું છે. કોઈક વાતની સાબિતીને માટે કંઈક વસ્તુ પ્રત્યક્ષ પુરાવા તરીકે આપણે જોવાને માગીએ છીએ. સેવા, ભક્તિ અને જ્ઞાન જીવનમાં ઊતર્યાં છે એ શેના પરથી જાણવું ? આપણે ખેતરમાં મહેનત કરીએ છીએ અને છેવટે અનાજનો ઢગલો તોળી લઈએ છીએ. તેવી રીતે આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી આપણને શો અનુભવ થયો, સદ્વૃત્તિ કેટલી ઊંડી ઊતરી, કેટલા સદ્ગુણ આપણામાં કેળવાયા, જીવન ખરેખર સેવામય કેટલું બન્યું, તે બધું તપાસી જવાને આ અધ્યાય કહે છે. જીવનની કળા કેટલી ખીલી તે જોવાનું આ અધ્યાય કહે છે. જીવનની આ ચડતી કળાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે. એની વિરૂદ્ધની જે વૃત્તિઓ છે તેમને આસુરી કહીને ઓળખાવી છે. સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો જઘડો વર્ણવી બતાવ્યો છે.
૮૯. અહિંસાની અને હિંસાની સેના ૨૨૭
Page–227–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 (૮૯.) પહેલા અધ્યાયમાં જેમ એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામસામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદ્ગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને અહીં સામસામાં ખડાં કર્યાં છે. માનવી મનમાં સત્ પ્રવૃત્તિઓનો અને અસત્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડયો છે. વેદમાં ઈંદ્ર ને વૃત્રનો, પુરાણમાં દેવ ને દાનવનો, તે જ પ્રમાણે રામ ને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં આહુરમઝદ ને અહરિમાનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ ને સેતાનનો, મુસલમાની ધર્મમાં પરમેશ્વર ને ઈબ્લિસનો, એવી જાતના ઝઘડા બધા ધર્મોમાં છે. કવિતામાં સ્થૂળ વિષયોનું વર્ણન સૂક્ષ્મ વસ્તુઓનાં રૂપકથી કરવામાં આવે છે તો ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને ભરાઉ, સ્થૂળ રૂપ આપીને વર્ણવે છે.
Page–228–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 કાવ્યમાં સ્થૂળનું સૂક્ષ્મ વર્ણન તો અહીં સૂક્ષ્મનું સ્થૂળ વર્ણન થાય છે. આમ કહીને એવું સૂચવવાનો આશય નથી કે ગીતાની શરૂઆતમાં જે યુદ્ધનું વર્ણન છે તે કેવળ કાલ્પનિક છે. તે ઈતિહાસમાં બનેલી ઘટના હોય પણ ખરી; પરંતુ કવિ એ ઘટનાનો પોતાના ઈષ્ટ હેતુને ખાતર ઉપયોગ કરી લે છે. કર્તવ્યની બાબતમાં મોહ થાય ત્યારે કેમ વર્તવું એ વાત યુદ્ધનું રૂપક આપીને રજૂ કરી છે. આ સોળમા અધ્યાયમાં સારાનો ને નરસાનો ઝઘડો બતાવ્યો છે. ગીતામાં યુદ્ધનું રૂપક પણ છે. 4. 5. કુરૂક્ષેત્ર બહાર છે અને આપણા મનમાં પણ છે. સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે જે ઝઘડો અંદર મનમાં ચાલે છે તે જ આપણને બહાર મૂર્તિમંત થયેલો જોવાનો મળે છે. બહાર જે શત્રુ ઊભો છે તે મારા જ મનમાં રહેલો વિકાર સાકાર થઈ ખડો થયો છે. આરસીમાં જેમ મારૂં પોતાનું સારૂં કે નરસું પ્રતિબિંબ દેખાય છે તેમ મારા મનમાં ઊઠતા સારાનરસા વિચાર મને બહાર શત્રુ કે મિત્રરૂપે દેખાય છે. જેમ હું જાગૃતિમાંનું સ્વપ્નામાં જોઉં છું તેમ મનમાંનું બહાર જોઉં છું. અંદરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ એ બંનેની વચ્ચે જરાયે ફેર નથી. જે ખરું યુદ્ધ છે, તે અંદર જ છે.
 6. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ ને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંનેએ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદ્ગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે – अभय. આ અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપ્યું છે. આ વાત અમસ્તી, સહેજે બની નથી. હેતુપુરઃસર અભય શબ્દ પહેલો યોજ્યો હોવો જોઈએ. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદ્ગુણની કિંમત નથી. અને ખરાપણાને નિર્ભયતાની જરૂર રહે છે. ભયભીત વાતાવરણમાં સદ્ગુણો ખીલતા નથી. ભયભીત વાતાવરણમાં સદ્ગુણ પણ દુર્ગુણ બની બેસે છે, સત્ પ્રવૃત્તિ પણ દૂબળી પડી જાય છે. નિર્ભયતા સર્વ સદ્ગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે.
Page–229–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

  સીધો હુમલો સામેથી આવે છે પણ પાછલી બાજુથી છૂપો હુમલો થવાનો સંભવ રહે છે. સદ્ગુણોને આગળને મોખરે निर्भयता પોતાનું થાણું જમાવી ખડી છે અને પાછળનો મોરચો नम्रता સાચવે છે. આવી આ બહુ સુંદર રચના કરેલી છે. એકંદરે બધા મળીને છવ્વીસ ગુણો અહીં ગણાવ્યા છે. એમાંના પચ્ચીસ ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય પણ તે વાતનો અહંકાર વળગ્યો તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ नम्रता એ સદ્ગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હારમાં ક્યારે પલટાઈ જાય છે તેની ખબર સરખી પડતી નથી. આમ આગળ निर्भयता અને પાછળ नम्रता રાખી બધા સદ્ગુણોનો વિકાસ કરી શકાય છે. આ બે ગુણોની વચ્ચે જે ચોવીસ ગુણો છે તે ઘણુંખરૂં અહિંસાના જ પર્યાય છે એમ કહીએ તો પણ ચાલશે. ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અહિંસા, અદ્રોહ, એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. અહિંસા ને સત્ય એ બે ગુણોમાં બધા ગુણ સમાઈ જાય છે. સર્વ સદ્ગુણનો સંક્ષેપ કરીએ તો છેવટે અહિંસા અને સત્ય બે જ વસ્તુ રહેશે. તે બંનેના પેટમાં બાકીના બધા સદ્ગુણો આવી જાય છે. પણ નિર્ભયતા અને નમ્રતા એ બેની વાત જુદી છે. નિર્ભયતાથી પ્રગતિ થઈ શકે છે, અને નમ્રતાથી બચાવ થાય છે. સત્ય અને અહિંસા એ બે ગુણોની મૂડી બાંધીને નિર્ભયપણે આગળ વધવું જોઈએ. જીવન વિશાળ છે. તેમાં અનિરૂદ્ધ, અટક્યા વગર આગળ સંચાર કરતા રહેવું જોઈએ. પગલું ચૂકી ન જવાય તેટલા ખાતર સાથમાં નમ્રતા હોય એટલે થયું. પછી સત્ય-અહિંસાના પ્રયોગો કરતાં કરતાં નિર્ભયપણે ખુશીથી આગળ ચાલો. તાત્પર્ય કે સત્ય ને અહિંસાનો વિકાસ નિર્ભયતા ને નમ્રતા એ બે વડે થાય છે.
 7. એક બાજુ સદ્ગુણોની સેના ઊભી છે તેવી જ અહીં દુર્ગુણોની ફોજ પણ ઊભી છે. દંભ, અજ્ઞાન વગેરે દુર્ગુણોની બાબતમાં ઝાઝું કહેવાની જરૂર નથી. એ વાતો આપણા પરિચયની ક્યાં નથી ? દંભ તો જાણે આપણામાં પચી ગયો છે.
Page–230–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 આખુંયે જીવન દંભ પર ઊભું કર્યું હોય એવું થઈ ગયું છે. અજ્ઞાનની બાબતમાં કહેવાનું હોય તો એટલું કે એક રૂડારૂપાળા બહાના તરીકે આપણે અજ્ઞાનને હંમેશ ડગલે ને પગલે આગળ કરીએ છીએ. કેમ જાણે અજ્ઞાન એ કોઈ મોટો ગુનો જ નથી ! પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પાપ છે. ” સૉક્રેટિસે એથી ઊલટું કહ્યું છે. પોતાની સામે ચલાવવામાં આવેલા મુકદ્દમા વખતે તેણે કહ્યું હતું કે, “ જેને તમે પાપ સમજો છો તે અજ્ઞાન છે, અને અજ્ઞાન ક્ષમ્ય છે. અજ્ઞાન વગર પાપ સંભવે કેવી રીતે ? અને અજ્ઞાનને માટે સજા કેવી રીતે થાય ? ” પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પણ પાપ જ છે. ” કાયદાના અજ્ઞાનની વાત બચાવને માટે આગળ ધરી ન શકાય એમ કાયદામાં કહે છે. ઈશ્વરના કાનૂનનું અજ્ઞાન પણ બહુ મોટો ગુનો છે. ભગવાનનું જે કહેવું છે અને સૉક્રેટિસનું જે કહેવું છે તે બંનેનો ભાવાર્થ એક જ છે. પોતાના અજ્ઞાન તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે ભગવાને બતાવ્યું છે અને બીજાના પાપ તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે સૉક્રેટિસે કહ્યું છે. બીજાના પાપને માટે ક્ષમા કરવી. પણ પોતાના અજ્ઞાનને ક્ષમા કરવામાંયે પાપ છે. પોતાનું અજ્ઞાન બાકી રહેવા દેવાય જ નહીં.
Page – 230 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

૯૦. અહિંસાના વિકાસના ચાર તબક્કા ૨૩૦

 ( ૯૦.) આમ એક બાજુ દૈવી સંપત્તિ અને બીજી બાજુ આસુરી સંપત્તિ એવાં બે લશ્કર ઊભાં છે. તેમાંની આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનો વિકાસ અનાદિ કાળથી થયા કરે છે. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણો વિકાસ થયો છે. તોયે હજી વિકાસની મર્યાદા આવી ગઈ છે એવું નથી. જ્યાં સુધી આપણને સામાજીક શરીર છે ત્યાં સુધી વિકાસને પાર વગરનો અવકાશ છે. વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક વિકાસ થવો બાકી છે. વ્યક્તિએ પોતાના વિકાસનું ખાતર પૂરી પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો વ્યક્તિઓના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ અહિંસાનો વિકાસ અનાદિ કાળથી કરતો આવ્યો છે છતાં આજે પણ તે વિકાસ ચાલુ છે. 8.
Page – 231 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 9. અહિંસાનો વિકાસ કેમ થતો ગયો તે જોવા જેવું છે. તે પરથી પારમાર્થિક જીવનનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો જાય છે અને તેને હજી પૂરેપૂરો અવકાશ કઈ રીતે છે એ વાત સમજાશે. હિંસકોના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરવો એ બાબતનો અહિંસક માણસે વિચાર કરવા માંડ્યો. પહેલાં સમાજના રક્ષણને સારૂ ક્ષત્રિયવર્ગ રાખ્યો પણ પછી તે જ સમાજનું ભક્ષણ કરવા લાગ્યો. વાડે ચીભડાં ગળવા માંડ્યાં. ત્યારે હવે આ ઉન્મત્ત ક્ષત્રિયોથી સમાજનો બચાવ કેમ કરવો તેનો અહિંસક બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાનો આધાર લીધો અને તે જાતે હિંસક બન્યો. આ પ્રયોગ અહિંસાનો હતો પમ તે સફળ ન થયો. એકવીસ એકવીસ વખત શ્રત્રિયોનો સંહાર કરવા છતાં તે બાકી રહ્યા જ. કારણ એ કે આ અખતરો મૂળમાં જ ભૂલભરેલો હતો. જે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષત્રિયવર્ગનો નાશ થાય ક્યાંથી ? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યો. એ બીજ કાયમ રહ્યું. બી રહેવા દઈને ઝાડો તોડી પાડનારને ફરી ફરી ઝાડ પેદા થયેલાં દેખાયા વગર કેમ રહે ? પરશુરામ સારો માણસ હતો. પણ પ્રયોગ ઘણો વિચિત્ર નીવડ્યો. પોતે ક્ષત્રિય બનીને તે પૃથ્વી નક્ષત્રિય કરવા માગતો હતો. ખરૂં જોતાં પોતાની જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પોતાનું માથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામના કરતાં હું ડાહ્યો છું એટલે તેની ભૂલ બતાવું છું એમ ન માનશો. હું બાળક છું, પણ તેના ખભા પર ઊભો છું. તેથી કુદરતી રીતે મને વધારે દેખાય છે. પરશુરામના પ્રયોગનો પાયો જ મૂળમાં ભૂલભરેલો હતો. હિંસામય થઈને હિંસાને દૂર કરવાનું બને નહીં. ઊલટું તેથી હિંસકોની સંખ્યામાં માત્ર વધારો થાય છે. પણ તે વખતે એ વસ્તુ ધ્યાનમાં ન આવી. તે જમાનાના ભલા માણસોએ, તે વખતની મહાન અહિંસામય વ્યક્તિઓએ જે વિચાર સૂઝ્યો તે પ્રમાણે પ્રયોગ કર્યા. પરશુરામ તે જમાનાનો મોટો અહિંસાવાદી હતો. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી. અહિંસાની સ્થાપનાને માટે એ હિંસા હતી.
Page – 232 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 10. એ અખતરો એળે ગયો. પછી રામનો જમાનો આવ્યો. તે વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર શરૂ કર્યો. તેમણે હિંસા છોડી દીધી હતી. પોતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું. પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા ? તેમણે જોયું કે ક્ષત્રિયો તો હિંસા કરવાવાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર કરાવવો. કાંટાથી કાંટો કાઢવો. પોતે જાતે એમાંથી તદ્દન અળગા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારૂ રામલક્ષ્મણને લઈ જઈ તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યો. ‘ જે અહિંસા સ્વસંરક્ષિત નથી, જે અહિંસાને પોતાના પગ નથી, એવી લૂલી-પાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે ? ’ આવો વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ઠ-વિશ્વામિત્ર સરખાને ક્ષત્રિયોના જોર પર પોતાનો બચાવ કરવામાં નાનમ લાગી નહોતી. પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તો ? તો વિશ્વામિત્ર કહેત કે, “ હું મરી જઈશ પણ હિંસા નહીં કરૂં. ” હિંસક બનીને હિંસા દૂર કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો હતો. હવે પોતાની અહિંસા તો ન જ છોડાય ટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તો અહિંસક મરી જશે પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. અરણ્યકાંડમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્રની સાથે રામ જતા હતા. રામે પૂછ્યું, “ આ બધા ઢગલા શાના ? ” વિશ્વામિત્રે જવાબ આપ્યો, “ એ બ્રાહ્મણોનાં હાડકાંના ઢગલા છે. અહિંસ બ્રાહ્મણોએ પોતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસોનો સામનો ન કર્યો. તે મરી ગયા. તેમનાં હાડકાંના એ ઢગલા છે. ” બ્રાહ્મણોની આ અહિંસામાં ત્યાગ હતો ને બીજા પાસે બચાવ કરાવવાની અપેક્ષા પણ હતી. આવી લાચારીથી અહિંસાની પૂર્ણતા ન થાય.
 11. સંતોએ પછી ત્રીજો અખતરો કર્યો. સંતોએ નક્કી કર્યું કે “ બીજાની મદદ માગવી જ નહીં. મારી અહિંસા જ મારો બચાવ કરશે. એમાં જે બચાવ થશે તે જ સાચો બચાવ છે.”
Page – 233 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 સંતોનો આ પ્રયોગ વ્યક્તિનિષ્ઠ હતો. આ વ્યક્તિગત પ્રયોગને તેઓ પૂર્ણત્વ સુધી લઈ ગયા. પણ એ પ્રયોગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ પર હિંસકોનો હુમલો થયો હોત અને સમાજે આવીને સંતોને પૂછ્યું હોત કે “ અમારે શું કરવું ? ” તો એ સવાલનો ચોક્કસ જવાબ કદાચ સંતો ન આપી શક્યા હોત. વ્યક્તિગત જીવનમાં પરિપૂર્ણ અહિંસા ઉતરનારા સંતોએ સમાજને સલાહ આપતાં કહ્યું હોત કે “ અમે લાચાર છીએ. ” સંતોની હું ભૂલ કાઢવા બેઠો છું એ મારૂં બાળસાહસ છે. પણ હું તેમના ખભા પર ઊભો છું તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે. અને કેમ નહીં કરે ? તેમની ક્ષમા મોટી છે. અહિંસાના સાધન વડે સામુદાયિક અખતરાઓ કરવાનું સંતોને સૂઝ્યું નહીં હોય એવું નથી. પણ પરિસ્થિતિ તેમને એટલી અનુકૂળ ન લાગી. તેમને જાત પૂરતા છૂટા છૂટા પ્રયોગ કર્યા, પણ આમ છૂટા છૂટા થયેલા પ્રયોગોમાંથી જ શાસ્ત્ર રચાય છે. સંમિલિત અનુભવમાંથી શાસ્ત્ર બને છે.
 12. સંતોના પ્રયોગ પછીનો ચોથો પ્રયોગ આજે આપણે કરીએ છીએ. આખાયે સમાજે અહિંસાત્મક સાધનો વડે હિંસાનો પ્રતિકાર કરવાનો આજનો પ્રયોગ આપણે ચલાવીએ છીએ. આ રીતે ચાર અખતરાઓ આપણે જોયા. દરેક પ્રયોગમાં અપૂર્ણતા હતી અને છે. વિકાસક્રમમાં આ વાત અપરિહાર્ય છે. પણ તે તે જમાનામાં તે તે પ્રયોગો પૂર્ણ હતા એમ જ કહેવું જોઈએ. બીજાં દસ હજાર વરસ જશે પછી આજના આપણા અહિંસક યુદ્ધમાં પણ શોધનારને ઘણી હિંસા જડશે. શુદ્ધ અહિંસાના પ્રયોગ હજીયે બીજા થતા જશે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેનો જ નહીં, બધા સદ્ગુણોનો વિકાસ થઈ રહેલો છે. એક જ વસ્તુ પૂર્ણ છે. અને તે પરમાત્મા. ભગવદ્ ગીતામાં બતાવેલો પુરૂષોત્તમયોગ પૂર્ણ છે. પણ વ્યક્તિ અને સમુદાય એ બંનેના જીવનમાં તેનો પૂર્ણ વિકાસ હજી બાકી છે. વચનોનો પણ વિકાસ થાય છે. ઋષિઓને મંત્રના દ્રષ્ટા માનવામાં આવ્યા છે તે તેના કર્તા નથી. કેમકે તેમને મંત્રનો અર્થ દેખાયો. પણ તે જ એનો અર્થ છે એવું નથી.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 ઋષિઓને એક દર્શન થયું. હવે પછી આપણને તેનો વધારે ખીલેલો અર્થ દેખાય એમ બને. તેમના કરતાં આપણને વધારે દેખાય છે એ કંઈ આપણી વિશેષતા નથી. તેમને જ આધારે આપણે આગળ જઈએ છીએ. હું અહીં એકલી અહિંસાના વિકાસ પર બોલું છું કેમકે બધા સદ્ગુણોનો સાર કાઢશો તો અહિંસા એ જ નીકળશે. અને તે યુદ્ધમાં આજે આપણે ઝુકાવ્યું છે યે ખરૂં. તેથી આ તત્વનો કેમ વિકાસ થતો જાય છે તે આપણે જોયું.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

૯૧. અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ ૨૩૪

 (૯૧.) હિંસકોનો હુમલો થાય ત્યારે અહિંસકોએ બચાવ કેમ કરવો એ અહિંસાનું એક પાસું આપણે જોયું. માણસ માણસ વચ્ચેના ઝઘડામાં અહિંસાનો વિકાસ કેવી રીતે થતો ગયો એ આપણે જોયું. પરંતુ માણસોનો અને જાનવરોનો ઝઘડો પણ છે. માણસે હજી પોતાના અંદરઅંદરના ઝઘડા શમાવ્યા નથી અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસીને તે જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથીયે દૂબળાં જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. હજારો વર્ષથી તે જીવતો આવ્યો છે પણ કેમ જીવવું જોઈએ તેનો વિચાર તેણે હજી કર્યો નથી. માણસને માણસની માફક જીવતાં આવડતું નથી. પણ આ વસ્તુઓનો વિકાસ થયા કરે છે. આદિમાનવ ઘણુંખરૂં કંદમૂલફલાહારી જ હશે. પરંતુ આગળ જતાં દુર્મતિવશ માનવસમાજનો મોટો ભાગ માંસાહારી બન્યો. ડાહ્યા ઉત્તમ માણસોને એ વાત ખપી નહીં. માંસ ખાવાનું જ થાય તો યજ્ઞમાં હલાલ કરેલાં પશુનું જ ખાવું એવું તેમણે બંધન મૂક્યું. આ બંધનનો હેતુ હિંસા પર અંકુશ મૂકવાનો હતો. કેટલાક લોકોએ તો માંસનો પૂરેપૂરો ત્યાગ કર્યો. પણ જેમનાથી પૂરેપૂરો ત્યાગ થઈ શકે એમ નહોતું તેમને યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઈક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી. યજ્ઞમાં જ માંસ ખાજો એમ કહેવાથી હિંસા પર અંકુશ આવશે એમ લાગતું હતું. પણ પછી તો યજ્ઞ પણ સામાન્ય વાત બની ગઈ.
Page – 235 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

 જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડ્યું. એટલે ભગવાન બુદ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું, “ માંસ ખાવું હોય તો ભલે ખાઓ, પણ કંઈ નહીં તો ઈશ્વરને નામે ન ખાશો. ” એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડું ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. યજ્ઞયાગ કરો અગર ન કરો, બંનેમાંથી આપણે માંસ ખાવાનું છોડવાનું જ શીખ્યા છીએ. આમ ધીમે ધીમે આપણે માંસ ખાવાનું છોડતા ગયા. 13.
 14. જગતના ઈતિહાસમાં એકલા ભારતવર્ષમાં આ મોટો પ્રયોગ થયો. કરોડો લોકોએ માંસ ખાવાનું છોડયું. અને આજે આપણે માંસ ખાતા નથી એમાં આપણે ઝાઝું ફુલાવાનું નથી. પૂર્વજોના પુણ્યને પરિણામે આપણું વલણ એવું બંધાયું છે. પણ પહેલાંના ઋષિઓ માંસ ખાતા હતા એમ આપણે કહીએ કે વાંચીએ છીએ ત્યારે આપણને નવાઈ થાય છે ખરી. ઋષિ માંસ ખાય ? છટછટ, કંઈ ભળતી જ વાત છે ! પણ માંસાશન કરતાં કરતાં સંયમથી તેમણે તેનો ત્યાગ કર્યો એનું શ્રેય તેમને આપવું જોઈએ. એ મહેનત આપણે કરવી પડતી નથી. તેમનું પુણ્ય આપણને મફતમાં મળ્યું છે. પહેલાં એ લોકો માંસ ખાતા અને આજે આપણે ખાતા નથી એટલે તેમના કરતાં આપણે મોટા થઈ ગયા એવો અર્થ નથી. તેમના અનુભવોનો ફાયદો આપણને મફતમાં મળ્યો. તેમના અનુભવનો હવે આપણે આગળ વિકાસ કરવો જોઈએ. દૂધ છેક છોડી દેવાના પ્રયોગો પણ કરવા જોઈએ. માણસ બીજાં જાનવરોનું દૂધ પીએ એ વાત પણ ઊતરતા દરજ્જાની છે. દસ હજાર વરસ બાદ આવનારા લોકો આપણે વિષે કહેશે, “ શું એ લોકોને દૂધ ન પીવાનું પણ વ્રત લેવું પડતું હતું ? અરે બાપરે ! એ લોકો દૂધ કેવી રીતે પીતા હશે ? એવા કેવા જંગલી ! ” સારાંશ કે નિર્ભયતાથી અને નમ્રતાથી આપણે પ્રયોગ કરતાં કરતાં કાયમ આગળ વધવું જોઈએ. સત્યની ક્ષિતિજ આપણે વિશાળ કરતા જવું જોઈએ. વિકાસને માટે હજી ઘણો અવકાશ છે. કોઈ પણ ગુણનો પૂરેપૂરો વિકાસ હજી થયો નથી.
Page – 236 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ
૯૨. આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ૨૩૬
 (૯૨.) દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. આઘા રહી શકાય તેટલા ખાતર એ આસુરી સંપત્તિનું ભગવાન વર્ણન કરે છે.એ આસુરી સંપત્તિના વર્ણનમાં ત્રણ જ બાબતો મુખ્ય છે.અસુરોના ચરિત્રનો સાર ‘ સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ’ એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે.પોતાની જ સંસ્કૃતિ સૌથી ચડિયાતી છે અને તે જ આખી દુનિયા પર લદાય એવી તેમની મહત્વાકાંક્ષા છે. પોતાની સંસ્કૃતિ જ શા સારૂ આખી દુનિયા પર લદાવી જોઈએ ? તો કહે છે તે સારી છે. તે સારી સાથી ? તો કહે છે તે અમારી છે માટે. આસુરી વ્યક્તિ શું કે એવી વ્યક્તિઓનાં બનેલાં સામ્રાજ્યો શું, તેમને આ ત્રણ ચીજો જોઈએ છે. 15.  
 16. બ્રાહ્મણોને લાગે છે ને કે અમારી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે ! તે લોકો માને છે કે બધુંયે જ્ઞાન અમારા વેદોમાં છે. વૈદિક સંસ્કૃતિનો વિજય દુનિયાભરમાં થવો જોઈએ.
अग्रश्चतुरो वेदान् पृष्ठतःसशरं धनुः
– આગળ ચાર વેદો ચાલે ને તેમની પાછળ બાણ ચડાવેલું ધનુષ ચાલે. એમ કરી આખી પૃથ્વી પર અમારે અમારી સંસ્કૃતિનો ઝંડો ફરકાવવો છે. પણ પાછળ सशरं धनुः, બાણ ; ચડાવેલું ધનુષ ચાલતું હોય ત્યાં આગળ ચાલનારા બિચારા વેદોનો નિકાલ થઈ ગયો જાણવો. મુસલમાનોને એમ લાગે છે કે કુરાનમાં જે કંઈ છે તેટલું જ સાચું. ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓને પણ એવું જ લાગે છે. બીજા ધર્મનો માણસ ગમે તેટલો ઊંચો ચડયો હોય, પણ ઈશુ પર ભરોસો ન હોય તો તેને સ્વર્ગ ન મળે ! ઈશ્વરના ઘરને તેમણે એક જ બારણું મૂક્યું છે, અને તે છે ખ્રિસ્તનું ! લોકો પોતપોતાનાં ઘરોને ઘણાં બારણાં ને બારી મુકાવે છે. પણ બિચારા ઈશ્વરના ઘરને એક જ બારણું રાખે છે.
Page – 237 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 17. आढ्योभिजनवानस्मि कोन्योस्ति सदशो मया — ‘ હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના, ’ એમ એ સૌ કોઈને લાગે છે. કહે છે, હું ભારદ્વાજ કુળમાંનો ! મારી એ પરંપરા અખંડ ઊતરી આવી છે. પશ્ચિમના લોકોમાં પણ એવું જ છે. કહે છે, અમારી નસોમાં નૉર્મન સરદારોનું લોહી વહે છે ! આપણા તરફ ગુરૂપરંપરા હોય છે ને ? મૂળ આદિ ગુરૂ એટલે શંકર. પછી બ્રહ્મદેવ અથવા એવા બીજા કોઈકને પકડવાનો. પછી નારદ, પછી વ્યાસ, પછી વળી એકાદો ઋષિ, પછી વળી વચ્ચે પાંચદસ લોકોને ઘુસાડી દેવાના, પછી પોતાના ગુરૂ ને પછી હું – એવી પરંપરા બતાવવામાં આવે છે. અમે મોટા, અમારી સંસ્કૃતિ સૌથી ચડિયાતી એવું બધું વંશાવળી આપીને સાબિત કરવામાં આવે છે. અલ્યા, તારી સંસ્કૃતિ ઉત્તમ હોય તો તે તારા કામોમાં દેખાવા દે ને ! તેની પ્રભા તારા આચરમમાં પ્રગટ થવા દે ને ! પણ એ નહીં. જે સંસ્કૃતિ પોતાના જીવનમાં નથી, પોતાના ઘરમાં નથી, તે દુનિયાભરમાં ફેલાવવાની હોંશ રાખવી એ વિચારસરણીને આસુરી કહે છે.
 18. જેમ મારી સંસ્કૃતિ સુંદર છે તેમ દુનિયામાંની બધીયે સંપત્તિ મેળવવાને લાયક પણ હું જ છું. બધીયે સંપત્તિ મારે જોઈએ અને હું તે મેળવીશ જ. એ બધી સંપત્તિ શા સારૂ મેળવવાની ? તો કહે છે બરાબર સરખી વહેંચણી કરવાને સારૂ ! એટલા માટે પોતાની જાતને સંપત્તિમાં દાટી દેવી એમ ને ? પેલો અકબર કહેતો હતો ને કે “ હજી રજપૂતો મારા સામ્રાજ્યમાં દાખલ કેમ થતા નથી ? એક સામ્રાજ્ય થશે ને બસ શાંતિ શાંતિ થઈ રહેશે ! ” અકબરને આમ પ્રમાણિકપણે લાગતું હતું. અત્યારના અસુરોને પણ એમ જ થાય છે કે બધી સંપત્તિ એક ઠેકાણે એકઠી કરવી. કેમ ? તો કહે છે, તેને ફરી પાછી વહેંચવા માટે.
 19. એ માટે મારે સત્તા જોઈએ. બધી સત્તા એક હાતમાં કેંદ્રિત થવી જોઈએ. આ તમામ દુનિયા મારા તંત્ર નીચે રહેવી જોઈએ; સ્વ-તંત્ર, મારા તંત્ર પ્રમાણે ચાલવી જોઈએ. મારા તાબામાં જે હશે, મારા તંત્ર પ્રમાણે જે ચાલશે તે જ સ્વતંત્ર. આમ સંસ્કૃતિ, સત્તા અને સંપત્તિ એ મુખ્ય ત્રણ બાબતો પર આસુરી સંપત્તિમાં ભાર દેવામાં આવે છે.
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 20. એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “ હું શીખવનાર બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરૂ કોણ ? ” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા. “ આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ, ” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “ પીઠ પર મારજો પણ પેટ પર મારશો મા, ” એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું. “ આ ધન મારૂં છે, અને પેલું પણ મારૂં થશે, ” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને કે “ સ્વરાજ્ય જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો. ” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે; જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.

૯૩. કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ ૨૩૮
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 (૯૩.) આસુરી સંપત્તિને આઘી રાખવાની કોશિશ કરવી જોઈએ. આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ ને લોભ.આખાયે જગતને આ કામ-ક્રોધ-લોભ નચાવે છે. આ નાચ હવે બહુ થયા. એ છોડવા જ જોઈએ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે એટલે લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ ત્રણેથી આઘા રહેજો એવું ગીતામાં ડગલે ને પગલે કહ્યું છે. સોળમા અધ્યાયને છેડે પણ એ જ કહ્યું. કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ ભવ્ય દરવાજા છે. એ દરવાજામાંથી પાર વગરની અવરજવર ચાલ્યા કરે છે. નરકનો રસ્તો ખાસો પહોળો છે. તેના પરથી મોટરો દોડે છે. રસ્તામાં ઘણા સોબતીઓ પણ મળી જાય છે. પણ સત્યનો રસ્તો સાંકડો છે.  21. 
Page – 239 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 22. આવા આ કામ-ક્રોધની સામે બચાવ કેવી રીતે કરવો ? સંયમનો માર્ગ સ્વીકારીને. શાસ્ત્રીય સંયમનો આધાર લેવો જોઈએ. સંતોનો જે અનુભવ છેતે જ શાસ્ત્ર છે. પ્રયોગો કરી કરીને સંતોને જે સિદ્ધાંતો જડ્યા તેમનું શાસ્ત્ર બને છે. આ સંયમના સિદ્ધાંતોનો આશરો લો. નાહકની શંકાઓ ઊભી કરવાનું છોડી દો. કામ-ક્રોધ જગતમાંથી જતા રહે તો જગતનું શું થશે, દુનિયા ચાલવી તો જોઈએ, થોડા પ્રમાણમાં પણ કામ-ક્રોધ રાખવા ન જોઈએ કે ? એવી એવી શંકા મહેરબાની કરી કાઢશો મા. કામ-ક્રોધ ભરપૂર છે, તમારે જોઈએ તેના કરતાંયે વધારે છે. નાહક બુદ્ધિભેદ શા સારૂ ઊભો કરો છો ? કામ-ક્રોધ-લોભ તમારી ઈચ્છા કરતાં થોડા વધારે જ છે. કામ મરી જાય તો સંતતિ કેમ પેદા થશે એવી ફિકર કરશો મા. ગમે તેટલી સંતતિ તમે પેદા કરો તો પણ એક દિવસ એવો ઊગવાનો છે કે જ્યારે માણસનું નામનિશાન પૃથ્વી પરથી સાફ ભૂંસાઈ જવાનું છે. વૈજ્ઞાનિકો આ વાત કહે છે. પૃથ્વી આસ્તે આસ્તે ઢંડી પડતી જાય છે. એક વખતે પૃથ્વી ખૂબ ઉષ્ણ હતી ત્યારે તેના પર જીવ નહોતો. એક કાળ એવો આવશે જ્યારે પૃથ્વી છેક ટાઢી પડી જશે અને બધી જીવસૃષ્ટિ લય પામશે. આને લાખો વરસો લાગશે. તમે સંતતિ ગમે તેટલી વધારો પણ છેવટે આ પ્રલય થયા વગર રહેવાનો નથી એ ચોક્કસ જાણજો. પરમેશ્વર અવતાર લે છે તે ધર્મના રક્ષણને સારૂ લે છે, સંખ્યાના રક્ષણને સારૂ નથી લેતો. ધર્મપરાયણ એવો એક પણ માણસ જ્યાં સુધી મોજૂદ હશે, જ્યાં સુધી એક પણ પાપભીરૂ તેમ જ સ્તયનિષ્ઠ માણસ હયાત હશે ત્યાં સુધી કશી ફિકર ન રાખશો. ઈશ્વરની તેના પર નજર રહેશે. જેમનો ધર્મ મરી પરવાર્યો છે એવા હજારો લોકો હોય તોયે શું ને ન હોય તોયે શું, બધું સરખું છે.
 23. આ બધી વાતો બરાબર ધ્યાનમાં લઈ આ સૃષ્ટિમાં મર્યાદા સાચવીને રહો, સંયમપૂર્વક વર્તો. ફાવે તેમ બેફામ વર્તશો મા.
Page – 240 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 લોકસંગ્રહ કરવો એનો અર્થ લોકો કહે તેમ ચાલવું એવો નથી. માણસોના સંઘ વધારવા, સંપત્તિના ઢગલા એકઠા કરવા એ સુધારો નથી. વિકાસ સંખ્યા પર આધાર રાખતો નથી. વસ્તી બેસુમાર વધશે તો માણસો એકબીજાનાં ખૂન કરશે. પહેલાં પશુપક્ષીઓને ખાઈને માણસોનો સમાજ માતશે. પછી પોતાનાં છૈયાંછોકરાંને કરડીને ખાવાનો વારો આવશે. કામ-ક્રોધમાં સાર છે એ કહેવું સ્વીકારીને ચાલીએ તો છેવટે માણસ માણસને ફાડીને ખાવા માંડશે એ બાબતમાં તલભાર શંકા ન રાખશો. એટલે સુંદર તેમ જ વિશુદ્ધ નીતિનો માર્ગ લોકોને બતાવવો તે. કામ-ક્રોધમાંથી મુક્ત થવાથી પૃથ્વી પરનો માણસ નાશ પામશે તો મંગળ પર ઉત્પન્ન થશે. એટલે તે વાતની ફિકર કરશો નહીં. અવ્યસ્ત પરમાત્મા સર્વત્ર વ્યાપેલો છે. તે તમારી સંભાળ રાખશે. પહેલો તું મુક્ત થા. આગળનું ઝાઝું જોવાની જરૂર નથી. સૃષ્ટિ અને માણસજાતની ફિકર કરવાની રહેવા દે. તારી નૈતિક શક્તિ વધાર. કામ-ક્રોધને ઝાડીને ખંખેરી નાખ. ‘ आपुला तुं गळाधेई उगबूनि ’ – ‘ પોતાની ગરદન તું પહેલી ઉગારી લે, તારૂં ગળું પકડાયું છે તેને પહેલું બચાવી લે. ’ આટલું કરશે તોયે બહુ થયું.
 24. સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઊભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. જે સમુદ્રમાં ડૂબકાં ખાય છે, જેના નાકમાં ને મોંમાં પાણી ભરાય છે, તેને સમુદ્રના આનંદનો અનુભવ ક્યાંથી મળે ? સંતો સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સંસારના સમુદ્રથી અલિપ્ત રહેવાની આ જે સંતોની વૃત્તિ છે તે બરાબર કેળવાઈને પચે નહીં ત્યાં સુધી આનંદ નથી. કમળના પાંદડાની માફક અલિપ્ત રહે. બુદ્ધે કહ્યું છે, “ સંતો ઊંચે પર્વતનાં શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે. પછી એ સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ” તમે પણ ઉપર ચડીને જોતાં શીખો એટલે આ અફાટ ફેલાવો ક્ષુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચોંટશે નહીં.
 સારાંશ કે આસુરી સંપત્તિ દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું આ અધ્યાયમાં ભગવાને ઊંડી લાગણીથી કહ્યું છે. તે પ્રમાણે યત્ન કરવો.

     

     
અધ્યાય પંદરમો
 પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
Page – 209 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી
અધ્યાય પંદરમો : પૂર્ણયોગ—સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન -૨૦૯ – ૨૨૫
૮૨. પ્રયત્નોથી ભક્તિ જુદી નથી ૨૦૯

 (૮૨.) આજે એક રીતે આપણે ગીતાને છેડે આવી પહોંચ્યા છીએ. પંદરમા અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂરિણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપ છે અને અઢારમો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર એવું નામ આપ્યું છે.
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानध
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું
 – એમ ભગવાન છેવટે કહે છે. આ છેવટનો અધ્યાય છે તેથી ભગવાને એમ કહ્યું છે એવું નથી, પણ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા તેમની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે તેથી કહ્યું છે.
Page – 210 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે. તે આ અધ્યાયમાં છે અને તેથી ‘વેદોનો સાર ’ એવી ગૌરવભરી પદવી એને મળી છે.
 તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. રજોગુણ અને તમોગુણનો નિગ્રહથી ત્યાગ કરવો, સત્વગુણનો વિકાસ કરી, તેની આસક્તિને જીતી લઈ, તેના ફળનો ત્યાગ કરવો, એ રીતે પ્રયત્ન ચલાવવા. એ પ્રયત્નો સંપૂર્ણપણે ફળદાયી થાય તેટલા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે, એમ છેવટે કહ્યું. આત્મજ્ઞાન ભક્તિ વિના શક્ય નથી. 1. 2. પણ ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી એ વાત સૂચવવાને આ પંદરમા અધ્યાયની શરૂઆતમાં જ સંસારને એક મહાન વૃક્ષની ઉપમા આપી છે. ત્રિગુણ વડે પોષાયેલી મોટી મોટી ડાળીઓ એ વૃક્ષને ફૂટેલી છે. અનાસક્તિ અને વૈરાગ્ય એ શસ્ત્ર વડે આ ઝાડને છેદી નાખવું એમ શરૂઆતમાં જ કહ્યું છે. પાછલા અધ્યાયમાં જે સાધનમાર્ગ બતાવ્યો તે જ અહીં આરંભમાં ફરીને કહ્યો છે એ સ્પષ્ટ છે. રજ-તમને મારવાના છે અને સત્વગુણનું પોષણ કરી તેની ખીલવણી કરવાની છે. એક વિનાશક અને બીજું વિધાયક કામ છે. બંને મળીને એક જ માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે. તેવું જ  છે.
 3. રામાણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ ભાઈઓ છે. કુંભકર્ણ તમોગુણ છે, રાવણ રજોગુણ ચે અને વિભીષણ સત્વગુણ છે. આપણા શરીરમાં એ ત્રણનું રામાયણ રચાયા કરે છે. એ રામાયણમાં રાવણ-કુંભકર્ણનો નાશ જ વિહિત છે. ફક્ત વિભીષણતત્વ જો તે હરિશરણ થાય તો ઉન્નતિસાધક અને તેને પોષક થઈ શકે એવું હોવાથી સંઘરવા લાયક છે. ચૌદમા અધ્યાયમાં આપણે આ વાત જોઈ ગયા છીએ.
Page – 211 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ પંદરમા અધ્યાયના આરંભમાં ફરીને તે જ વાત કરવામાં આવી છે. સત્વ-રજ-તમથી ભરેલો સંસાર અસંગ શસ્ત્રથી છેદી નાખો. રજતમનો વિરોધ કરો. સત્વગુણનો વિકાસ કરી પવિત્ર થાઓ અને તેની આસક્તિને પણ જીતી લઈ અલિપ્ત રહો એવો કમળનો આદર્શ ભગવદગીતા રજૂ કરે છે.
 4. ભારતીય સંસ્કૃતિમાં જીવનમાંની આદર્શ વસ્તુઓને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને કમળની ઉપમા આપેલી છે. કમળ ભરતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્તમમાં ઉત્તમ વિચાર પ્રગટ કરવાનું ચિહ્ન કમળ છે. કમળ સ્વચ્છ અને પવિત્ર હોય છે અને અલિપ્ત રહે છે. પવિત્રતાની અને અલિપ્તતાની એવી બેવડી શક્તિ કમળમાં રહેલી છે. ભગવાનના જુદા જુદા અવયવોને કમળની ઉપમા અપાય છે. જેમકે નેત્ર-કમળ, પદ-કમળ, કર-કમળ, મુખ-કમળ, નાભિ-કમળ, હ્રદય-કમળ, શિર-કમળ; બધેયે સૌંદર્ય અને પવિત્રતા છે, છતાં અલિપ્તતા પણ છે એ આ ઉપમાઓથી બતાવાય છે અને આપણા મન પર ઠસાવવામાં આવે છે.
 5. પાછલા અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણતા કરવાને સારૂ આ અધ્યાય છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. પ્રયત્નમાર્ગનો જ ભક્તિ પણ એક ભાગ છે. આત્મજ્ઞાન, ભક્તિ એ તે જ સાદનાનાં અંગો છે. વેદમાં ઋષિ કહે છે –
यो जागार तं ऋचः कामयन्ते
यो जागार तमु सामानि यान्ति
 – જે જાગ્રત હોય છે તેમના પર વેદો પ્રેમ રાખે છે; તેમને મળવાને તેઓ આવે છે. ’ એટલે કે જે જાગૃત છે તેના તરફ વેદનારાયણ આવે છે. તેની પાસે ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે. પ્રયત્નમાર્ગથી ભક્તિ અને જ્ઞાન જુદાં નથી. પ્રયત્નમાં જ મીઠાશ પૂરનારાં એ તત્વો છે એવું આ અધ્યાયમાં કહેવાનું છે. એકાગ્ર ચિત્તથી ભક્તિ-જ્ઞાનનું એ સ્વરૂપ શ્રવણ કરો.
Page –212–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે
૮૩. ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે ૨૧૨
 
 (૮૩.) જીવનના કકડા હું કરી શકતો નથી. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને મારાથી જુદાં પાડી શકાતાં નથી અને તે ત્રણે જુદાં પણ નથી. દાખલા તરીકે આ જેલમાંનું રસોઈનું કામ જુઓ. પાંચસોથી સાતસો માણસો માટેની રસોઈનું કામ આપણામાંથી થોડા લોકો મળીને પાર પાડે છે. જેને રસોઈનું પાકું જ્ઞાન નથી એવો માણસ આ કામમાં હશે તો રસોઈ બગાડી નાખશે. રોટલા કાચા રહેશે, નહીં તો બળીને રાખ થઈ જશે. પણ રસોઈનું બરાબર પાકું જ્ઞાન છે એમ માનીને આપણે ચાલીએ. એમ છતાં  માણસના દિલમાં તે કર્મને માટે પ્રેમ નહીં હોય, ભક્તિની ભાવના નહીં હોય, આ રોટલા મારા ભાઈઓને, એટલે કે નારાયણને ખાવાને માટે છે તે સારૂ તે મારે બરાબર કરવા જોઈએ, આ પ્રભુની સેવા છે, એવી ભાવના તેના દિલમાં નહીં હોય તો જ્ઞાન હોવા છતાં પણ તે માણસ એ કામને માટે લાયક ઠરતો નથી. એ રસોઈના કામમાં જ્ઞાન જોઈએ અને તે જ પ્રમાણે પ્રેમ પણ જોઈએ. ભક્તિતત્વનો રસ હ્રદયમા નહીં હોય તો રસોઈ સુરસ નહીં થાય. એથી તો મા વગર એ કામ થતું નથી. મા વગર  કામ પૂરી આસ્થાથી અને પૂરા પ્રેમથી કોણ કરશે ? વળી, એ કામને માટે તપસ્યા પણ જોઈએ. તાપ વેઠ્યા વગર, મહેનત કર્યા વગર, એ કામ થાય કેવી રીતે ? એટલે એક જ કાર્યમાં પ્રેમ, જ્ઞાન અને કર્મ એ ત્રણે ચીજોની જરૂર છે એમ સાફ દેખાઈ આવે છે. જીવનમાં થનારાં બધાંયે કર્મો આ ત્રણ ગુણ પર ઊભાં છે. ત્રિપાઈનો એક જ પાયો તૂટી જાય તો પણ તે ઊભી રહેતી નથી. ત્રણે પાયા જોઈએ. તેના નામમાં જ તેનું સ્વરૂપ સ્પષ્ટ થયેલું છે. જીવનનું પણ એવું જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એટલે શ્રમસાતત્ય એ જીવનના ત્રણ પાયા છે. એ ત્રણ થાંભલા પર જીવનની દ્વારકા ઊભી કરવાની છે. એ ત્રણે પાયા મળીને એક જ ચીજ બને છે. ત્રિપાઈનો દાખલો અક્ષરશઃ લાગુ પડે છે. તર્કથી તમે ભક્તિ, જ્ઞાન અને કર્મને ભલે એકબીજાથી અલગ માનો પણ પ્રત્યક્ષ તેમને અલગ પાડવાનું બને એવું નથી. ત્રણે મળીને એક જ વિશાળ વસ્તુ બને છે. 6.
Page –213–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 7. આમ હોવા છતાં ભક્તિનો વિશેષ એવો ગુણ નથી એવું નથી. કોઈ પણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે ? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે.ગમે તેટલું કામ કરો તોયે કર્યા જેવું લાગતું નથી. ભગવાન ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, ‘ તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો તારો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે એવું દેખાય તે ન ચાલે. ’ ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય. આપણે કહીએ છીએ ને કે શૂરો દેશભક્ત હસતો હસતો ફાંસીએ ચડયો. સુધન્વા ઊકળતા તેલની કડાઈમાં હસતો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદ બોલતો હતો. આમ કહેવાનો અર્થ એટલો જ છે કે પાર વગરની પીડા થવા છતાં ભક્તિને લીધે તે તેને વરતાઈ નહોતી. પાણી પર તરતી હોડી ખેંચવી કઠણ નથી. પણ તેને જમીન પરથી, ખડક પરથી, પથરાળી ભોંય પરથી ખેંચીને લઈ જવાની હોય તો કેટલી બધી મહેનત પડે છે તે જોજો ! હોડીની નીચે પાણી હોય તો સહજતાથી આપણે તરી જઈએ છીએ. તે જ પ્રમાણે આપણી જીવનનૌકાની નીચે ભક્તિનું પાણી હશે તો તે હોડી આનંદથી હલેસાં મારીને આગળ લઈ જવાશે. પણ જીવન લૂખું હશે, સૂકું હશે, રસ્તામાં રણવગડો હશે, પથરા ને ખડક હશે, ખાંચા ને ખાડાટેકરા હશે તો એ હોડીને ખેંચીને લઈ જવાનું કામ ઘણું વિકટ થઈ જશે. ભક્તિતત્વ જીવનનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે.
 ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે પણ આત્મજ્ઞાન વગર ત્રિગુણોની પેલી પાર કાયમનું જવાય એવી આશા નથી. તો પછી આત્મજ્ઞાનને માટે સાધન કયું ?
Page –214–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 સત્વ-સાતત્યથી, સત્વગુણ પચાવી તેનો અહંકાર અને તેના ફળની આસક્તિને જીતી લેવાનો ભક્તિરૂપી પ્રયત્ન એ જ સાધન છે. આ સાધન વડે સતત અને અખંડ પ્રયત્ન કરતાં કરતાં એક દિવસ આત્મદર્શન થશે. ત્યાં સુધી પ્રયત્નને છેડો નથી. પરમપુરૂષાર્થની આ વાત છે. આત્મદર્શન એ બે ઘડી મૉજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, ‘ હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં. ’ પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી,
तुम कारन तप संयम किरिया, कहो कहांलौ कीजे !
 – ‘ હે ઈશ્વર, ક્યાં સુધી તારે અર્થે આ તપસ્યા કરૂં ? ’ એવા ઉદ્ગાર નીકળી જાય છે. પણ એ ઉદ્ગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાદના કરૂં ? આ વચન ભક્તિમાં શોભતું નથી. અધીરાઈ, નિરાશાની ભાવના એ બધું ભક્તિ કદી ઉત્પન્ન થવા નહીં દે. આવો કંટાળો કદી ન આવે, ભક્તિમાં ઉત્તરોત્તર, વધારે ને વધારે ઉલ્લાસ ને ઉત્સાહ આવે તે માટે ઘણો મજાનો વિચાર આ અધ્યાયમાં રજૂ કર્યો છે.
Page – 214 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

૮૪. સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન ૨૧૪

 (૮૪.) આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તોના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર તરફ જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું, તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે.
Page – 215 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –

સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આ બંને વાતો તેની સામે હમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાનાં સાધનો છે. ફૂલ, ચંદન, ધૂપદીપ, એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા ને સેવાનાં સાધનો માટે આ સૃષ્ટિ. આ શીખ આ અધ્યાયમાં છે. પણ એકાદો, મૂર્તિની સેવાપૂજા કરવાવાળો જે સેવક છે તેને સૃષ્ટિમાંની બધી ચીજો પૂજાનાં સાધન લાગતી નથી. તે બગીચામાંથી ચારપાંચ ફૂલો તોડી લાવે છે, ક્યાંકથી ધૂપસળી લાવે છે, અને કંઈક ને કંઈક નૈવેદ્ય ધરાવે છે. તેને પસંદગી કરી કંઈ લેવાનું ને કંઈ છોડી દેવાનું મન થાય છે. પણ પંદરમા અધ્યાયમાં જે ઉદ્દાત્ત શીખ છે તેમાં પસંદગીની, કંઈ લેવાની ને કંઈ છોડી દેવાની વાત નથી. જે જે કંઈ તપસ્યાનાં સાધનો છે, કર્મનાં સાધનો છે, તે બધાંયે પરમેશ્વરની સેવાનાં સાધનો છે. તેમાંનાં થોડાંને નૈવેદ્ય ગણીને ચાલીશું. આમ યચ્ચયાવત્ એટલે કે જે છે તેટલાં બધાં કર્મોને પૂજાદ્રવ્યો બનાવવાં એવી  દ્રષ્ટિ છે. જગતમાં ફક્ત ત્રણ ચીજ છે. જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમાંનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે.     8.
 9. આશ્રમમાં કોઈક એક જણને માથે ખૂબ કામ આવે છે ત્યારે ‘ મારે માથે જ વધારે કામ કેમ આવ્યું ? ’ એવો વિચાર તેના મનમાં ફરકતો નથી એ વાતનો ઊંડો સાર છે. પૂજા કરવાવાળાને બે કલાકને બદલે ચાર કલાક પૂજા કરવાની મળે તો ‘ અરે આ શું ? ’ આજે ચાર ચાર કલાક પૂજા કરવી પડશે ! ’ એવું કંટાળીને તે કહેશે ખરો કે ? ઊલટું, તેને એથી વધારે આનંદ થશે. આશ્રમમાં અમને આવો અનુભવ થાય છે. એવો અનુભવ આખાયે જીવનમાં બધે થવો જોઈએ. જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરૂષોત્તમ છે તેની સેવાને માટે હમેશ ખડો રહેનારો હું અક્ષર પુરૂષ છું. અક્ષર પુરૂષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક. જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની ખબર સરખી નથી. હનુમાનની માફક ચિરંજીવ એવો આ સેવક ખડો છે. 
Page – 216 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરૂષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે છે કે હું સેવા કરતો થાકું છું એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરૂષ છે. પેલો પુરૂષોત્તમ સ્વામી અને હું તેનો સેવક, તેનો બંદો એવી ભાવના કાયમ હ્રદયમાં રાખવાની છે. અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાનાં સાધનો, સેવાનાં સાધનો બનાવવાનાં છે. એકેએક ક્રિયા પુરૂષોત્તમની પૂજા છે.
 10. સેવ્ય આ પરમાત્મા પુરૂષોત્તમ અને સેવક જીવ  અક્ષર પુરૂષ છે. પણ આ સાધનરૂપ સૃષ્ટિ ક્ષર છે. તે ક્ષર હોવામાં ભારે અર્થ સમાયેલો છે. સૃષ્ટિનું એ દૂષણ નથી પણ ભૂષણ છે. તેને લીધે સૃષ્ટિમાં નિત્ય નવીનતા છે. ગઈ કાલનાં ફૂલો આજે કામ નહીં આવે. તે નિર્માલ્ય બન્યાં. સૃષ્ટિ નાશવંત છે એ માણસનું મોટું ભાગ્ય છે, એ સેવાનો વૈભવ છે. સેવાને માટે રોજ નવાં, તાજાં ફૂલ જોઈએ. તે જ પ્રમાણે આ શરીર પણ નવું નવું ધારણ કરી હું પરમેશ્વરની સેવા કરીશ. મારાં સાધનોને હું રોજ નવું સ્વરૂપ આપીશ અને તેમનાથી તેની પૂજા કરીશ. નાશવંતપણાને લીધે સૌંદર્ય છે.
 11. ચંદ્રની કળા આજે હોય છે તે કાલે હોતી નથી. ચંદ્રનું લાવણ્ય રોજ જુદું. બીજનો પેલો પાછળથી વધતો જનારો ચંદ્ર જોઈને કેટલો બધો આનંદ થાય છે ! શંકરના ભાલપ્રદેશ પર એ બીજની ચંદ્રશોભા પ્રગટ થયેલી છે. આઠમના ચંદ્રનું સૌંદર્ય વળી વિશેષ હોય છે.
Page – 217 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આઠમના આકાશમાં વીણેલાં મોતી જોવાનાં મળે છે. પૂનમના ચંદ્રના તેજમાં તારા દેખાતા જ નથી. પૂર્ણિમાએ પરમેશ્વરના મુખચંદ્રનું દર્શન થાય છે. અમાસનો આનંદ વળી જુદો ને ઘણો ગંભીર હોય છે. અમાવાસ્યાની રાતે કેટલી બધી નિઃસ્તબ્ધ શાંતિ હોય છે ! ચંદ્રનો જુલમી પ્રકાશ ન હોવાથી નાનામોટા અગણિત તારાઓ પૂરી છૂટથી ચમકે છે. અમાસે સ્વતંત્રતાનો પૂરેપૂરો વિલાસ જોવાને મળે છે. પોતાના અજવાળાનો દમામ બતાવનારો ચંદ્ર આજે આકાશમાં નતી. પોતાને પ્રકાશ પનારા સૂર્યની સાથે આજે તે એકરૂપ થયેલો છે, પરમેશ્વરમાં સમાઈ ગયેલો હોય છે. જીવે સ્વાત્માર્પણ કરી પોતાને કારણે જગતને જરા સરખોયે ત્રાસ ન થવા દેવો એવું જાણે કે તે દિવસે તે બતાવી રહેલો છે. ચંદ્રનું સ્વરૂપ ક્ષર છે, બદલાયા કરે છે. પણ તે નિત્ય નવો આનંદ આપે છે.
 12. સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. એ રૂપગંગા વહેતી ન રહે તો તેનું ખાબોચિયું થઈ જાય. નદીનું પાણી એકધારૂં વહ્યા કરે છે. પાણી કાયમ બદલાયા કરે છે. આ એક ટીપું ગયું, પેલું બીજું આવ્યું ! એમ તે પાણી જીવતું રહે છે. વસ્તુમાંનો આનંદ નવીનતાને લીધે વરતાય છે. ઉનાળાની મોસમમાં ઈશ્વરને અમુક ફૂલ ચડાવવાનાં હોય છે. ચોમાસામાં પેલી લીલીછમ દરોઈ ચડાવવાની હોય છે. શરદઋતુમાં પેલાં રમણીય કમળો ચડાવવાનાં હોય છે. તત્ તત્ ઋતુકાલોદ્ભવ ફળફૂલો વડે ઈશ્વરની પૂજા કરવાની છે. એથી એ પૂજા તાજી, નિત્ય નવી લાગે છે અને તેનો કંટાળો આવતો નથી. નાનાં છોકરાંને પાટી પર ‘ ક ’ કાડી આપીને પછી આપણે કહીએ છીએ, “ આને ઘૂંટીને જાડો કર. ” એ ‘ ક ’ ચીતરવાની માથાફોડથી બાળકને કંટાળો આવે છે. અક્ષર ઘૂંટીને જાડો શા માટે કરવો તે તેને સમજાતું નથી. પેન આડી પકડીને તે ઝટઝટ અક્ષરને જાડો કરવાનું પતાવે છે. પણ પછી આગળ ઉપર તે નવા અક્ષરો જુએ છે, અક્ષરોના સમુદાય જુએ છે. નવાં નવાં પુસ્તકો તે વાંચતો થાય છે. સાહિત્યમાં નિર્માણ થયેલી જાતજાતની સુમનમાળાનો તે અનુભવ લેતો થાય છે. થી તેને અપાર આનંદ થાય છે. તેવું જ સેવાના ક્ષેત્રમાં છે. નવાં નવાં સાધનોને લીધે સેવા માટેની હોંશ વધ્યા કરે છે. અને સેવાવૃત્તિનો વિકાસ થાય છે.
Page – 218 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 સૃષ્ટિનું નાશવંતપણું રોજરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. ગામની પાસે સ્મશાન છે તેથી ગામ રળિયામણું છે. જૂનાં માણસો જાય છે ને નવાં બાળકો જન્મે છે. નવી સૃષ્ટિ વધતી જાય છે. બહારના પેલા મસાણનો નાશ કરશો તો તે ઘરમાં આવી અડ્ડો જમાવશે. તેનાં તે માણસોને કાયમ જોવાં પડશે એટલે તમે કંટાળી જશો. ઉનાળામાં ગરમી હોય છે. પૃથ્વી તપી જાય છે. પણ તેથી અકળાશો મા. એ રૂપ પલટાયા વગર રહેવાનું નથી. વરસાદનું સુખ અનુભવવાને માટે પહેલાં તાપ ખમવો જોઈએ. જમીન બરાબર તપી નહીં હોય તો વરસાદ પડતાંની સાથે એકલો કાદવ કાદવ થઈ રહેશે. જમીન ઘાસ અને ધાન્યની કૂંપળોથી છવાઈ નહીં જાય. એક વખત ઉનાળામાં હું ફરતો હતો. માથું તપતું હતું. તેથી મને આનંદ થતો હતો. મને એક મિત્રે કહ્યું, “ માથું તપી જશે, ઉકળાટ થશે. ” મેં કહ્યું, “ આ નીચેની માટી તપે છે. તો આ માટીના ગોળાને પણ થોડો તપવા દીધેલો સારો. ” માથું તપેલું હોય ને તેના પર પેલી વરસાદની ધાર પડે એટલે શું આનંદ થાય છે ! પણ જે તડકામાં બહાર નીકળી તપતો નથી, તે વરસાદ આવશે તોયે ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહેશે. ઘરની ઓરડીમાં, એક કબરમાં પુરાઈ રહેશે. બહારના આ વિશાળ અભિષેકપાત્ર નીચે ઊભા રહી નાચવાનું તેના નસીબમાં નથી. પણ પેલો આપણો મહર્ષિ મનુ બહુ રસિક અને સૃષ્ટિપ્રેમી હતો. સ્મૃતિમાં તે લખે છે કે, “ વરસાદ પડવા માંડે એટલે રજા પાડવી. ” વરસાદ પડતો હોય ને આશ્રમમાં પાઠ ગોખતાં ગોંધાઈ રહેવાનું હોય ખરૂં કે ? વરસાદમાં નાચવું, ગાવું અને સૃષ્ટિ સાથે એકરૂપ થવું. ચોમાસામાં જમીન અને આસમાન એકબીજાને ભેટે છે. તે ભવ્ય દેખાવ કેવો આનંદ પનારો હોય છે ! સૃષ્ટિ જાતે આપણને કેળવણી આપી રહેલી છે.
 સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે સાધનોની નવીનતા છે. એવી નવી નવી ચીજોને જન્મ આપનારી અને નવ નવાં સાધનો પૂરાં પાડનારી આ સૃષ્ટિ, કમર કસીને સેવાને માટે ખડો પેલો સનાતન સેવક, અને પેલો સેવ્ય પરમાત્મા ત્રણે સામે મોજૂદ છે.
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

  હવે ચાલવા દો આખો ખેલ. પેલો પરમપુરૂષ પુરૂષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. તરેહતરેહનાં સાધન આપીને તે મને રમાડી રહેલો છે. મારી પાસેથી તે જુદા જુદા પ્રયોગ કરાવે છે. આવી વૃત્તિ જીવનમાં કેળવાય તો કેટલો બધો આનંદ મળે ! 
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

૮૫. અહંશૂન્ય સેવા તે જ ભક્તિ ૨૧૯

 (૮૫.) આપણી એકેએક કૃતિ ભક્તિમય થાય વી ગીતાની ઈચ્છા છે. ઘડી અધઘડી પરમેશ્વરની પૂજા કરો છો તે સારૂં છે. સવારે ને સાંજે સૂર્યની સુંદર પ્રભા ફેલાયેલી હોય ત્યારે ચિત્ત સ્થિર કરી, કલાક અરધો કલાક સંસારને વિસારે પાડી અનંતનું ચિંતન કરવું એ વિચાર ઘણો સારો છે. એ સદાચાર આપણે કદી ન છોડીએ. પણ ગીતાને એટલાથી સંતોષ નથી. સવારથી માંડીને તે સાંજ સુધી જે જે બધી ક્રિયાઓ આપણે હાથે થાય તે બધીયે ભગવાનની પૂજાને નિમિત્તે થવી જોઈએ. સ્નાન કરતી વખતે, જમતી વખતે, કચરો વાળતી વખતે એમ હરેક વખતે તેનું સ્મરણ રહેવું જોઈએ. કચરો વાળતી વખતે આપણને એમ થવું જોઈએ કે હું મારા પ્રભુનું, મારા જીવન-રાજનું આંગણું વાળું છુ. બધાં કર્મો આ રીતે પૂજાનાં કર્મો થવાં જોઈએ. આ દ્રષ્ટિ આપણામાં કેળવાય તો આપણા વર્તનમાં કેવો ફરક પડી જાય છે તે જોજો. પૂજાને માટે આપણે કેટલી કાળજીથી ફૂલ વીણીએ છીએ, તેમને છાબડીમાં કેવાં બરાબર ગોઠવીએ છીએ, તે બધાં દબાઈને બગડી ન જાય તેની કેવી સંભાળ રાખીએ છીએ, તે મેલાં ન થાય તેટલા ખાતર નાકે લગાડી સૂંઘતા સુદ્ધાં નથી. તે જ પ્રમાણે જીવનમાં રોજેરોજ કરવાનાં કર્મોમાં પણ તેવી જ દ્રષ્ટિ રહેવી જોઈએ. આ મારૂં ગામ છે અને અહીં પડોશીના રૂપમાં મારો નારાયણ રહે છે. એ ગામને હું સ્વચ્છ કરીશ, નિર્મળ રાખીશ. ગીતા આપણામાં આવી દ્રષ્ટિ કેળવવા માગે છે. પ્રત્યેક કર્મ પ્રભુની પૂજા છે એવી ભાવના સૌ કોઈની થાય એવી ગીતાને હોંશ છે. ગીતા જેવા ગ્રંથરાજને ઘડી અધઘડીની પૂજાથી સમાધાન નથી. સમગ્ર જીવન હરિમય થાય, પૂજારૂપ થાય એવી ગીતાની ઉત્કટ ઈચ્છા છે. 13.
Page– 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

 14. પુરૂષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરૂષોત્તમ, હું તેનો સેવક ને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ? તુકારામ કહી રહ્યા છે,
झालिया दर्शन करीन मी सेवा । आणिक कांहीं देवा न लगे दुजें ।।
 – ‘ આવું દર્શન થયું એટલે તે મુજબ હું સેવા કરીશ; એ સિવાય હે ઈશ્વર, મારે બીજું કંઈ જોઈતું નથી. ’
 પછી આપણે હાથે અખંડ સેવા થતી રહેશે. ‘ હું ’ જેવું કંઈ રહેશે નહીં. હું-પણું, મારા-પણું, ભૂંસાઈ જશે. બધુંયે તે ભગવાનને સારૂ છે, એવી વૃત્તિ થશે. પરાર્થે ઘસાઈ જવા સિવાય બીજું કશું જ રહેશે નહીં. ‘ હું ’ કાઢી નાખી મારે મારૂં જીવન હરિપરાયણ કરવું, ભક્તિમય કરવું, એમ ગીતા ફરીફરીને કહે છે. સેવ્ય પરમાત્મા, હું સેવક અને સાધનરૂપ આ સૃષ્ટિ છે. આમ પરિગ્રહનું નામ સુદ્ધાં ભૂંસી નાખ્યું છે. પછી જીવનમાં બીજા કશાનીયે ફિકર જ રહેતી નથી.
Page – 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

૮૬. જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ ૨૨૦

 (૮૬.) આ રીતે કર્મમાં ભક્તિને ભેળવવાની છે એ આપણે અત્યાર લગી જોયું. પરંતુ તેમાં જ્ઞાન પણ જોઈએ. એ વગર ગીતાને સમાધાન નથી. પણ આ વાતનો અર્થ એવો નથી કે એ બધી ચીજો જુદી જુદી છે. બોલવામાં આપણે જુદી જુદી ભાષાનો પ્રયોગ કરીએ છીએ એટલો જ એનો અર્થ છે. કર્મ એટલે જ ભક્તિ છે. ભક્તિ કંઈક જુદી વસ્તુ છે અને તેને કર્મમાં ભેળવવાની છે એવું નથી. એવી જ વાત જ્ઞાનની છે. એ જ્ઞાન કેમ મળે ? ગીતા કહે છે, ‘ સર્વત્ર પુરૂષ-દર્શનથી  જ્ઞાન મળશે. ’ તું સેવા કરનારો જે સનાતન સેવક છે તે તું સેવા-પુરૂષ છે; પેલો જે પુરૂષોત્તમ છે તે સેવ્ય-પુરૂષ છે; અને નાના રૂપ ધારણ કરવાવાળી, વિવિધ પ્રકારનાં સાધનો પૂરાં પાડનારી આ નિત્ય વહેતી સૃષ્ટિ તે પણ પુરૂષ છે. 15.
Page – 221 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 16. આ દ્રષ્ટિ રાખવી એટલે શું કરવું ? બધે ઠેકાણે અવ્યંગ એટલે ખામી વગરનો પૂરેપૂરો સેવાભાવ રાખવો. તારા પગમાંની ચંપલ ચમચમ અવાજ કરે છે; તેને થોડું તેલ ચોપડ. ત્યાં પરમાત્માનો જ અંશ છે. એ ચંપલને બરાબર રાખ. પેલો સેવાનું સાધન એવો રેંટિયો છે. તેમાં તેલ પૂર. તે બૂમ પાડે છે, ‘ नेति नेति ’ – ‘ હું સૂતર કાંતવાનો નથી. ’ એ રેંટિયો, એ સેવાનું સાધન, એ પણ પુરૂષ જ છે. તેની માળ, તેની જનોઈ, તેને પણ બરાબર રાખ. આખી સૃષ્ટિને ચૈતન્યમય માન. તેને જડ ગણીશ મા. ૐકારનું સુંદર ગીત ગાનારો એ રેંટિયો શું જડ છે ? તે ખુદ પરમાત્માની મૂર્તિ છે. શ્રાવણની અમાસે આપણે पोळाનો ઉત્સવ ઉજવીએ છીએ. તે દિવસે અહંકાર છોડી આપણે બળદની પૂજા કરીએ છીએ. આ બહુ મોટી વાત છે. પોળાનો ખ્યાલ રોજ મનમાં રાખી, બળદની બરાબર માવજત કરી, તેની પાસેથી જે લાયક હોય તે કામ લો. પોળાને દિવસે જે ભક્તિ આપણે બતાવીએ છીએ તે, તે દહાડે જ પૂરી થઈ જાય એવું ન થવા દો. બળદ પણ પરમાત્માની જ મૂર્તિ છે. પેલું હળ, પેલાં ખેતીનાં બીજાં ઓજારો, એ બધાંને પણ બરાબર સંભાળો, સેવાનાં બધાંયે સાધનો પવિત્ર છે. આ દ્રષ્ટિ કેટલી વિશાળ છે તેનો ખ્યાલ કરો ! પૂજા કરવી એટલે ગુલાલ, કંકુ, ગંધ, ચોખા અને ફૂલો ચડાવવાં એટલું જ નથી. પેલાં વાસણોને માંજીને અરીસા જેવાં ચકચકતાં રાખવાં એ વાસણોની પૂજા થઈ. ફાનસને બરાબર લૂછીને સાફ રાખવું એ તેની પૂજા છે. દાતરડાની ધાર કાઢી ખેતીના કામને માટે હમેશ તૈયાર રાખવું એ તેની પૂજા છે. બારણાનું મિજાગરૂં કાટ ખાઈ ગયું છે. તેને તેલ મૂકીને સંતોષવું એ તેની પૂજા છે. જીવનમાં બધે આ દ્રષ્ટિ લાવવી, કેળવવી. સેવાદ્રવ્યને ઉત્તમ સ્થિતિમાં અને ચોખ્ખું, નિર્મળ રાખવું. ટૂંકમાં, હું અક્ષર પુરૂષ, પેલો પુરૂષોત્તમ અને આ સાધનરૂપ સૃષ્ટિ બધાંયે પુરૂષ છે, પરમાત્મા છે. સર્વત્ર, એક જ ચૈતન્ય ખેલી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું.
Page – 222 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 17. કર્મમાં ભક્તિ રેડી, અને હવે જ્ઞાન પણ રેડ્યું અને અપૂર્વ એવું જીવનનું દિવ્ય રસાયણ બનાવ્યું. છેવટે ગીતાએ અદ્વૈતમય સેવાના માર્ગ પર આપણને લાવી મૂક્યા. આખી સૃષ્ટિમાં ત્રણ પુરૂષો ઊભા છે. એક જ પુરૂષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરૂષ છે. કેવળ અદ્વૈત છે. ગીતાએ ઊંચામાં ઊંચા, પરમોચ્ચ શિખર પર અહીં આણીને આપણને મૂકી દીધા. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેમાં કશો વિરોધ ન રહ્યો.
 18. જ્ઞાનદેવે अमृतानुभवમાં મહારાષ્ટ્રને ગમતો દાખલો આપ્યો છે,
देव देऊळ परिवारु । कीजे कोरूनि डोंगरु ।
तैसा भक्तिचा वेव्हारु । कां न होआवा ।।
 – ‘ દેવ, મંદિર અને પરિવાર, એ બધાંને ડુંગર કોરીને બનાવ્યાં. ભક્તિનો એવો વહેવાર કેમ ન થાય ? ’ એક જ પથ્થરને કોર્યો, ત્યાં પથ્થરનું જ મંદિર, તે મંદિરમાં પથ્થરમાંથી જ કોરી કાઢેલો દેવ બેસાડ્યો, અને દેવની સામે પથ્થરનો જ એક ભક્ત, અને તેની પાસે પથ્થરમાંથી જ કોરી કાઢેલાં ફૂલો. આ બધો શણગાર જેમ પેલા એક જ પથ્થરના ખડકમાંથી બનાવે છે, એક જ અખંડ પથ્થર ત્યાં બધાં રૂપોમાં જુદા જુદા વેશ લઈને ઊભો હોય છે, તેવું ભક્તિના વહેવારમાં પણ કેમ ન થાય ? સ્વામી-સેવક સંબંધ કાયમ રહે છતાં એકતા કેમ ન થાય ? આ બાહ્યસૃષ્ટિ, આ પૂજાદ્રવ્ય અલગ હોવા છતાં પણ આત્મરૂપ શા સારૂ ન બને ? ત્રણે પુરૂષ એક જ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણે મળીને એક વિશાળ જીવન-પ્રવાહ નિર્માણ કરવાનો છે. આવો આ પરિપૂર્ણ પુરૂષોત્તમયોગ છે. સેવક, સ્વામી અને સેવાદ્રવ્ય એકરૂપ હોઈ ને ભક્તિ-પ્રેમની રમત રમવાની છે.
 19. આવો આ પુરૂષોત્તમયોગ જેના હ્રદયમાં પાકો ઠસી ગયો છે તે જ સાચી ભક્તિ કરે છે.
स सर्वविद् भजति मां सर्वभावे भारत
‘ તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મને ભજે ’
 – આવો પુરૂષ જ્ઞાની હોવા છતાં સંપૂર્ણ ભક્ત હોય છે. જેનામાં જ્ઞાન છે તેનામાં પ્રેમ પણ છે જ.
Page – 223 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 પરમેશ્વરનું જ્ઞાન અને પરમેશ્વરનો પ્રેમ એ બે જુદી ચીજો નથી. ‘ કારેલું કડવું ’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય તો પ્રેમ ઉત્પન્ન થતો નથી. કોઈક અપવાદ હોય એમ બને. પણ કડવાશ જણાઈ કે તેનો અણગમો થયા વગર રહેતો નથી. પણ સાકરનું જ્ઞાન થતાંની સાથે તે ઓગળવા માંડે છે. એકદમ પ્રેમનો ઝરો ઉત્પન્ન થાય છે. પરમેશ્વરની બાબતમાં જ્ઞાન થવું અને પ્રેમ ઉત્પન્ન થવો  એ બંને વાતો એકરૂપ છે. પરમેશ્વરના રૂપની જે મીઠાશ છે તેને શું આ રદ્દી સાકરની ઉપમા આપવી ? તે મધુર પરમાત્માનું જ્ઞાન થતાંની સાથે તાબડતોબ પ્રેમભાવ પણ ઉત્પન્ન થશે. જ્ઞાન થવું અને પ્રેમ થવો એ બે ક્રિયા જાણે કે ભિન્ન ક્રિયા જ રહેતી નથી. અદ્વૈતમાં ભક્તિ છે કે નથી એ વાદાવાદ છોડો. જ્ઞાનદેવે કહ્યું છે કે,
हें चि भक्ति हें चि ज्ञान । एक विठ्ठल चि जाण ।।
 – ‘ એ જ ભક્તિ, એ જ જ્ઞાન, એક વિઠ્ઠલને જ જાણ. ’ ભક્તિ અને જ્ઞાન એક જ ચીજનાં બે નામ છે.
 20. પરમભક્તિ જીવનમાં આવે એટલે તે પછી થતું કર્મ, ભક્તિ તેમ જ જ્ઞાનથી જુદું હોતું નથી. કર્મ, ભક્તિ અને જ્ઞાન મળીને એક જ રમણીય, રૂડું રૂપાળું રૂપ બને છે. આ રમણીય રૂપમાંથી અદભૂત પ્રેમમય, જ્ઞાનમય સેવા સહેજે નિર્માણ થાય છે. મા પર મારો પ્રેમ છે પણ તે પ્રેમ કર્મમાં પ્રગટ થવો જોઈએ. પ્રેમ હંમેશાં મહેનત કરે છે, સેવામાં પ્રગટ થાય છે. પ્રેમનું બાહ્ય રૂપ તે જ સેવા છે. પ્રેમ અનંત સ્વા કર્મોનો વેશ લી નાચે છે. પ્રેમ હોય ત્યાં જ્ઞાન પણ આવે છે. જેની સેવા કરવાની છે તેને કઈ સેવા ગમશે એ વાતનું મને જ્ઞાન હોવું જોઈએ. નહીં તો સેવા કુસેવા ગણાશે. સેવ્ય વસ્તુનું જ્ઞાન પ્રેમને હોવું જોઈએ. પ્રેમનો પ્રભાવ કાર્ય મારફતે ફેલાય તેટલા ખાતર જ્ઞાનની જરૂર છે. પણ મૂળમાં પ્રેમ જોઈએ. તે ન હોય તો જ્ઞાન નિરૂપયોગી છે. પ્રેમથી થનારૂં કર્મ સાદા કર્મથી જુદું હોય છે. ખેતરમાં કામ કરી ઘેર આવેલા દીકરા તરફ ઘરડી મા પ્રેમથી જુએ છે અને ‘ થાક્યો છે બેટા ! ’ એમ કહે છે. પણ એ નાના સરખા કર્મમાં કેટલું બધું સામર્થ્ય હોય છે ! જીવનનાં સર્વ કર્મોમાં જ્ઞાન અને ભક્તિ રેડો. એને જ પુરૂષોત્તમયોગ કહે છે.
Page – 224 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે

૮૭. સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે ૨૨૪

 (૮૭.) આ સર્વ વેદનો સાર છે. વેદ અનંત છે. પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરૂષોત્તમયોગ છે. આ વેદ ક્યાં છે ? વેદની બડી ખૂબી છે. વેદનો સાર ક્યાં છે ? અધ્યાયના આરંભમાં જ કહ્યું છે,
“ छंदांसि यस्य पर्णानि ” — “ શ્રુતિઓ પાંદડાં કહ્યાં. ”
 અરે, એ વેદ આ સંસાર વૃક્ષને પાંદડે પાંદડે ભરેલો છે. વેદ પેલી સંહિતામાં, તારી પોથીમાં લપાયેલો નથી. તે વિશ્વમાં બધે ફેલાયેલો છે. પેલો અંગ્રેજ કવિ શેકસપિયર કહી રહ્યો છે કે, ‘ વહેતાં ઝરણાંઓમાં સદગ્રંથ મળે છે, પથ્થરોમાંથી પ્રવચનો સંભળાય છે. ’ ટુંકમાં વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી. તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે. 21.
 22. प्रभाते करदर्शनम् । સવારે ઊઠતાંની સાથે પહેલી આપણી હથેળી જોવી. બધા વેદ એ હાથમાં છે. “ સેવા કર ” એમ તે વેદ તને કહે છે. ગઈ કાલે હાથ થાક્યા હતા કે નહીં, આજે મહેનત કરીને થાકવાને તૈયાર છે કે નથી, તેને આંટણ પડ્યાં છે કે નથી એ જુઓ. સેવા કરતાં કરતાં હાથ ઘસાય છે ત્યારે બ્રહ્મલિખિત ખુલ્લું થાય છે એવો प्रभाते करदर्शनम् । નો અર્થ છે.
 23. કહે છે, વેદ ક્યાં છે ? અરે, તે તારી પાસે જ છે ! તમને ને અમને, આ વેદ જન્મથી જ આવી મળેલો છે. હું જ જીવંત વેદ છું. અત્યાર સુધીની આખીયે પરંપરા મને પચી ગઈ છે. હું તે પરંપરાનું ફળ છું.  વેદબીજનું જે ફળ તે જ હું છું. મારા એ ફળમાં અનંત વેદોનું બીજ મેં સંઘરેલું છે. મારા પેટમાં વેદ પાંચપચાસગણો મોટો થયો છે.
 24. ટૂંકમાં વેદનો સાર આપણા હાથમાં છે. સેવા, પ્રેમ અને જ્ઞાન પર જીવનની રચના કરવાની છે. એટલું કરો કે વેદ હાથમાં જ છે. હું જે અર્થ કરીશ તે જ વેદ છે. વેદ ક્યાંયે બહાર નથી. वेदांचा तो अर्थ आम्हांस्त्री च ठावा – વેદના તે અર્થને અમે જ જાણીએ છીએ એમ સેવામૂર્તિ સંતો કહે છે.
Page – 225 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 “ સર્વ વેદો મને જ એકને જાણે છે, ઓળખે છે. હું જ બધા વેદનો સાર પુરૂષોત્તમ છું.” એમ ભગવાન કહી રહ્યા છે. આવો આ વેદનો સાર, આ પુરૂષોત્તમયોગ આપણે જીવનમાં પચાવી શકીએ તો કેટલો બધો આનંદ ઊપજે ! પછી તે પુરૂષ જે જે કંઈ કરે છે, તેમાથી વેદ પ્રગટ થાય છે એમ ગીતા સૂચવી રહી છે. આ અધ્યાયમાં આખીયે ગીતાનો સાર છે. ગીતાની શીખ અહીં પૂર્ણપણે પ્રગટ થઈ છે. તેને જીવનમાં ઉતારવાને સારૂ સૌ કોઈએ રાત ને દિવસ મથ્યા કરવું, બીજું શું ?

     

Page – 201 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો
૭૯. સ્વધર્મ  કેવી રીતે નક્કી કરવો ૨૦૧

 (૭૯.) આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો એવો કોઈ સવાલ કરે તો તેનો જવાબ એટલો એક જ છે કે, ‘ તે સ્વાભાવિક હોય છે. ’ સ્વધર્મ સહજ હોય છે. તેને શોધવાનો ખ્યાલ જ વિચિત્ર લાગે છે. માણસ જન્મે છે તે જ વખતે તેની સાથે તેનો સ્વધર્મ પણ જન્મે છે. છોકરાને મા જેમ શોધવી પડતી નથી તે જ પ્રમાણે સ્વધર્મ પણ શોધવાનો રહેતો નથી. તે આગળથી આવી મળેલો હોય છે. આપણા જન્મ પહેલાં આ દુનિયા હતી, અને આપણી પાછળ પણ રહેવાની છે. આપણી પાછળ મોટો પ્રવાહ હતો. આગળ પણ તે જ વહે છે. આવા ચાલુ પ્રવાહમાં આપણે જન્મ લઈએ છીએ. જે માબાપને પેટે જન્મ થયો તેમની સેવા, જે આડોશી-પાડોશીની વચ્ચે જન્મ્યો તેમની સેવા, એ વાતો કુદરતી રીતે જ મને આવી મળેલ છે. વળી, મારી પોતાની વૃત્તિઓ તો મારા અનુભવની જ છે ને ? મને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એટલે ભૂખ્યાંને ખવડાવવું, તરસ્યાંને પાણી પાવું એ ધર્મ મને સ્વાભાવિક રીતે ચાલુ પ્રવાહમાંથી આવી મળ્યો છે. આવી જાતનો આ સેવારૂપ, ભૂતદયારૂપ સ્વધર્મ આપણે શોધવો પડતો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું.
 સેવકને સેવા ઢૂંઢવી પડતી નથી, તે તેની મેળે તેની પાસે આવીને ઊભી રહે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનાયાસે આવી મળેલું કર્મ હમેશ ધર્મ્ય જ હોય છે એવું નથી. કોઈક ખેડૂત રાતના આવીને મને કહે કે, ‘ ચાલો, પેલી વાડ આપણે ચારપાંચ હાથ આગળ ખસેડીએ. મારૂં ખેતર એટલું વધશે. વગર ધાંધલે ચૂપચાપ કામ થઈ જશે. ’ આવું કામ પડોશી મને બતાવે છે, તે કુદરતી રીતે મને આવી મળતું દેખાય છે તો પણ અસત્ય, ખોટું હોવાથી મારૂં કર્તવ્ય બનતું નથી. 17.
 18. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા મને રૂડી લાગે છે તેનું કારણ એ છે કે તેમાં સ્વાભાવિકતા અને ધર્મ છે. એ સ્વધર્મ ટાળ્યે ચાલે એવું નથી. જે માબાપ મને મળ્યાં તે જ મારાં માબાપ છે. તે મને ગમતાં નથી એમ કહ્યે કેમ ચાલશે ? માબાપનો ધંધો સ્વભાવથી જ છોકરાને પ્રાપ્ત થાય છે.
Page – 202 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

  જે ધંધો પરાપૂર્વથી ચાલતો આવેલો છે તે નીતિવિરૂદ્ધ ન હોય તો કરવો, તે જ ઉદ્યોગ આગળ ચાલુ રાખવો એ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થામાં રહેલી એક મોટી વિશેષતા છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા જે બગડી ગઈ છે, તેનો અમલ કરવો અઘરો થઈ ગયો છે. પણ તેની વ્યવસ્થા બરાબર ઊભી કરી શકાય, તેની ગડી બરાબર બેસાડી શકાય તો બહુ સારું થાય એમ છે.નહી તો આજે માણસનાં શરૂઆતનાં પચ્ચીસ ત્રીસ વરસ નવો ધંધો શીખવામાં જાય છે. ધંધો શીખી લીધા પછી માણસ સેવાનાં, કર્મનાં ક્ષેત્ર ઢૂંઢવા નીકળે છે. આમ તે જિંદગીનાં શરૂઆતનાં પચ્ચીસ વરસ શીખતો જ રહે છે. આ શીખવાની વાતનો જીવન સાથે જરાયે સંબંધ નથી. કહે છે, આગળ જીવવા માટેની તે તૈયારી કરે છે ! એટલે સરવાળે શીખે છે ત્યારે જીવતો નથી હોતો એમ ને ? જીવવાનું પછી એમ ને ? કહે છે,પહેલાં એક વાર બધું બરાબર શીખી લેવું. તે પછી જીવવું. જીવવાનું અને શીખવાનું એ બે વાતો જાણે કે જુદી પાડી નાખવામાં આવી છે ! પણ જ્યાં જીવવાની વાતનો સંબંધ નથી તે મરણ કે બીજું કંઈ ? હિંદુસ્તાનમાં માણસની સરેરાશ આવરદા તેવીસ વરસ ગણાય છે. અને આ તો પચ્ચીસ વરસ તૈયારી કરવામાંથી પરવારતો નથી ! આમ પહેલાં નવો ધંધો શીખવામાં દિવસો નીકળી જાય છે. પછી ક્યાંક ધંધો શરૂ કરવાની વાત ! આને લીધે ઉમેદનાં, મહત્વનાં વરસો ફોગટ જાય છે. જે ઉત્સાહ, જે ઉમેદ, જે હોંસ જનસેવામાં ખરચી આ દેહનું સાર્થક કરવાનું છે તે બધાં આમ નકામાં જાય છે. જીવન એ કંઈ રમત નથી; પણ જીવનને માટે ધંધો ઢૂંઢવામાં જ શરૂઆતનું કીમતી આયુષ્ય વહી જાય છે એ દુઃખની વાત છે. હિંદુધર્મે આટલા જ ખાતર વર્ણધર્મની વ્યવસ્થાની યુક્તિ કાઢી હતી.
 19. પણ ચાતુર્વર્ણ્યની કલ્પના એક વાર બાજુએ રાખીએ તોયે બધાં રાષ્ટ્રોમાં બધે ઠેકાણે, જ્યાં ચાતુર્વર્ણ્ય નથી ત્યાં પણ સ્વધર્મ સૌ કોઈને પ્રાપ્ત થયેલો છે. આપણે સૌ એક પ્રવાહમાં કોઈક એક પરિસ્થિતિ સાથે લઈને જન્મ્યા હોવાથી સ્વધર્માચરણરૂપ કર્તવ્ય આપણને સૌને આપોઆપ પ્રાપ્ત થયેલું હોય છે.
Page – 203 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

તેથી દૂરનાં કર્તવ્યો, જેમને નામનાં જ કર્તવ્ય કહી શકાય, તે ગમે તેટલાં રૂડાંરૂપાળાં દેખાતાં હોય તો પણ માથે લેવાં એ બરાબર નથી. ઘણી વાર આઘેનું સારૂં દેખાય છે. ડુંગરા દૂરથી રળિયામણા. માણસ આઘેનું જોઈને ભુલાવામાં પડે છે. માણસ ઊભો હોય છે ત્યાં પણ ધૂમસ ઘાડું હોય છે. પણ પાસેનું તેને દેખાતું નથી અને તે આઘે આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ત્યાં આઘે જે માણસ ઊભો હોય છે તે આના તરફ આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ધૂમસ તો બધે છે. પણ પાસેનું નજરમાં આવતું નથી. માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે. પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે ! પણ એ મોહ છે. એને ટાળવો જ જોઈએ. પ્રાપ્ત એટલે કે આવી મળેલો સ્વધર્મ સાદો હોય, ઓછો લાગે, નીરસ ભાસે, તોયે મને જે સહેજે આવી મળ્યો છે તે જ સારો, તે જ સુંદર છે. દરિયામાં ડૂબતા માણસને ધારો કે એકાદ ગડગૂમડિયો લાકડાનો ટોલો મળ્યો; પાલીસ કરેલો, સુંવાળો, સુંદર નહીં હોય તો પણ તે જ તેને તારશે. સુથારના કારખાનામાં ઘણા સફાઈદાર, સુંવાળા, નકસીદાર લાકડાના ટોલા પડયા હશે. પણ તે બધા રહ્યા કારખાનામાં ને આ તો અહીં દરિયામાં ડૂબવા બેઠો છે. એને માટે પેલો ગડગૂમડિયો ટોલો જેમ તારનારો નીવડે છે, તેને જ તેણે વળગવું જોઈએ, તેમ જે સેવા મને પ્રાપ્ત થઈ છે તે ઊતરતી લાગતી હોય તો પણ તે જ મારે સારૂ ઉપયોગી છે. તેમાં જ મશગૂલ થઈ રહેવાનું મને શોભે. તેમાં જ મારો ઉદ્ધાર છે. બીજી સેવા ઢૂંઢવા નીકળું તો આ હાથમાં છે તે જાય અને પેલી પણ જાય. આમ કરવા જતાં સેવાવૃત્તિને જ હું ગુમાવી બેસું છું. એથી માણસે સ્વધર્મરૂપી કર્તવ્યમાં મશગૂલ રહેવું જોઈએ.
 20. સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે કારણકે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંક ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે.
 Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

 નદી શાંત અને ઊંડી હોય તો ગમે તેટલું પાણી આવે તેને પોતાના ઉદરમાં સમાવી લે છે. સ્વધર્મની નદી માણસનું બધુંયે બળ, તેનો બધોયે વેગ, તેની બધી શક્તિ પોતાનામાં સમાવી શકે છે. સ્વધર્મમાં જેટલી શક્તિ ખરચો તેટલી ઓછી છે. સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે. ચંચળપણું ચાલ્યું જશે. આ રીતે રજોગુણને જીતવો જોઈએ.
Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ
૮૦. સત્વગુણ અને તેનો ઈલાજ ૨૦૪

 (૮૦) હવે રહ્યો સત્વગુણ. એની સાથે સાવધ રહીને કામ લેવું જોઈએ. એનાથી આત્માને અળગો કેવી રીતે પાડવો ? આ વાત સૂક્ષ્મ વિચારની છે. સત્વગુણનો છેક નિકાલ લાવવાનો નથી. રજ-તમનો છેક ઉચ્છેદ કરવો પડે છે. પણ સત્વગુણની ભૂમિકા જરા જુદી છે. માણસોનું મોટું ટોળું એકઠું મળ્યું હોય અને તેને વિખેરી નાખવું હોય તો ‘ કમ્મપની ઉપર ગોળી ન છોડતાં નીચે પગ તરફ ગોળી છોડો, ’ એવો હુકમ સિપાઈઓને આપવામાં આવે છે. એથી માણસ મરતો નથી પણ ઘાયલ થાય છે. તે પ્રમાણે સત્વગુણને ઘાયલ કરવાનો છે, ઠાર મારવાનો નથી. રજોગુણ અને તમોગુણ જતા રહ્યા પછી શુદ્ધ સત્વગુણ બાકી રહે છે. શરીર છે ત્યાં સુધી કોઈ ને કોઈ ભૂમિકા પર રહેવું જ પડે છે. રજ-તમ જતા રહે પછી જે સત્વગુણ રહે છે તેનાથી અળગા થવું એટલે શું ?
 સત્વગુણનું અભિમાન ઘર કરી જાય છે. તે અભિમાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપ પરથી નીચો પાડે છે. ધારો કે ફાનસ બળે છે. તેની જ્યોતનું અજવાળું સ્વચ્છ, ચોખ્ખું  બહાર પડે તેટલા ખાતર અંદરની મેસ બરાબર લૂછીને સાફ કરવી પડે છે. અંદરથી મેસ તો લૂછી કાઢી પણ કાચની ચીમની પર બહાર ધૂળ લાગી હોય તેને પણ લૂછી નાખવી પડે છે. તેવી જ રીતે આત્માની પ્રભાની ફરતે તમોગુણની જે મેસ ચડી હોય તેને ઘસીને લૂછી સાફ કરવી જ જોઈએ. પછી રજોગુણની ધૂળ પણ બરાબર લૂછી નાખવી જોઈએ. તમોગુણને ધોઈ કાઢયો અને રજોગુણને સાફ કર્યો. હવે શુદ્ધ સત્વગુમની ચીમની રહી. એ સત્વગુણને પણ દૂર કરવો જોઈએ. એટલે શું પેલી કાચની ચીમની પણ ફોડી નાખવી ? ના.
Page – 205 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 ચીમની ફોડી નાખવાથી દીવાનું કામ થતું નથી. જ્યોતનું અજવાળું ફેલાય તે માટે ચીમનીની જરૂર રહે જ છે. એ શુદ્ધ, ચકચકતા કાચને ફોડી ન નાખતાં આંખ તેને લીધે અંજાઈ ન જાય તેટલા ખાતર નાનોસરખો કાગળનો કકડો આડો રાખવો. આંખને અંજાવા દેવી નથી. સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે. પણ સાવધ રહીને, યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. 21.
 22. સત્વગુણના આ અહંકારને કેવી રીતે જીતવો ? એ માટે એક ઉપાય છે. સત્વગુણને આપણામાં સ્થિર કરવો. સત્વગુણનું અભિમાન સાતત્યથી જાય છે. સત્વગુણનાં કર્મો એકધારાં કરતા રહી તેને આપણો સ્વભાવ બનાવવો. સત્વગુણ જાણે ઘડીભર આપણે ત્યાં પરોણો આવ્યો હોય એવી સ્થિતિ રહેવા ન દેતાં, તેને આપણા ઘરનો બનાવી દેવો. જે ક્રિયા કોઈ કોઈ વાર આપણે હાથે થાય છે તેનું આપમને અભિમાન આવે છે.પણે રોજ ઊંઘીએ છીએ તેની વાત બીજાને કહેવા દોડતા નથી. પણ કોઈ માંદા માણસને પંદર દહાડા સુધી ઊંઘ ન વી હોય અને પછી જો થોડી આવી ગઈ તો તે સૌ કોઈને કહેતો ફરે છે કે, ‘ કાલ તો ભાઈ થોડી ઊંઘ આવી ! ’ તેને તે વાત ઘણી મહત્વની લાગે છે અથવા  એથીયે વધારે સારો દાખલો લેવો હોય તો શ્વાસોચ્છવાસનો લઈ શકાય. ચોવીસ કલાક એકધારો શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે છે. પણ આપણે આવતા જતા સૌને તેની વાત કહેવા બેસતા નથી. ‘ હું શ્વાસોચ્છવાસ કરનારો મહાન જીવ છું, ’ એવી બડાઈ કોઈ મારતું નથી. હરિદ્વાર આગળ ગંગામાં છોડી દીધેલી સળી કલકત્તા સુધી પંદરસો માઈલ વહેતી વહેતી જાય છે પણ તે તેની બડાઈ મારવા બેસતી નથી. તે સહેજે પ્રવાહની સાથે વહેતી વહેતી આવે છે. પણ કોઈ માણસ ભર રેલમાં પાણીના પ્રવાહની સામે દસ હાથ તરીને જાય તો કેવી બડાઈ મારશે ? સારાંશ કે જે સ્વાભાવિક વસ્તુ છે તેનો અહંકાર થતો નથી.
Page – 206 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 23. એકાદું સારૂં કામ આપણે હાથે થાય છે તો તેનું આપણને અભિમાન ચડે છે. શાથી ? કારણ તે વાત સહેજે બની નથી, તેથી. છોકરાને હાથે કંઈક એકાદ સારૂં કામ થાય છે ત્યારે મા તેના વાંસા પર હાથ ફેરવે છે. નહીં તો સાધારણ રીતે તેની પીઠ પર માની સોટી જ ફરતી હોય છે. રાતના ઘાડા અંધારામાં એકાદ આગિયો ચમકારા મારતો હશે તો તેની એંટ કેવી હોય તે પૂછશો મા. પોતાનો બધો ચમકારો તે એકી વખતે બતાવી દેતો નથી. વચ્ચે ટમટમે છે ને પાછો અટકી જાય છે. વળી ટમટમે છે. અજવાળાની તે ઉઘાડઢાંક કર્યા કરે છે. તેનો પ્રકાશ એકધારો રહે તો તેનું તેને અભિમાન નહીં રહે. સાતત્યમાં ખાસ લાગવાપણું રહેતું નથી. તે જ પ્રમાણે સત્વગુણ આપણી ક્રિયાઓમાં સતત પ્રગટ થતો રહેતો હોય તો પછી તે આપણો સ્વભાવ બની જશે. સિંહને શૌર્યનું અભિમાન હોતું નથી, તેનું તેને ભાન સરખું હોતું નથી. તે પ્રમાણે સાત્વિક વૃત્તિ એટલી સહજ થવા દો કે આપણે સાત્વિક છીએ એનું આપણને સ્મરણ સરખું ન રહે. અજવાળું આપવાની સૂરજની નૈસર્ગિક ક્રિયા છે. તેનું તેને અભિમાન થતું નથી. એ માટે સૂર્યને માનપત્ર આપવા જશો તો તે કહેશે, ‘ હું પ્રકાશ આપું છું એટલે શું કરૂં છું ? પ્રકાશ આપવો એ જ મારી હયાતી છે. અજવાળું ન આપું તો હું મરી જાઉં. મને એ સિવાય બીજી વાતની ખબર જ નથી. ’ આ જેવું સૂર્યનું છે, તેવું સાત્વિક માણસનું થવું જોઈએ. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં ચડે. સત્વગુણને ફીકો પાડવાની, તેને જીતવાની આ એક યુક્તિ થઈ.
 24. હવે બીજી યુક્તિ સત્વગુણની આસક્તિ સુદ્ધાં છોડી દેવી તે છે.અહંકાર અને આસક્તિ એ બંને જુદી જુદી ચીજો છે. આ થોડો સૂક્ષ્મ વિચાર છે. દાખલાથી ઝટ સમજાશે. સત્વગુણનો અહંકાર ગયો હોવા છતાં આસક્તિ રહી જાય છે. શ્વાસોચ્છવાસનો જ દાખલો લઈએ. શ્વાસોચ્છવાસનું આપણને અભિમાન થતું નથી, પણ તેમાં આસક્તિ ઘણી હોય છે.
Page – 207 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 પાંચ મિનિટ શ્વસોચ્છવાસ ચલાવશો નહીં એમ કોઈ કહે તો તે બની શકતું નથી. નાકને શ્વાસોચ્છવાસનું અભિમાન નહીં હોય પણ હવા તે એકધારી લેતું રહે છે. પેલી સૉક્રેટિસની મજાક જાણો છો ને ? સૉક્રેટિસનું નાક હતું ચીબું. લોકો તેને હસતા. પણ રમૂજી સૉક્રેટિસ કહેતો, ‘ મારૂં જ નાક સુંદર છે. મોટાં નસકોરાંવાળું નાક અંદર ભરપૂર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે. તાત્પર્ય કે નાકને શ્વાસોચ્છવાસનો અહંકાર નથી પણ આસક્તિ છે. સત્વગુણની પણ એવી જ આસક્તિ થાય છે. દાખલા તરીકે ભૂતદયાની વાત લો. આ ગુણ અત્યંત ઉપયોગી છે. પણ તેની આસક્તિથીયે અળગા થતાં આવડવું જોઈએ. ભૂતદયા જોઈએ પણ આસક્તિ ન જોઈએ.
 સંતો સત્વગુણને લીધે બીજાં લોકોને માર્ગદર્શક થાય છે. તેમનો દેહ ભૂતદયાને લીધે સાર્વજનિક બને છે. માખીઓ જેમ ગોળને ઢાંકી દે છે તેમ આખી દુનિયા સંતોને પ્રેમના આવરણમાં વીંટી લે છે. સંતોમાં પ્રેમનો એટલો બધો પ્રકર્ષ થાય છે કે આખુંયે વિશ્વ તેમના પર પ્રેમ રાખે છે. સંતો પોતાના દેહની આસક્તિ છોડી દે છે. પણ આખા જગતની આસક્તિ તેમને વળગે છે. આખું જગત તેમનો દેહ સંભાળવા મંડે છે. પરંતુ એ આસક્તિ પણ સંતોએ દૂર કરવી જોઈએ. જગતનો આ જે પ્રેમ છે, આ જે મોટું ફળ છે તેનાથી પણ આત્માને અળગો પાડવો જોઈએ. હું કંઈક વિશેષ છું, એવું કદી લાગવું ન જોઈએ. આ રીતે સત્વગુણને પોતાનામાં પચાવવો જોઈએ.
 25. પહેલાં અભિમાન જીતી લેવું ને પછી આસક્તિને જીતવી. સાતત્યવડે અહંકારને જીતી શકાશે. ફળની આસક્તિ છોડી, સત્વગુણને લીધે મળનારૂં ફળ પણ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ જીતી લેવી. જીવનમાં સત્વગુણને સ્થિર કરી લીધા પછી કોઈક વાર સિદ્ધિના રૂપમાં તો કોઈક વાર કિર્તિના રૂપમાં ફળ સામું આવી ઊભું રહે છે. પણ તે ફળનેયે તુચ્છ લેખજો. ફળ ગમે તેવું મોહક હોય, રસાળ હોય તોયે આંબાનું ઝાડ પોતાનું એક પણ ફળ જાતે ખાતું નથી. એ ફળ ખાવા કરતાં ન ખાવામાં જ તેને વધારે મીઠાશ લાગે છે. ઉપભોગના કરતાં ત્યાગ મીઠો છે.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 26. જીવનનાં બધાંયે પુણ્યના પ્રતાપે મળનારા પેલા સ્વર્ગસુખના મોટા ફળનેયે ધર્મરાજાએ છેવટે લાત મારી. જીવનમાં કરેલા બધા ત્યાગો પર તેમણે આ કામથી કળશ ચડાવ્યો. સ્વર્ગનાં પેલાં મીઠાં ફળ ચાખવાનો તેમને હક હતો. પણ એ ફળ તે ચાખવા બેઠા હોત તો બધું પુણ્ય પરવારી જાત.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति
– પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિષે પ્રવેશે
 એ ચકરાવો પાછો તેમની પાછળ પડયો હોત. ધર્મરાજાનો આ કેવડો મોટો ત્યાગ ! તે હંમેશ મારી નજર આગળ તર્યા કરે છે. આવી રીતે સત્વગુણના આચરણમાં એકધારા મંડયા રહી અહંકારને જીતી લેવો. તટસ્થ રહી સર્વ ફળો ઈશ્વરને અર્પી તેની આસક્તિને પણ જીતી લેવી એટલે સત્વગુણને જીતી લીધો જાણવો.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

૮૧. છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય ૨૦૮
 (૮૧.) હવે એક ચેવટની વાત કરી લઈએ. તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લો, ફળની આસક્તિ પણ છોડી દો, છતાં જ્યાં લગી આ દેહ વળગેલો છે ત્યાં લગી વચ્ચે વચ્ચે પેલા રજ-તમના હુમલા થયા વગર રહેતા નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગશેયે ખરૂં. પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગ્રત રહેવું જોઈએ. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતો નિર્માણ થાય છે, તેમ રજ-તમના જોરાવર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતો નિર્માણ કરે છે. તેથી જરાયે છિદ્ર રહેવા ન દેશો. કડક પહેરો રાખજો. અને ગમે તેટલા ખબરદાર રહેશો તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ એ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં.
 28. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી. તો કેવી રીતે બનશે ? અભ્યાસથી થશે ? ના. એક જ ઉપાય છે.તે ઉપાય ‘ હ્રદયની અત્યંત ઊંડી લાગણીથી, ખૂબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો ’ એ છે.
Page – 209 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

 રજ-તમ-ગુણોને જીતી લેશો, સત્વગુણને સ્થિર કરી તેના ફળની આસક્તિને પણ એક વાર જીતી લેશો છતાં તેટલાથીયે કામ સરવાનું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એ બનવાનું નથી. છેવટે તે માટે પરમેશ્વરની કૃપા જોઈએ. તેની કૃપાને માટે અંતરની ઊંડી લાગણીવાળી ભક્તિથી પાત્ર બનવું જોઈએ. એ વિના બીજો ઉપાય મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે અર્જુને ભગવાનને એ સવાલ પૂછ્યો અને ભગવાને જવાબ આપ્યો કે, ‘ અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલે પાર જઈ શકે છે. એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ નથી. ’ ભક્તિનો આ સહેલો ઉપાય છે. આ એક જ માર્ગ છે.

     

     
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક -૧૭૦ – ૧૯૦

Page – 170 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

અધ્યાય તેરમો

આત્માનાત્મવિવેક

 ૬૭. વ્યાસે પોતના જીવનનો સાર ભગવદગીતામાં રેડ્યો છે. વ્યાસે વિસ્તારપૂર્વક બીજાં લખાણો ઘણાં કર્યાં છે. એકલી મહાભારતની સંહિતાના શ્લોકો લાખ સવાલાખ છે. સંસ્કૃત ભાષામાં વ્યાસ શબ્દનો અર્થ જ મૂળમાં ‘ વિસ્તાર ’ એવો થઈ ગયો છે. પણ ભગવદગીતામાં વ્યાસની વિસ્તાર કરવાની વૃત્તિ નથી. ભૂમિતિમાં યુક્લિડે જેમ તત્વો બતાવ્યાં, સિદ્ધાંતો જણાવ્યા તેમ વ્યાસદેવે જીવનને ઉપયોગી તત્વો નોંધ્યા છે. ભગવદગીતામાં વિશેષ ચર્ચા નથી, વિસ્તાર, ફેલાવો, કશું નથી. એનું મુખ્ય કારણ એવું છે કે ગીતામાં જે બાબતો રજુ કરવામાં આવી છે તેમનો જીવનમાં હરેક જણ જાતે તપાસી તાળો મેળવી શકે છે. એ બાબતો એ રીતે ચકાસીને તાળો મેળવવાને ખાતર કહેવામાં આવી છે. જીવનને ઉપયોગી જેટલી ચીજો છે તેટલી જ ગીતામાં કહી છે. એ બાબતો કહેવાનો ઉદ્દેશ આટલો જ હતો. તેથી ટૂંકમાં તત્વો નોંધી ભગવાન વ્યાસે સંતોષ માન્યો છે. એમની એ સંતોષવૃત્તિમાં સત્ય પરનો અને આત્માનુભવ પરનો એમનો ભારે વિશ્વાસ આપણને જોવાનો મળે છે. જે ચીજ સત્ય છે તેના મંડનને સારૂ ખાસ દલીલ કે વધારે યુક્તિની જરૂર રહેતી નથી.  1.
 2. જે જે વખતે આપણને ગીતાની મદદની જરૂર પડે તે તે વખતે ગીતા પાસેથી આપણને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશથી આપણે અત્યારે ગીતા તરફ જોઈએ છીએ. એવી મદદ આપણને હંમેશ મળી રહે તેવી છે. ગીતા જીવનોપયોગી શાસ્ત્ર છે. તેથી જ ગીતામાં સ્વધર્મની વાત પર ભાર મૂક્યો છે. સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. એ પાયો જેટલો દ્રઢ હશે તેટલી ઈમારત ટકી રહેશે. આ સ્વધર્માચરણને ગીતાએ કર્મ કહ્યું છે. એ સ્વધર્માચરણરૂપ કર્મની ફરતે અનેક વસ્તુઓ ગીતાએ ઊભી કરી છે; તેના રક્ષણને માટે અનેક વિકર્મો રચ્યાં છે. સ્વધર્માચરણને શણગારવા ને તેને રૂડું રૂપાળું, સુંદર બનાવવાને માટે, તેને સફળ કરવાને માટે જે જે મદદની અપેક્ષા હોય તે બધી મદદ, તે બધો આધાર, બધો ટેકો આ સ્વધર્માચરણરૂપ કર્મને આપવો જરૂરી છે. એથી આપણે અત્યાર સુધીમાં ઘણી બાબતો જોઈ ગયા. તેમાંની ઘણીખરી ભક્તિના સ્વરૂપની છે. આજે તેરમા અધ્યાયમાં જે બાબત જોવાની છે તે પણ સ્વધર્માચરણને ઘણી ઉપયોગી છે. એ બાબત વિચારના ક્ષેત્રની છે.
Page – 171 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

 3. સ્વધર્માચરણ કરવાવાળાએ ફળનો ત્યાગ કરવો એ મુખ્ય વાત ગીતામાં બધે ઠેકાણે કહી છે. કર્મ કરવું ને તેનું ફળ છોડવું. ઝાડને પાણી પાવું, તેને માવજત કરી ઉછેરવું પણ તેના છાંયડાની, તેનાં ફૂલોની, તેનાં ફળની પોતાને માટે અપેક્ષા ન રાખવી. આવો એ સ્વધર્માચરણરૂપ કર્મયોગ છે. કર્મયોગનો અર્થ કેવળ કર્મ કરવું એટલો નથી. કર્મ આ સૃષ્ટિમાં સર્વત્ર ચાલી રહેલું છે. તે કહેવાની જરૂર નથી; પણ ખાલી કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ બરાબર કરતા રહી તેનું ફળ છોડી દેવું એ વાત બોલવામાં સહેલી છે, સમજવામાંય  સહેલી હશે પણ આચરવી અઘરી છે. કારણકે ફળની વાસનાને જ મૂળમાં કાર્યને પ્રેરનારી શક્તિ માનેલી છે. ફળની વાસના છોડી કર્મ કરવું એ ઊલટો રસ્તો છે. વહેવારમાં, સંસારમાં જે વર્તન છે તેનાથી આ અવળી ક્રિયા છે. જે કોઈ પુષ્કળ કર્મ કરે છે તેના જીવનમાં ગીતાનો કર્મયોગ છે એમ આપણે ઘણી વાર કહીએ છીએ. પુષ્કળ કર્મ કરી છૂટનારનું જીવન કર્મયોગમય છે એવું આપણે બોલીએ છીએ. પણ આવો શબ્દપ્રયોગ આપણી ભાષાના ઢીલાપણાને લીધે આપણે કરીએ છીએ. ગીતાની વ્યાખ્યા મુજબનો એ કર્મયોગ નથી. કર્મ કરવાવાળા લાખો લોકોમાંથી, માત્ર કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ કરવાવાળા લાખોમાંથી પણ ગીતામાં કહેલા કર્મયોગનું આચરણ કરનારો બહુ તો એકાદ મળશે. કર્મયોગના સૂક્ષ્મ અને સાચા અર્થમાં જોઈએ તો એવો સંપૂર્ણ કર્મયોગી મળવો વિરલો છે. કર્મ કરવું અને તેનું ફળ છોડી દેવું, એ વસ્તુ તદ્દન અસામાન્ય છે. ગીતામાં અત્યાર સુધી આ જ પૃથક્કરણ રજૂ થયું છે.
Page – 172 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

 4. એ જ પૃથક્કરણને ઉપયોગી એવું બીજું એક પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં બતાવ્યું છે. કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી એ જે પૃથક્કરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથક્કરણ દેહ ને આત્માનું છે. એ પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. આંખ વડે આપણે રૂપ જોઈએ છીએ. તે રૂપને આપણે મૂર્તિ, આકાર, દેહ કહીને ઓળખાવીએ છીએ. બાહ્ય મૂર્તિ અથવા આકારનો પરિચય આપણને આંખ વડે થાય છે ખરો પણ વસ્તુના અંતરમાંયે આપણે પ્રવેશ કરવો પડે છે. ફળની ઉપરની છાલ કાઢીને અંદરનો ગર આપણે ચાખવો પડે છે. નાળિયેરમાં પણ તેને ફોડીને અંદર શું છે તે જોવું પડે છે. ફણસની બહારની છાલ પર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. પોતાની જાત તરફ જોવાનું હોય કે બીજાના તરફ જોવાનું હોય, પણ આ અંદરનું ને બહારનું પૃથક્કરણ જરૂરી હોય છે અને કર્યા વગર ચાલતું નથી. ઉપરની છાલ અથવા કાચલી દૂર કરવી એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે દરેક ચીજનું બાહ્ય રૂપ અને અંદરના ગરનું પૃથક્કરણ કરવું. બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. સ્વધર્માચરણનું બહારનું ફળ એવો આ જે દેહ તે ફેંકી દેવો, છોડવો જોઈએ અને અંદરનો ચિત્તશુદ્ધિરૂપ, સારભૂત જે આત્મા તેનો સ્વીકાર કરવો જોઈએ, તેને વહાલો કરવો જોઈએ. આ પ્રમાણે જોવાની ટેવ, દેહને બાજુએ કરીને હરેક ચીજમાં રહેલો સાર પકડવાની સારગ્રાહી દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ. આંખને, મનને, વિચારને આવી કેળવણી આપવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ, આવો મહાવરો પાડવો જોઈએ. હરેક ઠેકાણે આપણે દેહને જુદો પાડી આત્માની પૂજા કરીએ. વિચારને માટે આ પૃથક્કરણ તેરમા અધ્યાયમાં રજૂ કર્યું છે.
Page – 173 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 ૬૮. સારગ્રાહી દ્રષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી  એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારૂં થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દ્રષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડયા કરે છે. ‘ કેવળ દેહરૂપ હું છું ’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. આ દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાત દહાડો કરવામાં આવે છે.
 છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરૂં ! ’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે. 5.
Page – 174 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર
 
6. છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘ કેમ અલ્યા લીંટિયા ! ’ એવું કહીને તેને વઢે છે. એથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે ન સાફ કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શક્તો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર આ કેટલો બધો ખોટો નાહકનો આરોપ ! ખરૂં જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે ‘ લીંટીયો ! ’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ.
 7. પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વંગસુંદર છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું ભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરૂં કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારૂં છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.
Page – 175 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 8. દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘ હું ’ જે છું તે  દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરૂં છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામિ છું, માલિક છું. આ દેહ પાસે વૈતરૂં કરાવનારો, તેની પાસેથી સારામાં સારૂં કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ.
 9. રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે, ‘ હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ? ’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘ મારી સ્મરણશક્તિ બગડી છે. ’
Page – 176 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે ; પણ કી જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે, પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી ; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે.
Page – 176 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 ૬૯. દેહ એટલે જ હું વી જે ભાવના બધે ઠેકાણે ફેલાઈ રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારૂ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારૂ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારૂ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? કયાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે.
Page – 177 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરૂં તેવું એ થયું. 10.
 11. વૈદકશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં,  જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગો કરવામાં આવે છે. જે દેહને સારૂ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે.
 12. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારૂં થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે.
Page – 178 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પાછું પહેલાંના જેવું ત્યાંનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર  કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું. યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન , ‘ યંત્રાભિમાન ’ જેવું કંઈ હોય ખરૂં કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારૂ ન હોય ?
 13. ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા, ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજુરી કરાવું છું. એ બધું શા સારૂ ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવું તેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો પછી તને આ કૃત્રિમ રંગોની હોંસ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હ્રદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે.
Page – 179 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૦  –  तत्वमसि

 ૭૦. એથી ભગવાન આ તેરમા અધ્યાયમાં જે વિચાર રજૂ કરે છે તે બહુ કીમતી છે. ‘ તું દેહ નથી, તું આત્મા છે. ’ ‘ तत्वमसि ’,તે આત્મરૂપ તું છે એ બહુ મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. સંસ્કૃત સાહિત્યમાં આ બહુ મોટો વિચાર ગૂંથી લેવામાં આવ્યો છે. ‘ આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી; પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે. ’ જે ક્ષણે ‘ તે તું છે ’ એ વિચાર માણસના અંતઃકરણમાં સ્ફુરશે, હું આ દેહ નથી, પેલો પરમાત્મા હું છું એ વિચાર તેના મનમાં ઊઠશે તે ક્ષણે એક પ્રકારનો અનનુભૂત આનંદ તેના મનમાં પેદા થશે. એ મારા રૂપનો નાશ કરવાનું આ સૃષ્ટિમાંની કોઈ ચીજથી બને એવું નથી. કોઈનામાં એ સામર્થ્ય નથી. આવો સૂક્ષ્મ વિચાર એ ઉદગારમાં ભરેલો છે. 14.
 15. દેહની પારનું અવિનાશી, નિષ્કલંક જે આત્મતત્વ તે હું છું. તે આત્મતત્વને ખાતર આ દેહ મને મળ્યો છે. જે જે વખતે પરમેશ્વરી તત્વ દૂષિત થતું હશે તે તે વખતે તેના બચાવને સારૂ હું આ દેહને ફેંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જવળ રાખવાને માટે દેહનો હોમ કરવાને હું હમેશ તૈયાર રહીશ. હું આ દેહ પર સવાર થઈને આવ્યો છું તે મારી આબરૂના કાંકરા ઉડાવવાને માટે નથી આવ્યો. દેહ પર મારી હકુમત ચાલવી જોઈએ. હું દેહને વાપરીશ અને હિત ને મંગળ બંનેને સમૃદ્ધ કરીશ. ‘ आनंदे भरीन तिन्ही लोक, ’ ત્રણે લોકને આનંદથી ભરી દઈશ. મહાન તત્વોને ખાતર આ દેહને હું ફેંકી દઈશ અને ઈશ્વરનો જયજયકાર ફેલાવીશ. તાલેવંત માણસ એક વસ્ત્ર મેલું થતાં તેને ફેંકી દઈ બીજું લે છે તેમ હું પણ કરીશ. કામને માટે આ દેહનો ઉપયોગ છે. જ્યારે આ દેહ કામ આપે એવો નહીં રહે ત્યારે એને ફેંકી દેવામાં મને જરાયે વાંધો આવવાનો નથી.
Page – 180 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૦  –  तत्वमसि
 16. સત્યાગ્રહમાં આપણને આ જ કેળવણી મળે છે. દેહ અને આત્મા બે અલગઅલગ ચીજો છે આ વાત માણસના ધ્યાનમાં આવશે, એમાંનો મર્મ જ્યારે તે ઓળખશે તે જ વખતે તેની સાચી કેળવણીની, તેના સાચા વિકાસની શરૂઆત થઈ જાણવી. તે જ વખતે સત્યાગ્રહ સધાશે. એથી આ ભાવના દરેક જણે કેળવી બરાબર દિલમાં ઠસાવવી. દેહ નિમિત્તમાત્ર સાધન છે, પરમેશ્વરે આપણને બક્ષેલું હથિયાર છે. જે દિવસે એનો ઉપયોગ પૂરો થાય તે દિવસે આ દેહને ફેંકી દેવાનો છે. શિયાળામાં વાપરવાનાં ગરમ કપડાં આપણે ઉનાળામાં ફેંકી દઈએ છીએ. રાત્રે ઓઢેલા કામળા આપણે સવારે કાઢી નાખીએ છીએ, સવારનાં કપડાં બપોરે ઉતારી નાખીએ છીએ, તેવું જ આ દેહનું છે. જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાને ઉતારીને ફેંકી દઈશું. આત્માના વિકાસને માટે આ યુક્તિ ભગવાન અહીં બતાવી રહેલા છે.
Page–180–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૧  –  જુલમી લોકોની સત્તા જતી રહી

 ૭૧. દેહથી હું જુદો છું એ વાત જ્યાં સુધી આપણા ધ્યાનમાં ઊતરી નથી ત્યાં સુધી જુલમગાર લોકો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું બની શકે છે. એક રાક્ષસ હતો. તેણે એક માણસને પકડયો. રાક્ષસ તેની પાસે કાયમ કામ કરાવે. માણસ કામ ન કરે તો રાક્ષસ કહે, ‘‘ તને ખાઈ જઈશ, તને ગળી જઈશ. ’’ શરૂ શરૂમાં માણસને ધાક લાગતો. પણ પછી જ્યારે હદ થવા માંડી ત્યારે તેણે કહ્યું, ‘‘ ખાઈ જા, ખાવો હોત તો એક વાર ખાઈ નાખ. ’’ પણ પેલો રાક્ષસ તેને થોડો જ ખાવાનો હતો ? તેને તો ગુલામ નેકર જોઈતો હતો. માણસને ખાઈ જાય પછી તેનું કામ કોણ કરે ? દર વખતે ખાઈ જવાની ધમકી રાક્ષસ આપતો, પણ ‘ જા ખાઈ જા, ’ એવો જવાબ મળતાંની સાથે જુલમ અટકી ગયો. જુલમ કરવાવાળા લોકો બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે.
Page–181–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૧  –  જુલમી લોકોની સત્તા જતી રહી

 એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આ આસક્તિ તમે ચોડશો એટલે તાબડતોબ તમે સમ્રાટ બનશો, સ્વતંત્ર થશો. પછી સર્વ સામર્થ્ય તમારા હાથમાં આવશે. પછી તમારા પર કોઈની સત્તા ચાલશે નહીં. પછી જુલમ કરનારનો આધાર તૂટી જાય છે. ‘ હું દેહ છું ’ એ ભાવના મૂળમાં તેમનો આધાર હોય છે. તેમને લાગે છે કે આ લોકોના દેહને દુઃખ આપીશું એટલે એ લોકો આપણા તાબામાં રહેશે. તેથી જ એ લોકો હંમેશ ધાકધમકીની ભાષા વાપરે છે. 17.
 18. ‘ હું દેહ છું ’ એવી જે મારી ભાવના હોય છે તેને જ લીધે સામાને મારા પર જુલમ કરવાની, મને સતાવવાની ઈચ્છા થાય છે. પણ વિલાયતમાં થઈ ગયેલા શહીદ ક્રૅન્મરે શું કહ્યું હતું ? ‘ મને બાળવો છે ? બાળો. આ જમણો હાથ પહેલો બાળો ! ’ અથવા પેલા બે શહીદ લૅટિમર અને રીડલેએ શું કહ્યું ? ‘ અમને બાળો છો ? અમને બાળવાવાળા કોણ છે ? અમે તો ધર્મની એવી જ્યોત ચેતાવી રહ્યા છીએ કે જે કદી ઠરવાની નથી. દેહની આ મીણબત્તી, આ ચરબી સળગાવીને સત્ તત્વોની જ્યોત સળગતી રાખવાનું તો અમારૂં કામ છે. દેહ જશે. અને તે તો જવાનો જ છે.
 19 . સૉક્રેટિસને ઝેર પાઈને મારી નાખવાની સજા ફરમાવવામાં આવી હતી. તે વખતે તેણે કહ્યું, ‘‘ હું હવે ઘરડો થયો છું. ચાર દહાડા પછી આ દેહ મરવાનો જ હતો. જે મરવાનો જ હતો તેને મારીને તમે લોકોએ શો પુરૂષાર્થ સાધ્યો તે તમે જાણો. પણ આ બાબતનો વિચાર તો કરશો કે નહીં ? દેહ મરવાનો છે એ નક્કી હતું. મરવાવાળી ચીજને તમે મારી તેમાં તમારી શી મોટાઈ ? ’’ જે દિવસે સૉક્રેટિસને મરવાનું હતું તેની આગલી રાતે આત્માના અમરપણાની વાત તે પોતાના શિષ્યોને સમજાવી રહ્યો હતો. પોતાના શરીરમાં ઝેર ફેલાઈ ગયા પછી શરીરને કેવી વેદના થશે તેની વાતો તે બહુ મોજથી કહેતો હતો. તેની તેને જરાયે ફિકર કે ચિંતા નહોતી. આત્માના અમરપણાની ચર્ચા પૂરી થયા બાદ એક શિષ્યે તેને પૂછ્યું, ‘‘ તમારા મરણ પચી તમને કેવી રીતે દાટીશું ? ’’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘‘ અરે ડાહ્યા, પેલા મને મારનારા ને તું મને દાટનારો ખરૂં ને ? પેલા મારનારા મારા વેરી ને તું દાટનારો મારા પર ભારે પ્રેમ રાખનારો, એમ ને ? પેલો પોતાના ડહાપણમાં મને મારશે ને તું તારા ડહાપણમાં મને દાટશે, એમ ને ? પણ અલ્યા, તું કોણ મને દાટનારો ? હું તમને બધાને દાટીને પાછળ રહેવાનો છું ! મને શામાં દાટશો ? માટીમાં દાટશો કે તપખીરમાં દાટશો ? મને કોઈ મારી શકતું નથી ; કોઈ દાટી શકતું નથી. મેં અત્યાર સુધી શું કહ્યું ? આત્મા અમર છે. તેને કોણ મારનાર છે ? કોણ દાટનાર છે ? ’’ અને ખરેખર, આજ અઢી હજાર વરસે તે મહાન સૉક્રેટિસ બધાયને દાટીને પાછળ જીવતો રહ્યો છે !
૭૨. પરમાત્મશક્તિ પર ભરોસો ૧૮૨
Page – 182 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૨  -  પરમાત્મશક્તિ પર ભરોસો

 ૭૨. સારાંશ કે જ્યાં લગી દેહની આસક્તિ છે, જ્યાં સુધી દેહની બાબતમાં ડર છે ત્યાં સુધી સાચો બચાવ થવાનો નથી, ત્યાં સુધી કાયમ ધાસ્તી રહેવાની છે. જરા સૂતા એટલે સાપ આવીને ડંખ તો નહીં મારી જાય, ચોર આવીને મારો નિકાલ તો નહીં લાવે એવું લાગ્યા કરશે. માણસ સૂતી વખતે ઓશીકા આગળ લાકડી રાખે છે. શા માટે ? કહે છે, ‘ પાસે રાખવી સારી. ચોરબોર આવે તો કામ આવે. ’ અરે ભલા માણસ, ચોરે જ તે દંડો તારા માથામાં ઝીંક્યો તો ? ચોર લાઠી ભૂલી ગયો હોય એટલે તેને માટે તેં આગળથી તૈયારી રાખી છે એમ સમજ ! અરે, તું કોને ભરોસે ઊંઘી જાય છે તેનો તો વિચાર કર. ઊંઘતી વખતે તું કેવળ દુનિયાના હાથમાં હોય છે. તું જાગતો હશે તો પોતાનો બચાવ કરશે ને ? ઊંઘમાં તારો બચાવ કોણ કરશે ?  20.
 21. હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકીને ઊંઘી જાઉં છું. જે શક્તિને ભરોસે વાઘ, ગાય વગેરે બધાં ઊંઘી જાય છે તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘું છું. વાઘને પણ ઊંઘ આવે છે. આખી દુનિયાની સાથે જેણે વેર બાંધ્યું છે અને જે ઘડી ઘડી પાછું ફરીને જોતો રહે છે તે સિંહ પણ ઊંઘી જાય છે. પેલી શક્તિ પર વિશ્વાસ ન હોત તો થોડા સિંહ સૂઈ જાય અને થોડા જાગતા રહી પહેરો ભરે એવો કંઈક બંદોબસ્ત સિંહોને કરવો પડયો હોત. જે શક્તિ પર ભરોસો રાખી ક્રૂર એવા વાઘ, વરૂ, સિંહ વગેરે પણ નિરાંતે ઊંઘી જાય છે તે જ વિશ્વવ્યાપક શક્તિને ખોળે હું પણ સૂતો છું.
Page – 183 – અધ્યાય – ૧૩  – પ્રકરણ – ૭૨  -  પરમાત્મશક્તિ પર ભરોસો

 માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે. તે બાળક તે વખતે જાણે આખી દુનિયાનો બાદશાહ હોય છે ! આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી જ રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ. જેના ધાર પર મારૂં આ આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિષે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારૂં રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જશે તેમ તેમ મારો વિકાસ થતો જશે. આ તેરમા અધ્યાયમાં આ વાતનો થોડોક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે.
Page – 183–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ
૭૩. પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ ૧૮૩

 ૭૩. જ્યાં સુધી દેહમાં રહેલા આત્માનો વિચાર આવ્યો નથી ત્યાં સુધી માણસ સામાન્ય ક્રિયાઓમાં ગૂંચવાયેલો રહે છે. ભૂખ લાગે એટલું ખાવું, તરસ લાગે એટલું પાણી પીવું અને ઊંઘ આવે એટલે સૂઈ જવું એથી વધારે બીજી કોઈ વાતની તેને ખબર હોતી નથી. એ બધી વાતોને માટે તે લડશે, તે બધીને માટે લોભ રાખશે. આમ દૈહિક ક્રિયાઓમાં જ તે મશગુલ રહે છે. વિકાસની શરૂઆત એ પછી થાય છે. આટલે સુધી આત્મા માત્ર જોયા કરે છે. ઘૂંટણિયે પડીને કૂવા તરફ જનારા નાના બચ્ચાની પાછળ સતત નજર રાખતી મા જેમ ઊભી હોય છે તે પ્રમાણે આત્મા ઊભો હોય છે. શાંતિથી તે બધી ક્રિયાઓ જોયા કરે છે. આને उपद्रष्टाની, સાક્ષીરૂપે બધું જોયા કરનારની સ્થિતિ કહી છે. 22.
 23. આત્મા જુએ છે પણ હજી સંમતિ આપતો નથી. પરંતુ પોતાને કેવળ દેહરૂપ માનીને ક્રિયા કરનારો આ જીવ આગળ ઉપર જાગે છે. પોતે પશુના જેવું જીવન વિતાવે છે એ વાતનું તેનામાં ભાન જાગે છે. જીવ આમ વિચારવા લાગે છે એટલે નૈતિક ભૂમિકા શરૂ થાય છે. પછી યોગ્ય કે અયોગ્ય એવો સવાલ ડગલે ને પગલે ઊભો થાય છે. પછી માણસ વિવેક કરવા માંડે છે.તેની પૃથક્કરણાત્મક બુદ્ધિ જાગતી થાય છે. તેની સ્વૈર ક્રિયાઓ અટકી જાય છે. તેનામાં સ્વચ્છંદ રહેતો નથી ને સંયમ આવે છે.
Page–184 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ
 24. આ નૈતિક ભૂમિકા પર જીવ પહોંચે છે એટલે પછી આત્મા કેવળ શાંત બેસી રહીને જોયા કરતો નથી. તે અંદરથી અનુમોદન આપે છે. અંદરથી ‘ શાબાશ ’ એવો ધન્યવાદનો અવાજ ઊઠે છે. હવે આત્મા કેવળ उपद्रष्टा ન રહેતાં अनुमन्ता થાય છે.
 ભૂખ્યો અતિથિ બારણે આવે અને તમે તમારી સામેની પીરસેલી થાળી તેને આપી દો પછી રાત્રે એ સત્કૃત્યનું સ્મરણ થાય તે વખતે જોજો તમને કેટલો બધો આનંદ થાય છે ! અંદરથી આત્મા ધીમેથી કહે છે, ‘‘ બહુ સારૂં કર્યું. ’’ મા દીકરાના વાંસા પર હાથ ફેરવી કહે કે, ‘ સારૂં કર્યું બેટા ’ તો દુનિયાની બધીયે બક્ષિસ પોતાને મળી ગઈ એમ તેને લાગે છે. તે જ પ્રમાણેહ્રદયસ્થ પરમાત્માનો ‘ શાબાશ બેટા ’ શબ્દ આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે. આ વખતે જીવ ભૌતિક જીવનમ છોડી નૈતિક જીવનની ભૂમિકા પર ઊભો હોય છે.
 25. એની આગળની ભૂમિકા આ પ્રમાણેની છે. નૈતિક જીવનમાં કર્તવ્ય કરતાં કરતાં, માણસ મનના બધાયે મળ ધોઈ કાઢવાની કોશિશ કરે છે. પણ એવી કરતો કરતો તે થાકે છે. એ વખતે જીવ પ્રર્થના કરે છે કે, ‘ હે ઈશ્વર, મારા પ્રયત્નોની હવે પરાકાષ્ઠા થઈ. મને વધારે શક્તિ આપ, બળ આપ. ’ જ્યાં સુધી બધીયે કોશિશ થઈ રહેતી નથી અને પોતે એકલે હાથે હવે પહોંચી વળી શકે એમ નથી એવો નુભવ માણસને થતો નથી ત્યાં સુધી પ્રાર્થનાનો મર્મ તેના ધ્યાનમાં ઊતરતો નથી. પોતાની બધીયે શક્તિ ખરચી નાખવા છતાં તે પૂ રી પડતી નથી એમ જોઈ આર્ત થઈ ઈશ્વરને આંગણે દ્રૌપદીની માફક ધા નાખવી. પરમેશ્વરી કૃપાનું ઝરણું, એની સહાયનો ઝરો કાયમ વહ્યા કરે છે. જેને જેને તરસ લાગે તે સૌને ત્યાં જઈને પાણી પીવાનો હક છે. જેને ખોટ પડે તેણે માગી લેવું. આ ત્રીજી ભૂમિકા પર આવી જાતનો સંબંધ હોય છે. પરમાત્મા વધારે નજીક આવે છે. હવે ખાલી શબ્દોથી શાબાશ ન કહેતાં તે સહાય કરવાને દોડી આવે છે.
Page–185 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

 26. પહેલાં પરમેશ્વર આઘો ઊભો હતો. ગુરૂ શિષ્યને ‘ દાખલો કર ’ એમ કહીને આઘે ઊભો રહી જોયા કરે છે તેમ ભોગમય જીવનમાં જીવ ગૂંથાયેલો હોય છે ત્યારે આઘે રહીને પરમાત્મા તેને કહે છે, ‘ ઠીક છે, ચાલવા દે ધમપછાડા. ’ એ બાદ જીવ નૈતિક ભૂમિકાએ પહોંચે છે. એ વખતે પરમાત્માથી કેવળ તટસ્થ રહી શકાતું નથી. જીવને હાથે સત્કર્મ થાય છે એવું જોતાંવેંત તે આસ્તે રહીને ડોકાય છે ને કહે છે ‘ શાબાશ. ’ આમ સત્કર્મો થતાં થતાં ચિત્તના સ્થૂળ મળ દૂર થાય છે ને સૂક્ષ્મ મળ ધોવાનો વખત આવે છે અને જ્યારે તે બાબતમાં બધા પ્રયત્ન અધૂરા પડે છે ત્યારે આપણે પરમેશ્વરને સાદ પાડીએ છીએ. અને તે આપણને ‘ આ આવ્યો ’ એવો સામો જવાબ આપે છે. તે દોડી આવે છે. ભક્તનો ઉત્સાહ અધૂરો પડે છે એવું જોતાંની સાથે તે આવીને ઊભો રહે છે. જગતનો સેવક સૂર્યનારાયણ તમારે આંગણે ઊભેલ જ છે. પણ સૂર્ય બંધ બારણું વીંધીને અંદર દાખલ થતો નથી કેમકે તે સેવક છે. તે સ્વામીની મર્યાદા રાખે છે. તે બારણાને ધક્કા મારતો નથી. અંદર માલિક સૂતેલા હશે તો આ સૂર્યરૂપી સેવક તેની મર્યાદા રાખી બારણા બહાર ચૂપચાપ ઊભો જ હશે. પણ બારણું જરાક જ ખોલો એટલે પોતાનો બધો પ્રકાશ સામટો સાથે લઈને તે અંદર આવશે અને અંધારાને નસાડી મૂકશે. પરમાત્મા પણ એવો જ છે. તેની પાસે મદદ માગો કે હાથ ઊંચા કરી દોડી આવ્યો જાણો. કેડ પર હાથ રાખી ભીમાને કાંઠે તે સજ્જ થઈને ઊભો જ છે.
उभारूनि बाहे  विठो पालवीत आहे ।।
 – બંન્ને હાથ ફેલાવી વિઠોબા ભેટવાને ઈશારો કરી રહેલો છે. આવાં વર્ણનો તુકારામ વગેરેએ કરેલાં છે. નાક ખુલ્લું રાખો કે હવા અંદર ગયા વગર રહેતી નથી. બારણું જરાસરખું ખોલો કે પ્રકાશ અંદર પેઠો જ જાણો. હવા અને પ્રકાશ એ બેના દાખલા પણ મને અધૂરા લાગે છે.
Page–186 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

 તેમના કરતાંયે પરમેશ્વર વધારે નજીક રહેવાવાળો છે, વધારે ઉત્સુક છે. હવે તે ઉપદ્રષ્ટા ને અનુમન્તા ન રહેતાં भर्ता, બધી રીતે મદદ કરનારો થાય છે. મનના મળ ધોવાને વખતે અગતિક થઈ આપણે કહીએ છીએ કે, ‘ મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે, ’ ‘ तू ही एक मेरा मददगार है, तेरा आसरा मुझको दरकार है । ’ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી તે દયાઘન આઘો ઊભો રહી જોયા કરશે ખરો કે ? ભક્તની વહારે ધાનારો પરમાત્મા, અધૂરૂં પૂરૂં કરવાવાળો તે પ્રભુ આગળ આવે છે. પછી તે રોહિદાસનાં ચામડાં ધોશે, સજન કસાઈનું માંસ વેચશે, કબીરનાં શેલાં વણશે અને જનાબાઈની ઘંટીએ બેસી તેને દળવા લાગશે.
 27. આની આગળનું પગથિયું, પરમેશ્વરના કૃપાપ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું હોય તે ફળ પણ આપણે સારૂ આપણી પાસે ન રાખતાં પરમેશ્વરને અર્પણ કરવાની ભૂમિકાનું આવે છે. જીવ ઈશ્વરને કહે છે, ‘ તારૂં ફળ તું જ લઈ લે. ’ ઈશ્વરે દૂધ પીવું જોઈએ વી નામદેવે હઠ પકડી. એ વાતમાં ખૂબ મીઠાશ રહેલી છે. એ બધુંયે કર્મફળરૂપી દૂધ નામદેવ ઈશ્વરને અર્પણ કરવા માગે છે. આ રીતે જીવનની આખીયે મૂડી, બધી કમાણી જેની કૃપાથી મળી તેને જ પાછી અર્પણ કરવાની છે. ધર્મરાજ સ્વર્ગમાં પગ મૂકવા જાય છે. ત્યાં તેમની સાથે ગયેલા કૂતરાને સ્વર્ગમાં દાખલ થવાની મનાઈ થાય છે. એટલે જીવનનાં બધાંયે પુણ્યના બદલામાં મળેલો સ્વર્ગલાભ ધર્મરાજ પલકવારમાં જતો કરે છે. એ જ પ્રમાણે ભક્ત પણ બધોયે ફળલાભ સામટો ઈશ્વરને અર્પણ કરે છે. उपद्रष्टा, अनुमन्ता અને भर्ता એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનારો એ પરમાત્મા હવે भोक्ता બને છે. શરીરમાં રહીને તે ખુદ પરમાત્મા ભોગ ભોગવી રહેલો હોય એવી ભૂમિકા પર જીવ ચડે છે.
 28. આ પછી સંકલ્પ કરવાનુંયે છોડી દેવાનું છે. કર્મનાં ત્રણ પગથિયાં છે. પહેલાં આપણે સંકલ્પ કરીએ છીએ, પછી કાર્ય કરીએ છીએ અને પછી ફળ આવે છે. કર્મને માટે પ્રભુની મદદ લઈ જે ફળ મળ્યું તે ફળ પણ તેને જ અર્પણ કર્યું. કર્મ કરનારો પરમેશ્વર, ફળ ચાખનારો પરમેશ્વર અને હવે તે કર્મનો સંકલ્પ કરનારો પણ પરમેશ્વરને જ થવા દે. આમ કર્મના આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ બધે પ્રભુને જ રહેવા દે. જ્ઞાનદેવે કહ્યું છે,
Page–187 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

‘ माळियें जेउतें नेलें । तेउतें निवांत चि गेलें
तया पाणिया ऐसें केलें । होआवें गा ।। ’
 – માળી જ્યાં લઈ જવા માગતો હોય ત્યાં શાંતિથી જનારા પાણી જેવો થા. માળીને પાણી જ્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં તે વગર તકરારે જાય છે. માળીને ગમતાં ફૂલઝાડ અને ફળઝાડને તે પોષે છે. તે જ પ્રમાણે તારે હાથે શું થાય તે તેને , તે માળીને જ મક્કી કરવા દે. મારા ચિત્તમાં ઊઠતા બધાયે સંકલ્પોની જવાબદારી તેને જ સોંપવા દે. મારો પોતાનો ભાર મેં ઘોડાની પીઠ પર લાદ્યો છે તો પછી મારા બચકાનું વજન હું વળી મારે માથે લઈને શા સારૂ બેસું ? તેને પણ ઘોડાની પીઠ પર જ મૂકવા દે. મારે માથે વજન લઈ હું ઘોડા પર બેસું તોયે તેનો ભાર ઘોડાને જ છે. તો પછી ચાલ જીવ,બધો ભાર તેની પીઠ પર જ મૂકવા દે, મ જીવનની બધીયે ચળવળો, નાચકૂદ અને તેની બધીયે ખિલવણી કરનારો, બધું આખરે પરમેશ્વર જ થઈ રહે છે. તારા જીવનનો તે હવે ‘ महेश्वर ’ બને છે. આ રીતે વિકાસ પામતાં પામતાં આખુયે જીવન ઈશ્વરમય થાય છે. પછી માત્ર આ દેહનો પડદો આડો રહી જાય છે. તે પણ ઊડી જાય એટલે જીવ ને શિવ, આત્મા ને પરમાત્મા એક થઈ જાય છે.
 29. આ રીતે ‘ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः – સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. પ્રભુ પહેલાં કેવળ તટસ્થપણે જોયા કરે છે. પછી નૈતિક જીવનની શરૂઆત થતા  આપણે હાથે સત્કર્મો થવા માંડે છે એટલે તે શાબાશી આપે છે. પછી ચિત્તના સૂક્ષ્મ મળ ધોઈ કાઢવાને પોતાના પ્રયાસ અધૂરા પડે છે અને ભક્ત ધા નાખે છે ત્યારે અનાથનાથ વહારે ધાય છે. તે પછી ફળ પણ ઈશ્વરને અર્પણ કરી તેને જ ભોક્તા બનાવવાનો છે અને પછી બધાયે સંકલ્પો પણ તેને જ સોંપી દઈ આખું જીવન હરિમય કરવાનું છે. આવું માનવીનું આ છેવટનું સાધ્ય છે. કર્મયોગ અને ભક્તિયોગની બે પાંખો વડે ઊડતાં ઊડતાં સાધકે આવા પ્રકારની આ છેવટની મજલ પૂરી કરી આખરને મુકામે પહોંચવાનું છે.
Page – 188 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૪  - 
નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના

૪. નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના ૧૮૮

 ૭૪. આ બધું પાર પાડવાને નૈતિક સાધનાનો મજબૂત, પાકો પાયો જોઈએ. સત્યાસત્યનો વિવેક કરી, સત્ય પકડી લઈ તેને વળગવું જોઈએ. સારાસાર જોઈ લઈ સાર પકડવો જોઈએ. છીપો ફેંકી દઈ મોતી એકઠાં કરી લેવાં જોઈએ. આ રીતે જીવનની શરૂઆત કરવી જોઈએ. પછીથી આત્મપ્રયત્ન અને ઈશ્વરી કૃપા એ બંનેને જોરે ઉપર ચડતા જવું જોઈએ. આ આખી સાધનામાં દેહથી આત્માને અળગો પાડતાં આપણે શીખ્યા હોઈશું તો ખૂબ મદદ થશે. આવે પ્રસંગે મને ઈશુ ખ્રિસ્તનું બલિદાન યાદ આવે છે. તેને ક્રૂસની સાથે ખીલાથી જડીને મારતા હતા. તે વખતે ઈશુના મોઢામાંથી ‘ હે ઈશ્વર, આ બધા આમ શા સારૂ જુલમ કરતા હશે, ’ એવાં વેણ બહાર પડ્યાં કહેવાય છે. પણ પછી તરત જ ભગવાન ઈશુએ પોતાનું સમતોલપણું સાચવી લીધું અને તેમણે કહ્યું, ‘‘ હે ઈશ્વર, તારી ઈચ્છા પાર પડો. એ લોકોને ક્ષમા કર. પોતે શું કરે છે તેનું એમને ભાન નથી. ’’ ઈશુના આ દાખલામાં ઘણો ઊંડો મર્મ રહેલો છે. દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની એ નિશાની છે. કેટલી મજલ કાપવાની છે અને કેટલી કાપવાનું શક્ય છે એ વાત ઈશુના જીવન પરથી જાણવાની મળે છે. દેહ છોતરાની માફક ખરી પડે ત્યાં સુધી આ મજલ પહોંચી. આત્માને દેહથી અળગો પાડવાનો વિચાર જ્યારે જ્યારે મારા મનમાં આવે છે તે બધે વખતે ઈશુનું જીવન મારી નજર સામે ખડું થાય છે. દેહથી તદ્દન અળગા થઈ ગયાનો, તેનો સંબંધ છૂટી ગયાનો અનુભવ થયાની એ વાત ખ્રિસ્તનું જીવન બરાબર બતાવે છે. 30.
 31. દેહ અને આત્મા એ બેનું પૃથક્કરણ સત્યાસત્યવિવેક વગર થઈ શકે એવું નથી. એ વિવેક, એ જ્ઞાન બરાબર પચવું જોઈએ. જ્ઞાનનો અર્થ આપણે જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી.
Page – 189 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૪  - 
નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના

 મોંમાં બુક્કા મારવાથી ભોજન થતું નથી. મોંમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ, અને ત્યાં તે પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી જાણવાથી કામ સરતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હ્રદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધાંમાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. એથી આ તેરમા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ઘણી સુંદર વ્યાખ્યા કરી છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આ જ્ઞાનનાં લક્ષણો છે.
नम्रता दंभ-शून्यत्व अहिंसा ऋजुता क्षमा
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા
 વગેરે વીસ ગુણો ભગવાને ગણાવ્યા છે. એ ગુણોને જ્ઞાન કહીને જ ભગવાન અટક્યા નથી. તેમનાથી જે જે કંઈ ઊલટું છે તે બધું અજ્ઞાન છે એમ તેમણે સાફ કહ્યું છે. જ્ઞાનની જે સાદના બતાવી છે તે સાધના જ જ્ઞાન છે. સૉક્રેટિસ કહેતો, ‘ સદગુણને જ હું જ્ઞાન સમજું છું. ’ સાધના અને સાધ્ય બંને એકરૂપ છે.
 32. ગીતામાં ગણાવેલાં આ વીસ સાધનોનાં જ્ઞાનદેવે અઢાર જ કર્યાં છે. જ્ઞાનદેવે એ સાધનોનું ઘણી ઊંડી લાગણીથી વર્ણન કર્યું છે. આ સાધનોના, આ ગુણોના પાંચ જ શ્લોક ભગવદગીતામાં છે. પણ જ્ઞાનદેવે વિસ્તાર કરી એ પાંચ શ્લોકો પર સાતસો ઓવી લખી છે. સદગુણોની ખિલવણી સમાજમાં થાય, સત્યસ્વરૂપ પરમાત્માનો મહિમા સમાજમાં વધે એ બાબતની જ્ઞાનદેવને તાલાવેલી લાગેલી હતી. આ ગુણોનું વર્ણન કરતાં જ્ઞાનદેવે પોતાનો બધો અનુભવ એ ઓવીઓમાં ઠાલવ્યો છે. મરાઠી ભાષા બોલનારા લોકો પર તેમનો એ અનંત ઉપકાર છે. જ્ઞાનદેવના રોમેરોમમાં એ ગુણો ઊંડા ઊતરેલા છે. પાડાને મારેલી ચાબુકના સોળ જ્ઞાનદેવની પીઠ પર દેખાયા હતા. ભૂતમાત્રને માટે તેમની આવી ઊંડી કરૂણા હતી. આવા કારૂણ્યથી ભરેલા હ્રદયમાંથી જ્ઞાનદેવે જ્ઞાને શ્વરી પ્રગટ કરી. એ ગુણનું તેમણે વિવેચન કર્યું. તેમણે લખેલું એ ગુણવર્ણન વાંચવું, તેનું મનન કરવું અને તેને અંતરમાં ઠસાવવું. જ્ઞાનદેવની મીઠી બોલી મને ચાખવાની મળી તે સારૂ હું ધન્યતા અનુભવું છું. જ્ઞાનદેવની મીઠી ભાષા મારા મોંમાં બેસે તેટલા ખાતર મને ફરી જન્મ મળે તોયે હું ધન્યતા અનુભવું. ખેર, ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં, આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંયે જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડયા રહેવું.

     

?????? ????? : ????-??????? ?????-??? – ??? <l >

અધ્યાય બારમો

સગુણ-નિર્ગુણ ભક્તિ

Page – 151 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

૫૯. ગંગાનો પ્રવાહ બધે પાવન ને પવિત્ર છે. પણ તેમાંયે હરિદ્વાર, કાશી, પ્રયાગ, એવાં સ્થળો વધારે પવિત્ર છે. તેમણે આખાયે સંસારને પાવન કરેલો છે. ભગવદગીતાની સ્થિતિ એવી જ છે. આરંભથી અંત સુધી ભગવદગીતા આખી પવિત્ર છે. પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલો છે. ખુદ ભગવાને આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે : ये तु धर्म्यामृतमिदं यथोकं पर्युपासते — ‘ આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી  જેમ મેં કહ્યું.’ આ નાનકડો વીસ જ શ્લોકનો અધ્યાય છે, પણ ખરેખર અમૃતની ધાર છે. અમૃત જેવો મીઠો છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે.    1.
Page – 152 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

2. ખરૂં જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે. પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું. સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારૂં એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરૂં ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા પાંચ અધ્યાય સુધી વિચાર થયો. અહીં જીવનનું શાસ્ત્ર પૂરૂં થયું. પછીથી એક રીતે જોઈએ તો છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાયના છેવટ સુધી ભક્તિતત્વનો જ વિચાર થયો છે. શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ. ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેનાં સાધનો કયાં, ચિત્તની એકાગ્રતાની આવશ્યક્તા શા માટે છે, એ બધું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતાની વાત કહી. એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ.
ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ. એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય પર ચર્ચા કરી શકે. મારા મનગમતા વિષયની વાત કરૂં તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારૂ થઈ શકે. એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે. પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી. ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી. ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી. તેથી સાતમા અધ્યાયમાં કહ્યું કે એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ પર રાખવી જોઈએ. આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એકધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી, કાન, આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર, મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઈન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ.
पडिलें वळण ईन्द्रियां सकळां । भाव तो निराळा नाहीं दुजा ।।
બધી ઈન્દ્રિયોને પાકું વળણ પડી ગયું અને તે વિના બીજે ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઈન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની જાળ ગૂંથતું હોય અગર વિરક્ત એવા સજ્જનોનો, સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારૂં હોય, ગમે તે હોય પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઈન્દ્રિયોને વળણ પાડવું એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે.
Page – 153 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્યયોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચઢીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિસ્વરૂપદર્શનને જ હું સમગ્રતાયોગ કહું છું. વિશ્વરૂપદર્શન એટલે એકાદ નજીવી ધૂળની રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો તે. એ જ વિરાટ દર્શન છે આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કરેલી છણાવટ છે.
Page – 153 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

૬૦. બારમા અધ્યાયમાં ભક્તિતત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાયે શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ‘ કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તને કયો ભક્ત પ્રિય છે ? ‘    3.
4. ભગવાન શો જવાબ આપે ? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આઘીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય. માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શક્તો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારૂ શૂન્ય જેવો થઈ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે.
Page – 154 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તે આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો, ‘ હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ. પસંદ કરી લે. ‘ મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો. કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે, ‘ વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ. ‘ નાનાને તેણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.
5. પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે ‘ હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારૂં સતત સ્મરણ કરનારો છે. તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથપગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે; આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો, સર્વ ભૂતહિતમાં મશગૂલ, રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે.
Page – 155 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે.’ પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આબેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતાં મૂંઝાય છે. જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે.
6. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે. અક્ષરશઃ બંને ભકતો એકરૂપ છે. બંન્ની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે. એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરતો છતો લેશમાત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી અને બીજો ચોવીસ કલાકમાં એક પણ કર્મ ન કરતો છતો આખા વિશ્વની ઊથલપાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મદશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી ? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ. બંને એક જ વર્તુળની બાજુ છે. એની તુલના કેવી રીતે થાય ? બંને બાજુ સરખી લાયકાતવાળી છે, એકરૂપ છે. અકર્મ ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે.
7. સગુણ – નિર્ગુણનો સવાલ પણ એવો જ છે. એક જે સગુણભક્ત છે તે ઈન્દ્રિયો દ્વારા પરમેશ્વરની સેવા કરે છે. બીજો જે નિર્ગુણભક્ત છે તે મનથી વિશ્વનું  હિત ચિંતે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગૂલ દેખાય છે પણ અંદરથી એકસરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કયો ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશમાત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે. આ બંને ભક્તો અંદરથી એકરૂપ જ છે. બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને. તે બંને સરખા છે. પરમેશ્વરના લાડકા છે. પણ સગુણભક્તિ વધારે સુલભ છે. જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે.
Page – 156 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

૬૧. સગુણ ભક્તિયોગમાં ઈન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે. ઈન્દ્રિય સાધન છે, વિઘ્નો છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે. ધારો કે કોઈક માણસની મા મરણપથારીએ પડી છે અને તેને માને મળવા જવું છે. વચ્ચે પંદર માઈલનો રસ્તો છે. એ રસ્તો મોટર જાય એવો નથી. ગમે તેવી ભાંગીતૂટી પગદંડી છે. આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે ? કોઈ કહેશે, ‘ શા સારૂ આ ભૂંડો રસ્તો આડો આવ્યો ? આ અંતર ને આવો રસ્તો ન હોત તો તાબડતોબ માને જઈને મળ્યો હોત. ‘ એવા માણસને માટે તે રસ્તો દુશ્મન છે. રસ્તો ખૂંદતો ખૂંદતો તે જાય છે. તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે. છતાં ગમે તેમ તોયે માને મળવાને ઝટ ઝટ પગ ઉપાડી તેને મા પાસે પહોંચ્યા વગર છૂટકો નથી. રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો તે રસ્તો તેને જીતી ગયો જાણવો. ઝટ ઝટ ચાલવામાં તે મંડ્યો રહેશે તો એ દુશ્મનને તે જીતી જશે. બીજો માણસ કહેશે, ‘ આ જંગલ છે. પણ ચાલીને જવાને આટલોયે રસ્તો છે. આ રસ્તો છે તે ઘણું છે.  મને માની પાસે પહોંચાડશે. આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત ? ‘ આવુ કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે. તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે. રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી. રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે માણસના ચિત્તની જે ભૂમિકા, તેની જે દ્રષ્ટિ તના પર આધાર રાખે છે. ઈન્દ્રિયોનું એવું જ છે. તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે.     8.
Page – 157 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

9. સગુણ ઉપાસકને સારૂ ઈન્દ્રિયો સાધનરૂપ છે. ઈન્દ્રિયો  ફૂલ છે. તે ફૂલ પરમાત્માને ચડાવવાનાં છે. આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી નામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી, અને હાથ વડે સેવા-પૂજા કરવી. આમ તે બધી ઈન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે. પછી તે ઈન્દ્રિયો ભોગને માટે રહેતી નથી. ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે. ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી. તે જ પ્રમાણે ઈન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે. આ છે સગુણોપાસકની દ્રષ્ટિ. પણ નિર્ગુણોપાસકને ઈન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે. ઈન્દ્રિયોનો આહાર તે તોડી નાખે છે. ઈન્દ્રિયો પર તે ચોકી રાખે છે. સગુણોપાસકને એવું કરવું પડતું નથી. તે બધી ઈન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે. બંને રીત ઈન્દ્રિયનિગ્રહની છે. ઈન્દ્રિયદમનના એ બંને પ્રકાર છે. ગમે તેમ માનો પણ ઈન્દ્રિયોને તાબામાં રાખો. ધ્યેય એક જ છે. તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીત સુલભ છે. બીજી કઠણ છે.
10. નિર્ગુણ ઉપાસક સર્વભૂતરહિત હોય છે. એ વાત સામાન્ય નથી. આખાયે વિશ્વનું કલ્યાણ કરવાની વાત બોલવામાં સહેલી દેખાય છે, પણ કરવી ઘણી કઠણ છે. જેને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા છે, તેનાથી તેના ચિંતન સિવાય બીજું કશું થઈ નહીં શકે. તેથી નિર્ગુણ ઉપાસના અઘરી છે. સગુણ ઉપાસના અનેક રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ કરી શકે. જ્યાં આપણો જન્મ થયો હોય તે નાનકડા ગામની સેવા કરવી અથવા માબાપની સેવા કરવી એ સગુણ પૂજા છે. એ તમારી સેવા આખા જગતના હિતથી વિરોદી ન હોય એટલે થયું. ગમે તેટલા નાના પ્રમાણમાં સેવા કરો અને તે બીજાના હિતની આડે આવતી ન હોય તો અવશ્ય ભક્તિને દરજ્જે પહોંચે છે. એમ નહીં હોય તો તે સેવા આસક્તિ થાય. મા, બાપ, આપણા મિત્રો, આપણા દુઃખી બંધુઓ, સંતો એ બધાંને પરમેશ્વર માનીને એમની સેવા કરવાની છે. એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે. આ સગુણપૂજા સહેલી છે, નિર્ગુણપૂજા અઘરી છે. બાકી બંનેનો અર્થ એક જ છે. સૌલભ્યથી, સહેજે થઈ શકે એ દ્રષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ.
Page – 158 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

11. સુલભતાનો એક મુદ્દો થયો. એવો જ બીજો પણ એક મુદ્દો છે. નિર્ગુણમાં જોખમ છે. નિર્ગુણ જ્ઞાનમય છે. સગુણ પ્રેમમય, ભાવનામય છે. સગુણમાં લાગણીની ભીનાશ છે. તેમાં ભક્ત વધારે સલામત છે. નિર્ગુણમાં જરા જોખમ છે. એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો. પણ કેવળ જ્ઞાનથી મારૂં કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે. જ્ઞાન વડે મનના સ્થૂળ મળ બળીને ખાક થઈ જાય છે. પણ મનના સૂક્ષ્મ મળને ધોવાનું સામર્થ્ય તેમાં નથી. સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય, એ બધાંયે સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. ભક્તિના પાણી વગર એ મળ ધોવાતા નથી. ભક્તિના પાણીમાં એ શક્તિ છે. આને જોઈએ તો તમે પરાવલંબન કહો. પણ परनुं એટલે पारकानुं એવો અર્થ ન કરતાં ते श्रेष्ठ परमात्मानुं અવલંબન એવો અર્થ કરો. પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મળનો નાશ થતો નથી.
12. કોઈ કહેશે, ‘ અહીં જ્ઞાન શબ્દનો અર્થ ઓછો કર્યો છે; જ્ઞાનથી જો ચિત્તના મળ ન ધોવાતા  હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે. ‘ આ આક્ષેપ હું સ્વીકારૂં છું. પણ મારૂં કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે. આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધરૂપ હશે તોયે તે અસલ કરતાં થોડું ઓછું જ ઊતરવાનું. આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાયે મળને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં મને જરાયે શક નથી. ચિત્ત સમેત બધાયે મળને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે. તેથી તેનાથી સૂક્ષ્મ મળ ધોવાતા નથી. ભક્તિનો આસરો લીધા સિવાય સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. वधारे એ મારો પોતાનો ગાઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વવલંબન છે. એમાંના स्वનો અર્થ પણ આખરે શો છે ? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ કે નિર્ગુણ ભક્તિના સ્વવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે.
Page-159-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

૬૨. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યાં તેવી જ રીતે નિર્ગુણના પલ્લામાં પણ બીજાં વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદાં જુદાં કામો કરવાને મટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે તે શરૂઆતમાં વ્યક્તિને લીધે થાય છે. તે વ્યક્તિતેનો મુખ્ય આધાર હોય છે. સંસ્થા શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારૂં ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેંટિયાની માળ તૂટી જતાંની સાથે કાતવાની વાત તો આઘી રહી, કંતાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.    13.
14. સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી, પણ ત્યાં જ રહી નથી. એ જટાજૂટ છોડી, હિમાલયનાં પેલાં ખીણો ને કોતરો છોડી, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે.
Page-160-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું; પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.
15. બુદ્ધદેવે આ વાત બરાબર ઓળખી હતી. તેથી તેમણે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા અને એકદમ તત્વનિષ્ઠા નહીં તોયે ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે દસપંદર વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદરઅંદર અણબનાવ થશે અને પછી ટંટા જાગશે. વ્યક્તિશરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘશરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંતશરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि – બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું એવી ત્રણ પ્રકારની શરણઆગતિ કહી છે. પહેલાં વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જો કે આખરે ડગી જનારી છે. છેવટે સિદ્ધાંતનિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય પણ છેવટે તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે, નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે.
16. હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે બધાયે ધર્મોમાં કોઈને કોઈ પ્રકારની મૂર્તિપૂજા છે. મૂર્તિપૂજા ઊતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મુર્તિપૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાંની સાથે સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ, નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલાં યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી. આજે પણ શક્તિદેવીને ભોગ ધરાય છે. મૂર્તિપૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિપૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણનિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી.
Page – 161 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

૬૩. સગુણ સુલભ અને સલામત છે. પણ સગુણને નિર્ગુણની જરૂર છે. સગુણ જોમથી વધતું જાય તેની સાથે તેને નિર્ગુણનો, તત્વનિષ્ઠાનાં ફૂલનો ગુચ્છો ફૂટવો જોઈએ. નિર્ગુણ અને સગુણ એકબીજાનાં પૂરક છે. એકબીજાનાં વિરોધી નથી. સગુણમાંથી શરૂ કરીને તેની મારફતે નિર્ગુણ સુધીના મુકામ પર પહોંચવું જોઈએ અને ચિત્તના સૂક્ષ્મ મળ ધોવાને પણ સગુણની ભીનાશ જોઈએ. બંનેને એકબીજાથી શોભા મળે છે.    17.
18. આ બંને પ્રકારની ભક્તિ રામાયણમાં બહુ સુંદર રીતે બતાવી છે. અયોધ્યા-કાંડમાં ભક્તિના એ બંને પ્રકાર જોવાના મળે છે. અને એ જ બે ભક્તિનો આગળ ઉપર રામાયણમાં વિસ્તાર કરેલો છે. પહેલો પ્રકાર ભરતની ભક્તિનો અને બીજો લક્ષ્મણની ભક્તિનો છે. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એ બંનેનું સ્વરૂપ આ દાખલાઓ પરથી બરાબર સમજાશે.
19. રામ વનમાં જવાને નીકળ્યા ત્યારે લક્ષ્મણને સાથે લઈ જવાને તૈયાર નહોતા. રામને લાગ્યું કે લક્ષ્મણને સાથે લઈ જવાનું કંઈ કારણ નથી. તેમણે લક્ષ્મણને કહ્યું, ‘ લક્ષ્મણ, હું વનમાં જાઉં છું. મને પિતાની આજ્ઞા થઈ છે. તું અહીં ઘરે રહી જા. મારી સાથે આવી આપણાં દુઃખી માતાપિતાને વધારે દુઃખી કરીશ મા. મા-બાપની અને પ્રજાની સેવા કરજે. તું તેમની પાસે હશે તો પછી મને ફિકર નહીં થાય. મારો પ્રતિનિધિ થઈને તું રહે. હું વનમાં જાઉં છું તે કંઈ સંકટમાં જતો નથી. હું ઋષિઓના આશ્રમમાં જાઉં છું. આમ રામચંદ્ર લક્ષ્મણને સમજાવતા હતા. પણ લક્ષ્મણે રામની બધી વાત એકી તડાકે, એક જ બોલથી વાળી કાઢી; એક ઘા ને બે કટકા કર્યા. તુલસીદાસે આ ચિત્ર ખૂબ મજાનું રંગ્યું છે. લક્ષ્મણે કહ્યું, ‘ તમે મને ઉત્તમ પ્રકારની નિગમનીતિનો ઉપદેશ કરો છો. ખરૂં જોતાં એ નીતિ મારે પાળવી જોઈએ. પણ મારાથી રાજનીતિનો આ બધો ભાર સહેવાશે નહીં. તમારા પ્રતિનિધિ થવાનું બળ મારામાં નથી. હું તો નાદાન બાળક છું. ‘
Page – 162 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

दीन्हि मोहि सिख नीकि गुसांई । लागि अगम अपनी कदराई
नरवर धीर धरमधुरधारी । निगम-नीतिके ते अधिकारी
मैं शिशु प्रभुसनेह प्रतिपाला । मंदरमेरू कि लेहिं मराला ।।
” હંસ પક્ષી મેરૂમંદરનો ભાર ઊંચકી શકશે કે ? રામચંદ્ર, હું તમારા પ્રેમ પર પોસાયો છું. તમારી આ રાજનીતિ બીજાને બતાવો. હું નાનું બાળક છું. ” આમ કહીને લક્ષ્મણે તે આખી વાત એકી તડાકે ઉડાવી દીધી.
20. માછલી જેમ પાણીથી અળગી રહી શક્તી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમેરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી લે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, ટટાર ઊભી રહેનારી ઝંડાની કાંઠીની વાત કોઈ કરે છે કે? રામના યશની એ પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડાની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારૂ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે, કદી વાંકો વળ્યો નથી. યશ કોનો ? તો કે રામનો. દુનિયાની પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહીરામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખ, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગી હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની સગુણ-ભક્તિ હતી.
Page – 163 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

21. ભરત નિર્ગુણ-ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું રંગ્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠગુરૂ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, ‘ મારે રામને મળવું જોઈએ. ‘ રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું છે અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું જોઈએ; નહીં તો તે ભક્તિ શા કામની ? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. ‘ હે રામ, તમારૂં આ રાજ્ય છે. તમે… ‘ એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, ‘ ભરત, તું જ રાજ ચલાવ ‘. ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે છે, ‘ તમારી આજ્ઞા મને પ્રમાણ છે. ‘ રામ કહે તે પ્રમાણ. તેણે બધું જ રામને સોંપી દીધું હતું.
22. પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજા જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડી ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું, બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી, એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. મ ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો. એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાંસગુણ-ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.
Page – 164 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

23. ‘ રામનું નામ, રામની ભક્તિ, રામની ઉપાસના, એ બધું અમે કંઈ ન સમજીએ; અમે તો ઈશ્વરનું કામ કરીશું; ‘ એમ આજકાલના જુવાન કહે છે. ઈશ્વરનુંકામ કેમ કરવું તે ભરત બતાવે છે. ઈશ્વરનું કામ કરીને ભરતે વિયોગ બરાબર મનમાં સમાવી દીધો છે.ભગવાનનું કામ કરતાં કરતાં તેના વિયોગનું ભાન થાય એટલો વખત પણ ન મળે એ વાત જુદી છે ને ભગવાન શું છે ને કોણ છે તેની જેને જાણ સરખી નથી, તેનું બોલવાનું જુદું છે. ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. ‘ હે રામ, તમારો શબ્દ મને પ્રમાણ છે. તમે જે કહેશો તેમાં મને જરાયે શંકા નથી, ‘ આમ કહીને ભરત અયોધ્યા જવાને નીકળ્યો તો પણ તે જરા આગળ જઈને પાછો ફર્યો અને રામને કહેવા લાગ્યો, ‘ રામ, સમાધાન થતું નથી. મનમાં કંઈક ગડમથલ થયા કરે છે. ‘ રામ સમજી ગયા અને તેમણે કહ્યું, ‘ આ પાદુકા લઈ જા. ‘ આમ સગુણ માટેનો આદર આખરે તો રહ્યો જ. નિર્ગુણને સગુણે છેવટે પલાળ્યું તો ખરૂં જ. લક્ષ્મણને પેલી પાદુકાથી સમાધાન થયું ન હોત. તેની નજરે તે દૂધની ભૂખ છાશથી ભાંગવા જેવું થાત. ભરતની ભૂમિકા જુદી હતી. બહારથી તે દૂર રહીને કર્મ કરતો દેખાતો હતો પણ મનથી રામમય હતો. ભરત કર્તવ્ય બજાવવામાં રામભક્તિ માનતો હતો, તો પણ પાદુકાની જરૂર તેને લાગ્યા વગર ન રહી. એ પાદુકા વગર તે રાજકારભારનું ગાડું હાંકી શક્યો ન હોત. પેલી પાદુકાની આજ્ઞા સમજીને તે પોતાની ફરજ અદા કરતો રહ્યો. લક્ષ્મણ જેવો રામનો ભક્ત છે તેવો જ ભરત પણ છે. બંનેની ભૂમિકા બહારથી, દેખાવમાં જુદી છે. ભરત કર્તવ્યનિષ્ઠ હતો, તત્વનિષ્ઠ હતો, છતાં તેની તત્વનિષ્ઠાને પણ પાદુકાની ભીનાશની જરૂર લાગી હતી.
Page – 165 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ -
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

૬૪. હરિભક્તિની લાગણીની ભીનાશ અવશ્ય જરૂરી છે. તેટલા ખાતર અર્જુનને પણ मय्यासक्तमनाः पार्थ – અર્જુન મારામાં આસક્ત રહે, મારે માટે ભાવભીનો રહે, અને પછી કર્મ કર એમ ભગવાને ફરી ફરીને કહ્યું છે. જે ભગવદગીતાને આસક્તિ શબ્દ સૂઝતો નથી, રૂચતો નથી; જે ભગવદગીતામાં અનાસક્ત રહીને કર્મ કર, રાગદ્વેષ છોડીને કર્મ કર, નિરપેક્ષ કર્મ કર એમ ફરી ફરીને કહેવામાં આવ્યું છે; અનાસક્તિ, નિઃસંગપણું, એ જેનું ધ્રુપદ તેમ જ પાલુપદ એકસરખું બોલાયા કરે છે; તે ભગવદગીતા પણ કહે છે કે, ‘ અર્જુન, મારી આસક્તિ રાખ. ‘ પણ અહીં કદી ન વિસરાવું જોઈએ કે ભગવાન પરની આસક્તિ બહુ ઊંચી વસ્તુ છે. એ આસક્તિ કોઈક પાર્થિવ વસ્તુ માટેની થોડી જ છે ? સગુણ અને નિર્ગુણ બંને એકબીજામાં ગૂંથાઈ રહેલાં છે. સગુણ ને નિર્ગુણનો આધાર સમૂળગો તોડી નાખવાનું પરવડે એવું નથી અને નિર્ગુણને સગુણમાં રહેલી હ્રદયમાં રહેલી ભીનાશની જરૂર છે. હરહમેશ કર્તવ્યકર્મ કરવાવાળો કર્મરૂપે પૂજા જ કરે છે. પણ પૂજાની સાથે લાગણીની ભીનાશ જોઈએ. मामनुस्मर युध्य च  – મારૂં સ્મરણ રાખીને કર્મ કર. કર્મ પોતે એક પૂજા છે. પણ અંતરંગમાં ભાવના જીવંત હોવી જોઈએ. ખાલી ફૂલ માથે ચડાવ્યાં એ કંઈ પૂજા નથી. તે ભાવના જોઈએ. માથે ફૂલ ચડાવવાં એ પૂજાનો એક અને સત્કર્મો વડે પૂજા કરવી એ બીજો પ્રકાર છે. પણ બંનેમાં ભાવની ભીનાશ જોઈએ. ફૂલ ચડાવીએ છતાં ભાવ ન હોય તો તે પથ્થર પર ફેંકી દીધાં જાણવાં. એટલે આ સવાલ ભાવનાનો છે. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બંનેનો અંતિમ અનુભવ એક જ છે.     24.
25. અર્જુન અને ઉદ્ધવ એ બંનેની વાત જુઓ. રામાયણ પરથી કૂદકો મારીને હું મહાભારત પર ચાલ્યો. પણ એવા કૂદકો મારવાનો મને અધિકાર છે. કારણ રામ અને કૃષ્ણ બંને એકરૂપ છે. જેવી ભરત અને લક્ષ્મણની જોડી છે તેવી જ ઉદ્ધવ ને અર્જુનની છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં ઉદ્ધવ હોય જ. ઉદ્ધવથી કૃષ્ણનો વિયોગ ક્ષણભર પણ સહન ન થાય. હંમેશ તે કૃષ્ણની પાસે રહે ને સેવા કરે. કૃષ્ણ વગરનો આખો સંસાર તેને ફીકો લાગે છે. અર્જુન પણ કૃષ્ણનો સખા, મિત્ર હતો. પણ તે આઘે દિલ્હીમાં રહેતો. અર્જુન કૃષ્ણનું કામ કરવાવાળો હતો પણ કૃષ્ણ દ્વારકામાં તો અર્જુન હસ્તિનાપુરમાં એવું બંનેનું ચાલતું હતું.
Page – 166 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ -
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

26. ભગવાનને જ્યારે દેહ છોડવાની જરૂર જણાઈ ત્યારે તેમણે ઉદ્ધવને બોલાવીને કહ્યું, ‘ ઉદ્ધવ, હવે હું જાઉં છું. ‘ ઉદ્ધવે કહ્યું, ‘ મને સાથે કેમ નથી લઈ જતા ? આપણે સાથે જ જઈએ ! ‘ પણ ભગવાને કહ્યું, ‘ એ મને પસંદ નથી. સૂર્ય પોતાનું તેજ અગ્નિમાં મૂકીને જાય છે તેમ મારી જ્યોત તારામાં મૂકીને હું જવાનો છું. ‘ આવી છેવટની સોંપણનોંધણ કરૂ કૃષ્ણે જ્ઞાન આપીને ઉદ્ધવને વિદાય કર્યો. પાછળથી મુસાફરીમાં મૈત્રેય ઋષિ તરફથી ઉદ્ધવને ખબર પડી કે ભગવાન નિજધામ પધાર્યા છે. એ ખબરની તેના મન પર જરા સરખી અસર ન થઈ. કેમ જાણે કશું જ બન્યું નથી ! – मरका गुरू, रडका चेला, दोहींचा बोध वाया गेला – ગુરૂ મૂઓ ને ચેલો રડ્યો બંનેનો બોધ ફોગટ ગયો, એવું આ નહોતું. જાણે કે વિયોગ થયો જ નથી ! ઉદ્ધવે જન્મભર સગુણ ઉપાસના કરી હતી; તે પરમેશ્વરની નજીક હતો. હવે તેને નિર્ગુણમાં આનંદ લાગવા માંડ્યો. નિર્ગુણ સુધી તેને પહોંચવું પડ્યું. સગુણ પહેલાં પણ નિર્ગુણ તેની પાછળ આવવું જ જોઈએ. એ વગર પરિપૂર્ણતા નથી.
27. અર્જુનનું આથી ઊલટું થયું. કૃષ્ણે તેને શું કરવાનું કહ્યું હતું ? પોતાની પાચળ બધી સ્ત્રીઓના સંરક્ષણનું કામ તેમણે અર્જુનને ભાળવ્યું હતું. અર્જુન દિલ્હીથી આવ્યો અને દ્વારકાથી શ્રીકૃષ્ણની ઘરની સ્ત્રીઓને લઈને નીકળ્યો. રસ્તામાં હિસાર પાસે પંજાબમાંના ચોરોએ તેને લૂંટી લીધો. તે જમાનામાં જે એકમાત્ર નર તરીકે, સર્વોત્તમ વીર તરીકે પ્રસિદ્ધ હતો; પરાજય શું તે જાણતો ન હોવાથી જેની ‘ જય ‘ નામથી ખ્યાતિ ચાલતી હતી; ખુદ શંકર સાથે ટક્કર લઈ જેણે તેમને પણ નમાવ્યા હતા; એવા એ અર્જુનને અજમેર પાસે નાસતાં નાસતાં ભોય ભારે પડી ને તે માંડ બચી ગયો. કૃષ્ણ જતા રહ્યા તેની તેના મન પર બહુ મોટી અસર થઈ હતી. જાણે તેનામાંથી જીવ નીકળી ગયો હતો ને તેનું નિસ્ત્રાણ ને નિષ્પ્રાણ ખોળિયું માત્ર રહી ગયું હતું. સારાંશ કે, સદોદિત કર્મ કરનારા, કૃષ્ણથી દૂર રહેનારા નિર્ગુણ ઉપાસક અર્જુનને વિયોગ છેવટે ખૂબ વરતાયો. તેનું નિર્ગુણ આખરે નકામું ગયું. તેનું બધું કર્મ જાણે કે પૂરૂં થયું. તેના નિર્ગુણને છેવટે સગુણનો અનુભવ થયો. ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે.
Page – 167 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૫ -
સગુણ – નિર્ગુણ એકરૂપ : સ્વાનુભવકથન

૬૫. એટલે સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક બંને વચ્ચે ફેર શો છે તે કહેવા જઈએ તો ભાષા કુંઠિત થઈ જાય છે. સગુણ અને નિર્ગુણ છેવટે એક ઠેકાણે ભેગાં થાય છે. ભક્તિનું ઝરણું શરૂઆતમાં સગુણમાંથી ફૂટે છે તોયે તે નિર્ગુણ સુધી પહોંચી તેને મળે છે. પહેલાં હું વાયકમનો સત્યાગ્રહ જોવાને ગયો હતો. મલબારના કિનારા પર શંકરાચાર્યનું જન્મસ્થાન છે એ ભૂગોળમાંથી જાણીને મેં યાદ રાખ્યું હતું. હું જતો હતો ત્યાંથી નજીક જ પેલું ભગવાન શંકરાચાર્યનું કાલડી ગામ હશે એમ મને લાગ્યું અને તેથી એ વિષે મારા સાથી મલયાળી ગૃહસ્થને મેં પૂછ્યું. તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ તે ગામ અહીંથી દસબાર માઈલ પર જ છે. તમારે ત્યાં જવું છે ? ‘ મેં ના પાડી. હું સત્યાગ્રહ જોવાને ત્યાં ગયો હતો. તેથી રસ્તે બીજે ક્યાંક જવાને ફંટાવાનું મને ઠીક ન લાગ્યું અને તે વખતે તે ગામ જોવાને હું ન ગયો. એ મેં બરાબર કર્યું હતું વું હજી મને લાગે છે. પણ રાત્રે ઊંઘવાને આડો પડું એટલે તે કાલડી ગામ અને શંકરાચાર્યની મૂર્તિ મારી નજર સામે આવીને ઊભાં રહે. મને ઊંઘ ન આવે. એ અનુભવ મને હજી કાલે થયો હોય તેવો તાજો લાગે છે. શંકરાચાર્યના જ્ઞાનનો પ્રભાવ, તેમની દિવ્ય અદ્વૈતનિષ્ઠા, સામે ફેલાયેલી દુનિયાને રદ્દી, નકામી સાબિત કરી આપનારૂં તેમનું અલૌકિક અને ધગધગતું વૈરાગ્ય, તેમની ગંભીર ભાષા, અને મારા પર થયેલા તેમના અનંત ઉપકાર, એ બધી વાતના ખ્યાલ મારા મનમાં ઊભરાતા. રાત્રે એ બધા ભાવ પ્રગટ થાય. પ્રત્યક્ષ મુલાકાતમાં પણ એટલો પ્રેમ નથી. નિર્ગુણમાં પણ સગુણનો પરમોત્કર્ષ ઠાંસીને ભરેલો છે. હું કુશળ સમાચારના કાગળો વગેરે ઝાઝા લખતો નથી. પણ એકાદ મિત્રને પત્ર ન લખાય તો અંદરથી આખો વખત તેનું સ્મરણ થયા કરે છે. પત્ર ન લખવા છતાં મનમાં યાદ ભરપૂર રહે છે. નિર્ગુણમાં આ પ્રમાણે સગુણ છુપાયેલું હોય છે. સગુણ અને નિર્ગુણ બંને એકરૂપ જ છે. પ્રત્યક્ષ મૂર્તિ લઈ તેની પૂજા કરવી, પ્રગટ સેવા કરવી, અને અંદરથી એકસરખું જગતના કલ્યાણનું ચિંતન ચાલતું હોવા છતાં બહાર પૂજા ન દેખાય એ બંને વસ્તુ સરખી કિંમતની ને સરખી લાયકાતવાળી છે.     28.
Page – 168 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ -
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

૬૬. છેવટે મારે વળી કહેવાનું છે કે સગુણ કયું અને નિર્ગુણ કયું એ ચોક્કસ નક્કી કરવું પણ સહેલું નથી. એક દ્રષ્ટિથી જે સગુણ છે તે બીજી દ્રષ્ટિથી નિર્ગુણ સાબિત થઈ શકે. સગુણની સેવા કરવાની હોય ત્યારે પથરો લઈને કરવામાં આવે છે. તે પથ્થરમાં પરમાત્મા કલ્પી લેવાય છે. પણ માતામાં અને સંતોમાં પ્રત્યક્ષ ચૈતન્ય પ્રગટ થયેલું હોય છે. ત્યાં જ્ઞાન, પ્રેમ, અંતરની ઊંડી મમતા પ્રગટ છે, ખુલ્લાં છે. છતાં ત્યાં પરમાત્મા નીરખીને પૂજા કરવામાં નથી આવતી. ચૈતન્યમય એવાં આ લોકો સૌ કોઈને દેખાય છે. તેમની સેવા કરવાને બદલે, તેમનામાં સગુણ પરમાત્મા જોવાને  બદલે પથ્થરમાં પરમાત્મા જોવાય છે ! હવે પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધાંમાં જ્ઞાન, પ્રેમ, ઉપકારબુદ્ધિ વગેરે પ્રગટ થયેલાં છે. તેમનામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. પથ્થરમાં ઈશ્વર માની લેવો અઘરો છે. પેલા નર્મદામાંથી નીકળતા પથ્થરને ગણપતિ માની દેવ ગણવામાં આવે છે. આ નિર્ગુણ પૂજા નથી કે ?     29.
30. એથી ઊલટું એમ લાગે છે કે પથ્થરમાં ઈશ્વર ન માનવો તો બીજે ક્યાં માનવો ? ઈશ્વરની મૂર્તિ થવાને પેલો પથ્થર જ લાયક છે. તે નિર્વિકાર છે, શાંત છે. અંધારૂં હોય કે અજવાળું હોય, તાપ હોય કે ટાઢ હોય, એ પથ્થર તેવો ને તેવો રહે છે. આવો આ નિર્વિકારી પથ્થર જ પરમેશ્વરનું પ્રતીક બનવાને લાયક છે. માબાપ, જનતા, અડોશીપડશી એ બધાં વિકારોથી ભરેલાં છે. એટલે કે તે બધાંમાં કંઈ ને કંઈ વિકાર જોવાને મળ્યા વગર રહે નહીં. તેથી પથ્થરની પૂજા કરવા કરતાં એ બધાંની સેવા કરવાનું એક રીતે જોઈએ તો અઘરૂં છે.
Page – 169 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ -
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

31. ટૂંકમાં, સગુણ અને નિર્ગુણ એકબીજાનાં પૂરક છે. સગુણ સુલભ છે, નિર્ગુણ અઘરૂં છે. પરંતુ સગુણ પણ અઘરૂં છે અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારૂં ધ્યેય એક જ છે. પાંચમા અધ્યાયમાં જેમ કહ્યું છે કે ચોવીસે કલાક કર્મ કરવા છતાં લેશમાત્ર કર્મ ન કરનારા યોગીઓ અને ચોવીસ કલાકમાં જરા સરખું કર્મ ન કરવા છતાં બધાંયે કર્મ કરનારા સંન્યાસીઓ એકરૂપ જ છે તેવું જ અહીં પણ છે. સગુણ કર્મદશા અને નિર્ગુણ સંન્યાસયોગ એકરૂપ જ છે. સંન્યાસ ચડે કે યોગ એ સવાલનો જવાબ આપવામાં જેવી ભગવાનને મુશ્કેલી પડી હતી તેવી જ તેમને અહીં પણ પડી છે. છેવટે સહેલાપણું અને અઘરાપણું, વધારે ને ઓછું શામાં એ વાત ધ્યાનમાં રાખી તેમણે જવાબ આપ્યો છે. બાકી યોગ ને સંન્યાસ અને સગુણ ને નિર્ગુણ  બધાં એકરૂપ જ છે.
32. છેવટે ભગવાન કહે છે, ‘ હે અર્જુન, તું સગુણ હો કે નિર્ગુણ હો પણ ભક્ત થા એટલે થયું. કોરો પથરા જેવો રહીશ મા. ‘ આટલું કહીને છેવટે ભગવાને ભક્તોનાં લક્ષણો ગણાવ્યાં છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મદુર છે. અહીં કલ્પનાની જરૂર નથી. એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. બારમા અધ્યાયમાં ગણાવેલાં આ ભક્ત-લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંનાં થોડાં થોડાં આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ; અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ.

l            l        l

Follow

Get every new post delivered to your Inbox.